This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

(3) રસ્તામાં ધાન્યના મોટા મોટા ઢગલા હોય, રથ, ગાડા, ગાડી આદિ કોઈ પણ મોટા વાહનો વચ્ચે પડ્યા હોય અને ક્યારેક સાધુની અસાવધાનીથી જીવ વિરાધના થાય અથવા સાધુને સ્વયંને વાહનાદિની ઠોકર વાગી જાય, પડી જાય આદિ આપત્તિની સંભાવના છે.

(4) રસ્તામાં કોઈ સેનાની છાવણીઓ હોય, ત્યાંથી સાધુ પસાર થાય, તો કોઈ તેને ગુપ્તચર કે જાસૂસ સમજીને પકડી લે, મારે, ઉપકરણો આદિ ઝૂંટવી લે ઇત્યાદિ ગમે તે પ્રકારે હેરાન કરી શકે છે.

રીતે સાધુને વિવિધ પ્રકારની આપત્તિઓમાં જીવવિરાધના, સંયમવિરાધના અને આર્તધ્યાનના પરિણામથી આત્મવિરાધના થાય છે.

ઉપરોક્ત વિવિધ માર્ગો સંયમી સાધકને માટે શારીરિક પીડા અને માનસિક અશાંતિજનક છે, તેથી મુનિ પહેલાથી માર્ગ સંબંધી પૂર્ણ જાણકારી મેળવીને યોગ્ય દિશામાં વિહાર કરે.

મુનિ જે ગામમાંથી આવ્યા હોય, તે ગામ વિષયક માહિતી કોઈ ગૃહસ્થ પૂછે, જેમ કે ગામમાં કેટલા હાથી–ઘોડા છે ? મનુષ્યો કેવા છે ? લોકો પાસે ધન–ધાન્યની છત છે કે અછત છે ? વગેરે કોઈ પણ પ્રશ્નોના ઉત્તર મુનિ આપે નહીં, કારણ કે સંયમી સાધુને ઉપરોક્ત ચર્ચાનો કોઈ અર્થ નથી, તે આત્મ સાધનામાં સહાયક નથી. ક્યારેક કોઈ સાધર્મી સાધક ધર્મ પ્રચારની ભાવનાથી એવા પ્રશ્નો પૂછે, તો સાધુ વિવેકપૂર્વક તેનો ઉત્તર આપી શકે છે.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि त्ति बेमि ભાવાર્થ :– ઈર્યા વિષયક વિવેક તે સાધુ–સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. જેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીઓએ સર્વ વિષયોમાં સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–3/ર સંપૂર્ણ ।। 20

અધ્યયન–3 : ઉદ્દેશક–ર 160 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ત્રીજું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક વિહારમાં પ્રેક્ષા સંયમ :

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा जाव दरीओ वा क’डागाराणि वा पासायाणि वा णूमगिहाणि वा रुक्खगिहाणि वा पव्वयगिहाणि वा रुक्खं वा चेइयकडं, थूभं वा चेइयकडं; आएसणाणि वा जाव भवणगिहाणि वा; णो बाहाओ पगिज्झिय–पगिज्झिय, अंगुलियाए उद्दिसिय–उद्दिसिय, ओणमिय–ओणमिय, उण्णमियउण्णमिय णिज्झाएजा तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा શબ્દાર્થ :– क’डागाराणि = કૂટ(શિખર)ના આકારના ગૃહ, ઝૂંપડી पासायाणि = મહેલणूमगिहाणि = તલઘર, ભૂમિગૃહ रुक्खगिहाणि = વૃક્ષ નીચે બનેલા ઘર पव्वयगिहाणि = પર્વત પર બનેલા ગૃહ रुक्खं चेइयकडं = વૃક્ષને આશ્રિત બનેલા મંદિર थूभं चेइयकडं = સ્તૂપને આશ્રિત બનેલા મંદિર.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા રસ્તામાં દેખાતી ખેતરની ક્યારીઓ, ખાઈ, નગરનો કિલ્લો યાવત્ ગુફા, શિખર જેવા આકારની ઝૂંપડી, મહેલ, ભૂમિગૃહ, વૃક્ષની નીચે કે પર્વતની ઉપરના ઘર, વૃક્ષ નીચેનું વ્યંતર સ્થાન–મંદિર, સ્તૂપ આશ્રિત વ્યંતર સ્થાન, લુહારશાળા યાવત્ ભવન ગૃહ આદિને વારંવાર હાથ ઊંચા કરીને, આંગળીઓથી નિર્દેશ કરીને, ઊંચા–નીચા થઈને એકીટશે જુએ નહિ પરંતુ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से कच्छाणि वा दवियाणि वा णूमाणि वा वलयाणि वा गहणाणि वा गहणविदुग्गाणि वा वणाणि वा वणविदुग्गाणि वा पव्वयाणि वा पव्वयविदुग्गाणि वा अगडाणि वा तडागाणि वा दहाणि वा णईओ वा वावीओ वा पोक्खरणीओ वा दीहियाओ वा गुंजालियाओ वा सराणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा; णो बाहाओ पगिज्झिय–पगिज्झिय जाव णिज्झाएज्जा केवली बूयाआयाणमेयं। जे तत्थ मिगा वा पसू वा पक्खी वा सरीसिवा वा सीहा वा जलयरा वा थलयरा वा खहयरा वा सत्ता ते उत्तसेज्ज वा, वित्तसेज्ज वा वाडं वा सरणं वा कंखेज्जा, चारि त्ति मे अयं समणे अह भिक्खूणं पुव्वोवदिठ्ठा जाव जं णो बाहाओ पगिज्झिय–पगिज्झिय जाव णिज्झाएज्जा तओ संजयामेव आयरिय–उवज्झाएहिं सद्धिं गामाणुगामं दूइज्जेज्जा 1

