This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

3

4

217

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ઔદેશિક આદિ દોષયુક્ત પાત્ર લેવાનું કથન પિંડૈષણા અને વસ્ત્રૈષણા અધ્યયનના અતિદેશપૂર્વક કર્યું છે.

એક કે અનેક સાધર્મિક સાધુ કે સાધ્વીના ઉદ્દેશથી આરંભ–સમારંભ કરીને તૈયાર કરેલું પાત્ર પુરુષાન્તરકૃત હોય કે અપુરુષાંતરકૃત હોય, સાધુ માટે તે કલ્પનીય નથી.

જૈન–જૈનેતર શ્રમણ–બ્રાહ્મણાદિ ભિક્ષુકોની ગણના કરીને તેના ઉદ્દેશથી તૈયાર કરેલું પાત્ર પુરુષાંતરકૃત કે અપુરુષાંતરકૃત હોય તે સર્વ અકલ્પનીય છે. જે પાત્ર શ્રમણ, બ્રાહ્મણ આદિ કોઈની ગણના કર્યા વિના સામાન્ય ઉદ્દેશથી તૈયાર કરેલા હોય અને તે પાત્ર અપુરુષાંતર કૃત હોય, તો સાધુ માટે કલ્પનીય નથી, પરંતુ પુરુષાંતરકૃત થયા પછી તે સાધુને માટે કલ્પનીય હોય છે.

જે પાત્ર સાધુના નિમિત્તે વેંચાતા લીધા હોય, ઉધાર લીધા હોય, કોઈ પાસેથી ઝૂંટવીને લીધા હોય, પાત્રને ધોયા હોય, તેમાં રંગ–રોગાન કર્યા હોય, ઘસીને સુંવાળા કર્યા હોય, સુગંધી દ્રવ્યોથી સંસ્કારિત કર્યા હોય વગેરે કોઈપણ પ્રકારે સાધુના નિમિત્તે પાત્રને સંસ્કારિત કર્યા હોય, તો તે સાધુ માટે કલ્પનીય નથી.

તે પાત્ર પુરુષાંતરકૃત થઈ જાય અર્થાત્ સાધુ માટે ખરીદેલા પાત્ર કોઈને આપી દીધા હોય, કોઈએ તેનો ઉપયોગ કરી લીધો હોય, તો તે પાત્રને સાધુ પોતાની આવશ્યકતા પ્રમાણે ગ્રહણ કરી શકે છે.

મૂલ્યવાન પાત્ર ગ્રહણ નિષેધ :

से भिक्खू वा भिक्खुणी वा से जाइं पुण पायाइं जाणेज्जा विरूवरूवाइं महद्धणमुल्लाइं, तं जहाअयपायाणि वा तउपायाणि वा तंबपायाणि वा सीसगपायाणि वा हिरण्णपायाणि वा सुवण्णपायाणि वा रीरियपायाणि वा हारपुडपायाणि वा मणि–काय–कंसपायाणि वा संखसिंगपायाणि वा दंतपायाणि वा चेलपायाणि वा सेलपायाणि वा चम्मपायाणि वा; अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं महद्धणमुल्लाइं पायाइं अफासुयाइं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– अयपायाणि = લોખંડના પાત્ર तउपायाणि = કથીરના પાત્ર रीरियपायाणि = પીત્તળ ના પાત્ર हारपुडपायाणि = પોલાદના પાત્ર मणिकायकंस पायाणि = મણિ, કાચ અને કાંસાના પાત્ર.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં જાણે કે લોખંડનાં પાત્ર, કથીરનાં પાત્ર, ત્રાંબાનાં પાત્ર, સીસાનાં પાત્ર, ચાંદીનાં પાત્ર, સુવર્ણનાં પાત્ર, પિત્તળનાં પાત્ર, લોખંડ વિશેષનાં(પોલાદના) પાત્ર, મણિ, કાચ અને કાંસાનાં પાત્ર, શંખ અને શીંગડાનાં પાત્ર, હાથી દાંતનાં પાત્ર, વસ્ત્રનાં પાત્ર, પથ્થરનાં પાત્ર, ચર્મનાં પાત્ર છે તથા અન્ય પણ આવા પ્રકારના વિવિધ અતિ કીમતી પાત્રોને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खूणी वा से जाइं पुण पायाइं जाणेज्जा विरूवरूवाइं महद्धणबंधणाइं, तं जहाअयबंधणाणि वा जाव चम्मबंधणाणि वा, अण्णयराइं वा तहप्पगाराइं महद्धणबंधणाइं अफासुयाइं जाव णो पडिगाहेज्जा 5

