This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
પ્રસ્તુત સૂત્રમાં નિર્દોષ ઉપાશ્રય પ્રાપ્ત થયા પછી ત્રણ બાબતો પ્રતિ સાધુનો વિવેક પ્રદર્શિત કર્યો છે– (1) નાનો અને સાંકડો, નીચા દરવાજાવાળો કે નીચી છતવાળો કે અંધારાવાળો ઉપાશ્રય હોય તો તેમાં કારણ વિના રહેવું નહિ. (ર) તેવા નાના મકાનમાં સંન્યાસી વગેરે રહ્યા હોય ત્યાં પણ વિશેષ પરિસ્થિતિ વિના રહેવું નહિ. (3) વિશિષ્ટ કારણવશ આવા ઉપાશ્રયમાં રહેવું પડે તો રાત્રિમાં કે સંધ્યાકાળમાં એટલે અંધારાના સમયે અત્યંત યતનાપૂર્વક ગમનાગમન કરવું. સાધુના ગમનાગમનથી કોઈ વસ્તુ કે વ્યક્તિને જરા પણ ઠેસ ન લાગે, તે માટે હાથ કે રજોહરણથી તપાસીને ચાલવું. જો એ રીતે ચાલે નહિ તો ક્યારેક સાધુના પડી જવાથી અન્ય મતાવલંબી સાધુના ઉપકરણો કે પોતાના ઉપકરણો તૂટી જાય, કોઈ વ્યક્તિની ઉપર પડે, તો તે વ્યક્તિને વાગે, ક્યારેક પોતાને વાગી જાય, આ રીતે અનેક તકલીફ થવાની સંભાવના છે.
આ રીતે બીજા શ્રમણો કે ભિક્ષાચરોને પણ નિર્ગ્રંથ સાધુઓના વ્યવહારથી જરા પણ મનદુઃખ ન થાય, ઘૃણા ન થાય તેમજ પોતાના ઉપકરણો તૂટવાદિથી આર્તધ્યાન ન થાય અને કોઈ જીવોની હિંસા ન થાય, તે રીતે સાધુએ વિવેક અને સાવધાની રાખવી જરૂરી છે. તેમાં જ તેના અહિંસા મહાવ્રતની સુરક્ષા છે.
125
ઉપાશ્રયની યાચના વિધિ :–
से आगंतारेसु वा आरामागारेसु वा, गाहावइक‘लेसु वा, परियावसहेसु वा अणुवीई उवस्सयं जाएज्जा । जे तत्थ ईसरे, जे तत्थ समहिठ्ठाए; ते उवस्सयं अणुण्णवेज्जा– कामं खलु आउसो ! अहालंदं अहापरिण्णायं वसिस्सामो जाव आउसंतो जाव आउसंतस्स उवस्सए जाव साहम्मिया, एतावताव उवस्सयं गिण्हिस्सामो, तेण परं विहरिस्सामो । શબ્દાર્થ :– अणुवीई = વિચાર કરીને ईसरे = તે ઉપાશ્રયના સ્વામી છે समहिठ्ठाए= તેના અધિકારી કાર્યકર્તા હોય कामं = આપની ઇચ્છા અનુસાર अहालंदं = જેટલો સમય તમે કહો अहापरिण्णायं = ઉપાશ્રયનો જેટલો ભાગ આપ દેવા ઇચ્છો છો તેટલા જ ભાગમાં वसिस्सामो = અમે રહીશું जाव साहम्मिया = જેટલા અમે સાધર્મિક સાધુ છીએ एतावताव = એટલા જ उवस्सयं = ઉપાશ્રયને गिण्हिस्सामो = ગ્રહણ કરશું तेण परं = તેટલી ઉત્કૃષ્ટ સીમામાં જ અમોविहरिस्सामो= વિચરણ કરશું, રહેશું.
ભાવાર્થ :– સાધુ ધર્મશાળા, આરામગૃહ, ગૃહસ્થના ઘર, પરિવ્રાજકોના મઠ આદિ સ્થાનોની નિર્દિષ્ટ વિધિ અનુસાર વિચાર કરીને યાચના કરે, જેમ કે– સ્થાનના માલિક અથવા તેના અધિકારી પાસે સ્થાનની આજ્ઞા માંગે અને કહે– હે આયુષ્યમાન ! તમારી ઇચ્છાનુસાર જેટલા સમય સુધી તમે જેટલો ભાગ આપવા ઇચ્છો, તેટલો સમય અને તેટલા સ્થાનમાં અમે રહેશું. ગૃહસ્થ પૂછે કે તમો કેટલા સમય સુધી અહીં રહેશો ? તેના જવાબમાં મુનિ કહે કે આયુષ્યમાન સદ્ગૃહસ્થ ! અમે શેષકાળમાં એક માસ અને ચાતુર્માસમાં ચાર માસ એક જગ્યાએ રહી શકીએ છીએ, પરંતુ તમો જેટલા સમય સુધી, ઉપાશ્રયના જેટલા ભાગમાં રહેવાની આજ્ઞા આપશો, તેટલો સમય તેટલા સ્થાનને ગ્રહણ કરીને અમે જેટલા સાધર્મી સાધુઓ છીએ, તે બધા તમારા દ્વારા આજ્ઞા આપેલી મર્યાદામાં જ રહેશું, વિચરણ કરશું.
