This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे, आमंतिए वा अपडिसुणमाणे एवं वएज्जा– आउसो ति वा, भगिणी ति वा, भोई ति वा, भगवई ति वा, साविगे ति वा, उवासिए ति वा, धम्मिए ति वा, धम्मप्पिए ति वा । एयप्पगारं भासं असावज्जं जाव अभिकंख भासेज्जा । શબ્દાર્થ :– आउसो ति वा = હે આયુષ્યમતી ! भोई = હે પૂજ્યે ! भगिणी ति = હે ભગવતી !
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી કોઈ બેનને બોલાવવા છતાં જો તે ન સાંભળે તો આ પ્રમાણે સંબોધન કરે–
હે આયુષ્યમતી !, હે બહેન !, હે પૂજ્યા ! હે ભાગ્યવતી !, હે શ્રાવિકા !, હે ઉપાસિકા !, હે ધાર્મિકા !, હે ધર્મપ્રિયા ! આ પ્રકારની નિરવદ્ય યાવત્ જીવોની હિંસાથી રહિત ભાષા વિચારપૂર્વક બોલે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે સંબોધન સંબંધી ભાષાનો વિવેક પ્રગટ કર્યો છે.
સાધુને ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરવાનો પ્રસંગ આવે, ત્યારે અવજ્ઞાપૂર્ણ હલકા શબ્દોનો પ્રયોગ કરે નહીં. હોલ, ગોલ જેવા નિંદાજનક કે તિરસ્કારજનક તુચ્છ શબ્દપ્રયોગ સાંભળનારને અપ્રીતિજનક હોય છે. તેમાં સાધુની અસભ્યતા અને અશિષ્ટતા પ્રગટ થાય છે. આ પ્રકારના તુચ્છ શબ્દ પ્રયોગ ક્યારેક કલેશનું નિમિત્ત બની જાય છે, તેથી સાધુ તથાપ્રકારના સંબોધનો કરે નહીં.
સાધુ, સ્ત્રી કે પુરુષનું ગૌરવ જળવાઈ રહે, તે રીતે મધુર અને કોમળ શબ્દપ્રયોગ કરે. સાધુને સ્ત્રી કે પુરુષને સંબોધન કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે (1) મધુર ભાષામાં તેનું નામ લઈને બોલાવે (ર) જો નામ આવડતું ન હોય, તો ગોત્રથી સંબોધન કરે (3) જો નામ કે ગોત્ર બંનેનો પરિચય ન હોય, તો દેશ– કાલ અનુસાર સામી વ્યક્તિની યોગ્યતા અનુસાર હે ભદ્રે ! હે દેવાનુપ્રિય ! હે ધર્મશીલા ! હે શ્રાવકજી ! હે ભાઈ ! હે બહેન ! વગેરે પ્રિય સંબોધન કરે.
પ્રાકૃતિક તત્ત્વ સંબંધી ભાષા વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा णो एवं वएज्जा– णभोदेवे ति वा गज्जदेवे ति वा विज्जुदेवे ति वा पवुठ्ठदेवे ति वा णिवुठ्ठदेवे ति वा पडउ वा वासं मा वा पडउ, णिप्फज्जउ वा सस्से, मा वा णिप्फज्जउ, विभाउ वा रयणी, मा वा विभाउ, उदेउ वा सूरिए, मा वा उदेउ, सो वा राया जयउ, मा वा जयउ । णो एयप्पगारं भासं भासेज्जा पण्णवं । 10
11
અધ્યયન–4 : ઉદ્દેશક–1
178 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ શબ્દાર્થ :– णभोदेवे ति = આકાશ દેવ છે गज्जदेवे ति = વાદળ દેવ છે(ગર્જન દેવ છે) विज्जुदेवे ति = વિદ્યુત દેવ છે पवुठ्ठदेवे ति = દેવ વરસે છે णिवुठ्ठदेवे ति = દેવ નિરંતર વરસે છે पडउ वा वासं = વરસાદ થાય તો સારું मा वा पडउ = વરસાદ ન વરસે णिप्फज्जउ वा सस्से = ધાન્ય ઉત્પન્ન થાય मा वा णिप्फज्जउ = ધાન્ય ઉત્પન્ન ન થાય विभाउ वा रयणी = રાત્રિ વ્યતીત થાઓ मा वा विभाउ = રાત્રિ વ્યતીત ન થાઓ.
ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી આ પ્રમાણે કહે નહિ કે– આકાશ દેવ છે, મેઘ દેવ છે, વિદ્યુત દેવ છે, દેવ વરસી રહ્યા છે, દેવ નિરંતર વરસી રહ્યા છે, વરસાદ થાય તો સારું, વરસાદ ન થાય તો સારું, ધાન્ય ઉત્પન્ન થાય તો સારું, ધાન્ય ઉત્પન્ન ન થાય તો સારું. રાત્રિ વીતી જાય તો સારું, ન વીતે તો સારું, સૂર્યનો ઉદય થાય તો સારું, ઉદય ન થાય તો સારું, તે રાજા જીતે તો સારું કે ન જીતે તો સારું, પ્રજ્ઞાવાન સાધુ આ પ્રકારની ભાષા બોલે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अंतलिक्खे ति वा गुज्झाणुचरिए ति वा समुच्छिए वा णिवइए वा पओए वा वएज्ज वा वुठ्ठबलाहए त्ति । શબ્દાર્થ :– अंतलिक्खे ति = આકાશને આકાશ કહે गुज्झाणुचरिए ति = આ દેવોનો ગમનાગમનનો માર્ગ છે તેથી ગુહ્યાનુચરિત કહે समुच्छिए = વાદળા બંધાઈ રહ્યા છે, સંમૂર્ચ્છિમ પાણી પડી રહ્યું છે णिवइए = પડે છે पओए = આ મેઘ વરસાદ વરસાવે છે, પાણી ભરેલા વાદળા છેवएज्ज वा वुठ्ठबलाहए त्ति = અથવા એમ કહે કે વાદળા વરસી રહ્યા છે.
ભાવાર્થ :– સાધુ–સાધ્વીને કહેવાનો પ્રસંગ આવે, ત્યારે આકાશને ગુહ્યાનુચરિત, અંતરિક્ષ કે આકાશ કહે અથવા દેવોના ગમનાગમનનો માર્ગ કહે. આ વાદળ પાણી વરસાવનારા છે, આ વાદળા બંધાઈ રહ્યા છે, આ મેઘ વરસે છે, આ વાદળા વરસી ચૂક્યા છે, આ પ્રકારની ભાષા બોલે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાકૃતિક તત્ત્વો સંબંધી ભાષાપ્રયોગમાં વિવેકનું પ્રતિપાદન છે.
વૈદિક યુગમાં સૂર્ય, ચંદ્ર, રાત્રિ, અગ્નિ, જલ, સમુદ્ર, મેઘ, વીજળી, આકાશ, પૃથ્વી, વાયુ આદિ પ્રકૃતિજન્ય તત્ત્વોને દેવ કહેતા હતા. આજે પણ ઘણા લોકો તેને દેવ માને છે, પરંતુ જૈન શાસ્ત્ર અનુસાર આકાશાદિ દેવ નથી, પ્રાકૃતિક પદાર્થો છે.
નિરવદ્ય અને યથાતથ્ય ભાષાનો પ્રયોગ કરનાર જૈન સાધુને આ પ્રકારના મિથ્યાવાદથી બચવા માટે સૂત્રકારે આ પ્રકારનો વિવેક બતાવ્યો છે કે સાધુ આકાશ, મેઘ, વીજળી આદિ પ્રાકૃતિક પદાર્થોને દેવ ન કહેતા તેના વાસ્તવિક નામથી કે ગુણથી જ તેનું કથન કરે.
વરસાદનું વર્ણન, ધાન્યોત્પાદન, રાત્રિનું ગમન, સૂર્યનો ઉદય, રાજાનો જય કે પરાજય ઇત્યાદિ બાબતોમાં સાધુએ તટસ્થ રહેવું જોઈએ કારણ કે વરસાદ વરસે આદિ કહેવાથી સચિત્ત જીવોની વિરાધના થવાથી દોષની સંભાવના છે. અમુક રાજાનો જય હો, પરાજય હો, વગેરે વચન બોલવાથી યુદ્ધની અનુમોદનાનો દોષ લાગે છે તથા સાધુ પ્રત્યે એકને રાગ, બીજાને દ્વેષ જાગે છે.
