This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
से भिक्खू वा भिक्खुणी वा आगंतारेसु जाव परियावसहेसु वा जे तत्थ गाहावईण वा गाहावइपुत्ताण वा इच्चेयाइं आयतणाइं उवाइकम्म, अह भिक्खू जाणेज्जा इमाहिं पडिमाहिं उग्गहं ओगिण्हित्तए–
तत्थ खलु इमा पढमा पडिमा– से आगंतारेसु वा आरामागारेसु वा गाहावइक‘लेसु वा, परियावसहेसु वा अणुवीइ ओग्गहं जाएज्जा जाव विहरिस्सामो। पढमा पडिमा । अहावरा दोच्चा पडिमा– जस्स णं भिक्खुस्स एवं भवइ अहं च खलु अण्णेसिं भिक्खूणं अठ्ठाए ओग्गहं ओगिण्हिस्सामि, अण्णेसिं भिक्खूणं उग्गहे 14
243
ओग्गहिए उवल्लिस्सामि । दोच्चा पडिमा । अहावरा तच्चा पडिमा– जस्स णं भिक्खुस्स एवं भवइ– अहं च खलु अण्णेसिं भिक्खुणं अठ्ठाए ओग्गहं ओगिण्हिस्सामि, अण्णेसिं भिक्खूणं च ओग्गहे ओग्गहिए णो उवल्लिस्सामि । तच्चा पडिमा । अहावरा चउत्था पडिमा– जस्स णं भिक्खुस्स एवं भवइ– अहं च खलु अण्णेसिं भिक्खुणं अठ्ठाए ओग्गहं णो ओगिण्हिस्सामि, अण्णेसिं च ओग्गहे उग्गहिए उवल्लिस्सामि । चउत्था पडिमा । अहावरा पंचमा पडिमा– जस्स णं भिक्खुस्स एवं भवइ अहं च खलु अप्पणो अठ्ठाए ओग्गहं ओगिण्हिस्सामि, णो दोण्हं, णो तिण्हं, णो चउण्हं, णो पंचण्हं । पंचमा पडिमा । अहावरा छठ्ठा पडिमा– से भिक्खू वा भिक्खुणी वा जस्सेव ओग्गहे उवल्लिएज्जा, जे तत्थ अहासमण्णागए तं जहा– इक्कडे वा जाव पलाले वा, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्क‘डुए वा णेसज्जिए वा विहरेज्जा । छठ्ठा पडिमा । अहावरा सत्तमा पडिमा– से भिक्खू वा भिक्खुणी वा अहासंथडमेव ओग्गहं जाएज्जा, तं जहा– पुढविसिलं वा कठ्ठसिलं वा अहासंथडमेव तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्क‘डुओ वा णेसज्जिओ वा विहरेज्जा । सत्तमा पडिमा । इच्चेयासिं सत्तण्हं पडिमाणं अण्णयरं जहा पिंडेसणाए । શબ્દાર્થ :– ओग्गहं ओगिण्हिस्सामि = અવગ્રહની યાચના કરીશ उग्गहे = અવગ્રહમાં उग्गहिए = આજ્ઞા ગ્રહણ કરવા પર उवल्लिस्सामि = ત્યાં રહીશ जस्सेव उग्गहे उवल्लिएज्जा = જે ઉપાશ્રયની આજ્ઞા લઈને રહીશ जे तत्थ = જો ત્યાં अहासमण्णागए = ત્યાં જ રહેલા इक्कडे = ઘાસ વિશેષ, पलाले = પરાળ तस्स लाभे = તે પ્રાપ્ત થવા પર संवसेज्जा = રહે અર્થાત્ સંસ્તારક આદિ કરે तस्स अलाभे = તે ન મળે તો उक्क‘डुए = ઉત્કટ આસન णेसज्जिए = નિષદ્યા આસન પર विहरेज्जा = વિચરીશ अहासंथडमेव = જે સ્થાનમાં આસન પાથરેલ જ હોય उग्गहं जाएज्जा = તે અવગ્રહની યાચના કરીશ पुढविसिलं = પૃથ્વી શિલા કે कठ्ठसिलं = લાકડાની શિલા–પાટ अहासंथडमेव = જે ઉપાશ્રયમાં પરાળ આદિ પહેલાંથી પાથરેલ હોય.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ધર્મશાળા યાવત્ આશ્રમ આદિ પૂર્વોક્ત સ્થાનોમાં ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્ર આદિ પાસે(પૂર્વ સૂત્રોમાં કથિત સર્વ દોષોથી રહિત) નિમ્નોક્ત સાત પડિમાઓ દ્વારા અવગ્રહની યાચના કરે.