2

161

શબ્દાર્થ :– कच्छाणि = કચ્છ–નદી કિનારાનો નીચેનો ભાગ दवियाणि = ઘાસની વીડ णूमाणि = તળેટી કે ભૂમિઘર वलयाणि = નદીથી ઘેરાયેલો પ્રદેશ गहणाणि = નિર્જન પ્રદેશમાં, અરણ્ય ક્ષેત્રમાં गहण विदुग्गाणि = જંગલમાં વિષમ સ્થાન पोक्खरणीओ = પુષ્કરણી–કમળ સહિતની વાવડીઓ दीहीयाओ = લાંબી વાવડીઓ गुंजालियाओ = ઊંડી વાવડીઓ सराणि = ખોદ્યા વિનાના તળાવ सरपंतियाणि = પંક્તિબદ્ધ સરોવર सरसरपंतियाणि = પરસ્પર જોડાયેલા પંક્તિબદ્ધ સરોવરો मिगा वा पसू = હરણ કે પશુ पक्खी = પક્ષી सरीसिवा = સર્પ सीहा = સિંહजलयरा वा थलयरा वा खहयरा = જલચર, સ્થલચર કે ખેચર જીવ सत्ता ते = જીવ છે તે उत्तसेज्ज = ત્રાસ પામે वित्तसेज्ज = વિશેષરૂપથી ત્રાસ પામે वाडं वा सरणं = વાડ કે શરણ–આશ્રય લેવાની कंखेज्जा = ઇચ્છા કરે अयं समणे = શ્રમણ चारि त्ति मे = અમને ભગાડવા માંગે છે કે પકડવા માંગે છે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા હોય ત્યારે રસ્તામાં દેખાતા કચ્છ–નદીની નજીકનો નીચાણનો ભાગ, ઘાસની વીડ, ભૂમિઘર, નદીથી ઘેરાયેલો નિર્જલ પ્રદેશ, જંગલના વિષમ સ્થાનો, ગહન દુર્ગમ વન, એકજાતના વૃક્ષો હોય તેવું વન, વનના વિષમ સ્થાન અથવા અનેક જાતિના વૃક્ષો હોય તેવા વન, પર્વતો, ઘણા પર્વતોના કારણે દુર્ગમ પર્વતો, કૂવા, તળાવ, સરોવર, નદીઓ, વાવડી–કમળ રહિત ગોળાકાર વાવડી, પુષ્કરણીઓકમળ સહિત ચોરસ વાવડી, લોકો જલક્રીડા કરે તેવી લાંબી વાવડી, ગુંજાલિકા–લાંબું, ઊંડું, વાંકુચૂંકુ જલાશય, ખોદ્યા વિનાનું તળાવ, અનેક સરોવરની પંક્તિઓ, પરસ્પર મળેલા ઘણા સરોવરો, હાથ ઊંચા કરીને, આંગળીઓથી સંકેત કરીને તથા ઊંચા–નીચા થઈને, એકીટશે જુએ નહિ. કેવળી ભગવાન કહે છે કે તે કર્મબંધનું કારણ છે.