से भिक्खू वा भिक्खुणी वा जस्सुवस्सए संवसेज्जा तस्स पुव्वामेव णामगोयं जाणेज्जा, तओ पच्छा तस्स गिहे णिमंतेमाणस्स वा अणिमंतेमाणस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયમાં નિવાસ કરે, તેના માલિકના નામ અને ગોત્રને પહેલેથી જાણી લે. ત્યાર પછી તેના ઘરનું આમંત્રણ મળે કે આમંત્રણ ન મળે, તો પણ તેના ઘરના અશનાદિ ચારે ય પ્રકારના આહારને અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં ઉપાશ્રય યાચનાની પહેલા કે પછીની વ્યાવહારિક વિધિ બતાવી છે. ઉપાશ્રયની યાચના પહેલા સાધુ તે સ્થાનની પ્રાસુકતા, એષણીયતા, નિર્દોષતા તથા ઉપયોગિતાની સારી રીતે તપાસ કરી લે. તે ઉપરાંત તેના સ્વામી તથા સ્વામી દ્વારા રાખેલા અધિકારીની જાણકારી મેળવવી જરૂરી છે કારણ કે કદાચ તે નાસ્તિક હોય, સાધુના દ્વેષી હોય, બીજા સંપ્રદાયના અનુરાગી હોય, તેની આપવાની ઇચ્છા ન હોય, તો સાધુને મુશ્કેલી થાય છે. આ સર્વ બાબતોને જાણીને સાધુને તથા સ્થાનના માલિકને સર્વ પ્રકારની અનુકૂળતા હોય તો જ સાધુ મકાનના માલિક કે અધિકારી પાસેથી ઉપાશ્રયની યાચના કરે. ઉપાશ્રયની 3
4
અધ્યયન–ર : ઉદ્દેશક–3
126 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ યાચના સમયે ઉપાશ્રયના કેટલા ભાગનો ઉપયોગ કરવો અને કેટલો સમય રહેવું, તે ક્ષેત્ર અને કાલની મર્યાદા નિશ્ચિત્ત કરે, પરંતુ મુનિઓની નિશ્ચિત સંખ્યા કહે નહિ, કારણ કે બીજા સાધર્મિક સાધુઓ વિહાર કરતાં પધારે, અભ્યાસ માટે પણ અન્ય સાધુઓનું આવાગમન પણ કરતાં રહે છે. આ રીતે સાધુઓની સંખ્યામાં વધઘટ થયા કરે છે.
ઉપાશ્રયની યાચના પછી તેની સ્વીકૃતિ મળતા જ તે ઉપાશ્રયના–સ્થાનના દાતા(શય્યાતર)ના નામ, ગોત્ર તથા તેનું ઘર પણ જાણી લે જેથી તેના ઘરના આહારપાણી ન લેવાનું ધ્યાન રાખી શકાય છે.
શય્યાતર પિંડ– સાધુને સ્થાનનું દાન દેનાર ગૃહસ્થને જૈન પરિભાષામાં શય્યાતર કહેવાય છે.
શય્યા–સ્થાનનું દાન દઈને સંસાર સાગરને તરી જનાર શય્યાતર છે. શય્યાતર ગૃહસ્થ સાધુના સંયમ, તપ, સ્વાધ્યાય, ધ્યાન આદિ સાધનાની અનુમોદનાનો મહત્તમ લાભ મેળવે છે.
શાસ્ત્રમાં શય્યાતરના ઘરના આહાર–પાણીને શય્યાતરપિંડ કહ્યો છે. સર્વ તીર્થંકરોના સાધુઓને માટે શય્યાતર પિંડનો નિષેધ છે.
