This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
तिरिच्छसंपाइमं णावं :– તિર્યગ્ગામિની નૌકામાં બેસે. સૂત્રકારે ઊર્ધ્વગામિની, અધોગામિની અને તિર્યગ્ગામિની, આ ત્રણ પ્રકારની નૌકાનું કથન કર્યું છે– (1) ઊર્ધ્વગામિની નૌકા– સામા પ્રવાહમાં ચાલનારી નૌકા અર્થાત્ જે દિશામાંથી પાણી આવી રહ્યું છે તે દિશામાં ચાલનારી નૌકા. (ર)
અધોગામિનીનૌકા– પ્રવાહની દિશામાં ચાલનારી નૌકા અર્થાત્ જે દિશામાં પાણી જઈ રહ્યું છે તે દિશામાં ચાલનારી નૌકા. (3) તિર્યગ્ગામિની નૌકા– પાણીના પ્રવાહને કાપીને ચાલનારી નૌકા અર્થાત્ નદીના એક કિનારાથી બીજા કિનારે જનારી નૌકા. સાધુ જરૂર પડે ત્યારે તિર્યગ્ગામિની નૌકામાં બેસી શકે છે.
क‘विंदेण :– માટીની સાથે પીપળાની, વડની છાલને કૂટીને બનાવેલા મસાલાથી અથવા કપડા સાથે માટીને કૂટીને જે લુગદી બનાવાય તેનાથી નાવના છિદ્રને બંધ કરી શકાય છે, તેનો અર્થ કમળપત્ર પણ થાય છે.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :– આ ઈર્યા વિષયક વિવેક તે સાધુ–સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સર્વ વિષયોમાં સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–3/1 સંપૂર્ણ ।। 20
151
ત્રીજું અધ્યયન : બીજો ઉદ્દેશક નૌકારોહણમાં ઉપસર્ગ :–
से णं परो णावागओ णावागयं वएज्जा– आउसंतो समणा ! एयं ता तुमं छत्तगं वा जाव चम्मछेयणगं वा गेण्हाहि, एयाणि ता तुमं विरूवरूवाणि सत्थजायाणि धारेहि, एयं ता तुमं दारगं वा दारिगं वा पज्जेहि । णो से तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । ભાવાર્થ :– નાવમાં બેઠેલા મુનિને નાવિક કે અન્ય કોઈ એમ કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! પહેલા તમે અમારા છત્ર યાવત્ ચર્મછેદનક(ચામડાને કાપવાનું શસ્ત્ર)ને પકડો, આ વિવિધ શસ્ત્રોને ધારણ કરો, આ બાળકને કે બાલિકાને રમાડો, તો સાધુ તેના આ પ્રકારના કોઈ પણ વચનોનો સ્વીકાર કરે નહિ પરંતુ મૌન ધારણ કરીને બેસે.
से णं परो णावागए णावागयं वएज्जा– आउसंतो ! एस णं समणे णावाए भंडभारिए भवइ, से णं बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवेज्जा । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से य चीवरधारी सिया खिप्पामेव चीवराणि उव्वेड्ढिज्ज वा णिव्वेड्ढिज्ज वा, उप्फेसं वा करेज्जा । શબ્દાર્થ :– भंडभारिए भवइ = ચેષ્ટા રહિત ભંડોપકરણની જેમ ભારરૂપ છેसे णं बाहाए गहाय = તેને બાહુઓથી પકડીને णावाओ = નાવથી બહાર उदगंसि पक्खिवेज्जा = પાણીમાં ફેંકી દ્યો एयप्पगारं णिग्घोसं = આ પ્રકારના શબ્દોને सोच्चा णिसम्म = સાંભળીને, વિચાર કરીને से = સાધુ चीवरधारी सिया = જો વસ્ત્રધારી હોય તો खिप्पामेव = જલદી જ चीवराणि = વસ્ત્રોને उव्वेड्ढिज्ज = શરીર પર વીંટી લે णिव्वेड्ढिज्ज = ભેગા કરીને સરખી રીતે શરીરથી બાંધી દે उप्फेसं वा करेज्जा = મસ્તક પર વીંટી દે.
