This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

260 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ घसाणि वा भिलुयाणि वा विज्जलाणि वा खाणुयाणि वा कडवाणि वा पगत्ताणि वा दरीणि वा पदुग्गाणि वा समाणि वा, विसमाणि वा, अण्णयरंसि वा तहपगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– आमोयाणि = કચરાના ઢગલા घसाणि = બહુ તીરાડ પડેલી જમીન भिलुयाणि = થોડી ફાટેલી જમીન विज्जलाणि = કાદવ–કીચડ खाणुयाणि = ઠૂંઠા કે ખીલાદિ ખોડ્યા હોય कडवाणि = શેરડીના સાંઠાपगत्ताणि= મોટા ખાડા दरीणि = ગુફા पदुग्गाणि = કોટ–કિલ્લો समाणि–विसमाणि = સમ કે વિષમ સ્થાન.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં કચરાના ઢગલા છે, જમીન બહુ તીરાડવાળી છે, થોડી તીરાડવાળી છે, કાદવ–કીચડવાળી છે, ઠૂંઠા કે ખીલા ઠોકેલા છે, શેરડી આદિના સાંઠા પડ્યા છે, મોટા અને ઊંડા ખાડા છે, ગુફા છે કે કિલ્લાની દિવાલ છે, ઊંચી–નીચી ભૂમિ છે, તો તે અને તેવા પ્રકારની અન્ય ભૂમિમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिल जाणेज्जा माणुसरंधणाणि वा महिसकरणाणि वा वसभकरणाणि वा अस्सकरणाणि वा क‘क्क‘डकरणाणि वा लावयकरणाणि या वट्टयकरणाणि वा तित्तिरकरणाणि वा कवोयकरणाणि वा कपिंजलकरणाणि वा अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार–

पासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– माणुसरंधणाणि = મનુષ્યોના ભોજન બનાવવાના ચૂલા કે ભઠ્ઠી આદિमहिसकरणाणि = ભેંસો આદિને રાખવાનું સ્થાન.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં મનુષ્યોને ભોજન બનાવવા માટેના ચૂલા આદિ છે, ભેંસો, બળદ, ઘોડા, મરઘા, લાવક, બતક, તેતર, કબૂતર, કપિંજલ(પ્રાણી વિશેષ) ને રાખવાના સ્થાન છે, પશુ, પક્ષીઓના અન્ય આશ્રયસ્થાન છે, તો તે અને તેવાપ્રકારની ભૂમિમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जावेहाणसठ्ठाणेसु वा गिद्धपिठ्ठठ्ठाणेसु वा तरुपवडणठ्ठाणेसु वा मेरुपवडणठ्ठाणेसु वा विसभक्खण–

ठ्ठाणेसु वा अगणिफंडणठ्ठाणेसु वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार–पासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– वेहाणसठ्ठाणेसु = ફાંસી ખાઈને મૃત્યુ પામવાનું સ્થાન गिद्धपिठ्ठठ्ठाणेसु = ગીધો પાસે પોતાના શરીરનું ભક્ષણ કરાવવાનું અર્થાત્ જ્યાં ગૃધ્ધપૃષ્ઠ મરણ માટેનું સ્થાન હોય तरुपवडणठ्ठाणेसु = વૃક્ષો ઉપરથી પડીને મરણ પામવાનું સ્થાન मेरुपवडणठ्ठाणेसु = પર્વત ઉપરથી પડીને મરણ પામવાનું સ્થાન विसभक्खणठ्ठाणेसु = વિષ ભક્ષણ કરવાની જગ્યા अगणिफंडणठ्ठाणेसु = અગ્નિમાં પડીને મૃત્યુ પામવાનું સ્થાન.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં મનુષ્ય તે ફાંસી 13

