This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– સ્થાનૈષણા વિવેક સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે શ્રી તીર્થંકરોએ કહ્યું છે.

।। આઠમું અધ્યયન સંપૂર્ણ ।। 6

અધ્યયન–8

252 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ નવમું અધ્યયન પરિચય અધ્યયનનું નામ ‘ નિષીધિકા˜ છે. ‘નિષીધિકા˜ શબ્દ શાસ્ત્રીય પારિભાષિક શબ્દ છે. તેનો સામાન્ય અર્થ બેસવાની જગ્યા અથવા સ્વાધ્યાય ભૂમિ થાય છે.

મૂળપાઠમાં પ્રયુક્ત णिसीहिय શબ્દના સંસ્કૃતમાં निषीधिका અને निशीथिका બે રૂપ થાય છે. તેમ છતાં निषीधिका પદ અધિક પ્રસિદ્ધ હોવાથી અધ્યયનનું નામ ‘ નિષીધિકા˜ છે.

પ્રાકૃત શબ્દકોષમાં નિષીધિકા શબ્દના નિશીથિકા, નૈષધિકી આદિ રૂપાંતરો જોવા મળે છે. તથા તેના સ્મશાનભૂમિ, બેસવાની જગ્યા, પાપક્રિયાના ત્યાગની પ્રવૃત્તિ, સ્વાધ્યાય ભૂમિ, આદિ અર્થો પ્રાપ્ત થાય છે.

અહીં નિષીધિકા કે નિશીથિકા, બંને શબ્દોનો અર્થ ‘ સ્વાધ્યાય ભૂમિ˜ થાય છે. જે સ્થાનમાં સર્વ પ્રકારના સાવદ્ય વ્યાપાર, લોકોની ભીડ, કલહ, કોલાહલ, ઘોંઘાટ, રુદન, અશાંતિકારક વાર્તાલાપ, ગંદકી, મળ ત્યાગ, કચરા આદિ નિષિદ્ધ કાર્યોનો નિષેધ હોય તેવી જગ્યા સ્વાધ્યાય માટે યોગ્ય છે અને સ્વાધ્યાય યોગ્ય તે પવિત્ર ભૂમિને નિષીધિકા કહે છે. ત્યાં ચિંતા, શોક, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, મોહોત્પાદક રંગરાગ આદિ કુવિચારોનું વાતાવરણ હોતું નથી, સુવિચારોની ધારા અખંડ રહે, ચિંતનની સ્વસ્થતા અનુભવાય તેવું તે સ્થાન હોય છે.

અધ્યયનમાં નિષીધિકા–સ્વાધ્યાય ભૂમિ કેવી હોય ? સ્વાધ્યાય માટે કેવી રીતે બેસાય ? ક્યાં બેસાય ? કઈ ક્રિયા ત્યાં કરાય ? કઈ ક્રિયા કરાય ? વગેરે સ્વાધ્યાય ભૂમિ સંબંધિત સર્વ ક્રિયાઓનું નિરૂપણ કર્યું હોવાથી, અધ્યયનનું નામ ‘ નિષીધિકા˜ કે ‘ નિશીથિકા˜ સાર્થક છે.

णिसाहियाનો બીજો પ્રચલિત અર્થ નિષદ્યા છે. નિષદ્યા એટલે બેસવું, બેસવાની ક્રિયા વિવિધ આસનથી થઈ શકે છે.

આઠમા અધ્યનનમાં ઊભા રહેવાની પ્રતિજ્ઞાવાળા વિશિષ્ટ સાધકના અવગ્રહ ગ્રહણ અને તેની ચાર પ્રતિમા સંબંધી વર્ણન છે. પ્રસ્તુત અધ્યયનમાં બેસવાની પ્રતિજ્ઞાવાળા સાધકના અવગ્રહ ગ્રહણ આદિનું કથન છે. તે સાધક દિવસ અને રાત્રિનો સમય પ્રાયઃ બેસીને સ્વાધ્યાય–ધ્યાનમાં વ્યતીત કરે છે. તે સાધકને સૂવાનો સંપૂર્ણ ત્યાગ હોય છે, પરંતુ સંયમી જીવનની આવશ્યક પ્રવૃત્તિઓ માટે ઊભા થઈ શકે છે અને ઊભા રહી પણ શકે છે. રીતે અધ્યયનના વિષયમાં નિષદ્યાની પ્રધાનતા છે.

