This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ क‘लं पायवडियाए पिंडवाय पडियाए अणुपविठ्ठे समाणे सिया से परो आहट्टु अंतो पडिग्गहगंसि सीओदगं परिभाएत्ता णीहट्टु दलएज्जा, तहप्पगारं पडिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासुयं जाव णो पडिगाहेज्जा । से य आहच्च पडिग्गाहिए सिया, खिप्पामेव उदगंसि साहरेज्जा, सपडिग्गहमायाए व णं परिठ्ठवेज्जा, ससणिद्धाए वा भूमीए पाणं णियमेज्जा । શબ્દાર્થ :– आहच्च = કદાચ पडिगाहिए सिया = ગ્રહણ કરી લીધું હોય તો खिप्पामेव = તે જ સમયે उदगंसि = તે જ પાણીના વાસણમાં साहरेज्जा = નાંખી દે सपडिग्गहमायाए = પાત્ર સહિત તે પાણીને લઈ જઈને णं परिठ्ठवेज्जा = યોગ્ય સ્થળે પરઠે ससणिद्धाए भूमीए = પાણીથી સ્નિગ્ધ ભૂમિમાં णियमेज्जा = તે પાણીને ઉલેચી નાંખે(યતનાપૂર્વક પરઠી દે).
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પાત્ર ગ્રહણ કરવા પ્રવેશ કરે, ત્યારે ગૃહસ્થ ઘરમાં પાણીથી ભરેલા પાત્રમાંથી સચેત પાણીને અન્ય પાત્રમાં લઈને આપે, તો તે સચેત પાણીથી ભરેલું તે પાત્ર ગૃહસ્થના હાથમાં કે તેના મોટા વાસણમાં રાખેલું જોઈને તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહીં. કદાચ સચેત પાણીથી ભરેલું તે પાત્ર અચેત પાણી સમજીને ગ્રહણ થઈ ગયું હોય, તો સચેતની જાણ થતાં જ ગૃહસ્થની આજ્ઞા લઈને તે પાણી ગૃહસ્થના પાણીના વાસણમાં નાંખી દે. જો ગૃહસ્થ પાણી પાછું લેવાની ના પાડે, તો પાણી યુક્ત પાત્રને લઈને(તે પાત્ર માટીનું અને સુલભ હોય તો) એકાંત સ્થાને જઈને તેને(પાણી સહિતના પાત્રને) પરઠી દે અર્થાત્ યતનાપૂર્વક ત્યાં મૂકી દે અથવા જો તે પાત્ર લાકડાનું અને દુર્લભ હોય, તો તે પાણીને સ્નિગ્ધ ભૂમિમાં યતનાપૂર્વક પરઠી દે.
से भिक्खू वा भिक्खुणी वा उदउल्लं वा ससणिद्धं वा पडिग्गहं णो आमज्जेज्ज वा जाव पयावेज्ज वा । अह पुण एवं जाणेज्जा विगतोदए मे पडिग्गहए छिण्ण–सिणेहे मे पडिग्गहए, तहप्पगारं पडिग्गहं तओ संजयामेव आमज्जेज्जा वा जाव पयावेज्ज वा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સચેતપાણી પરઠ્યાં પછી પાણીથી ભીના કે પાણીના લેપવાળા પાત્રને લૂછે નહિ યાવત્ તડકામાં સૂકવે નહિ. જ્યારે સાધુ જાણે કે મારું આ પાત્ર પાણીથી રહિત અને સ્નિગ્ધતાથી(લેપથી) રહિત થઈ ગયું છે, ત્યારે તેને યતનાપૂર્વક લૂછે કે તડકામાં રાખે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સચેત જલયુક્ત પાત્ર ગ્રહણનો નિષેધ, સચેત જલને પરઠવાની વિધિ તથા સચેત જલવાળા તે પાત્રને સૂકવવાની વિધિનું કથન છે.
સાધુ ગૃહસ્થને ત્યાં પાત્રની ગવેષણા કરતા હોય, ગૃહસ્થને ત્યાં સાધુને યોગ્ય પાત્ર હોય પરંતુ તે સચેત જલથી ભરેલું હોય, ગૃહસ્થ તે પાત્રમાંથી પાણી કાઢીને બીજા વાસણમાં નાંખી પાત્રને ખાલી કરીને 2
3
અધ્યયન–6 : ઉદ્દેશક–ર 226 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ વહોરાવે અથવા પાણી ભરેલા પાત્રને વહોરાવવાનું કહે, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય સમજીને ગ્રહણ કરે નહીં.
કદાચ ગૃહસ્થ ભૂલથી અચેત પાણી સમજીને સચેત પાણી ભરેલું પાત્ર સાધુને વહોરાવે અને સાધુ પણ ભૂલથી ગ્રહણ કરી લે, ત્યાર પછી તેને કોઈ પણ કારણથી જાણ થાય કે આ પાણી પૂર્ણપણે શસ્ત્રપરિણત થયું નથી અર્થાત્ અચેત થયું નથી, સ્પષ્ટ રીતે સચેત પાણી જ છે, તો તેનું શું કરવું તેને માટે સૂત્રમાં ત્રણ વિકલ્પ દર્શાવ્યા છે.