14

261

દેવાનું સ્થાન છે, ગૃદ્ધપૃષ્ઠમરણગીધની પાસે પોતાના શરીરનું ભક્ષણ કરાવવાનું સ્થાન, વૃક્ષ પરથી પડીને મરવાનું સ્થાન, પર્વતપરથી પડીને મરવાનું સ્થાન, વિષભક્ષણ કરવાનું સ્થાન, અગ્નિમાં પડીને મરવાનું સ્થાનછે, તો તે અને તેવાપ્રકારના મૃત્યુદંડ કે આત્મહત્યા કરવાના અન્ય સ્થાનમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રાદિનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाआरामाणि वा उज्जाणाणि वा वणाणि वा वणसंडाणि वा देवकुलाणि वा सभाणि वा पवाणि वा अण्णंयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार–पासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં બગીચા, ઉદ્યાન, વન, વનખંડ, યક્ષાદિ મંદિર, સભા સ્થાન, પરબ છે, તો તે અને તેવાપ્રકારના અન્ય સ્થાનમાં સાધુ–સાધ્વી મળમૂત્રાદિનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाअट्टालयाणि वा चरियाणि वा दाराणि वा गोपुराणि वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં અટારી, કિલ્લા ઉપરની જગ્યા, કિલ્લા અને નગરની વચ્ચેનો ચોમેર ફરતો માર્ગ, નગરનો દરવાજો, નગરનો મોટો દરવાજો છે, તો તે અને તેવાપ્રકારના અન્ય સાર્વજનિક સ્થાનોમાં મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जातियाणि वा चउक्काणि वा चच्चराणि वा चउमुहाणि वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ઘણા રસ્તાઓ ભેગા થાય છે, ચાર મુખવાળા અર્થાત્ ચારે બાજુ દરવાજા છે, તો તે અને તેવા પ્રકારના લોકોના આવાગમનવાળા અન્ય સ્થાનમાં મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिल जाणेज्जाइंगालडाहेसु वा खारडाहेसु वा मडयडाहेसु वा मडयथूभियासु वा मडयचेइएसु वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– इंगालडाहेसु = કોલસાનું કારખાનું खारडाहेसु = સાજીખાર આદિ બનાવવાનું સ્થાન मडयडाहेसु = મૃતદેહ બાળવાની જગ્યા, સ્મશાન मडयथूभियासु = મૃતકના સ્તૂપ मडयचेइएसु = મૃતકના ચૈત્ય.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં લાકડા બાળીને કોલસા બનાવવાનું સ્થાન, સાજીખાર આદિ બનાવવાનું સ્થાન, સ્મશાનભૂમિ–મડદાને બાળવાનું સ્થાન, મૃતકનું સ્મારક, મૃતક ચૈત્ય(છત્રી) છે; તો તે અને તેવાપ્રકારની અન્ય સ્થંડિલ ભૂમિમાં સાધુ–સાધ્વી મળ –મૂત્રનો ત્યાગ કરે નહિ.

15

16

17

18

અધ્યયન–10

262 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिल जाणेज्जाणईआयतणेसु वा पंकायतणेसु वा ओघायतणेसु वा सेयणपहंसि वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– णईआयतणेसु = નદીના તટમાં पंकायतणेसु = કાદવની જગ્યામાં ओघायतणेसु = પાણીના પ્રવાહના સ્થાનોમાં અથવા તળાવમાં જ્યાંથી પાણી આવતું હોય તે માર્ગમાં सेयणपहंसि = પાણીની ક્યારીઓ હોય તેવા સ્થાનમાં.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં નદીતટ પર બનેલુુं તીર્થસ્થાન(ઘાટ) છે, કાદવની મુખ્યતાવાળું સ્થાન, પવિત્ર જલપ્રવાહનું સ્થાન અર્થાત્ તળાવમાં પાણી પ્રવેશવાના માર્ગવાળું સ્થાન, ક્યારીઓમાં પાણી પહોંચાડતી નહેરોવાળું સ્થાન છે, તો તે અને તેવાપ્રકારના અન્ય સ્થાનોમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिल जाणेज्जाणवियासु वा मट्टियखाणियासु, णवियासु वा गोलेहणियासु, गवायणीसु वा खाणीसु वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– णवियासु = નવી मट्टियखाणियासु = માટીની ખાણોમાં गोलेहणियासु = હળથી ખેડેલી ભૂમિ गवायणीसु = ગાયોને ચરવાની કે બેસવાની જગ્યામાં खाणीसु = માટી સિવાય અન્ય ખાણોમાં.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે ત્યાં માટીની નવી ખાણો, હળથી ખેડેલી ભૂમિ, ગાયોને ચરવાની કે બેસવાની ભૂમિ અથવા અન્ય ખાણો છે, તો તે અને તેવાપ્રકારના અન્ય સ્થાનોમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाडागवच्चंसि वा सागवच्चंसि वा मूलगवच्चंसि वा हत्थंकरवच्चंसि वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार–पासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– डागवच्चंसि = ડાળીઓના ઢગલા सागवच्चंसि = શાકભાજીના ઢગલાमूलगवच्चंसि वा = મૂળીયાના ઢગલા हत्थंकरवच्चंसि = વનસ્પતિ વિશેષના ઢગલા.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં વૃક્ષની ડાળીઓના ઢગલા, શાકભાજીના ઢગલા, વૃક્ષના મૂળીયાના ઢગલા, હસ્તંકુર–વનસ્પતિ વિશેષના ઢગલા છે, તો તે અને તેવાપ્રકારના અન્ય સ્થાનોમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રાદિનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाअसणवणंसि वा सणवणंसि वा धायइवणंसि वा केयइवणंसि वा अंबवणंसि वा असोगवणंसि वा णागवणंसि वा पुण्णागवणंसि वा अण्णयरेसु वा तहप्पगारेसु पत्तोवएसु वा पुप्फोवएसु वा फलोवएसु वा बीओवएसु वा हरिओवएसु वा णो उच्चार–पासवणं वोसिरेज्जा 19

