This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
આ ત્રણ ચાતુર્માસમાંથી વર્ષાકાળમાં જ સાધુને એક સ્થાને રહેવાનું હોય છે.
વર્ષાકાલમાં કાદવ–કીચડના કારણે રસ્તાઓ ચાલવા યોગ્ય રહેતા નથી, તેમજ ક્ષુદ્ર જીવ જંતુઓ તથા ઘાસ આદિ લીલોતરીની બહુલતા હોય છે, તે જીવોની રક્ષાની દષ્ટિએ સાધુઓ વર્ષાકાલમાં વિહાર કરતા નથી.
અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધીના ચાર માસ વર્ષાકલ્પ કહેવાય છે પણ ક્યારેક અષાઢી પૂર્ણિમા પહેલા વરસાદનો પ્રારંભ થઈ જાય અને ક્યારેક કારતકી પૂર્ણિમા પછી પણ લીલોતરી તથા જીવજંતુ આદિ વિદ્યમાન હોય છે. તેવા સમયે સાધુ કે સાધ્વી વર્ષાવાસ પહેલાં અથવા વર્ષાવાસ પછી પણ થોડો સમય વિહાર કરે નહિ. સંક્ષેપમાં જીવ વિરાધના કે સંયમ વિરાધના થાય, તેવા કાલમાં સાધુ–સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરે નહીં.
વર્ષાવાસ યોગ્ય ક્ષેત્ર– વર્ષાવાસમાં સાધુને એક જ સ્થાનમાં ચાર માસ સુધી રહેવાનું હોય છે, તેથી સાધુને પોતાની આત્મસાધના વ્યવસ્થિત રીતે થઈ શકે તેવા અનુકૂળ ક્ષેત્રની ગવેષણા કરવી જરૂરી છે.
સૂત્રકારે તદ્ વિષયક પાંચ આવશ્યક બાબતનું કથન કર્યું છે. (1) સ્વાધ્યાય અને ચિંતન–મનન કરવા માટે શાંત–એકાંત વિશાળ ભૂમિ હોવી જરૂરી છે. તેવા સ્થાનમાં જ મનની એકાગ્રતા અને સ્વાધ્યાય, ધ્યાનનું સાતત્ય જળવાઈ રહે છે. (ર) ગામ અથવા નગરની બહાર મળ–મૂત્રના ત્યાગ માટે વિશાળ, નિર્દોષ સ્થંડિલ ભૂમિ હોવી તે પણ સંયમી જીવનનું આવશ્યક અંગ છે. શરીરની અનિવાર્ય ક્રિયાઓ માટે નિર્દોષ ભૂમિ હોય તો જીવરક્ષા અને સંયમ રક્ષાની લક્ષ્ય સિદ્ધિ થાય છે. (3) નિર્દોષ પાટ–પાટલા આદિ પાઢીહારી વસ્તુઓની સુલભતા હોય. (4) નિર્દોષ આહાર–પાણીની સુલભતા હોવી જરૂરી છે. ચાતુર્માસ દરમ્યાન તપસ્વી, વૃદ્ધ કે ગ્લાન સાધુઓ માટે પથ્યકારી અનુકૂળ આહાર–પાણી પ્રાપ્ત થાય, તો સાધુઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને શરીરની સ્વસ્થતા હોય, તો જ સંયમ–તપનું વિશેષતમ પાલન થઈ શકે છે. (પ)
ક્ષેત્રની વિશાળતાની અપેક્ષાએ અન્ય ભિક્ષુકો કે યાચકોની બહુલતા ન હોય, કારણ કે ભિક્ષુકો કે યાચકોની બહુલતા હોય, તો ક્યારેક પર્યાપ્ત પ્રમાણમાં નિર્દોષ આહાર–પાણીની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે, તેથી સાધુએ ચાતુર્માસ પહેલાં જ પોતાના સ્વાસ્થ્યની તેમજ સાધનાની અનુકૂળતા અને સંયમશુદ્ધિના લક્ષે વિચારપૂર્વક ક્ષેત્રનું અવલોકન કરવું જોઈએ.
સંક્ષેપમાં સાધુ જીવરક્ષા, સંયમ–સાધના અને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી શકે તેવા ક્ષેત્રમાં વર્ષાવાસમાં રહે છે અને ચાતુર્માસ પૂર્ણ થયા પછી તે ક્ષેત્રનું બંધન છોડીને અનાસક્ત ભાવે ગ્રામાનુગ્રામ વિહાર કરે છે.
हेमंताण य पंचदस रायकप्पे…………… સામાન્ય રીતે સાધુ ચાતુર્માસ પૂર્ણ થાય પછી તુરંત જ અર્થાત્ ચાતુર્માસી પાખી પછી બીજા જ દિવસે(ગુજરાતી તિથિ પ્રમાણે) કારતક વદ એકમના દિવસે વિહાર કરે, તે ઉત્સર્ગ માર્ગ છે. વર્ષાવાસ પછી હેમંત ૠતુમાં પ્રાયઃ રસ્તાઓ સાફ થઈ ગયા હોય છે, જીવોત્પત્તિ ઓછી થઈ ગઈ હોય છે, તેથી સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરી શકે છે, પરંતુ ક્યારેક વર્ષાવાસના અંતિમ અધ્યયન–3 : ઉદ્દેશક–1
142 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ દિવસોમાં જ વરસાદ થયો હોય, કીચડ વગેરે સૂકાયા ન હોય, અન્ય સંન્યાસીઓનું પણ આવાગમન ચાલુ થયું ન હોય તો સાધુ વર્ષાવાસ પછી હેમંત ૠતુમાં પણ તે ક્ષેત્રમાં જ થોડા દિવસ રોકાઈ શકે છે.
