This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– ઈર્યા વિષયક વિવેક તે સાધુ–સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સર્વ વિષયોમાં સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–3/3 સંપૂર્ણ ।। ।। ત્રીજું અધ્યયન સંપૂર્ણ ।। 16

169

ચોથું અધ્યયન પરિચય અધ્યયનનું નામ ભાષાજાત છે.

તેમાં બે શબ્દ છેભાષા અને જાત. ભાષા– (1) જે બોલાય તે ભાષા છે. (ર) વક્તાનો અભિપ્રાય જેના દ્વારા પ્રગટ થાય, તે શબ્દ સમૂહને ભાષા કહેવાય છે. (3) ભાષા વર્ગણાના પુદ્ગલો જીવના કાયયોગ દ્વારા ગ્રહણ થઈને વચન રૂપે પરિણત થઈને જીવ દ્વારા વચનયોગથી બોલાય, તે ભાષા છે.

જાત શબ્દના ભિન્ન–ભિન્ન અર્થ થાય છેઉત્પત્તિ, જન્મ, સમૂહ, સંઘાત, પ્રકાર, ભેદ વગેરે તેથી ‘ભાષાજાત˜ શબ્દનો અર્થ પ્રમાણે થાય છેભાષાની ઉત્પત્તિ, ભાષાનો જન્મ, ભાષાનો સમૂહ, ભાષાના પ્રકાર વગેરે.

વ્યાખ્યાકારે ‘ ભાષાજાત˜ શબ્દનું નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનિક્ષેપથી અર્થઘટન કર્યું છે. તેમાં ભાષા રૂપે અનુભવાય તેવા શબ્દ પરિણત અને વાસિત થતાં પુદ્ગલોને પણ ‘ ભાષાજાત˜ શબ્દથી સ્વીકારવામાં આવ્યા છે કારણ કે ભાષાની સ્થિતિ એક સમયની છે અને શબ્દ પરિણત પુદ્ગલોની સ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી છે, પરંતુ પરંપરાથી વાસિત થતા શબ્દની સ્થિતિ દીર્ઘ કાલીન હોય છે, તે હજારો વર્ષો સુધી તે રૂપે રહી શકે છે.

સાધુ–સાધ્વીઓ માટે ભાષા સંબંધી વિવેકનું નિરૂપણ હોવાથી અધ્યયનનું નામ ભાષાજાત રાખ્યું છે. અધ્યયનના બે ઉદ્દેશક છે.

સાધુ આત્મભાવમાં સ્થિર થવા માટે વચનગુપ્તિ અથવા પ્રાયઃ મૌન રાખે છે, તેમ છતાં ક્યારેક પ્રયોજનવશ બોલવું પડે ત્યારે ભાષા સમિતિના ઉપયોગપૂર્વક બોલે છે. સાધુના વચન સ્વયંને માટે કર્મબંધનું કારણ બને અને અન્ય જીવોને પરિતાપ કે લેશ માત્ર દુઃખ થાય તેવા હોય છે. સૂત્રકારે બે ઉદ્દેશકમાં વિધિ–નિષેધથી સાધુને બોલવા–ન બોલવા યોગ્ય ભાષાનું વિસ્તૃત વર્ણન કર્યું છે.

પ્રથમ ઉદ્દેશકમાં વચનના સોળ પ્રકાર અને ભાષા પ્રયોગના વિષયમાં વિધિનિષેધથી વિવિધ ઉદાહરણોનું પ્રતિપાદન કર્યું છે.

દ્વિતીય ઉદ્દેશકમાં ભાષાની ઉત્પત્તિના વિષયમાં ક્રોધાદિથી સમુત્પન્ન ભાષાને છોડીને નિર્દોષ વચન બોલવાનું વિધાન છે.

અધ્યયનના વિષયોની અને શ્રી દશવૈકાલિક સૂત્રના સાતમા ‘ સુવાક્યશુદ્ધિ˜ નામના અધ્યયનના વિષયો સાથે અત્યંત સામ્યતા છે.