ભાવાર્થ :– નૌકામાં રહેલા કોઈ વ્યક્તિ નાવમાં બેઠેલા બીજા ગૃહસ્થને કહે કે– હે આયુષ્યમાન ગૃહસ્થ! આ શ્રમણ ( કાંઈ સાંભળતા નથી કે કોઈ કામ કરતા નથી તેથી) જડ વસ્તુની જેમ કેવળ નાવમાં ભાર રૂપ છે માટે તેને બાહુથી પકડીને નાવની બહાર પાણીમાં ફેંકી દ્યો, આ પ્રકારના શબ્દો સાંભળીને, હૃદયમાં ધારણ કરીને જો મુનિ વસ્ત્રધારી હોય તો જલદી વસ્ત્રોને શરીર પર વીંટી લે, ભેગા કરીને સરખી રીતે શરીર સાથે બાંધી લે. વસ્ત્રોને પોતાના મસ્તક ઉપર સારી રીતે બાંધી લે.
अह पुणेवं जाणेज्जा– अभिकंतक’रकम्मा खलु बाला बाहाहिं गहाय णावाओ उदगंसि पक्खिवेज्जा । से पुव्वामेव वएज्जा– आउसंतो गाहावई !
मा मेत्तो बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह, सयं चेव णं अहं णावाओ उदगंसि ओगाहिस्सामि । 1
2
3
અધ્યયન–3 : ઉદ્દેશક–ર 152 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ से णेवं वयंतं परो सहसा बलसा बाहाहिं गहाय णावाओ उदगंसि पक्खिवेज्जा, तं णो सुमणे सिया, णो दुम्मणे सिया, णो उच्चावयं मणं णियच्छेज्जा, णो तेसिं बालाणं घायाए वहाए समुठ्ठेज्जा । अप्पुस्सुए जाव समाहीए । तओ संजयामेव उदगंसि पवेज्जा । શબ્દાર્થ :– से णेवं = તે આ પ્રમાણે वयंतं = બોલતા જો परो = બીજા ગૃહસ્થ सहसा = અચાનક એકાએક, જલદીથી बलसा = બળપૂર્વક बाहाहिं गहाय = હાથ પકડીને णावाओ = નાવમાંથીउदगंसि = પાણીમાં पक्खिवेज्जा = ફેંકી દે तं = તે સાધુ णो सुमणे सिया = પ્રસન્ન થાય નહિ કેणो दुम्मणे सिया = અપ્રસન્ન થાય નહિ णो उच्चावयं मणं णियच्छेज्जा = મનમાં કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે નહિ तेसिं बालाणं = તે અજ્ઞાની જીવોની णो घायाए वहाए समुठ्ठेज्जा = ઘાત કરવા કે વધ કરવા તૈયાર થાય નહિ अप्पुस्सुए जाव समाहिए = રાગદ્વેષ રહિત થઈ યાવત્ સમાધિપૂર્વક સંયમમાં વિચરે तओ = ત્યાર પછી संजयामेव = યતનાપૂર્વક उदगंसि पवेज्जा = પાણીમાં શાંતિપૂર્વક વહે.
ભાવાર્થ :– સાધુ જાણે કે આ અત્યંત ક્રૂરકર્મી અજ્ઞાની મને અવશ્ય ભુજાથી પકડીને નાવમાંથી બહાર પાણીમાં ફેંકી દેશે. તો તે ફેંકે તે પહેલા જ તે ગૃહસ્થોને કહે કે– હે આયુષ્યમાન ગૃહસ્થો ! તમો મને ભુજાથી પકડીને નાવમાંથી બહાર પાણીમાં ફેંકો નહિ, હું પોતે જ નાવમાંથી બહાર નીકળીને પાણીમાં ઉતરી જઈશ.
આમ કહેવા છતાં પણ કોઈ અજ્ઞાની વ્યક્તિ જલદીથી જબરજસ્તીથી સાધુને હાથ પકડીને નાવમાંથી બહાર પાણીમાં ફેંકી દે, તો પાણીમાં પડેલા સાધુ મનમાં હર્ષ કે શોક કરે નહિ, મનમાં કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે નહિ અને તે અજ્ઞાનીજનોની ઘાત કે વધ કરવા તૈયાર થાય નહિ, રાગ–દ્વેષથી રહિત થઈ યાવત્ મુનિ સમાધિ યુક્ત પરિણામોમાં રહે અને પાણીમાં વહે.(પોતે તરવાનો પ્રયત્ન કરે નહિ પણ પ્રવાહ જેમ લઈ જાય તેમ વહે).
