This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી પ્રયોજનવશ કોઈ બગીચામાં, પર્વતો ઉપર કે વનોમાં જાય, ત્યારે ત્યાં મોટા–મોટા વૃક્ષોને જોઈને પ્રમાણે કહે નહિ, જેમ કે વૃક્ષ કાપીને મકાન આદિમાં વાપરવા યોગ્ય છે અર્થાત્ લાકડું મહેલ બનાવવા યોગ્ય છે, તોરણ–નગરનું મુખ્ય દ્વાર બનાવવા યોગ્ય છે, ઘર બનાવવા યોગ્ય છે, પાટ બનાવવા યોગ્ય છે, નાવ બનાવવા યોગ્ય છે, પાણીની મોટી કુંડી, બાજોઠ, કથરોટ, હળ, કુહાડી, યંત્ર, લાકડી અથવા ઘાણી, ચક્રની નાભિ, સોનીના કાષ્ઠના ઉપકરણને યોગ્ય–એરણની લાકડી, આસન, શયન, પલંગ, રથ, ઉપાશ્રય આદિ બનાવવા યોગ્ય છે. પ્રકારની સાવદ્ય યાવત્ જીવોનો નાશ કરનારી ભાષા સાધુ બોલે નહિ.

11

185

से भिक्खू वा भिक्खुणी वा तहेव गंतुमुज्जाणाइं पव्वयाइं वणाणि वा रुक्खा महल्ला पेहाए एवं वएज्जा, तं जहाजाइमंता वा दीहवट्टा वा महालया वा पयायसाला वा विडिमसाला वा पासाईया वा दरिसणीया वा अभिरूवा वा पडिरूवा वा एयप्पगारं भासं असावज्जं जाव अभूओवघाइयं अभिकंख भासेज्जा શબ્દાર્થ :– जाइमंता = વૃક્ષો ઉત્તમ જાતિના છે दीहवट्टा = લાંબા ઘેઘુર–ગોળાકાર છે महालया = વિસ્તૃત છે पयायसाला = વિશાળ અનેક શાખાઓ છે विडिमसाला = વૃક્ષની વચ્ચે ચાર શાખાઓ છે તેમાં એક શાખા ઊંચી ગઈ છે.

ભાવાર્થ :– સંયમી સાધુ કે સાધ્વી પ્રયોજનવશ ઉદ્યાનો, પર્વતો કે વનોમાં જાય, ત્યારે ત્યાં રહેલા વિશાળ વૃક્ષોને જોઈને પ્રમાણે કહે, જેમ કે વૃક્ષો ઉત્તમ જાતિના છે, લાંબા છે, ગોળાકાર(ઘેઘુર) છે, ઘણા વિશાળ છે. તેની વિશાળ શાખાઓ છે, તેઓની પ્રશાખાઓ લાંબે સુધી ફેલાયેલી છે અથવા આ વૃક્ષમાં ચાર શાખાઓ છે તેમાંથી એક શાખા ઊંચે સુધી ગઈ છે. તે વૃક્ષ મનને પ્રસન્ન કરનાર છે, દર્શનીય છે, અભિરૂપ, પ્રતિરૂપ–વારંવાર જોવા યોગ્ય છે. પ્રમાણે સાધુ અસાવદ્ય યાવત્ જીવોનો નાશ ન કરનાર ભાષા વિચાર પૂર્વક બોલે.