 અધ્યયન–4 : પરિચય 170 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ

      ચોથું અધ્યયન : ભાષાજાત પહેલો ઉદ્દેશક

ભાષાગત અનાચાર વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा इमाइं वइ–आयाराइं सोच्चा णिसम्म इमाइं अणायाराइं अणायरियपुव्वाइं जाणेज्जाजे कोहा वा वायं विउंजंति, जे माणा वा वायं विउंजंति, जे मायाए वा वायं विउंजंति, जे लोभा वा वायं विउंजंति, जाणओ वा फरुसं वयंति, अजाणओ वा फरुसं वयंति सव्वमेयं सावज्जं वज्जेज्जा विवेगमायाए । धुवं चेयं जाणेज्जा, अधुवं चेयं जाणेज्जा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा लभिय, णो लभिय, भुंजिय, णो भुंजिय, अदुवा आगओ, अदुवा णो आगओ, अदुवा एइ, अदुवा णो एइ, अदुवा एहिइ, अदुवा णो एहिइ, एत्थ वि आगए, एत्थ वि णो आगए, एत्थ वि एइ, एत्थ वि णो एइ, एत्थ वि एहिइ, ए त्थ वि णो एहिइ શબ્દાર્થ :– वइ आयाराइं = વાણીના આચારને अणायाराइं = અનાચારોને अणायरिय पुव्वाइं जाणेज्जा = અનાચરણના વિષયમાં જાણે કે जे कोहा वा वायं = જે ક્રોધથી વચનનો विउंजंति = પ્રયોગ કરે છે जाणओ वा फरुसं वयंति = જાણીને કઠોર વચન બોલે છે अजाणओ वा फरुसं वयंति = અજાણતા કઠોર વચન બોલે છે सव्वमेयं = સર્વ सावज्जं = સાવદ્ય–પાપકારી વચન છે वज्जेज्जा = સાવદ્ય ભાષાનો ત્યાગ કરીદે विवेगमायाए = વિવેક યુક્ત થઈને धुवं चेयं जाणेज्जा = ધ્રુવ–નિશ્ચિત્ત છે તેમ જાણે अधुवं चेयं जाणेज्जा = અધ્રુવ–અનિશ્ચિત્ત છે તેમ જાણે असणं वा लभिय = અશનાદિ પ્રાપ્ત કરીને આવશે णो लभिय = લઈને નહીં આવે भुंजिय = વાપરીને આવશે णो भुंजिय = વાપર્યા વિના આવશે आगओ = આવ્યા હતા णो आगओ = આવ્યા હતા एइ = કોઈ આવે છે णो एइ = આવતા નથી एहिइ = આવશે णो एहिइ = આવશે નહિ एत्थ वि आगए = અહીં આવશે एत्थ वि णो आगए = અહીં નહિ આવે एत्थ वि एइ = અહીં આવે છે एत्थ वि णो एइ = અહીં આવતા નથી एत्थ वि णो एहिइ = અહીં આવશે નહિ.

ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી ભાષા પ્રયોગના આચારને સાંભળીને, હૃદયંગમ કરીને વાણીના અનાચારોને, પૂર્વાચાર્યો દ્વારા અનાચરિત ભાષા સંબંધી અનાચારને જાણે, જેમ કેજે ક્રોધથી વચનનો પ્રયોગ કરે છે, જે અહંકારપૂર્વક વચનનો પ્રયોગ કરે છે, જે છલકપટ સહિત બોલે છે, જે લોભથી પ્રેરિત થઈને વાણીનો પ્રયોગ કરે છે, જાણી જોઈને કઠોર વચન બોલે છે, અજાણતા કઠોર વચન બોલે છે; આ સર્વ સાવદ્ય ભાષા છે, તે સાધુ માટે વર્જનીય છે. વિવેકશીલ સાધુ તેનો ત્યાગ કરે.

1

171

સાધુ–સાધ્વી નિશ્ચયાત્મક ભાષાનો પ્રયોગ કરે નહી, જેમ કે પ્રમાણે થશે અથવા આ પ્રમાણે નહીં થાય, ગોચરી ગયેલા સાધુ અશનાદિ ચારે પ્રકારનો આહાર લઈને આવશે, આહાર લીધા વિના આવશે; તે આહાર કરીને આવશે કે આહાર કર્યા વિના આવશે; જાણ્યા વિના કહે કે–

તે અવશ્ય આવ્યા હતા કે આવ્યા હતા; તે અવશ્ય આવે છે કે આવતા નથી; તે અવશ્ય આવશે કે આવશે નહિ; તે અહીં આવ્યા હતા કે અહીં આવ્યા હતા; તે અહીં અવશ્ય આવે છે કે ક્યારે આવતા નથી; તે અહીં અવશ્ય આવશે કે ક્યારે આવશે નહિ; પ્રમાણે નિશ્ચયાત્મક ભાષાનો પ્રયોગ સાધુ–સાધ્વી કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ કે સાધ્વીને બોલવા યોગ્ય કેટલીક ભાષાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે સાધુ આવશ્યકતા અનુસાર સત્ય અથવા વ્યવહાર ભાષાનો પ્રયોગ કરે છે, પરંતુ ક્રોધાદિ કષાયના ઉદયમાં વ્યક્તિ વિવેક ભૂલી જાય છે, તેની વિચાર શક્તિ કે નિર્ણય શક્તિ રહેતી નથી.

કષાયથી બોલાયેલી સત્ય ભાષા પણ અસત્ય બની જાય છે તેથી શાસ્ત્રકારે ક્રોધાદિ કષાયને આધીન થઈને બોલવાનો નિષેધ કર્યો છે.