12
179
દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે સાધુએ વાયુ, વૃષ્ટિ, ઠંડી, ગરમી, સુકાળ, દુષ્કાળ, કલ્યાણ, અકલ્યાણ ક્યારે થશે ? થશે કે થશે નહિ ? આ પ્રકારની ભાષા બોલવી જોઈએ નહિ તેમજ મેઘ, આકાશ અને માનવ માટે દેવ શબ્દનો પ્રયોગ કરવો નહીં. –(દશવૈ.અધ્ય.7, ગા.50,51,પર,53).
સંક્ષેપમાં સાધુ અનર્થકારી કે નિરર્થક, અતિશયોક્તિવાળી ભાષાનો પ્રયોગ કરે નહીં.
આવશ્યકતાનુસાર સંયમિત ભાષાનો જ પ્રયોગ કરે.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि । ति बेमि । ભાવાર્થ :– આ ભાષા સંબંધી વિવેક તે સાધુ–સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–4/1 સંપૂર્ણ ।। 13
અધ્યયન–4 : ઉદ્દેશક–1
180 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ચોથું અધ્યયન : બીજો ઉદ્દેશક કઠોર અને પીડાકારી ભાષા વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाइं रूवाइं पासेज्जा तहावि ताइं णो एवं वएज्जा, तं जहा– गंडी गंडी इ वा क‘ठ्ठी क‘ठ्ठी इ वा जाव महुमेहणी इ वा हत्थच्छिण्णं हत्थच्छिण्णे इ वा पायच्छिण्णे पायछिण्णे इ वा कण्णछिण्णे कण्णछिण्णे इ वा णक्कछिण्णे णक्कछिण्णे इ वा ओठ्ठछिण्णे ओठ्ठछिण्णे इ वा । जे यावण्णे तहप्पगारा, तहप्पगाराहिं भासाहिं बुइया–बुइया क‘प्पंति माणवा, ते यावि तहप्पगाराहिं भासाहिं अभिकंख णो भासेज्जा । શબ્દાર્થ :– जहावेगयाइं = જો કે કોઈ એક गंडी गंडी ति = કંઠમાળના રોગીને, હે ગંડી ! એ પ્રમાણે એ સંબોધનથી क‘ठ्ठी क‘ठ्ठी ति = કોઢના રોગીને, હે કોઢી महुमेहणी ति = મધુમેહના રોગીને, હે મધુમેહી! એ પ્રમાણે એ સંબોધનથી.
ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી અનેક રૂપોને અર્થાત્ રોગી આદિને જોઈને આ પ્રમાણે કહે નહિ. જેમ કે– જેને કંઠમાળનો રોગ થયો હોય, તેને હે ગંડી ! હે કંઠમાળી !, કોઢના રોગવાળાને, હે કોઢી !
યાવત્ મધુમેહથી પીડિત રોગીને, હે મધુમેહી !, જેનો હાથ કપાયેલો છે, તેને હે ઠૂંઠા !, જેના પગ કપાયા છે, તેને હે લંગડા !, નાક કપાયેલાને, હે નકટા !, કાન કપાયેલાને, હે કાનકટા ! અને હોઠ કપાયેલાને, હે હોઠકટા !, આ અને આવા પ્રકારના બીજા પણ સંબોધનથી કોઈને બોલાવે નહિ.
આ પ્રકારના સંબોધનથી તે વ્યક્તિ દુઃખી થાય છે અથવા ક્રોધિત થાય છે, તેથી ભાષા સમિતિનો વિવેક રાખનાર સાધુ તેવા શબ્દોથી તેને સંબોધન કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाइं रूवाइं पासेज्जा तहावि ताइं एवं वएज्जा, तं जहा– ओयंसी ओयंसी इ वा तेयंसी तेयंसी इ वा वच्चंसी वच्चंसी इ वा जसंसी जसंसी इ वा अभिरूवं अभिरूवे इ वा पडिरूवं पडिरूवे इ वा पासादियं पासादिए इ वा दरिसणिज्जं दरिसणीए इ वा । जे यावण्णे तहप्पगारा तहप्पगाराहिं भासाहिं बुइया–बुइया णो क‘प्पंति माणवा ते यावि एयप्पगाराहिं भासाहिं अभिकंख भासेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારના રૂપવિશેષને જોઈને તેના વિષયમાં આ પ્રમાણે કથન કરે, જેમ કે– ઓજસ્વીને હે ઓજસ્વી !, તેજથીયુક્ત હોય તેને હે તેજસ્વી ! દીપ્તિવાન, ઉપાદેય વચની અથવા લબ્ધિયુક્ત હોય તેને વર્ચસ્વી; જેના યશઃકીર્તિ ચારે બાજુ ફેલાયેલા હોય તેને યશસ્વી; રૂપવાન હોય તેને અભિરૂપ; મનોહર હોય તેને પ્રતિરૂપ; પ્રસન્ન હોય તેને પ્રાસાદીય; દર્શનીય હોય તેને દર્શનીય કહે.
