This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
21
22
133
સંસ્તારકને પાછા આપવાનો વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारगं पच्चप्पिणित्तए । से जं पुण संथारगं जाणेज्जा– सअंडं जाव ससंताणगं, तहप्पगारं संथारगं णो पच्चप्पिणेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી(પાઢીહારો લાવેલો) સંથારો–પથારી દાતાને પાછા આપવા ઇચ્છે ત્યારે તે સંથારામાં કીડી આદિના ઈંડા કે કરોળિયાના જાળા આદિ હોય, તો તે સમયે તે સંથારો પાછો આપે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारगं पच्चप्पिणित्तए । से जं पुण संथारगं जाणेज्जा– अप्पंडं जाव संताणगं, तहप्पगारं संथारगं पडिलेहिय पडिलेहिय पमज्जिय–पमज्जिय आयाविय–आयाविय विहुणिय–विहुणिय तओ संजयामेव पच्चप्पिणेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાઢીહારો લાવેલો સંથારો દાતાને પાછા આપવા ઇચ્છે, ત્યારે જાણે કે તે સંથારો કીડી આદિના ઈંડા કે કરોળિયાના જાળાથી રહિત છે, તો તેવા પ્રકારના સંથારાનું સારી રીતે પડિલેહણ તથા પ્રમાર્જન કરે. આવશ્યક હોય તો સૂર્યના તાપમાં તપાવીને તેમજ યત્નાપૂર્વક ખંખેરીને ત્યાર પછી ગૃહસ્થને વિવેક સહિત પાછો આપે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સંથારાને પાછા આપવાના સમયનો સાધુનો વિવેક પ્રદર્શિત કર્યો છે.
(1) પાઢીહારો સંથારો જો જીવજંતુવાળા હોય, તો તે સમયે તેને પાછો આપે નહિ.
(ર) જો તે સંથારો જીવજંતુઆદિથી રહિત હોય તોપણ તેને જોયા વિના પાછો આપે નહિ.
(3) સંથારાને પાછો સોંપતા પહેલા સારી રીતે જોઈને, ખંખેરીને, જીવ–જંતુથી રહિત કરે. જો તેમાં સૂક્ષ્મ જીવજંતુ ભરાઈને બેસી ગયા હોય, ખંખેરવાથી નીકળ્યા ન હોય, તો સંસ્તારકને સૂર્યના તાપમાં તપાવે, જેથી તેમાં ભરાઈને રહેલા જીવો બહાર નીકળી જાય છે. આ રીતે પૂર્ણ પણે જીવરહિત, શુદ્ધ કરીને સારી સ્થતિમાં તેને પાછો આપે.
પ્રસ્તુત સૂત્રો દ્વારા સાધુ જીવનની વ્યવહાર શુદ્ધિ પ્રગટ થાય છે. જો સંસ્તારકને સાફ કર્યા વિના જ ગૃહસ્થને પાછો આપે, તો ગૃહસ્થ તેની સાફ–સફાઈ અયતનાપૂર્વક કરે, તેનાથી સાધુને પશ્ચાત્કર્મ દોષ લાગે તેમજ ગૃહસ્થને ક્યારેક સાધુ પ્રતિ રોષ કે અભાવ પણ થાય, તેથી ગૃહસ્થ પાસેથી લીધેલી પાીહારી કોઈ પણ વસ્તુ સાધુ–સાધ્વીએ વ્યવસ્થિત રૂપે યથાસમયે પાછી સોંપવી જોઈએ.
સાધુના ઉપરોક્ત પ્રકારના ઔચિત્ય પાલનથી અહિંસા અને સંયમનું પાલન થાય છે અને ગૃહસ્થને સાધુ પ્રતિ શ્રદ્ધાભાવ અખંડ રહે છે.