ક્રોધ, અભિમાન, માયા, લોભને વશ થઈને બોલવું, તે સાવદ્યભાષા કહેવાય છે, તે રીતે સાધુના ભાષા પ્રયોગથી કોઈ પણ જીવોને દુઃખ થાય, તેવી કર્કશ કે કઠોરભાષા પણ સાવદ્યભાષા છે તેથી સાધુ તથાપ્રકારની ભાષાનો પ્રયોગ કરે નહીં. કાળ(ત્રણ કાળ) અને ક્ષેત્ર વિષયક નિશ્ચયાત્મક ભાષા બોલવી તે સાધુ માટે અનાચરણીય છે કારણ કે ક્યારેક સાધુનું વચન ખોટું ઠરે, તો લોકોને સાધુ પ્રતિ અને ધર્મ પ્રતિ અશ્રદ્ધાનો ભાવ થાય છે અને સાધુનું સત્ય મહાવ્રત ખંડિત થાય છે, તેથી સાધુ વિવેકપૂર્વક ભાષાનો પ્રયોગ કરે.

સોળ પ્રકારના વચન :

अणुवीइ णिठ्ठाभासी समियाए संजए भासं भासेज्जा, तं जहा–एगवयणं, दुवयणं, बहुवयणं, इत्थीवयणं, पुरिसवयणं, णपुंसगवयणं, अज्झत्थवयणं, उवणीयवयणं, अवणीयवयणं, उवणीयअवणीयवयणं, अवणीयउवणीयवयणं, तीयवयणं, पडुप्पण्णवयणं, अणागयवयणं, पच्चक्खवयणं, परोक्खवयणं ते एगवयणं वइस्सामीति एगवयणं वएज्जा, जाव परोक्खवयणं वइस्सामीति परोक्खवयणं वएज्जा इत्थी वेस, पुरिस वेस, णपुंसगं वेस, एवं वा चेयं, अण्णं वा चेयं, अणुवीइ णिठ्ठाभासी समियाए संजए भासं भासेज्जा इच्चेयाइं आयतणाइं उवातिकम्म શબ્દાર્થ :– अणुवीइ = વિચાર કરીને णिठ्ठाभासी = નિષ્ઠાથી, નિષ્ઠાપૂર્વક બોલનાર समियाए= ભાષા સમિતિ યુક્ત ભાષા अज्झत्थवयणं = અધ્યાત્મ વચન उवणीयवयणं = પ્રશંસાકારી વચનअवणीयवयणं = નિંદાયુક્ત વચન.

ભાવાર્થ :– સાધુ–સાધ્વી વિચાર કરીને વિવેકપૂર્વક, નિષ્ઠાપૂર્વક સમ્યક રીતે ભાષાનો પ્રયોગ કરે, જેમ કે– (1) એકવચન ( ર) દ્વિવચન (3) બહુવચન (4) સ્ત્રીલિંગ વચન ( પ) પુલ્લિંગ વચન (6)

2

અધ્યયન–4 : ઉદ્દેશક–1

172 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ નપુંસકલિંગ વચન (7) અધ્યાત્મ વચન (8) ઉપનીતપ્રશંસાત્મક વચન (9) અપનીત–નિંદાત્મક વચન (10) ઉપનીત અપનીતપ્રશંસાપૂર્વક નિંદાવચન (11) અપનીત ઉપનીતનિંદાપૂર્વક પ્રશંસા વચન (12) અતીતવચન (13) વર્તમાન વચન (14) અનાગત–ભવિષ્ય વચન (15) પ્રત્યક્ષ વચન અને (16) પરોક્ષ વચન.

સોળ પ્રકારના વચનોમાંથી જો તેને એકવચન બોલવું હોય તો તે એકવચન બોલે યાવત્ પરોક્ષ વચન પર્યંતના જે વચનનો પ્રયોગ કરવો હોય તે વચન બોલે, જેમ કે સ્ત્રી છે, પુરુષ છે, આ નપુંસક છે, તે છે કે કોઈ અન્ય છે. રીતે ભાષાના પ્રયોગ સમયે સાધુ વિચારપૂર્વક, નિષ્ઠાપૂર્વક ભાષા સમિતિથી યુક્ત સમ્યક વચનોનો પ્રયોગ કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ–સાધ્વીએ બોલવાના સમયે ઉપયોગ રાખીને સોળ પ્રકારના વચનોનો સમ્યક પ્રયોગ કરવાનું કથન છે.

