This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
સાધુ પોતાની કલ્પ મર્યાદાથી અલ્પ વસ્ત્ર રાખીને વસ્ત્ર–ઉણોદરી તપની આરાધના કરે છે, તેથી સશક્ત સાધુ ઓછામાં ઓછી ઉપધિને સ્વીકારે છે.
સાધુની વસ્ત્રમર્યાદા :– પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ગણનાની અપેક્ષાએ સાધુની વસ્ત્ર મર્યાદાનું કથન કર્યું નથી, પરંતુ પ્રશ્નવ્યાકરણ સૂત્રાનુસાર સાધુ ત્રણ પછેડી રાખી શકે છે. આચારાંગ સૂત્ર અધ્યયન–8
અનુસાર અભિગ્રહધારી સાધુ ત્રણ, બે અને એક પછેડી રાખવાનો અભિગ્રહ ધારણ કરી શકે છે. ત્યાર પછી તેમાંથી જે પછેડી જીર્ણ થઈ જાય તેને પરઠી દે, પરંતુ નવા વસ્ત્રની યાચના શેષ કાલમાં આઠ માસ સુધી કરે નહીં, તે અભિગ્રહના કારણે પછેડી વિના રહેવાનો પ્રસંગ આવે તો અચેલ પણ રહે. અંતે ચાતુર્માસ માટે વસ્ત્રોની યાચના કરે.
સાધ્વીજીની વસ્ત્ર મર્યાદા :– પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું છે કે સામાન્ય રીતે સાધ્વી ચાર પછેડી રાખે તેમાં બે હાથ પહોળી એક પછેડી ઉપાશ્રયમાં પહેરવા માટે, ત્રણ હાથ પહોળી બે પછેડી ગોચરી જાય ત્યારે 193
તથા સ્થંડિલ ભૂમિમાં પરઠવા આદિ કાર્ય માટે ઉપાશ્રયની બહાર જાય ત્યારે પહેરવા માટે અને ચાર હાથ પહોળી એક પછેડી સમવસરણ અર્થાત્ ધર્મસભામાં પહેરવા માટે છે. ધર્મસભામાં અનેક સ્ત્રી–પુરુષો આદિ આવ્યા હોય, ત્યારે સાધ્વી પોતાના શરીરના અંગોપાંગ વ્યવસ્થિત રીતે ઢંકાઈ જાય તે રીતે અત્યંત મર્યાદાપૂર્વક બેસે છે, તેને માટે ચાર હાથ પહોળી પછેડીનું વિધાન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે અનુયોગ દ્વાર સૂત્રના આધારે 24 અંગુલનો એક હાથ થાય છે, પરંતુ વસ્ત્રના માપમાં(ટબ્બા પ્રમાણે) 28 અંગુલનો હાથ માપવામાં આવે છે, કારણ કે બૃહત્કલ્પ સૂત્રમાં સાધુના સંપૂર્ણ વસ્ત્રોને ત્રણ તાકા પ્રમાણ કહ્યા છે. તે તાકા 28 હાથ લાંબા અને 28 અંગુલ પહોળા માનવામાં આવ્યા છે.
આ પ્રકારના માપથી સાધ્વીની પછેડી બે, ત્રણ અને ચાર હાથની પહોળી જાણવી. તે પછેડીઓની લંબાઈ શાસ્ત્રમાં કહી નથી, પરંતુ પહોળાઈ કરતાં લંબાઈ વધુ જ હોય તેથી પરંપરાએ ચાર હાથની પહોળી પછેડી પાંચ હાથ લાંબી હોય છે. તદનુસાર બે અને ત્રણ હાથ પહોળી પછેડી પણ આવશ્યકતાનુસાર પાંચ કે ચાર હાથ લાંબી કરી શકાય છે. અર્થાપત્તિથી સાધુ માટે પણ બહાર ગોચરી આદિ જવા યોગ્ય પછેડી ત્રણ હાથ પહોળી અને પાંચ હાથ લાંબી માનવામાં આવે છે. સાધુ પોતાની પરંપરા પ્રમાણે પછેડીનું માપ રાખે છે.
સાધુ–સાધ્વીની ઉપધિ અને તેના માપ સંબંધી વિશેષ સ્પષ્ટતા નિશીથ સૂત્ર ઉદ્દેશક–16માં છે.
