This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

      ચૌદમું અધ્યયન અન્યોન્યક્રિયા સપ્તક

અન્યોન્ય ક્રિયા નિષેધ :

से भिक्खू वा भिक्खुणी वा अण्णमण्णकिरियं अज्झत्थियं संसेइयं णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– સાધુ કે સાધ્વીની અન્યોન્યક્રિયા(પરસ્પર પાદ પ્રમાર્જનાદિ રૂપ સમસ્ત ક્રિયા) કર્મબંધનું કારણ છે, તેમ જાણીને સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી તે ક્રિયા કરવા પ્રેરિત કરે નહિ.

से अण्णमण्णं पायाइं आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो तं साइए णो तं णियमे, सेसं तं चेव ભાવાર્થ :– સાધુ કે સાધ્વી(કારણ વિના) પરસ્પર એક બીજાના પગને લૂછી, એકવાર કે વારંવાર સારી રીતે સાફ કરે, તો સાધુ કે સાધ્વી તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી તેમ કરવાની પ્રેરણા આપે નહિ. અધ્યયનનું શેષ સંપૂર્ણ વર્ણન તેરમા અધ્યયન પ્રમાણે જાણવું જોઈએ.

एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– અન્યોન્યક્રિયાનો ત્યાગ, તે સાધુ કે સાધ્વીના આચારની સામગ્રી–સંયમ સમાચારી છે.

તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે પરક્રિયાના અતિદેશપૂર્વક અન્યોન્ય ક્રિયાનો નિષેધ કર્યો છે.

પરસ્પર બે સાધુ કે પરસ્પર બે સાધ્વીઓ એક બીજાની પરિચર્યા કરે, તે અન્યોન્યક્રિયા છે.

अण्णमण्णकिरियं :સાધુને માટે ગૃહસ્થ દ્વારા પોતાની કોઈ પણ ક્રિયા કરાવવાનો નિષેધ તેરમા અધ્યયનમાં છે. તે રીતે અન્યોન્ય અર્થાત્ સહવર્તી સાધુઓએ પણ પરસ્પર પગ દબાવવા, માલિશ કરવું વગેરે ક્રિયા આવશ્યકતા વિના કરાવવી જોઈએ. સર્વ ક્રિયાઓ દેહરાગનું પોષણ કરે છે, સાધુની સુખશીલતા વધે છે, સહન શક્તિ ઘટે છે, સ્વાધ્યાય–ધ્યાનનો અમૂલ્ય સમય દેહરાગમાં વ્યતીત થઈ જાય છે.

સાધુની સાધના સ્વતંત્ર છે. તે ગચ્છમાં સર્વ સાધર્મિક સાધુઓની સાથે રહે તેમ છતાં સહવર્તી સર્વ સાધુઓની સર્વ અપેક્ષાઓ છોડીને સ્વમાં સ્થિર થવાના લક્ષે પુરુષાર્થ કરે છે.

1

2

3

291

અન્યોન્ય ક્રિયા સાપેક્ષ છે. ‘હું તારી સેવા કરું છું, તું મારી સેવા કરજે પ્રકારના વ્યવહારમાં ક્યારેક અપેક્ષા પૂર્ણ થતાં રાગ–દ્વેષ થાય છે, ક્યારેક પરસ્પરનો અનુરાગ વધી જવાથી સજાતીય વિકાર ભાવ જાગૃત થાય, સુખશીલતા વધી જાય, સ્વાધ્યાય–ધ્યાનમાં સ્ખલના થાય ઇત્યાદિ દોષોના કારણે અહીં પર ક્રિયાની જેમ અન્યોન્ય ક્રિયાનો પણ નિષેધ છે.

તેમ છતાં ગુરુકુલવાસી સાધર્મિક સાધુઓ ગ્લાન, વૃદ્ધ, તપસ્વી, નવદીક્ષિત સાધુની અગ્લાનભાવે સેવા કરી શકે છે. સ્થવિરકલ્પી સાધુઓ આવશ્યકતા પ્રમાણે પરસ્પર સેવા શુશ્રૂષાનો ભાવ રાખે. આ પ્રકારનો સાધુ જીવનનો આચાર છે.

