This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવને દબાવે કે સારી રીતે મસળે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि वणं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा मक्खेज्ज वा भिलिंगेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવ ઉપર તેલ, ઘી, નવનીત કે અન્ય સ્નિગ્ધ પદાર્થો ઘસે કે ચોપડે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि वणं लोद्धेण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવ ઉપર લોધ્રક, કર્ક–સુગંધી દ્રવ્ય, ચૂર્ણ કે અબીલાદિ વિલેપન દ્રવ્યોને લગાવે કે લેપ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि वणं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પરના ઘાવને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુએ, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि वणं अण्णयरेणं विलेवण जाएणं आलिंपेज्ज वा, विलिंपेज्ज वा, णो तं साइए, णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પરના ઘાવને કોઈ પણ પ્રકારના વિલેપનોથી ચોળે, મસળે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહીં તથા વચન અને કાયાથી કરાવે નહીં.

सिया से परो कायंसि वणं अण्णयरेणं धूवणजाएणं धूवेज्ज वा पधूवेज्ज वा णो तं साइए, णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પરના ઘાવને કોઈ પણ પ્રકારના ધૂપથી ધૂપિત કરે કે સુવાસિત કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહીં તથા વચન અને કાયાથી કરાવે નહીં.

सिया से परो कायंसि वणं अण्णयरेणं सत्थजाएणं आच्छिंदेज्ज वा विच्छिंदेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પરના ઘાવની શસ્ત્રક્રિયા કરે કે વિશેષ રૂપથી શસ્ત્રક્રિયા કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि वणं अण्णयरेणं सत्थजाएणं आच्छिंदित्ता वा विच्छिंदित्ता वा पूयं वा सोणियं वा णीहरेज्ज वा विसोहेज्ज वा णो तं साइए णो तं णियमे 25

અધ્યયન–13

21

22

23

24

26

27

284 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવનું શસ્ત્રથી છેદન કરી, વિશેષ રૂપથી છેદન કરી તેમાંથી પરુ કે લોહી કાઢે કે સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુના શરીર પર થયેલા ઘાવનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવવાનો નિષેધ છે.

સાધુની અહિંસા અને અપરિગ્રહની સાધનાને અખંડ રાખવાની દષ્ટિથી ગૃહસ્થ દ્વારા ચિકિત્સા કરાવવાનો સૂત્રકારે નિષેધ કર્યો છે. ચિકિત્સાના નિષેધના કારણો પાદ પરિકર્મ પ્રમાણે જાણવા.

ગાંઠ–હરસ–ભગંદરાદિ પરિકર્મ નિષેધ :

सिया से परो कायंसि गंडं वा अरइयं वा पुलयं वा भगंदलं वा आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, णो तं साइए णो तं णियमे શબ્દાર્થ :– गंडं = ગૂમડું अरइयं = અળાઈઓ, ફોડકી पुलयं = હરસ भगंदलं = ભગંદરને.

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં, ફોડકી અથવા હરસ કે ભગંદર વગેરેને એકવાર કે વારંવાર સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि गंडं वा अरइयं वा पुलयं वा भगंदलं वा संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં, ફોડકી અથવા હરસ(મસા) કે ભગંદરને દબાવે કે મસળે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि गंडं वा जाव भगंदलं वा तेल्लेण वा घएण वा णवणीए ण वा वसाए वा मक्खेज्ज वा भिलिंगेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં યાવત્ ભગંદર ઉપર તેલ, ઘી, નવનીત કે સ્નિગ્ધ પદાર્થ ચોપડે, માલિશ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि गंडं वा जाव भगंदलं वा लोद्धेण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં યાવત્ ભગંદર ઉપર લોધ્રક, કર્કકેસર, કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોનો ચૂર્ણ કે અબીલ, ગુલાલ આદિ પદાર્થોનો થોડો પણ લેપ કરે, વધારે લેપ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि गंडं वा जाव भगंदलं वा सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा, णो तं साइए णो तं णियमे 28

29

30

31

32

285

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં યાવત્ ભગંદરને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુએ, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि गंडं वा जाव भगंदलं वा अण्णयरेणं सत्थजाएणं आच्छिंदेज्ज वा, विच्छिंदेज्ज वा णो तं साइए, णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં યાવત્ ભગંદરનું શસ્ત્રથી છેદન કરે, વિશેષરૂપે છેદન કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહીં અને વચન તથા કાયાથી કરાવે નહીં.

