This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી ચોથી અનભિક્રાંત ક્રિયાનું કથન છે.

જે ધર્મશાળા આદિ સાર્વજનિક સ્થાનોમાં અન્યતીર્થિક ગૃહસ્થો કે સંન્યાસીઓએ નિવાસ કર્યો ન હોય, તે પહેલાં જૈન શ્રમણ તેમાં રહે, તો તેઓને શય્યા સંબંધી અનભિક્રાન્ત ક્રિયા નામનો દોષ લાગે છે.

પ્રકારના શય્યા–સ્થાનમાં રહેવું સાધુને કલ્પનીય નથી, કારણ કે તે સ્થાનનો કોઈએ ઉપયોગ કર્યો હોવાથી તજ્જન્ય આરંભ–સમારંભાદિ દોષની ક્રિયા સાધુને લાગે છે. તે ઉપરાંત કાલાંતરમાં તે સ્થાનમાં કોઈ ઉપદ્રવ કે નુકશાન થાય, તો લોકોને જૈન સાધુ પ્રતિ શંકા કે અશ્રદ્ધાનો ભાવ થાય અથવા નવા મકાનમાં જૈન સાધુના સૌથી પહેલાં પ્રવેશને કેટલાક લોકો અમંગલકારી માને છે, તેથી સાધુએ પુરુષાન્તરકૃત સ્થાનમાં રહેવું જોઈએ.

(પ) વર્જ્યક્રિયા :

इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा 10

11

અધ્યયન–ર : ઉદ્દેશક–ર 116 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ भवंति, तं जहागाहावई वा जाव कम्मकरीओ वा, तेसिं णं एवं वुत्तपुव्वं भवइजे इमे भवंति समणा भगवंतो सीलमंता जाव उवरया मेहुणाओ धम्माओ, णो खलु एएसिं भयंताराणं कप्पइ आहाकम्मिए उवस्सए वत्थए से जाणि इमाणि अम्हं अप्पणो सयठ्ठाए चेइयाइं भवंति, तं जहाआएसणाणि वा जाव भवणगिहाणि वा सव्वाणि ताणि समणाणं णिसिरामो, अवियाइं वयं पच्छा अप्पणो सयठ्ठाए चेइस्सामो, तं जहाआएसणाणि वा जाव भवणगिहाणि वा। एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति, उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टंति, अयमाउसो वज्जकिरिया यावि भवइ ભાવાર્થ :– સંસારમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ, ભક્તિવંત ગૃહસ્થ યાવત્ તેમની નોકરાણીઓ આદિ રહેતા હોય છે. તેઓ પરસ્પર વાતચીત કરતા કહે છે કે શ્રમણ ભગવંતો શીલવાન યાવત્ મૈથુન સેવનથી ઉપરત છે, તેથી તેઓને આધાકર્મદોષથી દૂષિત ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. અમે અમારા પ્રયોજન માટે જે લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ બનાવ્યા છે, તે સર્વ મકાનો શ્રમણોને અમો આપી દેશું અને અમારા પ્રયોજન માટે બીજી લુહારશાળા યાવત્ ભૂમિગૃહ બનાવી લેશું.

ગૃહસ્થોનો પ્રકારનો વાર્તાલાપ સાંભળીને તથા સમજીને જે નિર્ગ્રંથ મુનિ તથાપ્રકારના લુહાર–

શાળા યાવત્ ભૂમિગૃહમાં આવીને રહે, તેના નાના મોટા ઘરોનો ઉપયોગ કરે, તો તે શ્રમણોને શય્યા સંબંધી વર્જ્ય ક્રિયા લાગે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી પાંચમી વર્જ્ય ક્રિયાનું નિરૂપણ છે.

જે સ્થાન ગૃહસ્થોએ પોતાના માટે બનાવ્યું હોય, પરંતુ તે સાધુને રહેવા આપીને પોતાના માટે બીજું સ્થાન બનાવે તો સાધુને પશ્ચાત્ કર્મ દોષ લાગતો હોવાથી તે સ્થાન અકલ્પનીય છે અને ત્યાં રહેવાથી સાધુને સૂત્રોક્ત વર્જ્ય ક્રિયા નામનો દોષ લાગે છે.