પ્રસ્તુત પ્રસંગમાં વૃદ્ધત્વ, અશક્તિ કે બીમારી આદિ કોઈ પણ કારણ વિના કેવળ શોખથી, અભિમાનથી, આદતથી, મોટાઈ બતાવવાના દષ્ટિકોણથી, બીજાના આગ્રહ કે મોહ ભાવથી તેમજ વિભૂષા વૃત્તિથી પગ દબાવવા વગેરે અનેકાનેક ક્રિયાઓનો સૂત્રકારે નિષેધ કર્યો છે. તેમ છતાં સહવર્તી સાધુઓની સંયમ સાધનામાં સહાયક બનવાની એક માત્ર ભાવનાથી નિસ્પૃહ ભાવે સાધુ કે સાધ્વી પરસ્પર સેવા કરી શકે છે.

એકાકી રહેનાર જિનકલ્પી અથવા પ્રતિમા સંપન્ન અણગારો માટે અન્યોન્ય ક્રિયાનો પ્રસંગ ઉપસ્થિત થતો નથી, તેથી પ્રસ્તુત સૂત્રનો સંબંધ ગચ્છવાસી સ્થવિર કલ્પી સાધુઓ માટે છે.

।। ચૌદમું અધ્યયન સંપૂર્ણ ।। અધ્યયન–14

292 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પંદરમું અધ્યયન પરિચય અધ્યયનનું નામ ‘ ભાવના˜ છે.

સાધુજીવન માટે ભાવના મહત્ત્વપૂર્ણ અને સશક્ત નાવ છે. भावाणा जोगसुद्धप्पा जले नावा व आहिया । –( સૂત્રકૃતાંગ શ્રુ.1. અધ્ય. 15. ગાથા.પ) મોક્ષમાર્ગનો મુસાફર ભાવનાની નાવ દ્વારા મોક્ષયાત્રાની મુસાફરી નિર્વિધ્નતાથી પાર કરી શકે છે.

જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આદિ અનુષ્ઠાનો સાથે ભાવના જોડાઈ જાય, ત્યારે સાધક ઉત્સાહ, શ્રદ્ધા અને સંવેગ સાથે સાધનાના રાજમાર્ગ ઉપર ગતિ, પ્રગતિ કરી શકે છે. જો સાધકનું ચિત્ત ભાવનાથી ભાવિત હોય તો વિધ્ન, પરીષહ, ઉપસર્ગ કે કષ્ટ આવે ત્યારે જ્ઞાનાદિની સાધનાથી ચલિત થઈ જાય છે.

સાધક ભાવનાની અનિવાર્યતાને સ્વીકારીને પોતાના ચિત્તને પ્રશસ્ત ભાવનાથી ભાવિત કરે છે, જેથી તે પોતાની સાધનાથી ચ્યુત થાય નહિ.

ભાવનાના બે પ્રકાર છેપ્રશસ્ત ભાવના અને અપ્રશસ્ત ભાવના. જીવહિંસા, મૃષાવાદ આદિ પાપ સેવનની વિચારધારા અથવા ક્રોધાદિ કષાયોથી કલુષિત વિચારધારા, તે અપ્રશસ્ત ભાવના છે.

જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વૈરાગ્ય આદિમાં લીનતા થવી, તે પ્રશસ્તભાવના છે.

તીર્થંકરોના ગુણો તથા પ્રવચનોનું બહુમાન, યુગપ્રધાન આચાર્યો તથા અતિશય ૠદ્ધિમાન તેમજ લબ્ધિવાન મુનિઓ, ચૌદ પૂર્વધારી, કેવળજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની આદિ મુનિવરોના દર્શન, તેઓના ઉપદેશનું શ્રવણ, ગુણોત્કીર્તન, સ્તવન આદિ કરવું, તે દર્શનભાવના છે કારણ કે તેનાથી દર્શનની વિશુદ્ધિ થાય છે.

જીવ, અજીવ, પુણ્ય, પાપ, બંધ, અને બંધના કારણો, બંધનું ફળ, નિર્જરા અને મોક્ષ તત્ત્વનું જ્ઞાન કરવું, આગમનો સ્વાધ્યાય કરવો, વાચના લેવી–આપવી, જિનેશ્વરના પ્રવચનાદિનું ચિંતન કરવું, જ્ઞાનના વિકાસ માટે અભ્યાસમાં લીન બનવું, તેના માટે પુરુષાર્થ કરવો, તે જ્ઞાનભાવના છે.

અહિંસાદિ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશવિધ યતિધર્મ, પાંચ આચાર, નિયમોપનિયમ વગેરેના પાલનની ભાવના કરવી, તે ચારિત્રભાવના છે.

