This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

 અધ્યયન–12

276 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ 1

      બારમું અધ્યયન રૂપ સપ્તક

રૂપ દર્શનમાં સંયમ :

से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं रूवाइं पासइ, तं जहा–

गंथिमाणि वा वेढिमाणि वा पूरिमाणि वा संघाइमाणि वा कठ्ठकम्माणि वा पोत्थकम्माणि वा चित्तकम्माणि वा मणिकम्माणि वा दंतकम्माणि वा पत्तच्छेज्जकम्माणि वा विविहाणि वा वेढिमाइं; अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं चक्खुदंसणपडियाए णो अभिसंधारेज्ज गमणाए । एवं णेयव्वं जहा सद्दपडिमा सव्वा वाइत्तवज्जा रूवपडिमा वि શબ્દાર્થ :– गंथिमाणि = ફૂલાદિને ગૂંથીને બનાવેલા સ્વસ્તિકાદિ वेढिमाणि = વસ્ત્રાદિ વીંટીને બનાવેલી પૂતળી આદિ पूरिमाणि = અનેક વસ્તુઓ ભરીને બનાવેલી વિવિધ આકૃતિ, જેમ કે રૂ ભરીને બનાવેલા રમકડા વગેરે संघाइमाणि = અનેક વસ્તુઓના સંઘાતથી બનાવેલા રૂપો वाइत्तवज्जा = વાજિંત્રોને છોડીને.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના રૂપોને જુએ, જેમ કેગ્રથિમફૂલ આદિને ગૂંથીને બનાવેલા સ્વસ્તિક આદિ, વેષ્ટિમવસ્ત્રાદિને વીંટીને બનાવેલી પૂતળી આદિ, પૂરિમઅંદરમાં કોઈ પદાર્થ ભરીને પુરુષાદિની બનાવેલી આકૃતિ, સંઘાતિમઅનેક પ્રકારના વર્ણોને ભેગા કરીને તેમાંથી બનાવેલી વસ્તુ, કાષ્ઠકર્મલાકડામાંથી બનાવેલા રથાદિ, પુસ્તકર્મવસ્ત્ર કે તાડપત્રાદિના પુસ્તકો પર બનાવેલા ચિત્ર, ચિત્રકર્મદિવાલાદિમાં કરેલા ચિત્રાદિ, મણિકર્મવિવિધ મણિઓથી બનાવેલા સ્વસ્તિકાદિ, દંતકર્મહાથીદાંતાદિથી બનાવેલા ચૂડલા વગેરે, પત્રછેદનપાંદડાદિનું છેદન કરી તેમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ, વિવિધ પ્રકારના પદાર્થોને કોતરીને કે વણાટમાં વણીને બનાવવામાં આવેલા પદાર્થોને તથા પ્રકારના અન્ય પદાર્થોના રૂપોને જોવાની ઇચ્છાથી સાધુ કે સાધ્વી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.

ચાર પ્રકારના વાજિંત્રોને છોડીને શેષ સર્વ વર્ણન ‘ શબ્દ સપ્તક અધ્યયન˜ની જેમ જાણવું જોઈએ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ‘ શબ્દ સપ્તક˜ અધ્યયનના અતિદેશપૂર્વક સાધુને ચક્ષુરિન્દ્રિય સંયમનું સૂચન કર્યું છે.

સંસારના દશ્યમાન પદાર્થોમાં પ્રિય–અપ્રિય, ઇષ્ટ–અનિષ્ટ બંને પ્રકારના રૂપો હોય છે. પદાર્થો પરિવર્તનશીલ છે, તેથી તેના રૂપમાં પરિવર્તન થાય છે.

ચાર કારણે મનુષ્ય કે વસ્તુનું સૌંદર્ય વધે છે, જેમ કે– (1) ફૂલોને ગૂંથીને તેની માળા, ગજરા, ગોટા વગેરે બનાવવાથી ફૂલોનું સૌંદર્ય વધે છે અને તેને ધારણ કરનાર વ્યક્તિ પણ સૌંદર્યવાન દેખાય છે.

(ર) વસ્ત્રાદિને ઓઢવાથી, પહેરવાથી વ્યક્તિ સુંદર લાગે છે. વિવિધ પ્રકારના પોષાક સૌંદર્યને વધારે છે.