વસ્ત્રગ્રહણ કરવાની ક્ષેત્ર મર્યાદા :–
से भिक्खू वा भिक्खुणी वा परं अद्धजोयणमेराए वत्थपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વીએ વસ્ત્રની યાચના માટે અર્ધાયોજન–બે ગાઉથી દૂર જવું જોઈએ નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્રની યાચના માટે ક્ષેત્ર મર્યાદા બતાવી છે. સાધુ પોતાના સાધર્મી સાધુઓ સાથે જ્યાં રહે છે, તે સ્થાનથી બે ગાઉ સુધીના ક્ષેત્રમાં વસ્ત્રની યાચના કરે. શ્રી ભગવતી સૂત્ર તથા બૃહદ્કલ્પ સૂત્રમાં સાધુ–સાધ્વીને આહાર–પાણીની ગવેષણા માટે બે ગાઉની ક્ષેત્ર મર્યાદાનું કથન છે. અહીં વસ્ત્રની યાચના માટે પણ બે ગાઉની ક્ષેત્ર મર્યાદામાં જવાનું વિધાન છે. આ રીતે સાધુ આહાર, વસ્ત્ર, પાત્ર આદિ કોઈ પણ આવશ્યક ઉપકરણની યાચના માટે બે ગાઉ પર્યંતના ક્ષેત્રમાં જઈ શકે છે. આ પ્રકારની ક્ષેત્ર મર્યાદાથી સાધુને વૃત્તિસંક્ષેપ નામના તપનો લાભ મળે છે. દૂરના ક્ષેત્રમાં જવાથી સાધુની સ્વાધ્યાય–ધ્યાનાદિ દિનચર્યામાં વિક્ષેપ થાય, પાછા વળવામાં મોડું થઈ જાય તો જલદી–જલદી ચાલવાથી સંયમ વિરાધના થાય, રાત્રિ કાળ થઈ જાય તો રાત્રિમાં ગમનાગમન સંબંધી વિરાધના થાય, આવા અનેકાનેક દોષોની સંભાવના હોવાથી સાધુ બે ગાઉ ઉપરાંતના ક્ષેત્રમાં વસ્ત્રાદિની યાચના માટે જાય નહીં. સાધુને જો દૂરના ક્ષેત્રમાં મળતા વસ્ત્રોની આવશ્યકતા હોય તો વિહાર કરીને તે ગામમાં જાય ત્યારે ત્યાંથી તે વસ્ત્રની ગવેષણા કરી શકે છે.
ઔદ્દેશિક આદિ દોષયુક્ત વસ્ત્રૈષણાનો નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जा– अस्सिंपडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाइं, एवं जहा पिंडेसणाए भाणियव्वं, एवं बहवे साहम्मिया, एगं साहम्मिणिं, बहवे साहम्मिणीओ, बहवे समण–माहण पगणिय–
2
3
અધ્યયન–પ : ઉદ્દેશક–1
194 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ पगणिय, बहवे समण–माहण समुद्दिस्स तहेव पुरिसंतरकडं वा जाव आसेवियं वा फासुयं जाव पडिगाहेज्जा । ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી વસ્ત્રના વિષયમાં જાણે કે કોઈ ભાવિક ગૃહસ્થે સાધુને આપવાની પ્રતિજ્ઞાથી કોઈ એક સાધુના લક્ષ્યે પ્રાણી, ભૂત, જીવ, સત્વોની હિંસા કરીને વસ્ત્ર તૈયાર કર્યા છે, તો તે વસ્ત્રને ગ્રહણ કરે નહિ. તે જ રીતે પિંડૈષણા અધ્યયનની જેમ અનેક સાધુ, એક સાધ્વી, અનેક સાધ્વીઓના ઉદ્દેશથી, તેમજ અનેક શ્રમણ–બ્રાહ્મણ આદિની ગણના કરીને તથા અનેક શ્રમણાદિના સામાન્ય ઉદ્દેશથી બનાવેલા વસ્ત્ર સંબંધી કથન પિંડૈષણાની જેમ જાણવું યાવત્ સમુચ્ચય રીતે શ્રમણ, બ્રાહ્મણો માટે વસ્ત્ર તૈયાર કર્યું હોય અને તે પુરુષાંતરકૃત હોય, તો તેને સાધુ ગ્રહણ કરી શકે છે. આ સર્વ વિષયનું કથન પિંડૈષણાની જેમ સમજવું જોઈએ.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जा– असंजए भिक्खुपडियाए कीयं वा धोयं वा रत्तं वा घठ्ठं वा मठ्ठं वा संमठ्ठं वा संपधूवियं वा, तहप्पगारं वत्थं अपुरिसंतरकडं जाव णो पडिगाहेज्जा । अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव पडिगाहेज्जा । શબ્દાર્થ :– घठ्ठं = ઘસેલા मठ्ठं = મસળેલા संपधूवियं = ધૂપથી સુવાસિત કરેલ.
ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી વસ્ત્રના વિષયમાં જાણે કે ગૃહસ્થે સાધુ માટે વસ્ત્ર ખરીદ્યા છે, ધોયા છે, ગળી વગેરેથી રંગ્યા છે, ઘસીને સાફ કર્યા છે, મુલાયમ બનાવ્યા છે, વિશેષ મુલાયમ કર્યા છે, ધૂપ, અત્તરાદિથી સુવાસિત કરેલા છે, આ પ્રકારના વસ્ત્ર જો અપુરુષાંતરકૃત યાવત્ આસેવિત ન હોય, તો તેવા વસ્ત્રને સાધુ અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. જો સાધુ કે સાધ્વી જાણે કે આ વસ્ત્ર પુરુષાંતરકૃત યાવત્ આસેવિત છે, તો તેને પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરી શકે છે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં આધાકર્મી આદિ કેટલાક ઉદ્ગમના દોષોયુક્ત વસ્ત્ર ગ્રહણનો નિષેધ કર્યો છે.