બંને અધ્યયનોમાં અવગ્રહ–સ્થાન ગ્રહણ સંબંધી વિસ્તૃત સૂત્રો માટે શય્યા અધ્યયનનો અતિદેશ કર્યો છે અર્થાત્ બીજા શય્યા અધ્યયનમાં કહ્યા પ્રમાણે ગ્રાહ્ય–અગ્રાહ્ય શય્યાઓ(રહેવાના સ્થાનો)

સમજવી.

 253

      નવમું અધ્યયન નિષીધિકા–નિષદ્યા સપ્તિકા

નિષદ્યા ભૂમિની શુદ્ધિ :

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा णिसीहियं फासुयं गमणाए से जं पुण णिसीहियं जाणेज्जासअंडं सपाणं जाव मक्कडासंताणयं, तहप्पगारं णिसीहियं अफासुयं अणेसणिज्जं लाभे संते णो पडिगाहेज्जा શબ્દાર્થ :– णिसीहियं = બેસવાની ભૂમિ, સ્વાધ્યાય કરવા માટે ઉપાશ્રય–સ્વાધ્યાય ભૂમિ णो चेइस्सामि = હું ભૂમિમાં રહીશ નહીં.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી નિર્દોષ નિષદ્યા–સ્વાધ્યાય ભૂમિમાં જવા ઇચ્છે અને તે સ્વાધ્યાય ભૂમિના વિષયમાં જાણે કે તે સ્થાન વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તે સ્વાધ્યાય ભૂમિને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा णिसीहियं गमणाए, से जं पुण णिसीहियं जाणेज्जा अप्पपाणं अप्पबीयं जाव मक्कडासंताणयं तहप्पगारं णिसीहियं फासुयं एसणिज्जं लाभे संते पडिग्गाहेज्जा एवं सेज्जागमेण णेयव्वं जाव उदयपसूयाणि त्ति ભાવાર્થ :– સાધુ કે સાધ્વી નિર્દોષ નિષદ્યા ભૂમિની ગવેષણા કરવા ઇચ્છે અને તે નિષદ્યા ભૂમિના વિષયમાં જાણે કે તે સ્થાન વિકલેન્દ્રિય જીવોના ઈંડા, પ્રાણી, બીજથી રહિત યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, તો તે સ્થાનને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો ગ્રહણ કરી શકે છે.

તે રીતે યાવત્ તે સ્થાન પાણીમાં ઉત્પન્ન કંદાદિ યુક્ત હોય, તો તે સ્થાન નિષદ્યા–સ્વાધ્યાયાદિ માટે ગ્રહણ કરે નહીં ઇત્યાદિ સર્વ વર્ણન બીજા શય્યા અધ્યયનની સમાન જાણવું જોઈએ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સ્વાધ્યાય ભૂમિની ગ્રાહ્યતા–અગ્રાહ્યતાનું સંક્ષિપ્ત નિરૂપણ શય્યા અધ્યયનના અતિદેશ પૂર્વક કર્યું છે.

સ્વાધ્યાય–સ્વનું અધ્યયન. શાસ્ત્રના અધ્યયનના માધ્યમે સાધકે સ્વનું અધ્યયન, આત્મ નિરીક્ષણ કરવાનું હોય છે. સાધકના દૈનિક કૃત્યમાં સ્વાધ્યાયનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આવી ઉત્તમ ક્રિયા માટે તેનું સ્થાન ક્રિયાને અનુરૂપ શાંત, એકાંત, સાધકની ચિંતનધારામાં કોઈપણ પ્રકારે સ્ખલના થાય, એકાગ્રતા જળવાઈ રહે તેવું કોલાહલથી રહિત હોવું જરૂરી છે.

