This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

પાણીથી એકવાર કે વારંવાર ધોઈને સાધુને આપે, તો તે પ્રકારના વસ્ત્રને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ સાધુ ગ્રહણ કરે નહિ.

से णं परो णेत्ता वएज्जाआउसो! त्ति वा भइणी ! त्ति वा आहरेयं वत्थं कंदाणि वा जाव हरियाणि वा विसोहेत्ता समणस्स णं दाहामो ।एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा आउसो ! त्ति वा भइणी ! ति वा मा एयाणि तुमं कंदाणि वा जाव विसोहेहि, णो खलु मे कप्पइ एयप्पगारे वत्थे पडिगाहित्तए ભાવાર્થ :– જો તે ગૃહસ્થ પોતાના ઘરની કોઈ વ્યક્તિને કહે કેહે આયુષ્યમાન ભાઈ કે બહેન ! તે વસ્ત્ર લાવો, તેમાંથી કંદ યાવત્ લીલોતરી કાઢીને(વિશુદ્ધ કરીને) સાધુને આપીએ. પ્રકારની વાત સાંભળીને તેના પર વિચાર કરીને સાધુ પહેલાં દાતાને કહે કેહે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! વસ્ત્રમાંથી કંદ યાવત્ લીલોતરી કાઢો નહિ(શુદ્ધ કરો નહિ), મને પ્રકારનું વસ્ત્ર કલ્પતું નથી.

से सेवं वयंतस्स परो कंदाणि वा जाव हरियाणि विसोहेत्ता दलएज्जा तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ પ્રમાણે કહે તેમ છતાં પણ ગૃહસ્થ કંદ યાવત્ લીલોતરી કાઢીને વસ્ત્રને શુદ્ધ કરીને આપે, તો તે પ્રકારના વસ્ત્રને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ અનેષણીય વસ્ત્રોના ગ્રહણનો નિષેધ કર્યો છે.

(1) એક, બે દિવસથી લઈને એક મહિના પછી વસ્ત્ર લઈ જજો, રીતે સાધુને વચનબદ્ધ કરે, તો સાધુ તે વચનનો સ્વીકાર કરે નહિ, કારણ કે ગૃહસ્થ તે સમય દરમ્યાન નવું વસ્ત્ર ખરીદીને લાવે, સાવદ્ય ક્રિયા કરીને રાખે, તો સાધુ માટે તે વસ્ત્ર અકલ્પનીય થાય છે. તે ઉપરાંત ગૃહસ્થે જેટલા દિવસોની મર્યાદા કહી છે તેમાં કોઈ કારણવશ સાધુ જઈ શકે તો તેને ભાષા સમિતિ આદિમાં દોષ લાગે છે.

જો કોઈ ગૃહસ્થને કાપડની દુકાન હોય, તેમાં થોડા દિવસ પછી નવો માલ આવવાનો હોય, તો ગૃહસ્થ કોઈ સમય મર્યાદા આપે તે પ્રમાણે જઈને સાધુ વસ્ત્ર ગ્રહણ કરી શકે છે, કારણ કે તેમાં સાધુના નિમિત્તે કોઈ સાવદ્યક્રિયા થતી નથી. તેમ છતાં સાધુ સમય મર્યાદા માટે કોઈ નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ કરે નહીં કે ‘ હું નવો માલ આવશે ત્યારે અવશ્ય આવીશક્યારેક કોઈ પણ સંજોગવશાત્ સાધુ પહોંચી શકે નહીં, તો તેની ભાષા સમિતિ તથા સત્ય મહાવ્રત દૂષિત થાય છે.

સાધુ સમય, સંયોગ પ્રમાણે સદોષ–નિર્દોષ વસ્ત્રનું પરીક્ષણ કરીને વિવેકપૂર્વક ગ્રહણ કરે.

(ર) ગૃહસ્થ સાધુને થોડીવાર રહીને પધારવાનું કહે, રીતે સાધુને વચનબદ્ધ કરે, તો તેમાં પણ ઉપરોક્ત દોષની સંભાવના છે.

(3) ગૃહસ્થ પાસે જે વસ્ત્ર હાજર છે તે સાધુને આપી પોતાના માટે બીજું વસ્ત્ર બનાવવાનું કે લાવવાનું કહે, તો તેમાં પશ્ચાત્ કર્મ દોષની સંભાવના હોવાથી અકલ્પનીય છે.