6

અધ્યયન–6 : ઉદ્દેશક–1

218 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં જાણે કે જે વિવિધ પ્રકારના બહુ કીમતી બંધનવાળા પાત્ર છે, જેમ કેલોખંડના બંધનવાળા યાવત્ ચર્મબંધનવાળા તથા અન્ય પ્રકારના બહુમૂલ્યવાન બંધનવાળા પાત્રો છે, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને મહામૂલ્યવાન પાત્ર તેમજ બહુ કીમતી બંધનવાળા પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ છે. બહુમૂલ્યવાન પાત્ર નિષ્પરિગ્રહી સાધુ–સંન્યાસીને યોગ્ય નથી, તેવા પાત્ર ગૃહસ્થોને યોગ્ય ગણાય છે. આગમ વર્ણનો જોતા સ્પષ્ટ થાય છે કે સાધુ–સંન્યાસી, પરિવ્રાજક વગેરે ગૃહ ત્યાગીને લાકડા, માટી અને તુંબડા, ત્રણ પ્રકારના પાત્રનો ઉપયોગ કરે છે. તેનું મુખ્ય કારણ છે કે ત્રણે જાતિના પાત્રો લઘુતા સૂચક અને સાદગીવાળા છે.

બહુમૂલ્યવાન પાત્રોમાં કે બહુમૂલ્યવાન બંધનવાળા પાત્રોની ચોરી થવાનો ભય રહે છે. સાધુને તેના પર મમત્વભાવ જાગૃત થવાથી સંગ્રહ વૃત્તિ થાય, કાચ આદિના પાત્ર તૂટી જાય, પછી તેનો ઉપયોગ થતો નથી. શંખનાં પાત્ર, હાથી દાંતનાં પાત્ર, ચર્મ પાત્ર વગેરે પાત્રો ત્રસ જીવોની હિંસાજન્ય અને દુર્લભ હોય છે. ઉપરોક્ત અનેક કારણોથી તથા સાધુ જીવનની વ્યવહાર શુદ્ધિ માટે સાધુ સૂત્રોક્ત ત્રણ પ્રકારના પાત્રનો ઉપયોગ કરે.

પાત્રૈષણાની ચાર પ્રતિમાઓ :

इच्चेयाइं आयतणाइं उवाइकम्म, अह भिक्खू जाणेज्जा चउहिं पडिमाहिं पायं एसित्तए । तत्थ खलु इमा पढमा पडिमासे भिक्खू वा भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय पायं जाएज्जा, तं जहालाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा, तहप्पगारं पायं सयं वा णं जाएज्जा जाव पडिगाहेज्जा पढमा पडिमा ભાવાર્થ :– પૂર્વોક્ત દોષ સ્થાનોનું વર્જન કરીને સાધુએ ચાર પ્રતિમાઓપૂર્વક(અભિગ્રહપૂર્વક) પાત્રૈષણા કરવી જોઈએ.

પહેલી પ્રતિમા પ્રમાણે છે કે સાધુ કે સાધ્વી કલ્પનીય પાત્રનું નામ લઈને યાચના કરે, જેમ કેતુંબડાનું પાત્ર, લાકડાનું પાત્ર કે માટીનું પાત્ર, પ્રકારના પાત્રોમાંથી કોઈ એક જાતના પાત્રની યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો તેને પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે.

પહેલી પ્રતિમા છે.