સચેત પાણી પરઠવાના ત્રણ વિકલ્પ :– (1) સાધુ જેના ઘેરથી પાત્રયુક્ત પાણી લાવ્યા હોય, તેના ઘરે જઈને તે ગૃહસ્થને કહે કે આ સચેત પાણી ભૂલથી ગ્રહણ થયું છે. આ પાણી અમોને કલ્પનીય નથી.
અમારે કેવળ પાત્રની જ આવશ્યકતા છે. સાધુના તથાપ્રકારના સાંકેતિક વચનથી ગૃહસ્થ સમજી જાય અને પોતાનું પાણી પાછું લઈને ખાલી પાત્ર આપી દે. તો તે ખાલી પાત્ર લઈને ઉપાશ્રયમાં આવી જાય અને તે સચેત પાણીવાળા ખાલી પાત્રને એકાંત સ્થાનમાં મૂકી દે, જ્યારે તે પાત્ર સ્વતઃ સૂકાઈ જાય ત્યાર પછી તેનો ઉપયોગ કરે.
જો સાધુના સાંકેતિક વચનથી ગૃહસ્થ સમજે નહીં તો સાધુ સ્વયં સ્પષ્ટ કથન કરે કે આ સચેત પાણી અમોને કલ્પનીય નથી, તેથી પાણી તમોને પાછું આપીએ છીએ. આ પ્રમાણે ગૃહસ્થની આજ્ઞા લઈને ગૃહસ્થના વાસણમાં તે પાણીને યતનાપૂર્વક પાછું નાંખી દે છે.
(ર) જો ગૃહસ્થ પાણી કે પાત્ર પાછું લેવાની ના પાડે અને કહે કે અમો સાધુને દીધા પછી પાછું લેતા નથી, આપને જે કરવું હોય, તે કરો. તો સાધુ ગૃહસ્થ પર કોઈ પણ પ્રકારનો દુર્ભાવ કર્યા વિના તે પાણીથી ભરેલું પાત્ર લઈને સ્થંડિલભૂમિમાં જઈને યોગ્ય સ્થાનની પ્રતિલેખના કરીને, તે પાત્ર જો માટીનું હોય અથવા તેની પ્રાપ્તિ સુલભ હોય, તો પાણી સહિત પાત્રને પરઠી દે અર્થાત્ મૂકી દે છે.
(3) જો તે પાત્ર સુલભ ન હોય અને સાધુને પાત્રની આવશ્યકતા હોય, તો તે પાણી ભરેલું પાત્ર લઈને સાધુ કોઈ જલાશયના કિનારે જાય, તે જલાશયના કિનારે પાણીથી રહિત પરંતુ પાણીથી સ્નિગ્ધ થયેલી અચેત ભૂમિમાં અત્યંત યતનાપૂર્વક તે પાણીને પરઠી દે. પરઠેલું તે પાણી તુરંત જ વહેતું તે જલાશયમાં પહોંચી જાય તેથી તે જીવોની અલ્પત્તમ વિરાધના થાય છે અને ખાલી પાત્રને ઉપાશ્રયના એકાંત સ્થાનમાં મૂકી દે. તે સ્વતઃ સૂકાઈ જાય ત્યાર પછી સાધુ તે પાત્રનો ઉપયોગ કરે. પાત્ર સૂકાઈ ગયા પછી તેને સાફ કરવાની આવશ્યકતા હોય, તો તેને લૂછે, તકડામાં સૂકવે. વગેરે ક્રિયાઓ કરી શકાય છે.
સાધુ સચેત પાણીનો ઉપયોગ કરી શકતા નથી તેથી સૂત્રકારે ભૂલથી લેવાઈ ગયેલા સચેત પાણી માટે અનેક વિકલ્પો પ્રદર્શિત કર્યા છે. સાધુ સચેત પાણીના જીવોને ઓછામાં ઓછી કિલામના થાય, તે રીતે વિવેકપૂર્વક યથોચિત વ્યવહાર કરે.
સંક્ષેપમાં સાધુની પ્રત્યેક પ્રવૃત્તિમાં જીવદયાનું લક્ષ્ય મુખ્ય હોય છે.
પાત્ર સહિત ગમન :–
से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए पविसिउकामे सपडिग्गहमायाए गाहावइक‘लं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज 4
227
वा, एवं बहिया वियारभूमिं वा विहारभूमिं वा; गामाणुगामं वा दूइज्जेज्जा; तिव्वदेसियादि जहा बिइयाए वत्थेसणाए णवरं एत्थ पडिग्गहं । ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે અથવા નીકળે ત્યારે પોતાના પાત્રને સાથે લઈને જાય અને પાત્ર સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે. તે જ રીતે પોતાના પાત્ર લઈને સ્થંડિલ ભૂમિ અને સ્વાધ્યાય ભૂમિમાં જાય અથવા પાત્ર સાથે લઈ ગ્રામાનુગ્રામ વિહાર કરે.