1

2

અધ્યયન–9

254 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સૂત્રકારે શય્યા અધ્યયનમાં સ્થાનની નિર્દોષતાનું કથન કર્યું છે તે રીતે અહીં નિષદ્યા ભૂમિની નિર્દોષતાનું કથન છે. નિષદ્યાભૂમિ એટલે સ્વાધ્યાય ભૂમિ આધાકર્મ આદિ સર્વ દોષોથી રહિત, પ્રાસુક અને એષણીય હોય, તો સાધુ તેને ગ્રહણ કરે છે.

જે સ્થાનના નિર્માણમાં સાધુના નિમિત્તે અનેક જીવોની હિંસા થઈ હોય, જ્યાં અનેક જીવજંતુઓ હોય, પશુ–પક્ષીઓએ પોતાના ઘર બનાવ્યા હોય, તેવું સ્થાન એકાંતમાં હોવા છતાં ત્યાં માનસિક શાંતિ પ્રાપ્ત થતી નથી. કીડી, મકોડા, માખી, મચ્છર વગેરે ક્ષુદ્ર જીવજંતુઓના ઉપદ્રવથી સાધકની એકાગ્રતા ખંડિત થાય છે. સાધુના નિમિત્તે થયેલી આંશિક જીવ હિંસા પણ આત્માને પૂર્ણ શાંતિનો અનુભવ કરાવવા દેતી નથી, તેથી શાસ્ત્રકારે સ્વાધ્યાય ભૂમિ માટે નિર્દોષ, પ્રાસુક અને એષણીય સ્થાનનું સૂચન કર્યું છે.

સ્વાધ્યાય ભૂમિમાં સાવધાની :

जे तत्थ दुवग्गा वा तिवग्गा वा चउवग्गा वा पंचवग्गा वा अभिसंधारेंति णिसीहियं गमणाए ते णो अण्णमण्णस्स कायं आलिंगेज्ज वा, विलिंगेज्ज वा, चुंबेज्ज वा, दंतेहिं वा णहेहिं वा अच्छिंदेज्ज वा विच्छिंदेज्ज वा શબ્દાર્થ :– दुवग्गा तिवग्गा चउवग्गा पंचवग्गा वा = બે સાધુ, ત્રણ સાધુ, ચાર સાધુ અથવા પાંચ સાધુ, अभिसंधारेंति = જાય.

ભાવાર્થ :– સ્વાધ્યાય ભૂમિમાં બે, ત્રણ, ચાર કે પાંચ સાધુઓ એક સાથે જાય, તો એકબીજાના શરીરનું પરસ્પર આલિંગન કરે નહિ, પરસ્પર ચુંબન કરે નહિ તેમજ દાંતોથી કે નખોથી શરીરનું છેદન, વિશેષ છેદન કરે નહિ અર્થાત્ મોહોત્પાદક કે કુતૂહલવૃત્તિની કોઈ પણ ચેષ્ટા કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને સ્વાધ્યાય ભૂમિનો દુરુપયોગ કરવાનું હિતકારી સૂચન છે.

સાધકની અંતર્મુખ સાધના માટે એકાંત સ્થાન સહાયક બને છે તે રીતે કેટલાક કુતૂહલવૃત્તિના સાધકોની તથાપ્રકારની વૃત્તિનું પોષણ પણ એકાંત સ્થાનમાં થઈ શકે છે, તેથી સૂત્રકારે સૂચન કર્યું છે કે

સ્વાધ્યાય ભૂમિમાં સ્વાધ્યાયને માટે ગયેલા સાધુઓએ પોતાના લક્ષ્યને સતત નજર સમક્ષ રાખી લક્ષ્ય સિદ્ધિ માટે અપ્રમત્તપણે પુરુષાર્થશીલ બનવું જોઈએ. ક્યારેક હાસ્ય કે વેદ મોહનીય કર્મનો ઉદય થાય, તોપણ શાસ્ત્રવચનના સહારે તેને નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जा, सेयमिणं मण्णेज्जासि त्ति बेमि ભાવાર્થ :– નિષદ્યા સંબંધી એષણા વિવેક સાધુ કે સાધ્વીના આચારની સામગ્રી–સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ અને તેને શ્રેયસ્કર–કલ્યાણકારી માનીને રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। નવમું અધ્યયન સંપૂર્ણ ।। 3

4

255

દસમું અધ્યયન પરિચય અધ્યયનનું નામ ઉચ્ચાર પ્રસ્રવણ સપ્તક છે. ઉચ્ચાર અને પ્રસ્રવણની ક્રિયા શારીરિક અનિવાર્ય ક્રિયાઓ છે.