(6) મહાવર્જ્ય ક્રિયા :

इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवंति, तं जहागाहावई वा जाव कम्मकरीओ वा; तेसिं णं आयारगोयरे णो सुणिसंते भवइ तं सद्दहमाणेहिं, तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समण–माहण अतिहि किवणवणीमए पगणिय–पगणिय समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराइं चेइयाइं भवंति, तं जहाआएसणाणि वा जाव भवणगिहाणि वा, जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टंति, अयमाउसो ! महावज्जकिरिया यावि भवइ 12

117

ભાવાર્થ :– લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તિવંત ગૃહસ્થ યાવત્ નોકરાણી આદિ રહેતા હોય છે. તે સાધુના આચાર કે વ્યવહારથી અજાણ હોય છે, પરંતુ દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિથી ઘણા શ્રમણ, બ્રાહ્મણ યાવત્ ભિક્ષાચરોને ગણી–ગણીને અર્થાત્ તેઓ સર્વની અલગ–અલગ ગણના કરીને તેઓના ઉદ્દેશ્યથી લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ વિશાળ મકાન બનાવે છે. નિર્ગ્રંથ સાધુ તે પ્રકારના બનાવાયેલા લુહારશાળા આદિ સ્થાનોમાં આવીને રહે છે તથા ત્યાં નાના–મોટા કોઈ પણ સ્થાનોનો ઉપયોગ કરે, તો તે શ્રમણ નિર્ગ્રંથોને શય્યા સંબંધી મહાવર્જ્ય ક્રિયા દોષ લાગે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી મહાવર્જ્ય ક્રિયાનું પ્રતિપાદન છે.

શ્રમણ, ભિક્ષુ, સંન્યાસી, ભિખારી, યાચકો આદિની ગણના કરીને તેમના ઉદ્દેશ પૂર્વક તૈયાર કરાવેલા સ્થાનમાં જૈન શ્રમણો રહે, તો તેઓને મહાવર્જ્ય ક્રિયા રૂપ દોષનું સેવન થાય છે.

પ્રસ્તુત સૂત્રમાં શ્રમણ શબ્દપ્રયોગથી– (1) નિર્ગ્રંથજૈન શ્રમણો ( ર) બૌદ્ધ ભિક્ષુ (3) તાપસ (4) સંન્યાસી અને ( પ) આજીવકગોશાલકના અનુયાયી સાધુઓ; પાંચ સંપ્રદાયના સાધુઓનું ગ્રહણ થાય છે. રીતે શ્રમણ શબ્દથી જૈન શ્રમણોનું પણ ગ્રહણ થવાથી તેમના નિમિત્તે તૈયાર થયેલા મકાન સાધુ–સાધ્વીને માટે ઔદ્દેશિક દોષયુક્ત છે. તે મકાનમાં રહેવાથી શ્રમણોને તે મકાનના નિર્માણમાં થયેલી આરંભજનક પ્રવૃત્તિ સંબંધી જે ક્રિયા લાગે છે તે મહાવર્જ્ય ક્રિયા કહેવાય છે.

સંક્ષેપમાં જૈન સાધુની ગણના સહિત ભિખારી આદિ સર્વ આગંતુક માટેના સાર્વજનિક સ્થાન પણ સાધુને માટે અકલ્પનીય છે. જો તેમાં સાધુ રહે, તો તેને મહાવર્જ્ય ક્રિયા નામનો દોષ લાગે છે.

(7) સાવદ્ય ક્રિયા :

इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा, संतेगइया सड्ढा भवंति, तं जहागाहावई वा जाव कम्मकरीओ वा तेसिं णं आयारगोयरे णो सुणिसंते भवइ । तं सद्दहमाणेहिं, तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समणजाए समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराइं चेइयाइं भवंति, तं जहाआएसणाणि वा जाव भवणगिहाणि वा, जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति, उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टंति अयमाउसो सावज्जकिरिया यावि भवइ ભાવાર્થ :– લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તિવંત ગૃહપતિ યાવત્ નોકરાણી આદિ રહેતા હોય છે, તેઓ સાધુના આચાર કે વ્યવહારથી અજાણ હોય છે, પરંતુ દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિથી સર્વ પ્રકારના શ્રમણોના ઉદ્દેશ્યથી લુહારશાળા યાવત્ ભૂમિગૃહ તૈયાર કરાવે છે. સર્વ શ્રમણોના ઉદ્દેશ્યથી બનાવેલી તથાપ્રકારની લુહારશાળા યાવત્ ભૂમિગૃહોમાં શ્રમણ નિર્ગ્રંથો રહે, તથાપ્રકારના ભેટ રૂપે પ્રાપ્ત થયેલા નાના, મોટા ઘરોનો ઉપયોગ કરે, તો હે આયુષ્યમાન ! તેના માટે આ શય્યા–સ્થાન સાવદ્યક્રિયા દોષથી યુક્ત થાય છે.