જ્યારે રસ્તાઓ સાફ થઈ જાય, જીવોત્પત્તિ ઘટી જાય, ઘણા સંન્યાસી આદિનું આવાગમન શરૂ થઈ જાય, ત્યારે સાધુ વિવેકપૂર્વક અન્યત્ર વિહાર કરે.
આ રીતે સાધુ એક ક્ષેત્રમાં સ્થિર રહે કે ગ્રામાનુગ્રામ વિહાર કરે, પરંતુ તેનું લક્ષ માત્ર રત્નત્રયીની આરાધના કે સંયમ રક્ષાનું જ હોય છે.
વિહાર ચર્યાનો વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे पुरओ जुगमायं पेहमाणे, दट्ठूण तसे पाणे, उद्धट्टु पायं रीएज्जा, साहट्टु पायं रीएज्जा, उक्खिप्प पायं रीएज्जा, तिरिच्छं वा कट्टु पायं रीएज्जा, सइ परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा, तओ संजयामेव गामाणुगामं दुइज्जेज्जा । શબ્દાર્થ :– पायं = પગને उद्धट्टु = ઉપાડીને रीएज्जा = ઈર્યા સમિતિપૂર્વક ચાલે साहट्टु पायं रीएज्जा = પગને સંકોચીને ચાલે तिरिच्छं वा कट्टु पायं रीएज्जा = જીવરક્ષા માટે બંને બાજુ જીવો હોય તો તિરછા પગ રાખીને ચાલે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી એક ગામથી બીજા ગામ વિહાર કરે, ત્યારે પોતાની સામે યુગપ્રમાણ–ધોસર પ્રમાણ અર્થાત્ સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલે, રસ્તામાં ત્રસ જીવોને જોઈને તેઓની રક્ષા થાય તે રીતે પગ ઉપાડીને અર્થાત્ લાંબા પગલા ભરતા, ક્યારેક પગને સંકોચીને અર્થાત્ ટૂંકા પગલા ભરતા, ક્યારેક ત્રાંસા પગે અર્થાત્ વાંકા–ચૂકા પગલા ભરતા(ક્યારેક પંજા ઉપર કે
એડી ઉપર) ચાલે. જો જીવ જંતુ રહિતનો બીજો સારો માર્ગ હોય તો તે રસ્તેથી ચાલે પરંતુ સીધા અર્થાત્ જે રસ્તેથી પોતે ચાલી રહ્યા છે તે જીવજંતુવાળા રસ્તેથી જ ચાલવાનો આગ્રહ ન રાખે. આ રીતે સાધુ જીવજંતુ રહિત માર્ગે યત્નાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે.
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे, अंतरा से पाणाणि वा बीयाणि वा हरियाणि वा उदए वा मट्टिया वा अविद्धत्था, सइ परकम्मे जाव णो उज्जुयं गच्छेज्जा, तओ संजयामेव गामाणुगामं दुइज्जेज्जा । શબ્દાર્થ :– अविद्धत्थे = જેની યોનિ નષ્ટ થઈ નથી અર્થાત્ સચેત હોય તો.
ભાવાર્થ :– સાધુ–સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરે, ત્યારે જો રસ્તામાં ઘણા ત્રસ જીવો, બીજ, લીલોતરી, સચિત્ત પાણી, સચેત માટી આદિ આવી જાય અને તે શસ્ત્ર પરિણત થયા ન હોય; ત્યારે બીજો નિર્દોષ રસ્તો હોય તો તે રસ્તેથી યત્નાપૂર્વક જાય પરંતુ જીવજંતુ આદિથી યુક્ત સીધા માર્ગે જાય નહિ. જો અન્ય માર્ગ ન હોય તો તે રસ્તેથી યત્નાપૂર્વક વિહાર કરે.
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे, अंतरा से विरूवरूवाणि पच्चंतिकाणि दस्सुगायतणाणि मिलक्खूणि अणारियाणि 6
7
8
143
दुस्सण्णप्पाणि दुप्पण्णवणिज्जाणि अकालपडिबोहीणि अकालपरिभोईणि, सइ लाढे विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए । केवली बूया– आयाणमेयं । ते णं बाला अयं तेणे, अयं उवचरए, अयं तओ आगए त्ति कट्टु तं भिक्खुं अक्कोसेज्ज वा जाव उवद्दवेज्ज वा, वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं आच्छिंदेज्ज वा भिंदेज्ज वा अवहरेज्ज वा परिठ्ठवेज्ज वा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा जाव जं तहप्पगाराणि विरूवरूवाणि पच्चंतियाणि दस्सुगायतणाणि जाव विहारवत्तियाए णो पवज्जेज्ज गमणाए । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :– पच्चंतिकाणि = દેશોના સીમાંતે રહેનારા दस्सुगायतणाणि = ચોરોની જગ્યાઓ मिलक्खूणि = મ્લેચ્છોની જગ્યા अणारियाणि = અનાર્યોના સ્થાન दुस्सण्णप्पाणि = આર્ય ભાષા જેને સમજાવવી કઠિન છેदुप्पण्णवणिज्जाणि= મુશ્કેલીથી જેને ઉપદેશ આપી શકાય છેअकालपडिबोहीणि = અકાળે જાગનારા અને અકાળમાં શિકાર માટે જનારા अकालपरिभोईणि = અકાળે આહાર કરનારા सइ लाढे विहराए = બીજા સારા આર્યદેશ હોવા પર संथरमाणेहिं जणवएहिं = બીજા સારા દેશોમાં વિચરણથી સંયમ નિર્વાહ થતો હોય विहारवत्तियाए = તો ઉપરોક્ત સ્થળે, વિચરવાની પ્રતિજ્ઞાથી णो पवज्जेज्ज गमणाए = જવા માટે પ્રવર્તિત ન થાય, વિહાર કરવાનો સંકલ્પ કરે નહિ.
ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સાધુ–સાધ્વી જાણે કે રસ્તામાં વિવિધ પ્રકારના સીમાવર્તી સ્થાનોમાં રહેનારા ચોરોના, મ્લેચ્છોના કે અનાર્યોના સ્થાન છે તથા આર્યોના આચાર સમજાવવા કઠિન છે, મુશ્કેલીથી આર્યધર્મ પ્રાપ્ત થાય તેવા અકાળે જાગનારા, અકાળે શિકારે જનારા, અકાળે ભોજન કરનારા મનુષ્યો રહે છે, આ પ્રકારની પરિસ્થિતિમાં અન્ય આર્યક્ષેત્રમાં વિહાર થઈ શકતો હોય અને સંયમ સમાચારીનો નિર્વાહ થઈ શકતો હોય તો તેવા ક્ષેત્રોમાં વિહાર કરવાનો મનમાં સંકલ્પ પણ કરે નહિ.
કેવલી ભગવંતોએ કહ્યું છે કે ત્યાં જવું તે કર્મ બંધનનું કારણ છે.
તે અનાર્ય લોકો સાધુને જોઈને ‘‘ આ ચોર છે, આ ગુપ્તચર છે, આ અમારા શત્રુના ગામમાંથી આવેલા છે˜˜, આ પ્રમાણે પરસ્પર વાર્તા કરીને સાધુને કઠોર વચન કહે, ઉપદ્રવ કરે યાવત્ પ્રાણ રહિત કરે, સાધુના વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછન આદિ ઉપકરણોને તોડી નાંખે, લૂંટી લે, ફેંકી દે; માટે તીર્થંકરાદિ આપ્તપુરુષોએ પહેલેથી જ આ પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ આપ્યો છે કે સાધુ–સાધ્વી ચોરાદિના સ્થાન હોય તેવા સીમાંતવર્તી સ્થળોમાં વિહાર કરવાનો મનમાં સંકલ્પ પણ કરે નહિ. આ સ્થાનોને છોડીને અન્ય સ્થાનોમાં સંયમી સાધુ યત્નાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे, अंतरा से अरायाणि वा गणरायाणि वा जुवरायाणि वा दोरज्जाणि वा वेरज्जाणि वा विरुद्धरज्जाणि वा, सइ लाढे विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए । केवली बूया– आयाणमेयं । 9
અધ્યયન–3 : ઉદ્દેશક–1
144 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ते णं बाला अयं तेणे, अयं उवचरए जाव णो पवज्जेज्ज गमणाए । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :– अरायाणि वा गणरायाणि = રાજા રહિતના ગામમાં અથવા ગણ રાજા એટલે જ્યાં અલ્પ સમય માટે પ્રજાની સર્વ સંમતિથી કે બહુમતિથી કોઈને રાજ્યસિંહાસને બેસાડ્યા હોય, તેવા રાજ્યમાં जुवरायाणि = યુવરાજ, જેનો રાજ્યાભિષેક થયો નથી તેવા યુવરાજના રાજ્યમાં કે दोरज्जाणि = પ્રતિપક્ષી બે રાજાઓનું શાસન હોય તેવી નગરીમાં वेरज्जाणि = રાજ્યમાં વિકૃતિ–અવ્યવસ્થા થઈ રહી હોય તેમજ પરસ્પર રાજકુમારોનો વેર–વિરોધ ચાલતો હોય विरुद्धरज्जाणि = રાજા–પ્રજાનો જ્યાં પરસ્પર વિરોધ ચાલતો હોય.
ભાવાર્થ :– સાધુ–સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા જાણે કે માર્ગમાં આવતાં શહેરમાં અરાજકતા છે અથવા અલ્પકાલીન રાજા છે, અનેક યુવરાજ છે, પ્રતિપક્ષી બે રાજાઓનું શાસન ચાલે છે, રાજ્ય વ્યવસ્થા સુચારુ નથી એટલે વિતંડાવાદ ચાલે છે, રાજા–પ્રજાનો પરસ્પર વિરોધ ચાલે છે; આ પ્રકારના રાજ્યો આવે, તો વિહારને યોગ્ય અન્ય નગરો હોય તો અરાજકતાવાળા આદિ સ્થાનોમાં વિહાર કરે નહીં, કેવળી ભગવંતોએ કહ્યું છે કે તેવા રાજ્યોમાં વિહાર કરવો, તે કર્મબંધનું કારણ છે, કારણ કે ત્યાંના અજ્ઞાની લોકો સાધુ પ્રત્યે શંકા કરે કે આ ચોર છે, ગુપ્તચર છે ઇત્યાદિ. માટે સાધુ તે ક્ષેત્રોમાં વિહાર કરવાનો સંકલ્પ પણ કરે નહિ, પરંતુ તેવા ક્ષેત્રોને છોડીને અન્ય ક્ષેત્રોમાં યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे, अंतरा से विहं सिया, से जं पुण विहं जाणेज्जा– एगाहेण वा दुयाहेण वा तियाहेण वा चउयाहेण वा पंचाहेण वा पाउणेज्जा वा णो वा पाउणेज्जा । तहप्पगारं विहं अणेगाहगमणिज्जं सइ लाढे जाव णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए । केवली बूया–आयाणमेयं । अंतरा से वासे सिया पाणेसु वा पणएसु वा बीएसु वा हरिएसु वा उदएसु वा मट्टियाए वा अविद्धत्थाए । