This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં અન્ય ગચ્છવર્તી સમનોજ્ઞ સાધુઓ સાથેના શય્યા–સંસ્તારક સંબંધી વ્યવહારનું તેમજ સ્વગચ્છવર્તી સાધુઓ સાથે સોય, કાતર આદિ સંબંધી વિશિષ્ટ વ્યવહારનું પ્રતિપાદન છે.

સાધુ જે સ્થાનમાં રહ્યા હોય, ત્યાં પોતાની આવશ્યકતા અનુસાર પાટ–પાટલા આદિ પઢીહારી વસ્તુની યાચના કરીને લાવ્યા હોય. ત્યાં કોઈ ઉત્તમ આચારનું પાલન કરનારા અસાંભોગિક સાધુ અર્થાત્ અન્ય ગચ્છીય સાધુ પધારે, તો પણ સાધુ આદર–સત્કારપૂર્વક તેનું સ્વાગત કરે, તેને સાથે રહેવા માટે મકાનની આજ્ઞા આપે તેમજ પાટ–પાટલા, શય્યા આદિનું આમંત્રણ કરે.

જેમ કેભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશી સ્વામી અને ભગવાન મહાવીર સ્વામીની પરંપરાના ગૌતમ સ્વામીનું મિલન થયું. ત્યારે તે બંને સંતોની ભિન્ન ભિન્ન સમાચારી હોવા છતાં ઉત્તમ આચારનિષ્ઠ હોવાના કારણે કેશી સ્વામીએ ગૌતમ સ્વામીને બેસવા માટે પ્રાસુક ઘાસાદિના સંસ્તારક ગ્રહણ કરવા વિનંતી કરી હતી. તે કથન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન–23/13માં છે. ચારિત્રનિષ્ઠ અસંભોગી સાધુ સાથે પણ વિનય–વિવેક, પ્રેમ અને મૈત્રીપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ, તે સૂત્રથી સ્પષ્ટ થાય છે.

જો સાધુ પોતાના એક માટે સોય, કાતર આદિ પાઢીહારી વસ્તુ લાવ્યા હોય અથવા તો દાતાએ તેના એકના માટે આપું છું, એમ સ્પષ્ટ કહ્યું હોય, તો તે વસ્તુ બીજા સાધુને આપે નહીં. પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી સ્વયં ગૃહસ્થને ત્યાં જઈને સૂર્યાસ્ત પહેલાં તે વસ્તુ ગૃહસ્થને વ્યવસ્થિત પાછી સોંપી દે.

ગૃહસ્થને પાછું સોંપે ત્યારે સોય, કાતર આદિ ગૃહસ્થને હાથો હાથ આપે નહીં પરંતુ પોતાની હથેળીમાં રાખીને ગૃહસ્થને લેવાનું કહે અથવા ભૂમિ ઉપર મૂકીને ગૃહસ્થને કહે કે તમે વ્યવસ્થિત રીતે સંભાળી લ્યો.˜ જો સાધુ સ્વયં ગૃહસ્થને પાછું આપવા જાય અને બીજા સાથે મોકલી દે તો ગૃહસ્થને એમ થાય કે મેં તો તેના એકના માટે આપી હતી તો તેમણે બીજાને શા માટે આપ્યા હશે ? આવા અનેક પ્રકારના વિકલ્પો થાય માટે જે સાધુ સોય આદિ લાવ્યા હોય તે સાધુએ પાછા આપવા જવું જોઈએ અને જેની પાસેથી સોય, કાતર આદિ લીધા હોય, તેને આપવા જોઈએ બીજાને આપીને પાછા આવે, તો ક્યારેક ગૃહસ્થ કહે કે મને અમુક વસ્તુ મળી નથી અથવા મારી વસ્તુ ખરાબ થઈ ગઈ છે, આવા કોઈ પણ 235

પ્રકારના આક્ષેપો મૂકી શકે છે, માટે સાધુ પોતે જઈને વ્યવસ્થિત રીતે જે વસ્તુ જેની પાસેથી લીધી હોય, તે ગૃહસ્થને સોય, કાતર આદિ પાઢીહારી વસ્તુ પાછી સોંપે.

સાધુને સાધક જીવનમાં સાધર્મિક વાત્સલ્યના ભાવ સાથે પાઢીયારી વસ્તુની જવાબદારી પણ હોવી જરૂરી છે. પોતાની લાવેલી વસ્તુથી સાધર્મિક સાધુઓની સેવા કરવી અને કાર્ય પૂર્ણ થયા પછી પોતે જ ગૃહસ્થને વ્યવસ્થિત પાછો સોંપવું, તે તેનું કર્તવ્ય છે.