પ્રમાણે જોવાથી ત્યાં રહેલા, હરણો, પશુ, પક્ષી, સર્પ, સિંહ, જલચર, સ્થળચર કે ખેચર જીવો સાધુની પ્રકારની ચેષ્ટાઓને જોઈને ત્રાસ પામે, વિશેષ ત્રાસ પામે, કોઈ વાડનું કે સુરક્ષિત સ્થાનનું શરણ લેવાની ઇચ્છા કરે અથવા શ્રમણ અમને ભગાડવા કે પકડવા ઇચ્છે છે, તેમ વિચારીને તે પ્રાણીઓ ભયભીત બને છે.

તેથી તીર્થંકરાદિ આપ્ત પુરુષોએ ભિક્ષુઓ માટે પહેલેથી પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ કોઈ પણ સ્થાનને હાથ ઊંચા કરીને, આંગળીઓથી નિર્દેશ કરીને કે શરીરને ઊંચું–નીચું કરીને એકીટશે જુએ નહિ પરંતુ યતનાપૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુ–સાધ્વી માટે વિહાર કરતાં રસ્તામાં શારીરિક ચેષ્ટાઓ અને ચંચળતાના ત્યાગનો ઉપદેશ છે.

સાધુ–સાધ્વીઓએ વિહારમાં ઈર્યાસમિતિ પૂર્વક ચાલવું જરૂરી છે. તે ઉપરાંત સાધુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ઇન્દ્રિય સંયમ તેમજ અંગોપાંગ સંયમ પણ આવશ્યક છે. વિહાર દરમ્યાન સાધુ પોતાની આંખ, આંગળીઓ, હાથ–પગ તેમજ શરીરને નિયંત્રણમાં રાખે છે. સાધુનું ધ્યાન કેવળ પોતાના રસ્તામાં જ હોવું જોઈએ. જો પ્રકારનો સંયમ રહે તો જીવવિરાધના થાય છે. તેમજ શરીરના અવયવોના અસંયમને જોતા ત્યાં રહેતા લોકોને સાધુ પ્રત્યે શંકા, કુશંકા થાય કે ચોર છે, ગુપ્તચર છે, વેશથી અધ્યયન–3 : ઉદ્દેશક–3

162 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાધુ છે, ઇન્દ્રિયોનો વિજેતા નથી. સાધુને જોઈને ત્યાં રહેલા પશુ–પક્ષીઓ પણ ડરી જાય, ભયભીત બનીને ભાગવા લાગે છે, તેને આહાર–પાણીમાં અંતરાય પડે છે.

રીતે સાધુનો ઇન્દ્રિયો પરનો અસંયમ અનેક પ્રકારે કર્મબંધનું કારણ હોવાથી સાધુએ પોતાની પ્રત્યેક ક્રિયામાં ઇન્દ્રિયનો સંયમ અને કાયાનો સંયમ રાખવો હિતાવહ છે.

આચાર્યાદિની સાથે વિહારમાં વિનયવિધિ :

से भिक्खू वा [ भिक्खुणी वा] आयरिय–उवज्झाएहिं सद्धिं गामाणुगामं दूइज्जमाणे णो आयरिय–उवज्झायस्स हत्थेण हत्थं जाव आसाएज्जा से अणासायमाणे तओ संजयामेव आयरिय–उवज्झाएहिं सद्धिं गामाणुगामं दूइज्जेज्जा। ભાવાર્થ :– આચાર્ય, ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરનાર સાધુ પોતાના હાથનો તેમના હાથ સાથે સ્પર્શ કરે નહિ યાવત્ આશાતના કરે નહિ યાવત્ સાધુ ઈર્યાસમિતિ પૂર્વક આચાર્ય કે ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा [ भिक्खुणी वा] आयरिय–उवज्झाएहिं सद्धिं गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जा–

आउसंतो समणा ! के तुब्भे, कओ वा एह, कहिं वा गच्छिहिह ?

जे तत्थ आयरिए वा उवज्झाए वा, से भासेज्ज वा वियागरेज्ज वा; आयरिय–उवज्झायस्स भासमाणस्स वा वियागरेमाणस्स वा णो अंतरा भासं करेज्जा, तओ संजयामेव आहाराइणियाए गामाणुगामं दूइज्जेज्जा ભાવાર્થ :– આચાર્ય અને ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરનાર સાધુને રસ્તામાં જો કોઈ વ્યક્તિ મળે અને પૂછે કેહે આયુષ્યમાન શ્રમણ ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? ક્યાં જશો ? ત્યારે આચાર્ય કે ઉપાધ્યાય તેને સામાન્ય રૂપે કે વિશેષ રૂપે જવાબ આપે છે. તેઓ ઉત્તર દેતા હોય ત્યારે સાધુ વચમાં બોલે નહિ પરંતુ મૌન રાખીને ઈર્યા સમિતિપૂર્વક રત્નાધિકના ક્રમથી તેઓની સાથે ગ્રામાનુગ્રામ વિચરણ કરે.