ઉચ્ચાર એટલે શરીરમાંથી ઉત્ = પ્રબળ વેગ સાથે જે ચ્યુત–નીકળે છે, તે વડીનીત–મળ વિસર્જનનની ક્રિયા. પ્રસ્રવણ = પ્રકર્ષરૂપથી શરીરમાંથી જે વહે છે, ઝરે છે તે લઘુનીત–મૂત્ર વિસર્જનની ક્રિયા.

દુર્ગંધયુક્ત મળ–મૂત્રને ગમે ત્યાં નાંખવાથી લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચે, જીવ જંતુઓની વિરાધના થાય, લોકોને સાધુ પ્રત્યે ઘૃણા થાય, તેથી મળ–મૂત્રનો ત્યાગ ક્યાં અને કેવી રીતે કરવો ? ક્યાં અને કેમ કરવો ? સર્વનો સમ્યક વિવેક હોવો જરૂરી છે, તેથી જ્ઞાની પુરુષોએ અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે.

સૂત્રકારે અનેક ઉદાહરણો દ્વારા વિધિ–નિષેધ સહિત વિષયને સ્પષ્ટ કર્યો છે, તેથી અધ્યયનનું નામ ઉચ્ચાર પ્રસ્રવણ સપ્તક રાખ્યું છે. વિધિપૂર્વક પરઠવાથી પાંચમી સમિતિનું પાલન યથાર્થપણે થાય અને સાધુ છકાય જીવોના રક્ષક થાય તો તે જિનાજ્ઞાના આરાધક થાય છે.

 અધ્યયન–10 : પરિચય 256 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ

      દસમું અધ્યયન ઉચ્ચાર પ્રસ્રવણ સપ્તક

ઉચ્ચાર–પ્રસ્રવણ વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा उच्चार–पासवणकिरियाए उब्बाहिज्जमाणे सयस्स पायपुंछणस्स असईए तओ पच्छा साहम्मियं जाएज्जा શબ્દાર્થ :– उच्चार–पासवणकिरियाए = લઘુનીત, વડીનીતની उब्बाहिज्जमाणे = તીવ્ર બાધા ઉત્પન્ન થઈ જવા પર सयस्स = પોતાના पायपुंछणस्स = પાદપ્રોંછન, જીર્ણ વસ્ત્ર ખંડ असईए = અભાવ હોવા પર.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને મળમૂત્રની પ્રબળ બાધા ઉત્પન્ન થાય અને પોતાની પાસે પાદપ્રોંચ્છન–

જીર્ણવસ્ત્રના ટુકડા હોય, તો સાધર્મિક સાધુ પાસેથી તેની યાચના કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે શરીરની મલોત્સર્ગની ક્રિયાનો વિવેક પ્રદર્શિત કર્યો છે.

શારીરિક બાધા ઉત્પન્ન થયા પછી તેનું નિવારણ થાય, ત્યાં સુધી ચિત્તમાં વ્યગ્રતા રહે છે માટે શીઘ્ર તેનાથી નિવૃત્ત થવું જરૂરી છે. શરીરની ક્રિયા માટે સાધુ દશ બોલયુક્ત સ્થંડિલ ભૂમિનો ઉપયોગ કરે છે. જો સાધુને સ્થંડિલ સુધી જવાની અનુકૂળતા હોય, તો પોતાની પાસેના ઉચ્ચાર માત્રક–ભાજનનો અથવા પાદપ્રોંચ્છન અર્થાત્ જીર્ણવસ્ત્રખંડનો ઉપયોગ કરે, જો પોતાની પાસે જીર્ણ થયેલા વસ્ત્રનો ટુકડો ન હોય, તો અન્ય સાધર્મિક સાધુઓ પાસેથી ગ્રહણ કરીને શરીર શુદ્ધિ કરે.