પ્રકારના વ્યવહારથી ગૃહસ્થનો શ્રદ્ધા–ભક્તિભાવ જળવાઈ રહે છે. ગૃહસ્થના સાધુની સેવા કરવાના ભાવ વધે છે અને સાધુના સત્ય મહાવ્રત અને અચૌર્ય મહાવ્રતનું અખંડપણે પાલન થાય છે.

સાધુને માટે વર્જિત સ્થાન :

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा अणंतरहियाए पुढवीए ससणिद्धाए पुढवीए जाव संताणए, तहप्पगारं ओग्गहं णो ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा શબ્દાર્થ :– अणंतरहियाए पुढवीए = સચેત પૃથ્વીની નજીકની ભૂમિ, અત્યંત નજીકની જગ્યા.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે સચેત પૃથ્વીની નિકટવર્તી ભૂમિ, સ્નિગ્ધ પૃથ્વી યાવત્ જીવજંતુથી યુક્ત સ્થાન છે, તો તેવા સ્થાનની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહીં.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा थूणंसि वा गिहेलुगंसि वा, उसुयालंसि वा कामजलंसि वा अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए दुब्बद्धे दुण्णिक्खित्ते अणिकंपे चलाचले णो उग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાન ઊંચાઈ પર રહેલા ઠૂંઠા, દરવાજાના ઊંબરા કે સ્નાન કરવાના બાજોઠ આદિ ઉપર છે, તે તથાપ્રકારના સ્થાન કે જે સારી રીતે બાંધેલા નથી, સારી રીતે ભૂમિમાં ખોડેલા નથી, નિશ્ચલ નથી, ચલાયમાન છે, તો તેવા સ્થાનને ગ્રહણ કરવા માટે એક વાર કે વારંવાર આજ્ઞા ગ્રહણ કરે નહીં.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा कुलियंसि वा जाव णो ओग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે ઉપાશ્રયની દીવાલ કાચી, પાતળી યાવત્ અસ્થિર છે અને ચલાયમાન છે, તો તેવા સ્થાનની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा खंधंसि वा जाव णो ओग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાન સ્તંભગૃહ, મંચગૃહ યાવત્ હવેલીના ઉપરિતલ રૂપે છે, જે વ્યવસ્થિત બાંધેલ નથી યાવત્ ચલાયમાન છે, તો તે સ્થાનની આજ્ઞા એકવાર કે

વારંવાર ગ્રહણ કરે નહિ.