16

17

અધ્યયન–પ : ઉદ્દેશક–1

202 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ (4) સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરીને આપવાનો વિચાર પ્રગટ કરે, તો તેવી પરિકર્મ ક્રિયા કરેલા વસ્ત્ર પણ સાધુને પુરુષાંતરકૃત થયા પહેલાં લેવા કલ્પતા નથી.

(પ) ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આપવાનો ભાવ પ્રગટ કરે, તો તેમાં અપ્કાય આદિની વિરાધના થાય.

(6) વસ્ત્રોમાં રહેલ કંદ કે લીલોતરી આદિ સચેત પદાર્થોને કાઢીને, સાફ કરીને આપવાની ઇચ્છા પ્રગટ કરે, તેમાં વનસ્પતિકાયની વિરાધના થાય.

રીતે સાધુના નિમિત્તે સાવદ્ય ક્રિયા, પૂર્વ ક્રિયા અને પશ્ચાત્ ક્રિયાદિના દોષો લાગે છે, માટે આ સૂત્રોમાં સાધુને તથાપ્રકારના અનેષણીય વસ્ત્રોનો નિષેધ કર્યો છે.

વસ્ત્ર ગ્રહણ પૂર્વે પ્રતિલેખન :

सिया से परो णेत्ता वत्थं णिसिरेज्जा, से पुव्वामेव आलोएज्जाआउसो!

ति वा भइणी ! ति वा तुमं चेव णं संतियं वत्थं अंतोअंतेण पडिलेहिस्सामि । केवली बूयाआयाणमेयं वत्थंतेण बद्धे सिया क‘ंडले वा गुणे वा हिरण्णे वा सुवण्णे वा मणी वा जाव रयणावली वा पाणे वा बीए वा हरिए वा अह भिक्खूणं पुव्वोवदिठ्ठा जाव जं पुव्वामेव वत्थं अंतोअंतेण पडिलेहिज्जा। ભાવાર્થ :– કદાચિત્ તે ગૃહસ્થ સાધુને વસ્ત્ર આપી દે, તો તે પહેલા સાધુ વિચાર કરીને તેને કહેહે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે હે બહેન ! તમારા વસ્ત્રોને હું અંદર, બહાર, ચારેબાજુ ખોલીને સારી રીતે જોઈશ, તેમ કહીને તે વસ્ત્રની સારી રીતે પ્રતિલેખના કરે. કેવળી ભગવાને કહ્યું છે કેપ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મબંધનું કારણ છે. કદાચિત્ તે વસ્ત્રના છેડે કાંઈ પણ બાંધેલું હોય, જેમ કે કુંડલ, દોરી, ચાંદી, સોનું, મણિરત્ન યાવત્ રત્નોની માળા બાંધી હોય કે કોઈ પ્રાણી, બીજ કે લીલોતરી બાંધી હોય, તેથી સાધુઓ માટે તીર્થંકરાદિ આપ્તપુરુષોએ પહેલાથી પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે

સાધુ વસ્ત્ર ગ્રહણ કરે તે પહેલાં વસ્ત્રની અંદર, બહાર, ચારેબાજુથી પ્રતિલેખન કરી લે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્રગ્રહણ કરતાં પહેલાં એક વિશેષ સાવધાની તરફ સંકેત કર્યો છે.