277

(3) વિવિધ પ્રકારના બીબામાં સોનાદિને ઢાળવાથી આભૂષણોનું સૌંદર્ય વધે છે અને આભૂષણોને ધારણ કરનાર વ્યક્તિ વિશેષ સુંદર લાગે છે. (4) વસ્ત્રાદિની અનેક પ્રકારની સિલાઈ કરવાથી વસ્ત્ર શોભે છે અને તેને પહેરનાર પણ સુશોભિત લાગે છે. રીતે સ્પષ્ટ થાય છે કે વિવિધ પ્રકારના સંસ્કારોથી પદાર્થોની શોભા વધી જાય છે.

લોકના વિવિધ સ્થાનોમાં વિવિધ રૂપો દષ્ટિગોચર થાય છે. સૂત્રકારે શબ્દ સપ્તકના અતિદેશપૂર્વક વિષયનું કથન કર્યું છે, જેમ કે– (1) ખેતરની ક્યારીઓ, ખાઈઓ આદિના રૂપ ( ર) નદીના તટનો ભાગ, સઘન જંગલ,વનાદિના રૂપ (3) ગામ, નગર, રાજધાની આદિ ક્ષેત્રોના દશ્યો (4) ઉપવન, ઉદ્યાન, વનખંડ, દેવાલય આદિના રૂપો ( પ) અટારી, કિલ્લા, દ્વાર, નગરદ્વાર, રાજમાર્ગ આદિના દશ્યો (6)

નગરના ત્રિકોણ રસ્તાઓ, ચોરા, ચૌટા, અનેક માર્ગ આદિના દશ્યો (7) ભેંસોને રાખવાની જગ્યા, બળ દને રાખવાની જગ્યા, અશ્વશાળા વગેરે સ્થાનોના રૂપ (8) વિવિધ યુદ્ધ ક્ષેત્રોના દશ્યો (9) કથા થતી હોય, ઘોડાની રેસ ચાલુ હોય, કુસ્તીના દાવ ખેલાતા હોય આદિ દશ્યો (10) વર–કન્યાનું મિલન સ્થાન(લગ્નમંડપ), અશ્વશાળા આદિ વિવિધ સ્થાનોના દશ્ય (11) ઝઘડાનું સ્થાન, શત્રુરાજ્ય, રાષ્ટ્ર વિરોધી સ્થાન આદિના રૂપો (12) વસ્ત્રાભૂષણથી શણગારેલી કન્યા, મૃત્યુદંડના અપરાધી કે તેઓની શોભાયાત્રાના દશ્ય (13)

અનેક મહાસ્ર્રવના સ્થાનો (14) મહોત્સવના સ્થાનો કે ત્યાં થનારા નૃત્ય આદિ. સાધુ સર્વ સ્થાનોના દશ્ય જોવાનો મનમાં વિચાર પણ કરે નહિ.

ચક્ષુરિન્દ્રિયના અસંયમથી અનેક દોષોનું સેવન થાય છે.

(1) રૂપ તેમજ દશ્યમાન પદાર્થોની લાલસા તીવ્ર થાય છે. (ર) રૂપદર્શન પછી તે પદાર્થની પ્રાપ્તિ માટે અનર્થકારી કાર્યો થાય છે. (3) સ્વાધ્યાય, ધ્યાન આદિથી મન ચલિત થઈ જાય છે. (4)

ચક્ષુરિન્દ્રિયનો અસંયમ બીજી ઇન્દ્રિયોના વિષયની આસક્તિ વધારે છે. રીતે સાધુ અજિતેન્દ્રિય બને છે. (પ) મનોજ્ઞ રૂપના આકર્ષણથી રાગ ભાવ જાગૃત થાય અને તેની સાથે અમનોજ્ઞ રૂપ પર દ્વેષ ભાવ થાય છે અને રીતે રાગ–દ્વેષની પરંપરા ચાલે છે (6) રૂપના આકર્ષણથી પતંગિયું સર્વનાશને પામે તેમ સાધુ તેની આસક્તિથી સાધનાથી ભ્રષ્ટ થાય છે. (7) સાધુનું નૈતિક અને આધ્યાત્મિક પતન થાય છે.

રીતે દોષોની પરંપરાને સમજીને સાધુ શાસ્ત્રના સ્વાધ્યાય આદિ ઉપાયો દ્વારા ચક્ષુરિન્દ્રિયના સંયમ માટે હંમેશાં પુરુષાર્થશીલ રહે.