જીવ હિંસક સ્થંડિલ ભૂમિનો વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जासअंडं सपाणं जाव मक्कडासंताणयं तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિ ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે. તો તેવા પ્રકારની સ્થંડિલ ભૂમિમાં મળ, મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाअप्पंडं अप्पपाणं अप्पबीयं जाव मक्कडासंताणयं तहप्पगारंसि थंडिलंसि उच्चारपासवणं वोसिरेज्जा। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિ–પ્રાણી, બીજ યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, તો તેવા પ્રકારની સ્થંડિલ ભૂમિ ઉપર મળ–મૂત્રનો ત્યાગ કરે.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा अस्सिंपडियाए 1

2

3

4

257

एगं साहम्मियं समुद्दिस्स, अस्सिंपडियाए बहवे साहम्मिया समुद्दिस्स, अस्सिंपडियाए एगं साहम्मिणिं समुद्दिस्स, अस्सिंपडियाए बहवे साहम्मिणीओ समुद्दिस्स, बहवे समण–माहण–अतिहि–किवण–वणीमगे पगणिय–पगणिय समुद्दिस्स, पाणाइं भूयाइं जीवाइं सत्ताइं जाव उद्देसियं चेएइ, तहप्पगारं थंडिलं पुरिसंतरकडं वा अपुरिसंतरकडं वा जाव आसेवियं वा अणासेवियं वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार पासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે કોઈ ભાવિક ગૃહસ્થે નિષ્પરિગ્રહી સાધુઓને આપવાની પ્રતિજ્ઞાથી એક કે અનેક સાધર્મિક સાધુ અથવા એક કે અનેક સાધ્વીઓના ઉદ્દેશ્યથી આરંભસમારંભ કરી સ્થંડિલ ભૂમિ બનાવી છે અથવા ઘણા(જૈન–જૈનેતર) શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર કે ભિખારીઓને ગણી–ગણીને અર્થાત્ ગણના કરીને તેઓ માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરી સ્થંડિલ ભૂમિ બનાવી છે, તો પ્રકારની સ્થંડિલ ભૂમિ પુરુષાંતરકૃત હોય કે અપુરુષાંતરકૃત યાવત્ તે ભૂમિ અન્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલી હોય કે ઉપયોગમાં લેવાયેલી હોય, તો તેવાપ્રકારની સ્થંડિલ ભૂમિમાં મળ, મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाबहवे समण–माहण–अतिहि–किवण–वणीमग समुद्दिस्स पाणाइं भूयाइं–जीवाइं–सत्ताइं समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं जाव तहप्पगारं थंडिलं अपुरिसंतरकडं जाव अणासेवियं; तहप्पगारंसि थंडिलंसि णो उच्चार–पासवणं वोसिरेज्जा अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव आसेवियं तहप्पगारंसि थंडिलंसि उच्चार–पासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે કોઈ ભાવિક ગૃહસ્થે ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર કે ભિખારીઓના(કોઈની ગણના વિના સામાન્ય રીતે કોઈ પણ આગંતુકના)

લક્ષ્યથી પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વનો સમારંભ કરીને સ્થંડિલભૂમિ બનાવી છે, તેમજ સ્થંડિલ ભૂમિ ખરીદેલી, ઉધાર લીધેલી છે યાવત્ તે સ્થંડિલભૂમિ અપુરુષાંતરકૃત યાવત્ અનાસેવિત છે તો તેવાપ્રકારની સ્થંડિલ ભૂમિમાં સાધુ મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

જો સાધુ જાણે કે તે સ્થંડિલ ભૂમિ પુરુષાંતરકૃત થઈ ગઈ છે યાવત્ અન્ય લોકો દ્વારા વપરાઈ ગયેલી છે તો સાધુ–સાધ્વી તે સ્થંડિલ ભૂમિમાં મળ–મૂત્રાદિનો ત્યાગ કરી શકે છે.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिल जाणेज्जाअस्सिंपडियाए कयं वा कारियं वा पामिच्चियं वा छण्णं वा घठ्ठं वा मठ्ठं वा लित्तं वा समठ्ठं वा संपधूवियं वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલ ભૂમિ નિર્ગ્રંથ સાધુઓને આપવાના ઉદ્દેશથી કોઈ ગૃહસ્થે બનાવી છે, બીજા પાસે બનાવડાવી છે કે ઉધાર લીધી છે, તેના પર છાપરું 5