સ્થંડિલભૂમિ પ્રતિલેખના :–
से भिक्खू वा भिक्खुणी वा समाणे वा वसमाणे वा गामाणुगामं दूइज्जमाणे वा पुव्वामेव पण्णस्स उच्चार–पासवणभूमिं पडिलेहेज्जा । 23
24
25
અધ્યયન–ર : ઉદ્દેશક–3
134 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ केवली बूया– आयाणमेयं । अपडिलेहियाए उच्चार–पासवणभूमीए, भिक्खू वा भिक्खुणी वा राओ वा वियाले वा उच्चार–पासवणं परिठ्ठवेमाणे पयलेज्ज वा पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा पवडमाणे वा हत्थं वा पायं वा जाव लूसेज्जा; पाणाणि वा जाव ववरोएज्जा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा, एस हेऊ, एस कारणं, एस उवएसो, जं पुव्वामेव पण्णस्स उच्चार–पासवणभूमिं पडिलेहेज्जा । ભાવાર્થ :– પ્રજ્ઞાવંત સાધુ કે સાધ્વી સ્થિરવાસ રહેવા માટે, ચાતુર્માસ કલ્પ રહેવા માટે અથવા ગ્રામાનુગ્રામ વિહાર કરતા માસ કલ્પ રહેવા માટે મકાન ગ્રહણ કરે ત્યારે તેની સાથે ઉપાશ્રયની નજીકમાં સ્થંડિલભૂમિ– મળ–મૂત્રના ત્યાગની જગ્યાને પહેલેથી જ સારી રીતે જોઈ લેવી જોઈએ, કારણ કે
સ્થંડિલભૂમિનું પ્રતિલેખન ન કરવું, તે કર્મબંધનું કારણ છે તેમ કેવળી ભગવાને કહ્યું છે.
પ્રતિલેખન વિનાની સ્થંડિલ ભૂમિમાં કોઈ પણ સાધુ કે સાધ્વી રાત્રિમાં કે વિકાલમાં મળ મૂત્રાદિ પરઠવા જતાં લપસી જાય કે પડી જાય, તેના હાથ–પગ વગેરે શરીરાવયવ પર ચોંટ લાગે, હાડકા ભાંગે અને ત્યાં રહેલા પ્રાણી ભૂત, જીવ કે સત્ત્વોની હિંસા થાય છે.
તેથી તીર્થંકરાદિ આપ્ત પુરુષોએ પહેલેથી જ ભિક્ષુઓ માટે આ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે
સાધુએ ઉપાશ્રયમાં રહેતા પહેલાં મળ, મૂત્રના ત્યાગની જગ્યાનું અવશ્ય પ્રતિલેખન કરી લેવું જોઈએ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સ્થંડિલભૂમિના પ્રતિલેખનનું મહત્ત્વ સમજાવ્યું છે. સાધુએ પોતાના નિવાસ સ્થાનમાં સ્થંડિલભૂમિની પ્રતિલેખના કરવી, તે સાધુ સમાચારીનું મહત્ત્વપૂર્ણ અંગ છે. તેની ઉપેક્ષા કરનાર સાધુ સ્વ–પર વિરાધના અને સંયમવિરાધના કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્થંડિલ ભૂમિની શુદ્ધિ માટે દશ બોલનું કથન છે– (1) જ્યાં લોકોનું આવાગમન ન હોય, કોઈની દષ્ટિ પડતી ન હોય ( ર) જે જગ્યાનો ઉપયોગ કરવાથી બીજાને કષ્ટ કે નુકશાન થતું ન હોય (3) જે ભૂમિ સમ હોય અર્થાત્ ઊંચી–નીચી ન હોય (4) જ્યાં ઘાસ કે પાંદડા ન હોય કે ભૂમિ પોલાણવાળી ન હોય. (પ) નિકટ કાલમાં અચિત્ત થયેલી ભૂમિ હોય (6) તે જગ્યા અતિ સાંકડી ન હોય (7) જે ભૂમિ ચાર અંગુલ પ્રમાણ નીચે સુધી અચિત્ત હોય (8) ગામથી દૂર હોય (9) ઉંદર આદિના દર ન હોય અને (10) જ્યાં ત્રસ પ્રાણી કે બીજ વગેરે ન હોય.
આ દશ બોલથી વિશુદ્ધ સ્થંડિલભૂમિમાં પરઠવાની અનિવાર્ય ક્રિયા સાધુ નિર્દોષ રૂપે કરી શકે છે.