20

21

22

263

શબ્દાર્થઃ– असणवणंसि = બીજક નામની વનસ્પતિના વનમાં सणवणंसि = શણના વનમાંधायइवणंसि = ધાતકી વૃક્ષના વનમાં केयइवणंसि = કેતકી વૃક્ષોના અથવા કેવડા વૃક્ષના વનમાં अंबवणंसि = આંબાના વનમાં असोगवणंसि = અશોક વૃક્ષના વનમાં णागवणंसि = નાગવૃક્ષોના વનમાં पुण्णागवणंसि = પુન્નાગવૃક્ષોના વનમાં.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિમાં બીજક નામની વનસ્પતિનું વન, શણનું વન, ધાતકી વૃક્ષનું વન, કેવડા કે કેતકીનું વન, આમ્રવન, અશોકવન, નાગવૃક્ષ વન, પુન્નાગ વૃક્ષોનું વન છે, તો તે અને તેવાપ્રકારના પાંદડા, પુષ્પો, ફળો, બીજો કે લીલોતરીથી વ્યાપ્ત સ્થાનોમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને જનાકીર્ણ સ્થાન, લોકોના ઉપયોગી સ્થાન અથવા સાર્વજનિક સ્થાનોમાં મળ–

મૂત્રાદિ પરઠવાનો નિષેધ છે.

સાધુની પ્રત્યેક ક્રિયા અહિંસાના લક્ષે થાય છે. તે રીતે સાધુની ક્રિયાથી ગૃહસ્થોને તકલીફ થાય, ગૃહસ્થોને અપ્રીતિ કે દુર્ગંછાનો ભાવ જાગૃત થાય, તે પણ યોગ્ય નથી.

શાલી, ઘઉં, જવ આદિ ધાન્યના ખેતરોમાં; આમ્રવન, શણવન આદિ વનમાં; શાકભાજીની વાડીઓમાં, નદી કિનારે, કૂવાના કાંઠે, બગીચામાં, ગૌશાળામાં, ગાયોને ચરવાની ભૂમિમાં, પશુઓને રાખવાના સ્થાનમાં, યક્ષાદિના મંદિરની નજીકની ભૂમિ કે અન્ય કોઈપણ પવિત્ર સ્થાનમાં કે લોકોને ફાંસી દેતા હોય તેવા કોઈ પણ જાહેર સ્થાનમાં તે તે સ્થાનના માલિકોનું તથા તેમાં કામ કરનારાઓનું આવાગમન થતું રહે છે, તેથી ત્યાં પરઠવાથી તે લોકોને ક્રોધ આવે, અપ્રીતિ થાય, સાધુનું અપમાન કરે, શાસનની હીલના થાય છે. જલસ્થાનોની નિકટમાં અપ્કાયના જીવોની વિરાધનાનો, ખેતર–વાડી આદિમાં વનસ્પતિકાયિક જીવોની વિરાધનાનો પણ સંભવ છે. પવિત્ર સ્થાનોમાં કે મૃતકોના સ્તૂપની નજીક પરઠવાથી ક્યારેક કોઈ દેવ–દેવીની આશાતના થાય તો, તેમાં દેવજન્ય ઉપદ્રવની સંભાવના છે. કચરાના ઢગલામાં, મોટા કે નાના ખાડામાં પરઠવાથી જીવ હિંસા થાય છે. કોલસા આદિ બનાવવાના સ્થાનમાં અગ્નિના જીવોની વિરાધના થાય છે.