વચનના સોળ પ્રકાર :– (1) એકવચનએક માટે વપરાતો વચનપ્રયોગ, એક સૂચક વિભકત્યન્તપદ, જેમકે पुरुषः (એકપુરુષ) (ર) દ્વિવચનબે માટે વપરાતો વચન પ્રયોગ, બે સૂચક વિભકત્યન્ત પદ, જેમ કે पुरुषौ (બે પુરુષો) (3) બહુવચનબેથી વધુ માટે વપરાતો વચન પ્રયોગ, ત્રણાદિ સૂચક વિભકત્યન્તપદ, જેમ કે पुरुषाः (ઘણા પુરુષો). સંસ્કૃત ભાષામાં દ્વિવચન પ્રયોગ અલગ છે, ગુજરાતી ભાષામાં એકવચન અને બહુવચન, બે પ્રયોગ છે. (4) સ્ત્રી વચનસ્ત્રીલિંગવાચી શબ્દ, જેમ કે इयं स्त्री– સ્ત્રી છે. (પ) પુરુષવચનપુરુષલિંગવાચી શબ્દ, જેમકેअयं पुमान्– પુરુષ છે.

(6) નપુંસક વચનનપુંસકલિંગવાચી શબ્દ, જેમકે इदं क‘ंडं– કુંડ છે.(કુંડ શબ્દ સંસ્કૃતમાં નપુંસકલિંગી છે, ગુજરાતીમાં પુલિંગવાચી છે). (7) અધ્યાત્મ વચનઅંતર્ભાવોને અનુરૂપ વચન બોલવા અર્થાત્ આત્મભાવોથી વિપરીત વચનનો પ્રયોગ કરવો. (8) ઉપનીતવચનપ્રશંસા વાચક શબ્દ, જેમ કે સ્ત્રી અત્યંત સુશીલ છે. (9) અપનીત વચનનિંદાત્મક વચન, જેમ કે કન્યા કુરૂપા છે. (10) ઉપનીતાપનીત વચનપહેલા પ્રશંસા કરીને પછી નિંદાત્મક શબ્દ કહેવા, જેમ કે–

સુંદરી છે પરંતુ તે દુઃશીલા છે. (11) અપનીતોપનીત વચનપહેલા નિંદા કરીને પછી પ્રશંસા વાચક શબ્દ કહેવા, જેમ કે કન્યા જો કે કુરૂપા છે, પરંતુ તે અતિ સુશીલ છે. (12) અતીત વચન–

ભૂતકાળદ્યોતક વચન, જેમ કેअकरोत–કર્યું હતું. (13) પ્રત્યુત્પન્નવચનવર્તમાનકાળ વાચક વચન, જેમ કે करोति– કરે છે. (14) અનાગત વચનભવિષ્યકાળ વાચક શબ્દ, જેમકે करिष्यति કરશે.

(15) પ્રત્યક્ષવચનસામે રહેલ વ્યક્તિ કે વસ્તુ માટે કહેવું, જેમ કે ઘર છે.(16) પરોક્ષવચન–

સામે હોય તેવી વ્યક્તિ કે વસ્તુ માટે કહેવું, જેમકે તે અહીંયા રહેતો હતો.

સંક્ષેપમાં સોળ પ્રકારના વચનોના પ્રયોગમાં સૂત્રકારે ચાર બાબતોનો વિવેક દર્શાવ્યો છે–

(1) સારી રીતે વિચાર કરવો. (ર) નિષ્ઠાપૂર્વક અર્થાત્ યથાર્થપણે સ્પષ્ટતા કરવી. (3) ભાષા સમિતિનું ધ્યાન રાખવું (4) યતના પૂર્વક સ્પષ્ટ વચનો બોલવા.

સૂત્રોકત કથનથી આઠ પ્રકારના વચનો બોલવાનું સિદ્ધ થાય છે– (1) અસ્પષ્ટ ( ર) સંદિગ્ધ (3) કેવળ અનુમિત(માત્ર અનુમાન કરીને) (4) કેવળ સાંભળેલા ( પ) પ્રત્યક્ષ જોયેલ હોય, પરંતુ તેનો 173

વિચાર કર્યો હોય (6) સ્પષ્ટ હોય, પરંતુ હિંસાકારી, મર્મકારી કે આઘાતજનક હોય (7) દ્વયર્થકબે અર્થ નીકળતા હોય (8) નિરપેક્ષ તેમજ એકાંત વચન પ્રયોગ. આઠ વચન ભાષાના દોષરૂપ છે. આ આઠે પ્રકારની ભાષામાં ક્યારેક અસત્ય ભાષણની તેમજ અન્ય જીવોને પીડા કે દુઃખ થવાની સંભાવના છે. તેથી તે છોડવા યોગ્ય છે. સાધુની ભાષા સંપૂર્ણપણે સત્ય, અહિંસક, અન્યને પ્રિયકારી અને લાભકારી હોવી જરૂરી છે.

રીતે સાધક જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન સાથે વ્યાવહારિક ભાષા જ્ઞાનનું પણ મહત્ત્વ છે.