બાહ્ય–આભ્યંતર તપનો સ્વીકાર કરી મારા દિવસને ધન્ય કરું–સફળ કરું, તેવી ભાવના કરવી તેમજ તપ માટે અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્રાદિનો વિચાર કરવો, તે તપભાવના છે.

293

સાંસારિક સુખ પ્રત્યે વિરક્તિરૂપ ભાવના તે વૈરાગ્યભાવના છે.

કર્મબંધ જનક પ્રમાદનું આચરણ કરવું, તે અપ્રમાદ ભાવના છે.

તે રીતે અનિત્યાદિ 12 ભાવનાઓ પણ વૈરાગ્યભાવની પ્રાપ્તિમાં કારણભૂત બને છે.

પ્રસ્તુત અધ્યયનના પૂર્વાર્દ્ધમાં દર્શનભાવનાને પુષ્ટ કરવા માટે આસન્નોપકારી ભગવાન મહાવીર સ્વામીના ચ્યવનથી લઈને કેવળજ્ઞાન પ્રાપ્તિ પર્યંતના જીવનચરિત્રનું નિરૂપણ કર્યું છે. ઉત્તરાર્દ્ધમાં ચારિત્રભાવનાને પુષ્ટ કરવા પાંચ મહાવ્રત અને તેની પચીસ ભાવનાઓનું વર્ણન કર્યું છે.

રીતે અધ્યયન દ્વારા સાધકોને ભગવાનના જીવનચરિત્રના માધ્યમથી સાધનાનો માર્ગ સાદ્યંત સ્પષ્ટ થઈ જાય છે.

 અધ્યયન–15 : પરિચય 294 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ

      પંદરમું અધ્યયન ભાવના

ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક નક્ષત્ર :

तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे यावि होत्था–

हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वक्कंते हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए । हत्थुत्तराहिं जाए हत्थुत्तराहिं सव्वाओ सव्वत्ताए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए हत्थुत्तराहिं कसिणे पडिपुण्णे अव्वाघाए णिरावरणे अणंते अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे साइणा भगवं परिणिव्वुए શબ્દાર્થ :– पंचहत्थुत्तरे यावि होत्था = પાંચ પ્રસંગો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયા हत्थुत्तराहिं चुए = ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દેવલોકથી ચ્યવન થયું चइत्ता = ચ્યવીને गब्भं वक्कंते = ગર્ભમાં ઉત્પન્ન થયા कसिणे = સંપૂર્ણ पडिपुण्णे = પ્રતિપૂર્ણ अव्वाघाए = વ્યાઘાત રહિત साइणा = સ્વાતિ નક્ષત્રમાં परिणिव्वुए = મોક્ષને પ્રાપ્ત થયા.

ભાવાર્થ :– તે કાલે–અવસર્પિણ કાળમાં, તે સમયે–ચોથા આરાના 75 વર્ષ અને 8 ા માસ શેષ રહ્યા ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનની પાંચ વિશિષ્ટ ઘટનાઓ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થઈ, જેમ કેભગવાન મહાવીર સ્વામી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગર્ભથી ગર્ભાંતરરૂપ સંહરણ થયું, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાન અગાર ધર્મનો તથા સર્વસ્વનો સંપૂર્ણ રીતે ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનને સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, નિર્વ્યાઘાત, નિરાવરણ, અનંત અને અનુત્તર શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયું. ભગવાન સ્વાતિ નક્ષત્રમાં નિર્વાણ પામ્યાં.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓના નક્ષત્રોનું નિરૂપણ છે.

તીર્થંકરોના જન્માદિ પ્રસંગો :– તીર્થંકરોના જીવનમાં મહત્ત્વપૂર્ણ અનેક ઘટનાઓ હોય છે, પરંતુ શ્રી ઠાણાંગસૂત્રના પાંચમા સ્થાનમાં તીર્થંકરોના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણ, આ પાંચ પ્રસંગોને વિશિષ્ટ ઘટના રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. ગ્રંથકારો પાંચે વિશિષ્ટ પ્રસંગોને કલ્યાણક કહે છે. પાંચ કલ્યાણકોમાંથી જન્મ, દીક્ષા, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણ, ચાર પ્રસંગોની ઉજવણી 64 ઇન્દ્રો અને સામાન્ય દેવ–દેવીઓ કરે છે. દેવોનો પ્રકારનો જિતવ્યવહાર છે.