13

અધ્યયન–ર : ઉદ્દેશક–ર 118 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી સાતમી સાવદ્ય ક્રિયા રૂપ દોષનું નિરૂપણ છે. છઠ્ઠી ક્રિયામાં શ્રમણ, બ્રાહ્મણ, યાચક, ભિખારી આદિ સર્વ આગંતુકના ઉદ્દેશ્યથી બનેલા મકાન સંબંધી નિરૂપણ કરવામાં આવ્યું હતું અને સાતમી ક્રિયામાં માત્ર પાંચ પ્રકારના શ્રમણોના ઉદ્દેશ્યથી નિર્મિત થયેલા મકાન સંબંધી કથન છે. તેમાં જૈન સાધુનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હોવાથી પ્રકારના મકાન સાધુને માટે કલ્પનીય નથી. તેમાં રહેવાથી સાધુને તેના નિર્માણમાં થયેલી સાવદ્ય પ્રવૃત્તિની ક્રિયા લાગે છે તે ક્રિયાને અહીં સાવદ્ય ક્રિયા કહી છે.

(8) મહાસાવદ્ય ક્રિયા :

इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवंति, तं जहागाहावई वा जाव कम्मकरीओ वा तेसिं णं आयारगोयरे णो सुणिसंते भवइ । तं सद्दहमाणेहिं, तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं एगं समणजायं समुद्दिस्स तत्थ–तत्थ अगारीहिं अगाराइं चेइयाइं भवंति, तं जहाआएसणाणि वा जाव भवणगिहाणि वा; महया पुढविकायसमारंभेणं जाव महया तसकायसमारंभेणं महया संरंभेणं महया समारंभेणं महया आरंभेणं महया विरूवरूवेहिं पावकम्म–

किच्चेहिं, तं जहाछायणओ लेवणओ संथार–दुवार–पिहणओ, सीओदए वा परिठ्ठवियपुव्वे भवइ, अगणिकाए वा उज्जालियपुव्वे भवइ, जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति, उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टंति; दुपक्खं ते कम्मं सेवंति, अयमाउसो महासावज्ज–

किरिया यावि भवइ શબ્દાર્થ :– छायणओ = મકાન પર છત આદિ નાંખી હોય लेवणओ = લીપેલી હોય संथार दुवार– पिहणओ = બેઠક કે દ્વાર બંધ કરીને શાળા વગેરે તૈયાર કરાવે ते = તેઓ दुपक्खं = દ્વિપક્ષ અર્થાત્ દ્રવ્યથી સાધુ અને ભાવથી ગૃહસ્થ રૂપ कम्मं सेवंति = કર્મનું સેવન કરે છે.

ભાવાર્થ :– લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તિવંત ગૃહસ્થ યાવત્ તેના નોકરાણી આદિ રહેતા હોય છે. તેઓ સાધુના આચાર કે વ્યવહારથી અજાણ હોય, પરંતુ દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિથી એક માત્ર જૈન શ્રમણોના ઉદ્દેશ્યથી લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ મકાનોનું નિર્માણ કરે છે. તે મકાનનું નિર્માણ પૃથ્વીકાય યાવત્ ત્રસકાયના સરંભ, સમારંભ અને આરંભથી તથા વિવિધ પ્રકારના મહાન પાપ જનક કાર્યોથી થાય છે, જેમ કેમકાન ઉપર છત કરાવવામાં આવે, લીપવામાં આવે, સંસ્તારક એટલે બેસવા–સૂવાની જગ્યા, ઓટલો વગેરે બનાવે, હવા માટે દરવાજા, બારીઓ બનાવે, વારંવાર સચેત પાણી છાંટવામાં આવે, અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે, આવા આરંભજન્ય લુહારશાળા આદિ મકાનોમાં સાધુ રહે અથવા ત્યાં નાના–મોટા કોઈ પણ સ્થાનોનો ઉપયોગ કરે, તો તે શ્રમણો દ્વિપક્ષ–દ્રવ્યથી સાધુ અને ભાવથી ગૃહસ્થરૂપ કર્મનું, આચરણનું સેવન કરે છે. તેઓને શય્યા સંબંધી મહાસાવદ્યક્રિયા રૂપ દોષ લાગે છે.

14

119

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી આઠમી મહાસાવદ્ય ક્રિયાનું કથન છે.

ગૃહસ્થ જૈન શ્રમણ નિર્ગ્રંથોના નિમિત્તે મકાનનું નિર્માણ કરે, તેમાં છકાય જીવોનો આરંભ સમારંભ કરે, પાણી છાંટે, અગ્નિ પ્રજ્વલિત કરે, ઇત્યાદિ અનેક પાપ પ્રવૃત્તિઓ થાય છે. તેવા સ્થાનમાં સાધુ રહે, તો તેઓને તે સમસ્ત પાપકાર્યોની ક્રિયા લાગે છે તેને અહીં મહાસાવદ્ય ક્રિયા કહી છે. સંક્ષેપમાં તે મકાન એક માત્ર જૈન શ્રમણના નિમિત્તે તૈયાર થયેલું હોવાથી જૈન સાધુને માટે સર્વથા અકલ્પનીય છે.