શયન વિધિ વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा सेज्जासंथारगभूमिं पडिलेहित्तए , अण्णत्थ आयरिएण वा उवज्झाएण वा जाव गणावच्छेइएण वा; बालेण वा वुड्ढेण वा सेहेण वा गिलाणेण वा आएसेण वा; अंतेण वा मज्झेण वा समेण वा विसमेण वा पवाएण वा णिवाएण वा; तओ संजयामेव पडिलेहिय–पडिलेहिय पमज्जिय–पमज्जिय बहुफासुयं सेज्जासंथारगं संथरेज्जा । 26
135
ભાવાર્થ :– સાધુ કે સાધ્વીને શય્યા–સંસ્તારક(પથારી) પાથરવાની ઇચ્છા હોય, તો તેઓ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર, ગણાવચ્છેદક, બાળ સાધુ, વૃદ્ધ, શૈક્ષ(નવદીક્ષિત), ગ્લાન તેમજ અતિથિ સાધુની જગ્યાને છોડીને અર્થાત્ આચાર્યાદિ સાધુઓ પોતાની જગ્યા નક્કી કરીને પથારી કરી લે, ત્યાર પછી(સાધુ–સાધ્વી) પોતાની જગ્યા ગ્રહણ કરે. ઉપાશ્રયની અંદર, વચ્ચે, સમ કે વિષમ સ્થાનમાં, હવાવાળી જગ્યામાં કે હવારહિતની જગ્યામાં ઉપરોક્ત સાધુઓના સ્થાન ગ્રહણ કર્યા પછી ભૂમિનું સારી રીતે યતનાપૂર્વક પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને પૂર્ણતઃ પ્રાસુક શય્યાસંસ્તારકને યત્નાપૂર્વક બિછાવે.
से भिक्खू वा भिक्खुणी वा बहुफासुयं सेज्जासंथारगं संथरित्ता अभिकंखेज्जा बहुफासुए सेज्जासंथारए दुरुहित्तए । से भिक्खू वा भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए दुरुहमाणे, से पुव्वामेव ससीसोवरियं कायं पाए य पमज्जिय पमज्जिय तओ संजयामेव बहुफासुए सेज्जासंथारए दुरुहेज्जा, दुरुहेत्ता तओ संजयामेव बहुफासुए सेज्जासंथारए सएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પૂર્ણ રીતે પ્રાસુક શય્યા સંથારાને વિધિપૂર્વક પાથરીને તેના પર શયન કરવાની ઇચ્છા કરે, ત્યારે તેના ઉપર બેસતાં કે સૂતાં પહેલા મસ્તકથી લઈને પગ સુધીના શરીરના સર્વ અવયવોનું સારી રીતે પ્રમાર્જન કરીને પછી યત્નાપૂર્વક તે પ્રાસુક શય્યા–સંથારા ઉપર બેસે અને ત્યાર પછી યત્નાપૂર્વક શયન કરે.
से भिक्खू वा भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए सयमाणे णो अण्णमण्णस्स हत्थेण हत्थं, पाएण पायं, काएण कायं आसाएज्जा । से अणासायमाणे तओ संजयामेव बहुफासुए सेज्जासंथारए सएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પૂર્ણ રીતે પ્રાસુક શય્યા–સંથારા ઉપર સૂવે ત્યારે પરસ્પર એકબીજાના હાથથી હાથનો, પગથી પગનો અને શરીરથી શરીરનો સ્પર્શ કરીને આશાતના કરે નહિ. એકબીજાની આશાતના કર્યા વિના યત્નાપૂર્વક પ્રાસુક શય્યા–સંથારા ઉપર શયન કરે.
से भिक्खू वा भिक्खुणी वा ऊसासमाणे वा णीसासमाणे वा कासमाणे वा छीयमाणे वा जंभायमाणे वा; उड्डुए वा वायणिसग्गे वा करेमाणे पुव्वामेव आसयं वा पोसयं वा पाणिणा परिपिहेत्ता तओ संजयामेव ऊससेज्ज वा जाव वायणिसग्गं वा करेज्जा । શબ્દાર્થ :– कासमाणे = ખાંસી–ઉધરસ ખાતાં छीयमाणे = છીંક ખાતાં जंभायमाणे = બગાસું ખાતાં उड्डुए = ઓડકાર ખાતાં वायणिसग्गे वा करेमाणे = અધોવાયુ છોડતાં पुव्वामेव = પહેલાં જ आसयं = મુખને पोसयं = ગુદાને पाणिणा = હાથથી परिपिहेत्ता = ઢાંકીને.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી શય્યા–સંસ્તારક પર સૂતા હોય કે બેઠા હોય ત્યારે ઉશ્વાસ અને નિશ્વાસ લેતાં, ઉધરસ ખાતાં, છીંક ખાતાં કે બગાસું ખાતાં, ઓડકાર ખાતાં અથવા અધોવાયુ છોડતાં પહેલાં જ મુખને કે ગુદાને હાથથી સારી રીતે ઢાંકીને યત્નાપૂર્વક ઉચ્છવાસાદિ છોડે અથવા અપાનવાયુને છોડે.