सिया से परो कायंसि गंडं वा जाव भगंदलं अण्णयरेणं सत्थजाएणं आच्छिंदित्ता वा विच्छिंदित्ता वा पूयं वा सोणियं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર થયેલા ગૂમડાં યાવત્ ભગંદરની શસ્ત્રક્રિયા કરે, શસ્ત્ર વિશેષથી છેદન કરીને પરુ કે લોહી કાઢી તેને સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

અંગ પરિકર્મ નિષેધ :

सिया से परो कायाओ सेयं वा जल्लं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे શબ્દાર્થ :– सेयं = સ્વેદ, પરસેવો जल्लं = મેલ સહિતનો પરસેવો.

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીરમાંથી નીકળતા પસીનાને કે મેલ સહિતના પસીનાને લૂછે, સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो अच्छिमलं वा कण्णमलं वा दंतमलं वा णहमलं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુની આંખનો મેલ, કાનનો મેલ, દાંતનો મેલ કે નખનો મેલ કાઢે કે સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो दीहाइं वालाइं, दीहाइं रोमाइं, दीहाइं भमुहाइं, दीहाइं कक्खरोमाइं, दीहाइं वत्थिरोमाइं, कप्पेज्ज वा संठवेज्ज वा णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના લાંબા વાળને, લાંબી રૂંવાટીને, લાંબી ભ્રમરને, લાંબા કાખના વાળ ને કે લાંબા ગુહ્ય ભાગના વાળને કાપે, સમારે–ઠીક કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो सीसाओ लिक्खं वा जूयं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे 33

34

35

36

37

38

અધ્યયન–13

286 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના માથામાંથી જૂ, લીખ કાઢે કે મસ્તક સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

પરિચર્યારૂપ પરક્રિયા નિષેધ :

सिया से परो अंकंसि वा पलियंकंसि वा तुयट्टावेत्ता पायाइं आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो तं साइए णो तं णियमे एवं हेठ्ठिमो गमो पायादि भाणियव्वो ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુને પોતાના ખોળામાં કે પલંગમાં સુવડાવીને તેના પગને વસ્ત્રાદિથી એકવાર કે

વારંવાર સારી રીતે લૂછીને સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. ‘ ‘પગને દબાવવાથી લઈને પરુ, લોહી આદિ કાઢીને સાફ કરે˜˜ ત્યાં સુધીના સર્વ પાઠનું કથન કરવું અર્થાત્ પૂર્વોક્ત એક પણ ક્રિયાને સાધુ મનથી ઇચ્છે નહિ અને વચનથી તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो अंकंसि वा पलियंकंसि वा तुयट्टावेत्ता हारं वा अद्धहारं वा उरत्थं वा गेवेयं वा मउडं वा पालंबं वा सुवण्णसुत्तं वा आविंधेज्ज वा पिणिधेज्ज वा, णो तं साइए णो तं णियमे શબ્દાર્થ :– आविंधेज्ज = બાંધે पिणिधेज्ज = પહેરાવે તો.

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુને પોતાના ખોળામાં કે પલંગમાં સુવડાવીને હાર–અઢાર સરનો હાર, અર્ધહાર–નવ સરનો હાર , વક્ષસ્થળનું આભૂષણ, ગળાનું આભૂષણ, મુકુટ, લાંબી માળા, સોનાનો કંદોરો વગેરે બાંધે કે પહેરાવે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તથા વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो आरामंसि वा उज्जाणंसि वा णीहरित्ता वा पविसेत्ता वा पायाइं आमज्जेज्ज वा, पमज्जेज्ज वा णो तं साइए णो तं णियमे एवं हेठ्ठिमो गमो पायादि भाणियव्वो ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુને ઉપવન કે ઉદ્યાનમાં લઈ જઈને, તેમાં પ્રવેશ કરાવીને તેના પગ લૂછે કે વારંવાર સારી રીતે લૂછીને સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તથા વચન અને કાયાથી કરાવે નહિ. રીતે અંક–પલિયંકની જેમ ઉપવન, ઉદ્યાનના વિષયમાં પૂર્વોક્ત ‘‘ પગને દબાવવાથી લઈને પરુ, લોહી આદિ કાઢીને સાફ કરે˜˜ ત્યાં સુધીના સર્વ પાઠનું કથન કરવું.