से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूया वणफला पेहाए तहावि ते णो एवं वएज्जा, तं जहापक्का वा पायखज्जा वा वेलोइया वा टाला वा वेहिया वा एयप्पगारं भासं सावज्जं जाव भूओवघाइयं अभिक्खं णो भासेज्जा શબ્દાર્થ :– बहुसंभूया = ઘણા ઉત્પન્ન થયેલા वणफला = વનફળોને पक्का = ફળ પાકી ગયા છે पायक्खज्जा = ફળ ઘાસાદિમાં પકાવી ખાવા યોગ્ય છે वेलोइया = ફળ તોડવા યોગ્ય છે टाला = કોમળ છે वेहिया = ટુકડા કરવા યોગ્ય છે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉત્પન્ન થયેલા ઘણાં વન્ય ફળો જોઈને પ્રમાણે કહે નહિ, જેમ કેઆ ફળ પાકી ગયા છે, પરાલાદિમાં પકાવીને ખાવા યોગ્ય છે, ફળ તોડવા યોગ્ય છે, હજુ ફળ કોમળ છે કારણ કે તેમાં હજુ ગોઠલી પડી નથી, ફળ ટુકડા કરવા યોગ્ય છે, પ્રકારની સાવદ્ય યાવત્ હિંસાકારી ભાષા બોલે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूया वणफला पेहाए एवं वएज्जा, तं जहाअसंथडा वा बहुणिव्वट्टिमफला वा बहूसंभूया वा भूयरूवा वा। एयप्पगारं भासं असावज्जं जाव भासेज्जा શબ્દાર્થ :– असंथडा = ફળોના ભારથી તે ઝૂકી ગયા છે बहुणिव्वट्टिमफला = વૃક્ષ ઘણા ફળો આપે છે बहूसंभूवा = ઘણા પાકેલા ફળો છે भूयरूवा = હજુ પૂરા પાક્યા નથી અર્થાત્ ગોઠલી વગરના ફળો છે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉત્પન્ન થયેલા ઘણા વન્ય ફળોને(આંબાના ફળોને)જોઈને પ્રમાણે 12

13

14

અધ્યયન–4 : ઉદ્દેશક–ર 186 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ કહે, વૃક્ષો ફળોના ભારથી નમી ગયા છે. વૃક્ષ ઘણા ફળોને આપે છે, ઘણા પાકેલા ફળો છે, ફળો ઘણા કોમળ છે કારણ કે હજુ તેમાં ગોઠલી પડી નથી. પ્રકારની અસાવદ્ય યાવત્ અહિંસક ભાષા વિચાર પૂર્વક બોલે.

से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूयाओ ओसहीओ पेहाए तहा वि ताओ णो एवं वएज्जा, तं जहापक्का वा, णीलिया वा, छवीया वा, लाइमा वा, भज्जिमा वा, बहुखज्जा वा एयप्पगारं भासं सावज्जं जाव भूओवघाइयं अभिक्खं णो भासेज्जा શબ્દાર્થ :– पक्का = ધાન્ય પાકી ગયું છે णीलिया = ધાન્ય હજુ કાચું છે छवीया = સુંદર શોભાવાળું છે, છાલવાળું છે लाइमा = કાપવા યોગ્ય છે भज्जिमा = શેકવા યોગ્ય છે बहुखज्जा = સારી રીતે ખાવા યોગ્ય છે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઘણા પ્રમાણમાં ઉત્પન્ન થયેલા ધાન્યને જોઈને પ્રમાણે કહે નહિ કે આ ધાન્ય વિશેષ પાકી ગયેલ છે, હજુ તે કાચું છે, લીલી છાલવાળું છે, સુંદર શોભાયુક્ત છે, હવે તે કાપવા યોગ્ય છે, શેકવા યોગ્ય છે, સારી રીતે ખાવા યોગ્ય છે, પ્રકારની સાવદ્ય યાવત્ હિંસાકારી ભાષા સાધુ બોલે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा बहुसंभूयाओ ओसहीओ पेहाए तहावि एवं वएज्जा, तं जहारूढा वा बहुसंभूया वा थिरा वा ऊसढा वा गब्भिया वा पसूया वा ससारा वा एयप्पगारं भासं असावज्जं जाव भासेज्जा શબ્દાર્થ :– रूढा = આમાં અંકુરો નીકળ્યા છે बहुसंभूया = ઘણું ઉત્પન્ન થયું છે थिरा = સ્થિર છે ऊसढा = રસ ભરેલો છે गब्भिया = ગર્ભમાં છે અર્થાત્ ડૂંડા, શિંગાદિથી રહિત છે पसूया = ડૂંડા આદિ બહાર નીકળી ગયેલ છે ससारा = કણ ભરાઈ ગયા છે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઘણા પ્રમાણમાં ઉત્પન્ન થયેલા ધાન્યને જોઈને પ્રયોજનવશ પ્રમાણે કહે, જેમ કેઆમાં બીજ અંકુરિત થઈ ગયા છે, ઘણા પ્રમાણમાં ઉત્પન્ન થયેલા છે, હવે તે ઉપઘાતાદિથી રહિત સ્થિર છે, રસથી ભરેલ છે અર્થાત્ સરસ છે, તે ડૂંડા, શિંગાદિથી રહિત છે, તે ડૂંડા આદિથી યુક્ત છે, ધાન્યકણ યુક્ત છે અર્થાત્ દાણા આવી ગયા છે, પ્રકારની નિરવદ્ય યાવત્ અહિંસક ભાષા સાધુ વિચારપૂર્વક બોલે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે વનસ્પતિ વિષયક ભાષાપ્રયોગના વિવેકનું નિદર્શન છે.

સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા હોય ત્યારે વિવિધ પ્રકારના દશ્યો જોવા મળે છે, તે સમયે સંસ્કારથી વિવેક રહિત, હિંસાકારી ભાષાનો પ્રયોગ થઈ જાય, તે માટે સૂત્રકારે કેટલાક ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે, જેમ કે વૃક્ષનું લાકડું બાજોઠ, પાટ, પાટલા, બારણા આદિ બનાવવા યોગ્ય છે, ફળ પાકી ગયા છે, તે તોડવા યોગ્ય છે. ધાન્ય લણવા યોગ્ય છે. કઠોળની શિંગો લીલીછમ અને કોમળ, ખાવા યોગ્ય, શેકવા યોગ્ય છે; વગેરે સાવદ્યકારી ભાષા સાધુ બોલે નહીં. સાધુના મુખેથી તથાપ્રકારની ભાષા સાંભળીને ગૃહસ્થો વૃક્ષોનું છેદન–ભેદન કરે છે તો સાધુ તેના આરંભ–સમારંભમાં નિમિત્ત બને છે.

સાધુ પ્રયોજનવશ બોલે, ત્યારે સૂત્રોક્ત નિરવદ્ય ભાષાનો પ્રયોગ કરે.

15

16

187

સાધુની સામે સંસારની કોઈ વસ્તુ આવે ત્યારે કાંઈ પણ કહેતા પહેલાં કે અભિપ્રાય આપતા પહેલાં સાવધાનીપૂર્વક તથા પરિણામનો વિચાર કરીને વિવેક સહ નિરવદ્ય, નિર્દોષ,ગુણસૂચક, અહિંસક, અન્ય જીવોના હૃદયને આઘાત પહોંચે તેવી ભાષાનો પ્રયોગ કરે.

વનસ્પતિની અંકુરાદિ સાત અવસ્થાઓ :– (1) रूढा– બીજ વાવ્યા પછી અંકુર રૂપે નીકળે ( ર)

बहुसंभूया– બીજના પાન નીકળવા–વિકસિત થવા. (3) थिरा– ઉપઘાતથી રહિત થઈ બીજાંકુરનું સ્થિર થઈ જવું. (4) ऊसढा– સારી રીતે વૃદ્ધિને પામેલ, સ્તંભ રૂપે આગળ વધેલ. (પ) गब्भिया– ડૂંડા, શિંગ આદિ હજુ આવ્યા હોય. (6) पसूया– ડૂંડા નીકળી ગયા હોય. (7) ससारा– દાણા બેસી ગયા હોય.

શબ્દાદિ વિષયક ભાષા વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाइं सद्दाइं सुणेज्जा तहावि ताइं णो एवं वएज्जा, तं जहासुसद्दे वा, दुसद्दे वा एयप्पगारं भासं सावज्जं जाव भूओवघाइयं अभिक्खं णो भासेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી તથાપ્રકારના શબ્દોને સાંભળે છે. તે શબ્દો સાંભળીને પ્રમાણે કહે નહિ, જેમ કે શબ્દ માંગલિક છે અથવા શબ્દ અમાંગલિક છે. પ્રકારની સાવદ્ય યાવત્ હિંસક ભાષા બોલે નહિ.