।। બારમું અધ્યયન સંપૂર્ણ ।। અધ્યયન–12

278 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ તેરમું અધ્યયન પરિચય અધ્યયનનું નામ પરક્રિયા સપ્તક છે.

પર એટલે સ્વથી ભિન્ન. પ્રસ્તુત અધ્યયન અનુસાર સાધુ માટે ગૃહસ્થ ‘ પર˜ છે અને ગૃહસ્થો દ્વારા થતી ક્રિયા પરિક્રયા છે.

સૂત્રકારે વિવિધ વિકલ્પો દ્વારા સાધુને માટે મન, વચન, કાયાથી પરક્રિયાનો નિષેધ કર્યો છે.

સાધુનું જીવન સંપૂર્ણ રીતે સ્વાવલંબી છે. સાધુ પોતાના કાર્યમાં ગૃહસ્થની અપેક્ષા રાખે, તો દોષોની પરંપરાનું સર્જન થાય છે, તેમજ ગૃહસ્થની સેવા લેવાથી સાધુની સુખશીલતાની ભાવના વધે છે. ગૃહસ્થ ભક્તિને વશ થઈને સાધુને શાતા ઉપજાવવાની ભાવનાથી ક્યારેક સાવદ્યક્રિયા પણ કરે છે. રીતે સાધુના મહાવ્રતમાં દોષ લાગે છે, તેથી સાધુ માટે ગૃહસ્થ દ્વારા થતી પરક્રિયાનો અહીં નિષેધ છે.

સાધકો પોતાની સાધનામાં દઢતા વધતાં ક્રમશઃ પર વસ્તુ કે પર વ્યક્તિની અપેક્ષાઓ છોડીને પરક્રિયાનો ત્યાગ કરીને સ્વમાં સ્થિર થતાં જાય છે. ધીરે ધીરે અધ્યાત્મ વિકાસ કરતાં ક્રમશઃ ઘાતીકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે અને ત્યારપછી યોગ નિરોધ કરી સંપૂર્ણપણે અક્રિય બનીને સિદ્ધ થાય છે.

 279

      તેરમું અધ્યયન પરક્રિયા સપ્તક

પરક્રિયા :–

परकिरियं अज्झत्थियं संसेइयं णो तं साइए, णो तं णियमे શબ્દાર્થ :– परकिरियं = પરક્રિયા अज्झत्थियं = પોતાના માટે કરાતી ક્રિયા संसेइयं = કર્મને ઉત્પન્ન કરનારી तं = તે ક્રિયાને णो साइए = મનથી પણ ઇચ્છે નહિ णो णियमे = નિયામક બને નહિ, નિયોજિત કરે નહીં અર્થાત્ વાણી અને કાયાથી કરાવે નહિ.

ભાવાર્થ :– ગૃહસ્થ દ્વારા પોતાના શરીર પર થતી કાય વ્યાપાર રૂપ ક્રિયા કર્મબંધનું કારણ છે, તેમ જાણી મુનિ તેને મનથી પણ ઇચ્છે નહિ, વચનથી કરવાનું કહે નહિ અને કાયાથી કરાવે પણ નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં પરક્રિયા અને તેના પરિણામનું કથન છે.

पर–आत्मनो व्यतिरिक्तोऽन्यस्तस्य क्रिया–चेष्टा कायव्यापाररूपा तां परक्रियाम् । આત્માથી ભિન્ન હોય તે પર અને તેની ક્રિયા, પરક્રિયા કહેવાય છે. પ્રસ્તુત પ્રસંગમાં સ્વ એટલે સાધુ અને પર એટલે ગૃહસ્થ, અર્થનું ગ્રહણ થાય છે, તેથી સાધુના નિમિત્તે ગૃહસ્થ દ્વારા થતી ક્રિયાને પરક્રિયા કહી છે.