અન્ય મતાવલંબી સંન્યાસીઓ જે ઘરમાં રહે છે, તેના ઘરે જ ભોજનાદિ કરે છે, તેથી ઘણી વાર ગૃહસ્થને ભારરૂપ બની જાય છે. સાધુના ભોજન આદિની વ્યવસ્થા કરવાના કાર્યથી કંટાળી જઈને ઘણીવાર ગૃહસ્થો પોતાનું સ્થાન આપવાનો નિષેધ કરે છે. કદાચ કોઈક શય્યાતર ગૃહસ્થ ભક્તિને વશ થઈને સાધુના નિમિત્તે વિશિષ્ટ ભોજન બનાવે છે, તેથી સાધુને ઔદ્દેશિક, આધાકર્મ તથા નિમિત્ત દોષ લાગવાની સંભાવના રહે છે.
આ રીતે ગૃહસ્થને કોઈ પણ પ્રકારનો ભાર ન થાય અને પોતાના સંયમી જીવનની નિર્દોષતા સર્વ પ્રકારે જળવાઈ રહે, તેવા અનેક હેતુઓથી સર્વ તીર્થંકરોએ સાધુને માટે શય્યાતર પિંડનો નિષેધ કર્યો છે.
નિષિદ્ધ ઉપાશ્રય :–
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा ससागारियं सागणियं सउदयं, णो पण्णस्स णिक्खमण–पवेसाए णो पण्णस्स वायण जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન) ગૃહસ્થોથી યુક્ત છે; અગ્નિ અને સચેત પાણીથી યુક્ત છે; તો તેમાં પ્રજ્ઞાવાન સાધુ કે સાધ્વીઓએ જવું–આવવું યોગ્ય નથી અને તેવા ઉપાશ્રયમાં સાધુને વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્માનુયોગનું ચિંતન કરવું યોગ્ય નથી, માટે તેવા ઉપાશ્રયમાં સાધુ–સાધ્વી રહે નહિ, તેમજ શયનાસન કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी से जं पुण उवस्सयं जाणेज्जा– गाहावइक‘लस्स मज्झंमज्झेणं गंतु, पंथं पडिबद्धं वा; णो पण्णस्स णिक्खमण पवेसाए जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં નિવાસ કરવા માટે ગૃહસ્થના ઘરમાં થઈને જવું–આવવું પડે તેમ છે અથવા ઉપાશ્રયની બહાર જવા–આવવાનો માર્ગ ગૃહસ્થોના સામાનથી 5
6
127
રોકાયેલો છે, તો પ્રાજ્ઞ સાધુને ત્યાં આવવું–જવું યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી, માટે તેવા ઉપાશ્રયમાં સાધુ રહે નહીં, શયનાસન કરે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णं अक्कोसंति वा जाव उद्दवेंति वा, णो पण्णस णिक्खमण पवेसाए जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં ઘરના માલિક યાવત્ નોકરાણીઓ આદિ પરસ્પર એક બીજા ઉપર આક્રોશ કરે છે, ઝગડે છે, મારઝૂડ કરે છે યાવત્ ઉપદ્રવ કરે છે, તો પ્રજ્ઞાવાન સાધુને ત્યાં જવું આવવું, સ્વાધ્યાય આદિ કરવા યોગ્ય નથી યાવત્ તેવા ઉપાશ્રયમાં સાધુ રહે નહીં કે શયનાસન કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा अब्भंगेंति वा मक्खेंति वा, णो पण्णस णिक्खमण–पवेसाए जाव चिंताए; तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં ગૃહસ્થ યાવત્ તેની નોકરાણીઓ આદિ એકબીજાના શરીરને તેલ, ઘી, માખણ કે અન્ય સ્નિગ્ધ પદાર્થનું માલિશ કરે છે, તો પ્રાજ્ઞ સાધુને ત્યાં જવું–આવવું કે સ્વાધ્યાયાદિ કરવા યોગ્ય નથી, માટે સાધુ તેવા ઉપાશ્રયમાં રહે નહીં કે શયનાસન કરે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सिणाणेण वा कक्केण वा लोद्धेण वा वण्णेण वा चुण्णेण वा पउमेण वा आघसंति वा पघसंति वा उव्वलेंति वा उव्वट्टेंति वा, णो पण्णस णिक्खमण–पवेसाए जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં ઘરના માલિક યાવત્ નોકરાણીઓ પરસ્પર એકબીજાના શરીરને સ્નાન માટેના સુગંધી દ્રવ્યથી, કર્કથી, લોધ્રથી, વર્ણથી, ચૂર્ણથી, પદ્મ આદિ સુગંધિત દ્રવ્યોથી મસળે છે, ચોળે છે, ચોળીને મેલ ઉતારે છે, પીઠી