6

7

8

9

અધ્યયન–7 : ઉદ્દેશક–1

236 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा ससागारियं सागणियं सउदयं सइत्थिं सखुड्डं सपसुभत्तपाणं णो पण्णस्स णिक्खमणपवेसाए जाव धम्माणुओगचिंताए सेवं णच्चा तहप्पगारे उवस्सए ससागारिए जाव सखुड्ड–पसु–भत्तपाणे णो ओग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાન ગૃહસ્થોથી યુક્ત છે, ત્યાં અગ્નિ અને પાણીના સ્થાન છે, સ્ત્રીઓ, નાના બાળકો રહે છે, પશુઓ અને તેની ખાવા–પીવાની સામગ્રીથી ભરેલા છે, તો તેવા સ્થાનમાં બુદ્ધિમાન સાધુ માટે ગમનાગમન, વાચના યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી, તેમ જાણીને સાધુ તેવા પ્રકારના ગૃહસ્થાદિથી ( અગ્નિ, પાણી, સ્ત્રીઓ, બાળકો, પશુઓ અને આહાર–પાણી)યુક્ત મકાનોની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जा गाहावइकुलस्स मज्झंमज्झेणं गंतु पंथे पडिबद्धं वा, णो पण्णस्स जाव चिंताए; से एवं णच्चा तहप्पगारे उवस्सए णो ओग्ग्हं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે સાધુના ગમનાગમનનો માર્ગ ગૃહસ્થના રહેઠાણની વચ્ચેથી નીકળે છે, માર્ગમાં ઘણો સામાન પડ્યો છે, તો તેવા સ્થાનને જાણીને બુદ્ધિમાન સાધુને ત્યાં રહેવું, ગમનાગમન કરવું, જવું, આવવું, વાચના યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી, તેમ જાણીને મુનિ તેવા પ્રકારના ગૃહસ્થના ઘરમાંથી નીકળતા માર્ગવાળા તથા સામાનથી રોકાયેલા માર્ગવાળા સ્થાનની એકવાર કે વારંવાર આજ્ઞા ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण ओग्गहं जाणेज्जाइह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णं अक्कोसंति वा तहेव तेल्लादि; सिणाणादि; सीओदगवियडादि; णिगिणाइ ; जहा सेज्जाए आलावगा, णवरं ओग्गहवत्तव्वया ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાનમાં ગૃહસ્થ યાવત્ તેની નોકરાણીઓ પરસ્પર એક બીજાની સાથે ઝઘડે છે તથા પરસ્પર એક બીજાના શરીર ઉપર તેલ, ઘી આદિ લગાવે છે, સ્નાનાદિ કરે છે, ઠંડા કે ગરમ પાણીથી શરીરના અવયવોને ધૂએ છે, નગ્ન થઈ ક્રીડા કરે છે યાવત્ શય્યા અધ્યયન પ્રમાણે સૂત્રાલાપક કહેવા. વિશેષતાએ છે કે અહીં અવગ્રહનું કથન કરવું. પ્રકારના કોઈ પણ સ્થાનની સાધુ એકવાર કે વારંવાર આજ્ઞા ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खूणी वा से जं पुण ओग्गहं जाणेज्जाआइण्णं संलिक्खं णो पण्णस्स णिक्खमणपवेसाए जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ओग्गहं ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થાનના વિષયમાં જાણે કે તે સ્થાન ચિત્રોથી સુશોભિત છે, ત્યાં પ્રજ્ઞાવાન સાધુને ગમનાગમન કે વાચના યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી, તેમ જાણીને મુનિ, તથાપ્રકારના સ્થાનની આજ્ઞા એકવાર કે વારંવાર ગ્રહણ કરે નહિ.

10

11

12

13

237

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે વર્જિત સ્થાનોનું પ્રતિપાદન શય્યૈષણા અધ્યયનના અતિદેશપૂર્વક કર્યું છે.

જે સ્થાનમાં રહેવાથી જીવોની હિંસા તેમજ સંયમની વિરાધના થતી હોય,મનમાં વિકારો જાગૃત થાય અને સ્વાધ્યાય, ધ્યાનમાં વિધ્ન થાય તેવા સ્થાનમાં સાધુ, સાધ્વીએ રહેવું જોઈએ નહિ. કદાચિત્ કોઈ ગામમાં સંયમ સાધનાને અનુકૂળ મકાન મળે તો સાધુ એકાદ દિવસ ત્યાં રહીને અન્યત્ર વિહાર કરી જાય. રીતે સાધુ અલ્પ સમય માટે ગૃહસ્થના આવાગમન યુક્ત ઉપરોક્ત કેટલાક અકલ્પનીય મકાનમાં રહી શકે છે. અપવાદ માર્ગ છે, બૃહત્કલ્પ સૂત્રમાં અપવાદ માર્ગનું કથન છે. તેમ છતાં બ્રહ્મચર્યમાં બાધક સ્ત્રીયુક્ત મકાનમાં સાધુ અલ્પ સમય માટે પણ રહે.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– અવગ્રહ ગ્રહણ વિવેક સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–7/1 સંપૂર્ણ ।। 14

અધ્યયન–7 : ઉદ્દેશક–1

238 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાતમું અધ્યયન : બીજો ઉદ્દેશક ધર્મશાળાદિ જાહેર સ્થાનમાં અવગ્રહ વિધિ :

से आगंतारेसु वा आरामागारेसु वा गाहावइक‘लेसु वा परियावसहेसु वा अणुवीइ ओग्गहं जाएज्जा जे तत्थ ईसरे जे तत्थ समहिठ्ठाए ते ओग्गहं अणुण्णवेज्जा कामं खलु आउसो ! अहालंदं अहापरिण्णायं वसामो, जाव आउसो, जाव आउसंतस्स उग्गहे, जाव साहम्मिया, एतावताव ओग्गहं ओगिण्हिस्सामो, तेण परं विहरिस्सामो શબ્દાર્થ :– तेणपरं = તેમાં , તે મર્યાદામાં विहरिस्सामो = રહેશું.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ધર્મશાળા, વિશ્રામગૃહ, ગૃહસ્થનું ઘર કે પરિવ્રાજકોના આશ્રમ આદિ સ્થાનોમાં જઈ, તે સ્થાનનું નિરીક્ષણ કરી વિચારપૂર્વક અવગ્રહની યાચના કરે. તે સ્થાનના માલિક કે