से भिक्खू वा भिक्खूणी वा जहा वेगइयाइं सद्दाइं सुणेज्जा तहावि ताइं एवं वएज्जा, तं जहासुसद्दं सुसद्दे वा, दुसद्दं दुसद्दे वा एयप्पगारं भासं असावज्जं जाव अभूओवघाइयं अभिक्खं भासेज्जा । एवं रूवाइं किण्हे वा णीले वा लोहिए वा हालिद्दे वा सुक्किले इ वा गंधाइं सुब्भिगंधे वा दुब्भिगंधे वा रसाइं तित्ताणि वा कडुयाणि वा कसायाणि वा अंबिलाणि वा महुराणि वा फासाइं कक्खडाणि वा मउयाणि वा गरुयाणि वा लहुयाणि वा सीयाणि वा उसिणाणि वा णिद्धाणि वा रुक्खाणि वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારના શબ્દો સાંભળીને તેના વિષયમાં તટસ્થ ભાવે પ્રમાણે કહેસુશબ્દને સુશબ્દ છે અને દુઃશબ્દને દુઃશબ્દ છે, રીતે નિરવદ્ય યાવત્ અહિંસક ભાષા બોલે.

રીતે રૂપના વિષયમાંકાળાને કાળો, નીલાને નીલો, લાલને લાલ, પીળાને પીળો અને સફેદને સફેદ કહે. ગંધના વિષયમાંસુગંધને સુગંધ અને દુર્ગંધને દુર્ગંધ કહે. રસોના વિષયમાં તીખાને તીખો, કડવાને કડવો, કષાયેલાને કષાયેલો, ખાટાને ખાટો અને મધુરને મધુર કહે. રીતે સ્પર્શના વિષયમાં કહેવાનું હોય તો કર્કશને કર્કશ, કોમળને કોમળ, ભારેને ભારે, હળવાને હળવો, શીતને શીત, ઉષ્ણને ઉષ્ણ, સ્નિગ્ધને સ્નિગ્ધ, રૂક્ષને રૂક્ષ કહે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે પાંચે ઇન્દ્રિયોના વિષયમાં અનાસક્ત ભાવપૂર્વક ભાષાપ્રયોગનું સૂચન છે. ઠાણાંગ સૂત્રમાં પાંચ ઇન્દ્રિયોના 23 વિષય અને 240 વિકારો બતાવ્યા છે. તે પ્રમાણે છે–

17

18

અધ્યયન–4 : ઉદ્દેશક–ર 188 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પાંચ ઇન્દ્રિયના 23 વિષય :–

(1) શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયજીવ શબ્દ, અજીવ શબ્દ અને મિશ્ર શબ્દ. (ર) ચક્ષુરિન્દ્રિયના પાંચ વિષયકાળો, લીલો, લાલ, પીળો અને સફેદ વર્ણ. (3) ઘ્રાણેન્દ્રિયના બે વિષયસુગંધ અને દુર્ગંધ. (4) રસેન્દ્રિયના પાંચ વિષયતીખો, કડવો, કષાયેલો, ખાટો અને મધુર રસ. (પ) સ્પર્શેન્દ્રિયના આઠ વિષયકર્કશ, કોમળ, હળવો, ભારે, સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ સ્પર્શ.

23 વિષયના 240 વિકાર :–

શ્રોતેન્દ્રિયના 12 વિકારજીવ શબ્દ આદિ 3 પ્રકારના શબ્દોના શુભ અને અશુભ, બે–બે પ્રકાર છે, તેથી 3 × = 6, તે પર રાગ–દ્વેષ થવાથી 6 × = 12 વિકાર થાય છે.