सिया से परो सुद्धेणं वा वइबलेणं तेइच्छं आउट्टे, सिया से परो असुद्धेणं वइबलेणं तेइच्छं आउट्टे, सिया से परो गिलाणस्स सचित्ताणि कंदाणि वा मूलाणि वा तयाणि वा हरियाणि वा खणित्तु वा कड्ढेत्तु कड्ढावेत्तु वा तेइच्छं आउट्टेज्जा, णो तं साइए णो तं णियमे । कडुवेयणा कट्टु वेयणा पाण–भूय–जीव–सत्ता वेयणं वेदेंति શબ્દાર્થ :– सुद्धेणं = શુદ્ધ वइबलेणं = મંત્રાદિના બળથી तेइच्छं = ચિકિત્સા, आउट्टे = કરવા ઇચ્છે खणित्तु = ખોદીને कड्ढेत्तु = કાઢીને कड्ढावेत्तु = કઢાવીને.

39

40

41

42

287

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ શુદ્ધ મંત્રબળથી અથવા અશુદ્ધ મંત્રબળથી સાધુના વ્યાધિની ચિકિત્સા કરવા ઇચ્છે, તે ગૃહસ્થ રોગી સાધુની ચિકિત્સા માટે સચેત કંદ, મૂળ, છાલ કે લીલોતરીને જમીનમાંથી ખોદીને કે ખેંચીને, બહાર કાઢીને કે બીજા પાસે કઢાવીને ચિકિત્સા કરવા ઇચ્છે તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

જો સાધુના શરીરમાં અસહ્ય વેદના થાય તો તે સમભાવપૂર્વક સહન કરે અને વિચારે કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ પોતાના કરેલા અશુભ કર્મો પ્રમાણે પ્રકારની અસહ્ય વેદનાનો અનુભવ કરે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે વિવિધ પરિચર્યારૂપ પરક્રિયાનો નિષેધ કર્યો છે.

તેમાં મુખ્ય રૂપે પ્રકારની પરિચર્યાનો નિષેધ કર્યો છે– (1) સામાન્ય રૂપે ગૃહસ્થ સાધુના પગ લૂછે ( ર) ગૃહસ્થ સાધુને પોતાના ખોળામાં કે પલંગમાં બેસાડી, સુવડાવી, તેના પગને લૂછે–સાફ કરે (3)

આભૂષણો પહેરાવીને સાધુને સુસજ્જિત કરે (4) બગીચાદિમાં લઈ જઈને પગ દબાવવા રૂપ પરિચર્યા કરે ( પ) શુદ્ધ કે અશુદ્ધ મંત્રબળથી રોગી સાધુની ચિકિત્સા કરે (6) સચેત કંદ, મૂળ આદિ ઉખેડીને કે

ખોદીને ચિકિત્સા કરે.

ગૃહસ્થ દ્વારા સાધુને ખોળામાં કે પલંગમાં બેસાડવાથી કે સુવડાવવાથી સાધુને રતિક્રિયાની ભાવના થાય છે. આભૂષણોથી સુસજ્જિત કરવાથી પણ તેના અંતરમાં વિકાર ભાવ જાગૃત થાય છે. શુદ્ધ–અશુદ્ધ મંત્રોથી ચિકિત્સા કરાવવી તે પણ સાધક જીવનમાં યોગ્ય નથી. ઉપરોક્ત સર્વ ક્રિયા સાધુના સંયમનો નાશ કરનાર છે તેથી સાધુએ પ્રકારની મોહક, કામોત્તેજક, પ્રલોભનકારી ક્રિયાથી દૂર રહેવું જોઈએ.

સાધકે સર્વ પ્રકારની અનુકૂળતા કે પ્રતિકૂળતાને કર્મ સિદ્ધાંતની સમજણના આધારે એકાકી પણે જ સ્વીકારવાની હોય છે.