સૂત્રકારે સાધુને પરઠવા યોગ્ય વિવિધ પ્રકારના સ્થાનોના કથન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે સાધુએ પરઠવાની ક્રિયા સમયે સભ્યતા અને સ્વચ્છતા માટે વિવેક રાખવો જરૂરી છે. ગામ કે નગરની સ્વચ્છતાનો નાશ થાય, લોકોને અણગમો થાય, નાના કે મોટા જીવોની વિરાધના થાય, કોઈનું આંશિક પણ અહિત થાય અને શાસનનું ગૌરવ હણાય, તે રીતે વિવેક અને સંયમપૂર્વક સાધુ પરઠવાની ક્રિયા કરે છે.

महिसकरणाणि :ભેંસ આદિના ઉદ્દેશથી કોઈ સ્થાન બનાવ્યું હોય અથવા करण = આશ્રય. ભેંસ આદિનું આશ્રય સ્થાન અથવા પશુઓને શિક્ષિત કરવાનું સ્થાન.

तरुपवडणठ्ठाणेसु :જે સ્થાનમાં મનુષ્ય મૃત્યુની ઇચ્છાથી વૃક્ષ ઉપરથી પડીને મરવાનો નિશ્ચય કરીને સ્વયં પોતાને વૃક્ષ ઉપરથી પાડે છે, તે તરુ પ્રપતનસ્થાન કહેવાય છે.

चरियाणि :ચરિકા. પ્રાકાર એટલે કિલ્લાની અંદર આઠ હાથ પહોળો કિલ્લા અને નગરની વચ્ચેનો ચોમેર ફરતો માર્ગ.

અધ્યયન–10

264 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ णदिआयतणेसु :નદ્યાયતન–તીર્થસ્થાન. જે સ્થાનમાં લોકો પુણ્યાર્થે સ્નાન કરી રહ્યા હોય, તેવા નદીના ઘાટ આદિ, તેના આસ–પાસની કે નજીકની જગ્યામાં.

पंकायतणेसु :પંકાયતન. પંક = કીચડ, જલસ્થાનના કિનારે કીચડયુક્ત સ્થાનમાં પુણ્યની ઇચ્છાથી લોકો આળોટે છે, તે સ્થાન.

ओघायतणेसु :ઓઘાયતન. ઓઘ = પ્રવાહ. તળાવાદિ કોઈ પણ જલસ્થાનોમાં જલ પ્રવાહનું પ્રવેશ સ્થાન. તે સ્થાનનું જળ પીવાના ઉપયોગમાં આવે છે. તે સ્થાન પવિત્ર મનાય છે.

डागवच्चंसि :ડાળ પ્રધાન, પત્ર પ્રધાન આદિ લીલોતરીને સૂકવવા માટે ઢગલા કર્યા હોય તે સ્થાન કે સંગ્રહ કરવાના સ્થાન.

ઉચ્ચાર પ્રસ્રવણ પરિષ્ઠાપન વિધિ :