સાધુ નિર્દોષ વસ્ત્રની યાચના કરે અને તે પ્રમાણે ગૃહસ્થ સાધુને વસ્ત્ર વહોરાવે, ત્યારે સાધુએ વસ્ત્ર ગ્રહણ કરતાં પહેલાં તેનું સર્વ પ્રકારે નિરીક્ષણ કરવું જરૂરી છે. તેના અનેક કારણો છે– (1) સાધુને જેટલા પ્રમાણની લંબાઈ–પહોળાઈવાળા વસ્ત્રની આવશ્યકતા હોય, તેનાથી નાનું–મોટું વસ્ત્ર હોય, તો સાધુને તે નકામું થાય છે ( ર) વસ્ત્રમાં જૂં, લીખ, માંકડ, ઉધઈ આદિ જીવ જંતુ હોય, લીલોતરી બાંધેલી હોય, તો જીવ વિરાધનાની સંભાવના છે. (3) વસ્ત્ર અંદરના ભાગમાં બળેલું કે ફાટેલું હોય, તો તેનાથી સાધુનું પ્રયોજન સિદ્ધ થતું નથી. (4) વસ્ત્રની ઘડીની વચ્ચે અથવા વસ્ત્રના છેડે પૈસા, સોનું, ચાંદી આદિ કીમતી વસ્તુ રાખી હોય અને સાધુ જોયા વગર ઉપાશ્રયમાં લઈ જાય, તો જોનાર અન્ય સાધુઓ કે બીજી કોઈ પણ વ્યક્તિ સાધુને બદનામ કરે અથવા પાછળથી ગૃહસ્થને યાદ આવે તો તેને પણ અફસોસ થાય.

(પ) ગૃહસ્થની વસ્તુ ખોવાઈ જતાં તેને સાધુ પ્રતિ શંકા થાય છે. (6) કોઈ વિરોધી વ્યક્તિએ દ્વેષવશ વસ્ત્રને વિષાક્ત કર્યું હોય, તો તે પહેરતાં પ્રાણનો નાશ થાય છે. (7) વસ્ત્ર સંસ્કારિત અને સુવાસિત 18

203

કરવા તેમાં વચ્ચે પુષ્પની પાંદડીઓ કે અન્ય સુગંધી દ્રવ્યો નાંખ્યા હોય તેમજ વસ્ત્રમાં વચ્ચે સુવર્ણ તારથી વેલ–બુટ્ટા ભર્યા હોય, તો તથાપ્રકારનું વસ્ત્ર સાધુને અકલ્પનીય છે.

આવા અનેક દોષોના કારણે સાધુ ગૃહસ્થ પાસેથી વસ્ત્રને ગ્રહણ કરતાં પહેલાં ગૃહસ્થને કહે કે

तुमं चेव णं संतियं वत्थं अंतो अंतेण पडिलेहिस्सामि । ‘‘હું વસ્ત્રનું પ્રતિલેખન કરું છું ત્યાં સુધી આ વસ્ત્ર તમારી માલિકીનું છે. વસ્ત્રને જોયા પછી હું વસ્ત્ર સ્વીકારીશ. વસ્ત્રને જોયા પછી જો તે સાધુને અનુકૂળ હોય કે ઉપરોક્ત દોષોની સંભાવના હોય, તો તે ગૃહસ્થને પાછું આપી દે છે અને અનુકૂળ હોય, આવશ્યકતાની પૂર્તિ થઈ શકે તેમ હોય, તો સાધુ પુનઃ ગૃહસ્થની આજ્ઞા લઈને તેનો સ્વીકાર કરે છે.

ગ્રાહ્ય–અગ્રાહ્ય વસ્ત્ર વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जा सअंडं जाव ससंताणं तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે વસ્ત્ર ઈંડા યાવત્ કરોળીયાના જાળાથી યુક્ત છે, તો તથાપ્રકારના વસ્ત્રને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહીં.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जाअप्पंडं जाव अप्पसंताणगं अणलं अथिरं अधुवं अधारणिज्ज रोइज्जंतं ण [ रुच्चइ] रोएइ, तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– अणलं પ્રમાણમાં પૂરું નથી अथिरं = જીર્ણ છે अधुवं = અલ્પ સમય માટે આપેલું હોવાથી અધ્રુવ છે अधारणिज्जं = પહેરવા યોગ્ય નથી रोइज्जंतं = સારું વસ્ત્ર દેતા પણ ण रोएइ = દાતાને અથવા સાધુને તેમાં રુચિ હોય.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે વસ્ત્ર કીડી આદિના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે પરંતુ પ્રમાણોપેત નથી, જીર્ણ થઈ ગયું છે, ટકાઉ નથી, દાતા અલ્પ સમય માટે આપે છે, તે પહેરવા યોગ્ય નથી, વસ્ત્ર સારું હોવા છતાં દેવામાં દાતાની કે લેવામાં સાધુની રુચિ નથી, તો તથાપ્રકારનું વસ્ત્ર અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહીં.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जाअप्पंडं जाव अप्पसंताणगं; अलं थिरं धुवं धारणिज्जं रोइज्जंतं रोएइ, तहप्पगारं वत्थं फासुयं जाव पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે વસ્ત્ર કીડી આદિના ઈંડા યાવત્ કરોળીયાના જાળાથી રહિત છે, જરૂરિયાતને પૂરી કરવા માટે પ્રમાણોપેત છે, જીર્ણશીર્ણ નથી, દાતાએ સાધુને હંમેશને માટે આપ્યું છે, ધારણ કરવા યોગ્ય છે, વસ્ત્ર સારું છે, દેવામાં દાતાની અને લેવામાં સાધુની રુચિ છે, તો તથાપ્રકારના વસ્ત્રને પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો સાધુ તેને ગ્રહણ કરે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને ગ્રાહ્ય–અગ્રાહ્ય વસ્ત્રના વિવેકનું નિરૂપણ છે.