से भिक्खू वा भिक्खुणी वा आहाराइणियं गामाणुगामं दूइज्जमाणे णो राइणियस्स हत्थेण हत्थं जाव आसाएज्जा से अणासायमाणे तओ संजयामेव आहाराइणियं गामाणुगामं दूइज्जेज्जा ભાવાર્થ :– રત્નાધિક–પોતાનાથી દીક્ષા પર્યાયમાં મોટા સાધુ કે સાધ્વીની સાથે યથાક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતા(સાધુ કે સાધ્વી) પોતાના હાથથી રત્નાધિકના હાથનો સ્પર્શ કરે નહિ યાવત્ તેઓની આશાતના નહિ કરતા ઈર્યાસમિતિ પૂર્વક તેઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा भिक्खुणी वा आहाराइणियं गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जाआउसंतो समणा!

के तुब्भे ? कओ वा एह ? कहिं वा गच्छिहिह ?

3

4

5

6

163

जे तत्थ सव्वराइणिए से भासेज्ज वा वियागरेज्ज वा, राइणियस्स भासमाणस्स वा वियागरेमाणस्स वा णो अंतरा भासं भासेज्जा तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ભાવાર્થ :– રત્નાધિક સાધુઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં કોઈ પથિક સામે મળે અને પૂછે કે હે આયુષ્યમાન શ્રમણ ! આપ કોણ છો ? ક્યાંથી આવો છો ? અને ક્યાં જશો ? ત્યારે દીક્ષા પર્યાયમાં સહુથી મોટા હોય, તે સામાન્ય કે વિશેષ રૂપે ઉત્તર આપે છે. રત્નાધિક સામાન્ય કે વિશેષરૂપે ઉત્તર આપતા હોય ત્યારે(અન્ય સાધુ કે સાધ્વી) વચમાં બોલે નહીં, પરંતુ મૌન રાખીને ઈર્યા સમિતિનું ધ્યાન રાખતા તેઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં વિહારચર્યામાં સાધુના મૂળભૂત વિનયધર્મનું નિરૂપણ છે. આચાર્ય, ઉપાધ્યાય કે

રત્નાધિક સાધુની સાથે વિહાર કરતા સમયે સાધુએ તેઓની કોઈ પણ રીતે અવિનય–આશાતના, અભક્તિ આદિ થાય તેમજ વ્યવહારમાં તેઓનું સન્માન તેમજ આદર રહે તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. સાધુ પોતાના વડીલ સંતોની આગળ કે પાછળ ચાલે. આગળ ચાલવાથી વડીલોનું બહુમાન રહેતું નથી, પાછળ ચાલવાથી ક્યારેક વડીલોને સહારાની જરૂર પડે, ત્યારે વડીલોને મુશ્કેલી થાય છે, તેથી તેઓ સાથે અથડાઈ જવાય, તે રીતે વિવેકપૂર્વક વડીલ સંતોની સાથે ચાલે. રસ્તામાં કોઈ પ્રશ્નો પૂછે, તોપણ વડીલ સંતો ઉત્તર આપે, તેમની વચ્ચે નાના સંતો બોલે, તો તેમાં પણ વડીલ શ્રમણનું અપમાન થાય છે, તેથી સાધુ વડીલ શ્રમણો સાથે વિનય–વિવેકપૂર્વક ગમન કરે. સાધ્વીઓમાં આચાર્ય પદવી નથી.

સાધ્વીજીઓ પ્રવર્તિની સાધ્વી સાથે વિહાર કરતાં તેનો અવિનય કે આશાતના થાય તે રીતે ચાલે, તેમ પ્રસ્તુતમાં સમજવું.

વિહારચર્યામાં ભાષાસંયમ :

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जाआउसंतो समणा ! अवियाइं एत्तो पडिपहे पासह, तं जहामणुस्सं वा गोणं वा महिसं वा पसुं वा पक्खिं वा सरीसवं वा जलयरं वा, से तं मे आइक्खह, दंसेह तं णो आइक्खेज्जा, णो दंसेज्जा, णो तस्स तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा, जाणं वा णो जाणं ति वएज्जा तओ संजयामेव गामाणुगामं दूइजेज्जा શબ્દાર્થ :– णो आइक्खेज्जा = કહે નહિ णो दंसेज्जा = બતાવે નહિ णो तस्स तं परिण्णं परिजाणेज्जा = તેના તે વચનનો સ્વીકાર કરે નહિ तुसिणीए उवेहेज्जा = મૌન રહેजाणं वा णो जाणं ति वएज्जा = જાણવા છતાં પણ હું જાણું છું તેમ કહે નહિ. જો મૌન રાખવું પણ શક્ય રહે તો જાણવા છતાં પણ હું કંઈ જાણતો નથી, તેમ કહે.

ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં કોઈ પથિક સામે મળે અને તે 7

અધ્યયન–3 : ઉદ્દેશક–3

164 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાધુઓને કહે કેહે આયુષ્યમાન શ્રમણ ! તમે રસ્તામાં કોઈ મનુષ્ય, મૃગ, ભેંસ, પશુ, પક્ષી, સરીસર્પ કે

જલચર આદિ કોઈ પ્રાણીને જતા જોયા છે ? જો જોયા હોય તો અમને બતાવો કે તેઓ કઈ બાજુ ગયા ? આ પ્રમાણે પૂછે, ત્યારે સાધુ તેને કાંઈ પણ કહે નહિ કે માર્ગદર્શન આપે નહીં, તેની વાતનો સ્વીકાર કરે નહિ, પરંતુ ઉદાસીનતાપૂર્વક મૌન રહે. મૌન રહેવાનું ચાલે તેમ હોય, તો જાણવા છતાં પણ ઉપેક્ષા ભાવથી હું કંઈ જાણતો નથી, તેમ કહે. રીતે યતનાપૂર્વક સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जाआउसंतो समणा ! अवियाइं एत्तो पडिपहे पासहउदगपसूयाणि कंदाणि वा मूलाणि वा तयाणि वा पत्ताणि वा पुप्फाणि वा फलाणि वा बीयाणि वा हरियाणि वा उदयं वा संणिहियं अगणिं वा संणिक्खित्तं, से आइक्खह जाव दूइज्जेज्जा ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં કોઈ મુસાફર મળે અને પૂછે કેહે આયુષ્યમાન શ્રમણ ! માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન થનાર કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલોતરી તેમજ સંગ્રહિત પાણીને કે મૂકેલા અગ્નિને જોયો છે ? તેના ઉત્તરમાં પણ સાધુ કાંઈ પણ કહે નહિ અર્થાત્ મૌન રહે તથા ઈર્યા સમિતિપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जाआउसंतो समणा ! अवियाइं एत्तो पडिपहे पासहजवसाणि वा जाव सेणं वा विरूवरूवं संणिविठ्ठं, से आइक्खह जाव दूइज्जेज्जा ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ, સાધ્વીને રસ્તામાં સામેથી આવતો મુસાફર પૂછે કે–

હે આયુષ્યમાન શ્રમણ ! રસ્તામાં તમે ધાન્યના ઢગલા યાવત્ રાજાઓની સેનાના પડાવને જોયા છે?

પ્રશ્નના ઉત્તરમાં સાધુ મૌન રહે યાવત્ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया जाव आउसंतो समणा ! केवइए एत्तो गामे वा जाव रायहाणी वा ? से आइक्खह जाव दूइज्जेज्जा ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં મુસાફર મળે અને પૂછે કે હે આયુષ્યમાન શ્રમણ ! ગામ યાવત્ રાજધાની અહીંથી કેટલી દૂર છે ? તે અમને કહો. સાધુ તેનો ઉત્તર આપે નહિ યાવત્ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिपहिया जाव आउसंतो समणा ! केवइए एत्तो गामस्स वा णगरस्स वा जाव रायहाणीए वा मग्गे ? से आइक्खह तहेव जाव दूइज्जेज्जा ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં મુસાફર મળે અને પૂછે કે હે 8

9

10

11

165

આયુષ્યમાન શ્રમણ ! અહીંથી ગામ યાવત્ રાજધાનીનો માર્ગ કેટલો દૂર છે ? તે અમને કહો. સાધુ પ્રશ્નનો કંઈ ઉત્તર આપે નહિ યાવત્ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુ કે સાધ્વીને માટે વિહાર ચર્યામાં ભાષા સંયમનું પ્રતિપાદન છે.

ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સાધુને મુસાફરો પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ, પાણી તેમજ અગ્નિ વિષયક પ્રશ્નો પૂછે, તો સાધુ તેનો જવાબ આપે નહિ કારણ કે મનુષ્યો, પશુઓ, પક્ષીઓના વિષયમાં પૂછનાર શિકારી, પારધી, લૂંટારા આદિ પણ હોય શકે છે. સાધુના કથન અનુસાર તે વ્યક્તિ તે દિશામાં જઈને તે જીવોને પકડે, તેની હત્યા કરે, તો હિંસામાં અહિંસા મહાવ્રતી સાધુ નિમિત્ત બને છે.