से भिक्खू वा भिक्खुणी वा सपाययं वा परपाययं वा गहाय से तमायाए एगंतमवक्कमेज्जा, अणावायंसि असंलोयंसि अप्पपाणंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि वा उवस्सयंसि वा तओ संजयामेव उच्चारपासवणं वोसिरेज्जा, उच्चारपासवणं वोसिरित्ता से तमायाए एगंतमवक्कमेज्जा, अणावायंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि वा झामथंडिलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि अचित्तंसि तओ संजयामेव उच्चार–पासवणं परिठ्ठवेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પોતાનું પાત્ર કે બીજાના પાત્રને લઈને એકાંત સ્થાનમાં જાય, જ્યાં કોઈનું આવાગમન હોય, કોઈ જોતું હોય, કોઈ પણ જીવ યાવત્ કરોળિયાના જાળાદિ હોય તેવા બગીચા કે ઉપાશ્રયના એકાંત સ્થાનમાં પોતાના ઉચ્ચાર માત્રકમાં યત્નાપૂર્વક મળ–મૂત્રનો ત્યાગ કરે. ત્યાર પછી તે પાત્રને(ઉચ્ચાર પાત્રકને) લઈને એકાંત સ્થાનમાં જાય, જ્યાં કોઈ આવતું જતું હોય, દેખાતું હોય, કોઈ જીવજંતુની વિરાધનાની સંભાવના હોય યાવત્ કરોળિયાના જાળા હોય તેવા બગીચાની બહારની ભૂમિમાં કે બળેલી જગ્યામાં અથવા તથાપ્રકારની અન્ય નિર્દોષ જગ્યામાં સાધુ યતનાપૂર્વક મળ–મૂત્રને પરઠે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે પરઠવાની વિધિનું કથન છે.

સાધુએ લોકોના આવાગમન રહિત, એકાંત અને નિર્દોષ સ્થાનમાં મળ–મૂત્રનો ત્યાગ કરવો જોઈએ.

પરઠવા યોગ્ય ભૂમિ માટે સૂત્રકારે મુખ્યત્વે ત્રણ વિશેષણનો પ્રયોગ કર્યો છે.

(1) अणावायंसि : શબ્દના બે અર્થ થાય છેઅનાપાત = લોકોના આવાગમન રહિત એકાંત સ્થાન અને અનાબાધ = જ્યાં કોઈ પણ પ્રકારની મનાઈ કે સરકારી પ્રતિબંધ હોય, તેવું સ્થાન. કોઈ સ્થાનમાં લોકોનું આવાગમન હોય, પરંતુ ત્યાં તેના માલિકનો કે સરકારનો પ્રતિબંધ હોય, જેમ કે કોઈ ગૃહસ્થનું જૂનું મકાન પડ્યું હોય, ત્યાં કોઈનું આવાગમન હોય પરંતુ ત્યાં પરઠવા માટે માલિકનો પ્રતિબંધ હોય, તો સાધુ ત્યાં પરઠે નહીં.

(2) असंलोयंसि :લોકો જોતાં હોય તેવું સ્થાન. ઘણીવાર લોકો ત્યાંથી આવતાં–જતાં હોય પરંતુ દૂરથી કે ઉપરથી લોકો જોતાં હોય, તેવું સ્થાન પણ સાધુને પરઠવા યોગ્ય નથી.

23

265

(3) अप्पपाणंसि :સૂક્ષ્મ કે સ્થૂલ, ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવો હોય તેવી જીવ રહિત પ્રાસુક ભૂમિમાં સાધુએ પરઠવું જોઈએ.

શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન–24, ગાથા–17, 18માં પરઠવા યોગ્ય ભૂમિનું કથન કર્યું છે.

अणावायमसंलोए, परस्सणुवघाइए । समे अझुसिरे यावि, अचिर कालकयम्मि य ॥ वित्थिण्णे दूरमोगाढे, णासण्णे बिल वज्जिए । तस पाण बीय रहिए, उच्चाराईणि वोसिरे ॥ જે ભૂમિ (1) લોકોના આવાગમન રહિત અને કોઈ જોઈ શકતા હોય, (ર) લોકોને દુઃખજનક ન હોય, (3) ઊંચી–નીચી હોય અર્થાત્ સમતલ હોય, (4) પોલાણવાળી હોય, (પ) થોડા સમય પહેલાં અચેત થઈ ગઈ હોય, (6) વિસ્તૃત લાંબી–પહોળી બેસવા યોગ્ય હોય, (7) નીચે ચાર અંગુલ સુધીની ભૂમિ અચેત થયેલી હોય, (8) ગામ અથવા લોકોના ઘરોથી નજીક હોય, (9) કીડી વગેરે જીવજંતુઓના દર હોય, (10) અન્ય ત્રસ પ્રાણી તથા બીજ વગેરેથી રહિત હોય. દશ બોલ યુક્ત ભૂમિ સાધુને પરઠવા યોગ્ય છે.

