This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

સમાચારી છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને વસ્ત્રધારણ કરવાની સામાન્ય વિધિનું કથન છે.

સામાન્ય રીતે સાધુ સંયમી જીવનને અનુકૂળ અલ્પમૂલ્યવાન, સાદા નિર્દોષ અને એષણીય વસ્ત્રની યાચના કરે છે.

णो धोएज्जा णो रएज्जा :ધુએ નહીં, રંગે નહીં, વસ્ત્રની યાચના કરતા સમયે સાધુ પોતાની આવશ્યકતા અને અનુકૂળતાને લક્ષમાં રાખીને ઉપયોગમાં આવે તેવા યોગ્ય વસ્ત્રની ગવેષણા કરીને ગ્રહણ કરે છે. જો વસ્ત્ર અત્યંત મેલું હોય, રંગના ડાઘા પડી ગયા હોય, સાધુને પહેરવા યોગ્ય હોય, તો વસ્ત્ર ગ્રહણ કર્યા પછી તુરંત સાધુને વસ્ત્ર ધોવાની કે ડાઘ દૂર કરવા અથવા ડાઘ દેખાય તે માટે ગળી આદિ રંગીન પદાર્થો નાંખવા પડે છે. આવા કોઈ પણ પ્રકારના પરિકર્મ કે પ્રક્રિયા કરવી પડે તેવા વસ્ત્ર સાધુએ નિરીક્ષણ અને પરીક્ષણ કરીને લેવા જોઈએ. વસ્ત્રનો વપરાશ કરતાં ધોવાની અત્યંત આવશ્યકતા લાગે, તો સ્થવિરકલ્પી સાધુ ગુરુ આજ્ઞાથી પોતાની સમાચારી પ્રમાણે વિવેકપૂર્વક તેને સાફ કરી શકે છે, વિભૂષાની દષ્ટિએ સાધુને વસ્ત્ર ધોવા કલ્પતા નથી.

શોભા શણગારની વૃત્તિથી વસ્ત્રને ધોવાની, ગળી આદિ દ્રવ્યો નાંખવાની પ્રવૃત્તિઓ બાકુશિક છે, તે સાધુના સંયમને દૂષિત કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં બ્રહ્મચર્યની રક્ષા માટે વિભૂષા વૃત્તિને તાલપુટ વિષની ઉપમા આપી છે, તેથી સંયમી જીવનના અમૂલ્ય સમયને દેહવિભૂષામાં બગાડ્યા વિના સાધુ સ્વાધ્યાયધ્યાનમાં લીન રહે.

एयं खलु वत्थधारिस्स सामग्गियं :શાસ્ત્રોક્ત નિયમાનુસાર વિવેકપૂર્વક, વસ્ત્રને ધારણ કરવા, તે વસ્ત્રધારી સાધુની સામગ્રી એટલે સંયમ સમાચારી છે.

1

209

સંયમશીલ સાધુનું લક્ષ આત્મ વિશુદ્ધિનું હોય છે. તે સાધનામાં સહાયક શરીરનું પોષણ કરવા નિર્દોષ આહાર કરે છે. તે રીતે ફક્ત લજ્જા નિવારણ માટે તેમજ સાધનામાં સહાયક દેહના રક્ષણ માટે સંયમ જીવનની સમાચારી અનુસાર મર્યાદિત વસ્ત્રો ધારણ કરે છે, તેથી ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ અને એષણીય તથા પોતાના ઉપયોગમાં આવી શકે, તેવા યોગ્ય વસ્ત્રની યાચના કરે અને તે વસ્ત્રને તત્કાલ ધોવા વગેરે ક્રિયાઓ કર્યા વિના ધારણ કરે.