19

20

21

અધ્યયન–પ : ઉદ્દેશક–1

204 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ જે વસ્ત્ર ત્રસ કે સ્થાવર જીવોથી રહિત હોય, તે વસ્ત્ર સાધુ ગ્રહણ કરી શકે છે. તે ઉપરાંત સૂત્રકારે અનેક વિશેષણો દ્વારા વસ્ત્રની ગ્રાહ્યતા–અગ્રાહ્યતાનું કથન કર્યું છે.

(1) अणलं :જે વસ્ત્ર પહેરવામાં પ્રમાણોપેત હોય, સાધુની આવશ્યકતા અનુસાર તેની લંબાઈ–

પહોળાઈ હોય, તો સાધુ તેનો ઉપયોગ કરી શકતા નથી. જે વસ્ત્ર પ્રમાણોપેત હોય, તે સાધુને ઉપયોગી થાય છે.

(2) अथिरं :અસ્થિર. જે વસ્ત્ર મજબૂત કે ટકાઉ હોય, જીર્ણ–શીર્ણ, તુરંત ફાટી જાય તેવું હોય, તો તે સાધુ માટે ગ્રાહ્ય નથી. જીર્ણ વસ્ત્ર લેવાથી સાધુને વારંવાર યાચના કરવી પડે છે, વારંવાર નિર્દોષ વસ્ત્રની પ્રાપ્તિ થાય, તો સાધુને મુસીબત થાય છે, તેથી મજબૂત અને ટકાઉ વસ્ત્ર સાધુ ગ્રહણ કરે છે.

(3) अधुवं :અધ્રુવ. ગૃહસ્થ અલ્પ સમય માટે પોતાનું વસ્ત્ર વાપરવા આપે, તો તે સાધુ માટે ગ્રાહ્ય નથી, કારણ કે સાધુ માટે વસ્ત્ર પ્રાતિહારિક ઉપધિ રૂપ(પાઢીહારી) નથી, તેથી જે વસ્ત્ર ગૃહસ્થ ધ્રુવ–પાછું દેવાની શરત વિના કાયમ માટે વહોરાવે, તેવું ધ્રુવ વસ્ત્ર સાધુ ગ્રહણ કરે છે.

(4) अधारणिज्जं :પહેરવા યોગ્ય હોય, જે વસ્ત્રમાં કીલ આદિના ડાઘા હોય, સોના–રૂપાના તારથી વેલ બુટ્ટા ભરેલા હોય, તો તથાપ્રકારના વસ્ત્ર સાધુને ધારણ કરવા યોગ્ય નથી તેથી સાધુ પોતાને પહેરવા યોગ્ય વસ્ત્રને ગ્રહણ કરે.

(5) रोइज्जंतं रोएइ :સુંદર વસ્ત્ર હોવા છતાં દાતાની કે સાધુની રુચિ હોય. જેમ કે ઘણીવાર સાધુને યોગ્ય વસ્ત્ર હોય પરંતુ દાતાની વહોરાવવામાં પ્રસન્નતા હોય, ક્યારેક સાધુને તે ગમતું હોય, તો સાધુ તેને ગ્રહણ કરે. અનેક પ્રતોમાં रोएइ શબ્દના સ્થાને रुच्चइ પદ છે, બંને શબ્દોનો ભાવ એક સમાન છે.