27
28
29
અધ્યયન–ર : ઉદ્દેશક–3
136 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે શય્યા સંસ્તારકના ઉપયોગના વિષયમાં વિવેક પ્રદર્શિત કર્યો છે.
(1) આચાર્યાદિ અગિયાર વિશિષ્ટ સાધુઓ માટે શય્યા–સંથારાની ભૂમિને છોડીને શેષભૂમિમાં યત્નાપૂર્વક બહુ પ્રાસુક શય્યા સંથારાને પાથરે.
સાધુની પ્રત્યેક ક્રિયામાં રત્નાધિક સાધુઓનો વિનય તથા સહવર્તી તપસ્વી, ગ્લાન, શૈક્ષ–નવદીક્ષિત કે અતિથિ સાધુઓ પ્રતિ સદ્ભાવ જરૂરી છે, તેથી ગુરુકુળવાસી સર્વ સહવર્તી સાધુઓની અનુકૂળતાને લક્ષમાં રાખીને પોતાની પથારી પાથરે છે. તેનાથી પારસ્પરિક પ્રેમ અને વાત્સલ્યભાવ અભિવ્યક્ત થાય છે.
(ર) શય્યા–સંથારા ઉપર બેસતા સમયે મસ્તકથી લઈને પગ સુધીનું પ્રમાર્જન કરે, જેથી શરીર પર કોઈ ક્ષુદ્ર જંતુઓ ચઢી ગયા હોય, તો તેની રક્ષા થાય છે.
(3) યત્નાપૂર્વક શય્યા–સંથારા ઉપર સૂવાના સમયે કે સૂતા પછી ઊંઘમાં પોતાના હાથ, પગ અને શરીર અન્ય સાધુના હાથ, પગ અને શરીરને અડી ન જાય, અથડાઈ ન જાય, તેનું ધ્યાન રાખે.
આવા પ્રકારની પ્રવૃત્તિથી અન્ય સાધુની આશાતના થાય છે તથા શારીરિક કુચેષ્ટા તથા અવિનય પ્રગટ થાય છે. તેનાથી મનોવૃત્તિની ચંચળતા અને મોહનીય કર્મની ઉદીરણા થાય છે તેથી સાધુ શયન સમયે અન્ય સાધુઓના શરીરનો સ્પર્શ ન થાય, તે રીતે વિવેકપૂર્વક અનુકૂળતા પ્રમાણે જગ્યા રાખીને સૂએ, અત્યંત નજીક ન સૂએ.
(4) સૂવાના સમયે શય્યા ઉપર બેઠા પછી કે શરીર લંબાવ્યા પછી જો દીર્ઘ શ્વાસોચ્છ્વાસ લેવા મૂકવાના સમયે તથા ઉધરસ, છીંક, બગાસું, ઓડકાર, અધોવાયુ છૂટવા વગેરે શરીર સંબંધી સ્વાભાવિક થતી ક્રિયાઓના વેગ સમયે હાથથી તે સ્થાનને ઢાંકીને યતનાપૂર્વક તે ક્રિયાઓ કરે. આ રીતે કરવામાં વાયુકાયના જીવોની યતના થાય છે અને સાધુનો વિવેક જળવાય રહે છે.
આ રીતે સાધુની કોઈ પણ ક્રિયા કર્મબંધનું કારણ ન બને, તે માટે સાધુ હંમેશાં સજગ અને સાવધાન રહે છે.