વસ્ત્રો સાથે વિહારાદિ :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवायपडियाए पविसिउकामे सव्वं चीवरमायाए गाहावइक‘लं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा, एवं बहिया वियारभूमिं वा विहारभूमिं वा गामाणुगामं वा दूइज्जेज्जा । अह पुण एवं जाणेज्जा तिव्वदेसियं वा वासं वासमाणं पेहाए, तिव्वदेसियं वा महियं सण्णिवयमाणिं पेहाए, महावाएण वा रयं समुद्धुयं पेहाए, तिरिच्छं संपाइमा वा तसा पाणा संथडा सण्णिवयमाणा पेहाए, से एवं णच्चा णो सव्वं चीवरमायाए गाहावइक‘लं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खमेज्ज वा पविसेज्ज वा गामाणुगामं वा दूइज्जेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જો ગૃહસ્થના ઘરે આહાર પાણી લેવા જવાની ઇચ્છા કરે તો તે(તદ્યોગ્ય)

આવશ્યક સર્વ વસ્ત્રો સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે અને ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે. તે જ રીતે સ્વાધ્યાય ભૂમિ કે સ્થંડિલ ભૂમિમાં જાય ત્યારે પણ(તદ્યોગ્ય) સર્વ ઉપયોગી વસ્ત્રોને સાથે લઈને જાય અને ગ્રામાનુગ્રામ વિહાર કરે, ત્યારે સાધુ વસ્ત્રાદિ પોતાની સર્વ ઉપધિ લઈને ગ્રામાનુગ્રામ વિહાર કરે.

જો સાધુ કે સાધ્વી એમ જાણે કે થોડો કે વધુ વરસાદ વરસી રહ્યો છે, થોડી કે વધુ ઝાકળ કે ધુમ્મસ વરસી રહી છે, વાવાઝોડાના કારણે સંપૂર્ણ આકાશમાં ધૂળ છવાઈ ગઈ છે, તિરછા ઉડનારા જીવ–જંતુઓ વિપુલ માત્રામાં એક સાથે ભેગા થઈને ચારે બાજુ ઉડી રહ્યા છે, પડી રહ્યા છે. પ્રકારના વાતાવરણને જાણીને સાધુ આવશ્યક સર્વ વસ્ત્રોને સાથે લઈને ગૃહસ્થના ઘરમાં ગોચરી લેવા માટે પ્રવેશ કરે નહીં કે

બહાર નીકળે નહીં, તે રીતે ઉપરોક્ત સ્વાધ્યાય ભૂમિમાં કે સ્થંડિલ ભૂમિમાં જાય નહીં અને ગ્રામાનુગ્રામ વિહાર કરે નહીં.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ–સાધ્વીને બહાર જતી વખતે પોતાના સર્વ આવશ્યક વસ્ત્રોને સાથે લઈને જવાનું કથન છે.

સાધુ ગોચરી વગેરે કાર્ય માટે ઉપાશ્રયની બહાર જાય, ત્યારે પોતાની વેશભૂષા અનુસાર વ્યવસ્થિત વસ્ત્રો ધારણ કરીને જાય, તે ઉપરાંત પોતાની આવશ્યકતા અનુસાર વસ્ત્રો સાથે લઈને જાય, જેમ કે

ગોચરી જાય, ત્યારે તદ્યોગ્ય જોળી આદિ ઉપકરણો સાથે લઈ જવા જરૂરી છે અને જ્યારે એક ગામથી 2

અધ્યયન–પ : ઉદ્દેશક–ર 210 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ બીજે ગામ વિહાર કરે, ત્યારે પોતાના વસ્ત્ર, પાત્ર, પોથી–પાના આદિ સમસ્ત ઉપધિ સાથે લઈને જાય.

તેમાં પ્રમાદથી પોતાની કોઈ પણ ઉપધિ ભૂલી જાય કે રહી જાય તેનું ધ્યાન રાખે.

સંક્ષેપમાં સાધુ પ્રસંગાનુસાર પોતાની આવશ્યકતા પ્રમાણે વિવેકપૂર્વક પોતાની ઉપધિ પોતાની સાથે લઈને જાય. વિશેષ વર્ણન માટે જુઓ : અધ્યનન–1, ઉદ્દેશક–1.

પ્રાતિહારિક વસ્ત્રને પાછા આપવાની વિધિ :