સાધકને જે ભાષામાં પોતાના વિચારો અભિવ્યક્ત કરવા છે, તેનું પરિજ્ઞાન હોવું જરૂરી છે. જો ભાષા વિજ્ઞાનનું યથાર્થ જ્ઞાન હોય, તો તે પોતાના વિચારોને સ્પષ્ટતાપૂર્વક પ્રગટ કરી શકે છે.

ભાષાના ચાર પ્રકાર :

अह भिक्खू जाणेज्जा चत्तारि भासज्जायाइं, तं जहासच्चमेगं पढमं भासजायं, बीयं मोसं, तइयं सच्चामोसं, जं णेव सच्चं णेव मोसं णेव सच्चामोसं –असच्चामोसं णाम तं चउत्थं भासज्जायं । से बेमिजे अईया जे पडुपण्णा जे अणागया अरहंता भगवंतो सव्वे ते एयाणि चेव चत्तारि भासज्जायाइं भासिंसु वा भासंति वा भासिस्संति वा, पण्णविंसु वा पण्णवेंति वा, पण्णविस्संति वा । सव्वाइं णं एयाणि अचित्ताणि वण्णमंताणि गंधमंताणि रसमंताणि फासमंताणि चयोवचइयाइं विप्परिणामधम्माइं भवंतीति अक्खायाइं ભાવાર્થ :– સાધુએ ચાર પ્રકારની ભાષા જાણવી જોઈએ. તે પ્રમાણે છે– (1) પ્રથમ સત્ય ભાષાજાત ( ર) બીજી મૃષા ભાષાજાત (3) ત્રીજી સત્યમૃષામિશ્ર ભાષાજાત અને (4) ચોથી જે સત્ય નથી અને અસત્ય નથી તેમજ સત્યામૃષા–મિશ્ર નથી તે અસત્યામૃષાવ્યવહારભાષા નામની ચોથી ભાષા જાત છે.

જે હું કહું છું તેને ભૂતકાળમાં જેટલા તીર્થંકરો થયા, વર્તમાનમાં જે તીર્થંકરો છે અને ભવિષ્યમાં જે તીર્થંકરો થશે તે સર્વએ ચાર પ્રકારની ભાષાઓનું પ્રતિપાદન કર્યું છે, પ્રતિપાદન કરે છે અને પ્રતિપાદન કરશે અથવા તેઓએ પ્રરૂપણા કરી છે, પ્રરૂપણા કરે છે અને પ્રરૂપણા કરશે.

સર્વ ભાષાના પુદ્ગલો અચિત્ત છે, તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા છે, ચય–ઉપચય, હાનિ–વૃદ્ધિ પામનારા તથા વિવિધ પ્રકારે વિપરિણમન પામનારા હોય છે, પ્રમાણે સર્વજ્ઞસર્વદર્શી તીર્થંકરોએ પ્રતિપાદન કર્યું છે.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जापुव्वं भासा अभासा, भासिज्जमाणी भासा भासा, भासासमयवीइकंता णं भासिया भासा अभासा। શબ્દાર્થ :– पुव्वं भासा अभासा = બોલતા પહેલાં ભાષા અભાષા હોય છે भासिज्जमाणी भासा भासा = બોલતા સમયે ભાષા ભાષા છેभासासमयवीइकंतं च णं भासिया भासा अभासा = ભાષા બોલાઈ ગયા પછી ભાષા અભાષા છે.

3

4

અધ્યયન–4 : ઉદ્દેશક–1

174 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– સંયમશીલ સાધુ, સાધ્વીએ ભાષાના વિષયમાં જાણવું જોઈએ કે બોલતા પહેલાં ભાષા ભાષા વર્ગણાના પુદ્ગલ રૂપ હોવાથી અભાષા છે. બોલતા સમયે ભાષા ભાષા હોય છે અને બોલ્યા પછી (બોલવાનો સમય વીત્યા પછી) બોલેલી ભાષા અભાષા થઈ જાય છે.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा जा भासा सच्चा, जा य भासा मोसा, जा भासा सच्चामोसा जा भासा असच्चामोसा तहप्पगारं भासं सावज्जं सकिरियं कक्कसं कडुयं णिट्ठुरं फरुसं अण्हयकरिं छेयणकरिं भेयणकरिं परितावणकरिं उद्दवणकरिं भूओवघाइयं अभिकंख णो भासेज्जा શબ્દાર્થ :– सावज्जं सकिरियं = પાપકારી, સક્રિય–ક્રિયા યુક્ત कक्कसं = કર્કશ कडुयं = કટુ, મનને ઉદ્વેગ કરનારી णिट्ठुरं = નિષ્ઠુર फरुसं = રૂક્ષ–સ્નેહ રહિત વચન अण्हयकरिं = કર્મોનો આશ્રવ કરનારી छेयणकरिं = જીવોનું છેદન કરનારી भेयणकरिं = ભેદન કરનારી परितावणकरिं = પરિતાપ કરનારી उद्दवणकरिं = ઉપદ્રવ કરનારી भूओवघाइयं = જીવોનો નાશ કરનારી अभिकंख = મનમાં વિચારીને પ્રકારની ભાષા णो भासेज्जा = બોલે નહિ.