से भिक्खु वा भिक्खूणी वा उदगंसि पवमाणे णो हत्थेण हत्थं, पाएण पायं, काएण कायं आसाएज्जा । से अणासायमाणे तओ संजयामेव उदगंसि पवेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાણીમાં તણાતા, અપ્કાય જીવોની રક્ષા માટે પોતાના એક હાથથી બીજા હાથનો તેમજ એક પગથી બીજા પગનો તથા શરીરના એક અવયવથી બીજા અવયવોનો સ્પર્શ કરે નહિ, હાથ–પગ હલાવ્યા વિના પાણી ઉપર શ્વાસ રૂંધીને વહેતા રહે.
से भिक्खु वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो उम्मग्ग–णिमग्गियं करेज्जा, मा मेयं उदगं कण्णेसु वा अच्छीसु वा णक्कंसि वा मुहंसि वा परियावज्जेज्जा, तओ संजयामेव उदगंसि पवेज्जा । શબ્દાર્થ :– णो उम्मग–णिमग्गियं करेज्जा = નીચે, ઉપર ડૂબકી મારવાનો પ્રયત્ન કરે નહિ.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાણીમાં તણાતા સમયે ડૂબકી મારવાનો કે ઉપર આવવાનો પ્રયત્ન કરે નહિ, પરંતુ આ પાણી કાનમાં, આંખમાં, નાકમાં કે મુખમાં ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખીને યતનાપૂર્વક પાણીમાં તણાતા રહે.
4
5
153
से भिक्खु वा भिक्खुणी वा उदगंसि पवमाणे दोब्बलियं पाउणेज्जा, खिप्पामेव उवहिं विगिंचेज्ज वा विसोहेज्ज वा, णो चेव णं साइज्जेज्जा । શબ્દાર્થ :– दोब्बलियं = દુર્બળતા, કષ્ટ पाउणेज्जा = પ્રાપ્ત કરે તો खिप्पामेव = જલદી જ उवहिं = ઉપધિનો विगिंचेज्ज = ત્યાગ કરી દે विसोहेज्ज = ઉપકરણોનો પૂર્ણ રીતે ત્યાગ કરી દે णो चेव णं साइज्जेज्जा = પરંતુ ઉપધિ પર મમત્વ રાખે નહિ.
ભાવાર્થ :– ત્યાર પછી પાણીમાં તણાતા સાધુ થાકી જાય, તો શીઘ્રતાથી સર્વ ઉપધિનો પૂર્ણપણે ત્યાગ કરી દે, પરંતુ તેના પર મમત્વ ભાવ રાખે નહિ.
अह पुण एवं जाणेज्जा– पारए सिया उदगाओ तीरं पाउणित्तए । तओ संजयामेव उदउल्लेण वा ससिणिद्धेण वा काएण उदगतीरे चिठ्ठेज्जा । ભાવાર્થ :– જો સાધુ જાણે કે હું ઉપધિ સહિત આ પાણીનો પાર પામી ગયો છું, કિનારે આવી ગયો છું, તો તેમ જાણીને સાધુ યતનાપૂર્વક જ્યાં સુધી શરીર પરથી પાણી ટપકતું હોય, શરીર ભીનું હોય ત્યાં સુધી નદીના કિનારે ઊભા રહે.
से भिक्खू वा भिक्खुणी वा उदउल्लं वा ससिणिद्धं वा कायं णो आमज्जेज्ज वा पमज्जेज्ज वा संलिहेज्ज वा णिल्लिहेज्ज वा उव्वलेज्ज वा उव्वट्टेज्ज वा आयावेज्ज वा पयावेज्ज वा । अह पुण एवं जाणेज्जा– विगतोदए मे काए छिण्णसिणेहे मे काए । तहप्पगारं कायं आमज्जेज्ज वा पमज्जेज्ज वा जाव पयावेज्ज वा । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :– उदउल्लं वा ससिणिद्धं वा कायं = પાણીથી ભીંજાયેલા શરીરને णो आमज्जेज्ज वा पमज्जेज्ज = હાથથી સ્પર્શ કરે નહિ, વિશેષ સ્પર્શ કરે નહિ संलिहेज्ज वा णिल्लिहेज्ज = લૂછે નહિ કે
વારંવાર લૂછે નહિ उव्वलेज्ज वा उव्वट्टेज्ज = હાથથી મસળે નહિ કે ઘસે નહિ आयावेज्ज वा पयावेज्ज = તડકામાં તપાવે નહિ કે વિશેષરૂપે તપાવે નહિ विगतोदए मे काए = મારું શરીર પાણીથી રહિત छिण्णसिणेहे = ભીનું રહ્યું નથી.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાણીથી ભીંજાયેલ શરીરનો એકવાર કે વારંવાર હાથથી સ્પર્શ કરે નહિ, એકવાર કે વારંવાર લૂછે નહીં, મસળે નહીં, ઘસે નહીં, ભીના શરીરને અને ઉપધિને સૂકવવા માટે તડકામાં તપાવે નહિ કે વિશેષ તપાવે નહીં.
