This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
संखसद्दाणि वा वेणुसद्दाणि वा वंससद्दाणि वा खरमुहिसद्दाणि वा पिरिपिरियासद्दाणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं झुसिराइं सद्दाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ :– संखसद्दाणि = શંખના શબ્દોને वेणुसद्दाणि = વેણુના શબ્દોને वंससद्दाणि = વાંસળીના શબ્દોને खरमुहिसद्दाणि = ખરમુખીના શબ્દોને पिरिपिरियासद्दाणि = પિરપિરિકાવાદ્ય વિશેષના શબ્દોને झुसिराइं = શુષિર શબ્દોને.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે છે, જેમ કે– શંખના, વેણુના, વાંસળી (બંસરી)ના, ખરમુખી–વાદ્યવિશેષના, પિરપિરિકા–વાદ્ય વિશેષના શબ્દ તથા તેવા પ્રકારના વિવિધ શુષિર શબ્દોને સાંભળવાની ઇચ્છાથી કોઈપણ જગ્યાએ જવાનો સંકલ્પ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને શ્રોતેન્દ્રિય સંયમ માટે ચાર પ્રકારના વાજિંત્રોને સાંભળવાની ઇચ્છાનો નિષેધ કર્યો છે– (1) તતશબ્દ ( ર) વિતતશબ્દ (3) તાલશબ્દ(ઘન શબ્દ) (4) શુષિરશબ્દ. વાદ્યના ચાર પ્રકાર છે તેથી તજ્જન્ય શબ્દ પણ ચાર પ્રકારના છે. આ ચારેયના લક્ષણો આ પ્રમાણે છે– (1) તત–તાર–
વાળા વાઈજત્રોના શબ્દો. જેમ કે– વીણા, સારંગી, તંબૂરા આદિના શબ્દો. (ર) વિતત–તાર વગરના(હાથની થપાટથી વાગતા) વાજીંત્રોના શબ્દો, જેમ કે– મૃદંગ, તબલા અને ઝાલર આદિના શબ્દો. (3) તાલ–
સામસામા હાથમાં રાખી પરસ્પર ટકરાવીને વગાડાય તેવા વાજિંત્રોના શબ્દો, જેમ કે– તાલીના શબ્દો, ઝાંઝપખાજ, મંજીરા આદિના શબ્દો, તેને ઘન શબ્દ પણ કહે છે. (4) શુષિર–પોલાર અને છિદ્રવાળા, વાયુ પૂરીને વગાડાય તેવા, વાજિંત્રોના શબ્દો, જેમ કે–શંખ, વાંસળી, બ્યુગલ આદિના શબ્દો.
આ ચારે પ્રકારના વાજિંત્રોના શબ્દોને સાંભળવાની ઉત્કંઠા સાધકો માટે યોગ્ય નથી, કારણ કે
શ્રોતેન્દ્રિયનો અસંયમ અનેક અનર્થોનું સર્જન કરે છે. વાજિંત્રોના શબ્દ શ્રવણની આસક્તિથી સાધુ પોતાની સાધના ભૂલી જાય છે, સમાચારી પાલનમાં તેમજ સ્વાધ્યાય ધ્યાનમાં સ્ખલના થાય છે, અસંયમ ભાવનાનું અને ઇન્દ્રિયનું પોષણ થાય છે. શબ્દોની આસક્તિથી કર્મબંધ થાય છે. સંક્ષેપમાં વિષયાસક્તિના ભાવોથી સાધુની વૃત્તિ કે પ્રવૃત્તિ બહિર્મુખી બને છે.