કોઈ ભૂખ્યા તરસ્યા લોકો મળે અને પ્રશ્ન પૂછે કે આપે ધાન્યના ઢગલાદિ જોયા છે. સાધુ હા કહે તો તે જીવોની વિરાધના થાય છે તથા સાધુના વચનો સાંભળીને તે વ્યક્તિ આરંભ–સમારંભ કરે તો સાધુને દોષ લાગે છે. ગૃહસ્થની પ્રવૃત્તિઓ યતનાપૂર્વક થતી નથી, તેથી સાધુને ગૃહસ્થના સાવદ્યકારી પ્રશ્નોના જવાબ આપવાનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે. પરિસ્થિતિમાં સાધુએ મૌન રાખવું શ્રેષ્ઠ છે.

जाणं वा णो जाणंति वएज्जा પદના અર્થમાં બે વિચારધારા પ્રચલિત છે– (1) જાણવા છતાં જાણતો નથી, તે પ્રમાણે કહે. જ્યારે કોઈ શિકારી આદિ સાધુને પશુ વિષયક પ્રશ્નો પૂછે, ત્યારે સાધુ મૌન રહે. સાધુના મૌન રહેવાથી ક્યારેક શિકારી ક્રોધિત થઈને સાધુને હેરાન કરે, સાધુને મારે, આવી વિકટ પરિસ્થિતિમાં પશુરક્ષાની ભાવનાથી સાધુ જાણવા છતાં વિશિષ્ટ પશુઓનું નામ લઈને કહે નહીં, પરંતુ સામાન્ય રૂપે ઉપેક્ષા ભાવથી કહે કે હું વિષયમાં કંઈ જાણતો નથી. વાસ્તવમાં સાધુ સર્વ પ્રાણીઓના વિષયમાં જાણતા પણ નથી, તેથી તે પ્રમાણે કથન કરે. પ્રકારના કથનમાં સાધુને જીવરક્ષાની જ ભાવના છે, અસત્યભાષણનો કોઈ આશય નથી. કેવળ સંકટ નિવારણ માટે સ્થવિરકલ્પી સાધુ પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે. વૃત્તિકારે ઉપરોક્ત અર્થને સ્વીકાર્યો છે. (ર) સૂત્રોક્ત પદમાં वा શબ્દ अपि અર્થમાં છે અને णो શબ્દનો અન્વય वएज्जा ક્રિયાપદ સાથે થાય, તો તેનો અર્થजाणं वा ( अपि) जाणंति णो वएज्जा । જાણવા છતાં પણ હું જાણું છું તે પ્રમાણે કહે અર્થાત્ મૌન રહે અને મૌનપૂર્વક ઉપેક્ષા ભાવે ચાલતા રહે. ઉપાધ્યાય શ્રી પાર્શ્વચંદ્રજીએ બાલાવબોધ ટીકામાં અર્થને સ્વીકાર્યો છે.

બંને અર્થમાં સામાન્ય પ્રસંગે બીજો અર્થ યથોચિત છે અને વિકટ સમયે પહેલો અર્થ પણ યથોચિત છે.

આગમોમાં કહ્યું છે કે જે ભાષાપ્રયોગથી જીવોની હિંસા થતી હોય, તેવી સત્ય ભાષા પણ સાધુ બોલે નહીં, પરંતુ મૌન રહે.

तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी । सच्चा वि सा ण वत्तव्वा, जओ पावस्स आगमो ॥ –દશવૈકાલિક સૂત્ર, અધ્યયન–7/11.

સંક્ષેપમાં સ્થવિરકલ્પી સાધુ ઉત્સર્ગ–અપવાદની પરિસ્થિતિનું ધ્યાન રાખીને વિવેકપૂર્વક વ્યવહાર કરે.

વિહારમાં નિર્ભયતાની સાધના :

12 से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से गोणं અધ્યયન–3 : ઉદ્દેશક–3