રસ્તામાં ઓછોવત્તો વરસાદ વરસતો હોય યાવત્ તિરછા ત્રસ જીવો ઊડી રહ્યા હોય ઇત્યાદિ સર્વ કથન વસ્ત્રૈષણાના બીજા ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ, વિશેષતા છે કે ત્યાં વસ્ત્રો સંબંધી કથન છે તેના સ્થાને અહીં પાત્ર સંબંધી સર્વ કથન કરવું.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :– આ પાત્રૈષણાનો વિવેક જ સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે.
તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–6/ર સંપૂર્ણ ।। ।। છઠ્ઠું અધ્યયન સંપૂર્ણ ।। 5
અધ્યયન–6 : ઉદ્દેશક–ર 228 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાતમું અધ્યયન પરિચય આ અધ્યયનનું નામ ‘ અવગ્રહ પડિમા˜ છે.
અવગ્રહ જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. સામાન્ય રૂપે તેનો અર્થ ‘ ગ્રહણ કરવું˜ થાય છે.
પ્રાકૃત શબ્દકોષમાં અવગ્રહ શબ્દના અનેક અર્થો કહ્યા છે, તે આ પ્રમાણે છે– (1) ગ્રહણ કરવું, (ર)
અવધારણ, (3) લાભ, (4) ઇન્દ્રિયથી થતું જ્ઞાન વિશેષ, (પ) ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ, (6) આશ્રય, (7)
આવાસ, (8) સ્વાધીનસ્થ વસ્તુ, (9) દેવ(સૌધર્મેન્દ્ર)તથા ગુરુ આદિ પાસેથી આવશ્યકતાનુસાર યાચના કરેલ મર્યાદિત જગ્યા કે સ્થાન, (10) પીરસવા યોગ્ય ભોજન તેમજ (11) આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવું આદિ.
આ સૂત્રમાં મુખ્યત્વે ચાર અર્થોમાં અવગ્રહ શબ્દનો પ્રયોગ થયો છે–
(1) આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવું ( ર) ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ (3) જે જે વસ્તુઓ જેની નેશ્રામાં છે, તે–તે વસ્તુઓની જરૂર પડે ત્યારે તેની આજ્ઞા લઈ ઉપયોગ કરવો તથા (4) સ્થાન કે ઘર અથવા મર્યાદિત જગ્યા.
અવગ્રહના ચાર પ્રકાર છે– (1) દ્રવ્યાવગ્રહ ( ર) ક્ષેત્રાવગ્રહ (3) કાલાવગ્રહ (4) ભાવાવગ્રહ.
દ્રવ્યાવગ્રહના ત્રણ પ્રકાર છે– સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થો. ક્ષેત્રાવગ્રહના પણ સચિત્તાદિ ત્રણ ભેદ છે અથવા ગામ, નગર, રાષ્ટ્ર, અરણ્ય–જંગલ આદિ અનેક ભેદ છે. કાલાવગ્રહના ૠતુબદ્ધ કાલ અને વર્ષાકાળ, આ બે ભેદ છે. ભાવાવગ્રહમાં મતિજ્ઞાનના અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ આદિ ભેદનો સમાવેશ થાય છે.
અપરિગ્રહી સાધુને જ્યારે આહાર, વસતિ, વસ્ત્ર, પાત્ર કે અન્ય ધર્મોપકરણ આદિને ગ્રહણ કરવાની ઇચ્છા થાય ત્યારે તેને માલિકની આજ્ઞાપૂર્વક ગ્રહણ કરે, તે ભાવાવગ્રહ છે.
સંયમી જીવનમાં સાધુને ત્રણ કરણ અને ત્રણ યોગથી અદત્તાદાનનો ત્યાગ હોય છે. સાધુ જ્યાં રહે, ત્યાં જે વસ્તુ ગ્રહણ કરે તે આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવાની હોય છે, તેથી સાધુ જીવનમાં અવગ્રહની અત્યંત મહત્તા છે. સૂત્રકારે વિવિધ વિકલ્પો દ્વારા અવગ્રહનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
આ અધ્યયનમાં અવગ્રહના પાંચ પ્રકાર કહ્યા છે– (1) દેવેન્દ્ર ( ર) રાજા–શાસક (3) ગૃહપતિ (4) શય્યાતર તેમજ ( પ) સાધર્મિક સાધુ સમૂહ. તેઓ અવગ્રહના અધિકારી હોવાથી અવગ્રહના પાંચ પ્રકાર થાય છે. સ્થંડિલભૂમિ, વસતિ(સ્થાન) અને ઉપકરણ આદિ ગ્રહણ કરતાં પહેલાં આવશ્યકતા પ્રમાણે આ પાંચમાંથી યથાયોગ્ય વ્યક્તિની આજ્ઞા લેવી આવશ્યક હોય છે.
આ અધ્યયનમાં વિવિધ પ્રકારના અવગ્રહો તથા તત્સંબંધિત સાત પ્રતિમાઓનું વર્ણન હોવાથી આ અધ્યયનનું નામ ‘ અવગ્રહ પ્રતિમા˜ રાખ્યું છે.
આ અધ્યયનના બે ઉદ્દેશકો છે. પ્રથમ ઉદ્દેશકમાં અવગ્રહ ગ્રહણની અનિવાર્યતા તેમજ અવગ્રહના પ્રકાર તથા તેની યાચના વિધિ બતાવી છે. બીજા ઉદ્દેશકમાં મુખ્યરૂપે વિવિધ અવગ્રહોની યાચના વિધિનું પ્રતિપાદન છે.