कडुवेयणा…………वेदंति :સાધુએ શરીરના પરિકર્મથી રહિત થવું જોઈએ કારણ કે ઘણીવાર ચિકિત્સા કરાવવા છતાં વેદના અનુભવવી પડે છે, તેમાં પૂર્વકૃત કર્મ કારણ છે. અશાતાના ઉદયમાં ઉપચાર કરવા–

કરાવવાથી બીજાને કષ્ટ થાય છે. ઔષધ તૈયાર કરવામાં ક્યારેક જીવ વિરાધના થાય છે. તે જીવોને દુઃખ આપવાથી ભવિષ્યમાં તેનું ફળ ભોગવવું પડે છે. કર્મનું ફળ સમભાવ પૂર્વક સહન કરવાથી નવા કર્મો બંધાતા નથી અને ઉદિત કર્મનો ક્ષય થાય છે. તે આત્મા ભવિષ્યમાં કર્મથી મુક્ત થઈ જાય છે. વર્તમાનનું દુઃખ મારા પૂર્વકૃત કર્મોનું પરિણામ છે, પ્રકારની વિચારણાથી સાધુ મનને શાંત રાખે.

સામાન્ય રીતે ચિકિત્સા કરાવવી, તે સર્વ સાધુઓનો આદર્શ આચાર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુને પ્રાપ્ત બાવીસ પરીષહોનું વર્ણન છે. બાવીસ પરિષહમાં રોગ નામના પરીષહને સમભાવથી સહન કરવા માટે સાધુ પ્રાયઃ ચિકિત્સા કરાવતા નથી અને શ્રી જ્ઞાતા સૂત્રમાં શૈલક રાજર્ષિની ચિકિત્સા કરાવવાનો ઉલ્લેખ છે. પરસ્પર વિરોધી બંને આગમિક વિધાનોને વિચારતાં સ્પષ્ટ થાય છે કે સાધુ પોતાની ક્ષમતાનો વિચાર કરીને યથાશક્ય ચિકિત્સા કરે નહીં કે કરાવે નહીં, ના છૂટકે કરવી કે કરાવવી પડે, તો ચિકિત્સાનો સ્વીકાર કરી શકે છે. રીતે સ્થવિર કલ્પી સાધુ માટે વૈકલ્પિક ઉત્સર્ગ અને અપવાદ માર્ગના આચરણની જિનાજ્ઞા છે, તેમ સમજવું જોઈએ. જિનકલ્પી કે પડિમાધારી આદિ વિશિષ્ટ સાધક અપવાદ રૂપે પણ ચિકિત્સાની કે શરીર પરિકર્મની અપેક્ષા રાખતા નથી.

અધ્યયન–13

288 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સંક્ષેપમાં સામાન્ય સાધુ–સાધ્વી સ્વયં પોતાની સાધનાને સમજીને પૂર્વકૃત કર્મોને સમભાવથી સહન કરે છે અને અનિવાર્ય પરિસ્થિતિમાં નિર્દોષ ઉપચાર કરે છે.

सुद्धेण असुद्धेण वइबलेण :શુદ્ધ–અશુદ્ધ વચનબળ–મંત્રપ્રયોગ. ચિકિત્સા માટે મંત્ર પ્રયોગ સમયે પાણી, અગ્નિ આદિ છકાય જીવોની વિરાધના રૂપ સાવદ્ય પ્રયોગો કરવા પડે, તે અશુદ્ધ મંત્ર પ્રયોગ છે અને જે મંત્ર પ્રયોગ સમયે કોઈ પણ સાવદ્ય ક્રિયા કરવામાં આવે, તે શુદ્ધ મંત્ર પ્રયોગ છે.

સાધુ શુદ્ધ કે અશુદ્ધ કોઈપણ મંત્ર પ્રયોગથી ચિકિત્સા કરે નહીં કે કરાવે નહીં. અહીં સંપૂર્ણ ઉદ્દેશકમાં સાધુ માટે આદર્શ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમ છતાં સ્થવિરકલ્પી સાધુ અપવાદિક પરિસ્થિતિમાં ક્યારેક વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક–પ પ્રમાણે મંત્ર ચિકિત્સા કરાવે તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.