अहावरा दोच्चा पडिमासे भिक्खू वा भिक्खुणी वा पेहाए पायं जाएज्जा, तं जहागाहावई वा जाव कम्मकरी वा, से पुव्वामेव आलोएज्जा, आउसो ! ति वा, भइणी ! ति वा, दाहिसि मे एत्तो अण्णयरं पायं, तंजहा–

लाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा, तहप्पगारं पायं सयं वा णं जाएज्जा जाव पडिगाहेज्जा दोच्चा पडिमा 7

8

219

ભાવાર્થ :– બીજી પ્રતિમા પ્રમાણે છે કે સાધુ કે સાધ્વી સામે દેખાતા પાત્રોને જોઈને ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ પાસેથી તેની યાચના કરે. સાધુ પાત્રને જોઈને કહે કેહે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ ! કે બહેન !

તમે મને તુંબડા, લાકડા કે માટીના, સામે રહેલા પાત્રમાંથી કોઈ પાત્ર આપશો ? પ્રકારના પાત્રની સ્વયં યાચના કરે કે ગૃહસ્થ સ્વયં આપે, તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. બીજી પ્રતિમા છે.

अहावरा तच्चा पडिमासे भिक्खू वा भिक्खूणी वा से जं पुण पायं जाणेज्जा संगइयं वा वेजयंतियं वा, तहप्पगारं पायं सयं वा जाव पडिगाहेज्जा। तच्चा पडिमा શબ્દાર્થ :– संगइयं = ગૃહસ્થનું વાપરેલું પાત્ર वेजयंतियं = બે, ત્રણ, વપરાતા પાત્રમાંથી મળશે તો उज्झियधम्मियं पायं जाएज्जा = ફેંકી દેવા યોગ્ય અમનોજ્ઞ પાત્રની યાચના કરે.

ભાવાર્થ :– ત્રીજી પ્રતિમા પ્રમાણે છે કે સાધુ કે સાધ્વી ગૃહસ્થે વાપરેલા અથવા વારાફરતી વપરાતા બે–ત્રણ પાત્ર હોય, તેવા પાત્રને જાણે અને પૂર્વની જેમ સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે, તો તેને પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. ત્રીજી પ્રતિમા છે.

अहावरा चउत्था पडिमासे भिक्खू वा भिक्खूणी वा उज्झियधम्मियं वा पायं जाएज्जाजं अण्णे बहवे समण–माहण–अतिहि–किवण–वणीमगा णावकंखंति, तहप्पगारं उज्झिय–धम्मियं पायं सयं वा णं जाएज्जा जाव पडिगाहेज्जा चउत्था पडिमा । इच्चेयाणं चउण्हं पडिमाणं अण्णयरं पडिमं जहा पिंडेसणाए ભાવાર્થ :– ચોથી પ્રતિમા પ્રમાણે છે કે સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં ફેંકી દેવા યોગ્ય પાત્રની યાચના કરે. જે પાત્રને અન્ય ઘણા શ્રમણ, બ્રાહ્મણ યાવત્ ભિખારી પણ ઇચ્છતા હોય, તેવા પાત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. ચોથી પ્રતિમા છે.

પિંડૈષણા અધ્યયનના વર્ણન અનુસાર સાધુ કે સાધ્વી કોઈ પણ પ્રતિમાનો સ્વીકાર કરીને અહંકાર કરે નહીં કે બીજાને તુચ્છ માને નહીં.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં પાત્રૈષણા સંબંધી ચાર પ્રતિમાઓનું નિરૂપણ છે. ચારે પ્રતિમાઓના નામ તેમજ વિધિ વસ્ત્રૈષણાની પ્રતિમાઓની સમાન છે– (1) ઉદિષ્ટા ( ર) પ્રેક્ષા (3) પરિભુક્તપૂર્વા અને (4)

ઉજ્ઝિતધર્મા. નિર્ગ્રંથ સાધુ ચાર પ્રતિમાઓમાંથી કોઈ પણ પ્રતિમાને ગ્રહણ કરી દઢતાપૂર્વક તેનું પાલન કરે છે. ચાર પ્રતિમાઓમાંથી કોઈ એકને ધારણ કરનાર મુનિ બીજા મુનિઓને તુચ્છ ગણે.