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा जाव जं तहप्पगारं विहं अणेगाहगमणिज्जं जाव णो गमणाए । तओ संजयामेव गामाणुगामं दुइज्जेज्जा । શબ્દાર્થ :– विहं सिया = જંગલ–અટવી હોય તો से जं = તે ફરી विहं जाणेज्जा= અટવીના વિષયમાં જાણે કે તે અટવી एगाहेण = એક દિવસમાં પાર કરી શકાય છે કે णो वा पाउणेज्जा = પાર કરી શકાય તેવી નથી तहप्पगारं विहं = તથાપ્રકારની અટવી अणेगाहगमणिज्जं = ઘણા દિવસે પાર કરી શકાય છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા એમ જાણે કે આગળ લાંબો જંગલનો રસ્તો છે. તે જંગલ એક દિવસે, બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે કે પાંચ દિવસે પાર થાય તેવું છે અથવા(પાંચ દિવસે પણ) પાર કરી શકાય તેવું નથી. ત્યારે સાધુ વિહાર યોગ્ય બીજો રસ્તો હોય, તો તે અનેક દિવસે પાર થાય તેવા જંગલ માર્ગે જાય નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે તે કર્મબંધનું કારણ છે કારણ કે રસ્તામાં વરસાદ થઈ જાય, તો બેઇન્દ્રિયાદિ જીવોની ઉત્પત્તિ થાય અને લીલફૂગ, બીજ, લીલોતરી, સચેત પાણી અને કાચી માટીના કારણે સંયમની વિરાધના થાય છે, તેથી તીર્થંકર ભગવંતોએ પહેલેથી જ સાધુ માટે 10
145
આ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે અનેક દિવસે પાર કરી શકાય તેવા જંગલમાંથી પસાર થવાનો સાધુ સંકલ્પ કરે નહિ, પરંતુ બીજા સરળ માર્ગે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં વિહારચર્યાના વિવિધ ભયસ્થાનોમાં સાધુના વિવેકને પ્રદર્શિત કર્યો છે.
સાધુ વર્ષાવાસ સિવાયના કાળમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરે છે. સાધુ વિહાર સમયે જીવદયાની ભાવનાથી સાડા ત્રણ હાથ ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક ચાલે, વિહાર દરમ્યાન પરસ્પર વાતચીત કે
સ્વાધ્યાય, ચિંતન, મનન આદિ કોઈપણ પ્રવૃત્તિ કરે નહીં.
યતના :– યતના ચાર પ્રકારની છે– (1) દ્રવ્યયતના– જીવજંતુઓને જોઈને ચાલવું. (ર) ક્ષેત્રયતના–
ધોંસર પ્રમાણ ભૂમિને જોઈને ચાલવું. (3) કાલયતના– ઈર્યાસમિતિનું પાલન ન થાય, તેવા રાત્રિના સમયને અને વર્ષાકાળના સમયને છોડીને ચાલવું. (4) ભાવયતના– સંયમ અને સાધનાના ભાવથી ઉપયોગપૂર્વક ચાલવું.
ગ્રામાનુગ્રામ વિહારમાં આવતી મુશ્કેલીઓના ડરથી સાધુ એક જ જગ્યાએ રહી ન જાય, સ્થિરવાસ કરે નહિ તેથી સૂત્રકારે વારંવાર ગ્રામાનુગ્રામ વિચરણ કરવાની પ્રેરણા કરી છે. અવિધિપૂર્વક વિહાર કરવાથી કે જાણી જોઈને કષ્ટદાયી માર્ગમાં જવાથી સાધુની સંયમ વિરાધના તેમજ આત્મવિરાધના થવાની સંભાવના રહે છે.
પ્રસ્તુત સૂત્રોમાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુને આવતી મુશ્કેલીઓનું કથન કર્યું છે–
(1) ત્રસ જીવોથી વ્યાપ્ત માર્ગ હોય ( ર) ત્રસ પ્રાણી, બીજ, લીલોતરી, કાચું પાણી, સચેત માટી આદિ રસ્તામાં હોય (3) ચોરો, મ્લેચ્છો, અનાર્યો, દુર્બોધિ તેમજ અધાર્મિક લોકોનું સ્થાન રસ્તામાં આવતું હોય (4) અરાજક, દુઃશાસક કે વિરોધી શાસકના દેશ આદિ રસ્તામાં આવતા હોય અને ( પ) અનેક દિવસો ચાલ્યા પછી પાર કરી શકાય તેવો અટવીનો લાંબો રસ્તો આવતો હોય.
આ પાંચ પ્રકારની પરિસ્થિતિમાંથી પ્રથમ બે પરિસ્થિતિ અર્થાત્ અચાનક ત્રસ કે સ્થાવર જીવોથી વ્યાપ્ત માર્ગ આવી જાય, તો સાધુ અત્યંત સાવધાનીપૂર્વક જીવોને અંશમાત્ર પણ કિલામના ન થાય, તે રીતે આગળ વધે અને અંતિમ ત્રણ પરિસ્થિતિ અર્થાત્ માર્ગમાં ચોર, ગુપ્તચરાદિના સ્થાનો કે અરાજક રાજ્ય વગેરે આવે કે જંગલનો માર્ગ આવે, તો સાધુ શક્ય હોય તો તે માર્ગને છોડીને અન્ય સીધા અને સરળ માર્ગે વિહાર કરે અને બીજો માર્ગ ન જ હોય, તો અત્યંત સાવધાનીપૂર્વક ગમન કરે.