જ્યારે તે જાણે કે હવે મારું શરીર એકદમ સૂકાઈ ગયું છે, તેના પર પાણીનું ટીપું કે ભીનાશ રહી નથી ત્યારે શરીરનો સ્પર્શ કરે, લૂછે, ઘસે, માલીશ કરે યાવત્ તડકામાં વિશેષ રૂપે તપાવે. ત્યાર પછી સંયમી સાધુ યતનાપૂર્વક ગ્રામનુગ્રામ વિચરણ કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને નાવમાં બેઠા પછી અચાનક આવી પડતી વિકટ પરિસ્થિતિના સમયનો 7
8
અધ્યયન–3 : ઉદ્દેશક–ર 6
154 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ વિવેક પ્રદર્શિત કર્યો છે. નાવમાં બેઠેલા મુનિને વિવિધ પ્રકારે આપત્તિ આવી શકે છે. નાવિક સાધુને મુનિધર્મની મર્યાદાથી વિપરીત કાર્ય કરવા માટે કહે. સાધુ મૌન રહે તો નાવિક તિરસ્કારપૂર્ણ વચનો કહી પાણીમાં ફેંકી દેવાનો વિચાર કરે. મુનિ તેમ ન કરવા સમજાવે તે પહેલાં જ મુનિને પકડીને પાણીમાં ફેંકી દે, તો સાધુ જલસમાધિ લઈ ઉપસર્ગથી છૂટવાનો મનમાં સંકલ્પ કરે નહિ કે ડૂબવાના ભયથી દુઃખી ન થાય, તેમજ પાણીમાં ફેંકી દેનાર પ્રતિ જરા પણ દુર્ભાવના લાવે નહિ, પાણીમાં ડૂબેલા હોય ત્યારે પણ અપ્કાયના જીવો પ્રતિ દયા ભાવ રાખીને હાથ–પગ હલાવે નહીં, સમભાવપૂર્વક પાણીના વહેણ સાથે વહ્યા કરે.
જો ઉપસર્ગ દૂર થાય અને મુનિ પાણીમાં તણાતા તણાતા કિનારા સુધી પહોંચી જાય, તો ત્યાર પછી નીતરતા શરીરને કે વસ્ત્રને સૂકવવાનો પ્રયત્ન કરે નહીં, કિનારા પર શાંતભાવે સમાધિપૂર્વક સ્થિર ઊભા રહે. જ્યારે સહજ રીતે શરીર કે વસ્ત્ર સૂકાઈ જાય ત્યારપછી સાધુ સમાચારી અનુસાર ઈર્યાપથનું એટલે ગમનાગમનનું પ્રતિક્રમણ કરે. ત્યાર પછી નજીકના ગામમાં જવા માટે વિહાર કરે.
આ રીતે સાધુ કોઈપણ પરિસ્થિતિમાં પોતાના સંયમ ભાવથી ચ્યુત થાય નહીં. મારણાંતિક ઉપસર્ગ સમયે પણ અંતરમાં સર્વ જીવો પ્રતિ દયાભાવ અખંડ રાખે. પોતાની રક્ષા માટે કોઈપણ પ્રકારના પ્રયત્ન વિના, યથાશક્ય અન્ય જીવોની રક્ષાનો ભાવ રાખવો, તે જ સાધુતાનું મહત્વનું લક્ષણ છે.
સહનશીલતાની પરાકાષ્ટામાં જ સાધુપણાની સફળતા છે.
ઈર્યા સમિતિ વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे णो परेहिं सद्धिं परिजविय–परिजविय गामाणुगामं दुइज्जेज्जा । तओ संजयामेव गामाणुगामं दुइज्जेज्जा । શબ્દાર્થ :– परेहिं सद्धिं = અન્ય સાધુ સાથે કે કોઈની પણ સાથે परिजविय = બોલતાં, વાતો કરતાં.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કોઈની સાથે વાતો કરતાં ચાલે નહિ, પરંતુ યથાવિધિ ઈર્યાસમિતિનું પાલન કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુનો વિવેક પ્રદર્શિત કર્યો છે.