જે રીતે સાધુ–સાધ્વીને માટે આહાર–પાણીના વિષયમાં ઔદેશિક આદિ દોષોથી રહિત આહાર ગ્રહણનું કથન છે, તે જ રીતે વસ્ત્રની ગવેષણામાં પણ સાધુ–સાધ્વી ઔદ્દેશિક આદિ દોષોથી રહિત વસ્ત્રોને જ ગ્રહણ કરે છે.
એક કે અનેક સાધુ–સાધ્વીના ઉદ્દેશથી આરંભ–સમારંભ કરીને તૈયાર કરેલું વસ્ત્ર પુરુષાંતરકૃત હોય કે અપુરુષાન્તરકૃત હોય, તે સાધુ માટે કલ્પનીય નથી.
સાધુના નિમિત્તે વસ્ત્ર વેચાતા લીધા હોય, ધોયા હોય, ગળી વગેરેથી રંગ્યા હોય, સુગંધી દ્રવ્યોથી સુવાસિત કર્યા હોય, મુલાયમ બનાવ્યા હોય વગેરે કોઈ પણ પ્રકારે વસ્ત્રને સંસ્કારિત કર્યા હોય, તો તે પણ સાધુને કલ્પનીય નથી, પરંતુ તે વસ્ત્ર પુરુષાંતરકૃત થઈ જાય અર્થાત્ બીજાને આપી દેવામાં આવે અને તે વ્યક્તિ તેનો સ્વીકાર કરી લે, વાપરી લે, ત્યારપછી તે વસ્ત્ર સાધુને માટે કલ્પનીય બને છે.
બહુમૂલ્યવાન વસ્ત્રનો નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा से जाइं पुण वत्थाइं जाणेज्जा– विरूवरूवाइं 4
5
195
महद्धणमोल्लाइं, तं जहा– आजिणगाणि वा सहिणाणि वा सहिणकल्लाणाणि वा आयकाणि वा कायकाणि वा खोमयाणि वा दुगुल्लाणि वा पट्टाणि वा मलयाणि वा पत्तुण्णाणि वा अंसुयाणि वा चीणंसुयाणि वा देसरागाणि वा अमिलाणि वा गज्जलाणि वा फालियाणि वा कोयवाणि वा कंबलगाणि वा पावाराणि वा, अण्णयराणि वा तहप्पगाराइं वत्थाइं महद्धणमोल्लाइं लाभे संते णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– महद्धणमोल्लाइं = અતિ કીમતી વસ્ત્ર आजिणगाणि = ચર્મથી બનેલા વસ્ત્ર सहिणाणि = સુંવાળા–બારીક વસ્ત્ર सहिणकल्लाणाणि = બારીક અને કલ્યાણકારી आयकाणि = આજક– બકરીની કોમળ રૂંવાટીમાંથી બનેલા વસ્ત્ર कायकाणि = ઇન્દ્રનીલ વર્ણના કપાસમાંથી બનેલા खोमयाणि = સામાન્ય કપાસમાંથી બનેલા दुगुल्लाणि = ગૌડ દેશના કપાસમાંથી બનેલા વસ્ત્ર पट्टाणि = રેશમથી બનેલા मलयाणि = મલયદેશના સુતરમાંથી બનેલા વસ્ત્ર पत्तुण्णाणि = વલ્કલના તંતુઓમાંથી બનેલા अंसुयाणि = અંશુક–દેશ વિશેષમાં ઉત્પન્ન થનાર કીમતી વસ્ત્ર चीणंसुयाणि = ચીન દેશમાં બનેલ રેશમી વસ્ત્ર देसरागाणि = વિવિધ દેશોમાં બનેલા–રંગેલા વિશિષ્ટ વસ્ત્ર अमिलाणि = આમિલ નામના દેશના કપાસમાંથી બનેલા વસ્ત્ર गज्जलाणि = ગજફૂલ નામના દેશના વિશિષ્ટ વસ્ત્ર(ગજ્જલ વસ્ત્ર)
फालियाणि = ફાલિક દેશના ફાલિક વસ્ત્ર(સ્ફટિક જેવા સ્વચ્છ) कोयवाणि = કોયવ દેશના કોયવ વસ્ત્ર कंबलगाणि = રત્નકંબલ पावाराणि = કાંબળી વિશેષ.
ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી મહામૂલ્યવાન વિવિધ પ્રકારના કીમતી વસ્ત્રોના વિષયમાં જાણે કે ચર્મથી બનેલા વસ્ત્રો, સુંવાળા બારીક વસ્ત્રો, સૂક્ષ્મ અને માંગલિક ચિહ્નોથી યુક્ત કલ્યાણકારી વસ્ત્રો, બકરીના રોમરાયથી બનેલા વસ્ત્રો, ઇન્દ્રનીલ વર્ણના કપાસમાંથી બનેલા વસ્ત્રો, સામાન્ય કપાસમાંથી બનેલા વસ્ત્રો, ગૌડ દેશના કપાસમાંથી બનેલા વસ્ત્રો, રેશમથી બનેલા વસ્ત્રો, મલય દેશના સુતરમાંથી બનેલા વસ્ત્રો, વલ્કલ તંતુઓથી બનેલા વસ્ત્રો, અંશુક દેશ વિશેષમાં બનેલા કીમતી વસ્ત્રો, ચીન દેશમાં બનેલા રેશમી વસ્ત્રો, વિવિધ દેશમાં બનેલા વિશિષ્ટ વસ્ત્રો, આમિલ દેશના કપાસમાંથી બનેલા વસ્ત્રો, ગજફૂલ નામના દેશના વિશિષ્ટ વસ્ત્ર, ફાલિક દેશના સ્ફટિક જેવા સ્વચ્છ ફાલિક વસ્ત્ર, કોયવ વસ્ત્ર, રત્નકંબલ તથા કંબલ વગેરે તથા આ પ્રકારના અન્ય બહુ મૂલ્યવાન વસ્ત્રો પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण आईणपाउरणाणि वत्थाणि जाणेज्जा, तं जहा– उद्दाणि वा पेसाणि वा पेसलेसाणि वा किण्हमिगाईणगाणि वा णीलमिगाईणगाणि वा गोरमिगाईणगाणि वा कणगाणि वा कणगकंताणि वा कणगपट्टाणि वा कणगखइयाणि वा कणगफुसियाणि वा वग्घाणि वा विवग्घाणि वा आभरणाणि वा आभरणविचित्ताणि वा अण्णयराणि वा तहप्पगाराइं आईणपाउरणाणि वत्थाणि लाभे संते णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– आईणपाउरणाणि वत्थाणि = ચર્મમાંથી બનાવેલા ઓઢવાના વસ્ત્રો उद्दाणि = સિંધુ દેશમાં ઉદ્રજાતના મત્સ્યના ચર્મમાંથી બનેલા पेसाणि = સિંધુ દેશમાં પાતળી ચામડીવાળા પશુઓના 6
અધ્યયન–પ : ઉદ્દેશક–1
196 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ચર્મથી બનેલા पेसलेसाणि = પશુઓના ચર્મ ઉપરની રૂંવાટીમાંથી બનેલા किण्हमिगाईणगाणि = કાળા હરણના ચર્મથી બનેલા णीलमिगाईणगाणि = નીલ હરણના ચર્મથી નિષ્પન્ન गोरमिगाईणगाणि = સફેદ મૃગચર્મથી બનેલા कणगाणि = સોનાના તારથી બનેલા कणगकंताणि = સોના જેવી કાંતિવાળા कणगपट्टाणि = સોનાના પટ્ટાથી બનાવેલા कणगखइयाणि = સુવર્ણ તારથી નિર્મિત कणगफ‘सियाणि = સોના–જરીથી બુટ્ટા ભરેલા वग्घाणि = વાઘના ચામડા विवग्घाणि = અનેક પ્રકારના વાઘના ચામડાથી બનેલા आभरणाणि = આભૂષણોથી જડેલાआभरणविचित्ताणि= ચિત્ર–વિચિત્ર આભૂષણોથી વિભૂષિત.
ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી ચર્મ તેમજ રોમથી બનેલા વસ્ત્રોના વિષયમાં જાણે કે ઉદ્રવ–
સિંધુદેશના મત્સ્યના ચર્મ અને રૂંવાટીથી બનેલા, પેષ– સિંધુ દેશના પાતળી ચામડીવાળા પશુઓના ચર્મથી બનેલા, પેષલેશ–તે જ ચામડી ઉપર રહેલી સૂક્ષ્મ રૂંવાટીમાંથી બનાવેલા તેમજ કાળા, નીલા(લીલા), સફેદ મૃગલાઓના ચર્મમાંથી બનેલા, સુવર્ણ ખચિત, સુવર્ણ જેવી કાંતિવાળા, સુવર્ણના રસથી બનાવેલા, સુવર્ણના તારથી બનાવેલા, સોનાના પટ્ટાથી કે જરીથી ભરેલા બુટ્ટાવાળા, વસ્ત્ર વાઘના ચર્મથી બનાવેલા વિવિધ પ્રકારના વસ્ત્ર, વરુના ચર્મમાંથી બનાવેલા, ચમકદાર આભરણોથી જડેલા, વિભૂષિત કરેલા તેમજ અન્ય પ્રકારના ચર્મથી બનેલા વસ્ત્રો પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુ–સાધ્વીને બહુ મૂલ્યવાન વસ્ત્ર તથા ચર્મ નિર્મિત વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ કર્યો છે.
સાધુ કે સાધ્વીને પોતાની આવશ્યકતાની પૂર્તિ સંયમભાવે, નિર્દોષપણે યાચનાપૂર્વક કરવાની હોય છે. સાધુ–સાધ્વી ગૃહસ્થોને ત્યાંથી સહજ રીતે પ્રાપ્ત થઈ શકે તેવા સાદા વસ્ત્ર, ગ્રહણ કરે છે.