229
સાતમું અધ્યયન : અવગ્રહ પડિમા પહેલો ઉદ્દેશક |
અવગ્રહ ગ્રહણની અનિવાર્યતા :–
समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते अपसू परदत्तभोई पावं कम्मं णो करिस्सामि त्ति समुठ्ठाए; सव्वं भंते ! अदिण्णादाणं पच्चक्खामि । से अणुपविसित्ता गामं वा जाव रायहाणिं वा णेव सयं अदिण्णं, गिण्हेज्जा, णेवण्णेणं अदिण्णं गिण्हावेज्जा, णेवण्णं अदिण्णं गिण्हंतं पि समणुजाणेज्जा। जेहिं वि सद्धिं संपव्वइए तेसिं पि याइं भिक्खू छत्तयं वा मत्तयं वा दंडगं वा जाव चम्मच्छेयणगं वा तेसिं पुव्वामेव ओग्गहं अणणुण्णविय अपडिलेहिय अपमज्जिय णो गिण्हेज्ज वा, पगिण्हेज्ज वा, तेसिं पुव्वामेव ओग्गहं अणुण्णविय पडिलेहिय पमज्जिय तओ संजयामेव ओगिण्हेज्ज वा पगिण्हेज्ज वा । શબ્દાર્થ :– समणे भविस्सामि = હું શ્રમણ બનીશ अणगारे = અણગાર अकिंचणे = પરિગ્રહ રહિત अपुत्ते = પુત્રથી રહિત अपसू = પશુઓથી રહિત परदत्तभोई = બીજાએ આપેલું ભોજન કરનાર.
ભાવાર્થ :– દીક્ષા લેતા સમયે સાધુ પ્રતિજ્ઞા કરે છે કે હવે હું શ્રમણ બનીશ, ઘરનો ત્યાગ કરીને અણગાર, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને અકિંચન, પુત્રાદિ સ્વજનોનો ત્યાગ કરીને પુત્ર રહિત, દ્વિપદ–ચતુષ્પદ પશુઓનો ત્યાગ કરીને પશુરહિત, બીજા દ્વારા અપાયેલા આહારને ગ્રહણ કરીને પરદત્તભોજી થઈશ, હિંસાદિ સમસ્ત પાપકર્મોનું હું સેવન કરીશ નહીં; આ પ્રમાણે સંયમ પાલન માટે તત્પર બનીને તે પ્રતિજ્ઞા કરે છે કે હે ભંતે ! હું સર્વ પ્રકારના અદત્તાદાનના પ્રત્યાખ્યાન કરું છું.
( આ પ્રમાણે ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞા લીધા પછી) સાધુ ગામ યાવત્ રાજધાનીમાં પ્રવેશ કરીને આજ્ઞા લીધા વિનાની કોઈ પણ વસ્તુને ગ્રહણ કરે નહિ, બીજા પાસે ગ્રહણ કરાવે નહિ અને અદત્ત ગ્રહણ કરનારની અનુમોદના કરે નહિ.
મુનિ પોતે જેની પાસે દીક્ષિત થયા છે અથવા જેની સાથે રહે છે, વિચરણ કરે છે તેના છત્ર, માત્રક, દંડ યાવત્ ચર્મચ્છેદનક આદિ ઉપકરણોની આજ્ઞા લીધા વિના તથા પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કર્યા વિના એક વાર કે અનેકવાર, અલ્પ સમય માટે કે વધુ સમય માટે ગ્રહણ કરે નહિ, પરંતુ પહેલા આજ્ઞા લઈને, તેનું પ્રતિલેખન, પ્રમાર્જન કરીને પછી યતનાપૂર્વક તે ઉપકરણને અલ્પ કે વધુ સમય માટે, એકવાર કે વારંવાર ગ્રહણ કરી શકે છે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુ જીવનમાં અવગ્રહ–આજ્ઞાપૂર્વક વસ્તુ ગ્રહણ કરવાની અનિવાર્યતાનું કથન 1
અધ્યયન–7 : ઉદ્દેશક–1
230 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ તથા સાધુ જીવનની અન્ય અનેક વિશેષતાઓને પ્રગટ કરી છે.
સાધુ સંપૂર્ણ રીતે અપરિગ્રહી હોય છે. તેણે ઘર, કુટુંબ, પરિવાર, ધન–ધાન્ય, દાસ–દાસી, પશુ–પક્ષી, ખેતર–વાડી, દુકાન–મકાન આદિ સર્વ જંગમ સંપત્તિનો સર્વથા ત્યાગ કર્યો હોય છે.
સાધુ પોતાના દેહના નિર્વાહ માટે અનેક ઘરોમાં ભિક્ષાની યાચના કરે છે. ગૃહસ્થો સાધુને જે આપે તે જ ગ્રહણ કરે છે. તે સ્વયં પોતાની મેળે દાતાને પૂછ્યા વિના, દાતા દ્વારા દીધા વિના કે તેની આજ્ઞા વિના કાંઈ જ લેતા નથી તેથી તે પરદત્તભોજી કહેવાય છે.