સાધુનું જીવન સંપૂર્ણ રીતે સ્વાવલંબી છે. તે પોતાની આવશ્યક પ્રત્યેક ક્રિયા સ્વયં યતનાપૂર્વક કરે છે. જો સાધુને માટે ગૃહસ્થ કોઈપણ ક્રિયા કરે, તો તે આરંભ–સમારંભપૂર્વક કે અયતનાપૂર્વક થાય તેવી સંભાવના છે. ગૃહસ્થની અપેક્ષાથી જીવન વ્યતીત કરતા સાધુ પરાધીન બની જાય છે. સાધુએ ગૃહસ્થ પાસે કામ કરાવવું હોય, તો તેને ગૃહસ્થની ખુશામત કરવી પડે છે. રીતે ગૃહસ્થ દ્વારા થતી ક્રિયાથી અનેક દોષોનું સેવન થાય છે, કર્મનો બંધ થાય છે, તેથી સાધુ ગૃહસ્થ દ્વારા થતી ક્રિયાની મન, વચન અને કાયાથી ઇચ્છા કરે નહીં.

પાદ પરિકર્મ નિષેધ :

सिया से परो पायाइं आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ મુનિના પગને વસ્ત્રાદિથી થોડા પૂંજે કે વારંવાર સારી રીતે પોંજીને સાફ કરે, તો સાધુ તે પરક્રિયાને મનથી પણ ઇચ્છે નહિ અને તેની પ્રેરણા આપે નહીં અર્થાત્ વચનથી તેમ કરવા કહે નહીં અને કાયાથી કરાવે નહીં.

1

2

અધ્યયન–13

280 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ 3

4

5

सिया से परो पायाइं संबाहेज्ज वा पलिमद्देज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગનું સંમર્દન કરે અર્થાત્ દબાવે, વારંવાર દબાવે, તો સાધુ તે પરક્રિયાની મનથી પણ ઇચ્છા કરે નહિ, વચન અને કાયાથી કરાવે નહીં.

सिया से परो पायाइं फ‘मेज्ज वा रएज्ज वा, णो तं साइए णो तं णियमे। ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગને રંગતા પૂર્વે તેલ, પાણી લગાડી, તેને સૂકવવા ફૂંક મારે અર્થાત્ હવા નાંખે કે મહેંદી આદિથી રંગે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ તથા વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो पायाइं तेल्लेण वा घएण वा णवणीए वा वसाए वा मक्खेज्ज वा भिलिंगेज्ज वा, णो तं साइए णो तं णियमे શબ્દાર્થ :– मक्खेज्ज = એકવાર ઘસવું भिलिंगेज्ज = વારંવાર ઘસવું, માલિશ કરવું, ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગને તેલ, ઘી, નવનીત કે સ્નિગ્ધ પદાર્થ ઘસીને લગાવે કે માલિશ કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ તથા વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो पायाइं लोद्धेण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा, णो तं साइए णो तं णियमे શબ્દાર્થ :– लोद्धेण = લોધ્રકથી कक्केण = કર્ક, સુગંધિત દ્રવ્યથી चुण्णेण = કેસર, કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોના ચૂર્ણથી वण्णेण = અબીલ, ગુલાલ આદિ વર્ણથી उल्लोलेज्ज = ઉબટન–સ્નાન પૂર્વે પીઠી વગેરે સુગંધી દ્રવ્યો શરીરે ચોપડવા उव्वलेज्ज = લેપ કરે.

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગને લોધ્રના ચૂર્ણથી, કર્ક–સુગંધિત દ્રવ્યથી, કેસર, કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોના ચૂર્ણથી અથવા અબીલ, ગુલાલ આદિ વર્ણ(પદાર્થ)થી ઉબટન કરે કે લેપ કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ અને વચન તેમજ કાયાથી કરાવે નહિ.

सिया से परो पायाइं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा पधोएज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે બહુવાર ધુએ, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ અને વચન તેમજ કાયાથી કરાવે નહિ.

सिया से परो पायाइं अण्णयरेण विलेवणजाएण आलिंपेज्ज वा विलिंपेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગને કોઈ પણ પ્રકારના વિલેપન દ્રવ્યોથી એક વાર કે વારંવાર મસળે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહીં તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो पायाइं अण्णयरेण धूवणजाएणं धूवेज्ज वा पधूवेज्ज वा, णो तं साइए णो तं णियमे 6

7

8

9

281

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગને કોઈ પણ પ્રકારના વિશિષ્ટ ધૂપથી ધૂપિત કરે કે વારંવાર ધૂપિત કરે અર્થાત્ સુગંધિત પદાર્થથી સુવાસિત કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહીં અને વચનથી, કાયાથી કરાવે નહિ.