ચક્ષુરિન્દ્રિયના 60 વિકારકાળો આદિ પાંચ વર્ણના સચિત્ત, અચિત્ત અને મિશ્ર, ત્રણ–ત્રણ પ્રકાર છે. તેથી ×3 = 15, તેના શુભ અને અશુભ બે–બે ભેદ થવાથી 15 × = 30, ત્રીસ ઉપર રાગ અને દ્વેષ થવાથી 30 × = 60 વિકાર થાય છે.

ઘ્રાણેન્દ્રિયના 12 વિકારસુરભિગંધ અને દુરભિગંધ, બે ગંધના સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ–ત્રણ પ્રકાર છે, તેથી 3 × = 6, તેના પર રાગ અને દ્વેષ થવાથી 6× ર = 12 વિકાર થાય છે.

રસેન્દ્રિયના 60 વિકારકડવાદિ પાંચ રસના સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણ–ત્રણ પ્રકાર છે.

તેથી × 3 = 15, તેના શુભ અને અશુભ બે–બે ભેદ થવાથી 15 × = 30 અને તેના પર રાગ–દ્વેષ થવાથી 30 × = 60 વિકાર થાય છે.

સ્પર્શેન્દ્રિયના 96 વિકારકર્કશાદિ આઠ સ્પર્શના સચિત્ત, અચિત્ત અને મિશ્ર, ત્રણ પ્રકાર છે, તેથી 8×3 = 24, તેના શુભ અને અશુભ બે–બે ભેદ થવાથી 24× ર = 48, તેના પર રાગ અને દ્વેષ થવાથી 48 × = 96 વિકાર થાય છે.

રીતે શ્રોતેન્દ્રિયના– 12 + ચક્ષુરિન્દ્રિયના– 60 + ઘ્રાણેન્દ્રિયના– 12 + રસેન્દ્રિયના– 60 + સ્પશેન્દ્રિયના– 96 વિકાર = 240 વિકાર થાય છે.

સાધુએ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જે જેવું હોય તેવું તટસ્થ ભાવપૂર્વક કહેવું જોઈએ. ભાષાના પ્રયોગ સમયે મન તેમજ વાણીમાં પૂર્વોક્ત 240 પ્રકારના વિકારમાંથી કોઈપણ વૈભાવિક ભાવો આવે, તેના માટે સાવધાની રાખવી જરૂરી છે.

ભાષા વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा वंता कोहं माणं मायं लोभं च अणुवीइ णिठ्ठाभासी णिसम्मभासी अतुरियभासी विवेगभासी समियाए संजए भासं भासेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરીને વિચારપૂર્વક, એકાંત અસાવદ્ય વચન, સાંભળી–સમજીને બોલે, ઉતાવળ કર્યા વિના તેમજ વિવેક પૂર્વક બોલે અને ભાષા સમિતિથી યુક્ત સંયત ભાષાનો પ્રયોગ કરે.

19

189

વિવેચન :–

પ્રસ્તુત સૂત્ર સંપૂર્ણ અધ્યયનના સારરૂપ છે.

સૂત્રકારે ભાષાનો પ્રયોગ કરતા પહેલા આઠ પ્રકારનો વિવેક બતાવ્યો છે. તે પ્રમાણે છે–

સાધુ–સાધ્વી–(1) ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરીને બોલે. (ર) પ્રાસંગિક વિષય અને વ્યક્તિને અનુરૂપ વિચાર કરીને, અવલોકન કરીને ચિંતનપૂર્વક બોલે. (3) પહેલા તે વિષયનું પુરું નિશ્ચયાત્મક જ્ઞાન કરી લે ત્યારપછી બોલે. (4) પૂર્ણરૂપે સાંભળી, સમજીને બોલે. (પ) જલદી–જલદી અસ્પષ્ટ શબ્દોમાં બોલે નહિ. (6) વિવેકપૂર્વક બોલે. (7) ભાષા સમિતિનું ધ્યાન રાખીને બોલે. (8)

સંયમ ભાવથી પરિમિત શબ્દોમાં બોલે.

રીતે વિવેકપૂર્વક બોલતા સાધક સત્ય મહાવ્રતનું યથાર્થ પાલન કરી શકે છે.