સ્થંડિલ ભૂમિમાં જવાની અનુકૂળતા હોય, તેવા સમયે સાધુ એકાંત અને નિર્દોષ સ્થાનમાં જઈને પોતાના માત્રક પાત્રમાં મળ–મૂૂત્રનો ત્યાગ કરીને, તે ભાજનને લઈને, સ્થંડિલ ભૂમિમાં જાય અને ઉપરોક્ત પ્રાસુક અને નિર્દોષ ભૂમિમાં શક્રેન્દ્ર મહારાજની આજ્ઞાપૂર્વક, વિવેક સહિત મળ–મૂત્રને પરઠે.

રીતે પરઠવા કે ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો, તે પણ સાધુ જીવનની એક મહત્ત્વની ક્રિયા છે. અયોગ્ય સ્થાને પરઠવાથી જીવ વિરાધના, સંયમ વિરાધના, ગંદકી, રોગ ઉપદ્રવ, ધર્મની હીલના વગેરે અનેક દોષોની સંભાવના રહે છે, તેથી સૂત્રકારે સ્વતંત્ર અધ્યયન દ્વારા પરઠવાની ક્રિયા અને તદ્યોગ્ય ભૂમિ માટે ગંભીર ચિંતનપૂર્વક વિવિધ ઉદાહરણો દ્વારા વિધિ–નિષેધપૂર્વક પ્રતિપાદન કર્યું છે.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामाग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– રીતે સ્થંડિલ ભૂમિનો વિવેક તે સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે શ્રી તીર્થંકરોએ કહ્યું છે.

।। દસમું અધ્યયન સંપૂર્ણ ।। 24

અધ્યયન–10

266 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ અગિયારમું અધ્યયન પરિચય અધ્યયનનું નામ શબ્દ સપ્તક છે.

શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે. શબ્દના બે પ્રકાર છેઅનુકૂળ શબ્દો અને પ્રતિકૂળ શબ્દો. સામાન્ય રીતે વ્યક્તિને અનુકૂળ શબ્દ શ્રવણથી રાગ અને પ્રતિકૂળ શબ્દ શ્રવણથી દ્વેષ થાય છે.

સાધકોને માટે દ્વેષના ત્યાગ કરતાં રાગનો ત્યાગ કઠિન છે, તેથી પ્રસ્તુત અધ્યયનમાં સાધકોને અનુકૂળ શબ્દ શ્રવણથી ઉત્પન્ન થતાં રાગભાવના ત્યાગનો ઉપદેશ આપ્યો છે.

મનોજ્ઞ, કર્ણપ્રિય, સુખકર શબ્દો સાંભળીને મનમાં તે શબ્દ શ્રવણની (1) ઇચ્છા ( ર) લાલસા (3)

આસક્તિ (4) રાગ ( પ) ગૃદ્ધિ (6) મોહ અને (7) મૂર્ચ્છા, મોહજન્ય સાત પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે. અહીં સાધકોને શબ્દજન્ય સાતે પ્રકારના મોહજન્ય ભાવોના ત્યાગનો ઉપદેશ આપ્યો હોવાથી આ અધ્યયનનું શબ્દ સપ્તક નામ સાર્થક છે.

જ્યાં સુધી શરીર અને ઇન્દ્રિય હોય, ત્યાં સુધી દરેક વ્યક્તિને પ્રિય કે અપ્રિય શબ્દોનું શ્રવણ થાય છે પરંતુ સાધુ શબ્દ સાંભળ્યા પછી તેની પ્રતિક્રયા રૂપ રાગ કે દ્વેષના ભાવ કરે નહીં, પ્રિય શબ્દ સાંભળવા માટે ઉત્કંઠિત થાય નહીં કે અપ્રિય શબ્દોનો અણગમો કરે નહીં. સાધુ પ્રિય કે અપ્રિય બંને પ્રકારના શબ્દ શ્રવણમાં સમભાવ ધારણ કરે.

સંક્ષેપમાં સહજ રીતે આવી ગયેલા અને શ્રોતેન્દ્રિય દ્વારા ગ્રહણ થતાં શબ્દોને સાધુ રાગ–દ્વેષરૂપ પ્રતિક્રિયા કર્યા વિના માત્ર સાંભળે. લોક સંજ્ઞા કે કુતૂહલ વૃત્તિથી કોઈ પણ પ્રકારના શબ્દ શ્રવણની લાલસા કરે નહીં.