166 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ वियालं पडिपहे पेहाए जाव चित्ताचिल्लडं वियालं पडिपहे पेहाए; णो तेसिं भीओ उम्मग्गेणं गच्छेज्जा, णो मग्गाओ मग्गं संकमेज्जा, णो गहणं वा वणं वा दुग्गं वा अणुपविसेज्जा, णो रुक्खंसि दुरुहेज्जा, णो महइमहालयंसि उदयंसि कायं विओसेज्जा, णो वाडं वा सरणं वा सेणं वा सत्थं वा कंखेज्जा अप्पुस्सुए जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ–સાધ્વી રસ્તામાં મદોન્મત્ત સાંઢ યાવત્ વિકરાળ ચિત્તા આદિ હિંસક પ્રાણીને સામે આવતો જોઈને તેનાથી ભયભીત થઈને ઉન્માર્ગમાં જાય નહિ, એક માર્ગથી બીજા માર્ગનું સંક્રમણ કરે નહિ અર્થાત્ માર્ગ બદલે નહિ, ગહન વન કે વિષમ સ્થાનમાં પણ પ્રવેશ કરે નહિ, વૃક્ષ ઉપર ચઢે નહિ, તેમજ કોઈ ઊંડા અને વિશાળ પાણીમાં ઉતરે નહીં, આવા પ્રસંગે સુરક્ષા માટે કોઈ વાડની, શરણની, સેનાની કે શસ્ત્રની આકાંક્ષા કરે નહિ પરંતુ ઉત્સુકતા અને ભય આદિથી રહિત થઈને સમાધિભાવમાં લીન થઈને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से विहं सिया, से जं पुण विहं जाणेज्जाइमंसि खलु विहंसि बहवे आमोसगा उवगरणपडियाए संपिंडिया गच्छेज्जा, णो तेसिं भीओ उम्मग्गेणं गच्छेज्जा जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा શબ્દાર્થ :– इमंसि खलु विहंसि = નિશ્ચયથી જંગલમાં बहवे = ઘણા आमोसगा = ચોર उवगरणपडियाए = સાધુના ઉપકરણોને લેવાसंपिंडिया= ભેગા થઈને જો સામે गच्छेज्जा = આવી જાય તો.

ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ કે સાધ્વીના માર્ગમાં જંગલ આવે અને તે જાણે કે આ જંગલમાં ઘણા ચોરો છે. તેઓ ઉપકરણો લેવા માટે ભેગા થઈને આવે છે. તેમ જાણીને સાધુ તેનાથી ભયભીત થઈને ઉન્માર્ગમાં જાય નહીં યાવત્ સમાધિ ભાવમાં સ્થિર રહીને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.

से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से आमोसगा संपिंडिया गच्छेज्जा, ते णं आमोसगा एवं वएज्जाआउसंतो समणा ! आहर एयं वत्थं वा पायं वा कंबलं वा पायपुंछणं वा देहि, णिक्खिवाहि तं णो देज्जा, णिक्खिवेज्जा, णो वंदिय वंदिय जाएज्जा, णो अंजलिं कट्टु जाएज्जा, णो कलुणवडियाए जाएज्जा, धम्मियाए जायणाए जाएज्जा, तुसिणीयभावेण वा उवेहेज्जा ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ કે સાધ્વીને રસ્તામાં ક્યારેક સામે ચોરો મળી જાય અને તે ચોરો સાથે મળીને કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! વસ્ત્ર, પાત્ર, કાંબળી, પાદપ્રોંચ્છન અમને આપી દ્યો, અહીં રાખી દ્યો, તો સાધુ તે વસ્ત્રાદિ તેઓના હાથમાં આપે નહિ, પરંતુ ધરતી ઉપર રાખી દે.

તેની પાસેથી પાછા લેવા માટે મુનિ તેને પગે લાગીને યાચના કરે નહીં અર્થાત્ તેની સ્તુતિ કે પ્રશંસા કરે નહિ. હાથ જોડીને કે દીન વચન બોલીને વસ્ત્રાદિની યાચના કરે નહિ પરંતુ ધર્મનો માર્ગ સમજાવીને યાચના કરે અથવા મૌનભાવ ધારણ કરી ઉપેક્ષાભાવથી રહે.