શય્યા સમભાવ :–
से भिक्खू वा भिक्खुणी वा समा वेगया सेज्जा भवेज्जा, विसमा वेगया सेज्जा भवेज्जा, पवाया वेगया सेज्जा भवेज्जा, णिवाया वेगया सेज्जा भवेज्जा, ससरक्खा वेगया सेज्जा भवेज्जा, अप्पससरक्खा वेगया सेज्जा भवेज्जा, सदंस–मसगा वेगया सेज्जा भवेज्जा, अप्पदंस–मसगा वेगया सेज्जा भवेज्जा, सपरिसाडा वेगया सेज्जा भवेज्जा, अपरिसाडा वेगया सेज्जा भवेज्जा, सउवसग्गा वेगया सेज्जा भवेज्जा, णिरुवसग्गा वेगया सेज्जा भवेज्जा, तहप्पगाराहिं सेज्जाहिं संविज्जमाणाहिं पग्गहियतरागं विहारं विहरेज्जा । णो किंचि वि गिलाएज्जा । શબ્દાર્થ :– वेगया = કોઈ સમયે, ક્યારેક समासेज्जा भविज्जा = સમ શય્યા મળે છે विसमा = વિષમ ससरक्खा = રજયુક્ત, ધૂળ ભરેલી શય્યા सपरिसाडा = ચૂના માટી ખરતા હોય તેવી જીર્ણ–શીર્ણ 30
137
શય્યા अपरिसाडा = મજબૂત શય્યા संविज्जमाणाहिं = જે જેવી શય્યા પ્રાપ્ત થાય पग्गहियतरागं = તેને ગ્રહણ કરીને, તેમાં વિશુદ્ધ ભાવોથી विहारं विहरेज्जा = સમાધિપૂર્વક રહે णो किंचि वि गिलाएज्जा = તેમાં જરા માત્ર પણ ખેદ પામે નહિ.
ભાવાર્થ :– સંયમશીલ સાધુ કે સાધ્વી સમાન શય્યા(સમથળ ભૂમિ) મળે; વિષમ શય્યા મળે, હવાવાળી જગ્યા મળે, હવા વગરની જગ્યા મળે, ધૂળવાળો ઉપાશ્રય મળે, ધૂળ રહિત સ્વચ્છ સ્થાન મળે; ડાંસ, મચ્છરાદિ હોય તેવું સ્થાન મળે, ડાંસ મચ્છરાદિથી રહિત સ્થાન મળે; જીર્ણ, શીર્ણ, ધૂળ આદિ ખરતા હોય તેવું મકાન મળે, નવું સુંદર મકાન મળે; ઉપસર્ગવાળી જગ્યા મળે, ઉપસર્ગ રહિતની જગ્યા મળે; આ સર્વ પ્રકારની સમ, વિષમાદિ જે પ્રકારની શય્યા(સ્થાન) મળે તેમાં સાધુ સમભાવ રાખીને રહે, પરંતુ મનમાં જરા પણ ખેદ કે ગ્લાનિનો અનુભવ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુને શય્યાના વિષયમાં પૂર્ણ રીતે સમભાવ રાખવાનું સૂચન છે.
સાધુ જીવનમાં કેટલા ય ઉતાર–ચઢાણ આવે છે. સાધુને રહેવા માટે ક્યારેક સારું, સુંદર, હવાવાળું, સ્વચ્છ, નવું, રંગરોગાન કરેલું, મચ્છરાદિના ઉપદ્રવોથી રહિત, શાંત, એકાંત, સ્થાન મળે તો ક્યારેક બિલકુલ ખંડેર જેવું, કે ઠંડીની ૠતુમાં ચારેબાજુથી ખુલ્લું અથવા ગરમીની ૠતુમાં ચારે બાજુથી બંધ, કચરાવાળું, ડાંસ, મચ્છરથી યુક્ત, જીર્ણ,શીર્ણ મકાન મળે છે. આ રીતે અનુકૂળતા કે પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં સાધુની ધૈર્યતાની, સમભાવની, સહિષ્ણુતાની કસોટી થાય છે. સ્થાન સારું કે ખરાબ મળે તે સમયે સાધુ હર્ષ કે શોક કરે નહિ, પરંતુ શાંતિ અને સમતાપૂર્વક किमेग राइं करिस्सइ एवं तत्थ अहियासए = એક રાત્રિમાં શું થઈ જવાનું છે તેમ વિચારીને સાધુ દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખે છે. પ્રશસ્ત શય્યા ઉપર રાગ થવાથી અને અપ્રશસ્ત શય્યા ઉપર દ્વેષ થવાથી કર્મબંધ થાય છે, તેમ જાણી સાધુ રાગ–દ્વેષના પરિણામોથી દૂર રહે.