6

અધ્યયન–10

258 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ નાખ્યું છે, તોડીને સરખી કરી છે, ઘસી ઘસીને સાફ કરી છે, લીંપીને સુંદર કરી છે, ધૂપ આદિથી સુગંધિત કરી છે. તે તથા તેવાપ્રકારની અન્ય પણ આરંભ–સમારંભ કરીને તૈયાર કરેલી સ્થંડિલ ભૂમિમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा इह खलु गाहावई वा गाहावइपुत्ता वा कंदाणि वा मूलाणि वा जाव हरियाणि वा अंताओ वा बाहिं णीहरंति, बहियाओ वा अंतो साहरंति, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે ભૂમિમાંથી ગૃહસ્થ કે તેના પુત્ર કંદમૂળ યાવત્ લીલોતરી અંદરથી બહાર કાઢે છે કે બહારથી અંદર લઈ જાય છે અથવા તેવા પ્રકારની અન્ય સચેત વસ્તુઓની ફેરવણી કરી રહ્યા છે, તો તેવા પ્રકારની સ્થંડિલ ભૂમિમાં સાધુ સાધ્વી મળમૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाखंधंसि वा पीढंसि वा मंचंसि वा मालंसि वा अट्टंसि वा पासायंसि वा, अण्णयरंसि तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલભૂમિ સ્તંભગૃહ ઉપર, બાજોઠ ઉપર, ચોતરા ઉપર, મંચ ઉપર, માળ ઉપર, મહેલ કે હવેલીની અગાસી ઉપર કે તેવાપ્રકારના અન્ય કોઈ વિષમ કે ઊંચા ખુલ્લા આકાશીય સ્થાન પર છે, તો તેવાપ્રકારની સ્થંડિલ ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाअणंतरहियाए पुढवीए, ससिणिद्धाए पुढवीए, ससरक्खाए पुढवीए, मट्टियाकडाए, चित्तमंताए पुढवीए चिंतमंताए सिलाए, चित्तमंताए लेलुए, कोलावासंसि वा दारुयंसि जीवपइठ्ठियंसि जाव मक्कडासंताणयंसि, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार पासवणं वोसिरेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્થંડિલભૂમિ સચિત્ત પૃથ્વીની નિકટની ભૂમિ, સ્નિગ્ધ પૃથ્વી, સચિત્ત રજથી વ્યાપ્ત પૃથ્વી, સચેત માટી વિખરાયેલી પૃથ્વી, સચેત શિલા, સચેત પથ્થર(ઢેફા)થી યુક્ત છે, ઉધઈ લાગેલા લાકડા, અન્ય જીવો લાગ્યા હોય તેવા લાકડા કે કરોળિ યાના જાળાવાળી છે, તો તેવાપ્રકારની અન્ય પણ સ્થંડિલ ભૂમિમાં મળ–મૂત્રનો ત્યાગ કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુ–સાધ્વીને જીવ વિરાધના થાય તેવા સ્થાનમાં મળ–મૂત્ર પરઠવાનો નિષેધ કર્યો છે.

જે રીતે સાધુ ઔદેશિકાદિ દોષોથી રહિત આહાર–પાણી, સ્થાન, વસ્ત્ર આદિની ગવેષણા કરે છે અને નિર્દોષ આહાર–પાણી આદિ વાપરે છે, તે રીતે સ્થંડિલભૂમિ પણ ઔદ્દેશિક આદિ દોષોથી રહિત, નિર્દોષ હોવી જરૂરી છે. તે સર્વ દોષ શય્યા અધ્યયન પ્રમાણે સમજવા.