તીર્થંકરોના ચ્યવન સમયે એટલે માતાના ગર્ભમાં આવવાના સમયે ઇન્દ્રો આવતા નથી, પરંતુ ચૌદ સ્વપ્નનું ફળ કહેવા સ્વપ્ન પાઠકોનું આગમન થાય છે અને ચ્યવન પ્રસંગથી તીર્થંકરના ભવનો શુભારંભ થાય છે, તેથી શાસ્ત્રોમાં અનેક સ્થળે પાંચે ઘટનાઓ અંકિત છે.

1

295

પ્રસ્તુતમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં ગર્ભસાહરણ સહિત ઘટનાનો ઉલ્લેખ છે.

પ્રભુનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું છે, તેથી તે પ્રસંગને બાદ કરી શેષ પાંચની સંખ્યાનો અહીં ઉલ્લેખ કર્યો છે. જો કે ગર્ભ સાહરણ સમયે ઇન્દ્રોનું આગમન થયું નથી પણ ઇન્દ્રનું આસન ચલાયમાન થયું અને ઇન્દ્રની આજ્ઞાથી હરિણૈગમેષી દેવનું આગમન થયું હતું અને તે સમયે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હતું, તેથી અહીં નક્ષત્રની સમાનતાના કારણે પાંચ પ્રસંગોમાં તેની ગણના કરવામાં આવી છે.

તીર્થંકરોના જન્માદિ સમયે ચંદ્ર સાથે જે નક્ષત્રનો યોગ હોય, તે નક્ષત્ર જન્મ નક્ષત્ર કહેવાય છે.

નક્ષત્ર યોગ :– તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના જન્માદિ પ્રસંગે ચંદ્ર સાથે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રોનો સંયોગ હતો. નક્ષત્રયોગ એટલે તે દિવસે અને તે સમયે આકાશમાં નિરંતર ગમન કરતાં ચંદ્ર અને તે નક્ષત્રના વિમાન કેટલાક સમય સુધી એક સાથે સંચરણ કરે છે, ત્યારપછી બંને વિમાનોની ગતિની ભિન્નતાના કારણે તે આગળ પાછળ થઈ જાય છે અને ચંદ્ર સાથે ત્યાર પછીના બીજા નક્ષત્રનો યોગ શરૂ થાય છે. રીતે એક પછી એક નક્ષત્રનો ચંદ્ર સાથે પરિભ્રમણનો ક્રમિક સંયોગ પ્રતિદિન બદલાતો રહે છે, તેને નક્ષત્રયોગ કહે છે.

पंच हत्थुत्तरे :હસ્ત નક્ષત્ર જેની ઉત્તરમાં અર્થાત્ પછી છે, તે હસ્તોત્તરા નક્ષત્ર છે. અઠ્ઠાવીસ નક્ષત્રના ક્રમમાં હસ્ત નક્ષત્રની પૂર્વે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર આવે છે. ભગવાન મહાવીરનું ચ્યવન, ગર્ભ, સંહરણ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ પાંચે વિશિષ્ટ ઘટનાઓ હસ્તોત્તરા(ઉત્તરા ફાલ્ગુની)

નક્ષત્રમાં થઈ છે માટે ‘ પંચહસ્તોત્તર˜ કહેવાય છે.

ભગવાનનું ગર્ભાવતરણ :

समणे भगवं महावीरे इमाए ओसप्पिणीए सुसमसुसमाए समाए वीइकंताए सुसमाए समाए वीइकंताए, सुसमदुसमाए समाए वीइकंताए, दुसमसुसमाए समाए बहुवीइकंताए, पण्हत्तरीए वासेहिं मासेहिं अद्धणवमेहिं सेसेहिं, जे से गिम्हाणं चउत्थे मासे अठ्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं असाढसुद्धस्स छठ्ठीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेणं जोगमुवागएणं, महाविजय–सिद्धत्थ–पुप्फ‘त्तरपवरपुंडरीय–दिसासोवत्थिय–

वद्धमाणाओ महाविमाणाओ वीसं सागरोवमाइं आउयं पालइत्ता आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं चुए, चइत्ता इह खलु जंबुद्दीवे णं दीवे भारहे वासे दाहिणड्ढभरहे दाहिणमाहणक‘ंडपुर–संणिवेसंसि उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स देवाणंदाए माहणीए जालंधरायणसगोत्ताए सीहुब्भवभूएणं अप्पाणेणं क‘च्छिंसि गब्भं वक्कंते । समणे भगवं महावीरे तिण्णाणोवगए यावि होत्था, चइस्सामि त्ति जाणइ, चुएमित्ति जाणइ, चयमाणे जाणइ, सुहुमे णं से काले पण्णत्ते શબ્દાર્થ :– सुसमसुसमाए समाए = સુષમસુષમા નામનો પહેલો આરો वीइकंताए = વ્યતીત થઈ જવા પર सुसमाए समाए = સુષમા નામનો બીજો આરો सुसमदुसमाए समाए = સુષમદુષમા નામનો ત્રીજો આરો दुसमसुसमाए समाए बहुवीइकंताए = દુષમસુષમા નામના ચોથા આરાનો ઘણો સમય પસાર થવા પર पण्हत्तरीए वासेहिं = 75 વર્ષ = અને मासेहिं अद्धणवमेहिं = સાડા આઠ મહિના 2