णो आलिंपेज्ज–विलिंपेज्ज :એક વાર કે અનેક વાર લેપ કરે. ગુણની અપેક્ષાએ ‘ આલેપ˜ના ત્રણ પ્રકાર છે– (1) વેદનાને શાંત કરનાર ( ર) ગૂમડાં વગેરેને પકાવનાર (3) પરું વગેરે કાઢનાર.

अच्छिंदणं– એક વાર છેદ કરવો અથવા થોડો છેદ કરવો. विच्छिंदणं– અનેક વાર છેદ કરવો અથવા સારી રીતે છેદ કરવો.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं सहिए समिए सया जए, सेयमिणं मण्णेज्जासि त्ति बेमि ભાવાર્થ :– પરક્રિયાથી વિરતિ સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે.

તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। તેરમું અધ્યયન સંપૂર્ણ ।। 43

289

ચૌદમું અધ્યયન પરિચય અધ્યયનનું નામ અન્યોન્ય ક્રિયા સપ્તક છે.

એક સાધુ અન્ય સાધુની અથવા એક સાધ્વી અન્ય સાધ્વીની સેવા કે પરિચર્યા કરે, તે અન્યોન્યક્રિયા કહેવાય છે. અધ્યયનમાં તેવા પ્રકારની અન્યોન્યક્રિયાનો નિષેધ કર્યો છે, માટે અધ્યયનનું નામ ‘અન્યોન્યક્રિયા˜ છે.

સાધકના જીવનમાં અન્યોન્યક્રિયાની વૃત્તિ જેટલી વધારે તેટલો તે સાધક પરાવલંબી, પરાશ્રયી, પરાપેક્ષી અને દીન, હીન બની જાય છે.

સાધુ જીવનમાં તેજસ્વિતા, સ્વાવલંબિતા તેમજ સ્વાશ્રયિતા લાવવા માટે આગમોમાં ' સહાય પ્રત્યાખ્યાન' અને ‘ સંભોગ પ્રત્યાખ્યાન˜નું કથન છે.

સહાયના પ્રત્યાખ્યાનથી અલ્પશબ્દ, અલ્પકલહ, અલ્પ પ્રપંચ, અલ્પ કષાય, અલ્પાહંકારી બની સાધક સંયમ અને સંવરની બહુલતાને પ્રાપ્ત કરે છે. – (ઉત્તરાધ્યયન અધ્યયન–29, સૂત્ર–40 તથા 33.)

સંભોગ પ્રત્યાખ્યાનથી સાધક આલંબનનો ત્યાગ કરીને નિરાલંબી બની મન, વચન, કાયાને આત્મસ્થિત કરે છે. પોતાના લાભમાં સંતુષ્ટ રહે છે, બીજા દ્વારા થતાં લાભની ઇચ્છા કરતા નથી, પરલાભની અપેક્ષા રાખતા નથી, તેની પ્રાર્થના કે ઇચ્છા કરતા નથી, તેથી સાધુઓએ પોતાના સાધર્મી સાધુઓ પાસે તથા સાધ્વીઓએ પોતાના સાધર્મી સાધ્વીઓ પાસે કોઈ પણ પ્રકારની શરીરના અવયવ સંબંધી પરિચર્યા એટલે અન્યોન્ય ક્રિયા મન, વચન, કાયાથી કરાવવી જોઈએ નહીં.

અધ્યયનનું કથન સૂત્રકારે તેરમા ‘ પરક્રિયા˜ અધ્યયનના અતિદેશપૂર્વક કર્યું છે, તેથી પરક્રિયા અધ્યયનમાં ચરણ પરિકર્મ, કાય પરિકર્મ, વ્રણ પરિકર્મ, અર્શ–ભગંદર આદિ સંબંધિત પરિકર્મનું કથન (1) સામાન્ય રીતે ( ર) અંક–પલિયંકમાં બેસાડીને (3) આભૂષણો પહેરાવીને (4) બગીચામાં લઈ જઈને (પ) શુદ્ધ–અશુદ્ધ મંત્ર પ્રયોગ કરીને અને (6) સચેત કંદ, મૂળ ઉખેડીને પરિચર્યા કરવા રૂપે છે. તે સર્વ વિકલ્પો અધ્યયનમાં અન્યોન્ય ક્રિયા રૂપે જાણવા જોઈએ.

 અધ્યયન–14 : પરિચય 290 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