दुपक्खं ते कम्मं सेवंति : પ્રકારના સર્વથા અકલ્પનીય આધાકર્મી મકાનનું જે સેવન કરે છે તે દ્રવ્યથી વેશધારી છે અને ભાવથી તે ગૃહસ્થ છે, માટે દ્રવ્યથી સાધુ અને ભાવથી ગૃહસ્થના કાર્યોનું સેવન કરવાથી તે દ્વિપક્ષકર્મનું સેવન કરનાર કહેવાય છે.

(9) અલ્પ સાવદ્ય ક્રિયા :

इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवंति, तं जहागाहावई वा जाव कम्मकरीओ वा तेसिं णं आयारगोयरे णो सुणिसंते भवइ । तं सद्दहमाणेहिं, तं पत्तियमाणेहिं, तं रोयमाणेहिं अप्पणो सयठ्ठाए तत्थ तत्थ अगारीहिं अगाराइं चेइयाइं भवंति, तं जहाआएसणाणि वा जाव भवण–

गिहाणि वा महया पुढविकायसमारंभेणं जाव अगणिकाए वा उज्जालियपुव्वे भवइ, जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वट्टंति एगपक्खं ते कम्मं सेवंति, अयमाउसो अप्पसावज्जकिरिया यावि भवइ ભાવાર્થ :– લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ અને ભક્તિવંત ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ રહેતા હોય છે. તેઓ સાધુના આચાર કે વ્યવહારથી અજાણ હોય, પરંતુ દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિવાળા હોય છે. તેઓએ પોતાના અંગત પ્રયોજન માટે લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ મકાનોનું નિર્માણ પૃથ્વીકાય યાવત્ ત્રસકાયના મહાન સરંભ, સમારંભ તેમજ આરંભથી તથા વિવિધ પ્રકારના પાપકર્મથી કરાવ્યું હોય છે, જેમ કેતેમાં છત નાંખવી, લીંપવું, બેઠક માટે ઓટલા આદિ કરવા, દરવાજા કરાવવા, સચેત પાણી છાંટવું, અગ્નિ પ્રજ્વલિત કરવી આદિ. જે મુનિરાજો લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ મકાનોમાં આવીને નાના મોટા કોઈ પણ સ્થાનોનો ઉપયોગ કરે છે, તેઓ એક પક્ષનું એટલે દ્રવ્ય અને ભાવથી એક માત્ર સાધુ ધર્મનું સેવન કરે છે. રીતે એકાંતે ગૃહસ્થના પોતાના માટે બનેલા સ્થાનમાં રહેવાથી તે શ્રમણોને અલ્પસાવદ્યક્રિયા લાગે છે. ક્રિયા પણ ઐર્યાપથિકી ક્રિયાની સમાન નિર્દોષ છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી નવમી અલ્પ સાવદ્ય ક્રિયાનું પ્રતિપાદન છે.

15

અધ્યયન–ર : ઉદ્દેશક–ર 120 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ જે મકાન ગૃહસ્થોએ પોતાના માટે બનાવ્યું હોય, તેમાં પોતાના માટે આરંભ–સમારંભ કરીને વિવિધ પાપ ક્રિયાઓ કરી હોય. તે મકાનમાં સાધુ નિવાસ કરે, તો તેઓને તે મકાન સંબંધી અલ્પસાવદ્ય ક્રિયા અર્થાત્ પાપક્રિયા લાગતી નથી.

તેમાં સાધુના નિમિત્તે કોઈ પણ પાપપ્રવૃત્તિનું સેવન થયું હોવાથી તે સાધુને માટે કલ્પનીય છે.

પ્રકારના નિર્દોષ સ્થાનનું સેવન કરનાર શ્રમણો દ્રવ્ય અને ભાવથી માત્ર સાધુપણાનું પાલન કરતા હોવાથી એક પક્ષનું સેવન કરે છે.

પ્રસ્તુત સૂત્રમાં अप्प सावज्जकिरिया માં પ્રયુક્ત अप्प શબ્દ સર્વથા અભાવનો વાચક છે. જેમાં સાવદ્યક્રિયાનો સંપૂર્ણપણે અભાવ છે. તે સ્થાન સાધુને માટે પૂર્ણપણે નિર્દોષ છે. તે અલ્પસાવદ્ય ક્રિયા અર્થાત્ અસાવદ્યક્રિયાવાળું સ્થાન છે.

રીતે શય્યા સંબંધી નવ પ્રકારની ક્રિયાઓમાંથી ત્રીજી અભિક્રાન્ત ક્રિયા અને નવમી અલ્પ સાવદ્યક્રિયા નિર્દોષ છે. માટે તેવા નિર્દોષ શય્યા–સ્થાન સાધુને માટે કલ્પનીય છે. શેષ સાત પ્રકારના શય્યાસ્થાન દોષિત હોવાથી સાધુને માટે અકલ્પનીય છે.