से भिक्खू वा भिक्खुणी वा से एगइओ मुहुत्तगं मुहुत्तगं पाडिहारियं वत्थं जाएज्जा जाव एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा विप्पवसिय विप्पवसिय उवागच्छेज्जा, तहप्पगारं वत्थं णो अप्पणा गेण्हेज्जा, णो अण्णमण्णस्स देज्जा णो पामिच्चं क‘ज्जा, णो वत्थेण वत्थं परिणामं करेज्जा, णो परं उवसंकमित्तु एवं वएज्जाआउसंतो समणा ! अभिकंखसि वत्थं धारेत्तए वा परिहरित्तए वा ? थिरं वा णं संतं णो पलिच्छिंदिय पलिचि्ंछदिय परिठ्ठवेज्जा, तहप्पगारं वत्थं ससंधियं तस्स चेव णिसिरेज्जा, णो णं साइज्जेज्जा । से एगइओ एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म जे भयंतारो तहप्पगाराणि वत्थाणि ससंधियाणि मुहुत्तगं मुहुत्तगं जाइत्ता जाव एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा विप्पवसिय विप्पवसिय उवागच्छंति, तहप्पगाराणि वत्थाणि णो अप्पणा गिण्हंति, णो अण्णमण्णस्स अणुवदेंति, तं चेव जाव णो णं साइज्जंति, बहुवयणेण भाणियव्वं से हंता अहमवि मुहुत्तगं–मुहुत्तगं पाडिहारियं वत्थं जाइत्ता एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा विप्पवसिय विप्पवसिय उवागच्छिस्सामि, अवियाइं एयं ममेव सिया, माइठ्ठाणं संफासे, णो एवं करेज्जा શબ્દાર્થ :– से एगइओ = તે કોઈ मुहुत्तगं = થોડા સમય માટે पाडिहारियं = પાઢિયારા विप्पवसिय = રહીને उवागच्छेज्जा = પાછા આવી જાય संसधियं = સાંધેલાને तस्स चेव = તેને णिसिरेज्जा = આપી દે णो णं साइज्जेज्जा = સ્વયં વાપરે નહિ णो साइज्जंति = પોતે વાપરતા નથી बहुवयणेण भाणियव्वं = રીતે બહુવચનમાં કહેવું જોઈએ से हंता = તે સાધુ હર્ષપૂર્વક સ્વીકાર કરતા કહે છે કે

अहमवि = હું પણ पडिहारियं वत्थं जाइत्ता = સાધુ પાસેથી પાઢિયારા વસ્ત્રની યાચના કરી अवियाइं = જેથી एयं = વસ્ત્ર ममेव सिया = મારું થઈ જશે એમ વિચારે તો माइठ्ठाणं संफासे = માયાનું સેવન કરે છે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી થોડા સમય માટે અન્ય સાધુ પાસેથી પાઢિઆરા વસ્ત્રની યાચના કરે છે અને પછી કોઈ બીજા ગામાદિમાં એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ અથવા પાંચ દિવસ સુધી રહીને પાછા આવી જાય છે. તે સમય દરમ્યાન તે વસ્ત્ર ખરાબ થઈ જાય કે ફાટી જાય તો તે વસ્ત્ર પાછું આપતાં હોય, ત્યારે દેનાર સાધુ સ્વયં તેને ગ્રહણ કરે નહીં, તે વસ્ત્ર બીજા સાધુને આપે નહિ, ઉધાર(પછી 3

211

પાછું આપવાની શરતે) આપે નહિ, તેમજ અદલા બદલી પણ કરે નહિ તથા બીજા પાસે જઈને ‘ હે આયુષ્યમાન શ્રમણ ! તમે વસ્ત્રને ધારણ કરવા ઇચ્છો તો ધારણ કરો˜ એમ કહે નહિ. તે વસ્ત્ર ટકાઉ હોવાથી તેના ટુકડે ટુકડા કરીને પરઠે નહીં, પરંતુ જે સાધુથી વસ્ત્ર ખરાબ થયું છે, તે સાધુને આપી દે, પરંતુ પોતે તેનો સ્વીકાર કરે નહિ.