નૌકારોહણ વિધિ :–
से भिक्खु वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, अंतरा से णावासंतारिमे उदए सिया, से जं पुण णावं जाणेज्जा– असंजए भिक्खुपडियाए किणेज्ज वा, पामिच्चेज्ज वा, णावाए वा णावं परिणामं कट्टु, थलाओ वा णावं जलंसि ओगाहेज्जा, जलाओ वा णावं थलंसि उक्कसेज्जा, पुण्णं वा णावं उस्सिंचेज्जा, सण्णं वा णावं उप्पीलावेज्जा, तहप्पगारं णावं उड्ढगामिणिं वा अहेगामिणिं वा तिरियगामिणिं वा परं जोयणमेराए, अद्धजोयणमेराए वा अप्पयरे वा भुज्जयरे वा णो दुरुहेज्जा गमणाए । 11
અધ્યયન–3 : ઉદ્દેશક–1
146 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ શબ્દાર્થ :– अंतरा से = રસ્તામાં णावासंतारिमे उदए सिया = નાવથી પાર કરી શકાય તેટલું પાણી હોય તો, તેને પાર કરવા માટે पुण्णं वा णावं उस्सिंचेज्जा = જલથી પરિપૂર્ણ નૌકા ખાલી કરેउड्ढगामिणिं = સામે પ્રવાહે ચાલનારી अहेगामिणिं = પ્રવાહ સાથે ચાલનારી तिरियगामिणिं = તિર્યક્ ચાલનારી પ્રવાહને કાપીને ચાલનારી परं जोयणमेराए = ઉત્કૃષ્ટ એક યોજનની મર્યાદામાં ચાલીને કાંઠે પહોંચાડનારી अद्धजोयणमेराए = અર્ધા યોજનની સીમામાં ચાલીને કાંઠે પહોંચાડનારી अप्पयरे = થોડો સમયभुज्जयरे = લાંબાકાળ સુધી गमणाए = નદી પાર કરવા માટે णो दुरुहेज्जा = ચઢે નહિ.
ભાવાર્થ :– ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ કે સાધ્વી એમ જાણે કે રસ્તામાં નૌકા દ્વારા પાર કરી શકાય તેટલું જળ(મહાનદી) છે તો નૌકાથી તેને પાર કરે, પરંતુ સાધુ નૌકાના વિષયમાં જાણે કે ગૃહસ્થ તે નૌકાને સાધુ માટે મૂલ્ય આપીને ખરીદી રહ્યા છે, ઉધાર લઈ રહ્યા છે, પોતાની નાવ આપી તેની નાવ લેવા રૂપ અદલાબદલી કરી રહ્યા છે કે નાવિક નાવને સ્થળમાંથી જલમાં લઈ જઈ રહ્યા છે અથવા જલમાંથી સ્થલમાં ખેંચી રહ્યા છે, પાણીથી ભરેલી નાવનું પાણી ઊલેચીને ખાલી કરી રહ્યા છે અથવા કાદવમાં ફસાયેલી નાવને બહાર કાઢી સાધુ માટે તૈયાર કરી સાધુને તેમાં ચઢવાની પ્રાર્થના કરે છે. આ પ્રકારની નાવ ઊર્ધ્વગામી–સામા પ્રવાહમાં ચાલનારી હોય, અધોગામી–પ્રવાહની સાથે ચાલનારી હોય કે તિર્યગ્ગામી–
પાણીના પ્રવાહને કાપીને ચાલનારી હોય, તે પણ એક યોજન પ્રમાણ ક્ષેત્ર પાણીમાં ચાલીને કે અર્ધા યોજન પ્રમાણ ક્ષેત્ર પાણીમાં ચાલીને કાંઠે પહોંચાડતી હોય, આવી કોઈ પણ નાવ ઉપર એકવાર કે અનેકવાર અલ્પ કે વધુ સમય સુધી ગમન કરવા માટે ચઢે નહિ અર્થાત્ આવી નાવમાં બેસીને પાણીને પાર કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा पुव्वामेव तिरिच्छसंपाइमं णावं जाणेज्जा, जाणित्ता से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतममक्कमेत्ता भंडगं पडिलेहेज्जा, पडिलेहेत्ता एगाभोयं भंडगं करेज्जा, करेत्ता ससीसोवरियं कायं, पाए य पमज्जेज्जा, पमज्जेत्ता सागारं भत्तं पच्चक्खाएज्जा, पच्चक्खाएत्ता एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा तओ संजयामेव णावं दुरुहेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સર્વપ્રથમ તિર્યગ્ગામિની નાવને જાણીને એકાંતમાં જઈને ભંડોપકરણનું પ્રતિલેખન કરે, ત્યાર પછી સર્વ ઉપકરણોને ભેગા કરીને બાંધી લે, મસ્તકથી લઈને પગ સુધી શરીરનું પ્રમાર્જન કરે, આગાર સહિત આહાર પાણીના પ્રત્યાખ્યાન કરે અર્થાત્ સાગારી સંથારો કરે અને ત્યાર પછી એક પગ પાણીમાં અને એક પગ પાણીથી ઉપર(ઊંચો) રાખીને યતનાપૂર્વક નાવ સુધી પહોંચીને તેમાં ચઢે.
से भिक्खू वा भिक्खुणी वा णावं दुरुहेमाणे णो णावाए पुरओ दुरुहेज्जा, णो णावाए मग्गओ दुरुहेज्जा, णो णावाए मज्झओ दुरुहेज्जा, णो बाहाओ पगिज्झिय पगिज्झिय अंगुलियाए उवदंसिय उवदंसिय ओणमिय ओणमिय उण्णमिय उण्णमिय णिज्झाएज्जा । ભાવાર્થ :– સાધુ–સાધ્વી નૌકામાં ચઢતા સમયે નૌકાના આગલા ભાગથી ચઢે નહિ, પાછળના ભાગથી ચઢે નહિ અને મધ્યભાગથી પણ ચઢે નહિ(પરંતુ ચઢવાના રસ્તેથી ચઢે). નાવની બાજુઓના ભાગને પકડીને કે આંગળીથી વારંવાર સંકેત કરીને, ઊંચાં કે નીચાં થઈને પાણીને એકીટશે જુએ નહિ.