સંક્ષેપમાં પ્રસ્તુત નવ ક્રિયાઓમાંથી કાલાતિક્રાન્ત અને ઉપસ્થાન ક્રિયા સાધુના અવિવેકના કારણે કાલ સંબંધી મર્યાદાના ઉલ્લંઘનથી લાગે છે. પાંચ ક્રિયાઓ દોષિત સ્થાન–ઉપાશ્રયના સેવનથી લાગે છે અને ત્રીજી અભિક્રાંત ક્રિયા અને નવમી અલ્પ સાવદ્યક્રિયા નિર્દોષ સ્થાન સંબંધી છે. તેનાથી નિર્ગ્રંથોનો સંયમ દૂષિત થતો નથી.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए त्ति बेमि ભાવાર્થ :– શય્યૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે.

તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–ર/ર સંપૂર્ણ ।। 16

121

બીજું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક ઉપાશ્રય એષણા વિવેક :

से णो सुलभे फासुए उंछे अहेसणिज्जे, णो खलु सुद्धे इमेहिं पाहुडेहिं, तं जहाछायणओ लेवणओ संथार–दुवार पिहणओ पिंडवाएसणाओ से य–

भिक्खू चरियारए ठाणरए णिसीहियारए सेज्जा–संथार–पिंडवाएसणारए, संति–

भिक्खुणो एवमक्खाइणो उज्जुया णियागपडिवण्णा अमायं क‘व्वमाणा वियाहिया। संतेगइया पाहुडिया उक्खित्तपुव्वा भवइ, एवं णिक्खित्तपुव्वा भवइ, परिभाइयपुव्वा भवइ, परिभुत्तपुव्वा भवइ, परिठ्ठवियपुव्वा भवइ, एवं वियागरेमाणे समियाए वियागरेइ ? हंता भवइ શબ્દાર્થ :– से = તે સાધુ णो सुलभे = સુલભ નથી फासुए = પ્રાસુક उंछे = લીપવાદિ દોષોથી રહિત अहेसणिज्जे = એષણીય णो सुद्धे = શુદ્ધ નથી इमेहिं = દોષોથી पाहुडेहिं = પાપકર્મોના ઉપાદાનથી બનાવેલ छायणओ = છત બનાવવાથી लेवणओ = છાણ આદિના લેપનથી संथारदुवार पिहणओ = સંસ્તારક ભૂમિને સમ કરવી અને દરવાજા, જાળી, બારણા વગેરે બનાવવા पिंडवाएसणाओ = પિંડપાનૈષણાની દષ્ટિથી શુદ્ધ ઉપાશ્રય મળવો મુશ્કેલ છે चरियारए = નવ કલ્પ વિહારની ચર્યામાં લીન છે ठाणरए = કાયોત્સર્ગાદિ કરવામાં રત णिसीहियारए = સ્વાધ્યાય કરવામાં રત છે सेज्जा–संथार = શય્યા–સ્થાન, સંસ્તારક–પાટ, પાટલા पिंडवाएसणारए = આહાર પાણીની શુદ્ધ ગવેષણામાં રત છે उज्जुया = સરળ હોય છે णियागपडिवण्णा = સંયમ અને મોક્ષથી પ્રતિપન્ન હોય છે अमायं क‘व्वमाणा = માયા નહિ કરનાર वियाहिया = કહેલા છે.

उक्खित्तपुव्वा भवइ = સંગ્રહરૂપ રાખ્યા હોય णिक्खित्तपुव्वा भवइ = અમારા માટે બનાવીને રાખ્યા હોય परिभाइयपुव्वा भवइ = ભાગ કરી લીધા હોય परिभुत्तपुव्वा भवइ = ઉપયોગ કરી લીધો હોય परिठ्ठवियपुव्वा भवइ = સદાને માટે છોડી દીધા હોય કે દાનમાં આપી દીધા હોય वियागरेमाणे = કહેતા समियाए वियागरेइ = સમ્યક કહે છે.

ભાવાર્થ :– નિર્ગ્રંથ મુનિઓને નિર્દોષ અને એષણીય ઉપાશ્રય મળવો અત્યંત કઠિન છે. નિમ્નોક્ત દોષોના કારણે મકાનો શુદ્ધ હોતા નથી, જેમ કેગૃહસ્થો સાધુ માટે કોઈ સ્થાનમાં છત કરાવે; લીપે, બેસવાનો કે સૂવાનો ઓટલો બનાવે; દરવાજા, જાળી, બારણા વગેરે બનાવે, ક્યાંક શય્યાતર ગૃહસ્થો સાધુને માટે આહાર–પાણી બનાવે. ઉપરોક્ત દોષોથી રહિત ઉપાશ્રય મળી જાય, તોપણ સાધુની આવશ્યક ક્રિયાઓને યોગ્ય ઉપાશ્રય મળવો દુર્લભ હોય છે, કારણ કે કેટલાક સાધુ સંચરણશીલ હોય, કેટલાક કાયોત્સર્ગ કરનાર હોય, કેટલાક સ્વાધ્યાયમાં લીન હોય તથા કેટલાક શય્યા સંસ્તારક તેમજ આહાર–પાણીની શુદ્ધ ગવેષણા કરનાર હોય છે. ક્રિયાઓને યોગ્ય ઉપાશ્રય પણ મળવો વિશેષ મુશ્કેલ છે. રીતે સંયમ અર્થાત્ મોક્ષ માર્ગની સાધના કરનાર શ્રમણ સરળ તેમજ નિષ્કપટી હોય છે.