ઉપસંહાર :–

एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– ભાષા સંબંધી વિવેક તે સાધુ–સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–4/ર સંપૂર્ણ ।। ।। ચોથું અધ્યયન સંપૂર્ણ ।। 20

અધ્યયન–4 : ઉદ્દેશક–ર 190 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પાંચમું અધ્યયન પરિચય અધ્યયનનું નામ વસ્ત્રૈષણા છે.

સાધક વસ્ત્રરહિત–અચેલકતાની સાધના ભૂમિકા સુધી પહોંચી શકે ત્યાં સુધી સંયમ નિર્વાહ તથા લજ્જા નિવારણ માટે વસ્ત્ર ગ્રહણ કે ધારણ કરે છે. तं पि संजम–लज्जठ्ठा धारंति परिहरंति य । –( દશવૈકાલિક સૂત્ર, અધ્યયન–6, ગાથા–20).

તાત્પર્ય છે કે અન્યના ચિત્તમાં વિકાર ભાવ ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત શરીરાવયવોને ઢાંકવા માટે તેમજ ઠંડી–ગરમી વગેરે પરિસ્થિતિઓમાં શરીરના રક્ષણ માટે વસ્ત્રની ઉપયોગિતા છે, જે સાધુને વસ્ત્ર ધારણ કરવાની ઇચ્છા હોય, તે એષણાપૂર્વક વસ્ત્રની યાચના કરે અને નિર્દોષ તથા એષણીય વસ્ત્રને ગ્રહણ કરે અને અનાસક્ત ભાવે તેનો ઉપયોગ કરે.

આહાર સંબંધી ગવેષણા, ગ્રહણૈષણા અને પરિભોગૈષણા, ત્રણ પ્રકારની એષણાનું કથન છે, તે રીતે સાધુ ત્રણ પ્રકારની એષણાપૂર્વક વસ્ત્રને ધારણ કરે છે.

વસ્ત્રના બે પ્રકાર છે :– દ્રવ્ય વસ્ત્ર અને ભાવ વસ્ત્ર. અઢાર હજાર શીલાંગો ભાવવસ્ત્ર છે. તે સાધુના સંયમની સુરક્ષા કરે છે. જે વસ્ત્ર શરીરનું રક્ષણ કરે છે, તે દ્રવ્યવસ્ત્ર છે. તેના ત્રણ પ્રકાર છે–

(1) એકેન્દ્રિય નિષ્પન્નકપાસથી બનેલા વસ્ત્રો, વૃક્ષની છાલથી બનેલા વલ્કલ કે શણથી બનેલા વસ્ત્રો વગેરે. (ર) વિકલેન્દ્રિય નિષ્પન્નકોશેટામાંથી બનેલા રેશમી વસ્ત્રો. તેમજ અન્ય પણ પદાર્થોને સડાવવાથી તેમાં બેઇન્દ્રિયાદિ રસજ જીવો ઉત્પન્ન થાય અને તેમાંથી બનતા વસ્ત્રાદિ (3) પંચેન્દ્રિય નિષ્પન્ન–

ઊનના વસ્ત્રો.

પ્રસ્તુત અધ્યયનમાં દ્રવ્ય વસ્ત્રની યાચના, ગ્રહણ અને પરિભોગની વિધિનું પ્રતિપાદન છે. તેમાં બે ઉદ્દેશક છે.

પ્રથમ ઉદ્દેશકમાં :– વસ્ત્ર ગ્રહણની વિધિનું કથન છે. તેમાં સાધુ–સાધ્વીઓને ધારણ કરવા યોગ્ય વસ્ત્રોની સંખ્યા, વસ્ત્રના વિવિધ પ્રકારો, વસ્ત્ર ગ્રહણના વિવિધ દોષો, વસ્ત્રૈષણાની ચાર પ્રતિમાઓ, એષણીય–

અનેષણીય વસ્ત્રો અને વસ્ત્ર ગ્રહણ વિધિનું વિસ્તૃત વર્ણન છે.