4
269
સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં હોય, ગોચરી આદિ માટે પરિભ્રમણ કરી રહ્યા હોય, ત્યારે તેને પ્રિય–અપ્રિય શબ્દો સહજ રીતે સંભળાય છે. તે જ રીતે ક્યારેક વિવિધ વાજિંત્રોના મધુર સૂરો પણ સંભળાય છે, પરંતુ સાધુ મનોજ્ઞ શબ્દ શ્રવણ કરવા માટે કોઈ જગ્યાએ જાય નહીં અને સહજ રીતે સંભળાયેલા શબ્દોમાં પોતાના મનનું અનુસંઘાન કરી રાગભાવ કરે નહીં અને તે સંબંધી વિચારણા પણ કરે નહીં કે આ શબ્દો પ્રિય છે, અપ્રિય છે, સારા છે, નરસા છે. સંગીતની સૂરાવલી વાગતી રહે કે હવે બંધ થઈ જાય, આવા કોઈ પણ પ્રકારના વિકલ્પો કરે નહીં. સાધુ પોતાના સંયમભાવમાં જ લીન રહે.
તાત્પર્ય એ છે કે કોઈ પણ ઇન્દ્રિયોના વિષયો કર્મબંધનું કારણ નથી પરંતુ વિષયોની આસક્તિ, વિષયોમાં કરેલા રાગ–દ્વેષ કર્મબંધનું કારણ છે. જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી તેને વિષયોનો સંયોગ સહજ રીતે થાય છે. કાન છે ત્યાં સુધી શબ્દો તો સંભળાવાના, પરંતુ તે શબ્દો સંભળાયા પછી જીવ પોતાના પૂર્વ સંસ્કારવશ તેમાં રાગ–દ્વેષના ભાવો કરે છે. તેનાથી કર્મબંધ થાય છે તેથી સાધુ સતત સાવધાન રહીને શબ્દ શ્રવણ પછી તેમાં રાગ–દ્વેષ કરે નહીં, તે શબ્દોની અભિલાષા કરે નહિ અને પ્રિય શબ્દો સાંભળવા જાય નહિ.
વિવધ સ્થાનોમાં શ્રોતેન્દ્રિય સંયમ :–
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
वप्पाणि वा फलिहाणि वा जाव सराणि वा सागराणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं सद्दाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ખેતરની ક્યારીમાં, ખાઈઓમાં યાવત્ સરોવર, સમુદ્ર, સરોવરની પંક્તિ, પંક્તિબદ્ધ જોડાયેલા સરોવરો આદિ વિવિધ સ્થાનોમાં પાણીના ખળ–ખળ વહેવાના શબ્દો અથવા કોઈ વાજિંત્રો વગાડતા હોય તેના શબ્દો, તેમજ તેવા વિવિધ પ્રકારના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
कच्छाणि वा णूमाणि वा गहणाणि वा वणाणि वा वणदुग्गाणि वा पव्वयाणि वा पव्वयदुग्गाणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं सद्दाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– કચ્છ–બહારથી સંઘન અને અંદર પોલાણ હોય તેવું વન, પ્રછન્ન સ્થાન કે ગુફા, સઘન ઝાડી, વન, વિકટ જંગલ, પર્વત, પર્વતદુર્ગ ઇત્યાદિ પ્રદેશોમાં કે
તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં વિવિધ પ્રકારના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा– गामाणि वा णगराणि वा णिगमाणि वा रायहाणीओ वा आसम–पट्टण–सण्णिवेसाणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं सद्दाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ગામમાં, નગરમાં, 5
6
7
અધ્યયન–11