વિહાર કરતા સમયે સાધુઓ પરસ્પર કે અન્ય કોઈની સાથે વાતો કરતાં–કરતાં ચાલે નહિ. વાતો કરતાં ચાલવાથી ઈર્યાસમિતિનું યથાર્થ પાલન થતું નથી, જીવહિંસા થવાની સંભાવના રહે છે. આગમમાં રસ્તે ચાલતા પાંચે પ્રકારની સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે. સાધુ મન, વચન, કાયાના યોગોને અન્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરી કેવળ ઈર્યાસમિતિના પાલનમાં જ જોડી દે અને ઉપયોગને કેવળ ગમન ક્રિયામાં જ એકાગ્ર કરીને ગમન કરે.
જંઘાપ્રમાણ પાણીને પાર કરવાની વિધિ :–
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे, अंतरा से जंघासंतारिमे उदगे सिया, से पुव्वामेव ससीसोवरियं कायं पाए य पमज्जेज्जा, पमज्जेत्ता 9
10
155
जाव एगं पायं जले किच्चा, एगं पायं थले किच्चा; तओ संजयामेव जंघासंतारिमे उदगे अहारियं रीएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં જો રસ્તામાં જંઘા–ગોઠણ પ્રમાણ પાણી ઉતરવાનું આવે, તો સાધુ મસ્તકથી લઈને પગ સુધીના શરીરનું પ્રતિલેખન–પ્રમાર્જન કરે, પ્રમાર્જન કરીને એક પગ પાણીમાં અને એક પગ સ્થલ પર રાખીને યતનાપૂર્વક ગોઠણસમા પાણીને શાસ્ત્રોક્ત વિધિથી ઈર્યા સમિતિ પૂર્વક પાર કરે.
से भिक्खू वा भिक्खुणी वा जंघासंतारिमे उदगे अहारियं रीयमाणे णो हत्थेण हत्थं जाव आसाएज्जा । से अणासायमाणे तओ संजयामेव जंघासंतारिमे उदगे अहारियं रीएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જંઘા પ્રમાણ પાણીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાર કરતા સમયે હાથથી હાથનો યાવત્ સ્પર્શ કરે નહિ. આ રીતે સાધુ શરીરના એક અવયવથી શરીરના અન્ય અવયવોનો સ્પર્શ નહિ કરતાં, જંઘા પ્રમાણ પાણીને વિધિ અનુસાર યતનાપૂર્વક પાર કરે.
से भिक्खू वा भिक्खुणी वा जंघासंतारिमे उदए अहारियं रीयमाणे णो सायावडियाए णो परिदाहवडियाए महइमहालयंसि उदगंसि कायं विओसेज्जा । तओ संजयामेव जंघासंतारिमे उदए अहारियं रीएज्जा । શબ્દાર્થ :– सायावडियाए = શાતા માટેपरिदाहवडियाए= બળતરાની શાંતિ માટેमहइमहालयंसि = ઘણા વિશાળ અને ઊંડા णो विओसेज्जा = શાતા માટે ઊંડા પાણીમાં જાય નહિ.
ભાવાર્થ :– જંઘા પ્રમાણ જળમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચાલતા સાધુ કે સાધ્વી શારીરિક સુખ શાંતિ માટે કે દાહ–બળતરાની ઉપશાંતિ માટે ઊંડા પાણીમાં અને વિશાળ પ્રવાહમાં શરીરને ઝબોળે નહિ, પરંતુ યતનાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી તે જંઘાપ્રમાણ પાણીને પાર કરે.
अह पुण एवं जाणेज्जा– पारए सिया उदगाओ तीरं पाउणित्तए । तओ संजयामेव उदउल्लेण वा ससिणिद्धेण वा काएण दगतीरे चिठ्ठेज्जा । ભાવાર્થ :– જ્યારે તે એમ જાણે કે હું ઉપધિ સહિત પાણીને પાર પામી ગયો છું અર્થાત્ કિનારે આવી ગયો છું, તો જ્યાં સુધી શરીર ઉપરથી પાણી ટપકતું હોય અને શરીર ભીનું હોય, ત્યાં સુધી નદીના કાંઠે જ ઊભા રહે.