12
13
147
से णं परो णावागओ णावागयं वएज्जा– आउसंतो समणा ! एयं ता तुमं णावं उक्कसाहि वा वोक्कसाहि वा खिवाहि वा रज्जूए वा गहाय आकसाहि। णो से तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । શબ્દાર્થ :– से णं परो = તે નાવિક णावागयं = નાવમાં બેઠેલા સાધુને णावं = નાવને उक्कसाहि = એક બાજુ ખેંચી લ્યો वोक्कसाहि = વિશેષરૂપથી ખેંચી લ્યો खिवाहि = વસ્તુ રાખીને નાવને ચલાવો रज्जूए वा गहाय = દોરડાને પકડીને आकसाहि = ખેંચી લ્યો तं = તે નાવિકના परिण्णं = આ વચનનો णो परिजाणेज्जा = આદર કરે નહિ, લક્ષ્ય આપે નહિ तुसिणीओ उवेहेज्जा = મૌન રાખે.
ભાવાર્થ :– નૌકામાં ચઢેલા સાધુને જો નાવિક કહે કે– હે આયુષ્યમાન શ્રમણ ! તમે આ નાવને ઉપરની તરફ ખેંચો અથવા વિશેષરૂપથી ખેંચો કે અમુક વસ્તુ નૌકામાં રાખીને નીચેની તરફ ખેંચો અથવા દોરડું પકડીને નાવને સારી રીતે બાંધી દો અથવા દોરડાથી તેને જોરથી ખેંચો. સાધુ નાવિકના આ પ્રકારના સાવદ્ય વચનોનો સ્વીકાર કરે નહિ, પરંતુ મૌન રહે.
से णं परो णावागओ णावागयं वएज्जा– आउसंतो समणा ! णो संचाएसि तुमं णावं उक्कसित्तए वा वोक्कसित्तए वा खिवित्तए वा रज्जुयाए वा गहाय आकसित्तए; आहर एयं णावाए रज्जुयं, सयं चेव णं वयं णावं उक्कसिस्सामो वा वोक्कसिस्सामो वा, खिविस्सामो वा, रज्जूए वा गहाय आकसिस्सामो । णो से तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । શબ્દાર્થ :– आकसिस्सामो = દોરડું બાંધીને મજબૂત કરશું.
ભાવાર્થ :– નૌકામાં બેઠેલા સાધુને નાવિક કહે કે– હે આયુષ્યમાન શ્રમણ ! જો તમે નાવને ઉપર કે
નીચે ખેંચી શકતા નથી કે દોરડાથી નાવને સારી રીતે બાંધી શકતા નથી કે જોરથી ખેંચી શકતા નથી તો નાવ ઉપર રહેલા દોરડાને લાવીને આપો. અમે પોતે નાવને ઉપર કે નીચે ખેંચશું, દોરડાથી સારી રીતે બાંધશું અને પછી દોરડાના જોરે ખેંચીશું. આ પ્રમાણે કહે તોપણ સાધુ નાવિકના વચનનો આદર કરે નહિ, પરંતુ મૌન રહે.
से णं परो णावागओ णावागयं वएज्जा– आउसंतो समणा ! एयं ता तुमं णावं अलित्तेण वा पीढेण वा [ पिहएण वा] वंसेण वा वलएण वा अवल्लएण वा वाहेहि । णो से तं परिण्णं जाव उवेहेज्जा । ભાવાર્થ :– નાવમાં બેઠેલા સાધુને નાવિક કહે કે– હે આયુષ્યમાન શ્રમણ ! તમે આ નાવને હલેસાથી, પાટિયાથી, મોટા વાંસડાથી, વળીથી–નૌકા ચલાવવાના ઉપકરણ વિશેષથી, નાવને ચલાવવાના વાંસ વિશેષથી કે દોરડાથી નાવને ચલાવો.નાવિકના આ વચનોનો સાધુ સ્વીકાર કરે નહિ પરંતુ ઉપેક્ષાભાવ રાખી મૌન રહે.
से णं परो णावागओ णावागयं वएज्जा– आउसंतो समणा ! एयं ता तुमं णावाए उदयं हत्थेण वा पाएण वा मत्तेण वा पडिग्गहेण वा णावा उस्सिंचणेण वा उस्सिंचाहि । णो से तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । 14
15
16
17
અધ્યયન–3 : ઉદ્દેશક–1
148 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– નાવમાં બેઠેલા સાધુને નાવિક કહે કે– હે આયુષ્યમાન શ્રમણ ! આ નાવમાં ભરેલા પાણીને તમો હાથથી, પગથી, વાસણથી કે પાત્રથી તેમજ પાણી કાઢવાના ઉપકરણ વિશેષથી નૌકામાંથી ઉલેચી બહાર કાઢો. સાધુ નાવિકના આ વચનોનો સ્વીકાર કરે નહિ, પરંતુ મૌન રહે.
से णं परो णावागओ णावागयं वएज्जा– आउसंतो समणा ! एयं ता तुमं णावाए उत्तिगं हत्थेण वा पाएण वा बाहुणा वा ऊरुणा वा उदरेण वा सीसेण वा काएण वा णावा उस्सिंचणेण वा चेलेण वा मट्टियाए वा क‘सपत्तएण वा क‘विंदेण वा पिहेहि । णो से तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । શબ્દાર્થ :– क‘सपत्तएण = કુશપત્ર–ડાભથી क‘विंदेण = કમળપત્રથી पिहेहि = ઢાંકી દ્યો.