270 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ નિગમ–વણિકોના સ્થાનમાં, રાજધાનીમાં, આશ્રમ, પટ્ટણ અથવા સંનિવેશ આદિ સ્થાનોમાં થતાં શબ્દો અથવા ત્યાં વાગતા વાજિંત્રોના શબ્દો કે તથાપ્રકારના વિવિધ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–आरामाणि वा उज्जाणाणि वा वणाणि वा वणसंडाणि वा देवक‘लाणि वा सभाणि वा पवाणि वा अण्णयराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ઉપવનમાં, ઉદ્યાનમાં, વનોમાં, વનખંડોમાં, દેવકુલોમાં, સભામાં, પરબમાં કે અન્ય તથાપ્રકારના સ્થાનમાં થતાં વિવિધ પ્રકારના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
अट्टाणि वा अट्टालयाणि वा चरियाणि वा दाराणि वा गोपुराणि वा अण्णयराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– અગાસીમાં, કિલ્લા પરની અટ્ટાલિકામાં, કિલ્લા અને નગરની મધ્યમાં રહેલા માર્ગમાં, દ્વારોમાં, મુખ્ય દરવાજાઓમાં કે તથાપ્રકારના અન્ય વિવિધ સ્થાનોમાં થતાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
तियाणि वा चउक्काणि वा चच्चराणि वा चउम्मुहाणि वा अण्णयराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ત્રણ રસ્તા ભેગા થતા હોય તેવા ત્રિકમાં, ચાર રસ્તા ભેગા થતા હોય તેવા ચોકમાં, ઘણા રસ્તા ભેગા થતા હોય તેવા ચત્વરમાં, ચાર મુખવાળા રસ્તામાં કે તથાપ્રકારના અન્ય સ્થાનોમાં થતાં વિવિધ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
महिसठ्ठाणकरणाणि वा वसभठ्ठाणकरणाणि वा अस्सठ्ठाणकरणाणि वा हत्थिठ्ठाण–
करणाणि वा जाव कविंजलठ्ठाणकरणाणि अण्णयराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ભેંસોને રાખવાના સ્થાનમાં, બળ દોને રાખવાના સ્થાનમાં, અશ્વશાળામાં, ગજશાળામાં યાવત્ કપિંજલ–ચાતક આદિ પક્ષીઓના સ્થાનમાં કે
તથાપ્રકારના અન્ય સ્થાનોમાં થતાં વિવિધ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વિવિધ સ્થાનોમાં થતાં શબ્દો તથા તે તે સ્થાનોમાં ક્યારેક વિવિધ વાજિંત્રોના 8
9
10
11
271
સૂરો છેડાતા હોય, તો સાધુને તે શબ્દ શ્રવણ માટે જવાનો નિષેધ કર્યો છે.
સાધુને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં વિવિધ સ્થાનોમાંથી પસાર થવાનું હોય, ત્યાં તેને વિવિધ પ્રકારના શબ્દો સાંભળવા મળે છે, પરંતુ સાધુ તેમાં રાગ કે દ્વેષ કરે નહીં અને મનોજ્ઞ શબ્દો સાંભળવાની ઇચ્છાથી કોઈપણ ચોક્કસ સ્થાનમાં જાય નહીં.
સાધુ સૂત્રોક્ત સ્થાનના શબ્દો સાંભળવા જાય તો તે નિશીથ સૂત્ર કથિત પ્રાયશ્ચિતના ભાગી બને છે.
મનોરંજનના સ્થળોમાં શબ્દશ્રવણમાં સંયમ :–
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
महिसजुद्धाणि वा वसभजुद्धाणि वा अस्सजुद्धाणि वा जाव कविंजलजुद्धाणि वा अण्णयराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે– ભેંસો કે પાડાઓનું યુદ્ધ, બળ દોનું યુદ્ધ, અશ્વયુદ્ધ, ગજયુદ્ધ યાવત્ કપિંજલ યુદ્ધ, આ પ્રાણીઓના લડવાથી થતાં શબ્દો કે તથાપ્રકારના અન્ય કોઈના લડવા–ઝગડવાના વિવિધ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