ઉપસંહાર :–
एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :– આ શય્યૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે.
તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–ર/3 સંપૂર્ણ ।। ।। બીજું અધ્યયન સંપૂર્ણ ।। 31
અધ્યયન–ર : ઉદ્દેશક–3
138 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ત્રીજું અધ્યયન પરિચય આ અધ્યયનનું નામ ઈર્યા છે.
ईर्या – ईरणं इर्या गमनमित्यर्थः ।ઈર્યા એટલે ગમન કરવું. સાધનાને ગતિશીલ રાખવા માટે આહારાદિની પ્રાપ્તિ માટે કે અન્ય સંયમ વિધિઓના પાલન માટે શાસ્ત્રોક્ત નિયમાનુસાર યતનાપૂર્વક ગમન કરવું, તે ઈર્યા છે.
સત્તર પ્રકારના સંયમના પાલન સાથે સમ્યક પ્રકારે ગતિ કરવી, તે ઈર્યા સમિતિ છે. તેના ચાર ભેદ છે– (1) આલંબન ( ર) કાલ (3) માર્ગ (4) યતના.
1. શાસન, સંઘ, ગચ્છ આદિની સેવાના પ્રયોજનથી કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે જ સાધુ ગમનાગમન કરે છે. ર. ગતિ કરવા યોગ્ય કાલમાં અર્થાત્ ઈર્યા સમિતિનું પાલન થઈ શકે તેવો સૂર્યનો પ્રકાશ થાય, ત્યાર પછી જ સાધુ ગમનાગમનની ક્રિયાઓ કરે છે. 3. સાધુ ગમન યોગ્ય સુમાર્ગ પર ગમન કરે. 4. જીવદયાની ભાવનાથી છકાય જીવોની રક્ષા કરતાં યતનાપૂર્વક ગમન કરે છે.
ધર્મ અને સંયમના આધારભૂત શરીરની સુરક્ષા માટે પિંડ અને શય્યાની જેમ ઈર્યાની પણ આવશ્યકતા છે. પહેલા બે અધ્યયનોમાં પિંડવિશુદ્ધિ અને શય્યાવિશુદ્ધિના ગુણદોષોને કહ્યા છે. તે જ રીતે આ અધ્યયનમાં ઈર્યા વિશુદ્ધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ઈર્યા અધ્યયનના ત્રણ ઉદ્દેશક છે.
પ્રથમ ઉદ્દેશકમાં વર્ષાકાળમાં એક સ્થાનમાં નિવાસ તથા શેષકાળમાં વિહારના ગુણદોષોનું નિરૂપણ છે. તે ઉપરાંત વર્ષાવાસ યોગ્ય ક્ષેત્ર, નૌકારોહણની વિધિ વગેરે વિષયોનું વર્ણન છે.
બીજા ઉદ્દેશકમાં નૌકારોહણમાં આવતા ઉપસર્ગો અને તે સમયે સાધુના કર્તવ્યો, થોડા પાણીમાં ચાલવાની યતના તથા સાધુને વિષમ માર્ગમાં જવાનો નિષેધ; વગેરે વિષયોનું કથન કર્યું છે.
ત્રીજા ઉદ્દેશકમાં વિહાર સમયે સાધુ માટે પ્રેક્ષા સંયમ, ભાષા સંયમ, રત્નાધિકો સાથેનો વિનય વ્યવહાર તેમજ ચોર–લૂંટારા આદિના ભયજનક પ્રસંગોમાં સાધુને નિર્ભયતાપૂર્વક સમભાવમાં રહેવાનું સૂચન કર્યું છે.
આ રીતે ઈર્યા–ગમનાગમનની વિસ્તૃત વિધિ પ્રદર્શિત કરતું આ અધ્યયન પૂર્ણ થાય છે.