બીજા ઉદ્દેશકમાં :– વસ્ત્ર ધારણ કરવાની વિધિનું પ્રતિપાદન છે.

રીતે બે ઉદ્દેશકમાં સાધુ માટે વસ્ત્ર એષણા સંબંધી આવશ્યક જાણકારી પ્રાપ્ત થાય છે.

 191

      પાંચમું અધ્યયન : વસ્ત્રૈષણા પહેલો ઉદ્દેશક

ગ્રાહ્ય વસ્ત્રોના પ્રકાર તેમજ પરિમાણ :

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं एसित्तए से जं पुण वत्थं जाणेज्जा, तं जहाजंगिय वा भंगिय वा साणयं वा पोत्तगं वा खोमियं वा तूलकडं वा, तहप्पगारं वत्थं जे णिग्गंथे तरुणे जुगवं बलवं अप्पायंके थिरसंघयणे से एगं वत्थं धारेज्जा, णो बिइयं । जा णिग्गंथी सा चत्तारि संघाडीओ धारेज्जाएगं दुहत्थवित्थारं, दो तिहत्थ वित्थाराओ, एगं चउहत्थवित्थारं । तहप्पगारेहिं वत्थेहिं असंविज्जमाणेहिं अह पच्छा एगमेगं संसीवेज्जा શબ્દાર્થ :– जुगवं = ચોથા આરામાં જન્મેલા अप्पायंक = રોગ રહિત નિરોગી थिरसंघयणे = દઢ શરીરવાળા से एगं = તે એક જાતના वत्थं धारेज्जा = વસ્ત્રને ધારણ કરે णो बिइयं = બે જાતના વસ્ત્રને ધારણ કરે નહિ तहप्पगारेहिं वत्थेहिं = તથાપ્રકારના વસ્ત્રો असंविज्जमाणेहिं = મળે નહિ અર્થાત્ પ્રમાણની પહોળાઈવાળા વસ્ત્રો મળે નહિ अह पच्छा = તો પછી एगमेगं संसीवेज्जा = એક વસ્ત્રને બીજા વસ્ત્ર સાથે સીવી લે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી વસ્ત્રની ગવેષણા કરવાની અભિલાષા રાખતા હોય, ત્યારે વસ્ત્રના વિષયમાં જાણે કે (1) જાંગમિકઘેટાં, ઊંટ આદિની ઊનથી બનેલા ( ર) ભંગિકવિકલેન્દ્રિય જીવોના શરીરથી બનેલા (3) શણના બનેલા (4) તાડપત્ર આદિથી બનેલા ( પ) કપાસાદિથી બનેલા (6) આકોલિયાના રૂથી બનેલા વસ્ત્રો છે, તો પ્રકારના વસ્ત્રને મુનિ ગ્રહણ કરે છે, પરંતુ જે સાધુ કે સાધ્વી તરુણ હોય, ત્રીજા કે ચોથા આરામાં જન્મેલા, બળવાન, રોગરહિત અને સ્થિર સંહનનવાળા હોય, તે ઉપરોક્ત વસ્ત્રોમાંથી કોઈ એક ( પ્રકારના)વસ્ત્રને ધારણ કરે, તે સિવાય બીજા પ્રકારના વસ્ત્રને ધારણ કરે નહિ.

સાધ્વીઓ સંખ્યાની અપેક્ષાએ ચાર પછેડીઓ રાખી શકે છે. તેમાં એક પછેડી બે હાથ પહોળી, બે પછેડી ત્રણ હાથ પહોળી અને એક પછેડી ચાર હાથ પહોળી હોય છે. પ્રમાણની પહોળાઈના વસ્ત્રો મળે, ત્યારે પહોળાઈ વધારવા એક વસ્ત્રને બીજા વસ્ત્ર સાથે સીવી લે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ માટે ગ્રાહ્ય વસ્ત્રોના પ્રકાર અને ધારણ કરવાની મર્યાદાનું કથન છે. સામાન્ય રીતે સાધુ અત્યંત સાદા, અહિંસક અને અલ્પમૂલ્યવાન વસ્ત્રો ધારણ કરે છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રસંગમાં 1

અધ્યયન–પ : ઉદ્દેશક–1

192 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાધુને ગ્રાહ્ય વસ્ત્રોની પ્રકારની જાતિનું કથન કર્યું છે. તેમાં લોક પ્રચલિત અનેક જાતિના વસ્ત્રોનો સમાવેશ થઈ જાય છે.