जूहियठ्ठाणाणि वा हयजूहियठ्ठाणाणि वा गयजूहियठ्ठाणाणि वा अण्णइराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ :– जूहियठ्ठाणाणि = લગ્નાદિ સમયે ગવાતા ગીતોના સ્થાનો हयजूहियठ्ठाणाणि = અશ્વોનો સમૂહ જ્યાં એકઠો થતો હોય અથવા જ્યાં રહેતો હોય, गयजूहियठ्ठाणाणि = હાથીઓનો સમૂહ રહેતો હોય.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે– લગ્નાદિ સમયે ગવાતા ગીતોના સ્થાનોમાં, અશ્વ સમૂહના સ્થાનોમાં, હસ્તિ સમૂહના સ્થાનોમાં તથા આ પ્રકારના અન્ય સ્થાનોમાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–
अक्खाइयठ्ठाणाणि वा माणुम्माणियठ्ठाणाणि वा महयाहयणट्ट–गीय–वाइय–तंति–
तलताल–तुडिय–घणमुइंग–पडुप्प–वाइयठ्ठाणाणि वा अण्णयराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ :– अक्खाइयठ्ठाणाणि = કથા કરવાનું સ્થાન माणुम्माणियठ्ठाणाणि = માપ–તોલ થતા હોય તે સ્થાન અથવા ઘોડાની ગતિની પરીક્ષા હોય તે સ્થાન અથવા એકના બળના માપથી બીજાના બળ નું અનુમાન થાય તેવા માનોન્માનિત સ્થાન महयाहयणट्ट–गीय–वाइय–तंति–तलताल–तुडिय–घणमुइंग पडुप्प–वाइयठ्ठाणाणि = મોટા નૃત્ય, ગીત, વાઈજત્ર, વીણા, તાલ, ઝાંઝ, પખાજ, ઢોલ, ઘન, મૃદંગ આદિથી ઉત્પન્ન થતાં શબ્દો જ્યાં થતાં હોય તે સ્થાન.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે– જ્યાં કથા કહેવાતી હોય, તોલમાપ થતા હોય; મોટા નૃત્ય, નાટક, ગીત, વાજિંત્ર, વીણા, તાલ, ઝાંઝ, પખાજ, ઢોલ, તૂરી, ઘન, 12
13
14
અધ્યયન–11
272 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ મૃદંગ આદિ વાજિંત્રોના શબ્દો થતાં હોય, આવા સ્થાનોમાં કે આ પ્રકારના અન્ય મનોરંજનના સ્થાનોમાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा– कलहाणि वा डिंबाणि वा डमराणि वा दोरज्जाणि वा वेरज्जाणि वा विरुद्धरज्जाणि वा अण्णयराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે– જ્યાં ઝગડો થતો હોય, સ્વદેશના શત્રુ સૈન્યનો ભય હોય, બીજા રાજ્યના વિરોધી શબ્દો સંભળાતા હોય, બે રાજ્યોનું પરસ્પર વિરોધી સ્થાન હોય, વેરનું સ્થાન હોય, વિરોધી રાજાઓનું રાજ્ય હોય, ત્યાં થતાં શબ્દોને તથા આ પ્રકારના અન્ય વિરોધી વાતાવરણના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अहावेगयाइं सद्दाइं सुणेइ, तं जहा– खुड्डियं दारियं परिवुडं मंडियालंकियं णिवुज्झमाणिं पेहाए, एगं पुरिसं वा वहाए णीणिज्जमाणं पेहाए, अण्णयराइं वा तहप्पगाराइं सद्दाइं कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ :– खुड्डियं = નાની दारियं = બાલિકાને परिवुडं मंडियालंकियं = પરિવારથી ઘેરાયેલ, આભૂષણોથી મંડિત અને અલંકૃત થયેલી णिवुज्झमाणिं = ઘોડા આદિ પર બેસાડીને લઈ જવાતીपेहाए = જોઈને एगं पुरिसं वा वहाए = કોઈ એક અપરાધી પુરુષને णीणिज्जमाणं पेहाए = વધ્યભૂમિમાં લઈ જવાતો જોઈને.