સાધુ વસ્તુના માલિકની આજ્ઞા વિના નાની કે મોટી કોઈપણ વસ્તુ ગ્રહણ કરતા નથી. તે ત્રણ કરણ અને ત્રણ યોગથી અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞાધારણ કરે છે અને તદનુસાર ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતનું પાલન કરે છે.
સાધુ સંયમ–તપનું પાલન કરતાં, ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં જ્યાં જાય, જેની સાથે રહે, ત્યાં પોતાને વસ્ત્ર, પાત્ર આદિ જે જે ઉપકરણોની આવશ્યકતા હોય, તે ગૃહસ્થ પાસેથી યાચના કરીને તેની આજ્ઞા લઈને જ ગ્રહણ કરે છે. અદત્તાદાન વિરમણ મહાવ્રતધારી શ્રમણ જે સાધર્મિક સાધુઓ સાથે રહેતા હોય, તે સાધુઓના ઉપકરણોને જોવાની કે ઉપયોગમાં લેવાની આવશ્યકતા હોય, ત્યારે તે સાધુઓની આજ્ઞા લઈને પછી જ તે ઉપકરણોનો સ્પર્શ કરે કે તેનો ઉપયોગ કરે છે. આજ્ઞા લીધા વિના સાધર્મિક સાધુઓના ઉપકરણ પણ તે ગ્રહણ કરી શકતા નથી. આ પ્રકારની સજાગતાથી જ સાધુના અદત્તાદાન વિરમણ મહાવ્રતની પરિપાલના થાય છે.
अपुत्ते अपसू– પુત્ર રહિત, પશુ રહિત. આ બંને લાક્ષણિક શબ્દપ્રયોગ છે. પુત્ર શબ્દથી સાંસારિક પ્રત્યેક સંબંધોનું ગ્રહણ થાય છે અને પશુ શબ્દથી બે પગવાળા દાસ–દાસી આદિ અને ચાર પગવાળા પશુઓનું ગ્રહણ થાય છે. સંયમ સ્વીકાર સમયે સાધુ માતા–પિતા, ભાઈ, બહેન આદિ સંસારના સમસ્ત સંબંધોના માલિકી ભાવનો કે મમત્વભાવનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. ત્યારપછી ભવિષ્યમાં તેના પુત્ર આદિ તેની પાસે દીક્ષા ગ્રહણ કરે, તો પણ સંયમી જીવનમાં પિતા–પુત્રનો સંબંધ કે અન્ય કોઈપણ સંબંધો રહેતા નથી. તેઓ ગુરુ–શિષ્યના સંબંધે જ સાથે રહે છે.
छत्तयं – છત્ર. શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાધુના બાવન અનાચારમાં छत्तस्स धारणठ्ठाए છત્ર ધારણ કરવાને, અનાચાર કહેલ છે, માટે સામાન્ય રીતે કોઈ પણ સાધુ–સાધ્વી છત્ર ધારણ કરતા નથી.
વૃદ્ધ, ગ્લાન આદિ સાધુએ વિશિષ્ટ કારણથી ગુરુ આજ્ઞાથી આવા ઉપકરણ રાખ્યા હોય અને બીજા સાધુને તે ઉપકરણની આવશ્યકતા હોય તો ગુરુની આજ્ઞા અને તે સાધુની આજ્ઞા વિના તેનો ઉપયોગ કરે નહીં. પ્રસ્તુત સૂત્રમાં છત્ર, ચર્મ છેદનક વગેરે ઔપગ્રહિક ઉપકરણો અર્થાત્ અપવાદિક પરિસ્થિતિમાં મર્યાદિત સમય માટે રાખવામાં આવતા ઉપકરણોનું કથન છે. હંમેશાં ઉપયોગમાં આવતા ઔધિક ઉપકરણો તો સાધુઓ પરસ્પર આજ્ઞાનું આદાન–પ્રદાન કરીને જ રાખે છે, માટે અહીં વિશિષ્ટ ઉપકરણ માટે કથન છે, તેમ સમજવું.
चम्मछेयणगं – ચર્મ છેદનક. સાધુના સામાન્ય ઉપકરણોમાં ચર્મછેદનકનો સમાવેશ થતો નથી પરંતુ છત્રની જેમ આ પણ ઔપગ્રહિક ઉપકરણ છે અને તે વિશિષ્ટ પરિસ્થિતિમાં ચર્મ છેદનક ગ્રહણ કરવું આવશ્યક હોય, તો ગુરુની આજ્ઞા અને જે સાધુની નેશ્રામાં હોય તેની આજ્ઞાથી ગ્રહણ કરી શકાય છે.
231
સંક્ષેપમાં સાધુએ અદત્ત મહાવ્રતનું પૂર્ણતયા પાલન કરવા માટે સહવર્તી સાધુના ઉપકરણની પણ આજ્ઞા લેવી જરૂરી હોય છે.