અધ્યયન–15

296 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ सेसेहिं = શેષ રહેવા પર छठ्ठीपक्खेणं = પક્ષની છઠ્ઠી તિથિએ हत्थुत्तराहिं णक्खत्तेण = હસ્તોત્તરા–

ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો जोगमुवागएणं = ચંદ્ર સાથે યોગ પ્રાપ્ત થવા પર महाविजयसिद्धत्थ–

पुप्फ‘त्तरपवरपुंडरीय–दिसासोवत्थियवद्धमाणाओ = મહાવિજય સિદ્ધાર્થ, પુષ્પોત્તર પ્રધાન, પુંડરીક, દિશા સ્વસ્તિક, વર્ધમાન નામના महाविमाणाओ = મહા વિમાનમાંથી आउक्खएणं = દેવાયુના કર્મદલિકનો ક્ષય કરીને भवक्खएणं = દેવભવ પૂર્ણ કરીને ठिइक्खएणं = દેવ આયુષ્યકર્મની સ્થિતિનો ક્ષય કરીને चुए = ત્યાંથી ચ્યવન થયું चइत्ता = ચ્યવીને सीहुब्भवभूएणं = શીઘ્ર ઉત્પત્તિની સન્મુખ થયેલા अप्पाणेणं = આત્મા દ્વારા गब्भं वक्कंते = ગર્ભરૂપે ઉત્પન્ન થયા અર્થાત્ ગર્ભમાં આવ્યા.

ભાવાર્થ :– અવસર્પિણી કાળનો સુષમસુષમા નામનો પ્રથમ આરો, સુષમા નામનો બીજો આરો અને સુષમદુષમા નામનો ત્રીજો આરો પૂર્ણ વ્યતીત થઈ ગયો અને દુષમસુષમા નામના ચોથા આરાનો અધિકાંશ સમય પસાર થઈ ગયા પછી અર્થાત્ તેના 75 વર્ષ અને સાડા આઠ માસ શેષ રહ્યા હતા ત્યારે, ગ્રીષ્મૠતુના ચોથા માસ અને આઠમા પક્ષ–પખવાડિયામાં, અષાઢ સુદ છઠની રાત્રિના, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો, ત્યારે મહાવિજય સિદ્ધાર્થ પુષ્પોત્તરવર પુંડરીક દિશા સ્વસ્તિક વર્દ્ધમાન નામના મહાવિમાનમાંથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું વીસ સાગરોપમનું દેવાયુ, દેવભવ અને દેવસ્થિતિ પૂર્ણ થયા અને તેમનું, ત્યાંથી ચ્યવન થયું અને જંબૂદ્વીપના દક્ષિણ ભરત ક્ષેત્રના બ્રાહ્મણકુંડપુર સંનિવેશમાં કોડાલ ગોત્રીય ૠષભદત્ત બ્રાહ્મણની જાલંધરાયણ ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં શીઘ્ર ઉત્પત્તિની સન્મુખ થયેલા ભગવાનના આત્માનું ગર્ભરૂપે અવતરણ થયું.

શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગર્ભમાં આવ્યા ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, આ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તેઓ જાણતા હતા કે હું સ્વર્ગથી ચ્યવીને મનુષ્યલોકમાં જઈશ અને હું દેવલોકથી ચ્યવીને ગર્ભમાં આવ્યો છું, પરંતુ તેઓ ચ્યવનના સમયને જાણતા નથી કારણ કે ચ્યવનનો કાળ અત્યંત સૂક્ષ્મ હોય છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીનું દેવલોકમાંથી ચ્યવન થયું, તે સંબંધી વર્ણન છે. સૂત્રકારે ભગવાનના અવતરણ સમયની ચાર સ્થિતિઓનો વિશેષરૂપથી ઉલ્લેખ કર્યો છે– (1) અવતરણ કાલ (ર) ચ્યવન સ્થાન, (3) અવતરણ સ્થાન (4) અવતરણ સમયની જ્ઞાનદશા.