પોતાની જાતને મહાન કે શ્રેષ્ઠ માને નહિ પરંતુ પડિમાનો સ્વીકાર કરનાર સર્વ સાધુઓ જિનાજ્ઞાના આરાધક છે; તેમ માનીને પરસ્પર સમાધિભાવ અને સદ્ભાવ રાખે.

9

10

અધ્યયન–6 : ઉદ્દેશક–1

220 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ संगइयं :જે પાત્રનો ઉપયોગ ગૃહસ્થ હંમેશાં કરતા હોય, તે પાત્ર સંગતિક કહેવાય છે અનેवेजयंतियं–

જે પાત્રનો ઉપયોગ ગૃહસ્થ હંમેશાં કરતા હોય, પરંતુ કોઈ ઉત્સવના પ્રસંગે તેનો ઉપયોગ કરતા હોય, તે પાત્રને વેજયંતિક કહેવાય છે.

અનેષણીય પાત્ર ગ્રહણ નિષેધ :

से णं एयाए एसणाए एसमाणं पासित्ता परो वएज्जाआउसंतो समणा !

एज्जासि तुमं मासेण वा जहा वत्थेसणाए ભાવાર્થ :– પાત્રની ગવેષણા કરતા જોઈને કોઈ ગૃહસ્થ સાધુને કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! હમણા તમે જાઓ, તમે એક માસ પછી યાવત્ કાલે આવજો ઇત્યાદિ સર્વ વર્ણન વસ્ત્રૈષણા અધ્યયન પ્રમાણે જાણવું.

से णं परो णेत्ता वएज्जाआउसो ! त्ति वा भइणी ! त्ति वा आहरेयं पायं, तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा अब्भंगेत्ता वा; तहेव सिणाणाइ तहेव सीओदगादि, कंदादि तहेव ભાવાર્થ :– કદાચિત્ કોઈ ગૃહસ્થ પાત્રની ગવેષણા કરતા સાધુને જોઈને પોતાના પરિવારના કોઈ પુરુષ કે સ્ત્રીને બોલાવીને કહેહે આયુષ્યમાન ભાઈ કે બહેન ! પાત્ર લાવો, આપણે તેના પર તેલ, ઘી, માખણ કે અન્ય કોઈ સ્નિગ્ધ પદાર્થ લગાવીને સાધુને આપીએ. તે રીતે સુગંધી પદાર્થોથી એકવાર કે

વારંવાર લગાવીને, ઠંડા પાણી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોઈને, તેમાંથી કંદાદિ કે લીલી વનસ્પતિઓ કાઢીને સાફ કરીને આપીએ ઇત્યાદિ સર્વ વર્ણન વસ્ત્રૈષણા પ્રમાણે જાણવું.

से णं परो णेत्ता वएज्जाआउसंतो समणा ! मुहुत्तगं मुहुत्तगं अच्छाहि जाव ताव अम्हे असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवकरेंसु वा उवक्खडेंसु वा, तो ते वयं आउसो ! सपाणं सभोयणं पडिग्गहगं दासामो, तुच्छए पडिग्गहए दिण्णे समणस्स णो सुट्ठु णो साहु भवइ से पुव्वामेव आलोएज्जाआउसो ! ति वा, भइणी ! ति वा, णो खलु मे कप्पइ आहाकम्मिए असणे वा पाणे वा खाइमे वा साइमे वा भोत्तए वा पायए वा, मा उवकरेहि, मा उवक्खडेहि अभिकंखसि मे दाउं ? एमेव दलयाहि से सेवं वयंतस्स परो असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवकरेत्ता उवक्खडेत्ता सपाणगं सभोयणं पडिग्गहगं दलएज्जा, तहप्पगारं पडिग्गहगं अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– अच्छाहि = રહો उवकरेंसु = તૈયાર કરીને उवक्खडेंसु = અગ્નિ પર પકાવીને तुच्छए = ખાલી णो सुट्ठु = શ્રેષ્ઠ લાગે નહિ णो साहु भवइ = સારું લાગે નહિ.