બહુમૂલ્યવાન વસ્ત્રો કે સુસજ્જિત વસ્ત્રો ધારણ કરવામાં અનેક દોષોની સંભાવના છે, જેમ કે– (1)
સાધુના અંતરમાં કીમતી વસ્ત્રો પ્રતિ મમત્વ ભાવ જાગૃત થાય ( ર) મૂલ્યવાન વસ્તુના કારણે સાધુને ચોર–લૂંટારાનો ભય રહે (3) તે મહારંભજન્ય હોય (4) સાધુ વારંવાર મૂલ્યવાન વસ્ત્રોની જ યાચના કરે, તેવા વસ્ત્રો સર્વત્ર સુલભ ન હોવાથી ગૃહસ્થો સાધુ માટે પંચેન્દ્રિયાદિ જીવોનો ઘાત કરીને વસ્ત્રો તૈયાર કરાવે ( પ) મૂલ્યવાન વસ્ત્રો સહજ રીતે પ્રાપ્ત ન થવાથી સાધુને માટે ખરીદીને લાવે (6) ક્યારેક ધનવાન ગૃહસ્થો પાસે બહુમૂલ્યવાન વસ્ત્રો હોય, તે વસ્ત્રો સાધુને વહોરાવવાની ઇચ્છા ન હોય તો સાધુ તેને હેરાન કરે (7) અત્યંત મુલાયમ, બારીક, કોમળ વસ્ત્રોથી સાધુનું જીવન સુકુમાર બની જાય છે. (8) બહુ મૂલ્યવાન વસ્ત્રની આસક્તિથી એષણા સમિતિનું યથાર્થ પાલન થતું નથી. (9) મૃગચર્મ આદિ વસ્ત્રો હિંસાજન્ય, ઘૃણાજનક, અપવિત્ર અને અમંગલ છે.
આ રીતે બહુમૂલ્યવાન વસ્ત્રોના ગ્રહણ કે ધારણમાં ઉપરોક્ત અનેક દોષોની સંભાવના હોવાથી સૂત્રકારે તેને સાધુ માટે અગ્રાહ્ય કહ્યા છે.
महद्धणमुल्लाइं :– મહામૂલ્યવાન. અભયદેવ સૂરિએ મહામૂલ્યના વિષયમાં કહ્યું છે કે– પાટલીપુત્રની ચલણ મુદ્રા પ્રમાણે જે વસ્ત્રનું મૂલ્ય અઢાર મુદ્રાથી લઈને એક લાખ મુદ્રા સુધીનું હોય, તે સર્વ વસ્ત્રો મહામૂલ્યવાન વસ્ત્ર છે.
अण्णयराणि वा तहप्पगाराइं :– અન્ય પણ તેવા પ્રકારના વસ્ત્રો. કીમતી તેમજ ચર્મ નિર્મિત 197
વસ્ત્રોના કેટલાક નામો અહીં શાસ્ત્રકારે બતાવ્યા છે. તે સિવાય પ્રત્યેક યુગમાં કીમતી, સૂક્ષ્મ, ચર્મ તેમજ રોમથી બનાવેલા દુર્લભ તથા મહાઆરંભથી ઉત્પન્ન થયેલા વસ્ત્રો હોય, તે સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહિ.
આચારાંગ ચૂર્ણિ, નિશીથ ચૂર્ણિ આદિમાં કેટલાક પદોના વિશિષ્ટ અર્થ આપ્યા છે, યથા–
कायाणि – કાકમણિ રંજિત વસ્ત્રોને કાકવસ્ત્ર કહે છે. खोमयाणि– ક્ષોમ એટલે પૌંડ–પુષ્પમય વસ્ત્ર અથવા જેમ વડની શાખાઓ નીકળે છે તેમ વૃક્ષોના લાંબા લાંબા રેશા નીકળે છે તેમાંથી બનેલા વસ્ત્ર.
दुगुल्लाणि– દુકૂલ એક વૃક્ષનું નામ છે, તેની છાલને કૂટવામાં આવે છે. જ્યારે તે ભૂસા જેવી થઈ જાય છે ત્યારે પાણીમાં પલાળી તેના રેશા બનાવી વસ્ત્ર બનાવવામાં આવે છે. તે દુકૂલ વસ્ત્ર કહેવાય છે. पट्टाणि–
તિરીડ વૃક્ષની છાલના તંતુ પટ્ટ સમાન હોય છે. તેનાથી બનેલા વસ્ત્ર તિરીડપટ્ટ વસ્ત્ર અથવા રેશમના કીડાના મુખમાંથી નીકળતા તારમાંથી બનેલા વસ્ત્ર. मलयाणि– મલયદેશ–મૈસૂર આદિમાં ચંદનના પાનોને સડાવી તેના રેશાઓમાંથી વસ્ત્ર બનાવે છે, તે મલય વસ્ત્ર કહેવાય છે, पत्तुण्णाणि– વલ્કલથી બનેલા બારીક વસ્ત્રો. देसरागाणि– જે દેશમાં રંગવાની જે વિધિ છે, તે દેશમાં તે રંગથી રંગેલા વસ્ત્ર, गज्जलाणि – જેને પહેરવાથી વીજળી જેવો કડ–કડ અવાજ થાય તે ગજ્જલ વસ્ત્ર. कणगाणि– સોનાને ઓગાળીને તેમાંથી સૂતરને રંગાય છે અને વસ્ત્ર બનાવાય છે. कणगकंताणि– સોનાની કિનારીવાળા વસ્ત્ર. विवग्घाणि – ચિત્તાનું ચામડું કે વરુનું ચામડું. कोयवाणि– કૌતપ–કાંબળી. ઈરાન કે પારસ દેશના બનેલા ગાલીચા તથા વસ્ત્રો બહુ કીમતી હોય છે તેમજ તેમાં વચ્ચે વચ્ચે છિદ્ર કે પોલાણ હોય છે. તેમાં સૂક્ષ્મ જીવો બેસી જાય છે. તેનું પ્રતિલેખન કરવું મુશ્કેલ થાય, આ સર્વ દોષોના કારણે સાધુને માટે આવા વસ્ત્રો અગ્રાહ્ય છે.