રીતે જે વસ્ત્ર પ્રાસુક અને એષણીય હોવાની સાથે પ્રમાણોપેત, ટકાઉ, ધ્રુવ, ધારણ કરવા યોગ્ય અને દાતા અને સાધુ બંનેની રુચિ પ્રમાણેનું હોય, તે વસ્ત્ર સાધુ ગ્રહણ કરે છે.

વસ્ત્ર પ્રક્ષાલન વિધિ :

से भिक्खू वा भिक्खुणी वा णो णवए मे वत्थे त्ति कट्टु णो बहुदेसिएण सिणाणेण वा जाव पघंसेज्ज वा શબ્દાર્થ :– णवए = નવું वत्थे णो = વસ્ત્ર નથી बहुदेसिएण = થોડા કે ઘણા.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ‘ મને જે વસ્ત્ર મળ્યું છે તે નવું નથી˜, પ્રમાણે વિચારીને થોડા કે ઘણા સુગંધિત દ્રવ્યો વસ્ત્ર સાથે ઘસે નહિ કે વારંવાર ઘસે નહિ અર્થાત્ તેને સુંદર બનાવવાનો પ્રયત્ન કરે નહીં.

से भिक्खू वा भिक्खुणी वा णो णवए मे वत्थे त्ति कट्टु णो बहुदेसिएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा जाव पधोएज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ‘ મારું વસ્ત્ર નવું નથી˜ અર્થાત્ સ્વચ્છ નથી એમ વિચારીને તે મલિન વસ્ત્રને થોડા કે ઘણા, ઠંડા પાણીથી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોવાનો પ્રયત્ન કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा दुब्भिगंधे मे वत्थे त्ति कट्टु णो बहुदेसिएण सिणाणेण वा तहेव सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा आलावओ 22

23

24

205

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ‘‘ મારુુं વસ્ત્ર દુર્ગંધવાળું છે˜˜ એમ વિચારીને થોડા કે વધારે સુગંધિત દ્રવ્યાદિથી તેમજ ઠંડા પાણીથી કે ગરમ પાણીથી ધૂએ નહિ, આલાપક પણ પૂર્વવત્ જાણવો.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને સુંદર તેમજ શોભનીય દેખાવાની દષ્ટિએ સહજ પ્રાપ્ત વસ્ત્રને સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરવાનો તથા ઠંડા, ગરમ પાણીથી ધોઈને ઉજ્જવલ કરવાનો નિષેધ કર્યો છે.

સાધુ પોતાના બ્રહ્મચર્યની સુરક્ષા માટે શરીરની કે વસ્ત્રોની કોઈ પણ પ્રકારે શોભા વિભૂષા કરતા નથી. વિભૂષા કરનાર સાધુ ચિકણા કર્મો બાંધે છે, તેથી સાધુ શોભા કે વિભૂષા નિમિત્તે કોઈપણ પ્રવૃત્તિ કરે નહીં. જેવા વસ્ત્ર પ્રાપ્ત થયા હોય તેને તે રૂપે સમભાવે ધારણ કરે.

વસ્ત્ર કોઈ પણ કારણથી અશુચિમય પદાર્થોથી ખરડાઈ ગયું હોય અથવા વસ્ત્રમાં વિવિધ પ્રકારના ડાઘા હોય કે તે અતિ મલિન હોય, તો સાધુ વિવેકપૂર્વક તેને ધોઈ શકે છે.

વસ્ત્ર સૂકવવાની વિધિ :