139
ત્રીજું અધ્યયન : ઈર્યા પ્રથમ ઉદ્દેશક |
વર્ષાવાસ–વિહારચર્યા :–
से भिक्खु वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा– अब्भुवगए खलु वासावासे अभिपवुठ्ठे, बहवे पाणा अभिसंभूया, बहवे बीया अहुणुब्भिण्णा, अंतरा से मग्गा बहुपाणा बहुबीया जाव संताणगा, अणभिकंता पंथा, णो विण्णाया मग्गा, सेवं णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा, तओ संजयामेव वासावासं उवल्लिएज्जा । શબ્દાર્થ :– अब्भुवगए = અભ્યુદ્ગતઃ – નજીક આવી ગયો છે अभिपवुठ्ठे = વરસાદ થઈ ગયો છે बहवे पाणा = ઘણાં વિકલેન્દ્રિય પ્રાણીઓ अभिसंभूया = ઉત્પન્ન થઈ ગયા છે बहवे बीया = ઘણા બીજો अहुणुब्भिण्णा = અંકુરિત થઈ ગયા છે ( અંકુરા ઊગી ગયા છે) अणभिक्कंता पंथा = લોકોના ગમનાગમનના અભાવે રસ્તો અટકી ગયો છે णो विण्णाया मग्गा = રસ્તો દેખાતો ન હોય वासावासं = ચોમાસા યોગ્ય ક્ષેત્રમાં, વર્ષાકાળ उवल्लिएज्जा = રહી જાય, રોકાઈ જાય.
ભાવાર્થ :– સાધુ–સાધ્વી આ પ્રમાણે જાણે કે વર્ષાવાસનો સમય નજીક આવી ગયો છે અને વરસાદ થઈ ગયો છે, તેથી રસ્તામાં ઘણા જીવો ઉત્પન્ન થઈ ગયા છે તથા ઘણા બીજ ઊગી ગયા છે; માર્ગ ઘણા પ્રાણી, ઘણા બીજ યાવત્ કરોળિયાના જાળા આદિથી યુક્ત થઈ ગયો છે; વરસાદના કારણે રસ્તા ચાલવા યોગ્ય રહ્યા નથી, માર્ગનો ખ્યાલ આવતો નથી; આ પ્રકારની પરિસ્થિતિને જાણીને સાધુ એક ગામથી બીજે ગામ વિહાર કરે નહિ, પરંતુ યતનાપૂર્વક ચાતુર્માસ માટે એક સ્થાને રહી જાય.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा– गामं वा जाव रायहाणिं वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिंसि वा णो महई विहारभूमी, णो महई वियारभूमी, णो सुलभे पीढ–फलग–सेज्जा–संथारए, णो सुलभे फासुए उंछे अहेसणिज्जे, बहवे जत्थ समण–माहण–अतिहि–किवण–वणीमगा उवागया उवागमिस्संति य, अच्चाइण्णा वित्ती, णो पण्णस्स णिक्खमणपवेसाए जाव चिंताए । सेवं णच्चा तहप्पगारं गामं वा णगरं वा जाव रायहाणिं वा णो वासावासं उवल्लिएज्जा । ભાવાર્થ :– વર્ષાવાસ રહેનાર સાધુ કે સાધ્વી તે ગામ યાવત્ રાજધાનીની પરિસ્થિતિ સારી રીતે જાણી લે, જેમ કે– આ ગામ કે નગરમાં યાવત્ રાજધાનીમાં એકાંત સ્વાધ્યાય કરવા માટે કોઈ વિશાળ જગ્યા નથી, ગામ આદિની બહાર સ્થંડિલભૂમિ– મળ–મૂત્રના ત્યાગ માટેની યોગ્ય જગ્યા નથી, અહીં 1
2
અધ્યયન–3 : ઉદ્દેશક–1
140 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ લોકો પાસે બાજોઠ, પાટિયા, શય્યા, સંસ્તારક આદિ સરળતાથી પ્રાપ્ત થઈ શકતા નથી, પ્રાસુક અને નિર્દોષ આહાર મળવો પણ અહીં સુલભ નથી, તે ઉપરાંત અહીં ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર અને ભિખારી આવેલા છે અને બીજા પણ આવવાના છે. આ રીતે ભિક્ષાચરોથી આ ગ્રામ આદિ આકીર્ણ છે, અહીં રસ્તાઓ ઘણી ભીડવાળા છે, તેથી સાધુ–સાધ્વીને ગોચરી, સ્વાધ્યાયાદિ આવશ્યક કાર્ય માટે