વસ્ત્રૈષણાની ચાર પ્રતિમાઓ :–
इच्चेयाइं आयतणाइं उवाइकम्म । अह भिक्खू जाणेज्जा चउहिं पडिमाहिं वत्थं एसित्तए । तत्थ खलु इमा पढमा पडिमा– से भिक्खू वा भिक्खुणी वा उद्दिसिय–
उद्दिसिय वत्थं जाएज्जा, तं जहा– जंगियं वा भंगियं वा साणयं वा पोत्तगं वा खोमियं वा तूलकडं वा, तहप्पगारं वत्थं सयं वा णं जाएज्जा, परो वा से देज्जा, फासुयं एसणिज्जं लाभे संते पडिगाहेज्जा । पढमा पडिमा । ભાવાર્થ :– વસ્ત્રૈષણાના પૂર્વોક્ત દોષોના સ્થાનોને છોડીને સંયમશીલ સાધુ કે સાધ્વી આ ચાર પ્રતિમાઓથી અર્થાત્ અભિગ્રહોથી વસ્ત્રની ગવેષણા કરે.
પ્રથમ પ્રતિમા– સાધુ કે સાધ્વી મનમાં સંકલ્પ કરેલા વસ્ત્રની યાચના કરે, જેમ કે– જાંગમિક, ભાંગિક, સાનજ, પોતજ, ક્ષૌમિક કે તૂલકૃત. આ વસ્ત્રોમાંથી એક પ્રકારના વસ્ત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે અને જો તે પ્રાસુક અને એષણીય હોય તો ગ્રહણ કરે. આ પ્રથમ(ઉદ્દિષ્ટ)
પ્રતિમા છે.
अहावरा दोच्चा पडिमा– से भिक्खू वा भिक्खुणी वा पेहाए वत्थं जाएज्जा, तं जहा– गाहावई वा जाव कम्मकरी वा, से पुव्वामेव आलोएज्जा–
आउसो ! ति वा भइणी! ति वा दाहिसि मे एत्तो अण्णयरं वत्थं ? तहप्पगारं 7
8
અધ્યયન–પ : ઉદ્દેશક–1
198 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ वत्थं सयं वा णं जाएज्जा परो वा से देज्जा, फासुयं एसणिज्जं लाभे संते पडिगाहेज्जा । दोच्चा पडिमा । ભાવાર્થ :– બીજી પ્રતિમા– સાધુ કે સાધ્વી સામે દેખાતા વસ્ત્રની યાચના કરે, જેમ કે– ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ આદિ પાસે વસ્ત્રની યાચના કરતા કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! તમે મને આ સામે દેખાતા વસ્ત્રોમાંથી કોઈ એક વસ્ત્ર આપશો ? આ પ્રમાણે સાધુ કે સાધ્વી સામે દેખાતા વસ્ત્રોમાંથી સ્વયં યાચના કરે અથવા યાચના કર્યા વિના ગૃહસ્થ સ્વતઃ આપે, તો તે પ્રાસુક તેમજ એષણીય હોય તો તેને ગ્રહણ કરે. આ બીજી(પ્રેક્ષિત) પ્રતિમા છે.
अहावरा तच्चा पडिमा– से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाएज्जा, तं जहा– अंतरिज्जगं वा उत्तरिज्जगं वा, तहप्पगारं वत्थं सयं वा जाएज्जा जाव पडिगाहेज्जा । तच्चा पडिमा । ભાવાર્થ :– ત્રીજી પ્રતિમા– સાધુ કે સાધ્વી ગૃહસ્થના વાપરેલાં–પહેરેલાં વસ્ત્રની યાચના કરે, જેમ કે– અન્તરીય(અધો) વસ્ત્ર કે ઉત્તરીય(ઉપરનું) વસ્ત્ર, આ પ્રકારના વસ્ત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વતઃ આપે, તે પ્રાસુક તેમજ એષણીય હોય તો ગ્રહણ કરે. આ ત્રીજી(પરિભુક્તપૂર્વા) પ્રતિમા છે.