ભાવાર્થ :– સાધુ–સાધ્વી ભાષાના ભેદોના વિષયમાં જાણે કે જે સત્યા ભાષા, મૃષા ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા છે, તે જો પાપકારી, અનર્થકારી, કર્કશકારી, કઠોરકારી, નિષ્ઠુર, રૂક્ષ–મર્મકારી, રૂક્ષ–આશ્રવકારી, છેદકારી, ભેદકારી, પરિતાપકારી, ઉપદ્રવકારી તેમજ પ્રાણીઓનો ઘાત કરનારી હોય, તો વિચારશીલ સાધુએ તેવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ નહિ.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जाजा भासा सच्चा सुहुमा, जा भासा असच्चामोसा; तहप्पगारं भासं असावज्जं अकिरियं जाव अभूओवघाइयं अभिकंख भासेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ભાષાના વિષયમાં જાણે કે જે ભાષા સૂક્ષ્મ–સંપૂર્ણ સત્ય છે તથા જે અસત્યામૃષા–વ્યવહારભાષા છે, બંને ભાષા અસાવદ્ય, અક્રિય યાવત્ જીવોની ઘાતક નથી, તો સંયમશીલ સાધુ તે બંને પ્રકારની ભાષાઓ બોલી શકે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં ભાષાનું સ્વરૂપ, તેની ઉત્પત્તિ, તેના ચાર પ્રકાર તથા બોલવા યોગ્ય બે પ્રકારની ભાષાનું વર્ણન છે.

ભાષાનું સ્વરૂપ :– મુખ દ્વારા બોલાતો શબ્દ સમૂહ ભાષા કહેવાય છે. કેટલાક દાર્શનિકો શબ્દને આકાશનો ગુણ અને અરૂપી માને છે, પરંતુ જૈન દર્શનાનુસાર શબ્દ પૌદ્ગલિક છે, તેથી તે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે, મશીનો દ્વારા અન્યત્ર મોકલી શકાય છે, તેની ઉત્પત્તિ અને વિનાશ થાય છે અને તે પૌદ્ગલિક હોવાથી તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે, તેથી તે રૂપી છે.

पुव्वं भासा अभासा :ભાષા વર્ગણાના પુદ્ગલો વચન યોગથી નીકળ્યા પહેલા ભાષા વર્ગણાના પુદ્ગલ રૂપ હોવાથી ભાષા રૂપે કહેવાતા નથી, પરંતુ અભાષા રૂપ હોય છે. વચન યોગથી જ્યારે ભાષા 5

6

175

વર્ગણાના પુદ્ગલો નીકળી રહ્યા હોય ત્યારે તે ભાષા રૂપે બને છે અને ભાષા કહેવાય છે, પરંતુ ભાષા બોલવાનો સમય પૂરો થયા પછી બોલાયેલી ભાષા અભાષા કહેવાય છે. સંક્ષેપમાં ભાષાનો પ્રાગભાવ કે

પ્રધ્વંસાભાવ અભાષા છે અને જ્યારે બોલાય છે, ઉત્પન્ન થાય છે ત્યારે તે ભાષા કહેવાય છે. વર્તમાન સમયમાં પ્રયુક્ત ભાષા ભાષા સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. શેષ પહેલાં કે પછીના સમયમાં તે ભાષા નથી.

ભાષાના ચાર પ્રકાર છે– (1) સત્ય ભાષા ( ર) અસત્ય ભાષા (3) મિશ્ર ભાષા (4) વ્યવહાર ભાષા.

સત્યભાષા :– સત્ શબ્દના ત્રણ અર્થ થાય છે– (1) સત્ એટલે મુનિઓ ( ર) ગુણો અને (3) વિદ્યમાન પદાર્થો; તેથી સત્યભાષાની વ્યાખ્યા ત્રણ પ્રકારે થાય છે.