કોઈ એક સાધુ પ્રકારની વાત સાંભળી તેના મનમાં વિચાર કરે કે કેટલાક શ્રમણો એવા હોય છે કે તેની પાસેથી કોઈ સાધુ થોડા સમય માટે વસ્ત્ર માંગીને લઈ જાય અને તે વસ્ત્ર ખરાબ થવાથી કે ફાટી જવાથી વસ્ત્ર પાછું આપવા છતાં તે વસ્ત્ર પાછું લેતા નથી, પરંતુ વસ્ત્ર ખરાબ કરનારને પાછું આપી દે છે. તો હું પણ થોડા સમય માટે તે સાધુઓ પાસેથી પ્રાતિહારિક મનગમતા વસ્ત્રની યાચના કરું યાવત્ પાંચ દિવસ પર્યંત અન્ય કોઈ ગામાદિમાં નિવાસ કરીને ફરી અહીં આવી જઈશ. તે વસ્ત્ર ગંદુ થઈ જવાથી મારું થઈ જશે.આ પ્રમાણે વિચાર કરીને જો સાધુ બીજા સાધુ પાસેથી પાઢીહારા વસ્ત્રને ગ્રહણ કરે તો તે માયાસ્થાનનો સ્પર્શ કરે છે અર્થાત્ તેને માયાનો દોષ લાગે છે, માટે સાધુએ પ્રમાણે કરવું જોઈએ નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં પાઢિયારા વસ્ત્રને પાછું આપતા સાધુ કઈ રીતે માયા–કપટ કરે છે તે વિષયનું કથન છે.

અધ્યયન/1 ના કથનાનુસાર સાધુ પોતાના વસ્ત્ર કે કંબલ ગૃહસ્થ પાસેથી અમુક સમય માટે અર્થાત્ પ્રાતિહારિક રૂપે ગ્રહણ કરતા નથી, તેથી સૂત્રમાં સાધુ કે સાધ્વીનું કથન હોવા છતાં પણ સાધુ પોતાના સાંભોગિક અન્ય સાધુ પાસેથી પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરે છે, તે પ્રમાણે સમજવું જોઈએ.

पाडिहारियं वत्थं :પ્રાતિહારિક વસ્ત્ર. ક્યારેક ઠંડી વગેરે ૠતુમાં સાધુને અધિક વસ્ત્રની આવશ્યકતા હોય અને ગૃહસ્થ પાસે યાચના કરવા છતાં નિર્દોષ વસ્ત્રની પ્રાપ્તિ થતી હોય, ત્યારે સાધુ બે–ચાર દિવસ માટે પોતાના અન્ય સાંભોગિક સાધુ પાસેથી પાછું આપવાનું વચન આપીને વસ્ત્ર ગ્રહણ કરે છે.

તેને અહીં પ્રાતિહારિક વસ્ત્ર કહ્યું છે.

અન્ય સાધુ પાસેથી વસ્ત્ર ગ્રહણ કરીને વસ્ત્ર ગ્રહણ કરનાર સાધુ વિહાર કરીને અન્યત્ર જાય, ત્યાં વસ્ત્રને વાપરતાં કે અન્ય કોઈ કારણથી તે વસ્ત્ર ફાટી જાય, તેમાં ડાઘા પડી જાય અને તે વસ્ત્ર બગડી જાય, ત્યાર પછી તે સાધુ પાછા આવીને વસ્ત્ર પાછું આપવા જાય ત્યારે વસ્ત્રના માલિક સાધુ તે બગડેલા વસ્ત્રને સ્વીકારે નહીં અને તે વસ્ત્ર સાધુને પાછું આપે, તો રીતે ગચ્છમાં સાધુઓના પરસ્પરના વ્યવહારમાં એકાદ–બે વાર આવા પ્રસંગો બને, તે જોઈને કોઈ સાધુ બીજાનું વસ્ત્ર લઈ લેવાની વૃત્તિથી અન્ય સાધુ પાસેથી પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરે, તો તે સાધુ માયાસ્થાનનું સેવન કરે છે કારણ કે પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરવામાં સાધુની જરૂરિયાત નથી, પરંતુ કોઈના વસ્ત્રને પોતાનું બનાવવાની માયાવી વૃત્તિ છે.

સાધક જીવનમાં તથાપ્રકારની માયાવી પ્રવૃત્તિ સર્વથા અયોગ્ય છે.

વસ્ત્રમાં અનાસક્ત ભાવ :

से भिक्खू वा भिक्खुणी वा णो वण्णमंताइं वत्थाइं विवण्णाइं करेज्जा, विवण्णाइं वत्थाइं णो वण्णमंताइं करेज्जा, अण्णं वा वत्थं लभिस्सामि त्ति कट्टु णो अण्णमण्णस्स देज्जा, णो पामिच्चं क‘ज्जा, णो वत्थेण वत्थपरिणामं करेज्जा, णो परं उवसंकमित्तु एवं वएज्जाआउसंतो समणा ! अभिकंखसि मे वत्थं 4