ओग्गहं – અવગ્રહ, આજ્ઞા. સાધુ ત્રીજા મહાવ્રતનું પૂર્ણપણે પાલન કરવા માટે પ્રત્યેક વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં માલિકની આજ્ઞા ગ્રહણ કરે છે. સાધક જીવનમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, એ જ આરાધના છે. તેથી ગોચરી, પ્રતિલેખન, સ્વાધ્યાય, ધ્યાન, વિહાર, શૌચાદિ સાધુ સમાચારીના અનુષ્ઠાનોની આરાધના પૂર્વે ગુરુ કે રત્નાધિક સંતોની આજ્ઞા લેવી જરૂરી છે.
અવગ્રહ યાચના વિધિ :–
से आगंतारेसु वा, आरामगारेसु वा, गाहावइक‘लेसु वा, परियावसहेसु वा अणुवीइ ओग्गहं जाएज्जा, जे तत्थ ईसरे, जे तत्थ समहिठ्ठाए ते उग्गहं अणुण्णवेज्जा– कामं खलु आउसो ! अहालंदं अहापरिण्णायं वसामो, जाव आउसो; जाव आउसंतस्स ओग्ग्हे जाव साहम्मिया एतावताव ओग्गहं ओगिण्हिस्सामो, तेण परं विहरिस्सामो । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ધર્મશાળા, વિશ્રામગૃહ, ગૃહસ્થના ઘર કે પરિવ્રાજકોના આશ્રમ આદિ કોઈ પણ સ્થાનમાં રહેવા ઇચ્છે તો વિચારપૂર્વક તે સ્થાનની આજ્ઞા ગ્રહણ કરે. તે સ્થાનના જે માલિક હોય તેની અથવા માલિકે અન્ય વ્યક્તિને તે સ્થાન માટે અધિકાર આપ્યો હોય તેવા તે સ્થાનના અધિષ્ઠાતાની આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. આજ્ઞા ગ્રહણ કરવા માટે સાધુ ગૃહસ્વામીને કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ !
તમે જેટલા સમય માટે જેટલા સ્થાનમાં રહેવાની આજ્ઞા આપશો તેટલા સમય સુધી તેટલા સ્થાનમાં અમે રહેશું. હે આયુષ્યમાન ! આપની અહીં જેટલા સમયની અવગ્રહ– આજ્ઞા હોય, તેટલા સમયમાં અન્ય સાધર્મિક સાધુ આવે, તો તેઓ પણ તેટલા સ્થાનને ગ્રહણ કરશે, આ રીતે અમો સર્વે આપની કહેલી ક્ષેત્ર અને કાલ સંબંધી મર્યાદા પ્રમાણે જ અહીં રહેશું(વિચરશું).
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં અવગ્રહ–સ્થાનની યાચના અને આજ્ઞાવિધિનું નિરૂપણ કર્યુ છે.
સાધુ નિર્દોષ અને સંયમ–સાધનાને યોગ્ય સ્થાનની આજ્ઞા ગ્રહણ કરે તે સાધુએ ક્ષેત્ર તથા કાલની મર્યાદા નિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. ગૃહસ્થના જે સ્થાનમાં રહેવાનું છે, તે સ્થાનમાં જો વિશાળ જગ્યા હોય તો તેમાંથી કેટલી જગ્યાનો ઉપયોગ કરવાની સાધુની ઇચ્છા છે, તેની સ્પષ્ટતા કરી લેવી જોઈએ.
જેમ કે ગૃહસ્થનું ત્રણ માળનું મકાન હોય, તેમાં દશ–પંદર રૂમ હોય, તો તેમાંથી કેટલા માળ અને કેટલી રૂમ વાપરવી, તે નિશ્ચિત કરી લેવું જોઈએ. તે ઉપરાંત પરઠવા માટેની ભૂમિ, સમય મર્યાદા, આગંતુક શ્રમણોની પણ સાથે રહેવાની આજ્ઞા લેવી જોઈને અને તદનુસાર રહેવું જોઈએ. સાધુ ક્ષેત્ર અને સમયની મર્યાદા નિશ્ચિત ન કરે, તો અનેક દોષોની સંભાવના છે. તે સર્વ વર્ણન શય્યા અધ્યયન પ્રમાણે જાણવું.
સાંભોગિક સાધુઓ સાથે વ્યવહાર :–
से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि ? जे तत्थ साहम्मिया संभोइया 2
3
અધ્યયન–7 : ઉદ્દેશક–1
232 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ समणुण्णा उवागच्छेज्जा, जे तेण सयमेसियाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा तेण ते साहम्मिया संभोइया समणुण्णा उवणिमंतेज्जा, णो चेव णं परवडियाए उगिज्झिय उगिज्झिय उवणिमंतेज्जा । શબ્દાર્થ :– से = સાધુ किं पुण = પછી શું કરે तत्थ = ત્યાં उग्गहंसि एवोग्गहियंसि = આજ્ઞાપૂર્વક ગ્રહણ કરેલ અવગ્રહમાં जे तत्थ = જો ત્યાં साहम्मिया संभोइया समणुण्णा उवागच्छेज्जा = સાધર્મિક તથા સમનોજ્ઞ–સમાન સમાચારીવાળા, સાંભોગિક સાધુ–એક માંડલામાં બેસીને સાથે આહાર કરનારા સાધુ અતિથિરૂપમાં આવે परपडियाए = બીજા માટે, આગંતુક શ્રમણો માટે उगिज्झिय = ગ્રહણ કરીને णो उवणिमंतेज्जा = નિમંત્રણ કરે નહિ.