આ અને આવી જે કોઈ વ્યક્તિ હોય તેઓને આ પ્રકારના સૌમ્ય શબ્દપ્રયોગ દ્વારા સંબોધન કરવામાં આવે, તો તે ક્રોધિત થતા નથી, તેથી સાધુ આવી મધુર અને નિરવદ્ય–નિર્દોષ ભાષા બોલે.
1
2
181
3
4
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને પરપીડાકારી, કઠોર ભાષાપ્રયોગનો નિષેધ કર્યો છે.
સત્ય ભાષા પણ જો પરપીડાકારી હોય, તો તે અન્ય વ્યક્તિને માટે માનસિક પરિતાપજનક હોવાથી હિંસક છે, જેમ કે કાણાને કાણો, લંગડાને લંગડો કહેવો, આ ભાષાપ્રયોગ વ્યક્તિને અપ્રિય લાગે છે.
આ પ્રકારના ભાષાપ્રયોગથી ભાષા સમિતિનું પાલન થતું નથી. તે વ્યક્તિને સાધુ પ્રતિ અભાવ કે
ક્રોધ ઉત્પન્ન થાય છે અને સાધુની સ્વયંની અસભ્યતા પ્રગટ થાય છે.
મનુષ્યની દુર્બળતા પ્રગટ કરવી તે દોષજનક છે પરંતુ તેના ગુણાનુવાદ કરવા, તે ગુણાનુરાગ છે, તેથી ઓજસ્વી વ્યક્તિને ઓજસ્વી, તેજસ્વી વ્યક્તિને તેજસ્વી કહેવા રૂપ, ભાષાપ્રયોગ યથાર્થ છે અને તે સાંભળનારને પ્રિય લાગે છે, તેથી સાધુ અન્ય વ્યક્તિને પ્રિયકારી સત્ય ભાષાનો પ્રયોગ કરે.
સાવદ્યકારી ભાષા વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाइं रूवाइं पासेज्जा, तं जहा–
वप्पाणि वा जाव भवणगिहाणि वा; तहावि ताइं णो एवं वएज्जा, तं जहा–
सुकडे इ वा सुट्ठुकडे इ वा साहुकडे इ वा कल्लाणे इ वा करणिज्जे इ वा। एयप्पगारं भासं सावज्जं जाव णो भासेज्जा । શબ્દાર્થ :– सुकडे = સારું બનાવ્યું છે सुट्ठुकडे = સુંદર તૈયાર થયું છે साहुकडे = આ સારું કર્યું છે कल्लाणे = આ કલ્યાણકારી છે करणिज्जे = આ કરવા યોગ્ય છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી વિવિધ રૂપોને જુએ, જેમ કે– ખેતરની ક્યારીઓ યાવત્ ભવનગૃહ. તેના વિષયમાં આ પ્રમાણે કહે નહિ, જેમ કે– આ સારું બનાવ્યું છે, સારી રીતે તૈયાર કરેલું છે, સુંદર બન્યું છે, આ કલ્યાણકારી છે, આ કરવા યોગ્ય છે, આ પ્રકારની સાવદ્ય યાવત્ જીવોની હિંસા કરનારી ભાષા બોલે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा जहा वेगइयाइं रूवाइं पासेज्जा, तं जहा–
वप्पाणि वा जाव भवणगिहाणि वा, तहावि ताइं एवं वएज्जा, तं जहा–
आरंभकडे इ वा सावज्जकडे इ वा पयत्तकडे इ वा पासादियं पासादिए इ वा दरिसणीयं दरिसणीए इ वा अभिरूवं अभिरूवे इ वा पडिरूवं पडिरूवे इ वा । एयप्पगारं भासं असावज्जं जाव भासेज्जा । શબ્દાર્થ :– आरंभकडे = આ આરંભકૃત છે सावज्जकडे = આ સાવદ્યકૃત છે पयत्तकडे = પ્રયત્નથી કરાયેલું છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અનેક પ્રકારના રૂપોને જુએ છે, જેમકે– ખેતરની ક્યારી યાવત્ ભવનગૃહ.