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारं वत्थं णो अणंतरहियाए पुढवीए, णो ससणिद्धाए पुढवीए जाव संताणए आयावेज्ज वा पयावेज्ज वा ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી વસ્ત્રને તડકામાં આતાપ, પરિતાપ આપવા અર્થાત્ સૂકવવા ઇચ્છે તો તે વસ્ત્રને સચેત પૃથ્વી ઉપર, સ્નિગ્ધ પૃથ્વી ઉપર યાવત્ કરોળીયાના જાળાવાળી પૃથ્વી ઉપર સૂકવે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा तहप्पगारं वत्थं थूणंसि वा गिहेलुगंसि वा उसुयालंसि वा कामजलंसि वा अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए दुब्बद्धे, दुण्णिक्खित्ते अणिकंपे चलाचले णो आयावेज्ज वा पयावेज्ज वा શબ્દાર્થ :– थूणंसि= ઠૂંઠા ઉપરगिहेलुगंसि= ઘરના દરવાજા ઉપરउसुयालंसि= ખાંડણિયા ઉપર कामजलंसि = સ્નાન કરવાના બાજોઠ ઉપર अंतलिक्खजाए = અંતરિક્ષ ભૂમિ અર્થાત્ ઊંચા સ્થાન ઉપર दुण्णिक्खित्ते = સારી રીતે બાંધેલા કે મજબૂત કરેલા હોય તેવા સ્થાનો ઉપર अणिकंपे = કંપાયમાન હોય चलाचले = વાયુ આદિ કોઈપણ નિમિત્તથી ડોલતું હોય.

ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી વસ્ત્રને તડકામાં થોડું કે વધારે સૂકવવા ઇચ્છે તો તે તથાપ્રકારના વસ્ત્રને ઠૂંઠા ઉપર, ઘરના દરવાજા ઉપર, ઊંબરા ઉપર, ખાંડણિયા પર, સ્નાન કરવાના બાજોઠ પર, પાટલા પર કે આવા પ્રકારના અન્ય સ્થાનો કે જે ઊંચા હોય, સારી રીતે બાંધેલા હોય, સારી રીતે ધરતીમાં ખોડેલા હોય, ડગમગતા હોય તેમજ(હીંડોળાની જેમ) ડોલતા હોય તેવા સાધનો પર વસ્ત્રને સૂકવે નહીં, વિશેષ સૂકવે નહીં.

25

26

અધ્યયન–પ : ઉદ્દેશક–1

206 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारं वत्थं क‘लियंसि वा भित्तिंसि वा सिलंसि वा लेलुंसि वा अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए जाव णो आयावेज्ज वा पयावेज्ज वा શબ્દાર્થ :– क‘लियंसि= માટી કે છાણની દિવાલ ઉપરभित्तिंसि= ઈંટ, ચૂનાની ભીંત ઉપરसिलंसि = શિલા ઉપર लेलुंसि = શિલાખંડ અથવા પત્થરના ટુકડા ઉપર.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી વસ્ત્રને થોડું કે વધારે સૂકવવા ઇચ્છે તો માટી, છાણની દીવાલ ઉપર, ઈંટ ચૂનાની દિવાલ પર, શિલા પર, શિલાના ટુકડા ઉપર કે અન્ય કોઈ પણ તથાપ્રકારની ઊંચી જગ્યા જે સારી રીતે બાંધેલ હોય યાવત્ ડગમગતી હોય ત્યાં સૂકવે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारं वत्थं खंधंसि वा मंचंसि वा मालंसि वा पासायंसि वा हम्मियतलंसि वा अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए जाव णो आयावेज्ज वा णो पयावेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી વસ્ત્રને તડકામાં થોડું કે વધારે સૂકવવા ઇચ્છે તો તે વસ્ત્રને થાંભલા ઉપર, વાંસના તૈયાર કરેલા મંચ ઉપર, ઉપરના માળે અથવા મહેલ ઉપર, હવેલીની છત ઉપર, તેવા પ્રકારના કોઈ પણ ઊંચા સ્થાન પર જે અસ્થિર બંધનવાળા યાવત્ ડગમગતા હોય ત્યાં સૂકવે નહીં.

से तमादाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अहे झामथंडिल्लंसि वा जाव अण्णयरंसि वा तहप्पगारंसि थंडिल्लंसि पडिलेहिय–पडिलेहिय पमज्जिय पमज्जिय तओ संजयामेव वत्थं आयावेज्ज वा पयावेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને વસ્ત્ર સૂકવવાની આવશ્યકતા હોય તો તે એકાંતમાં જાય અને અચિત્ત થયેલી ભૂમિ યાવત્ અન્ય પણ તેવા પ્રકારની બીજી કોઈ પણ અચિત્ત ભૂમિનું સારી રીતે પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને યતનાપૂર્વક તે વસ્ત્રને થોડા કે વધારે તડકામાં સૂકવે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વસ્ત્ર ક્યાં સૂકવવા અને ક્યાં સૂકવવા, તે વિષયનું વિધિ અને નિષેધથી કથન કર્યું છે– (1) જે સ્થાન સચેત હોય અને જીવોથી વ્યાપ્ત હોય, યથાસચેત પૃથ્વી, પાણીથી ભીની જગ્યા; ઘાસ, ફૂલ, ધાન્ય કણો વગેરે પડ્યા હોય તેવી જગ્યા અથવા કીડી મંકોડા આદિ ત્રસ જીવોથી વ્યાપ્ત હોય તે સ્થાનમાં જીવ વિરાધનાની સંભાવના છે.