ભાવાર્થ :– કદાચિત્ કોઈ ઘર માલિક સાધુને પ્રમાણે કહેહે આયુષ્યમાન શ્રમણ ! આપ થોડીકવાર ઊભા રહો. અમે હમણા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરશું. હે આયુષ્યમાન્ ! અમે આપને પાણી અને ભોજનથી ભરેલા પાત્ર આપશું કારણ કે સાધુને ખાલી પાત્ર આપવું યોગ્ય નથી. ત્યારે સાધુ વિચારીને ગૃહસ્થને પહેલાં કહી દે કે હે આયુષ્યમન્ ગૃહસ્થ ! હે આયુષ્યમતી બહેન ! મને આધાકર્મી 11

12

13

221

આહાર, પાણી ગ્રહણ કરવા કલ્પતા નથી. તમે મારા માટે આહારાદિ તૈયાર કરીને કે રાંધી આપો. જો તમે મને પાત્ર આપવાની ઇચ્છા રાખતા હો, તો પાત્ર એમ આપો. સાધુ પ્રમાણે કહે છતાં પણ જો ગૃહસ્થ આહારાદિ બનાવીને, પાત્રમાં તે ભરીને આપે, તો સાધુ તે પાત્રને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્રૈષણાના અતિદેશપૂર્વક સાધુ–સાધ્વીને અનેષણીય પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે.

સાધુના નિમિત્તે પાત્રમાં કોઈપણ પ્રકારના સંસ્કાર કરે, બજારમાંથી ખરીદે, ઉછીનું લાવે આદિ અનેક વિધિ–નિષેધ સૂત્રમાં છે, જેમ કે– (1) ગૃહસ્થ સાધુને થોડીવાર પછી યાવત્ એક માસ પછી આવીને પાત્રને લઈ જવાનું કહે ( ર) પાત્રને તેલ, ઘી આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને આપે (3) પાત્રને સુગંધિત પદાર્થો લગાવીને આપે (4) ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આપે ( પ) પાત્રમાં રાખેલા કંદ આદિ લીલોતરી, બીજ, ધાન્ય વગેરે કાઢીને, તેને સાફ કરીને આપે. (6) આહારપાણી તૈયાર કરાવી તેનાથી પાત્ર ભરીને સાધુને આપવાનું કહે. સર્વ કથનમાં સાધુના નિમિત્તે સાવદ્ય ક્રિયાની સંભાવના છે, તેથી ગૃહસ્થના તથાપ્રકારના વાર્તાલાપને સાંભળતાં સાધુ તેને પહેલાંથી સાવધાન કરી દે કે આવા અનેષણીય આહારયુક્ત પાત્ર મારા માટે કલ્પનીય નથી. સાધુ આધાકર્મ આદિ સર્વ દોષોથી રહિત પૂર્ણપણે નિર્દોષ રીતે પોતાની આવશ્યકતાની પૂર્તિ કરે છે.

પાત્ર ગ્રહણ પૂર્વે પ્રતિલેખન :

सिया परो णेत्ता पडिग्गहगं णिसिरेज्जा, से पुव्वामेव आलोएज्जा–

आउसो ! ति वा, भइणी ! ति वा, तुमं चेव णं संतियं पडिग्गहगं अंतोअंतेणं पडिलेहिस्सामि केवली बूयाआयाणमेयं, अंतो पडिग्गहगंसि पाणाणि वा बीयाणि वा हरियाणि वा, अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा जाव जं पुव्वामेव पडिग्गहगं अंतोअंतेण पडिलेहेज्जा શબ્દાર્થ :– णिसिरेज्जा = આપે संतियं = વિદ્યમાન पडिग्गहगं = પાત્ર.