અધ્યયન–પ : ઉદ્દેશક–ર 212 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ धारेत्तए वा परिहरेत्तए वा ? थिरं वा णं संतं णो पलिच्छिंदिय पलिच्छिंदिय परिठ्ठवेज्जा जहा मेयं वत्थं पावगं परो मण्णइ परं णं अदत्तहारिं पडपहे पेहाए तस्स वत्थस्स णियाणाए णो तेसिं भीओ उम्मग्गेणं गच्छेज्जा जाव अप्पुस्सुए जाव तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा શબ્દાર્થ :– परं च णं = અને કોઈ अदत्तहारि = ચોર(આપ્યા વિના લેનારા) तस्स वत्थस्स = તે વસ્ત્રને णियाणाए = રાખવા માટે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સુંદર વર્ણવાળા વસ્ત્રને ખરાબ કરે નહિ તેમજ ખરાબ વસ્ત્રને સુંદર કરે નહિ.

મને બીજું સારું વસ્ત્ર મળી જશે એમ વિચારીને પોતાના જુના વસ્ત્રો કોઈ બીજા સાધુને આપે નહિ. કોઈની પાસેથી વસ્ત્ર ઉધાર લે નહિ. પોતાના વસ્ત્રની અદલાબદલી કરે નહિ. બીજા સાધુ પાસે જઈને એમ પણ કહે નહિહે આયુષ્યમાન શ્રમણ ! શું તમે મારા વસ્ત્રને ધારણ કરવા, પહેરવા ઇચ્છો છો ? મારા આ વસ્ત્રને બીજા લોકો ખરાબ માને છે, તેમ વિચારીને(તે કારણથી) વસ્ત્રના ટુકડા કરીને પરઠે નહીં.

તે ઉપરાંત જો સાધુ પાસે મનોજ્ઞ વસ્ત્ર હોય તો રસ્તામાં સામે આવતા ચોરોને જોઈને તે વસ્ત્રની રક્ષા માટે ચોરોથી ભયભીત થઈ સાધુ ઉન્માર્ગમાં જાય નહિ, પરંતુ જીવન–મરણ પ્રત્યે હર્ષ–શોકથી મુક્ત બની યાવત્ સમાધિભાવ સાથે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से विहं सिया, से जं पुण विहं जाणेज्जाइमंसि खलु विहंसि बहवे आमोसगा वत्थपडियाए संपिंडिया गच्छेज्जा जाव गामाणुगामं दूइज्जेज्जा ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ કે સાધ્વી રસ્તામાં આવતા અટવી–જંગલ અને તે રસ્તાના વિષયમાં જાણે કે જંગલમાં ઘણા ચોરો વસ્ત્ર લૂંટવા માટે એકઠા થઈને આવે છે, તો તે સાધુ તેનાથી ડરીને ઉન્માર્ગમાં જાય નહિ યાવત્ સમાધિ ભાવમાં સ્થિર બની યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से आमोसगा संपिंडिया गच्छेज्जा, ते णं आमोसगा एवं वएज्जा आउसंतो समणा ! आहरेयं वत्थं, देहि, णिक्खिवाहि, जहा इरियाए, णाणत्तं वत्थपडियाए ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ–સાધ્વીને રસ્તામાં ચોર મળે અને કહે કેહે આયુષ્યમાન શ્રમણ ! તમારા વસ્ત્ર લાવો અને અમારા હાથમાં સોંપી દો કે અમારી સામે રાખી દો.ત્યારે સાધુ વસ્ત્રને ભૂમિ પર રાખી દે પરંતુ ચોરના હાથમાં આપે નહીં, દીનતાપૂર્વક વસ્ત્ર પાછા માંગે નહીં, જો વસ્ત્ર પાછા લેવા હોય, તો ધર્મોપદેશ આપીને લે. સર્વ વર્ણન ઇર્યા અધ્યયન(ત્રીજા અધ્યયન) પ્રમાણે જાણવું.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વિવિધ પરિસ્થિતિઓમાં વસ્ત્ર પ્રતિ અનાસક્ત ભાવ રાખવાનું સૂચન કર્યું છે.