અવતરણકાલ :– જૈન શાસ્ત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના છ–છ આરાનું વર્ણન છે.

અવસર્પિણી અર્થાત્ સર્વ પદાર્થોના વર્ણાદિનો તેમજ સુખનો ક્રમશઃ હ્રાસ થાય છે, તેવા ઉતરતા કાલના ત્રણ આરા વ્યતીત થઈ ગયા, ચોથા આરાના પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ શેષ રહ્યા હતા ત્યારે ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ ચાર માસની ગ્રીષ્મ ૠતુનો ચોથો માસ અર્થાત્ અષાઢ માસ અને એક માસના બે પક્ષ થાય, તેમાં આગમિક પરંપરા અનુસાર પહેલા કૃષ્ણપક્ષ અને પછી શુક્લ પક્ષની ગણના કરતા ગ્રીષ્મ ૠતુના આઠમા પક્ષમાં એટલે અષાઢ શુક્લપક્ષ અને તેની છઠ્ઠી તિથિ અર્થાત્ અષાઢ સુદ–6ના દિવસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રભુનું ચ્યવન થયું. આગમિક રીતે માસ અને પક્ષની ગણનામાં પ્રત્યેક માસનો પ્રારંભ કૃષ્ણપક્ષથી થાય અને ત્યાર પછી શુક્લપક્ષ આવે છે. ગુજરાત–મહારાષ્ટ્રની પરંપરા મુજબ માસનો પ્રારંભ શુક્લ પક્ષથી અને ત્યાર પછી કૃષ્ણ પક્ષ આવે છે.

ચ્યવન સ્થાન :– દશમા પ્રાણત દેવલોકના વીસ સાગરોપમના દેવાયુષ્યને પૂર્ણ કરીને દેવ ભવમાંથી 297

પ્રભુનું ચ્યવન થયું. દશમા પ્રાણત દેવલોકમાં અનેક વિમાનો છે. તેમાંથી મહાવિજય સિદ્ધાર્થ વર પુંડરીક દિશાસ્વસ્તિક વર્ધમાન, નામવાળા વિમાનમાંથી પ્રભુનું ચ્યવન થયું.

અવતરણ સ્થાન :– દેવલોકમાંથી ચ્યવીને પ્રભુ દક્ષિણ ભરત ક્ષેત્રના કુંડલપુર નગરના કોડાલ ગોત્રીય ૠષભદત્ત બ્રાહ્મણ અને જાલંધરાયણ ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરણ પામ્યા.

અવતરણ સમયની જ્ઞાન દશા :– તીર્થંકરો પૂર્વભવમાંથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિજ્ઞાન, આ ત્રણ જ્ઞાન સહિત ચ્યવન પામે છે, તેથી ચ્યવન પહેલા તેઓ પોતાના અવધિજ્ઞાન દ્વારા જાણતા હોય છે કે

‘હવે મારું ચ્યવન થશેચ્યવન પછી પણ મનુષ્ય ભવમાં તેઓ ત્રણ જ્ઞાન સાથે જન્મ ધારણ કરે છે, તેથી ગર્ભમાં પણ પ્રભુ જાણે છે કે અમુક દેવલોકમાંથી મારું ચ્યવન થયું છે, પરંતુ જ્યારે ચ્યવન થતું હોય તે સમયને પ્રભુ અવધિજ્ઞાનથી જાણી શકતા નથી કારણ કે કોઈ પણ જીવને એક ગતિમાંથી નીકળીને બીજી ગતિમાં જન્મ ધારણ કરતાં ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ચાર સમય લાગે છે.

છદ્મસ્થ વ્યક્તિનો ઉપયોગ ઓછામાં ઓછો અસંખ્યાત સમયનો હોય છે, તેથી એક, બે, ત્રણ કે ચાર સમયની ઘટના કોઈ પણ છદ્મસ્થ જીવો જાણી શકતા નથી. તીર્થંકરો ત્રણ જ્ઞાનના ધારક હોવા છતાં પણ છદ્મસ્થ હોવાથી પોતાની ચ્યવન અવસ્થાને અર્થાત્ વાટે વહેતા માર્ગની અવસ્થાને જાણી શકતા નથી.

રીતે અવતરણ સમયે પ્રભુ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા.