ભાવાર્થ :– નાવમાં બેઠેલા સાધુને નાવિક કહે કે– હે આયુષ્યમાન શ્રમણ ! નાવમાં આ છિદ્ર પડ્યું છે તેને તમો તમારા હાથથી, પગથી, ભુજાથી, જાંઘથી, પેટથી, મસ્તકથી કે શરીરથી અથવા તો નાવના પાણીને ઉલેચવાના સાધનથી, વસ્ત્રથી, માટીથી, ડાભથી કે કમળપત્રથી ઢાંકી દ્યો. સાધુ નાવિકના આ કથનનો સ્વીકાર કરે નહિ પરંતુ મૌન રહે.
से भिक्खू वा भिक्खुणी वा णावाए उत्तिंगेण उदगं आसवमाणं पेहाए, उवरुवरिं णावं कज्जलावेमाणं पेहाए, णो परं उवसंकमित्तु एवं बूया– आउसंतो गाहावइ ! एयं ते णावाए उदयं उत्तिंगेण आसवइ, उवरुवरिं वा णावा कज्जलावेइ। एयप्पगारं मणं वा वायं वा णो पुरओ कट्टु विहरेज्जा । अप्पुस्सुए अबहिलेस्से एगंतगएणं अप्पाणं विओसेज्ज समाहीए । तओ संजयामेव णावासंतारिमे उदए आहारियं रीएज्जा । શબ્દાર્થ :– णावाए = નાવનો उत्तिंगेण = છિદ્રમાંથી उदयं = પાણીને आसवमाणं पेहाए = આવતું જોઈને उवरुवरिं = ઉત્તરોત્તર આવતા પાણીથી णावं = નાવને कज्जलावेमाणं = ભરાતી, ડૂબતી पेहाए = જોઈને परं = બીજા ગૃહસ્થની उवसंकमित्तु = પાસે જઈને एयप्पगारं = આ પ્રમાણે मणं वा वायं = મન કે વચનને पुरओ कट्टु णो विहरेज्जा = મુખ્ય કરીને વિચરણ કરે નહિ अप्पुस्सुए = શરીર કે ઉપકરણ પર મમત્વ રાખ્યા વિના अबहिलेस्से = જેની લેશ્યા સંયમથી બહાર નથી एगंतगएणं = રાગ, દ્વેષ રહિત થઈને अप्पाणं = આત્માને, મમત્વ ભાવને विओसेज्ज = છોડીને समाहीए = રત્નત્રયમાં લીન થઈને.
ભાવાર્થ :– નાવમાં બેઠેલા સાધુ કે સાધ્વી નાવના છિદ્રમાંથી આવતા પાણીને જોઈને, ઉત્તરોત્તર આવતા પાણીથી નાવને ભરાતી જોઈને, નાવિક પાસે જઈને આ પ્રમાણે કહે નહિ કે– હે આયુષ્યમન્ ગૃહસ્થ !
તમારી આ નાવમાં છિદ્રમાંથી પાણી આવી રહ્યું છે, નાવ પાણીથી ઉત્તરોત્તર ભરાઈ રહી છે. આ પ્રમાણે મન કે વચનનો પ્રયોગ કર્યા વિના, શરીર તથા ઉપકરણો પરના મમત્વ ભાવને છોડીને, પોતાની લેશ્યાને–આત્મ પરિણામોને સંયમબાહ્ય પ્રવૃત્તિમાં જોડે નહીં અર્થાત્ સંયમ ભાવમાં સ્થિર રહીને, રાગ–દ્વેષથી રહિત થઈને, દેહરાગ છોડીને, સમાધિભાવમાં સ્થિત થાય, આ રીતે નાવ દ્વારા પાર કરવા યોગ્ય પાણીને યતનાપૂર્વક પાર કરે.
18
19
149
વિવેચન :–
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સાધુના માર્ગમાં કોઈ નદી આવે, ગંતવ્ય સ્થાને પહોંચવા માટે અન્ય માર્ગ ન હોય, તે નદીને નૌકા વિના પાર કરી શકાય તેમ ન હોય, તો સાધુ પોતાની મર્યાદા પ્રમાણે વિવેક સહ યતનાપૂર્વક નૌકાનો ઉપયોગ કરી શકે છે.
સૂત્રકારે સાધુને નૌકા આરોહણ વિષયક ચાર બાબતોનો વિવેક પ્રદર્શિત કર્યો છે.
(1) નૌકામાં ચઢતાં પહેલાં :– સાધુને નદી કિનારે ઊભેલા જોઈને કોઈ ગૃહસ્થ સાધુને માટે નૌકા ખરીદે, ઉધાર લે, નાવિકને પૈસા આપે, સાધુને બેસાડવા માટે નાવિક નૌકાને જલમાંથી સ્થળમાં લઈને આવે કે સ્થલમાંથી જલમાં લઈને જાય, નૌકાને કીચડમાંથી ખેંચીને બહાર કાઢે, ઇત્યાદિ પ્રવૃત્તિના માધ્યમથી સાધુના નિમિત્તે આરંભ સમારંભ કરે, તો તથાપ્રકારની નૌકામાં સાધુ બેસે નહીં, પરંતુ જે નૌકા પહેલેથી પાણીમાં હોય, જે નૌકા સામે કિનારે જઈ રહી હોય, તો તેવી નૌકામાં બેસવા માટે સાધુ સ્વયં યાચના કરે અને નાવિક સાધુને વિનામૂલ્યે લઈ જવા તૈયાર હોય, તો સાધુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૌકા પર આરોહણ કરે.