અધિષ્ઠાતા પાસેથી સ્થાનની આજ્ઞા ગ્રહણ કરે અને તેમને કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ! તમારી ઇચ્છાનુસાર તમો જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રમાં રહેવાની આજ્ઞા આપશો તેટલા સમય સુધી અને તેટલા ક્ષેત્રમાં અમો રહેશું. અમારા જેટલા સાધર્મિક સાધુ અહીં આવશે, તેઓ અને અમે બધા તેટલા જ સ્થાનમાં વિચરણ કરશું, તે મર્યાદામાં રહેશું.

से किं पुण तत्थ ओग्गहंसि एवोग्गहियंसि ? जे तत्थ समणाण वा माहणाण छत्तए वा जाव चम्मछेयणए वा तं णो अंतोहिंतो बाहिं णीणेज्जा, बहियाओ वा णो अंतो पवेसेज्जा, णो सुत्तं वा णं पडिबोहेज्जा, णो तेसिं किंचि अप्पत्तियं पडिणीयं करेज्जा ભાવાર્થ :– તે સ્થાનની આજ્ઞા પ્રાપ્ત થાય, ત્યારે સાધુ ત્યાં રહીને શું કરે ? જે સ્થાનની આજ્ઞા મળી હોય, તે સ્થાનમાં રહેલા અન્ય મતાવલંબી શ્રમણો કે બ્રાહ્મણો આદિના દંડ, છત્ર યાવત્ ચર્મછેદનકાદિ ઉપકરણો પડ્યા હોય, તો તેને અંદરથી બહાર લાવે નહિ અને બહારથી અંદર મૂકે નહિ. તેમજ સૂતેલા શ્રમણ, બ્રાહ્મણાદિને જગાડે નહિ. તેઓની સાથે જરા પણ અપ્રીતિજનક કે પ્રતિકૂળ વ્યવહાર કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને સ્થાનનો અવગ્રહ(આજ્ઞા) ગ્રહણ કર્યા પછી તેમાં રહેલા અન્યમતના શ્રમણાદિ સાથે વિવેક રાખવાનું નિદર્શન છે.

જે જગ્યાએ અન્યમતના શ્રમણ કે બ્રાહ્મણ રહ્યા હોય ત્યાં સાધુને રહેવાનું થાય, તો સાધુએ વિવેક રાખવો અત્યંત જરૂરી છે. સાધુ ત્યાં રહેલા તેઓના સામાનને આઘો પાછો કરે નહિ. જો તેઓ સૂતા હોય તો અવાજ કર્યા વિના શાંતિથી વિવેકપૂર્વક રહે. સાધકનું સામાન્ય નૈતિક કર્તવ્ય છે.

णो तेसिं किंचि वि अप्पत्तियं पडिणीयं करेज्जा :તેઓને કિંચિત પણ અપ્રીતિજનક કે

1

2

239

પ્રતિકૂળ વ્યવહાર કરે નહીં. વાક્યથી સૂત્રકારે સાધુને નૈતિક કર્તવ્યોના પાલન માટે વિશેષ પ્રકારે સાવધાન કર્યા છે. તેનું તાત્પર્ય પ્રમાણે છે કે– (1) સાધુ તે સ્થાનને ખરાબ કરે નહિ, કચરો જ્યાં ત્યાં નાખે નહિ ( ર) મળ–મૂત્રાદિ પરઠવામાં પણ અત્યંત વિવેકથી કામ કરે (3) મકાન કે જગ્યાને સ્વચ્છ રાખે (4) મકાનમાં ભાંગફોડ કરે નહિ ( પ) જોર–જોરથી અવાજ કરે નહિ કે આરામના સમયે અવાજ કરી શાંત વાતાવરણને અશાંત કરે નહિ (6) અન્ય ધર્મ સંપ્રદાયના સંતો સાથે વાદ–વિવાદ કરે નહીં.

સંક્ષેપમાં સાધુ અન્ય મતના શ્રમણો સાથે શાસનની મહત્તા વધે, તે રીતે વિવેકપૂર્વકનો વ્યવહાર કરે.