से भिक्खू वा भिक्खुणी वा उदउल्लं वा कायं, ससिणिद्धं वा कायं, णो आमज्जेज्ज वा पमज्जेज्ज वा । अह पुण एवं जाणेज्जा– विगओदए मे काए, छिण्णसिणेहे, तहप्पगारं कायं आमज्जेज्ज वा जाव पयावेज्ज वा । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જ્યાં સુધી શરીર પરથી પાણી ટપકતું હોય, શરીર ભીનું હોય ત્યાં સુધી 11
12
13
14
અધ્યયન–3 : ઉદ્દેશક–ર 156 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ તેને એકવાર કે વારંવાર હાથથી સ્પર્શ કરે નહિ, લૂછે નહી, વધારે ઘસે નહિ, માલિશ કરે નહિ, મસળે નહિ, ભીના શરીરને કે ઉપધિને તડકે સૂકવે નહિ.
જ્યારે તે જાણે કે મારા શરીર ઉપર પાણીના ટીપાં નથી કે મારું શરીર ભીનું નથી ત્યારે પોતાના હાથથી તે શરીરનો સ્પર્શ કરે યાવત્ તડકામાં ઊભા રહી તેને તપાવે, વિશેષ તપાવે, ત્યાર પછી તે સાધુ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે જંઘા પ્રમાણ નદીને પાર કરવાની વિધિ પ્રદર્શિત કરી છે.
जंघासंतारिमे उदए :– જંઘા પ્રમાણ પાણી વાળી નદી. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં ગોઠણની નીચેના પગને(પીંડીને) જંઘા અને ગોઠણથી ઉપરના પગને ઉરુ–સાથળ કહ્યા છે.
તદનુસાર અહીં પણ જંઘા અર્થાત્ પગની પીંડી સુધીનો ભાગ સમજવો પ્રસંગને અનુરૂપ છે કારણ કે
પાણી ગોઠણથી નીચે હોય ત્યારે જ તેને સૂત્રોક્ત વિધિથી ચાલીને પાર કરી શકાય છે. પાણી ગોઠણથી અધિક ઊંડું હોય, તો તેને નૌકા વિના પાર કરી શકાતું નથી.
સાધુને જંઘા પ્રમાણ જલને પાર કરવાની સમગ્ર વિધિ આ પ્રમાણે છે– સહુ પ્રથમ (1) મસ્તકથી પગ સુધીનું પ્રમાર્જન કરે, પછી એક પગ પાણીમાં અને એક પગ સ્થળમાં(જળથી ઉપર) રાખીને સાવધાનીથી ચાલે. (ર) તે સમયે શરીરના અંગોપાંગનો પરસ્પર સ્પર્શ કરે નહિ. (3) શરીરની ગરમીને શાંત કરવા કે સુખશાતાના લક્ષ્યથી પાણીમાં ડૂબકી મારે નહિ. (4) ઉપકરણો સહિત નદી પાર કરવાનું સામર્થ્ય ન હોય તો ઉપકરણોનો ત્યાગ કરી દે, જો સામર્થ્ય હોય તો ઉપકરણો સહિત પાર કરે. (પ) નદી પાર કર્યા પછી જ્યાં સુધી શરીર ઉપરથી પાણી ટપકતું હોય, ત્યાં સુધી નદીના કાંઠે ઊભા રહે. (6) જ્યાં સુધી શરીર ઉપરથી પાણી સૂકાય નહિ, ત્યાં સુધી તેને હાથ લગાવે નહિ, લૂછે નહિ, ઘસે નહિ, માલિશ કરે નહિ, તડકામાં તપાવે નહિ. જ્યારે સહજ રીતે ઊભા રહેવા માત્રથી પાણી સૂકાઈ જાય ત્યારે નદી પાર કરવા સંબંધી ઈર્યાપથ–પ્રતિક્રમણ કરીને પછી શરીર સંબંધી સૂત્રોક્ત સર્વ ક્રિયાઓ કરે તેમજ વિહાર કરે.