સાધુ લજ્જાના નિવારણ માટે અનાસક્ત ભાવે વસ્ત્ર ધારણ કરે છે તેથી વસ્ત્રના રંગ પરિવર્તન વગેરે કોઈપણ સંસ્કાર કરે નહીં, નવા વસ્ત્રના અનુરાગથી જૂના વસ્ત્રો કોઈને આપે નહીં, તેના ટુકડા 5

6

213

કરીને પરઠે નહીં, મારું વસ્ત્ર જૂનું થઈ ગયું હોવાથી લોકોને ગમતું નથી, તેમ વિચારીને વસ્ત્રમાં ફેરફાર કરે નહીં. પોતાની પાસે જેવા વસ્ત્રો હોય, તે વસ્ત્રોને તે રૂપે ધારણ કરે.

જંગલના માર્ગે વિહાર કરતાં રસ્તામાં ચોર વસ્ત્ર લઈ લેશે તેવા ભયથી સાધુ માર્ગ બદલે નહીં. તે જ રસ્તે જતાં ચોર રસ્તામાં મળી જાય અને વસ્ત્ર માંગે, તો વસ્ત્ર ચોરના હાથમાં આપે નહીં પરંતુ નીચે મૂકી દે. વસ્ત્ર પાછા માંગવા માટે ચોર પાસે જરા માત્ર લાચારી કે ખુશામત કરે નહીં, પરંતુ ચોરને ધર્મોપદેશ આપી, સાધુચર્યાના નિયમો સમજાવીને વસ્ત્ર પાછા આપવાનું કહે.

સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સાધુને માટે વસ્ત્ર કેવળ સંયમ સાધનાને માટે છે, તેથી સાધુ કોઈ પણ પરિસ્થિતિમાં વસ્ત્રમાં મમત્વભાવ કરે નહીં. હંમેશાં નિર્ભયપણે, નિર્મમત્વભાવે ખુમારીપૂર્વક સંયમનું પાલન કરે.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– વસ્ત્રૈષણા સંબંધી વિવેક તે સાધુ–સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–પ/ર સંપૂર્ણ ।। ।। પાંચમું અધ્યયન સંપૂર્ણ ।। 7

અધ્યયન–પ : ઉદ્દેશક–ર 214 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ છઠ્ઠું અધ્યયન પરિચય અધ્યયનનું નામ પાત્રૈષણા છે.

સાધુ કે સાધ્વીને સાધનાના સાધનભૂત દેહ નિર્વાહ માટે આહારની આવશ્યકતા છે. તે રીતે આહાર ગ્રહણ કરવા માટે પાત્રની પણ જરૂર પડે છે. સાધક જ્યાં સુધી દઢ મનોબળપૂર્વક કરપાત્રી બને ત્યાં સુધી તે સૂત્રોક્ત ત્રણ પ્રકારના પાત્રમાંથી કોઈપણ પાત્ર રાખે છે.

સાધુને કેવા અને કેટલા પાત્રો રાખવા, પાત્રની યાચના કેવી રીતે કરવી વગેરે વિષયોનું પ્રતિપાદન આ પાત્રૈષણા અધ્યયનમાં કર્યું છે.

પાત્રના બે પ્રકાર છેદ્રવ્યપાત્ર અને ભાવપાત્ર.

જેમાં પદાર્થોનું ગ્રહણ થાય તે દ્રવ્યપાત્ર છે અને અનંતગુણોના રહેવાના ભાજન રૂપ આત્મા સ્વયં ભાવપાત્ર છે. અનંત ગુણોના પ્રગટીકરણ માટે રત્નત્રયીની સાધના કરતા હોવાથી સાધુ ભાવપાત્ર છે.

પ્રસ્તુત અધ્યયનમાં દ્રવ્યપાત્ર વિષયક વિચારણા છે.

અધ્યયનમાં બે ઉદ્દેશક છે.

પ્રથમ ઉદ્દેશકમાં પાત્રના પ્રકાર, પાત્રની મર્યાદા, એષણીય–અનેષણીય પાત્ર, બહુમૂલ્યવાન પાત્ર ગ્રહણનો નિષેધ, પાત્ર પ્રતિલેખન, પાત્રૈષણા સંબંધી ચાર પડિમાઓ; રીતે પાત્ર સંબંધી વિધિ–નિષેધનું કથન છે.

બીજા ઉદ્દેશકમાં પાત્ર ધારણ વિધિનું વિસ્તૃત વર્ણન છે.