ભાવાર્થ :– કદાચિત્ કોઈ ગૃહસ્થ પાત્રને સંસ્કારિત કર્યા વિના લાવીને સાધુને આપવા લાગે, તો સાધુ વિચારપૂર્વક પહેલાં તેને કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! હું તમારા પાત્રનું અંદર, બહાર, ચારે બાજુથી સારી રીતે પ્રતિલેખન કરીશ, રીતે કહીને મુનિ ગૃહસ્થની આજ્ઞા લઈને તે પાત્રોનું અંદર–બહાર નિરીક્ષણ કરે કારણ કે તે પાત્રમાં જીવજંતુ, બીજ કે લીલોતરી આદિની સંભાવના હોય છે, પ્રતિલેખન કર્યા વિના પાત્ર ગ્રહણ કરવું, તે કર્મબંધનું કારણ છે, તેમ કેવળી ભગવાને કહ્યું છે.

સાધુઓ માટે તીર્થંકરાદિ આપ્ત પુરુષોએ પહેલાથી પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુએ પાત્ર ગ્રહણ કરતાં પહેલાં પાત્રની અંદર, બહાર ચારે તરફ પ્રતિલેખન કરી લેવું જોઈએ.

सअंडादि सव्वे आलावगा जहा वत्थेसणाए, णाणत्तं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा सिणाणादि जाव अण्णयरंसि वा तहप्पगारंसि थंडिल्लंसि 14

15

અધ્યયન–6 : ઉદ્દેશક–1

222 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ पडिलेहिय–पडिलेहिय पमज्जिय–पमज्जिय तओ संजयामेव आयावेज्ज वा पयावेज्ज वा ભાવાર્થ :– સાધુ ઈંડા યાવત્ કરોળિયાના જાળા યુક્ત પાત્રને ગ્રહણ કરે નહિ ઇત્યાદિ સર્વ આલાપક વસ્ત્રૈષણાની સમાન જાણી લેવા જોઈએ. વિશેષતા છે કે જો તે તેલ, ઘી, માખણ, અન્ય સ્નિગ્ધ પદાર્થો તથા સુગંધિત પદાર્થો લગાવીને પાત્રને નવું કે સુંદર બનાવવા ઇચ્છે ઇત્યાદિ સર્વ વર્ણન વસ્ત્રૈષણાની જેમ જાણવું યાવત્ સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન, પ્રમાર્જન કરી યતનાપૂર્વક તે પાત્રને ધૂપમાં સૂકવે, વિશેષ સૂકવે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થ પાસેથી પાત્ર ગ્રહણ કરતાં પહેલાં તેનું પ્રતિલેખન એટલે નિરીક્ષણ કરવાનું પ્રતિપાદન છે અને ત્યાર પછી સંક્ષિપ્ત પાઠ દ્વારા સંપૂર્ણ વર્ણન વસ્ત્રૈષણાની સમાન જાણવાનું સૂચન છે.

વસ્ત્રૈષણા નામના પાંચના અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના સૂત્ર–16 થી 21 સુધીના સૂત્રોનું અહીં પાત્ર સાથે કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા છે કે વસ્ત્રમાં તેલ, ઘી આદિ લગાડવાનું કથન નથી અને પાત્રમાં તેનું કથન કરવું જોઈએ. તે સિવાય સર્વ કથન વસ્ત્રૈષણાની સમાન જાણવું.

अणलं अथिरं……… :– (1) अणलं– અપર્યાપ્ત. જે પાત્ર પ્રયોજનને સિદ્ધ કરવામાં ઉપયોગી હોય, તે अणलं કહેવાય છે, જેમ કે પાણી માટે પાત્રની જરૂર હોય અને ગૃહસ્થને ત્યાં જે પાત્ર હોય, તે એકદમ નાનું હોય, તો તે પાત્ર નિર્દોષ હોવા છતાં પાણી લેવા માટે ઉપયોગી થતું નથી ( ર) अथिरं– અસ્થિર.