નીકળવું કે પ્રવેશવું મુશ્કેલ છે યાવત્ સ્વાધ્યાયાદિ માટે પણ(આ ગામ) યોગ્ય નથી, તો તેવા ગામાદિમાં સાધુ, સાધ્વી ચાતુર્માસ માટે રહે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा– गामं वा जाव रायहाणिं वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिंसि वा महई विहारभूमी, महई वियारभूमी, सुलभे जत्थ पीढ–फलग–सेज्जा–संथारए, सुलभे फासुए उंछे अहेसणिज्जे, णो जत्थ बहवे समण जाव उवागमिस्संति य, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमण पवेसाए जाव चिंताए, सेवं णच्चा तहप्पगारं गामं वा जाव रायहाणिं वा तओ संजयामेव वासावासं उवल्लिएज्जा । ભાવાર્થ :– વર્ષાવાસ કરનાર સાધુ–સાધ્વી જાણે કે આ ગામ યાવત્ રાજધાનીમાં સ્વાધ્યાય યોગ્ય વિશાળ જગ્યા છે; પરઠવા યોગ્ય સ્થંડિલ ભૂમિ છે; બાજોઠ, પાટ–પાટલા, શય્યા–સંસ્તારકાદિ સુલભ છે; પ્રાસુક, નિર્દોષ તેમજ એષણીય આહાર પાણી પણ સુલભ છે અને ઘણા ભિક્ષાચરો ત્યાં આવ્યા નથી અને આવવાના નથી, માટે ભિક્ષાવૃત્તિમાં યાચકોની આકીર્ણતા નથી(અથવા રસ્તાઓ પર લોકોની ભીડ નથી)
યાવત્ ત્યાં સુખપૂર્વક સ્વાધ્યાય થઈ શકે છે, તેવા ગામ યાવત્ રાજધાનીમાં સાધુ કે સાધ્વી વર્ષાવાસ માટે રહે છે.
अह पुणेवं जाणेज्जा– चत्तारि मासा वासाणं वीइक्कंता, हेमंताण य पंच–दस–रायकप्पे परिवुसिए, अंतरा से मग्गा बहुपाणा जाव संताणगा, णो जत्थ बहवे समण जाव उवागमिस्संति य, सेवं णच्चा णो गामाणुगामं दूइज्जेज्जा। શબ્દાર્થ :– वीइक्कंता = પસાર થઈ જવા પર हेमंताण य पंच–दस– रायकप्पे = હેમંતૠતુના પાંચ,દશ દિવસ परिवुसिए = વ્યતીત થયા છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે ચોમાસાના ચાર મહીના પસાર થઈ ગયા છે અને હેમંત–શિષિર ૠતુના પાંચ–દસ દિવસ વ્યતીત થઈ ગયા છે, પરંતુ માર્ગમાં હજુ ઘણા પ્રાણી યાવત્ કરોળીયાના જાળા આદિ છે અને શ્રમણ આદિ ભિક્ષુઓનું આવાગમન પણ થયું નથી, તો સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરે નહીં.
अह पुणेवं जाणेज्जा– चत्तारि मासा वासाणं वीइक्कंता, हेमंताण य पंच–दस–रायकप्पे परिवुसिए, अंतरा से मग्गा अप्पंडा जाव असंताणगा, बहवे जत्थ समण–माहण–अतिहि–किवण–वणीमगा उवागया उवागमिस्संति य । सेवं णच्चा तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે ચોમાસાના ચાર માસ પસાર થઈ ગયા છે અને હેમંતૠતુના પાંચ–દસ દિવસ પણ વ્યતીત થયા છે. હવે માર્ગમાં જીવ–જંતુ અત્યંત અલ્પ થઈ ગયા છે, શ્રમણ, બ્રાહ્મણ આદિનું ગમનાગમન ચાલું થઈ ગયું છે, તો તેમ જાણીને સાધુ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે છે.
3
4
5
141
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ કે સાધ્વીને માટે વર્ષાવાસની ઈર્યા સમિતિના વિવેકનું પ્રતિપાદન છે.
એક વર્ષમાં ત્રણ ચાતુર્માસ થાય છે– (1) ગ્રીષ્મકાલીન ( ર) વર્ષાકાલીન અને (3) હેમંતકાલીન.