રીતે બંને ઉદ્દેશક દ્વારા પાત્ર સંબંધી ગવેષણા, ગ્રહણૈષણા અને પરિભોગૈષણાનું પ્રતિપાદન છે.

સાધુ પોતાની આવશ્યકતા પ્રમાણે નિર્દોષ પાત્ર ગ્રહણ કરે અને રાગ–દ્વેષ રહિત અનાસક્ત ભાવે તેનો ઉપયોગ કરે છે.

 215

      છઠ્ઠું અધ્યયન : પાત્રૈષણા પહેલો ઉદ્દેશક

પાત્રના પ્રકાર અને મર્યાદા :

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा पायं एसित्तए, से जं पुण पायं जाणेज्जा, तं जहाअलाउपायं वा दारुपायं वा मट्टियापायं वा, तहप्पगारं पायं, जे णिग्गंथे तरुणे जुगवं बलवं अप्पायंके थिरसंघयणे, से एगं पायं धारेज्जा, णो बिइयं શબ્દાર્થ :– लाउयपायं = તુંબડાનું પાત્ર दारुपायं = લાકડાનું પાત્ર मट्टियापायं = માટીનું પાત્ર एगं पायं धारेज्जा = ત્રણમાંથી એક જાતિના પાત્રને ધારણ કરે णो बिइयं = બીજા પાત્ર રાખે નહિ.

ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી જો પાત્ર ગ્રહણ કરવા ઇચ્છે તો તે પાત્રના વિષયમાં પ્રમાણે જાણેતુંબડાનું પાત્ર, લાકડાનું પાત્ર અને માટીનું પાત્ર, ત્રણ પ્રકારનાં પાત્રમાંથી જે નિર્ગ્રંથ તરુણ, બલિષ્ઠ, સ્વસ્થ અને દઢ સંહનનવાળા છે, તે કોઈ એક જાતના પાત્રને ધારણ કરે, બીજા પ્રકારનાં પાત્રને રાખે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा परं अद्धजोयणमेराए पायपडियाए णो अभिसंधारेज्जा गमणाए ભાવાર્થ :– સાધુ કે સાધ્વી બે ગાઉથી વધુ દૂરના સ્થાનમાં પાત્ર લેવા જવાનો મનમાં વિચાર કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ગ્રાહ્ય પાત્રના પ્રકાર તથા પાત્ર ગ્રહણની જાતિ અને ક્ષેત્ર મર્યાદાનું કથન છે.

સાધુને પોતાના આહાર–પાણી માટે તથા વૃદ્ધ, તપસ્વી, ગ્લાન આદિ સાધુઓની વૈયાવચ્ય માટે પાત્રની જરૂર પડે છે, તેથી સાધુ આગમિક મર્યાદા અનુસાર પાત્ર ધારણ કરે છે.

સૂત્રકારે સાધુને માટે ગ્રાહ્ય ત્રણ પ્રકારના પાત્રનું કથન કર્યું છે– (1) તુંબડાનું પાત્ર, (ર) લાકડાનું પાત્ર અથવા (3) માટીનું પાત્ર. ત્રણે પ્રકારનાં પાત્રો લઘુતા સૂચક હોય છે. શ્રી ઠાણાંગ સૂત્ર આદિ અનેક શાસ્ત્રોમાં પણ સાધુને ઉપરોક્ત ત્રણ પ્રકારના પાત્ર ધારણ કરવાનું કથન છે. તે ઉપરાંત સંન્યાસી–પરિવ્રાજક આદિના ઉપકરણ વિષયક આગમિક વર્ણનોમાં તેઓને માટે પણ ત્રણ જાતિના પાત્રનું વિધાન જોવા મળે છે.

एगं पायं धारेज्जा :સામાન્ય રીતે સાધુ ત્રણ જાતના પાત્ર ધારણ કરી શકે છે. તેમાં તરુણ, બલવાન, 1

2

અધ્યયન–6 : ઉદ્દેશક–1

216 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ દઢ સંઘયણવાળા સાધુ એક પ્રકારના એટલે લાકડાના કે માટીના અથવા ક્યારેક તુંબડાના તેમ કોઈ પણ એક પ્રકારના પાત્ર ધારણ કરી શકે છે.