પાત્ર મજબૂત અને ટકાઉ હોય અથવા એકદમ જૂનું, તરત તૂટી જાય તેવું હોય, તેને અસ્થિર કહેવાય છે. (3) अधुवं– અધ્રુવ. ગૃહસ્થ તેને બે–પાંચ દિવસ આદિ અલ્પકાલ માટે આપતા હોય, સદા માટે સંપૂર્ણપણે આપે, તો તે અધ્રુવ કહેવાય છે. (4) अधारणिज्जं– અધારણીય. આગમ આજ્ઞા પ્રમાણે સાધુને યોગ્ય હોય, રંગ–બેરંગી કે ચિત્રવાળું હોય, તે અધારણીય કહેવાય છે. (પ) रोइज्जंतं ण रोयइઇચ્છા હોવા છતાં પણ તે રાખી શકાય તેમ હોય. સાધુની પાસે જે પાત્ર છે તેની સાથે તે પાત્રને રાખવામાં કોઈ મેળ હોય, જોડમાં ક્યાંય બંધ બેસતું હોય, વજનમાં ભારે હોય તો તે અપેક્ષાએ અહીં रोइज्जंतं ण रोयइ કથન દ્વારા તેવા પાત્ર ગ્રહણનો નિષેધ છે.

રીતે જે પાત્ર અપર્યાપ્ત, અસ્થિર, અધ્રુવ અને અધારણીય હોય તથા બંધ બેસતું હોય તો સાધુ તેને ગ્રહણ કરે નહીં.

अलं, थिरं :જે પાત્ર (1) પ્રયોજનને સિદ્ધ કરવામાં ઉપયોગી હોય, (ર) મજબૂત અને ટકાઉ હોય, (3) ગૃહસ્થ કાયમ માટે વહોરાવી દેતા હોય (4) આગમ આજ્ઞાથી કલ્પનીય હોય ( પ) ગ્રહણ કરનાર સાધુના અન્ય પાત્ર સાથે બંધ બેસતું હોય, પાંચ ગુણોથી યુક્ત પાત્ર પ્રાપ્ત થાય તો સાધુ તેને ગ્રહણ કરી શકે છે.

અન્ય વર્જનીય દોષો :– (1) પાત્રમાં જીવજંતુ હોય, તો સાધુ ગ્રહણ કરે નહીં ( ર) પાત્ર ગ્રહણ કર્યા પછી તેને નવું, સુંદર બનાવવા થોડા કે વધારે સુગંધિત પદાર્થોનો લેપ કરે નહિ (3) પ્રયોજન વિના પાત્રને તેલ, ઘી આદિ લગાવે નહીં (4) પાત્ર નવું બનાવવા માટે થોડા કે ઝાઝા, ઠંડા કે ગરમ પાણીથી ધુએ નહિ (પ) પાત્રને સૂકવવા માટે સચિત્ત પૃથ્વી ઉપર મૂકે નહિ (6) પાત્રને ઠૂંઠા ઉપર, ઉંબરા પર, ખાંડણિયા પર, નાવાના બાજોઠ ઉપર સૂકવે નહિ, તેમજ ચલાયમાન ઊંચા સ્થાન ઉપર સૂકવવા મૂકે નહિ. (7) દીવાલ, 223

ભીંત, શિલા, પથ્થર કે એવા અન્ય કોઈ ઊંચા સ્થાને તેમજ ડગમગતી જગ્યા પર પાત્રને સૂકવવા મૂકે નહિ (8)

સ્તંભગૃહ, મંચગૃહ, ઉપરના માળમાં મહેલ ઉપર કે હવેલી આદિની ખુલ્લી છત પર પાત્રને સૂકવે નહિ.

પાત્રને એકાંતમાં લઈ જઈને અચિત્ત નિર્દોષ સ્થંડિલભૂમિને પોંજીને યતના પૂર્વક પાત્રને સૂકવવા મૂકે. સર્વ કથન વસ્ત્રૈષણા પ્રમાણે સમજવું.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– પાત્રૈષણાનો વિવેક સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–6/1 સંપૂર્ણ ।। 16