(ર) નૌકામાં ચઢતા સમયે :– નૌકામાં ચઢતા પહેલાં સાધુ એકાંત સ્થાનમાં(એકબાજુ) જઈને પોતાના ભંડોપકરણને એકત્રિત કરીને બાંધી લે. પોતાના મસ્તકથી લઈને પગ સુધી આખા શરીરનું પ્રમાર્જન કરીને ભંડોપકરણ શરીર પર બાંધે, પછી સાગારી સંથારો કરીને વિવેકપૂર્વક એક પગ પાણીમાં મૂકીને પછી બીજો પગ સ્થલમાં રાખીને યતનાપૂર્વક તિર્યગ્ગામિની–પ્રવાહને કાપીને સામે કિનારે જતી નૌકામાં ચઢે.
(3) નૌકામાં બેઠા પછી :– નાવિક સાધુને દોરડુ બાંધવાનું, ખોલવાનું, હલેસા મારવાનું આદિ નૌકા સંબંધી કોઈ પણ કાર્ય કરવાનું કહે, તો સાધુ તેનો સ્વીકાર ન કરે. નૌકા ચલાવવાની પ્રત્યેક પ્રવૃત્તિથી અપ્કાય જીવોની તેમજ છકાય જીવોની વિરાધના–કિલામના થાય છે, તેથી સાધુ તે પાપજન્ય પ્રવૃત્તિનો સ્વીકાર ન કરે. નૌકા સંબંધી સર્વ વ્યવહારોથી નિર્લિપ્ત રહી સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભાવોમાં સ્થિર રહે.
(4) દુર્ધટના સમયે :– નૌકા યાત્રા દરમ્યાન ક્યારેક અચાનક કોઈ દુર્ઘટના થાય, નૌકામાં છિદ્ર પડી જાય, પાણી ભરાઈ જાય, નૌકા ડોલવા લાગે, ડૂબવાની તૈયારી હોય, ત્યારે સાધુ ગભરાય નહીં, સાધુને ગભરાયેલા જોઈને લોકો વધુ ભયભીત થાય છે. સાધુ પોતાના શરીરનો, ઉપકરણોનો કે જીવનનો મોહ છોડીને સમાધિમરણની ભાવનાથી સમભાવમાં, આત્માના એકત્વભાવમાં તલ્લીન બની જાય.
આ રીતે સાધુ સજાગપણે, વિવેકપૂર્વક, જિનાજ્ઞા અનુસાર નૌકા દ્વારા નદી પાર કરે.
બૃહદ્કલ્પ વૃત્તિ તથા નિશીથ ચૂર્ણિમાં નૌકારોહણ સંબંધી વિસ્તૃત વર્ણન છે.
एगाभोयं भंडगं करेज्जा :– પાત્રાને ભેગા કરી બાંધે, અન્ય સર્વ ઉપધિને પણ સારી રીતે બાંધી દે.
નિશીથ ચૂર્ણિમાં આ રીતે ઉપકરણોને બાંધવાનું કારણ બતાવ્યું છે કે– કદાચ કોઈ દ્વેષી કે વિરોધી નાવમાં બેઠેલા સાધુને પાણીમાં ફેંકી દે તો સાધુ મગરમચ્છના ભયથી ભેગા કરેલા પાત્ર ઉપર ચઢી શકે છે, ભેગા કરેલા પાત્રોને છાતીએ બાંધી દે તો તે તરી પણ શકે છે. નાવ નષ્ટ થવા પર પણ સાધુ પાત્રના કારણે તે પાણી ઉપર તરી શકે છે.
एगं पायं जले किच्चा :– એક પગ જલમાં અને એક પગ સ્થલમાં અર્થાત્ આકાશમાં અદ્ધર રાખીને ચાલે અર્થાત્ પગ ઉપાડીને ચાલે. પાણીને ચીરીને ચાલતા અપ્કાયના જીવોની વિશેષ વિરાધના થાય છે, તેથી સાધુ એક એક પગ ક્રમશઃ ઉપાડીને વિવેકપૂર્વક મૂકે.
અધ્યયન–3 : ઉદ્દેશક–1
150 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ णो णावाओ पुरओ दुरुहेज्जा :– અહીં दुरुहेज्जा શબ્દ બેસવા માટે છે. સાધુ નાવના આગળના ભાગમાં ન બેસે કારણ કે તે દેવતાનું સ્થાન મનાય છે. તેમજ નાવિક દ્વારા ઉપદ્રવની સંભાવના રહે છે તથા અન્ય મુસાફરોની આગળ બેસવાથી અન્ય પ્રવૃત્તિ વિષયક ઝઘડો પણ થઈ શકે છે તેથી આગળ બેસે નહિ.
નાવની પાછળ બેસવાથી પાણીના ઉછળતા પ્રવાહને જોઈને પડી જવાની સંભાવના રહે છે. તેમજ ત્યાં નાવિક બેસે છે, તેને તે મુખ્યસ્થાન માને છે, માટે પાછળ પણ બેસે નહીં. મધ્યમાં નાવની વચોવચ્ચ કૂપ સ્થાન(નૌકાના વચલા સઢનો થાંભલો) હોય છે અને તેની આજુ બાજુ આવવા જવાનો રસ્તો હોય છે, તેથી ત્યાં પણ બેસે નહિ. સાધુ નાવિકને તેમજ અન્ય યાત્રાળુઓને કોઈ પણ પ્રકારે તકલીફ ન થાય તે રીતે પોતાને યોગ્ય સ્થાનમાં શાંત ચિત્તે બેસે.