(1) પહેલી પડિમા આ પ્રમાણે છે કે સાધુ ધર્મશાળા, આરામ ગૃહ, ગૃહસ્થનું ઘર, પરિવ્રાજકોનો આશ્રમ આદિ સ્થાનોની પરિસ્થિતિનો વિચાર કરીને, ક્ષેત્ર, કાળની મર્યાદાનું સ્પષ્ટીકરણ કરીને પૂર્વોક્ત વિધિ અધ્યયન–7 : ઉદ્દેશક–ર 244 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ અનુસાર અવગ્રહની યાચના કરે અને તે ક્ષેત્ર કાલ સંબંધી ગૃહસ્થની કહેલી મર્યાદામાં જ રહે વગેરે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ પ્રથમ પડિમા છે.
(ર) બીજી પડિમા આ પ્રમાણે છે– સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું બીજા સાધુઓને માટે અવગ્રહની યાચના કરીશ અને બીજા સાધુઓ દ્વારા યાચના કરેલા અવગ્રહ–ઉપાશ્રયમાં પણ રહીશ. આ બીજી પડિમા છે.
(3) ત્રીજી પડિમા આ પ્રમાણે છે– સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું બીજા ભિક્ષુઓ માટે અવગ્રહની યાચના કરીશ પરંતુ બીજા ભિક્ષુ દ્વારા યાચના કરેલા અવગ્રહ–ઉપાશ્રયમાં રહીશ નહિ. આ ત્રીજી પડિમા છે.
(4) ચોથી પડિમા આ પ્રમાણે છે– સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું બીજા સાધુઓ માટે અવગ્રહની યાચના કરીશ નહીં પરંતુ બીજા સાધુ દ્વારા યાચના કરાયેલા અવગ્રહ–ઉપાશ્રયમાં રહીશ. આ ચોથી પડિમા છે.
(પ) પાંચમી પડિમા આ પ્રમાણે છે– સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું મારા પ્રયોજન માટે જ અવગ્રહની યાચના કરીશ, પરંતુ બીજા બે, ત્રણ, ચાર કે પાંચ સાધુઓ માટે અવગ્રહની યાચના કરીશ નહિ. આ પાંચમી પડિમા છે.
(6) છઠ્ઠી પડિમા આ પ્રમાણે છે– સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું જે સ્થાનની યાચના કરીશ તે અવગૃહીત સ્થાનમાં જ ઇક્કડ ઘાસ યાવત્ પરાળ આદિ શય્યા, સંસ્તારક હશે, તો તેને ગ્રહણ કરી, પાથરીને ઉપયોગ કરીશ. કદાચ તે સ્થાનમાં શય્યા–સંસ્તારક નહીં હોય તો ઉકકડુ, આસનથી અથવા નિષદ્યા–પલાંઠી આદિ આસનથી બેસીને રાત્રિ પસાર કરીશ. આ છઠ્ઠી પડિમા છે.