વિષમ માર્ગાદિમાં ગમન–નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे णो मट्टियामएहिं पाएहिं हरियाणि छिंदिय–छिंदिय विक‘ज्जिय–विक‘ज्जिय विफालिय–विफालिय उम्मग्गेण हरियवहाए गच्छेज्जा; जहेयं पाएहिं मट्टियं खिप्पामेव हरियाणि अवहरंतु। माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा । से पुव्वामेव अप्पहरियं मग्गं पडिलेहेज्जा तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :– मट्टियामएहिं = માટી કે કાદવથી ખરડાયેલા पाएहिं = પગને हरियाणि = લીલોતરીનું छिंदिय = છેદન કરીને विक‘ज्जिय = લીલા પાંદડા ભેગા કરી કરીને विफालिय = લીલા પાંદડાને તોડીને–વાળીને उम्मग्गेण = ઉન્માર્ગથી हरियवहाए = લીલોતરીની હિંસા થાય તે રસ્તે जहेयं = જેમ કે
पाएहिं मट्टियं = પગની માટી खिप्पामेव = જલદી.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરણ કરતા ભીની માટીથી(કીચડથી) ખરડાયેલા 15
157
પોતાના પગને સાફ કરવા માટે લીલોતરીનું વારંવાર છેદન કરીને તથા લીલા પાંદડા ભેગા કરીને લીલા પાંદડાને તોડીને–વાળીને તેની સાથે પગ ઘસીને પગ પરની માટી કે કાદવ કાઢે નહિ તેમજ લીલોતરીની હિંસા કરવા માટે ઉન્માર્ગમાં જાય નહિ, માટી અને કીચડથી ખરડાયેલા પગ દ્વારા લીલોતરી પર ચાલવાથી કીચડ નીકળી જાય, આ પ્રમાણે વિચારીને તથાપ્રકારનું આચરણ કરનાર સાધુ માયા સ્થાનનું સેવન કરે છે. સાધુ આ પ્રમાણે કરે નહિ. તે પહેલાથી જ લીલોતરી રહિતના રસ્તાનું પ્રતિલેખન કરે, જુએ અને ત્યાર પછી યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે.
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गड्डाओ वा दरीओ वा सइ परकम्मे संजयामेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा । केवली बूया– आयाणमेयं । से तत्थ परक्कममाणे पयलेज्ज वा पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा पवडमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा गुम्माणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा गहणाणि वा हरियाणि वा अवलंबिय–अवलंबिय उत्तरेज्जा, जे तत्थ पाडिपहिया उवागच्छंति ते पाणी जाएज्जा, तओ संजयामेव अवलंबिय–अवलंबिय उत्तरेज्जा । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :– अंतरा = રસ્તામાં वप्पाणि = ખેતરના ક્યારા फलिहाणि = ખાઈ पागाराणि = કિલ્લો तोरणाणि = તોરણ–દરવાજો अग्गलाणि = અર્ગલા अग्गलपासगाणि = આગળિયો લગાવવાનો ખીલો गड्डाओ = ખાડો दरीओ = પર્વતનીગુફા.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય ત્યારે રસ્તામાં જો ખેતરના ક્યારા, ખાઈ, કિલ્લો, નગરનો મુખ્ય દરવાજો, આગળિયો કે આગળિયાનો ખીલો, ખાડો, ગુફા કે ભૂગર્ભ માર્ગ હોય તો જો અન્ય સુમાર્ગ હોય, તો તે રસ્તેથી યતનાપૂર્વક ગમન કરે પરંતુ આ સીધા રસ્તે ચાલે નહિ. કેવલી ભગવાને તેને કર્મબંધનું કારણ કહ્યું છે.
આવા વિષમ માર્ગમાં ચાલવાથી સાધુ, સાધ્વીના પગ લપસી જાય છે, તે ખાડા આદિમાં પડી પણ જાય છે, તેથી ત્યાં જો વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, ગહન એટલે લતાઓનું ઝુંડ તેમજ ઘાસ આદિ લીલોતરીને પકડીને બહાર નીકળવું પડે અથવા ત્યાં કોઈ મુસાફર આવે તો તેના હાથના સહારાની યાચના કરી તેના હાથનો સહારો લઈને ખાડા આદિમાંથી બહાર નીકળવું પડે, આ સર્વ દોષયુક્ત છે, માટે આ દોષયુક્ત માર્ગને છોડીને સાધુ અન્ય નિર્દોષ માર્ગ દ્વારા એક ગામથી બીજા ગામમાં વિચરણ કરે.
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से जवसाणि वा सगडाणि वा रहाणि वा सचक्काणि वा परचक्काणि वा, सेणं वा विरूवरूवं संणिविठ्ठं पेहाए सइ परक्कमे संजयामेव परक्कमेज्जा णो उज्जुयं गच्छेज्जा । શબ્દાર્થ :– जवसाणि = જવ, ઘઉં આદિ ધાન્ય सगडाणि = ગાડા, ગાડી रहाणि = રથसचक्काणि = સ્વચક્ર–પોતાના રાજ્યની સેના परचक्काणि = બીજા રાજ્યની સેના.