1

અધ્યયન–ર : ઉદ્દેશક–3

122 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પ્રકારના મકાન સાધુને માટે નિર્દોષ અને કલ્પનીય હોય છેગૃહસ્થો કેટલાક મકાનો અતિથિ–સંન્યાસી વગેરેના ઉપયોગ માટે બનાવીને રાખે છે, પોતાના માટે મકાનો બનાવે છે, ભાઈ–ભત્રિજા વગેરેને ભાગ રૂપે આપવા બનાવે છે, પોતે રહેતા હોય તે મકાન વિશાળ હોય તો તેમાંથી કેટલોક વિભાગ ખાલી હોય છે, પોતે અન્યત્ર રહેવા ગયા હોય તો જૂનું મકાન ખાલી પડ્યું હોય છે. તેવા મકાનો નિર્ગ્રંથને ગ્રહણ કરવા યોગ્ય છે.

પ્રશ્નઉપરોક્ત અકલ્પનીય અને કલ્પનીય શય્યાનું વર્ણન કરનાર શ્રમણ શું સમ્યક કથન કરે છે ?

ઉત્તરહા, ઉપરોક્ત બંને પ્રકારના મકાન સંબંધી દોષો અને ગુણોનું કથન કરવું સમ્યક છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સ્થાનની શુદ્ધિ–અશુદ્ધિ સંબંધી વિચારણા રજૂ કરવામાં આવી છે.

સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં હોય ત્યારે કેટલાક શ્રદ્ધાવાન ગૃહસ્થો સાધુને પોતાના સ્થાનમાં રહેવા માટે ભક્તિ ભાવપૂર્વક વિનંતિ કરે, ભક્તિના અતિરેકથી ગૃહસ્થો કપટથી અસત્ય ભાષણ કરીને સ્થાનની નિર્દોષતા પ્રગટ કરે છે. પ્રકારની પરિસ્થિતિમાં સાધુએ પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી તે સ્થાનની નિર્દોષતાનું પરીક્ષણ કરીને તે સ્થાનમાં રહેવું જોઈએ. સ્થાનની શુદ્ધિ માટે સૂત્રકારે ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે.

फासुए, उंछे, अहेसणिज्जे…………… (1) પ્રાસુકજે સ્થાન આધાકર્માદિ દોષોથી રહિત અર્થાત્ સાધુના નિમિત્તે બનાવેલું હોય તેવું મૂળગુણ દોષ રહિત સ્થાન પ્રાસુક છે, (ર) ઉંછેસાધુના નિમિત્તે તે સ્થાનમાં સમારકામ કરાવવું, છાપરા નાંખવા, દરવાજામાં ફેરફાર કરવો, રંગ રોગાન કરાવવા, તેની લાદી ઘસીને લીસી બનાવવી, સાધુના ગમનાગમનના રસ્તાને સાફ કરાવવો, ધૂપ આદિથી સુગંધિત કરવું, પ્રકાશિત કરવું, વગેરે ઉત્તરગુણ દોષોથી રહિત સ્થાન, (3) એષણીયમૂળગુણ અને ઉત્તરગુણથી વિશુદ્ધ સ્થાન હોય, તે એષણીય કહેવાય છે. તે ઉપરાંત તે સ્થાન સાધુના સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ સાધનાના દરેક કાર્યો માટે અનુકૂળ હોય, તે અત્યંત જરૂરી છે.

નિર્દોષ સ્થાન :– સ્થાનની નિર્દોષતાના સ્પષ્ટીકરણ માટે સૂત્રકારે પાંચ વિકલ્પો આપ્યા છે–

-1 उक्खित्तपुव्वा– ગૃહસ્થોએ કોઈ પણ વ્યક્તિના નિમિત્ત વિના મકાનો બનાવીને સંગ્રહ રૂપે રાખ્યા હોય અથવા કોઈ પણ સાધુ–સંન્યાસીઓને રહેવા માટે રાખ્યા હોય, (ર) णिक्खित्तपुव्वा– ભવિષ્યમાં પોતાને રહેવા માટે અથવા પોતાના રોકાણ માટે બનાવીને રાખ્યા હોય, (3) परिभाइयपुव्वा– ભવિષ્યમાં ભાઈ–ભત્રીજા આદિના ભાગ પાડવા માટે પહેલેથી અલગ અલગ મકાનો બનાવીને રાખ્યા હોય, (4)