(7) સાતમી પડિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું જે જગ્યાની આજ્ઞા લઈને રહીશ તે સ્થાન પર જો પૃથ્વીશિલા, કાષ્ઠશિલા તથા પરાળાદિ પાથરેલા હશે, તો તેનો ઉપયોગ કરીશ, પરંતુ સહજ પાથરેલા સંસ્તારક કે પૃથ્વીશિલા આદિ નહીં હોય, તો ઉકકડુ આસનથી કે
નિષદ્યા આસનથી બેસીને રાત્રિ પસાર કરીશ. આ સાતમી પડિમા છે.
સાધુ પોતાની શક્તિ અને પરિસ્થિતિનો વિચાર કરીને આ સાત પ્રકારની પડિમાઓમાંથી કોઈ પણ પડિમા ધારણ કરી શકે છે. તેમાં પોતાની પડિમાને ઉત્કૃષ્ટ અને બીજા સાધુની પડિમાને હીન માને નહીં. વગેરે પિંડૈષણા અધ્યયનની જેમ જાણવું.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં અવગ્રહ વિષયક સાત પડિમાઓનું સ્વરૂપ દર્શાવ્યું છે.
(1) પ્રથમ પડિમા સર્વ સાંભોગિકોની સામાન્ય છે. આ પડિમામાં ધર્મશાળા આદિ સ્થાનોમાંથી અમુક ચોક્કસ પ્રકારનો ઉપાશ્રય જ ગ્રહણ કરવાનો સંકલ્પ કરે છે.
(ર) બીજી પડિમા ગચ્છમાં રહેલા સાંભોગિક સાધુઓની તથા શાસ્ત્રાનુસાર વિહાર કરનાર અન્ય ગચ્છના સાધુઓની છે. સાધુ સંકલ્પ કરે છે કે હું બીજા સાધુઓ માટે અવગ્રહની યાચના કરીશ અને બીજાએ ગ્રહણ કરેલા અવગ્રહમાં પણ રહીશ.
(3) ત્રીજી પડિમા સહાય પચ્ચક્ખાણ આદિ રૂપે અભિગ્રહ કરનારાઓની હોય છે. તેમાં સાધુ સંકલ્પ કરે કે હું બીજા સાધુઓ માટે અવગ્રહની યાચના કરીશ પરંતુ બીજાએ ગ્રહણ કરેલા અવગ્રહમાં રહીશ નહિ.
245
(4) ચોથી પડિમા પરિહાર તપ કરનારા શ્રમણ કે નવમા, દસમા પ્રાયશ્ચિતનું વહન કરનારા સાધુઓની હોય છે. તેમાં સાધુ સંકલ્પ કરે કે હું મારા માટે જ અવગ્રહની યાચના કરીશ, બીજા માટે અવગ્રહની યાચના કરીશ નહીં. તે સાધુઓ સાથે અન્ય સાધુ રહી શકતા નથી કારણ કે તેઓના પ્રાયશ્ચિત્ત કાલમાં આ મર્યાદા હોય છે. તેઓ જરૂર પડે તો, આચાર્યના મકાનમાં રહી શકે છે.
(પ) પાંચમી પડિમા જિનકલ્પી કે પ્રતિમાધારક સાધુની હોય છે. તેઓને અન્ય સાધુઓ સાથે મકાન સંબંધી વ્યવહાર હોતો નથી, માટે તેવો કોઈ પણ સાધુ માટે અવગ્રહ ગ્રહણ કરતા નથી અને બીજા સાધુના ગ્રહણ કરેલા સ્થાનમાં રહેતા પણ નથી.
(6–7) છઠ્ઠી–સાતમી પડિમા શય્યૈષણા અધ્યયન પ્રમાણે જ છે અને સૂત્રથી સ્પષ્ટ છે. તેને કોઈ પણ સાધુ ગ્રહણ કરી શકે છે.