જે પરઠવાનું સ્થાન ઊંચાઈ પર હોય, અસ્થિર હોય, જ્યાં ચઢવું–ઉતરવું કઠિન હોય, તેવા સ્થાનમાં 7

8

9

259

પરઠવા માટે જતા–આવતા ક્યારેક સાધુ પડી જાય, લપસી જાય, હાથ–પગ ભાંગે, રીતે આત્મ વિરાધના અને જીવ વિરાધના થાય છે, તેથી ઊંચાઈ પર હોય, તેવી ભૂમિ પરઠવા માટે કલ્પનીય નથી, પરંતુ ઊંચાઈ પર રહેલી ભૂમિ પર ચઢવા–ઉતરવામાં કોઈ તકલીફ હોય અને સાધુ સરળતાથી જઈ શકે

તેમ હોય, તો ઊંચાઈ પર રહેલી ભૂમિમાં પણ સાધુ વિવેકપૂર્વક પરઠી શકે છે.

જે સ્થાનમાં લીલોતરી, કંદમૂળ આદિ સચેત પદાર્થો પડ્યા હોય, ગૃહસ્થ સચેત વસ્તુને અંદરથી બહાર કાઢતા હોય, નવો માલ અંદર ભરતા હોય, તેવા સ્થાનમાં સાધુ પરઠે નહીં. તે રીતે સચેત પૃથ્વી, સ્નિગ્ધ પૃથ્વી, સચેત માટી ખુંદાતી હોય, સચેત શિલા, પત્થર, ઉધઈ લાગેલા લાકડા, જીવજંતુથી યુક્ત સડી ગયેલા લાકડા વગેરે ત્યાં પડ્યા હોય, તેવી સ્થંડિલભૂમિમાં સાધુ જીવ વિરાધનાની સંભાવનાના કારણે પરઠે નહીં.

સંક્ષેપમાં જે ભૂમિમાં પરઠવાથી પ્રત્યક્ષ કે પરોક્ષપણે જીવોની વિરાધના થતી હોય, તેવા સ્થાનમાં સાધુ પરઠે નહીં.

જનાકીર્ણ સ્થંડિલ ભૂમિ વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा इह खलु गाहावई वा, गाहावइपुत्ता वा; कंदाणि वा जाव बीयाणि वा परिसाडिंसु वा परिसाडेंति वा परिसाडिस्संति वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– परिसाडेंसु = ખળામાં લઈ જવાતા બીજ આદિ વિખરાયેલા પડ્યા હોય परिसाडेंति = વર્તમાનમાં વિખેરાતા હોય કે परिसाडिस्संति = ભવિષ્યમાં વિખેરાવાના હોય.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે ગૃહસ્થે કે તેના પુત્રોએ સ્થંડિલભૂમિમાં કંદ, મૂળ યાવત્ બીજ આદિ નાંખ્યા છે, વર્તમાનમાં નાંખી રહ્યા છે કે ભવિષ્યમાં નાંખવાના છે, તો તે અને તેવા પ્રકારની અન્ય સ્થંડિલભૂમિમાં સાધુ–સાધ્વી મળ–મૂત્રાદિનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा इह खलु गाहावई वा गाहावइपुत्ता वा सालीणि वा वीहीणि वा मुग्गाणि वा मासाणि वा तिलाणि वा कुलत्थाणि वा जवाणि वा जवजवाणि वा पइरिंसु वा पइरिंति वा पइरिस्संति वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार–पासवणं वोसिरेज्जा શબ્દાર્થ :– पइरिंसु = પાથર્યા છે पइरिंति = પાથરે पइरिस्संति = પાથરશે.

ભાવાર્થઃસાધુ કે સાધ્વી સ્થંડિલ ભૂમિના વિષયમાં જાણે કે ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્રોએ સ્થંડિલભૂમિમાં કમોદ, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, જવ અને જુવાર આદિ પાથર્યા છે, પાથરી રહ્યા છે કે પાથરશે, તો તે અને તેવા પ્રકારની અન્ય સ્થંડિલભૂમિમાં સાધુ–સાધ્વી મળ, મૂત્રાદિનો ત્યાગ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जाआमोयाणि वा 10

11

12

અધ્યયન–10