તેના વિષયમાં કહેવાનું પ્રયોજન હોય, ત્યારે આ પ્રમાણે કહે– જેમ કે– આ આરંભથી બનાવેલું છે, સાવદ્યકૃત છે અથવા આ પ્રયત્નથી બનાવેલું છે. આ રીતે પ્રાસાદિકને પ્રાસાદીય, જોવા યોગ્યને દર્શનીય, રૂપવાનને અભિરૂપ, મનોહરને પ્રતિરૂપ કહે. આ પ્રમાણે વિચારપૂર્વક અસાવદ્ય યાવત્ જીવહિંસાથી રહિત ભાષાનો પ્રયોગ કરે.
અધ્યયન–4 : ઉદ્દેશક–ર 182 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ से भिक्खू वा भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडियं पेहाए तहावि तं णो एवं वएज्जा, तं जहा– सुकडे इ वा सुट्ठुकडे इ वा साहुकडे इ वा कल्लाणे इ वा करणिज्जे इ वा । एयप्पगारं भासं सावज्जं जाव भूओवघाइयं अभिकंख णो भासेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂપ આહારને જોઈને આ પ્રમાણે કહે નહિ, જેમ કે– આ આહારાદિ પદાર્થો સારા બન્યા છે, સુંદર બન્યા છે, સારી રીતે તૈયાર કર્યા છે, કલ્યાણકારી છે અને અવશ્ય કરવા યોગ્ય છે. આવા પ્રકારની ભાષા સાવદ્ય યાવત્ જીવોનો ઘાત કરનારી છે, સાધુ તેવી ભાષા બોલે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडियं पेहाए एवं वएज्जा, तं जहा– आरंभकडे इ वा सावज्जकडे इ वा पयत्तकडे इ वा भद्दयं भद्दए इ वा ऊसढं ऊसढे इ वा रसियं रसिए इ वा मणुण्णं मणुण्णे । इ वा एयप्पगारं भासं असावज्जं जाव अभूओवघाइयं अभिकंख भासेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી મસાલા આદિથી તૈયાર કરેલા સુસંસ્કૃત અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારના આહારને જોઈને આ પ્રમાણે કહે કે આ આહારાદિ પદાર્થો આરંભથી બન્યા છે, સાવદ્યકૃત છે, પ્રયત્ન સાધ્ય છે, ભદ્ર અર્થાત્ વર્ણ, ગંધ, રસાદિથી યુક્ત છે, ઉત્કૃષ્ટ છે, સરસ છે, મનોજ્ઞ છે. આ પ્રકારની અસાવદ્ય યાવત્ જીવોની હિંસા નહિ કરનારી, નિરવદ્ય, નિષ્પાપ ભાષાનો પ્રયોગ કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને સાવદ્યકારી ભાષા પ્રયોગનો નિષેધ કર્યો છે.
સાધુને ત્રણ કરણ અને ત્રણ યોગથી અહિંસા મહાવ્રતનું પાલન કરવાનું હોય છે, તેથી સાધુ સુંદર મકાન, દુકાન, પ્રાસાદ, દેવાલય, મંદિર આદિ કોઈ પણ સ્થાનને માટે પ્રશંસાત્મક શબ્દો બોલે નહીં.
પ્રશંસાથી આરંભ–સમારંભની અનુમોદના થાય છે.
સાધુ આહારની પ્રશંસા કરે નહીં. આહારની પ્રશંસાથી હિંસાની અનુમોદના થાય છે. સાધુના મુખેથી પોતાના ભોજન આદિની પ્રશંસા સાંભળીને ગૃહસ્થને ફરી ફરી તેવું ભોજન બનાવવાની ઇચ્છા થાય, તેથી સાધુને તેના આરંભ–સમારંભનો દોષ લાગે છે, સાધુની રસલોલુપતા પ્રગટ થાય છે.
