This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

107

બીજું અધ્યયન : બીજો ઉદ્દેશક ગૃહસ્થ–સંસક્ત ઉપાશ્રયના દોષો :

गाहावई णामेगे सुइसमायारा भवंति, भिक्खू असिणाणए, मोयसमायारे; से तग्गंधे दुग्गंधे पडिक’ले पडिलोमे यावि भवइ जं पुव्वकम्मं तं पच्छाकम्मं, जं पच्छाकम्मं तं पुव्वकम्मं तं भिक्खुपडियाए वट्टमाणे करेज्जा वा, णो वा करेज्जा अह भिक्खूणं पुव्वोवविठ्ठा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा શબ્દાર્થ :– सुइसमायारा= શુચિ ધર્મને માનનારા असिणाणए = સ્નાન નહિ કરવાથીमोयसमायारे = મોક–પ્રશ્રવણનો ઉપયોગ કરનારા હોય છે से = તે સાધુ तग्गंधे = તેની ગંધવાળા दुग्गंधे = અસ્નાનના કારણે શરીરની દુર્ગંધવાળા હોય છે पडिक’ले = ગૃહસ્થને તે પ્રતિકૂળ पडिलोमे यावि भवइ = અપ્રિયકારી પણ બને છે जं पुव्वकम्मं तं पच्छाकम्मं = જે કાર્ય પહેલાં કરવાનું છે તે કાર્ય પછી કરે जं पच्छाकम्म तं पुव्वकम्मं = જે કાર્ય પછી કરવાનું છે તે કાર્ય પહેલાં કરી લેतं भिक्खुपडियाए= તે સાધુના કારણે ભોજનાદિ ક્રિયાના સમયમાં वट्टमाणे = વર્તતા करेज्जा वा णो वा करेज्जा = આગળ–પાછળ કરે અથવા કરે.

ભાવાર્થ :– કેટલાક ગૃહસ્થો શુચિધર્મવાળા હોય છે અર્થાત્ બાહ્ય શુદ્ધિનું વિશેષ પાલન કરનારા હોય છે અને સાધુ તો સ્નાનના ત્યાગી હોય છે, તેમજ પ્રશ્રવણનો પ્રયોગ કરનારા હોય છે, તેથી તેની ગંધ તથા અસ્નાનના કારણે સાધુના શરીર અને વસ્ત્રોમાંથી આવતી દુર્ગંધ ગૃહસ્થને પ્રતિકૂળ અને અપ્રિય લાગે, ગૃહસ્થ(સ્નાનાદિ) જે કાર્ય પહેલાં કરતા હોય, તે સાધુના કારણે પછી કરે અને જે કાર્ય પછી કરવાના હોય તે પહેલાં કરે અથવા ભિક્ષુઓના કારણે તેઓ સમય પહેલા ભોજનાદિ ક્રિયાઓ કરી લે અથવા ભોજનાદિ ક્રિયા કરે નહીં, સાધુઓ પણ ગૃહસ્થના કારણે શારીરિક ક્રિયાઓ અથવા સંયમ સમાચારીની ક્રિયાઓ યથાસમયે કરી શકતા નથી અથવા કરતા નથી.

તેથી તીર્થંકરોએ પહેલાંથી સાધુ માટે પ્રકારની પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહે નહિ કે શયન આસન આદિ કરે નહિ.

आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धिं संवसमाणस्सइह खलु गाहावइस्स अप्पणो सयठ्ठाए विरूवरूवे भोयणजाए उवक्खडिए सिया, अह पच्छा भिक्खुपडियाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडेज्ज वा उवकरेज्ज वा, तं भिक्खू अभिकंखेज्जा भोत्तए वा पायए वा वियट्टित्तए वा। अह भिक्खूणं पुव्वोवविठ्ठा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा 1

2

અધ્યયન–ર : ઉદ્દેશક–ર 108 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ શબ્દાર્થ :– वियट्टित्तए = ઉપયોગ કરે, તેમાં પ્રવૃત્ત થાય.