આંબાવાડી આદિમાં સાધુનો વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा अंबवणं उवागच्छित्तए जे तत्थ ईसरे, जे तत्थ समहिठ्ठाए; ते ओग्गहं अणुण्णवेज्जाकामं खलु जाव विहरिस्सामो । से किं पुण तत्थ ओग्गहंसि एवोग्गहियंसि ? अह भिक्खू इच्छेज्जा अंबं भोत्तए से जं पुण अंबं जाणेज्जासअंडं जाव ससंताणगं तहप्पगारं अंबं अफासुयं जाव णो पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને આમ્રવનમાં રહેવાની આવશ્યકતા ઊભી થાય તો તે આંબાવાડીના સ્વામી કે તેના અધિષ્ઠાતા પાસે તે સ્થાનની વિધિપૂર્વક આજ્ઞા ગ્રહણ કરે કે હે આયુષ્યમાન ! આપની આજ્ઞા પ્રમાણેના સમય સુધી, તેટલા ક્ષેત્રમાં આપના આમ્રવનમાં અમો રહેશું. તે સમયમાં અમારા સાધર્મિક સાધુઓ આવી જાય, તો તેઓ પણ તે નિયમ અનુસાર અમારી સાથે રહેશે. રીતે અમો સર્વે આપની આજ્ઞા પ્રમાણે મર્યાદામાં રહેશું.

આજ્ઞા પ્રાપ્ત કરીને ત્યાં રહ્યા પછી જો સાધુને કેરી ખાવાની ઇચ્છા થાય અને જો તે કેરી વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાયુક્ત હોય, તો તથાપ્રકારની કેરીને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण अंबं जाणेज्जाअप्पंडं जाव संताणगं, अतिरिच्छछिण्णं, अव्वोच्छिण्णं; अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– अतिरिच्छछिण्णं = તિરછા ટુકડા કર્યા નથી, સુધારેલી નથી अव्वोच्छिण्णं = જીવ રહિત નથી.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આંબાવાડીમાં કેરી છે, તે વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે પરંતુ તેના તિરછા ટુકડા કર્યા નથી, નાના ટુકડા કર્યા નથી અર્થાત્ કેરી આખી છે, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण अंबं जाणेज्जाअप्पंडं जाव असंताणगं; तिरिच्छछिण्णं, वोच्छिण्णं, फासुयं जाव पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે કેરી ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે અને તેના તિરછા ટુકડા કર્યા છે, નાના ટુકડા કર્યા છે, તે ગોઠલીથી રહિત છે, તો તેને પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે.

3

4

5

અધ્યયન–7 : ઉદ્દેશક–ર 240 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा अंबभित्तगं वा अंबपेसियं वा अंबचोयगं वा अंबसालगं वा अंबडालगं वा भोत्तए वा पायए वा से जं पुण जाणेज्जाअंबभित्तगं वा जाव अंबडालगं वा; सअंडं जाव संताणगं; अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– अंबभित्तगं = કેરીનો અર્ધો ભાગ अंबपेसियं = કેરીની ચીર अंबचोयगं = કેરીની છાલ अंबसालगं = કેરીનો રસ अंबडालगं = કેરીના ટુકડા.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને કેરીનો અર્ધો ભાગ, કેરીની ચીર, કેરીની છાલ, કેરીનો રસ કે નાના ટુકડા વગેરે ખાવા કે પીવાની ઇચ્છા થાય, પરંતુ તે જાણે કે કેરીનો અર્ધો ભાગ યાવત્ ટુકડા વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खु वा भिक्खुणी वा से जं पुण जाणेज्जाअंबभित्तगं वा जाव अंबडालगं वा; अप्पंडं जाव संताणगं, अतिरिच्छच्छिण्णं अवोच्छिण्णं अफासुयं जाव णो पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે કેરીનો અર્ધો ભાગ યાવત્ નાના ટુકડા, વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, પરંતુ તેના તિરછા ટુકડા થયેલા નથી અર્થાત્ તે સુધારેલી નથી, તેના નાના ટુકડા થયેલા નથી, તો તેને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खु वा भिक्खुणी वा से जं पुण जाणेज्जाअंबभित्तगं वा जाव अंबडालगं वा; अप्पंडं जाव संताणगं, तिरिच्छच्छिण्णं वोच्छिण्णं फासुयं जाव पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે કેરીનો અર્ધો ભાગ યાવત્ તેના નાના ટુકડાઓ વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, તેના તિરછા ટુકડા પણ કરેલા છે અર્થાત્ તે સુધારેલી છે, તેના નાના ટુકડા કરેલા છે, તો તથાપ્રકારની કેરી પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો ગ્રહણ કરી શકે છે.