ચોળે છે, તો પ્રાજ્ઞ સાધુને માટે ત્યાં જવું–આવવું યોગ્ય નથી યાવત્ તેવા ઉપાશ્રયમાં સાધુ રહે નહિ કે શયનાસન આદિ કરે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– इह खलु गाहावइ वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेंति वा पधोवेंति वा सिंचंति वा सिणावेंति वा, णो पण्णस्स णिक्खमण–पवेसाए जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય(સ્થાન)માં ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ પરસ્પર 7
8
9
10
અધ્યયન–ર : ઉદ્દેશક–3
128 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ એક બીજાના શરીરને ઠંડા પાણીથી કે ગરમ પાણીથી ધુએ છે, વિશેષ ધુએ છે, જળ સિંચન કરે છે, સ્નાન કરાવે છે, તેવા સ્થાનમાં બુદ્ધિમાન સાધુને આવવું–જવું યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી. આ પ્રકારના ઉપાશ્રયમાં સાધુ રહે નહીં કે શયનાસન કરે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा णिगिणा ठिआ णिगिणा उवल्लीणा मेहुणधम्मं विण्णवेंति रहस्सियं वा मंतं मंतेति, णो पण्णस्स णिक्खमण–पवेसाए जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રયમાં ઘરના માલિક યાવત્ નોકરાણી આદિ નગ્ન બનીને ઊભા છે કે નગ્ન થઈને મૈથુન સેવન કરે છે અથવા તત્સંબંધી ગુપ્ત મંત્રણા કરે છે, તો પ્રાજ્ઞ સાધુને ત્યાં જવું–આવવું યોગ્ય નથી યાવત્ આવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુ રહે નહીં કે શયનાસનઆદિ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– आइण्णं संलेक्खं, णो पण्णस्स णिक्खमण–पवेसाए जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :– आइण्णं संलेक्खं = સ્ત્રી પુરુષોના ચિત્રોથી સુસજ્જિત હોય તો.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે આ ઉપાશ્રય ગૃહસ્થ સ્ત્રી, પુરુષો આદિના ચિત્રોથી સુશોભિત છે. તો તેવા ઉપાશ્રયમાં બુદ્ધિમાન સાધુને જવું–આવવું યોગ્ય નથી યાવત્ આ પ્રકારના ઉપાશ્રયમાં સાધુ રહે નહિ કે શયનાસન કરે નહીં.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વિવિધ ઉપાશ્રયોના ઉપયોગનો નિષેધ કર્યો છે–
(1) જ્યાં ગૃહસ્થો રહેતા હોય, જે સ્થાનમાં અગ્નિ હોય, સચેત જલસ્થાનો હોય, તેવા ઉપાશ્રયમાં સાધુને રહેવું કલ્પનીય નથી.
ગૃહસ્થ જીવનની પ્રવૃત્તિઓ જોઈને તથા વારંવાર આવાગમન કરતી બહેનોને જોઈને સાધુના ચિત્તમાં વિકારભાવ જાગૃત થવાની સંભાવના રહે છે. સાધુને જોઈને ગૃહસ્થો પણ પોતાની કાર્યવાહીમાં સંક્ષોભ અનુભવે છે, આહાર–પાણી વગેરેમાં પણ અનેક દોષોની સંભાવના છે.
ગૃહસ્થના ઘેર રહેતા અગ્નિ કે પાણિયારા આદિ જોઈને ક્યારેક સાધુને તેનો ઉપયોગ કરવાનું મન થાય તો સંયમની વિરાધના થાય.
(ર) ગૃહસ્થોના ઘરની વચ્ચેથી પસાર થવું પડે અથવા ગૃહસ્થોના ઘર સાથે જોડાયેલા ઉપાશ્રય(સ્થાન)માં ગૃહસ્થોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ, વિજાતીય આકર્ષણ, પરસ્પર સંકોચ વગેરે દોષોની સંભાવના છે.
(3) જે સ્થાનમાં ગૃહસ્થ સ્ત્રીઓ પરસ્પર ઝગડતી હોય (4) પરસ્પર માલિશ કરતી હોય ( પ) સુગંધી દ્રવ્યો–પીઠી વગેરે ચોળતી હોય (6) પરસ્પર પાણી ઉડાડતી હોય કે સ્નાન કરાવતી હોય કે પરસ્પર અન્ય પ્રકારે ક્રીડા કરતી હોય, તેવા સ્થાન બ્રહ્મચર્ય માટે બાધક હોવાથી સાધુને ત્યાં રહેવું કિંચિત પણ યોગ્ય નથી.