13

14

167

ते णं आमोसगा सयं करणिज्जं ति कट्टु अक्कोसंति वा जाव उद्दवेंति वा, वत्थं वा पायं वा कंबंलं वा पायपुंछणं वा आच्छिंदेज्ज वा अवहरेज्ज वा, परिठ्ठवेज्ज वा, तं णो गामसंसारियं क‘ज्जा, णो रायसंसारियं कुज्जा, णो परं उवसंकमित्तु बूयाआउसंतो गाहावई ! एए खलु आमोसगा उवगरणपडियाए सयं करणिज्जं ति कट्टु अक्कोसंति वा जाव परिठ्ठवेंति वा एयप्पगारं मणं वा वइं वा णो पुरओ कट्टु विहरेज्जा अप्पुस्सुए जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ભાવાર્થ :– ચોર પોતાની પ્રવૃત્તિ અનુસાર સાધુને આક્રોશ વચન કહે યાવત્ માર મારે, તેનો વધ કરવાનો પ્રયત્ન કરે અથવા સાધુના વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રોંચ્છનને ઝૂંટવી લે, ફાડી નાંખે, ફેંકી દે, તોપણ સાધુ ગામમાં જઈને લોકોને કે રાજાદિને ફરિયાદ કરે નહિ. તેમજ કોઈ ગૃહસ્થ પાસે જઈને પણ કહે નહિ કેહે આયુષ્યમાન ગૃહસ્થ ! ચોરોએ પોતાની દુષ્પ્રવૃત્તિ પ્રમાણે મારા ઉપકરણો ઝૂંટવી લેવા માટે મને માર્યો છે અને ઉપકરણાદિ દૂર ફેંકી દીધા છે. આવા વિચારો સાધુ મનમાં લાવે પણ નહિ, વચનથી તેને પ્રગટ કરે નહિ પરંતુ ઉત્સુકતા રહિત થઈને યાવત્ સમાધિ ભાવમાં સ્થિર થઈને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં ગ્રામાનુગ્રામ વિચરણ પ્રસંગે આવતી વિવિધ પરિસ્થિતિઓનું દિગ્દર્શન છે.

પ્રાચીન કાલમાં વાહન વ્યવહારની વ્યવસ્થા અલ્પ હોવાથી એક ગામથી બીજા ગામમાં જવા માટે ઘણી વાર ગાઢ–વિકટ જંગલોને પસાર કરવા પડતા હતા. તે જંગલોમાં હિંસક પશુઓ તથા ચોર–ડાકુઓનો ભય રહેતો હતો, તેથી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સાધુને પણ વિહારમાં હિંસક પશુઓ કે

ચોર–ડાકુઓના ઉપદ્રવો થતાં હતા.

માર્ગમાં હિંસક પશુઓ કે ચોર–ડાકુ સામે આવે, ત્યારે સાધુ પોતાની સંયમ મર્યાદામાં સાવધાન રહે, ભયભીત બને નહીં, સાવદ્યપ્રવૃત્તિ કરે નહીં, વિરોધ કે ફરિયાદ આદિ કરે નહીં, પરંતુ સહનશીલ બનીને સંયમ ભાવમાં અને સમભાવમાં લીન રહે.

પ્રસ્તુત સૂત્ર સાધુતાની ઉત્કૃષ્ટ સાધનાનું પરિચાયક છે. સાધુ સ્વયં નિર્ભય હોય છે અને સર્વ જીવોને અભયદાન આપે છે. સાધક સ્વયં અહિંસક ભાવમાં જેમ જેમ પરિપકવ થાય છે, તેમ–તેમ તેના અંતરમાં ભય સંજ્ઞાનો ક્રમશઃ નાશ થાય છે. જ્યારે સાધુમાં સંપૂર્ણ અહિંસક ભાવ પ્રગટ થાય, સર્વ જીવો પ્રતિ મૈત્રી ભાવ સાકાર થાય ત્યારે તે પૂર્ણતઃ નિર્ભય બની જાય છે. સર્વ સાધુઓ હિંસાના સંપૂર્ણ ત્યાગી હોવા છતાં તેમની સાધનાનું સ્તર એક સમાન હોતું નથી. સ્થવિરકલ્પી સાધુઓ પોતાની સમાધિ અને ક્ષમતાનો વિચાર કરીને પરિસ્થિતિ પ્રમાણે યથાયોગ્ય નિર્ણય લઈ શકે છે. શ્રી દશૈવકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે–

साणं सूइयं गाविं, दित्तं गोणं हयं गयं । संडिब्भं कलहं जुद्धं, दूरओ परिवज्जए ॥ –દશવૈકાલિક સૂત્ર અધ્યયન–પ/12.

સાધુ વિહાર સમયે માર્ગની જાણકારી મેળવીને જંગલી પશુઓ આદિના ભયથી તે ભયજનક માર્ગને છોડી દે છે.

15

અધ્યયન–3 : ઉદ્દેશક–3

168 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પ્રસ્તુત સૂત્રોક્ત કથન જિનકલ્પી સાધુને માટે છે, તે પ્રમાણે વૃત્તિકારનું કથન છે.

સંક્ષેપમાં સમભાવની સાધના, તે સાધુતા છે, તેથી સાધુ પોતાના પર ઉપકાર કે અપકાર કરનારા જીવો સાથે સમભાવપૂર્વક વ્યવહાર કરે. સંયમી જીવનની પ્રત્યેક પ્રવૃત્તિનું પરિણામ સમભાવ છે.