अहावरा चउत्था पडिमा– से भिक्खू वा भिक्खुणी वा उज्झियधम्मियं वत्थं जाएज्जा– जं च अण्णे बहवे समण–माहण–अतिहि–किवण–वणीमगा णावकंखंति, तहप्पगारं उज्झियधम्मियं वत्थं सयं वा णं जाएज्जा परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा । चउत्था पडिमा । इच्चेयाणं चउण्हं पडिमाणं जहा पिंडेसणाए । ભાવાર્થ :– ચોથી પ્રતિમા– સાધુ કે સાધ્વી ગૃહસ્થને નકામા હોય, તેવા ફેંકી દેવા યોગ્ય વસ્ત્રની યાચના કરે, જેમ કે– જે વસ્ત્રને ઘણા શ્રમણ–બ્રાહ્મણાદિ યાવત્ ભિખારીઓ લેવા ઇચ્છે નહિ તેવા ફેંકી દેવા યોગ્ય અર્થાત્ સર્વજનને અમનોજ્ઞ એવા વસ્ત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વતઃ એવા વસ્ત્ર સાધુને આપે, તો તે વસ્ત્ર પ્રાસુક અને એષણીય હોય, તો સાધુ ગ્રહણ કરે. આ ચોથી ( ઉજ્ઝિતધર્મા) પ્રતિમા છે.
આ ચાર પ્રતિમાઓમાંથી કોઈ પણ પ્રતિમાને ધારણ કરનારા શ્રમણો અન્ય પ્રતિમાઓ ધારણ કરનારા શ્રમણો પ્રતિ તુચ્છ ભાવ રાખે નહીં, ઉદાર ભાવ રાખે. આ સર્વ વર્ણન પિંડૈષણા અધ્યયન અનુસાર જાણી લેવું જોઈએ.
વિવેચન :–
પિંડૈષણા અધ્યયનની જેમ અહીં વસ્ત્રૈષણા સંબંધી ચાર પ્રતિમાઓનું કથન છે, તેના નામ આ પ્રમાણે છે– (1) ઉદ્દિષ્ટ ( ર) પ્રેક્ષિત (3) પરિભુક્તપૂર્વા અને (4) ઉજ્ઝિતધર્મા.
સાધુ જે પ્રકારની પ્રતિજ્ઞા કરે, તે પ્રતિજ્ઞા અનુસાર વસ્ત્ર મળે તો જ ગ્રહણ કરે, અન્યથા ગ્રહણ કરે નહિ, પરંતુ વસ્ત્રની ઊણોદરી કરે.
9
10
199
આ પ્રકારની પ્રતિજ્ઞા કરનાર સાધક અહંકાર કરે નહિ. વસ્ત્રૈષણાની કોઈ પણ પડિમાધારક સાધક પોતાની જાતને શ્રેષ્ઠ અને બીજા સાધુઓને કનીષ્ઠ માને નહિ. તે સર્વ પ્રકારની પડિમા ધારક સાધુઓને જિનાજ્ઞાનુવર્તી માને તેમજ દરેક પોત–પોતાની ક્ષમતા અને સમાધિ ભાવ અનુસાર વિચરણ કરે છે, તેમ સ્વીકારીને પોતે સમભાવમાં સ્થિર રહે.
અનૈષણીય વસ્ત્રગ્રહણનો નિષેધ :–
सिया णं एयाए एसणाए एसमाणं परो वएज्जा– आउसंतो समणा !
एज्जाहि तुमं मासेण वा दसराएण वा पंचराएण वा सुए वा सुयतरे वा, तो ते वयं आउसो ! अण्णयरं वत्थं दाहामो । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा– आउसो ! ति वा भगिणी ! ति वा णो खलु मे कप्पइ एयप्पगारे संगारवयणे पडिसुणित्तए, अभिकंखसि मे दाउं इयाणिमेव दलयाहि। શબ્દાર્થ :– सुए वा सुयतरे = કાલે કે પરમ દિવસે संगार वयणे = પ્રતિજ્ઞા વચન, સંકેત વચન पडिसुणित्तए = સાંભળવું इयाणिमेव दलयाहि = આ સમયે જ આપી દ્યો.
ભાવાર્થ :– પૂર્વોક્ત વસ્ત્રૈષણાથી વસ્ત્રની ગવેષણા કરનાર સાધુને કદાચિત્ કોઈ ગૃહસ્થ કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! તમે એક મહિના કે દશ રાત્રિ કે પાંચ રાત્રિ પછી અથવા કાલે કે પરમદિવસે પધારજો, ત્યારે અમો તમોને વસ્ત્ર આપશું. આ પ્રકારના વચન સાંભળીને હૃદયમાં ધારણ કરીને સાધુ પહેલાં જ જોઈને વિચાર કરીને કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! અમોને આ પ્રકારના મુદતવાળા વચનનો સ્વીકાર કરવો કલ્પનીય નથી. જો આપને વસ્ત્ર આપવાની ઇચ્છા હોય તો હમણા જ આપો.
से सेवं वयंतं परो वएज्जा– आउसंतो समणा ! अणुगच्छाहि, तो ते वयं अण्णयरं वत्थं दाहामो । से पुव्वामेव आलोएज्जा– आउसो ! ति वा, भइणी !
ति वा, णो खलु मे कप्पइ एयप्पगारे संगारवयणे पडिसुणित्तए, अभिकंखसि मे दाउं, इयाणिमेव दलयाहि । શબ્દાર્થ :– अणुगच्छाहि = અત્યારે તમે જાઓ, થોડીકવાર પછી આવો.