અવગ્રહના પાંચ પ્રકાર :–
सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं– इह खलु थेरेहिं भगवंतेहिं पंचविहे ओग्गहे पण्णत्ते, तं जहा– देविंदोग्गहे, रायोग्गहे, गाहावइओग्गहे, सागारियओग्गहे, साहम्मियओग्गहे । ભાવાર્થ :– હે આયુષ્યમાન શિષ્ય ! મેં તે ભગવાન પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છે કે આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ પાંચ પ્રકારના અવગ્રહ કહ્યા છે, જેમ કે– (1) દેવેન્દ્રનો અવગ્રહ ( ર)
રાજાનો અવગ્રહ (3) ગૃહસ્થનો અવગ્રહ (4) સાગારિકનો અવગ્રહ ( પ) સાધર્મિકનો અવગ્રહ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારના અવગ્રહનું કથન છે.
અવગ્રહ :– સ્થાન કે વસ્તુના જે સ્વામી હોય, તેમની આજ્ઞાપૂર્વક તે વસ્તુ કે તે સ્થાન ગ્રહણ કરવું, તેને અવગ્રહ કહે છે. સ્વામીની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર છે.
(1) દેવેન્દ્રનો અવગ્રહ :– દક્ષિણ લોકાર્દ્ધ અને ઉત્તર લોકાર્દ્ધ પર ક્રમશઃ શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રનું આધિપત્ય છે. તે તે ક્ષેત્રોમાં રહેલી નધણીયાતી વસ્તુ માટે તેની આજ્ઞા લેવી, તે દેવેન્દ્ર અવગ્રહ છે. જેમ કે સાધુ–સાધ્વી વિહાર કરતાં વૃક્ષની નીચે આદિ કોઈપણ સ્થાનમાં વિશ્રાંતિ લેવા બેસે, શૌચ ક્રિયા માટે જાય, ત્યારે શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને બેસે છે, આ દેવેન્દ્ર અવગ્રહ છે.
(ર) રાજાનો અવગ્રહ :– ભરતાદિ ક્ષેત્રના છ ખંડ પર ચક્રવર્તીનું સ્વામિત્વ હોય છે, તેથી તે ક્ષેત્રોમાં તેમની આજ્ઞા લઈને વિચરણ કરવું, તે રાજાનો અવગ્રહ છે.
(3) ગાથાપતિ અવગ્રહ :– ગૃહસ્વામીની કોઈ પણ વસ્તુ કે મકાનના કોઈ પણ વિભાગ આદિની અથવા સ્થંડિલ ભૂમિની આજ્ઞા લેવી, તે ગૃહપતિ અવગ્રહ છે.
(4) સાગારિક અવગ્રહ :– જેના મકાનમાં સાધુ રહ્યા છે, તે મકાનમાં રહેલા શય્યા સંસ્તારકે સ્થંડિલ ભૂમિ અથવા અન્ય પદાર્થોની આજ્ઞા લેવી તે સાગારિક અવગ્રહ છે.
(પ) સાધર્મિક અવગ્રહ :– સહવર્તી સાધર્મિક શ્રમણોની વસ્તુઓને પરસ્પર આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવી, તે સાધર્મિક અવગ્રહ છે.
15
અધ્યયન–7 : ઉદ્દેશક–ર 246 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :– આ અવગ્રહ ગ્રહણ વિવેક સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે.
તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–7/ર સંપૂર્ણ ।। ।। સાતમું અધ્યયન સંપૂર્ણ ।। 16
247
આઠમું અધ્યયન પરિચય બીજી ચૂલાના આ અધ્યયનનું નામ સ્થાન સપ્તિકા છે.
બીજા શ્રુતસ્કંધના આઠથી ચૌદ સુધીના સાત અધ્યયનની સમગ્ર બીજી ચૂલાનું નામ ‘ સપ્તસપ્તિકા ચૂલા˜ છે અને તેના પ્રત્યેક અધ્યયનના નામ સાથે પણ ‘ સપ્તિકા˜ શબ્દ જોડાયેલો છે, તે જ રીતે સ્થાન સંબંધિત પ્રસ્તુત અધ્યયનનું નામ સ્થાન સપ્તિકા છે.