1 सद्भˆो हिता सत्या । સજ્જનોને હિતકારી ભાષા તે સત્યભાષા. સત્ = સંતો, મુનિઓ. સંતો ભગવાનની આજ્ઞાના આરાધક હોવાથી સત્–સજ્જન કહેવાય છે. તેમને હિતકારક એટલે મોક્ષ પ્રાપ્તિમાં સહાયક હોય, તે સત્ય ભાષા છે. . સત્શ્રેષ્ઠ ગુણ. મોક્ષ પ્રાપ્તિની સાધનામાં મૂળગુણ અને ઉત્તરગુણની આરાધના શ્રેષ્ઠ છે, તેથી મૂળગુણ અને ઉત્તરગુણ માટે હિતકારી હોય, મૂળગુણ–ઉત્તરગુણની પોષક હોય, તે સત્ય ભાષા છે. 3. સત્વિદ્યમાન પદાર્થો. જગતના વિદ્યમાન પદાર્થોનું યથાર્થ દર્શન કરાવે, તે સત્યભાષા છે. आराहणी सच्चा– આરાધની ભાષા સત્યભાષા છે. જેના દ્વારા સમ્યગ્દર્શનાદિ મોક્ષ માર્ગની આરાધના થાય, તે સત્યભાષા છે, જેમ કે આત્મા સ્વરૂપથી સત્ છે, પર રૂપથી અસત્ છે, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, ઇત્યાદિ વિવિધ નય–દષ્ટિકોણથી વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન કરનારી ભાષા સમ્યગ્દર્શનનું કારણ છે અને તે જ મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક બને છે, તેથી સત્યભાષા આરાધની ભાષા છે.

સત્ય ભાષા પણ જો કોઈ દોષયુક્ત હોય તો તે ભાષા સાધુને બોલવા યોગ્ય નથી. સૂત્રમાં તે દોષો આ પ્રમાણે કહ્યા છે– (1) સાવદ્યપાપકારી ભાષા. જે ભાષા બોલવાથી પાપ કાર્યોની પ્રેરણા મળે તે (ર) સક્રિયા–જે ભાષાથી આત્માને અનર્થદંડ આદિની ક્રિયા લાગે તે (3) કર્કશાક્લેશકારી–મર્મને ખુલ્લા કરનારી (4) નિષ્ઠુરધિક્કારપૂર્વક, નિર્દયતાપૂર્વક કોઈને ધમકાવનારી હોય ( પ) પરુષ–

કઠોર, સ્નેહ રહિત (6) કટુકકડવી. મનમાં ઉદ્વેગ ઉત્પન્ન કરે તેવી (7) આસ્રવજનકકર્મોનો આશ્રવ કરાવનારી (8) છેદકારિણીપ્રેમનો છેદ કરી નાંખે તેવી (9) ભેદકારિણીએક બીજા વચ્ચે અંતર પડાવે તે (10) પરિતાપકારીજીવોને પરિતાપ કરનારી (11) ઉપદ્રવકારીમારણાંતિક કષ્ટ આપનારી, ઉપદ્રવ કરનારી, લોકોને ભયભીત કરનારી (12) ભૂતોપઘાતિનીજીવોનો ઘાત કરનારી.

બાર દોષયુક્ત ભાષાપ્રયોગ સાધુ કરે નહીં. વાસ્તવમાં અહિંસાત્મક વાણી ભાવશુદ્ધિનું નિમિત્ત બને છે.

મૃષાભાષા :– સત્ય ભાષાથી વિપરીત સ્વરૂપવાળી હોય, મોક્ષ માર્ગની વિરાધના થતી હોય, તે મૃષાભાષા છે. જેમ કેઆત્મા એકાંતે નિત્ય છે કે એકાંતે અનિત્ય છે.

મિશ્ર ભાષા :– જેમાં સત્ય અને અસત્ય બંને અંશ મિશ્રિત હોય, તે સત્યમૃષા–મિશ્રભાષા છે. જેમ કે–

ગામમાં આજે પાંચ બાળકનો જન્મ થયો હોય, પરંતુ કોઈ પૂછે, ત્યારે કહી દે કે આજે આઠ–દસ બાળ કોનો જન્મ થયો છે. કથનમાં બાળકોનો જન્મ થયો છે, તે સત્ય છે પરંતુ તેની સંખ્યા અસત્ય છે, આ રીતે ભાષાપ્રયોગમાં સત્ય–અસત્ય બંને અંશ મિશ્રિત છે.

વ્યવહાર ભાષા :– જે ભાષામાં સત્ય આદિ ઉપરોક્ત ત્રણે ભાષાના લક્ષણો હોય, જે ભાષા કેવળ વ્યવહારમાં ઉપયોગી હોય, તે વ્યવહાર ભાષા છે. જેમ કેનળ આવ્યો. વાસ્તવમાં નળ આવતો નથી, અધ્યયન–4 : ઉદ્દેશક–1

176 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ નળમાં પાણી આવે છે. તેમ છતાં જન સમાજમાં તથાપ્રકારનો વ્યવહાર થાય છે, આ ચાર પ્રકારની ભાષામાંથી સાધુ સત્યભાષા અને વ્યવહાર ભાષા, બે પ્રકારની ભાષા બોલે છે.