ભાવાર્થ :– આ પ્રમાણે સાધુ કહે છતાં પણ ગૃહસ્થ એમ કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! હમણા તમે જાવ, થોડીવાર પછી તમે આવજો, અમે તમોને આપશું. ત્યારે સાધુ પહેલાં જ મનમાં વિચાર કરીને તે ગૃહસ્થને કહે કે હે આયુષ્યમાન ભાઈ કે બહેન ! અમોને આ પ્રકારનું સંકેત વચન(વાયદા) પણ કલ્પનીય નથી. જો તમે મને આપવા ઇચ્છતા હો તો અત્યારે જ આપો.
से सेवं वयंतं परो णेत्ता वएज्जा– आउसो ! ति वा, भगिणी ! ति वा, आहरेयं वत्थं समणस्स दाहामोक । अवियाइं वयं पच्छा वि अप्पणो सयठ्ठाए पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारंभ समुद्दिस्स वत्थं चेएस्सामो । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :– સાધુ આ પ્રમાણે કહે, ત્યારે તે ગૃહસ્થ પોતાના ઘરના કોઈ સદસ્યને બોલાવીને કહે કે હે 11
12
13
અધ્યયન–પ : ઉદ્દેશક–1
200 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ આયુષ્યમાન ભાઈ કે બહેન ! તે વસ્ત્ર લાવો, આપણે તે શ્રમણને આપીએ, આપણા માટે પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વોનો સમારંભ કરીને બીજું વસ્ત્ર બનાવી લેશું. આ પ્રકારના શબ્દોને સાંભળીને, તેના પર વિચાર કરીને તે પ્રકારના વસ્ત્રને અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ.
सिया णं परो णेत्ता वएज्जा– आउसो ! ति वा, भइणी ! ति वा, आहरेयं वत्थं सिणाणेण वा जाव आघंसित्ता वा पघंसित्ता वा समणस्स णं दासामो। एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा– आउसो ! ति वा भइणी ! ति वा मा एयं तुमं वत्थं सिणाणेण वा जाव आघंसाहि पघंसाहि वा अभिकंखसि मे दाउं एमेव दलयाहि । से सेवं वयंतस्स परो सिणाणेण वा जाव आघंसित्ता पघंसित्ता वा दलएज्जा । तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– परो णेत्ता वएज्जा = અન્ય ગૃહમાલિક કહે કે एयं वत्थं आहर = આ વસ્ત્ર લાવો सिणाणेण = સ્નાનાદિમાં વપરાતા સુગંધિ દ્રવ્યોથી आघंसित्ता वा पघंसित्ता = સુગંધિત કરીને કે
વારંવાર સુગંધિત કરીને.
ભાવાર્થ :– ક્યારેક ગૃહમાલિક ઘરના કોઈ સભ્યને એ પ્રમાણે કહે કે– હે આયુષ્યમાન ભાઈ અથવા બહેન ! તે વસ્ત્ર લાવો અને આપણે તે વસ્ત્રને સ્નાનાદિના સુગંધિત દ્રવ્યોથી એકવાર કે વારંવાર ઘસીને (સુગંધિત દ્રવ્યો છાંટીને) સુગંધિત કરીને સાધુને આપીએ. આ પ્રકારના વચન સાંભળીને તેમજ તેના પર વિચાર કરીને સાધુ પહેલાં જ કહી દે– હે આયુષ્યમાન ગૃહસ્થ ! હે આયુષ્યમતી બહેન ! તમે આ વસ્ત્રને સ્નાનાદિના સુગંધિત પદાર્થોથી એકવાર કે વારંવાર ઘસો નહિ યાવત્ સુગંધિત પદાર્થો છાંટશો નહિ. જો તમે મને આ વસ્ત્ર આપવા ઇચ્છતા હો તો એમ જ આપો. આમ કહેવા છતાં પણ જો તે ગૃહસ્થ સ્નાનના સુગંધિત દ્રવ્યોથી એકવાર કે વારંવાર ઘસીને યાવત્ સુગંધિત પદાર્થો છાંટીને આપે તો તે પ્રકારના વસ્ત્રને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ સાધુ ગ્રહણ કરે નહિ.
से णं परो णेत्ता वएज्जा– आउसो ! ति वा, भइणी ! ति वा, आहरेयं वत्थं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेत्ता वा पधोवेत्ता वा समणस्स णं दाहामो । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा–
आउसो ! त्ति वा भइणि ! त्ति वा एयं तुमं वत्थं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेहि वा पधोवेहि वा । अभिकंखसि मे दाउं; सेसं तहेव जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :– ક્યારેક ગૃહસ્થ ઘરના કોઈ પણ સદસ્યને કહે કે હે આયુષ્યમાન ભાઈ કે બહેન ! તે વસ્ત્રને લાવો, તેને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોઈને શ્રમણને આપીએ. આ પ્રકારની વાત સાંભળીને તેમજ તેના પર વિચાર કરીને સાધુ પહેલાં જ દાતાને કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે
બહેન ! આ વસ્ત્રને તમે ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુઓ નહિ. જો તમે મને આ વસ્ત્ર આપવા ઇચ્છતા હો, તો એમ જ આપો. આ પ્રમાણે કહેવા છતાં પણ જો તે ગૃહસ્થ તે વસ્ત્રને ઠંડા કે ગરમ 14
15
201