વ્યાખ્યામાં एगं पायं धारेज्जा સૂત્રમાં एगंŠ શબ્દને સંખ્યાવાચી ગણીને તેની વ્યાખ્યા કરી છે. એક પાત્ર રાખવાનું સૂત્રોક્ત કથન જિનકલ્પી સાધુને માટે છે. સ્થવિર કલ્પી સાધુઓ ઓછામાં ઓછા ત્રણ પાત્ર રાખે છે.

સાધુ પોતાની શારીરિક શકિત, સંયોગ આદિનો વિચાર કરીને ક્રમશઃ વૃત્તિસંક્ષેપ કરતા સાધુ જીવનની મર્યાદાથી ઉપધિને ઘટાડતા જાય છે. પાત્ર ઊણોદરી સંબંધી આગમિક વર્ણનમાં ગણનાની અપેક્ષાએ એક કે બે પાત્ર રાખવાથી સાધુને ઊણોદરી તપ થાય છે. તથાપ્રકારનું કથન જોવા મળે છે. આ રીતે સાધુ સંખ્યાની અપેક્ષાએ અથવા જાતિની અપેક્ષાએ પોતાની મર્યાદા ઘટાડીને એક પાત્ર ધારણ કરે છે.

સાધુ–સાધ્વી આહાર, પાણી, વસ્ત્રની જેમ પાત્રની ગવેષણા માટે પણ બે ગાઉ સુધી જઈ શકે

છે. તેનાથી વધુ દૂરના ક્ષેત્રમાં પાત્ર પ્રાપ્ત થાય, તેમ હોય અને પાત્રની આવશ્યકતા હોય, તો સાધુ વિહાર કરીને વિચરણ કરતાં ત્યાં જઈ શકે છે.

દોષયુક્ત પાત્ર ગ્રહણ નિષેધ :

जे भिक्खू वा भिक्खुणी वा से जं पुण पायं जाणेज्जाअस्सिंपडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाइं जहा पिंडेसणाए चत्तारि आलावगा पंचमो बहवे समण–माहण पगणिय–पगणिय तहेव ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં જાણે કે ગૃહસ્થે નિર્ગ્રંથ સાધુને આપવાના હેતુથી એક સાધર્મિક સાધુના લક્ષ્યે પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વોનો સમારંભ કરી પાત્ર તૈયાર કર્યું છે; તે પાત્ર ઔદ્દેશિક–

સાધુ માટે બનાવેલું, ક્રીત–સાધુ માટે ખરીદેલું, પ્રામિત્યઉધાર લાવેલું, અચ્છેદ્યબળજબરીથી ઝૂંટવીને લાવેલું, અનિસૃષ્ટમાલિકની આજ્ઞા વિનાનું, અભ્યાહૃતસામેથી લાવેલું છે અને તે અપુરુષાંતરકૃત યાવત્ અનાસેવિત હોય, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

રીતે એક કે અનેક સાધુ અને એક કે અનેક સાધ્વીના ઉદ્દેશથી તૈયાર કરેલા પાત્ર સાધુ ગ્રહણ ન કરે. ચારે આલાપક પિંડૈષણાની જેમ જાણવા અને પાંચમો આલાપક ઘણા શ્રમણો, બ્રાહ્મણોને ગણી ગણીને તૈયાર કરાવવાના વિષયમાં જાણવો.

से भिक्खू वा भिक्खुणी वा जाव बहवे समण–माहण समुद्दिस्स एवं जहा पिंडेसणाए जाव पुरिसंतरकडं पडिगाहेज्जा तहेव असंजए भिक्खुपडियाए कीयं वा, एवं वत्थेसणा आलावओ जाव पुरिसंतरकडं पडिग्गाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં જાણે કે ગૃહસ્થે ઘણા જૈનેતર શ્રમણ, બ્રાહ્મણ આદિના સમુચ્ચય લક્ષ્યે પાત્ર બનાવ્યા છે, તે સર્વ આલાપક વસ્ત્રૈષણાની સમાન સમજી લેવા જોઈએ યાવત્ પુરુષાંતરકૃત હોય તો ગ્રહણ કરી શકે છે. તેમજ ગૃહસ્થ સાધુ માટે પાત્ર ખરીદીને લાવ્યા હોય વગેરે આલાપક પણ વસ્ત્રૈષણાની સમાન જાણવા યાવત્ પુરુષાંતરકૃત હોય તો ગ્રહણ કરી શકે છે.