सिया से परो पायाओ खाणुयं वा कंटयं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे શબ્દાર્થ :– खाणुयं = ઠૂંઠું कंटयं = કાંટાને णीहरेज्ज = કાઢે विसोहेज्ज = સાફ કરે.

ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગમાં વાગેલા ઠૂંઠા કે કાંટાને કાઢે કે તેને સાફ કરે તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो पायाओ पूयं वा सोणियं वा णीहरेज्ज वा विसोहेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના પગમાંથી(ગૂમડાં વગેરેમાંથી) લોહી કે પરુ આદિને કાઢે, સાફ કરે, શુદ્ધ કરે, તો સાધુ તેને મનથી ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ગૃહસ્થ દ્વારા કરાતી પરિકર્મ–ક્રિયાઓને સ્વીકારવાનો નિષેધ છે. સાધુના પગ ધોવા, સાફ કરવા, દબાવવા, માલિશ કરવું, કાંટો કાઢવો વગેરે પગ સંબંધિત પરિકર્મ સાધુએ ગૃહસ્થ પાસે કરાવવા કલ્પતા નથી. નિશીથ સૂત્રના પંદરમા ઉદ્દેશકમાં તે ક્રિયાઓનું પ્રાયશ્ચિત કહ્યું છે.

ગૃહસ્થ દ્વારા પ્રકારની પરિચર્યા લેવામાં નિમ્નોક્ત દોષોની સંભાવના છે. (1) ગૃહસ્થ આરંભ સમારંભ કરે ( ર) સાધુની સ્વાવલંબીવૃત્તિ છૂટી જાય (3) પરતંત્રતા, પરાપેક્ષિતા અને દીનતા આવી જાય (4) કદાચ ગૃહસ્થ પરિચર્યાની કિંમત માગે તો અકિંચન સાધુ આપી શકતા નથી. (પ) લોકો સાધુની અવજ્ઞા કરે અને સાધુ પ્રતિ અશ્રદ્ધા પણ થાય છે.

કાય પરિકર્મ નિષેધ :

सिया से परो कायं आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ મુનિના શરીરને એકવાર કે વારંવાર લૂછે, સાફ કરે તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो कायं संबाहेज्ज वा पलिमद्देज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીરને એકવાર કે વારંવાર દબાવે તો સાધુ તેને મનથી પણ ઈચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो कायं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा मक्खेज्ज वा अब्भंगेज्ज वा, णो तं साइए णो तं णियमे 10

11

12

13

14

અધ્યયન–13

282 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર પર તેલ, ઘી, માખણ કે સ્નિગ્ધ પદાર્થો વગેરે ચોપડે, તેનું માલિશ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो कायं लोद्धेण वा कक्केण वा, चुण्णेण वा वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ મુનિના શરીર પર લોધ્રક, સુગંધી દ્રવ્ય, ચૂર્ણ કે અબીલાદિ ચોળે, તેનો લેપ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो कायं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा पधोएज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીરને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુએ, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो कायं अण्णयरेणं विलेवणजाएणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ મુનિના શરીર પર એકવાર કે વારંવાર વિશિષ્ટ પ્રકારના વિલેપનનો લેપ કરે, તો તેને સાધુ મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

सिया से परो कायं अण्णयरेण धूवणजाएण धूवेज्ज वा पधूवेज्ज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીરને કોઈપણ પ્રકારના ધૂપથી સુવાસિત કરે કે વારંવાર સુવાસિત કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી કરાવે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુના શરીરની ગૃહસ્થ વિવિધ પ્રકારે પરિચર્યા કરે, તો સાધુને તે ક્રિયાઓ કરાવવાનો નિષેધ કર્યો છે. કાય પરિકર્મ રૂપ પરિચર્યા ગૃહસ્થ પાસે કરાવવાથી પૂર્વોક્ત સર્વ દોષોની સંભાવના છે.

વ્રણ પરિકર્મ નિષેધ :

सिया से परो कायंसि वणं आमज्जेज्ज वा, पमज्जेज वा, णो तं साइए णो तं णियमे ભાવાર્થ :– કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવને એકવાર સાફ કરે કે વારંવાર સાફ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.

सिया से परो कायंसि वणं संबाहेज्ज वा, पलिमद्देज्ज वा, णो तं साइए णो तं णियमे 15

16

17

18

19

20

283