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે– વસ્ત્રાભૂષણોથી શોભિત અને અલંકૃત તથા ઘણા લોકોથી ઘેરાયેલી કોઈ નાની કુમારિકાને ઘોડા આદિ પર બેસાડીને લઈ જવાતી હોય અથવા કોઈ અપરાધી વ્યક્તિને વધ માટે વધસ્થાનમાં લઈ જવાતી હોય તથા અન્ય પણ આ પ્રકારની કોઈ શોભાયાત્રા નીકળતી હોય, તે સમયના જય–જયકારના કે ધિક્કારના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अण्णयराइं विरूवरूवाइं महासवाइं एवं जाणेज्जा, तं जहा– बहुसगडाणि वा बहुरहाणि वा बहुमिलक्खूणि वा बहुपच्चंताणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं महासवाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्ज गमणाए । શબ્દાર્થ :– महासवाइं = મહાન આશ્રવના સ્થાનોને बहुसगडाणि = ઘણાં ગાડાઓ बहुरहाणि = ઘણા રથોના સ્થાન बहुमिलक्खूणि = ઘણા મ્લેચ્છોના સ્થાન बहुपच्चंताणि = ઘણા સીમાવર્તી લોકો ભેગા થયા હોય.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અન્ય વિવિધ પ્રકારના બીજા મહાશ્રવના સ્થાનોને જાણે, જેમ કે– જ્યાં ઘણા ગાડા, રથો, મ્લેચ્છો, સીમાવર્તી ચોર, ડાકુઓ ભેગા થયા હોય તે સ્થાન અથવા તેવા પ્રકારના અનેક મહાસ્રવના સ્થાનોમાં થતાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
15
16
17
273
से भिक्खू वा भिक्खुणी वा अण्णयराइं विरूवरूवाइं महुस्सवाइं एवं जाणेज्जा, तं जहा– इत्थीणि वा पुरिसाणि वा थेराणि वा डहराणि वा मज्झिमाणि वा आभरणविभूसियाणि वा गायंताणि वा वायंताणि वा णच्चंताणि वा हसंताणि वा रमंताणि वा मोहंताणि वा विउलं असणं पाणं खाइमं साइमं परिभुंजंताणि वा परिभाइंताणि वा विछड्डेमाणाणि वा विग्गोवेमाणाणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं महुस्सवाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्ज गमणाए । શબ્દાર્થ :– विछड्डेमाणाणि = આપ–લે કરતા અથવા ફેંકતા विग्गोवेमाणाणि = પ્રસિદ્ધ કરતા હોય તે સમયના શબ્દો तहप्पगाराइं विरूवरूवाइं महुस्सवाइं = તથાપ્રકારના વિવિધ મહોત્સવના.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના ઉત્સવોને જાણે કે ઉત્સવમાં સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, બાળક અને યુવાનો આભૂષણોથી વિભૂષિત થઈ ગીત ગાતા હોય, વાજા વાગતા હોય, નાચતા હોય, હસતા, રમતા, ક્રીડા કરતા હોય તથા વિપુલ અશન, પાણી, ખાદિમ, સ્વાદિમનો ઉપભોગ કરતા હોય, પરસ્પર વિભાજન કરતા હોય, આપ–લે કરતા હોય, પરસ્પર પ્રસિદ્ધિ કરતા હોય, તેઓના શબ્દોને તથા તેવા પ્રકારના અન્ય ઘણા મહોત્સવોમાં થતાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને મનોરંજનના સ્થળોમાં થતાં શબ્દોને સાંભળવાની ઉત્સુકતા ન કરવાનું સૂચન છે. આ સૂત્રોમાં મુખ્ય સાત મનોરંજનના તથા કુતૂહલના સ્થાનો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે–
(1) ભેંસ, પાડા આદિ પશુઓનું યુદ્ધ થતું હોય ( ર) વર–વધૂને મળવાનું સ્થાન અથવા લગ્નમંડપાદિમાં કે
અશ્વ, હસ્તી આદિના સમૂહો જ્યાં એકઠા થતાં હોય (3) ઘોડાની દોડ–રેસ, કુસ્તી આદિના સ્થાનોમાં તથા નૃત્ય, ગીત, વાજિંત્ર આદિનો જલસો હોય (4) શત્રુઓનો સંઘર્ષ થતો હોય ( પ) કોઈની શોભાયાત્રામાં જયકાર કે ધિક્કારના નાદ થતાં હોય (6) મહા આશ્રવના સ્થાનોમાં અર્થાત્ કારખાના મિલ વગેરે સ્થાનોમાં, મોટા મેળા વગેરેના સ્થાનોમાં (7) મોટા મહોત્સવ વગેરે સ્થાનોમાં થતાં શબ્દોને સાંભળવા માટે જવું સાધુ–સાધ્વીને કલ્પતું નથી.