(1) जंगियं :જાંગમિક. जङ्गमोष्ट्राद्यूर्णानिष्पन्नं । જંગમ–હરતા–ફરતા ઊંટ, ઘેટા આદિ પંચેન્દ્રિય પશુઓના ઊન, રૂંવાટી કે ચર્મથી બનેલા અર્થાત્ ઊનના વસ્ત્રો તથા મૃગચર્મ વગેરે.

(2) भंगियं :–नानाभिङ्गकविकलेन्द्रियलालानिष्पन्नं ।વિવિધ વિકલેન્દ્રિય જીવોની લાળથી નિર્મિત તંતુઓથી બનેલા રેશમી આદિ વસ્ત્ર. શ્રી ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ ભંગિક શબ્દનો અર્થ વનસ્પતિજન્ય વસ્ત્ર કર્યો છે. अत्तसीमयं અર્થાત્ અતસી–અળસીની છાલથી બનેલા વસ્ત્ર.

(3) साणियं :સાનિક. सणवल्कल निष्पन्नं । શણ–કંતાન આદિથી બનેલા વસ્ત્રો.

(4) पोत्तगं : ताड्यादिपत्रसंङ्घातनिष्पन्नं । તાડપત્ર આદિ પત્રના રેશાથી બનેલા વસ્ત્રો.

(5) खोमियं :ક્ષૌમિક. खोमियं ति कार्पासिकं । કપાસ–રૂથી બનેલા સુતરાઉ વસ્ત્રો.

(6) तूलकडं :તૂલકૃત. अर्क्कादितूलनिष्पन्नं । આકોલિયાના રૂથી બનેલા વસ્ત્રો.

શ્રી ઠાણાંગ સૂત્રમાં સાધુને ગ્રાહ્ય પાંચ પ્રકારના વસ્ત્રોનું કથન છે. તેમાં ક્ષોમિક અને તૂલકૃતનું કથન નથી પરંતુ તેના સ્થાને तिरिडपट्टए– લોધ્રની છાલથી બનેલા વસ્ત્રોનું કથન છે. ત્યાં पोत्तियं શબ્દથી સૂતરાઉ વસ્ત્રોનું ગ્રહણ કર્યું છે.

સાધુ–સાધ્વી સૂત્રોક્ત પ્રકારના વસ્ત્રમાંથી કોઈ પણ પ્રકારના વસ્ત્ર ધારણ કરી શકે છે.

एगं वत्थं धारेज्जा :એક જાતના વસ્ત્રને ધારણ કરે. પ્રસ્તુત સૂત્રમાં જાતિના વસ્ત્રનું કથન હોવાથી एगं वत्थं શબ્દ પ્રયોગમાં एगं શબ્દ જાતિનો વાચક બને છે કારણ કે પડિમાધારી, જિનકલ્પી સાધુ પણ સંખ્યાની અપેક્ષાએ ત્રણ–બે કે એક વસ્ત્ર ધારણ કરી શકે છે.

તરુણ, બલવાન, નિરોગી, દઢ સંઘયણવાળા સશક્ત સાધુ હોય, તે એક જાતના વસ્ત્ર ધારણ કરે છે. અર્થાપત્તિથી સિદ્ધ થાય છે કે વૃદ્ધ, રોગી આદિ સાધુ પોતાની આવશ્યકતા અનુસાર એકથી વધારે જાતના અર્થાત્ સુતરાઉ, ઊનના આદિ વસ્ત્રો એકી સાથે ધારણ કરી શકે છે અને સમર્થ સાધુ એક સુતરાઉ વસ્ત્ર રાખે છે.