11
12
129
(7) જે ઉપાશ્રયની દિવાલો વિવિધ પ્રકારના ચિત્રોથી સુશોભિત હોય, તેવા સ્થાનમાં ચિત્રદર્શન કરતાં સાધુ ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત બને, તેથી તેના સ્વાધ્યાય, ધ્યાન આદિ ક્રિયાઓમાં વિક્ષેપ થાય.
આ રીતે પ્રસ્તુત સૂત્રોમાં વર્ણિત સ્થાનોમાં રહેવામાં સાધુના સંયમ ભાવની કે વૈરાગ્યની અભિવૃદ્ધિ થતી નથી. સાધુને રહેવાનું સ્થાન એકાંત, શાંત, કોઈ પણ પ્રકારની શોભા કે સજાવટ વિનાનું, ગૃહસ્થોના આવાગમન રહિત અને ત્યાંના કોઈ પણ દશ્યો આત્મ પરિણામોને વિકૃત ન કરે તેવું વૈરાગ્ય વર્ધક હોય, તે જરૂરી છે.
સંસ્તારક ગ્રહણ વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा संथारगं एसित्तए । से जं पुण संथारगं जाणेज्जा– सअंडं जाव संताणगं, तहप्पगारं संथारगं लाभे संते णो पडिगाहेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સંસ્તારકની એટલે પાટ વગેરે ગવેષણા કરવાની ઇચ્છા કરે અને તે જાણે કે તે સંસ્તારક કીડી વગેરેના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તેવા પ્રકારના સંસ્તારક પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण संथारगं जाणेज्जा– अप्पंडं जाव संताणगं, गरुयं; तहप्पगारं संथारगं लाभे संते णो पडिगाहेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી એમ જાણે કે પાટ આદિ કીડીઓના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, પરંતુ તે ભારે છે તો તેવા પાટ–પાટલા આદિ પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण संथारगं जाणेज्जा– अप्पंडं जाव संताणगं, लहुयं, अपडिहारियं; तहप्पगारं संथारगं लाभे संते णो पडिगाहेज्जा। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી એમ જાણે કે પાટ–પાટલા વગેરે કીડીઓના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, હળવા પણ છે, પરંતુ અપ્રતિહારિક છે– ગૃહસ્થ તેને પાછું લેવાની ઇચ્છા રાખતા નથી, તો તેવા પાટ– પાટલા વગેરે પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण संथारगं जाणेज्जा– अप्पंडं जाव संताणगं, लहुयं, पाडिहारियं, णो अहाबद्धं; तहप्पगारं संथारगं लाभे संते णो पडिगाहेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી એમ જાણે કે પાટ વગેરે કીડીઓના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, હળવા છે, પ્રાતિહારી–દાતા તેને પાછા સ્વીકારે પણ છે, પરંતુ મજબૂત નથી અર્થાત્ જીર્ણ–શીર્ણ, ડગમગતા છે, તો તેવા પ્રકારના પાટ–પાટલા વગેરે પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण संथारगं जाणेज्जा अप्पंडं जाव संताणगं, लहुयं, पाडिहारियं, अहाबद्धं; तहप्पगारं संथारगं लाभे संते पडिगाहेज्जा। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી એમ જાણે કે સંસ્તારક– પાટ–પાટલા વગેરે કીડીઓ ઈંડા યાવત્ કરોળિ 13
14
15
16
17
અધ્યયન–ર : ઉદ્દેશક–3
130 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ યાના જાળાથી રહિત છે, હળવા છે, પ્રાતિહારિક છે અને મજબૂત છે, તો આ પ્રકારના પાટ–પાટલા વગેરે પ્રાપ્ત થાય તો સાધુ ગ્રહણ કરી શકે છે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુને કલ્પનીય–અકલ્પનીય સંસ્તારક એટલે પાટ, પાટલા આદિ સંબંધી નિરૂપણ છે.
संथारगं :– સાધુ સૂવા, બેસવા આદિની ક્રિયા જેના ઉપર કરી શકે છે, તે સંસ્તારક કહેવાય છે. પ્રાકૃત શબ્દકોષમાં સંસ્તારક શબ્દના અનેક અર્થ આપ્યા છે– શય્યા, દર્ભ, ઘાસ, કુશ,પરાલ આદિની પથારી, પાટ, બાજોઠ, પાટીયું, રૂમ, પથ્થરની શિલા કે ઈંટ ચૂનાથી બનેલી શય્યા વગેરે. પ્રસ્તુત સૂત્રોના વર્ણન અનુસાર સંસ્તારક શબ્દ પ્રયોગ પાટ વગેરે ઉપકરણો માટે થયો છે અને તે અર્થ પ્રાસંગિક છે.