સાંસારિક ઉત્સવોના અને મનોરંજન આદિના શબ્દોના શ્રવણથી ચિત્તમાં મોહભાવ પ્રગટ થાય, વિકાર જાગૃત થાય છે. કોઈના ઝગડા, યુદ્ધ આદિના શબ્દો સાંભળવાથી ચિત્ત ચંચળ બને છે, રાગ–દ્વેષની ઉત્પત્તિ થાય, ચિત્ત અશાંત બની જાય, સ્વાધ્યાય–ધ્યાનમાં વિધ્ન આવે છે, તેથી સંયમ નિષ્ઠ સાધકે
પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. મોહજનક કોઈપણ શબ્દોની આસક્તિનો ત્યાગ કરીને પોતાની સાધનામાં સંલગ્ન રહેવું જોઈએ.
ઈહલૌકિક–પારલૌકિક શબ્દ સંયમ :–
से भिक्खू वा भिक्खुणी वा इहलोइएहिं सद्देहिं, परलोइएहिं सद्देहिं, सुएहिं सद्देहिं, असुएहिं सद्देहिं, दिठ्ठेहिं सद्देहिं, अदिठ्ठेहिं सद्देहिं, इठ्ठेहिं सद्देहिं, कंतेहिं सद्देहिं णो सज्जेज्जा, णो रज्जेज्जा, णो गिज्झेज्जा, णो मुज्जेज्जा, णो अज्झोववज्जेज्जा। 18
19
અધ્યયન–11
274 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ શબ્દાર્થ :– इहलोइएहिं सद्देहिं = ઇહલૌકિક શબ્દ–સ્વજાતિના અર્થાત્ મનુુષ્યાદિકૃત શબ્દોपरलोइएहिं सद्देहिं = પારલૌકિક શબ્દો, પરજાતિના ઘોડા, હાથી આદિના શબ્દો णो सज्जेज्जा = આસક્ત થવું નહીં, વિષયોનું સેવન કરવું નહીં णो रज्जेज्जा = મનમાં અનુરાગ કે પ્રીતિનો ભાવ લાવવો નહીં णो गिज्झेज्जा = વિષયાસક્તિની અનિષ્ટ પરંપરા જાણીને તેની આકાંક્ષા કરવી નહીં णो मुज्जेज्जा = વિષયોમાં મૂઢ બનવું નહીં णो अज्झोववज्जेज्जा = અત્યંત મૂઢ બનીને વિષયનું સેવન કરવું નહીં.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી આ લોક સંબંધી–સ્વજાતિના શબ્દોમાં અર્થાત્ મનુષ્યોના શબ્દોમાં, પરલોક સંબંધી–પરજાતિના શબ્દોમાં અર્થાત્ પશુ– પક્ષીઓના શબ્દોમાં, સાંભળેલા– પ્રત્યક્ષ સાંભળેલા શબ્દોમાં કે નહીં સાંભળેલા શબ્દોમાં, જોયેલા કે નહીં જોયેલા શબ્દોમાં, ઇષ્ટ અને કાંત–પ્રિય શબ્દોમાં આસક્ત થાય નહિ, રાગભાવ કરે નહિ, ગૃદ્ધ થાય નહિ, મુગ્ધ બને નહિ અને મૂર્ચ્છિત કે અત્યંત આસક્ત બને નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્ર આ અધ્યયનના સંપૂર્ણ વિષયના ઉપસંહાર રૂપે છે. સૂત્રકારે વિવિધ પ્રકારના સ્થાનોના શબ્દોનું કથન કર્યા પછી ઇહલૌકિક–સ્વજાતિના અને પારલૌકિક–પરજાતિના આદિ શબ્દો દ્વારા સર્વ શબ્દોનું કથન કર્યું છે.