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा उच्छुवणं उवागच्छित्तए जे तत्थ ईसरे जाव उग्गहियंसि एवोग्गहियंसि अह भिक्खू इच्छेज्जा उच्छुं भोत्तए वा पायए वा, से जं उच्छुं जाणेज्जासअंडं जाव णो पडिगाहेज्जा । अतिरिच्छच्छिण्णं तहेव, तिरिच्छच्छिण्णे वि तहेव ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને શેરડીના વનમાં રહેવાની આવશ્યકતા ઊભી થાય, તો તે તેના માલિક કે અધિકારીની વિધિપૂર્વક આજ્ઞા ગ્રહણ કરે. આજ્ઞા પ્રાપ્ત કરીને ત્યાં રહ્યા પછી તે સાધુને જો શેરડી ખાવાની કે રસ પીવાની ઇચ્છા થાય અને તે જાણે કે શેરડી વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો ગ્રહણ કરે નહીં. જો શેરડી વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે પરંતુ સુધારેલી નથી તો પણ ગ્રહણ કરે નહિ. જો શેરડી વિકલેન્દ્રિય જીવોના ઈંડા આદિથી રહિત 6

7

8

9

241

હોય, સુધારેલી હોય તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય તો ગ્રહણ કરી શકે છે. સર્વ વર્ણન આમ્રવનમાં રહેલા સાધુના આચાર સમાન જાણવું જોઈએ.

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा अंतरुच्छुयं वा उच्छुगंडियं वा उच्छुचोयगं वा उच्छुसालगं वा उच्छुडालगं भोत्तए वा पायए वा से जं पुण जाणेज्जाअंतरुच्छुयं वा जाव डालगं वा; सअंडं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– अंतरुच्छुयं = શેરડીના પર્વનો મધ્યભાગ उच्छुगंडियं = શેરડીની ગંડેરી उच्छुचोयगं = શેરડીની છાલ उच्छुसालगं = શેરડીનો રસ उच्छुडालगं = શેરડીના નાના ટુકડા भोत्तए पायए = ચૂસવા કે પીવા.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને શેરડીના પર્વનો મધ્યભાગ, ગંડેરી, શેરડીની છાલ, શેરડીનો રસ, શેરડીના ટુકડા ખાવા કે પીવાની ઇચ્છા થાય, તો તે પહેલા જાણે કે તે શેરડીના પર્વનો મધ્યભાગ યાવત્ શેરડીના નાના નાના ટુકડા વિકલન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તથાપ્રકારની શેરડીને અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा अंतरुच्छुयं वा जाव डालगं वा; अप्पंडं जाव असंताणगं, अतिरिच्छच्छिण्णं तहेव, तिरिच्छछिण्णे वि तहेव ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જો જાણે કે શેરડીના પર્વનો મધ્યભાગ યાવત્ શેરડીના નાના નાના ટુકડા વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, પરંતુ તે સુધારેલી નથી, તો ગ્રહણ કરે નહિ. જો તે જાણે કે શેરડીના ટુકડા વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, સુધારેલી છે, તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો ગ્રહણ કરી શકે છે.

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा ल्हसुणवणं उवागच्छित्तए, तहेव तिण्णि वि आलावगा, णवरं ल्हसुणं ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને લસણની વાડીમાં રહેવાની આવશ્યકતા ઊભી થાય, તો પૂર્વની જેમ વિધિપૂર્વક માલિકની કે અધિકારીની આજ્ઞા લઈને રહે. અવગ્રહ ગ્રહણ કર્યા પછી જો કોઈ કારણવશ લસણ ખાવાની ઇચ્છા થાય, ઇત્યાદિ ત્રણ સૂત્રાલાપકનું કથન કરવું– (1) જીવ–જંતુ યુક્ત ( ર) જીવ–જંતુ રહિત પરંતુ શસ્ત્ર પરિણત નથી (3) શસ્ત્ર પરિણત. તેમાં બે આલાપકમાં અગ્રાહ્ય અને ત્રીજા આલાપકમાં ગ્રાહ્યનું કથન પૂર્વવત્ સમજવું. લસણ સંબંધી ત્રણેય આલાપકો પૂર્વના સૂત્રની જેમ જાણવા જોઈએ.