ભાવાર્થ :– અવગ્રહ–સ્થાનની આજ્ઞા લીધા પછી તે સાધુ શું કરે ? ત્યાં રહેલા સાધુની પાસે કોઈ સાધર્મિક, સાંભોગિક તેમજ સમનોજ્ઞ સાધુ અતિથિ રૂપે આવે, તો તે સાધુ પોતે લાવેલા આહાર, પાણી, મીઠાઈ, મેવા,મુખવાસ આદિ આહારનું તેઓને નિમંત્રણ કરે પરંતુ આગંતુક સાધુઓ માટે નવું લાવીને તે આહારાદિનું આમંત્રણ આપે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાંભોગિક સાધુઓના પરસ્પરના વ્યવહારનું કથન છે.
साहम्मिया संभोइया–समणुण्णा – સાધર્મિક, સાંભોગિક અને સમનોજ્ઞ, આ ત્રણ શબ્દોના વિશિષ્ટ અર્થ આ પ્રમાણે છે– એક સમાન દેવ, ગુરુ ધર્મની શ્રદ્ધાવાળા અને સમાન વેશને ધારણ કરનારા સાધુઓ સાધર્મિક કહેવાય છે. આચાર–વિચારમાં દઢપ્રતિજ્ઞ, ચારિત્રનિષ્ઠ અન્ય ગચ્છના અને કંઈક ભિન્ન સમાચારીવાળા સાધુ સમનોજ્ઞ કહેવાય છે. સમાન સમાચારીવાળા અને એક જ ગુરુની નેશ્રામાં રહેતા અથવા એક ગચ્છમાં રહેતા અને એક માંડલામાં બેસીને આહાર કરનારા સાધુઓ પરસ્પર સાંભોગિક કહેવાય છે. સાંભોગિક સાધુઓ સાથે આહાર–પાણી વાપરવા, વંદના કરવી વગેરે બાર પ્રકારના વ્યવહાર થતા હોય છે.
શાસ્ત્રીય વિધાન અનુસાર દરેક સાધર્મિક સાધુ સાથે એક માંડલામાં સાથે બેસીને આહાર–પાણી વાપરવા રૂપ વ્યવહાર હોતો નથી (1) જે સાધુ માત્ર સાધર્મિક છે, સમનોજ્ઞ કે સાંભોગિક નથી, તેઓ સાથે એક માંડલામાં આહાર થતો નથી ( ર) જે સાધુ સાધર્મિક અને સમનોજ્ઞ છે, પરંતુ સાંભોગિક નથી તો તેઓની સાથે સામાન્ય રીતે એક માંડલામાં આહાર થતો નથી, પરંતુ વિશિષ્ટ પરિસ્થિતિમાં આહારાદિનું આદાન–પ્રદાન આદિ વડીલ કે બહુશ્રુતની આજ્ઞા પ્રમાણે થાય છે. (3) જે સાધુ સાંભોગિક હોય છે, તેઓ એક માંડલામાં સાથે બેસીને આહાર–પાણી કરે છે. સાંભોગિક સાધુ માટે જ સૂત્રમાં ત્રણે વિશેષણનો પ્રયોગ થયો છે, કારણ કે જે સાધુ સાંભોગિક હોય તે સમનોજ્ઞ અને સાધર્મિક હોય જ છે. કોઈ સાધુ સાધર્મિક કે સમનોજ્ઞ ન હોય અને સાંભોગિક હોય તેવું થતું નથી.
णो चेव णं परवडियाए…………… સાધુ બીજા માટે અર્થાત્ આગંતુક શ્રમણો માટે આહારાદિ લાવીને તે આહારાદિનું નિમંત્રણ કરે નહીં.
પ્રસ્તુત પદમાં સાધુઓના અન્ય સાંભોગિક સાધુઓ સાથે આત્મીયતા પૂર્વકના વ્યવહારનું કથન 233
છે. અન્ય સાંભોગિક સાધુઓ પધારે, ત્યારે પોતાના લાવેલા આહાર–પાણીમાંથી પહેલાં જ તે સાધુઓને નિમંત્રણ કરે અને બધા સાથે બેસીને આહાર–પાણી વાપરે. જો આગંતુક શ્રમણોને કોઈ વિશિષ્ટ વસ્તુની આવશ્યકતા હોય અથવા પોતે લાવેલા આહાર–પાણી પર્યાપ્ત પ્રમાણમાં ન હોય, તો ફરીવાર ગોચરી લાવી શકાય છે, પરંતુ પોતે લાવેલા આહારાદિમાંથી આગંતુક શ્રમણોને નિમંત્રણ કર્યા વિના પોતે એકલા જ વાપરે અને આગંતુક શ્રમણો માટે બીજા આહારાદિ લાવે, તો તે પ્રકારના વ્યવહારથી આગંતુક શ્રમણોને ક્ષોભ થાય છે, તેથી સાધુ તથાપ્રકારનો વ્યવહાર કરે નહીં, સાધુ સાંભોગિક સાધુઓ સાથે આત્મીયતાપૂર્વક આહાર–પાણીનું આદાન–પ્રદાન કરે.