परिभुत्तपुव्वा– વર્તમાને ગૃહસ્થો તે મકાનનો ઉપયોગ કરી રહ્યા હોય, પરંતુ મકાન ઘણું મોટું હોવાથી તેમાંથી સાધુને રહેવા માટે જગ્યા આપી શકે તેમ હોય, (પ) परिठ्ठवियपुव्वा– ગૃહસ્થોએ પોતાને રહેવા માટે નવુ મકાન બનાવી લીધું હોવાથી જૂનું મકાન ખાલી પડ્યું હોય. આવા કોઈ પણ કારણથી ગૃહસ્થ પાસે સાધુને આપી શકાય તેવું મકાન હોય, તો તેમાં સાધુનું આંશિક પણ નિમિત્ત હોવાથી, તે સ્થાન સાધુને માટે નિદોર્ષ અને કલ્પનીય છે.

સંક્ષેપમાં મુનિએ ગૃહસ્થની ભક્તિમાં ખેંચાઈને સદોષ સ્થાનમાં રહેવું જોઈએ. નિર્દોષ સ્થાનમાં જ સાધુની સાધનાનો વિકાસ થાય છે.

123

पिंडवाएसणाओપિંડપાનૈષણા. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ગૃહસ્થો દ્વારા લાગતા સ્થાન સંબંધિત દોષોનું કથન કર્યું છે. ગૃહસ્થો સાધુને માટે મકાનની ઉપર છત નાંખે, લીપે, રંગરોગાન કરાવે વગેરે ક્રિયાઓના કથન પછી સૂત્રકારે અંતે पिंडवाएसणाओ શબ્દનો પ્રયોગ કર્યો છે. વૃત્તિકારે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે આપ્યું છેશય્યાતર ગૃહસ્થ સાધુને માટે આહાર–પાણી બનાવીને શય્યા–સ્થાનને દોષિત બનાવે છે. જેની આજ્ઞાથી મકાનમાં રહેવાનું થાય, તે ગૃહસ્થ સાધુને માટે શય્યાતર કહેવાય છે. સાધુને શય્યાતરપિંડ–

શય્યાતરના ઘરના આહાર–પાણી કલ્પનીય નથી. તેમ છતાં ક્યારેક શય્યાતર ગૃહસ્થ ભક્તિભાવથી સાધુને માટે ભોજન–પાણી બનાવે અને મુનિને લેવાનો અત્યંત આગ્રહ કરે છે. જો મુનિ તે આહાર–પાણી ગ્રહણ કરે, તો તે દોષનું સેવન કરે છે અને જો મુનિ આહાર ગ્રહણ કરે, તો ક્યારેક ગૃહસ્થ ક્રોધિત થાય, અવજ્ઞા કે અપમાન કરે, ગૃહસ્થની શ્રદ્ધા ચલિત થાય છે. રીતે મુનિના નિયમોના જાણકાર તથા સાધુને પોતાના તરફથી કોઈ પણ દોષ લાગે, તેના માટે સાવધાન રહેનાર શય્યાદાતા પણ દુર્લભ છે.

वियागरेमाणे समियाए वियागरेइ : સૂત્રના અંતમાં પ્રશ્નોત્તર શૈલીનો પ્રયોગ થયો છે કે

ઉપાશ્રયના ગુણદોષ બતાવનાર સાધુ સમ્યક કથન કરે છે ? તેના જવાબમાં સૂત્રકાર પ્રમાણે કહે છે–

હા, તે બરાબર કહે છે, તાત્પર્ય છે કે સાધુ પ્રસંગાનુસાર પરસ્પરમાં કે વિવેકી ગૃહસ્થોને શય્યા સંબંધી સૂત્રોક્ત જાણકારી આપી શકે છે.

ઉપાશ્રયમાં યતના :