સંસ્તારક :– પાટ આદિ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતાં પહેલા સાધુએ વિવિધ રીતે તે વસ્તુનું પરીક્ષણ કરવું જોઈએ. સૂત્રકારે તેના માટે ચાર વિશેષણોનો પ્રયોગ કર્યો છે.
-1 अप्पंडं– જીવ રહિત. કીડી વગેરેના ઈંડા તથા જીવજંતુવાળા પાટ વગેરેમાં જીવવિરાધનાનો દોષ લાગે છે.
( ર) लहुयं– હળવું. પાટ વગેરે અત્યંત વજનદાર હોય, તો તેને લેવા–મૂકવામાં, પ્રતિલેખન, પ્રમાર્જન કરવામાં તકલીફ થાય છે. ક્યારેક લેતા–મૂકતા પડી જાય, તો વાગી જાય; તેનાથી જીવવિરાધના, સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે.
-3 पाडिहारियं– પ્રાતિહારિક. પાટ વગેરે અપ્રાતિહારિક હોય, ગૃહસ્થ તેને પાછા ન લે, તો સાધુ તેનું શું કરે ? તે પ્રશ્ન થાય છે. કોઈની વસ્તુ બીજાને આપી શકાતી નથી અને ઉપાશ્રયમાં જ મૂકીને સાધુ વિહાર કરી જાય, તોપણ સાધુને તેમ કરવાની શાસ્ત્રાજ્ઞા નથી.
વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે સાધુ એક જ હાથે આસાનીથી ઉપાડી શકે તેવા પાટ આદિ ઉપકરણોને ગૃહસ્થના ઘરેથી લાવે છે.
-4 अहाबद्धं– મજબૂત. જો સંસ્તારકનું બંધન શિથિલ હોય અર્થાત્ પાટ આદિની ખીલીઓ ઢીલી પડી ગઈ હોય, એકાદ ખીલી નીકળી ગઈ હોય, તો અચાનક તે તૂટી જાય, તો સાધુને તકલીફ ઊભી થાય છે.
આ રીતે પાટ, પાટલા વગેરે જીવજંતુ રહિત હોય, સાધુ સ્વયં તેને ઉપાડી શકે તેવા હળવા હોય, ગૃહસ્થ તેને પાછા લઈ લેવા તૈયાર હોય અને તે મજબૂત હોય, તેવા પાટ વગેરેને સાધુ ગ્રહણ કરી શકે છે અને તેમાં સાધુની સમાધિ જળવાઈ રહે છે તથા સંયમ સાધના પુષ્ટ થાય છે.
સંસ્તારક એષણાની ચાર પ્રતિમા :–
इच्चेयाइं आयतणाइं उवाइकम्म; अह भिक्खू जाणेज्जा– इमाहिं चउहिं पडिमाहिं संथारगं एसित्तए–
तत्थ खलु इमा पढमा पडिमा– से भिक्खू वा भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय संथारगं जाएज्जा, तं जहा– इक्कडं वा कढिणं वा जंतुयं वा परगं वा मोरगं वा तणगं वा, क‘सं वा क‘च्चगं वा पिप्पलगं वा पलालगं वा । से पुव्वामेव आलोएज्जा– आउसो ! ति वा भगिणी ! ति वा; दाहिसि मे एत्तो 18
131
अण्णयरं संथारगं ? तहप्पगारं संथारगं सयं वा णं जाएज्जा परो वा से देज्जा, फासुयं एसणिज्जं त्ति मण्णमाणे लाभे संते पडिगाहेज्जा। पढमा पडिमा । શબ્દાર્થ :– इक्कडं = ઇક્કડ નામના ઘાસનો સંથારો कढिणं = વાંસની છાલમાંથી બનેલો जंतुयं = તૃણમાંથી બનેલો परगं = જેનાથી ફૂલાદિ ગૂંથવામાં આવે છે તેવું ઘાસ मोरगं = મોરપીંછ तणगं = ઘાસ વિશેષ( सोरगं = કોમળ ઘાસ વિશેષ) क‘सं = દુર્વામાંથી બનેલો क‘च्चगं = ઘાસ વિશેષ पिप्पलगं = પીપળાના પાનનો સંથારો पलालगं = પરાળનો સંથારો.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વીએ શય્યા–સ્થાન અને સંસ્તારક સંબંધી દોષોને છોડીને આ ચાર પ્રતિમાઓથી– અભિગ્રહોથી સંસ્તારકની એટલે દર્ભાદિ ઘાસની કે પાટ આદિની ગવેષણા કરવી જોઈએ.