જીવ જ્યાં સ્થિત થાય તે સ્થાન કહેવાય છે. તેના બે ભેદ છે– દ્રવ્યસ્થાન અને ભાવસ્થાન. ગામ, નગર યાવત્ રાજધાની દ્રવ્ય સ્થાન છે અને ઔપશમિકભાવ આદિ ભાવ કે સ્વભાવમાં રહેવું તે ભાવસ્થાન છે. પ્રસ્તુત અધ્યયનમાં દ્રવ્યસ્થાનની વિવક્ષા છે.
પ્રશસ્ત ભાવસ્થાનાદિને પ્રાપ્ત કરવા દ્રવ્યસ્થાન આવશ્યક છે. બીજા શય્યૈષણા અધ્યયનમાં બે–પાંચ દિવસ કે માસકલ્પાદિ પર્યંત રહેવા માટે સ્થાન ગ્રહણનું નિરૂપણ છે જ્યારે પ્રસ્તુત અધ્યયનમાં માત્ર નિશ્ચિત સ્થાનમાં, નિશ્ચિત સમય સુધી ઊભા રહેવા માટે કે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા માટે સ્થાન ગ્રહણનું નિરૂપણ છે. આ અધ્યયન વર્ણિત સ્થાન ગ્રહણ કરનાર સાધુને બેસવા કે સૂવાનો ત્યાગ હોય છે. તે માત્ર ઊભા જ રહે છે. તેમાં પણ યથાસમયે ચાર પ્રકારની પ્રતિમાનો સ્વીકાર કરે છે.
આ રીતે આ અધ્યયન એક વિશિષ્ટ સાધકને માટે સ્થાનના અવગ્રહ ગ્રહણ સંબંધી છે.
અધ્યયન–8 : પરિચય 248 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
આઠમું અધ્યયન સ્થાન સપ્તિકા |
જીવ–જંતુયુક્ત સ્થાન ગ્રહણનો નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा ठाणं ठाइत्तए । से अणुपविसेज्जा गामं वा णगरं वा जाव रायहाणिं वा । से अणुपविसित्ता गामं वा जाव रायहाणिं वा से जं पुण ठाणं जाणेज्जा सअंडं जाव मक्कडासंताणयं, तं तहप्पगारं ठाणं अफासुयं अणेसणिज्जं लाभे संते णो पडिगाहेज्जा । एवं सेज्जागमेण णेयव्वं जाव उदगपसूयाइं ति । શબ્દાર્થ :– अभिकंखेज्जा = ઇચ્છે ठाणं ठाइत्तए = કાયોત્સર્ગમાં સ્થિર થવાની.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી કોઈ સ્થાનમાં રહેવા ઇચ્છે તો તે ગામ, નગર યાવત્ રાજધાનીમાં પ્રવેશ કરે અને જાણે કે તે સ્થાન ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તે પ્રકારનું સ્થાન પ્રાપ્ત થવા છતાં અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ. તે જ રીતે યાવત્ તે સ્થાન પાણીમાં ઉત્પન્ન થયેલા કંદાદિથી યુક્ત હોય તો તે સ્થાનને ગ્રહણ કરે નહીં ઇત્યાદિ સર્વ વર્ણન બીજા શય્યૈષણા અધ્યયનની સમાન જાણવું જોઈએ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુને કલ્પનીય–અકલ્પનીય સ્થાનનું વર્ણન શય્યૈષણા અધ્યયનના અતિદેશપૂર્વક છે. તે સર્વ સૂત્રનો સંક્ષિપ્ત ભાવ આ પ્રમાણે છે–
(1) સાધુ જીવ–જંતુઓથી યુક્ત સ્થાનમાં રહે નહીં.