(ર) ઠૂંઠુ, ખાંડણિયો, બાજોઠ, વગેરે વસ્તુ ડગમગતી હોય; દિવાલ, શિલા, શિલા ખંડ, થાંભલો, માંચા કે

છત વગેરે કોઈ પણ ઊંચી જગ્યા જે ચલિત હોય, મજબૂત હોય, તો તેમાં કપડા સૂકવવા જતાં કે લેવા જતાં ક્યારેક સાધુ સ્વયં પડી જાય છે ક્યારેક કપડું ઊડી જાય છે.

પૃથ્વીશિલા કે શિલાખંડમાં સજીવતાની સંભાવના છે, તેના ઉપર વસ્ત્ર સૂકવવાથી તે જીવોની વિરાધના થાય. ભીની જમીન ઉપર, વસ્ત્ર ભીના થઈ જાય, અપ્કાયના જીવોની વિરાધના થાય છે, તેથી જે 27

28

29

207

સ્થાનમાં જીવ વિરાધના કે સંયમ વિરાધના થતી હોય કે સંયમ જીવનની વ્યવહાર શુદ્ધિ જળવાતી હોય, તેવા સ્થાનમાં સાધુ વસ્ત્ર સૂકવે નહીં.

કપડા સૂકવવાની આવશ્યકતા હોય ત્યારે અચેત નિર્દોષ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને વાયુકાયના જીવોની વિરાધના થાય તે રીતે યતનાપૂર્વક કપડા સૂકવે.

ઊંચું કોઈ પણ સ્થાન જો મજબૂત હોય, ચલિત હોય, તેના પર ચઢવા–ઉતરવાની સરળતા હોય, સાધુને પડી જવાનો ભય હોય, તો ત્યાં યતનાપૂર્વક સૂકવી શકે છે.

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए सामग्गियं जं सव्वेठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– વસ્ત્રૈષણાની શુદ્ધિ તે સાધુ–સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–પ/1 સંપૂર્ણ ।। 30

અધ્યયન–પ : ઉદ્દેશક–1

208 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પાંચમું અધ્યયન : બીજો ઉદ્દેશક વસ્ત્રધારણની વિધિ :

से भिक्खू वा भिक्खुणी वा अहेसणिज्जाइं वत्थाइं जाएज्जा, अहापरिग्गहियाइं वत्थाइं धारेज्जा, णो धोएज्जा, णो रएज्जा, णो धोयरत्ताइं वत्थाइं धारेज्जा, अपलिउंचमाणे गामंतरेसु, ओमचेलिए एयं खलु वत्थधारिस्स सामग्गियं શબ્દાર્થ :– अपलिउंचमाणे = વસ્ત્રને છુપાવ્યા વિના ओमचेलिए = અલ્પવસ્ત્ર.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી યથાયોગ્ય ઉપયોગમાં આવે તેવા એષણીય વસ્ત્રોની યાચના કરે, પછી તે વસ્ત્રો જેવા મળ્યા હોય, તેવા ધારણ કરે પરંતુ ગ્રહણ કરેલા તે વસ્ત્રોને વાપર્યા પહેલાં ધૂએ નહીં કે

ગળી વગેરે નાંખીને રંગે નહીં, પરંતુ ધોયા વિનાના અને રંગ્યા વિનાના વસ્ત્રને પહેરે. અલ્પ અને સાધારણ વસ્ત્રોને છુપાવ્યા વિના સમભાવપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે. વસ્ત્રધારી સાધુની સંયમ સામગ્રી–