વિશેષમાં ઇક્ષુના સ્થાને લસણનું કથન કરવું.

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा ल्हसुणं वा ल्हसुणकंदं वा ल्हसुणचोयगं वा ल्हसुणणालगं वा ल्हसुणडालगं वा भोत्तए वा पायए वा से जं पुण जाणेज्जा ल्हसुणं वा जाव ल्हसुणणालगं वा सअंडं जाव णो पडिगाहेज्जा। एवं अतिरिच्छच्छिण्णे वि तिरिच्छच्छिण्णे जाव पडिगाहेज्जा શબ્દાર્થ :– ल्हसुणं = લસણને ल्हसुणकंदं = લસણના કંદને ल्हसुणचोयगं = લસણની કળી ल्हसुणणालगं = લસણના ટુકડાને.

10

11

12

13

અધ્યયન–7 : ઉદ્દેશક–ર 242 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને કોઈ કારણવશ લસણ, લસણ કંદ, લસણની કળી(લસણનો રસ કે

અર્ક) લસણના લાંબા ટુકડા કે નાના ટુકડા ખાવા કે પીવાની ઇચ્છા થાય, તો તે જાણે કે લસણ યાવત્ લસણના નાના ટુકડા વિકલેન્દ્રિય જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથીયુક્ત છે, તો તેને ગ્રહણ કરે નહીં. જો તે શસ્ત્ર પરિણત હોય, તો પૂર્વની જેમ પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય, ત્યારે ગ્રહણ કરી શકે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે આમ્રવન, ઇક્ષુવન કે લસણના વનમાં રહે ત્યારના વિવેકનું પ્રતિપાદન કર્યું છે.

ગ્રામાનુગ્રામ વિચરતા સંતોને આંબાવાડી વગેરે સ્થાનોમાં ઉતરવાની આવશ્યકતા ઊભી થાય તો માલિકની આજ્ઞા લઈને સાધુ તે–તે સ્થાનોમાં રહી શકે છે. તે સ્થાનોમાં કેરી, શેરડી વગેરેને સુધારવા–પીલવાના વગેરે કાર્યો થતાં હોય તો સાધુ નિર્દોષ–પ્રાસુક તે પદાર્થોને ગ્રહણ કરી શકે છે. પૂર્વે અધ્યયન–1 ઉદ્દેશક–10 અનુસાર શેરડીને ઉજ્ઝિત ધર્મા હોવાથી સાધુને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. અહીં આજુબાજુમાં અન્ય આહાર યોગ્ય પદાર્થ મળે તેમ હોય તો શરીર નિર્વાહાર્થે શેરડીનો રસ, ગંડેરી વગેરે લેવાનું વિધાન છે.

તે પદાર્થો કાચા, અપક્વ, અન્ય જીવજંતુઓથી સંસક્ત હોય, બીજ સહિતના અખંડ હોય, તો તે અપ્રાસુક હોવાથી સાધુને માટે અકલ્પનીય છે.

જો તે પદાર્થો પાકા હોય અને અન્ય જીવજંતુઓથી સંસક્ત હોય, તે સુધારેલ હોય અથવા નાના–નાના ટુકડા કરેલા હોય, બીજથી પૂર્ણપણે રહિત હોય, તો સાધુ તેને ગ્રહણ કરી શકે છે.

સંક્ષેપમાં સચેત અખંડ ફળ સાધુને અગ્રાહ્ય છે, સુધારેલા, બીજથી રહિત, અચેત પાકા ફળ સાધુ ગ્રહણ કરી શકે છે.

શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં લસણની અનંતકાય–સાધારણ વનસ્પતિમાં ગણના કરી છે. લસણનો ઉપયોગ અન્ય ખાદ્ય પદાર્થોની સાથે થાય છે. એકલું લસણ ખાઈ શકાતું નથી. અહીં જે લસણ ખાવાનું કથન છે તે કોઈ રોગના ઔષધરૂપે ગ્રહણ કરવાનું વિધાન છે, તેમ સમજવું. સામન્ય રૂપે સાધુ વ્યવહાર શુદ્ધિના લક્ષ્યે અનંતકાયને ગ્રહણ કરતા નથી.

અવગ્રહ ગ્રહણની સાત પ્રતિમા :