પ્રયોજનવશ બોલવાનો પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે તે સ્થાન, પદાર્થ કે ભોજનઆદિની યથાર્થતા નિરવદ્ય ભાષામાં પ્રગટ કરે, જેમ કે– આ ભોજન ઘણું આરંભજન્ય છે, ઉત્કૃષ્ટ છે, મનોજ્ઞ છે વગેરે ભાષાપ્રયોગ કરે.
સાધુના ભાષા પ્રયોગથી ગૃહસ્થના અંતરમાં રાગ ભાવ જાગૃત ન થાય, તેને તથાપ્રકારનું સ્થાન કે
ભોજન આદિ નવા બનાવવાની ઇચ્છા ન થાય, તે રીતે સંયમિત વચનપ્રયોગ કરે.
પંચેન્દ્રિય સંબંધી ભાષા વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा मणुस्सं वा गोणं वा महिसं वा मिगं वा पसुं 5
6
7
183
वा पक्खिं वा सरीसिवं वा जलयरं वा सत्तं परिवूढकायं पेहाए णो एवं वएज्जा– थूले इ वा पमेइले इ वा वट्टे इ वा वज्झे इ वा पाइमे ति वा । एयप्पगारं भासं सावज्जं जाव भूओवघाइयं अभिकंख णो भासेज्जा । શબ્દાર્થ :– सत्तं = જીવોને परिवूढकायं = હૃષ્ટપુષ્ટ थूले = આ સ્થૂળ છે पमेइले = ઘણા મેદવાળો છે वट्टे = ગોળ મટોળ છે वज्झे = આ મારવા યોગ્ય છે पाइमे = પકાવવા યોગ્ય છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી હૃષ્ટપુષ્ટ શરીરવાળા મનુષ્ય, સાંઢ, ભેંસ, મૃગ કે પશુ, પક્ષી, સર્પ કે
જલચર આદિ પ્રાણીને જોઈને આ પ્રમાણે કહે નહિ કે આ હૃષ્ટપુષ્ટ છે, ઘણા મેદવાળા છે, ગોળમટોળ છે, વધ કે વહન કરવા યોગ્ય છે, આ પકાવવા યોગ્ય છે. આ પ્રકારની સાવદ્ય યાવત્ જીવોનો નાશ કરનારી ભાષા બોલે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा मणुस्सं वा जाव जलयरं वा सत्तं परिवूढ कायं पेहाए एवं वएज्जा– परिवूढकाए ति वा उवचियकाए ति वा थिरसंघयणे ति वा चियमंससोणिए ति वा बहुपडिपुण्णइंदिए ति वा । एयप्पगारं भासं असावज्जं जाव अभूओवघाइयं अभिकंख भासेज्जा । શબ્દાર્થ :– परिवूढकाए = પરિપુષ્ટ શરીરવાળા છે उवचियकाए = શરીર વધી ગયું છે थिरसंघयणे = સ્થિર સંઘયણ અર્થાત્ શરીર ઘણું સંગઠિત છે चियमंससोणिए = માંસ, લોહી વિશેષ રૂપે છે बहुपडिपुण्णइंदिए = તેની સર્વ ઇન્દ્રિયો પરિપૂર્ણ છે.
ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી પરિપુષ્ટ શરીરવાળા કોઈ મનુષ્ય યાવત્ કોઈ વિશાળકાય પ્રાણીને જોઈને આ પ્રમાણે કહે કે– આ પુષ્ટ શરીરવાળો છે, ઉપચિત કાયવાળો છે, સ્થિર સંહનનવાળો છે, તેના શરીરમાં લોહી, માંસ ઘણા છે, પરિપૂર્ણ ઇન્દ્રિયવાળો છે. આ પ્રકારની અસાવદ્ય યાવત્ જીવોનો નાશ નહીં કરનારી ભાષા બોલે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाओ गाओ पेहाए णो एवं वएज्जा, तं जहा– गाओ दोज्झा इ वा दम्मा इ वा गोरहा इ वा वाहिमा इ वा रहजोग्गा इ वा । एयप्पगारं भासं सावज्जं जाव णो भासेज्जा । શબ્દાર્થ :– गाओ दोज्झा = ગાય દોહવા યોગ્ય છે दम्मा = બળદ દમન કરવા યોગ્ય છે गोरहा = ત્રણ વર્ષનો યુવાન બળદ જોડવા યોગ્ય છે वाहिमा = બળદ હળ આદિ વહન કરવા યોગ્ય છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારની ગાય કે ગોજાતિના પશુઓને જોઈને આ પ્રમાણે કહે નહીં કે આ ગાય દોહવા યોગ્ય છે, બળદ દમન કરવા યોગ્ય છે, આ ત્રણ વર્ષનો યુવાન બળદ છે, આ બળ દ હળ આદિમાં વહન કરવા યોગ્ય છે, રથમાં જોડવા યોગ્ય છે, આ પ્રકારની પાપકારી યાવત્ જીવોનો ઘાત કરનારી ભાષા બોલે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाओ गाओ पेहाए एवं वएज्जा, तं जहा– जुवंगवे इ वा धेणू इ वा रसवई इ वा हस्से इ वा महल्लए इ वा महव्वए 8
9
10
અધ્યયન–4 : ઉદ્દેશક–ર 184 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ इ वा संवहणे इ वा । एयप्पगारं भासं असावज्जं जाव अभूओवघाइयं अभिकंख भासेज्जा । શબ્દાર્થ :– जुवंगवे = આ બળદ યુવાન છે धेणू = ગાય પ્રૌઢ છે रसवई = દૂધ આપનારી છે महव्वए = વાછરડો મોટો છે संवहणे = ભાર વહન કરવામાં સમર્થ છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારની ગાયો તથા બળદાદિને જોઈને આ પ્રમાણે કહે, જેમ કે–
આ બળદ જુવાન છે, આ ગાય પ્રૌઢ છે, દૂધાળી છે, આ બળદ મોટો છે, તે ભાર વહન કરવા સમર્થ છે. આ પ્રમાણે અસાવદ્ય યાવત્ જીવોનો નાશ નહિ કરનારી ભાષાનો વિચારપૂર્વક પ્રયોગ કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં મનુષ્ય, પશુ, પક્ષીના સંબંધમાં બોલવા કે ન બોલવા યોગ્ય શબ્દોનું વિધિ અને નિષેધથી નિરૂપણ છે.
પશુ, પક્ષીઓને માટે– આ હૃષ્ટપુષ્ટ છે, ચરબી અને માંસયુક્ત છે, વાહનમાં જોતરવા યોગ્ય છે વગેરે ભાષાપ્રયોગ સાવદ્યકારી છે, સાધુના તથાપ્રકારના વચનોને સાંભળીને કોઈ શિકારી તે પશુ–પક્ષીનો શિકાર કરે કે બળદોને ગાડા આદિ વાહનોમાં જોતરે તો તે જીવોને પરિતાપ થાય છે, તેથી આ પ્રકારનો ભાષાપ્રયોગ સાવદ્યકારી હોવાથી સાધુને બોલવા યોગ્ય નથી. સાધુને પ્રયોજન વશ બોલવું પડે તો વિવેકપૂર્વક નિરવદ્ય ભાષાપ્રયોગ કરે.
વનસ્પતિ સંબંધી ભાષા વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा तहेव गंतुमुज्जाणाइं पव्वयाइं वणाणि वा रुक्खा महल्ला पेहाए णो एवं वएज्जा, तं जहा– पासायजोग्गा इ वा गिहजोग्गा इ वा तोरणजोग्गा इ वा फलिहजोगा इ वा अग्गलजोग्गा इ वा णावाजोग्गा इ वा उदगदोणिजोग्गा इ वा पीढ–चंगबेर–णंगल–क‘लिय– जंतलठ्ठी–णाभि–गंडी–आसण सयण–जाण–उवस्सयजोग्गा इ वा । एयप्पगारं भासं सावज्जं जाव भूओवघाइयं अभिकंख णो भासेज्जा । શબ્દાર્થ :– उदगदोणिजोग्गा = જળ પાત્ર–મોટી કુંડીને યોગ્ય पीढ = બાજોઠ चंगबेर ऊ કથરોટ णंगल = હળ क‘लिय = કુલિય–એક પ્રકારનું હળ जंत = યંત્ર लठ्ठी = લાકડી णाभि = નાભિ गंडी = એરણની લાકડી आसणजोग्गा = આસનને યોગ્ય.