અધ્યયન–6 : ઉદ્દેશક–1

224 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ છઠ્ઠું અધ્યયન : બીજો ઉદ્દેશક ગોચરી પૂર્વે પાત્ર પ્રતિલેખન :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवायपडियाए पविसमाणे पुव्वामेव पेहाए पडिग्गहगं, अवहट्टु पाणे, पमज्जिय रयं, तओ संजयामेव गाहावइक‘लं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा केवली बूया आयाणमेयं अंतो पडिग्गहगंसि पाणे वा बीए वा रए वा परियावज्जेज्जा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा जं पुव्वामेव पेहाए पडिग्गहं, अवहट्टु पाणे, पमज्जिय रयं, तओ संजयामेव गाहावइक‘लं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा શબ્દાર્થ :– अवहट्टु = કાઢીને परियावज्जेज्जा = આવીને રહ્યા હોય, પડ્યા હોય.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહારપાણી માટે પ્રવેશ કરે, ત્યાર પહેલાં પાત્રને સારી રીતે જોઈ લે, તેમાં જીવ–જંતુ આદિ હોય, તો તેને કાઢીને એકબાજુએ મૂકી દે, રજને પોંજીને ખંખેરી નાંખે અને ત્યાર પછી યતનાપૂર્વક આહાર–પાણી માટે ઉપાશ્રયમાંથી બહાર નીકળે કે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. પાત્રોનું પ્રતિલેખન કે પ્રમાર્જન કર્યા વિના ગોચરી જવું, તેને કેવલી ભગવાને કર્મબંધનું કારણ કહ્યું છે. પ્રતિલેખન કરીને રાખેલા પાત્રમાં પણ કોઈ જીવજંતુ ચડી જાય, રજ ઉડીને પડે અથવા બીજ આદિ પડી શકે છે, તેથી તીર્થંકરાદિ આપ્તપુરુષોએ સાધુ માટે પહેલાં પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે આહાર–પાણી માટે જતાં સમયે પણ સાધુ પાત્રનું સમ્યક પ્રકારે નિરીક્ષણ કરી લે, કોઈ જીવ હોય તો તેને કાઢીને એકબાજુએ મૂકી દે, રજ આદિને પોંજીને ખંખેરી નાંખે અને ત્યારપછી યતનાપૂર્વક પાત્રોને ગ્રહણ કરીને ગોચરી માટે ઉપાશ્રયમાંથી નીકળે કે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ગોચરીએ જતાં પૂર્વે પાત્ર પ્રતિલેખન કરવાની આવશ્યકતા દર્શાવી છે.

સાધુ કે સાધ્વી દિવસમાં બે વાર વસ્ત્ર, પાત્ર આદિ પોતાની સર્વ ઉપધિનું પ્રતિલેખન કરે છે. તેમ છતાં ગોચરી માટે નીકળતા પહેલાં પાત્રનું પ્રતિલેખન સારી રીતે કરી લેવું જરૂરી છે. પ્રતિલેખન કરવામાં આવે તો સંયમવિરાધના અને જીવ વિરાધના થાય છે. વ્યાખ્યાકારે તે સિવાય બીજા પણ કારણોનું કથન કર્યું છે.

(1) કોઈ પાત્ર તૂટેલું હોય તો તેમાં આહારપાણી લઈ શકાય નહીં અને તકલીફ ઊભી થાય છે ( ર) કોઈ ધર્મદ્વેષીએ સાધુને બદનામ કરવા માટે શસ્ત્ર, વિષ કે અન્ય અકલ્પ્ય, અગ્રાહ્ય વસ્તુ તેમાં મૂકી દીધી હોય. (3) કોઈ હિંસક જીવ વીંછી, સર્પ પાત્રમાં બેસી ગયા હોય તો કરડી જાય, ઉતાવળમાં જોયા વિના તેમાં આહારપાણી લેવાથી ઝેર ચઢે અને જીવોની વિરાધના થાય. (4) ક્યારેક ઉતાવળમાં પાત્ર વ્યવસ્થિત રીતે સાફ થયું હોય, પાત્રમાં કોઈ આહારના અંશ રહી ગયા હોય તો તેમાં કીડીઓ ચડી જાય છે, તેથી ગોચરી માટે જાય ત્યારે અને આહાર પાણી ગ્રહણ કરે ત્યારે સાધુએ પાત્રનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવું જોઈએ.

1

225

સચિત્ત પાણી પરઠવાની વિધિ :