ભગવાનનું ગર્ભસંહરણ :

तओ णं समणे भगवं महावीरे अणुकंपएणं देवेणं जीयमेयं ति कट्टु, जे से वासाणं तच्चे मासे, पंचमे पक्खे, आसोयबहुले, तस्स णं आसोयबहुलस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेहिं जोगमुवागएणं बासीइहिं राइंदिएहिं वीईकंतेहिं तेसीइमस्स राइंदियस्स परियाए वट्टमाणे दाहिणमाहणक‘ंडपुरसण्णिवेसाओ उत्तरखत्तियक‘ंडपुरसण्णिवेसंसि णायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगोत्तस्स तिसलाए खत्तियाणीए वासिठ्ठगोत्ताए असुभाणं पोग्गलाणं अवहारं करेत्ता सुभाणं पोग्गलाणं पक्खेवं करेत्ता क‘च्छिंसि गब्भं साहरइ जे वि तिसलाए खत्तियाणीए क‘च्छिंसि गब्भे तं पि दाहिणमाहणक‘ंडपुरसण्णिवेसंसि उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स देवाणंदाए माहणीए जालंधरायणसगोत्ताए क‘च्छिंसि साहरइ । समणे भगवं महावीरे तिण्णाणोवगए यावि होत्था, साहरिज्जिसामि त्ति जाणइ, साहरिए मि त्ति जाणइ, साहरिज्जमाणे वि जाणइ, समणाउओ શબ્દાર્થ :– अणुकंपएणं देवेणं = તેમના પ્રતિ લાગણી રાખનાર, અનુકંપાશીલ, હિતાનુપ્રેક્ષી जीयमेयं ति कट्टु = અમારો જીતઆચાર છે, પ્રમાણે સમજીને जे से = જો, वासाणं = વર્ષાકાળનો तच्चे मासे = ત્રીજો માસ पंचमे पक्खे = પાંચમો પક્ષ आसोयबहुले = આસોમાસના કૃષ્ણ પક્ષतस्स= તેનાतेरसीपक्खेणं= પક્ષના તેરસના દિવસે, તેરસે हत्थुत्तराहिं णक्खत्तेणं = ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો जोगमुवागएणं = ચંદ્ર સાથે યોગ થવા પર बासीईहिं राइंदिएहिं = 82 અહોરાત્રિ वीइकंतेहिं 3

અધ્યયન–15

298 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ = વ્યતીત થવા પર तेसीइमस्स= 83 માराइंदियस्स परियाए = રાત્રિ પર્યાયના वट्टमाणे = વર્તવા પર અર્થાત્ 83 મા દિવસની રાત્રિમાં णायाणं = જ્ઞાતવંશીય अवहारं करेत्ता = દૂર કરીને पक्खेवं करेत्ता = પ્રક્ષેપ કરીને.

ભાવાર્થ :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા પછી, તેમના હિતાનુ પ્રેક્ષી દેવે ‘ આ અમારો જીત આચાર છે˜ પ્રમાણે સ્વીકારીને(શક્રેન્દ્રની આજ્ઞાથી હરિણૈગમેષી દેવે) વર્ષાકાળના ત્રીજા માસમાં, પાંચમા પક્ષમાં, આસો વદ તેરસની રાત્રિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો, ત્યારે ગર્ભકાલના 82 રાત્રિ દિવસ પસાર થયા અને 83 મા દિવસની રાત્રિએ દક્ષિણ બ્રાહ્મણ કુંડપુર સન્નિવેશથી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ગર્ભનું સંહરણ કરીને અર્થાત્ ગર્ભને લઈને ઉત્તર ક્ષત્રિયકુંડપુર સંનિવેશમાં જ્ઞાતવંશીય, ક્ષત્રિયોમાં પ્રસિદ્ધ કાશ્યપગોત્રીય સિદ્ધાર્થ રાજાની વાશિષ્ઠગોત્રીય પત્ની ત્રિશલા મહારાણીના અશુભ પુદ્ગલોને દૂર કરીને, શુભ પુદ્ગલોનો પ્રક્ષેપ કરીને ગર્ભને પ્રસ્થાપિત કર્યો અને ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભને લઈને દક્ષિણ બ્રાહ્મણ કુંડપુર સંનિવેશમાં કોડાલ ગોત્રીય ૠષભદત્ત બ્રાહ્મણની જાલંધરાયણ ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં પ્રસ્થાપિત કર્યો.