(ર) એક કે અનેક સાધર્મિક સાધુ કે સાધ્વીઓના ઉદ્દેશ્યથી સમારંભપૂર્વક બનાવેલા, ખરીદેલા, ઉધાર લીધેલા, અન્ય પાસેથી ઝૂંટવી લીધેલા વગેરે દોષયુક્ત સ્થાન પુરુષાંતરકૃત હોય કે અપુરુષાંતરકૃત હોય; માલિકે પોતાના ઉપયોગમાં લીધું હોય કે ન લીધું હોય, સાધુ તે સ્થાનમાં રહે નહિ.
(3) ઘણા શ્રમણાદિના ઉદ્દેશથી બનાવેલા ઔદ્દેશિક દોષયુક્ત સ્થાનમાં રહે નહિ.
(4) સાધુ માટે સંસ્કારિત કે પરિકર્મિત કરેલા સ્થાનમાં રહે નહિ.
( પ) સાધુ માટે દરવાજો નાનો કે મોટો બનાવે યાવત્ ભારે વસ્તુઓની ફેરવણી કરે, તો તેવા સ્થાનમાં રહે નહિ.
(6) સાધુને રહેવા માટે કંદમૂળ, લીલોતરી આદિની હેર–ફેર કરે, તો તેવા સ્થાનમાં સાધુ રહે નહિ.
પરંતુ સામાન્ય રીતે કોઈના નામ નિર્દેશ કે ગણના કર્યા વિના આગંતુક સંન્યાસીઓ આદિને રહેવા માટે બનાવેલા કે સંસ્કારિત કે પરિકર્મિત કરેલા સ્થાનો પુરુષાંતકૃત થઈ જાય, ત્યાર પછી સાધુ તેમાં રહી શકે છે.
1
249
સંક્ષેપમાં સંયમ–તપની સાધનાને યોગ્ય, જીવાદિ રહિત, પ્રાસુક, એષણીય, વૈરાગ્ય પોષક, એકાંત સ્થાનમાં સાધુ નિવાસ કરે છે.
ચાર સ્થાન પ્રતિમા :–
इच्चेयाइं आयतणाइं उवाइकम्म अह भिक्खू इच्छेज्जा चउहिं पडिमाहिं ठाणं ठाइत्तए । तत्थिमा पढमा पडिमा– अचित्तं खलु उवसज्जेज्जा, अवलंबेज्जा, काए ण विप्परिकम्मादी, सवियारं ठाणं ठाइस्सामि त्ति । पढमा पडिमा । શબ્દાર્થ :– अचित्तं = અચિત્ત સ્થાનનો उवसज्जेज्जा = આશ્રય લઈશ अवलंबेज्जा = આલંબન લઈશ काएण विप्परिकम्मादी = કાયાથી હાથ પગાદિનો સંકોચ, વિસ્તાર કરીશ सवियारं ठाणं ठाइस्सामि = થોડી ભૂમિમાં ચાલીશ અર્થાત્ મર્યાદિત ભૂમિમાં બીજી બીજી જગ્યાએ કાયોત્સર્ગની ક્રિયા કરીશ.
ભાવાર્થ :– કર્મ આવવા રૂપ દોષ સ્થાનોને છોડીને, આ ચાર પડિમાઓનો આશ્રય લઈને સાધુ કોઈપણ સ્થાનમાં રહેવાની ઇચ્છા કરે.
તેમાં પ્રથમ પ્રતિમાનું સ્વરૂપ આ પ્રમાણે છે– હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત ભીંત આદિનો સહારો(ટેકો) લઈશ તથા હાથ, પગાદિ લાંબા ટૂંકા કરીશ અને મર્યાદિત ભૂમિમાં થોડું પરિભ્રમણ કરીશ.
આ પ્રથમ પ્રતિમા છે.