તે શબ્દો પ્રગટપણે સાંભળેલા હોય કે અપ્રગટપણે સાંભળેલા હોય, દષ્ટ–પ્રત્યક્ષ સંભળાતા શબ્દો, અદષ્ટ–પ્રત્યક્ષ ન હોય તેવા દેવાદિના શબ્દો, ઇષ્ટ કે કાંત શબ્દો સંક્ષેપમાં કોઈ પણ પ્રકારના શબ્દોમાં સાધુ આસક્ત થાય નહીં. આસક્તિ અનેક અનર્થનું સર્જન કરે છે.
(1) જેમ હરણ અને સર્પ સંગીતમાં આસક્ત બનીને ફસાય છે અને અંતે વિનાશને પામે છે, તેમ સાધક પણ સંગીતની આસક્તિમાં ફસાઈને સંયમી જીવનથી ભ્રષ્ટ થાય છે. (ર) પ્રિય શબ્દ સાંભળવા ન મળે અથવા તેનો વિયોગ થાય અને અનિષ્ટ કે અપ્રિય શબ્દ સાંભળવા મળે અથવા તેનો સંયોગ થાય ત્યારે આર્તધ્યાન થાય છે. (3) આસક્તિથી અસંતોષ, દુઃખ પ્રાપ્તિ, હિંસાદિ દોષો ઉત્પન્ન થાય છે.
સાધુએ પોતાના લક્ષ્યને સતત નજર સમક્ષ રાખી, સર્વ વિષયોથી અનાસક્ત ભાવ કેળવી સતત અંતર્મુખ રહેવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :– આ શબ્દ શ્રવણ વિવેક સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અગિયારમું અધ્યયન સંપૂર્ણ ।। 20
275
બારમું અધ્યયન પરિચય આ અધ્યયનનું નામ રૂપ સપ્તક છે. ચક્ષુરિન્દ્રિયનો વિષય ‘ રૂપ˜ છે. સંસારમાં સારા–ખરાબ, પ્રિય–અપ્રિય, ઇષ્ટ–અનિષ્ટ, મનોજ્ઞ–અમનોજ્ઞ આદિ અનેક પ્રકારના રૂપવાન પદાર્થો છે. તે સર્વ રૂપવાન પદાર્થો યથાપ્રસંગે આંખોથી દેખાય છે પરંતુ દશ્યમાન પદાર્થોના રૂપને જોઈને સાધુ, સાધ્વી પોતાના સંયમના અસ્તિત્વને ભૂલીને મનોજ્ઞરૂપમાં આસક્તિ, મોહ, રાગ કરે નહીં અને અમનોજ્ઞ રૂપ જોઈને તેના પ્રત્યે ઘૃણા, દ્વેષ, અરુચિ ઉત્પન્ન કરે નહિ. અનાયાસ કોઈ પણ વસ્તુ જોવાઈ જાય તો તેમાં મન જોડે નહિ, તે રૂપોને જોવાની લાલસા, કામના, ઉત્કંઠા, ઉત્સુકતા કે ઇચ્છાથી કોઈ પણ સ્થાને જવાની ઇચ્છા રાખે નહિ.
રાગ–દ્વેષ એ કર્મબંધનના કારણ છે, તેમાં રાગનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે. શાસ્ત્રકારે આ અધ્યયનમાં રાગના ત્યાગની પ્રધાનતાથી વિષયનું વર્ણન કર્યું છે. તેમાં પણ ‘ શબ્દસપ્તક˜ અધ્યયનના અતિદેશપૂર્વક મનોજ્ઞ, પ્રિય, કાંત, મનોહર રૂપોમાં મૂર્ચ્છા, આસક્તિ, લાલસા, રાગ, ગૃદ્ધિ કે મોહભાવથી દૂર રહેવાનું સૂચન કર્યું છે, તેથી તેનું નામ રૂપસપ્તક છે.