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जाखुड्डियाओ खुड्डदुवारियाओ णिइयाओ संणिरुद्धाओ भवंति, तहप्पगारे उवस्सए राओ वा वियाले वा णिक्खममाणे वा पविसमाणे वा पुरा हत्थेण, पच्छा पाएण; तओ संजयामेव णिक्खमेज्ज वा पविसेज्ज वा । केवली बूया आयाणमेयं जे तत्थ समणाण वा माहणाण वा छत्तए वा मत्तए वा दंडए वा लठ्ठिया वा भिसिया वा णालिया वा चेले वा चिलिमिली वा चम्मए वा चम्मकोसए वा चम्मच्छेयणए वा दुबद्धे दुणिक्खित्ते अणिकंपे चलाचले, भिक्खू राओ वा वियाले वा णिक्खममाणे वा पविसमाणे वा पयलेज्ज वा पवडेज्ज वा से तत्थ पयलमाणे वा पवडमाणे वा हत्थं वा पायं वा जाव इंदियजायं लूसेज्ज वा; पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा जाव ववरोवेज्ज वा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा, एस हेउ, एस कारणं, एस उवएसो जं तहप्पगारे उवस्सए पुरा हत्थेण पच्छा पाएण तओ संजयामेव णिक्खमेज्ज वा पविसेज्ज वा શબ્દાર્થ :– खुड्डियाओ = નાનો ઉપાશ્રય खुड्डदुवारियाओ = નાના દરવાજાવાળો ઉપાશ્રય णिइयाओ = નીચો છે संणिरुद्धाओ भवंति = અન્ય ભિક્ષુઓના રહેવાથી રોકાયેલો છે तहप्पगारे उवस्सए = તેવા પ્રકારના ઉપાશ્રયમાં राओ वा वियाले = રાત્રિમાં કે વિકાલમાં, સંધ્યા સમયેणिक्खममाणे 2

અધ્યયન–ર : ઉદ્દેશક–3

124 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ = અંદરથી બહાર નીકળતા पविसमाणे = બહારથી અંદર પ્રવેશ કરતાં पुराहत्थेण = પહેલા હાથ ફેલાવીને ભૂમિને જોઈનેपच्छापाएण= પછી પગ મૂકી ચાલે भिसिया = લાકડાનું આસન વિશેષणालिया = પોતાની ઊંચાઈથી ચાર આંગુલ લાંબી પોલાણવાળી લાકડી चिलिमिली = પડદો અથવા મચ્છરદાની चम्मए = મૃગચર્મ વગેરે चम्मकोसए = ચામડાની કોથળી,આંગળી, પગ વગેરેના સુરક્ષાના સાધન चम्मच्छेयणए = ચામડું કાપવાનું ઓજાર–સાધન दुबद्धे = સરખી રીતે બાંધ્યા હોય दुणिक्खित्ते = સારી રીતે મૂક્યા હોય अणिकंपे = જે થોડા હલતા હોય चलाचले = વિશેષ હલતા હોય.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે ઉપાશ્રય નાનો કે નાના દરવાજા–

વાળો છે, નીચો છે, તેમાં પહેલેથી ચરક આદિ પરિવ્રાજકોના રહેવાથી તથા તેના ઉપકરણોથી રોકાયેલો છે અર્થાત્ ખાલી નથી, કદાચ કોઈ કારણવશ સાધુને પ્રકારના ઉપાશ્રયમાં રહેવું પડે તો તે રાત્રિમાં કે

વિકાલમાં અંદરથી બહાર નીકળતા કે બહારથી અંદર પ્રવેશ કરતાં પહેલા હાથ ફેલાવીને જોઈ લે પછી સાવધાનીથી યત્નાપૂર્વક પગ મૂકીને પ્રવેશ કરે કે બહાર નીકળે.

કેવળી ભગવાન કહે છે કે પ્રકારનો ઉપાશ્રય કર્મબંધનું કારણ છે, કારણ કે ત્યાં શાક્યાદિ શ્રમણો કે બ્રાહ્મણોએ છત્ર, પાત્ર અથવા માત્રક, દંડ, લાકડી, આસન, વાંસની લાંબી લાકડી, વસ્ત્ર, મચ્છરદાની અથવા પડદો, મૃગચર્મ, ચામડાની થેલી કે ચામડાને કાપવાનું સાધન, સર્વ વસ્તુઓ સારી રીતે બાંધીને રાખી હોય, આડીઅવળી વિખરાયેલી પડી હોય, સાધનો ડગમગતા હોય, વધારે ડગમગતા હોય તો રાત્રે કે વિકાલમાં અંદરથી બહાર અને બહારથી અંદર(અસાવધાનીથી) પ્રવેશતા સાધુ લપસી જાય કે પડી જાય(તો તે ઉપકરણો તૂટી જાય) અથવા તે સાધુના લપસી જવાથી કે પડી જવાથી તેના હાથ, પગ, મસ્તક કે અન્ય ઇન્દ્રિયો આદિ અંગોપાંગને વાગી જાય છે અથવા પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસા થાય, તે દબાઈ જાય યાવત્ જીવનથી રહિત થઈ જાય–મરી જાય છે, માટે તીર્થંકરાદિ આપ્ત પુરુષોએ પહેલાંથી સાધુ માટે પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે પ્રકારના ઉપાશ્રયમાં રહેવું પડે તો સાધુ રાત્રિના કે વિકાલમાં(અંધારાના કારણે દેખાતું હોવાથી)

પહેલાં હાથ ફેલાવીને(તપાસીને) પછી પગ મૂકે તથા યત્નાપૂર્વક અંદરથી બહાર કે બહારથી અંદર જાય.

વિવેચન :–