अहावरा दोच्चा पडिमा– अचित्तं खलु उवसज्जेज्जा, अवलंबेज्जा, काएण विप्परिकम्मादी, णो सवियारं ठाणं ठाइस्सामि त्ति । दोच्चा पडिमा । ભાવાર્થ :– બીજી પ્રતિમાનું સ્વરૂપ આ પ્રમાણે છે– હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત ભીંત આદિનો આધાર લઈશ તથા હાથ પગાદિને લાંબા–ટૂંકા કરીશ પરંતુ પરિભ્રમણ કરીશ નહિ. આ બીજી પ્રતિમા છે.
अहावरा तच्चा पडिमा– अचित्तं खलु उवसज्जेज्जा, अवलंबेज्जा, णो काएण विप्परिकम्मादी, णो सवियारं ठाणं ठाइस्सामि त्ति । तच्चा पडिमा । ભાવાર્થ :– ત્રીજી પ્રતિમાનું સ્વરૂપ આ પ્રમાણે છે– હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત ભીંત આદિનો આધાર લઈશ પરંતુ હાથ પગાદિને લાંબા–ટૂંકા કરીશ નહીં. તેમજ મર્યાદિત ભૂમિમાં જરા પણ પરિભ્રમણ કરીશ નહિ. આ ત્રીજી પ્રતિમા છે.
अहावरा चउत्था पडिमा– अचित्तं खलु उवसज्जेज्जा, णो अवलंबेज्जा, णो काएण विप्परिकम्मादी, णो सवियारं ठाणं ठाइस्सामि । वोसठ्ठकाए वोसठ्ठकेस मंसु–लोम–णहे संणिरुद्धं वा ठाणं ठाइस्सामि त्ति चउत्था पडिमा । इच्चेयासिं चउण्हं पडिमाणं जाव पग्गहियतरागं विहारं विहरेज्जा, णेव किंचि वि वएज्जा । 2
3
4
5
અધ્યયન–8
250 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ શબ્દાર્થ :– वोसठ्ठकाए = કાયાનું મમત્વ છોડું છું वोसठ्ठकेस मंसु–लोम–णहे = કેશ, દાઢી, મૂંછ, રોમ, નખના મમત્વભાવને છોડી संणिरुद्धं = સમ્યક પ્રકારે કાયાનો નિરોધ કરીને ठाणं ठाइस्सामि = સ્થાનમાં રહીશ, કાયોત્સર્ગ કરીશ पग्गहियतरागं = કોઈ એક પ્રતિમાને ગ્રહણ કરીને विहरेज्जा = વિચરે णेव किंचि वि वएज्जा = બીજા કોઈ મુનિની નિંદા કરે નહિ.
ભાવાર્થ :– ચોથી પ્રતિમા આ પ્રમાણે છે– હું અચિત્ત સ્થાનમાં રહીશ, તે સમયે આલંબન–ટેકો લઈશ નહિ, હાથ પગાદિને લાંબા–ટૂંકા કરીશ નહિ અને મર્યાદિત જગ્યામાં પરિભ્રમણ પણ કરીશ નહિ.
આ સમય દરમ્યાન શરીર પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીશ તેમજ કેશ, દાઢી, મૂંછ, રોમ અને નખાદિની શોભાનો પણ ત્યાગ કરીશ. સમ્યક પ્રકારે કાયાનો નિરોધ કરીને તે સ્થાનમાં સ્થિત રહીશ.
સાધુ આ ચાર પ્રતિમાઓમાંથી કોઈપણ એક પ્રતિમાને ગ્રહણ કરીને વિચરણ કરે પરંતુ પ્રતિમાને ગ્રહણ નહિ કરનાર અન્ય મુનિની નિંદા કરે નહિ, પોતાની શ્રેષ્ઠતાનું અભિમાન કરે નહિ. સર્વ પ્રત્યે સમાનભાવ રાખે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં વિશિષ્ટ સાધકની કાયોત્સર્ગની ઊભા રહેવા સંબંધિત ચાર પડિમાઓનું વર્ણન છે.