આ ચાર પ્રતિમાઓમાં પહેલી પ્રતિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી પોતાના સંથારા–પથારી માટે આવશ્યક અને યોગ્ય(સૂકું) ઘાસ આદિના નામોલ્લેખ સાથે અભિગ્રહ ધારણ કરીને તેની યાચના કરે, જેમ કે– ઇક્કડ નામનું ઘાસ વિશેષ, કઢિણક–વાંસની છાલથી બનેલ સંથારો, જંતુક નામના ઘાસનો સંથારો, પરક–જેનાથી ફૂલાદિ ગૂંથવામાં આવે છે તેનો સંથારો, મોરગં–મોરપીંછથી બનેલો સંથારો, તેમજ તૃણ, કુશ, શર નામના ઘાસનો સંથારો(જેનો કૂચ બને છે.), પીપળાના પાનનો સંથારો અથવા પરાળનો સંથારો. આ ઘાસ આદિમાંથી જેને ગ્રહણ કરવાનો અભિગ્રહ કર્યો છે તે ઘાસનું નામ લઈને ગૃહસ્થને કહે કે– હે આયુષ્યમાન સદ્ગૃહસ્થ ભાઈ કે બહેન ! તમે મને આ સંથારામાંથી કોઈ સંથારો આપશો ? આ પ્રમાણે સંસ્તારકની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ યાચના કર્યા વિના જ આપે તો સાધુ તેને પોતાની પ્રતિમા અનુસાર પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે છે. આ પ્રથમ પ્રતિમા–પ્રતિજ્ઞા છે.
अहावरा दोच्चा पडिमा– से भिक्खू वा भिक्खुणी वा पेहाए संथारगं जाएज्जा, तं जहा– गाहावइं वा जाव कम्मकरिं वा । से पुव्वामेव आलोएज्जा–
आउसो ! ति वा भगिणी ! ति वा दाहिसि मे एत्तो अण्णयरं संथारगं ?
तहप्पगारं संथारगं सयं वा णं जाएज्जा परो वा से देज्जा; फासुयं एसणिज्जं जाव पडिगाहेज्जा । दोच्चा पडिमा । ભાવાર્થ :– બીજી પ્રતિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી સામે દેખાતા ઘાસ આદિને ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરીને તેની યાચના કરે, જેમ કે– ગૃહસ્થના યાવત્ નોકરાણીના મકાનમાં રાખેલા સંથારાને જોઈને પહેલેથી જ આ પ્રમાણે યાચના કરે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! તમે મને આ(સામે દેખાતા) ઘાસ આદિમાંથી કોઈ ઘાસ આદિ આપશો ? આ રીતે પોતાના અભિગ્રહ પ્રમાણે સંથારાની સ્વયં યાચના કરે અથવા દાતા યાચના કર્યા વિના જ આપે, તો તેને પોતાની પ્રતિજ્ઞા અનુસાર પ્રાસુક તેમજ એષણીય જાણીને ગ્રહણ કરે. આ બીજી પ્રતિમા છે.
अहावरा तच्चा पडिमा– से भिक्खू वा भिक्खुणी वा जसुवस्सए संवसेज्जा जे तत्थ अहासमण्णागए, तं जहा– इक्कडे वा जाव पलाले वा, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्क‘डुए वा णेसज्जिए वा विहरेज्जा । तच्चा पडिमा। ભાવાર્થ :– ત્યાર પછી ત્રીજી પ્રતિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયમાં રહે, તે 20
અધ્યયન–ર : ઉદ્દેશક–3
19
132 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ઉપાશ્રયમાં રહેલા ઇક્કડથી લઈને પરાલ સુધીના ઘાસ, પાટ વગેરેને ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે, જો તે પ્રતિજ્ઞાનુસાર ઉપાશ્રયમાં તે સંસ્તારક હોય, તો માલિકની આજ્ઞા લઈને ગ્રહણ કરે અને યથાસ્થાને સંસ્તારકને પાથરે અને જો તે ઉપાશ્રયમાંથી સંસ્તારક પ્રાપ્ત ન થાય, તો ઉકડુ આસન અથવા પલાઠી આદિ આસનમાં બેસીને રાત્રિ પસાર કરે. આ ત્રીજી પ્રતિમા છે.