સાંભોગિક સાધુઓ સાથે આહાર–પાણી આદિના આદાન–પ્રદાનથી પરસ્પરનો પ્રેમભાવ, મૈત્રીભાવ, વાત્સલ્યભાવ પ્રગટ થાય છે અને તે પરસ્પરની સંયમ સાધનામાં સહાયક બને છે.
સમનોજ્ઞ સાધર્મિક સાધુઓ સાથે વ્યવહાર :–
से आगंतारेसु वा जाव से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि ? जे तत्थ साहम्मिया अण्णसंभोइया समणुण्णा उवागच्छेज्जा जे तेण सयमेसियाए पीढे वा फलए वा सेज्जासंथारए वा तेण ते साहम्मिए अण्णसंभोइए समणुण्णे उवणिमंतेज्जा, णो चेव णं परवडियाए उगिज्झिय–उगिज्झिय उवणिमंतेज्जा । શબ્દાર્થ :– अण्णसंभोइया = અન્ય સાંભોગિક, જે સાંભોગિક નથી समणुण्णा = સમનોજ્ઞ–ઉત્તમ આચારવાળા છે તે उवागच्छेज्जा = આવી જાય जे तेण = જો ત્યાં પહેલાં રહેલા સાધુ તેઓનેसयमेसियाए = પોતાને માટે ગવેષણા કરીને લાવેલા पीढे वा फलए = બાજોઠ કે પાટલા सेज्जासंथारए = શય્યા, સંસ્તારક વગેરે तेण = તે વસ્તુઓથી ते साहम्मिए अण्णसंभोइए समणुण्णे = તે સાધર્મિક, અન્ય ગચ્છીય, સમનોજ્ઞ સાધુઓને उवणिमंतेज्जा = આમંત્રણ આપે चेव णं = પરંતુ परपडियाए = બીજા માટે અર્થાત્ આગંતુકો માટે उगिज्झिय–उगिज्झिय = નવા ગ્રહણ કરીને णो उवणिमंतेज्जा = નિમંત્રણ કરે નહિ.
ભાવાર્થ :– ધર્મશાળા આદિમાં આજ્ઞા પ્રાપ્ત કરીને સાધુ રહ્યા હોય ત્યાં અન્ય સાંભોગિક સાધુ આવે ત્યારે તો સાધુ કેવો વ્યવહાર કરે ? જો સાધર્મિક અને ઉત્તમ આચારવાળા સમનોજ્ઞ તેમજ અન્યસાંભોગિક (અન્ય ગચ્છીય) સાધુ અતિથિરૂપે આવે તો તે(પહેલાંથી ત્યાં રહેલા સાધુ) પોતે ગવેષણા કરીને લાવેલા બાજોઠ, પાટિયા, શય્યા, સંસ્તારક(ઘાસ) આદિનું તે અન્યસાંભોગિક, સાધર્મિક અને સમનોજ્ઞ સાધુઓને આમંત્રણ કરે પરંતુ તેઓને માટે નવા બાજોઠ, પાટિયા કે શય્યા સંસ્તારક ગ્રહણ કરીને તેનું આમંત્રણ કરે નહિ.
से आगंतारेसु वा जाव से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि जे तत्थ गाहावइण वा गाहावइपुत्ताण वा सूई वा पिप्पलए वा कण्णसोहणए वा णहच्छेयणए वा तं अप्पणो एगस्स अठ्ठाए पाडिहारियं जाइत्ता णो अण्णमण्णस्स देज्ज वा अणुपएज्ज वा । सयं करणिज्जं ति कट्टु से तमायाए तत्थ गच्छेज्जा, गच्छेत्ता पुव्वामेव 4
5
અધ્યયન–7 : ઉદ્દેશક–1
234 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ उत्ताणए हत्थे कट्टु, भूमीए वा ठवेत्ता ‰‰ इमं खलु–इमं खलु त्तिŠŠ आलोएज्जा, णो चेव णं सयं पाणिणा परपाणिंसि पच्चप्पिणेज्जा । ભાવાર્થ :– ધર્મશાળા આદિમાં આજ્ઞા લઈને રહેલા સાધુ ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્ર આદિ પાસેથી સોય, કાતર, કાનખોતરણી, નખ કાપવાનું સાધન આદિ પાઢીહારા ઉપકરણો પોતાના માટે યાચના કરીને લાવ્યા હોય, તો તે ઉપકરણો એક બીજાને આપે નહિ, વારંવાર આપે નહિ, નિમંત્રણ કરે નહિ અથવા બીજા સાધુને તે સોંપે નહિ.
તે ઉપકરણો પાછા આપવાના હોય ત્યારે પણ તે સાધુ પોતાનું કર્તવ્ય સમજીને સ્વયં તેને લઈને ગૃહસ્થને ત્યાં જઈને, હથેળીમાં રાખીને અથવા સોય આદિને ભૂમિ ઉપર મૂકીને ગૃહસ્થને કહે કે તમારી આ વસ્તુને તમે સંભાળી લેજો, પરંતુ તે સોય આદિ વસ્તુઓને સાધુ પોતાના હાથથી ગૃહસ્થના હાથમાં આપે નહિ.