C[ VFI]QIDFG zD6M ¦ zD6 EUJFG DCFJLZ :JFDL UEF"JF;DF\ +6 7FGYL I]ÉT CTFP મારું જગ્યાએથી સંહરણ કરવામાં આવશે, તેમ તેઓ જાણતા હતા. મારું સંહરણ થઈ ગયું છે, તેમ પણ જાણતા હતા અને મારું સંહરણ થઈ રહ્યું છે, તે પણ જાણતા હતા.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં પ્રભુના ગર્ભ સંહરણનું નિરૂપણ છે.

સામાન્ય રીતે તીર્થંકરો ક્ષત્રિયકુળમાં જન્મ ધારણ કરે છે, પરંતુ પ્રભુ મહાવીર સ્વામીના તથાપ્રકારના કર્મના યોગે બ્રાહ્મણ કુળમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં આવ્યા, 82 રાત્રિ રહ્યા, પ્રભુની તથાપ્રકારના અશુભ કર્મોની સ્થિતિ પૂર્ણ થઈ અને શક્રેન્દ્રે પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી બ્રાહ્મણકુળ માં તીર્થંકર મહાવીર સ્વામીની ગર્ભ સ્થિતિ જાણીને પોતાના સેવક હરિણૈગમેષી દેવ દ્વારા ગર્ભસંહરણ કરાવ્યું. દેવાનંદાનો ગર્ભ ક્ષત્રિય કુળમાં ત્રિશલા રાણીની કુક્ષિમાં સ્થાપિત કર્યો અને ત્રિશલા રાણીનો ગર્ભ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં મૂક્યો. રીતે તીર્થંકરના ગર્ભનું પરિવર્તન થયું.

પ્રભુના ગર્ભ સંહરણની સમગ્ર ક્રિયા દેવ દ્વારા થતી હોવાથી ગર્ભસ્થ જીવને કે તેની માતાને આંશિક પણ પીડા કે ત્રાસ થતો નથી, અત્યંત સુખપૂર્વક ગર્ભ પરિવર્તન થઈ જાય છે.

આગમમાં ભગવાન મહાવીર સ્વામીની ગર્ભ સંહરણની ઘટનાને અવસર્પિણી કાલના દસ આશ્ચર્ય(અચ્છેરા)માંથી એક આશ્ચર્યકારક ઘટના રૂપે સ્વીકારવામાં આવી છે. ઘટનાનો ઉલ્લેખ શ્રી ઠાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્ર, આવશ્યક નિર્યુક્તિમાં છે. તે ઉપરાંત શ્રી ભગવતી સૂત્રમાં પણ પ્રભુએ સ્વયં દેવાનંદા બ્રાહ્મણીને मम अम्मगा, अहण्णं देवाणंदाए माहणीए अत्तए (શતક 9/33)

પોતાની માતા અને પોતાને દેવાનંદાના આત્મજ પુત્ર તરીકે સ્પષ્ટ કથન કર્યું છે. રીતે ઘટના આશ્ચર્યજનક જરૂર છે પરંતુ અસંભવિત નથી.

ગર્ભ સંહરણ કાલ :– અષાઢ સુદ–6 ના દિવસે પ્રભુનું દેવલોકથી ચ્યવન થયું, 82 રાત્રિ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં રહ્યા, 83મી રાત્રિએ ગર્ભ સંહરણ થયું. અષાઢ સુદ–6 + 82 રાત્રિ = આસો વદ–13ની રાત્રિના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રભુના ગર્ભને દેવે ત્રિશલા રાણીની કુક્ષિમાં સ્થાપિત કર્યો.[ગુજરાતી પરંપરા પ્રમાણે. ભાદરવા વદ–13 સમજવી.]

299

ગર્ભ સંહરણ સમયની જ્ઞાનદશા :– ચ્યવન સ્વતઃ થાય છે. તેમાં એક, બે કે ત્રણ સમય થતાં હોવાથી તેને છદ્મસ્થો જાણી શકતા નથી, પરંતુ ગર્ભ સંહરણની ક્રિયા છદ્મસ્થ દેવો દ્વારા થાય છે, તેમાં અસંખ્યાત સમય વ્યતીત થાય છે, તેથી તે ઘટનાને છદ્મસ્થો જાણી શકે છે.

તેથી ‘ મારું સંહરણ થવાનું છે, મારું સંહરણ થઈ રહ્યું છે અને મારું સંહરણ થઈ ગયું છે, ત્રણે કાળની ક્રિયાને પ્રભુ પોતાના અવધિજ્ઞાન દ્વારા જાણતા હતા.