સાધકની સમગ્ર સાધના મન, વચન, કાયાની યૌગિક પ્રવૃત્તિથી સર્વથા મુક્ત થઈને ઉપયોગ સ્વરૂપ આત્મભાવમાં સ્થિર થવા માટે છે. અનાદિકાલીન દેહના મમત્વને છોડવા માટે સાધકે વારંવાર પુરુષાર્થ કરવો પડે છે. યોગ નિરોધના પ્રયોગ માટે કાયોત્સર્ગ એક ઉત્તમ સાધન છે. સાધક મર્યાદિત સમયના સંકલ્પ સાથે કાયોત્સર્ગમાં સ્થિત થાય છે અને ક્રમશઃ તેની સમય મર્યાદા વધારતાં–વધારતાં પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે.
પ્રસ્તુત પ્રસંગમાં સાધકની ઊભા રહેવા સંબંધી ચાર પ્રતિમાઓનું કથન છે. વ્યાખ્યા ગ્રંથમાં તેના ચાર નામ આ પ્રમાણે કહ્યા છે– (1) અચેત સ્થાનોપાશ્રયા ( ર) અચેતાવલંબના (3) હસ્તપાદાદિ પરિક્રમણા (4) સ્તોક પાદ વિહરણા.
(1) અચેત સ્થાનોપાશ્રયા પડિમા :– એક સ્થાનમાં ઊભા રહેવાની પ્રતિજ્ઞા કરીને સાધુ અચેત સ્થાનનો આશ્રય લે છે અર્થાત્ દીવાલ, થાંભલાદિના આધારે ઊભા રહે છે. હાથ–પગ જકડાઈ જાય તો ફેલાવે–સંકોચે છે અને આવશ્યકતા જણાય તો મર્યાદિત ભૂમિમાં પરિભ્રમણ પણ કરે છે, પરંતુ તે સાધક બેસતા નથી.
(ર) અચિત્તાલંબના પડિમા :– આ પડિમામાં સાધક અચેત દીવાલાદિનો આધાર લે છે. હાથ–પગ આદિ સંકુંચન, પ્રસારણાદિ ક્રિયા કરે છે પરંતુ પરિભ્રમણ કરતા નથી.
(3) હસ્તપાદાદિ પરિક્રમણા પ્રતિમા :– આ પડિમામાં સાધક ભીંત આદિનો ટેકો લે છે, પરંતુ અંગોપાંગનું પરિસ્પંદન એટલે હાથ–પગાદિને હલાવવા રૂપ ક્રિયાઓ અને પરિભ્રમણ કરતા નથી.
(4) સ્તોક પાદ વિહરણા પ્રતિમા :– આ પડિમા ગ્રહણ કરનાર સાધક આલંબન, પરિસ્પંદન અને પરિભ્રમણ આદિ ત્રણે ક્રિયાઓનો ત્યાગ કરે છે અર્થાત્ અચેત સ્થાનમાં સ્થિર રહીને કાર્યોત્સર્ગ કરે છે. તે સાધક પોતાના શરીરના મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરે છે.
આ અધ્યયનમાં માત્ર ઊભા રહેવાની પ્રતિજ્ઞા કરનાર સાધકની સાધનાનું વર્ણન છે. તે સાધક 251
વિહાર, ગોચરી, સ્થંડિલ, પ્રતિલેખન અને પ્રતિક્રમણના સમય સિવાયના સમયમાં ચાર પડિમાઓમાંથી કોઈ પણ એક પડિમાને ગ્રહણ કરીને આત્મ સાધનમાં, ધ્યાનમાં કે કાયોત્સર્ગમાં લીન રહે છે અને શરીર પ્રત્યે નિસ્પૃહ રહે છે. આ સાધકોને બેસવાનો કે સૂવાનો સંપૂર્ણ ત્યાગ હોય છે.
ઉપસંહાર :–