16
17
અધ્યયન–3 : ઉદ્દેશક–ર 158 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા હોય ત્યારે જો રસ્તામાં ઘઉં આદિ ધાન્યોના ઢગલા હોય, ઘણા બળદગાડી કે રથ વગેરે પડ્યા હોય, પોતાના રાજાની કે પર રાજાની સેનાનો પડાવ હોય તો તેને જોઈને જો અન્ય રસ્તો હોય તો તે રસ્તેથી યતનાપૂર્વક ચાલે પરંતુ આ સીધા(ટૂંકા) રસ્તે ચાલે નહિ.
से णं परो सेणागओ वएज्जा– आउसंतो ! एस णं समणे सेणाए अभिणिचारियं करेइ, से णं बाहाए गहाय आगसह । से णं परो बाहाहिं गहाय आगसेज्जा, तं णो सुमणे सिया जाव समाहीए । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :– सेणाए = સેનાની अभिणिचारियं = જાસૂસकरेइ= કરે છેसे णं बाहाए गहाय= તેની ભુજાને પકડીને आगसह = ખેંચો, ઢસડો.
ભાવાર્થ :– કદાચ અન્ય માર્ગ ન હોય, તો તે રસ્તેથી જવું પડે તો સાધુને જોઈને કોઈ સૈનિક બીજા સૈનિકને કહે કે– હે આયુષ્યમાન ! આ શ્રમણ આપણી સેનાનો ભેદ જાણવા આવ્યા છે, તેથી તેનો હાથ પકડીને ખેંચો ! આ પ્રમાણે સૈનિક સાધુને ભુજાથી પકડીને ઘસડે, ખેંચે તો તે સમયે સાધુ મનમાં હર્ષ કે શોક કરે નહિ, પરંતુ સમાધિપૂર્વક સહન કરે. આ પ્રમાણે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वएज्जा– आउसंतो समणा ! केवइए एस गामे वा जाव रायहाणी वा, केवइया एत्थ आसा, हत्थी, गामपिंडोलगा, मणुस्सा परिवसंति ? से बहुभत्ते बहुउदए बहुजणे बहुजवसे ? से अप्पभत्ते अप्पुदए अप्पजणे अप्पजवसे ? एयप्पगाराणि पसिणाणि पुठ्ठो णो आइक्खेज्जा, एयप्पगाराणि पसिणाणि णो पुच्छेज्जा । ભાવાર્થ :– સાધુ, સાધ્વીને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રસ્તામાં કોઈ પથિક મળે અને તે સાધુને પૂછે– હે આયુષ્યમાન શ્રમણ ! આ ગામ યાવત્ રાજધાની કેવીછે ? અહીં ઘોડા, હાથી, ભિખારીઓ કેવા–કેટલા છે ? મનુષ્યોની વસતિ કેટલી છે ? આ ગામમાં આહાર, પાણી, મનુષ્યો અને ધાન્યની પ્રચુરતા છે કે
આહાર, પાણી, મનુષ્યો અને ધાન્યની અછત છે ? આ પ્રમાણે કોઈ પથિક પ્રશ્ન પૂછે તો સાધુ તેનો ઉત્તર આપે નહિ અને પોતે પણ પથિકને આ રીતે પૂછે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં વિહારમાં આવતી કઠિનાઈઓ અને તેમાં સાધુના વિવેકનું નિદર્શન છે.
(1) નદીને પાર કર્યા પછી નદીકિનારે ચાલતા સાધુના પગ કીચડથી ખરડાઈ જાય, ત્યારે લીલા પાંદડા આદિથી સાફ કરે નહીં કે કીચડને સાફ કરવાના આશયથી લીલોતરીવાળા માર્ગે ચાલે નહીં. સાધુ અચેત પથ્થરાદિથી કીચડને સાફ કરી શકે છે.
(ર) ક્યારેક રસ્તામાં ખાડા–ટેકરા આવે, તો મુનિને લપસી જવાની કે પડી જવાની સંભાવના રહે છે. મુનિ પડી જાય, તો તેને વ્યક્તિનો સહારો લઈને ખાડામાંથી બહાર નીકળવું પડે છે. ક્યારેક આસપાસમાં કોઈ 18
19
159
ન હોય અને બાજુમાં વૃક્ષાદિ હોય, તો તેનો આધાર લેવો પડે છે, તેમાં જીવવિરાધનાની સંભાવના છે.