सुहुमा भासा :સૂક્ષ્મ ભાષા. સાધુ કુશાગ્ર બુદ્ધિથી, સૂક્ષ્મ દષ્ટિથી ગંભીરતાપૂર્વક વિચાર કરીને ભાષા પ્રયોગ કરે, તે સૂક્ષ્મ ભાષા છે. ભાષાની સૂક્ષ્મતા તેની યથાર્થ વિચારણાથી થાય છે. સાધક કોઈપણ પ્રસંગે ભાષા પ્રયોગ કરતા પહેલાં તેની સૂક્ષ્મ વિચારણા કરે. વિચાર કર્યા વિના તુરંત બોલે નહીં, તે સૂચવવા સૂત્રકારે सुहुमा શબ્દપ્રયોગ કર્યો છે.

સંબોધન ભાષા વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे, आमंतिए वा अपडिसुणमाणे णो एवं वएज्जाहोले ति वा गोले ति वा वसुले ति वा क‘पक्खे ति वा घडदासे ति वा साणे ति वा तेणे ति वा चारिए ति वा मायी ति वा मुसावाई ति वा एयाइं तुमं, एयाइं ते जणगा एयप्पगारं भासं सावज्जं सकिरियं जाव अभिकंख णो भासेज्जा શબ્દાર્થ :– पुमं आमंतेमाणे = પુરુષને આમંત્રણ કરતા आमंतिए = આમંત્રિત કરવા પર अपडिसुणमाणे = તેને સંભળાય નહિ, સાંભળે નહીં, ધ્યાન આપે નહીં णो एवं वएज्जा = પ્રમાણે કહે નહિ होले ति = હે હોલ गोले ति = હે ગોલ वसुले ति = હે ચાંડાલ क‘पक्खे ति = હે કુજાતિ घडदासे ति = હે દાસીપુત્ર साणे ति = હે કૂતરા तेणे ति = હે ચોર चारिए ति = હે જાર પુરુષ, વ્યભિચારી, લંપટ एयाइं तुमं = તમે એવા છો एयाइं ते जणगा = તમારા માતાપિતા પણ એવા છે.

ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી કોઈ પુરુષને બોલાવવા છતાં તે સાંભળે તો પ્રમાણે કહે નહિહે હોલ !( મૂર્ખ), હે ગોલ !, હે ચાંડાળ !, હે કજાત !, હે દાસીપુત્ર !, હે કૂતરા !, હે ચોર !, હે લંપટ !, હે કપટી !, હે મૃષાવાદી !, તમે આવા છો, તમારા માતા–પિતા પણ આવા છે. વિચારશીલ સાધુ પ્રકારની સાવદ્ય, સક્રિય યાવત્ જીવોની ઘાતક ભાષા બોલે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे, आमंतिए वा अपडिसुणमाणे एवं वएज्जाअमुगे ति वा, आउसो ति वा, आउसंतारो ति वा, सावगेति वा, उवासगे ति वा धम्मिए ति वा, धम्मप्पिए ति वा एयप्पगारं भासं असावज्जं जाव अभूतोवघाइयं अभिकंख भासेज्जा શબ્દાર્થ :– अमुगे ति = હે અમુક(તેનું જે નામ હોય તે નામ લે), आउसो ति = હે આયુષ્યમાન !, आउसंतारो ति = હે આયુષ્યમાનો ! હે પૂજ્ય !

ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી કોઈ પુરુષને બોલાવવા છતાં તે સાંભળે તો પ્રમાણે સંબોધન કરેહે અમુકભાઈ !, હે આયુષ્યમાન !, હે આયુષ્યમાનો !, હે શ્રાવકજી !, હે ઉપાસક!, હે ધાર્મિક ! હે ધર્મપ્રિય ! પ્રમાણે નિરવદ્ય યાવત્ પ્રાણીઓના ઘાતથી રહિત ભાષા વિચારપૂર્વક બોલે.

से भिक्खू वा भिक्खुणी वा इत्थिं आमंतेमाणे, आमंतिए वा अपडिसुणमाणे 7

8

9

177

णो एवं वएज्जाहोली ति वा गोली ति वा एवं इत्थिगमेणं णेयव्वं ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી કોઈ સ્ત્રીને બોલાવવા છતાં તે સાંભળે તો પ્રમાણે સંબોધન કરે નહિઅરે હોલી–મૂર્ખી !, અરે ગોલી !, વગેરે સ્ત્રીવાચી શબ્દો જાણવા(અરે ચાંડાલણ !, અરે કજાત !, અરે દાસી પુત્રી !, હે કૂતરી !, હે ચોરટી !, હે ગુપ્તચારિણી !, અરે કપટી !, હે મૃષાવાદિની !, તું આવી છે અને તારા માતાપિતા પણ એવા છે.) વિચારશીલ સાધુ પ્રકારની સાવદ્ય, સક્રિય યાવત્ જીવોની ઘાતક ભાષા બોલે નહિ.