 267

      અગિયારમું અધ્યયન શબ્દ સપ્તક

વાઈજત્રોના શબ્દ શ્રવણમાં સંયમ :

से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहामुइंगसद्दाणि वा णंदीमुइंगसद्दाणि वा झल्लरीसद्दाणि वा अण्णयराणि वा तहप्पगाराइं विरूवरूवाणि वितताइं सद्दाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए શબ્દાર્થ :– अहावेगइयाइं सद्दाइं = કેટલાય શબ્દો सुणेइ = સાંભળે છે मुइंगसद्दाणि = મૃદંગના શબ્દ णंदीमुइंगसद्दाणि = તબલાના શબ્દ झल्लरीसद्दाणि = ઝાલરના શબ્દ वितताइं सद्दाइं = વિતત વાઈજત્રોના શબ્દોને कण्णसोयपडियाए = સાંભળવા માટે णो अभिसंधारेज्जा = મનમાં સંકલ્પ કરે નહિ गमणाए = જવા માટે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે છે, જેમ કેમૃદંગના, નંદીમૃદંગતબલાના, ઝાલરના શબ્દ તથા તે પ્રકારના વિવિધ વિતત શબ્દોને સાંભળવા માટે કોઈ પણ જગ્યાએ જવાનો સંકલ્પ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–

वीणासद्दाणि वा विपंचिसद्दाणि वा पिप्पीसगसद्दाणि बद्धीसगसद्दाणि वा तुणयसद्दाणि वा पणवसद्दाणि वा तुंबवीणिय सद्दाणि वा ढंक‘णसद्दाणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाणि तताइं सद्दाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए શબ્દાર્થ :– वीणासद्दाणि = વીણાના શબ્દો विपंचिसद्दाणि = સિતારના શબ્દો पिप्पीसगसद्दाणि = શરણાઈના શબ્દો बद्धीसगसद्दाणि = બદ્ધીસક નામના વાદ્યના શબ્દો तुणयसद्दाणि = તૂણ નામના વાદ્ય વિશેષના શબ્દ पणवसद्दाणि = પ્રણવ–તાનપૂરાના શબ્દ तुंबवीणिय सद्दाणि = તંબૂરાના શબ્દ ढंक‘णसद्दाणि = ઢંકુણ નામના વાદ્ય વિશેષના શબ્દ तताइं = તત શબ્દો.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે છે, જેમ કે, વીણાના, સિતારના, પીપુડી કે

શરણાઈના, બદ્ધિસક–વાજિંત્ર વિશેષના, તૂણ(તુન તુના) નામના વાદ્ય વિશેષના, તાનપૂરા નામના વાદ્યના, તંબૂરાના, ઢંકુણવાદ્ય વિશેષના શબ્દ તથા તે પ્રકારના વિવિધ તત શબ્દોને સાંભળવા માટે કોઈપણ જગ્યાએ જવાનો સંકલ્પ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा–

तालसद्दाणि वा कंसतालसद्दाणि वा लत्तियसद्दाणि वा गोहियसद्दाणि वा 1

2

3

અધ્યયન–11

268 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ किरिकिरियसद्दाणि वा अण्णयराणि वा तहप्पगाराइं विरूवरूवाइं तालसद्दाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए શબ્દાર્થ :– तालसद्दाणि = તાલના શબ્દોને कंसतालसद्दाणि = કંસતાલના શબ્દોનેलत्तियसद्दाणि = મંજીરાના શબ્દો गोहियसद्दाणि = ગોધિકા–કાખમાં કે હાથમાં રાખીને વગાડવામાં આવતા ભાંડોના વાદ્યવિશેષના શબ્દોને किरिकिरियसद्दाणि = વાંસની ખપાટોથી બનેલા વાઈજત્રના શબ્દોને, तालसद्दाइं = તાલના શબ્દોને.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે છે, જેમ કેતાલના, કંસતાલના, મંજિરાના, ગોધિકા–ભાંડોના વાદ્ય વિશેષના, વાંસની ખપાટોથી બનેલા વાઈજત્રના શબ્દો તથા તે પ્રકારના વિવિધ તાલ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી કોઈ પણ જગ્યાએ જવાનો સંકલ્પ કરે નહિ.