अहावरा चउत्था पडिमा– से भिक्खू वा भिक्खुणी वा अहासंथडमेव संथारगं जाएज्जा, तं जहा– पुढविसिलं वा कठ्ठसिलं वा अहासंथडमेव, तस्स लाभे संवसेज्जा, तस्स अलाभे उक्क‘डुए वा णेसज्जिए वा विहरेज्जा । चउत्था पडिमा। ભાવાર્થ :– ત્યાર પછી ચોથી પ્રતિમા આ પ્રમાણે છે– સાધુ કે સાધ્વી ઉપાશ્રયમાં પાથરેલા સંસ્તારકને ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરે અને તેવા સંસ્તારકની યાચના કરે, જેમ કે– પથ્થરની શિલા–શય્યા કે લાકડાના પાટ વગેરે જે જ્યાં પાથરેલા હોય તે સંથારાની ગૃહસ્થ પાસેથી યાચના કરે. જો તેવો પાથરેલો પોતાને યોગ્ય સંથારો પ્રાપ્ત થાય, તો તેના પર સૂવા આદિની ક્રિયા કરે અને જો ત્યાં કોઈ પણ સંથારો પાથરેલો ન હોય તો તે અભિગ્રહધારી ભિક્ષુ ઉક્કડુ આસન, પલાઠી તથા પદ્માસન આદિ આસનોમાં બેસીને રાત્રિ પસાર કરે. આ ચોથી પ્રતિમા છે.
इच्चेयाणं चउण्हं पडिमाणं अण्णयरं पडिमं पडिवज्जमाणे तं चेव जाव अण्णोण्णसमाहिए एवं च णं विहरंति । ભાવાર્થ :– આ ચારે ય પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમાને ધારણ કરીને વિચરણ કરનાર સાધુ અન્ય પ્રતિમાધારી સાધુઓની નિંદા કે અવહેલના કરે નહિ(અર્થાત્ પ્રતિજ્ઞા ન લેનાર કે સરળ પ્રતિજ્ઞા કરનારની નિંદા કરે નહિ), પરંતુ સર્વ સાધુઓ પોત–પોતાની ક્ષમતાનુસાર અભિગ્રહ ધારણ કરીને જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં વિચરે છે; એમ સમતા ભાવ રાખીને દરેક પડિમાધારી સાધુ સમાધિપૂર્વક વિચરણ કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સંસ્તારક વિષયક ચાર પ્રતિજ્ઞાઓનું પ્રતિપાદન છે. વ્યાખ્યાગ્રંથમાં તેના નામ આ પ્રમાણે દર્શાવ્યા છે– (1) ઉદ્દિષ્ટા ( ર) પ્રેક્ષ્યા (3) વિદ્યમાના અને (4) યથાસંસ્તૃતરૂપા. આ ચારે નામ સૂત્રોક્ત વર્ણનને અનુરૂપ છે.
(1) ઉદ્દિષ્ટા– પાટિયાદિ જે સંસ્તારક સાધુને કલ્પનીય છે, તેમાંથી કોઈ એક, બે આદિનો નામોલ્લેખ કરીને યાચના કરે, તે પ્રાપ્ત થાય, તો જ ગ્રહણ કરે. (ર) પ્રેક્ષ્યા– જે સર્વ સંથારાના નામ કહ્યા છે તે સંથારામાંથી સામે દેખાય તેની જ યાચના કરે, સામે ન દેખાય તો યાચના ન કરે. (3) વિદ્યમાના– ઉપાશ્રયમાં જે સંસ્તારક હોય તે જ ગ્રહણ કરે, પણ ક્યાંય બહાર લેવા ન જાય. આ રીતે ન મળે તો તે પ્રતિમાધારક સાધુ પદ્માસનાદિ કોઈ પણ આસને બેસીને રાત્રિ પસાર કરે, પરંતુ સૂવે નહીં. (4) યથાસંસ્તૃતરૂપા– ઉપાશ્રયમાં સહજરૂપે પાથરેલા હોય, તેવા ઘાસ, પાટ વગેરે ગ્રહણ કરીને તેના પર શયન આદિ ક્રિયા કરે, આ રીતે ન મળે તો તે પ્રતિમાધારક સાધુ પદ્માસનાદિ કોઈ પણ આસને બેસીને રાત્રિ પસાર કરે, પરંતુ સૂવે નહીં.
अहासंथडमेव :– યથાસંસ્તૃત. જે સંસ્તારક સ્વાભાવિક રીતે જ્યાં જે રીતે પાથરેલો હોય તે જ રીતે તેનો ઉપયોગ કરવો, જેમ કે– પૃથ્વીશિલા, આરસ વગેરે કોઈ પણ પથ્થરનો ઓટલો બનાવેલો હોય અથવા લાકડાની પાટ કે પાટિયું જ્યાં જેમ પાથરેલું હોય તેને પોતાની ઇચ્છાનુસાર આઘું–પાછું કર્યા વિના તે જ રૂપે ઉપયોગ કરવો, તે યથાસંસ્તૃત સંસ્તારક છે.