ભાવાર્થ :– ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, તે સાધુને માટે કર્મબંધનું કારણ છેત્યાં ગૃહસ્થે પોતાના માટે વિવિધ પ્રકારના ભોજન તૈયાર કર્યા હોય છે, ત્યાર પછી સાધુઓને માટે અશનાદિ આહાર બનાવે કે અન્ય ખાદ્ય પદાર્થ તૈયાર કરે. સાધુ પણ તે આહારને ખાવા–પીવાની ઇચ્છા કરે તેમજ તેમાં પ્રવૃત્ત થઈ જાય.

તેથી તીર્થંકરોએ પહેલેથી સાધુ માટે પ્રકારની પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ, શયન–આસન આદિ કરે નહિ.

आयाणमेयं भिक्खुस्स गाहावइहिं सद्धिं संवसमाणस्सइह खलु गाहावइस्स अप्पणो सयठ्ठाए विरूवरूवाइं दारुयाइं भिण्णपुव्वाइं भवंति, अह पच्छा भिक्खुपडियाए विरूवरूवाइं दारुयाइं भिंदेज्ज वा किणेज्ज वा पामिच्चेज्ज वा दारुणा वा दारुपरिणामं कट्टु अगणिकायं उज्जालेज्ज वा पज्जालेज्ज वा, तत्थ भिक्खू अभिकंखेज्जा आयावेत्तए वा पयावेत्तए वा वियट्टित्तए वा अह भिक्खूणं पुव्वोवविठ्ठा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा શબ્દાર્થ :– विरूवरूवाइं = વિવિધ પ્રકારના दारुयाइं = લાકડા भिण्णपुव्वाइं भवंति = પહેલાથી ભેદન કરીને રાખ્યા છે भिंदेज्ज = ભેદન કરે किणेज्ज = ખરીદી લે पामिच्चेज्ज = કોઈ પાસેથી ઉધાર લે दारुणा वा दारुपरिणामं कट्टु = લાકડાની સાથે લાકડું ઘસે.

ભાવાર્થ :– ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, તે સાધુ માટે કર્મબંધનું કારણ છેગૃહસ્થે પોતાના માટે પહેલા વિવિધ પ્રકારના લાકડા કાપીને રાખ્યા હોય છે. હવે પછી તે સાધુ માટે પણ અનેક પ્રકારના લાકડા કાપે, ખરીદે કે કોઈ પાસેથી ઉધાર લાવે અને લાકડા સાથે લાકડાને ઘસીને અગ્નિ ઉજ્વલિત કે

પ્રજ્વલિત કરે, સાધુ પણ ગૃહસ્થની જેમ ઠંડી દૂર કરવા માટે અગ્નિનો આતાપ અને પ્રતાપ લેવાની ઇચ્છા કરે અને તેમ કરવા પ્રવૃત્ત પણ થઈ જાય.

તેથી તીર્થંકરોએ પહેલેથી સાધુ માટે પ્રકારની પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ કે શયનાસન આદિ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा उच्चारपासवणेणं उब्बाहिज्जमाणे राओ वा वियाले वा गाहावइक‘लस्स दुवारबाहं अवंगुणेज्जा, तेणे तस्संधिचारी अणुपविसेज्जा तस्स भिक्खुस्स णो कप्पइ एवं वदित्तएअयं तेणे पविसइ, णो वा पविसइ; उवल्लियइ, णो वा उवल्लियइ; अइपतति, णो वा अइपतति; वयइ, णो वा वयइ; तेण हडं, अण्णेण हडं, तस्स हडं, अण्णस्स हडं, अयं तेणे, अयं उवचरए, अयं हंता, अयं एत्थमकासी तं तवस्सिं भिक्खुं अतेणं तेणं ति संकइ 3

4

109

अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा जाव णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा શબ્દાર્થ :– तेणे = ચોરतस्संधिचारी = તકને જોનાર વ્યક્તિ अणुपविसेज्जा = ઘરમાં પ્રવેશી જાય उवल्लियइ = તે અહીં છુપાઈ રહ્યો છે णो वा उवल्लियइ = અહીં છુપાયો નથી अइपतति = નીચે કૂદે છે णो वा अइपतति = નીચે કૂદતો નથી वयइ = તે જાય છે કે णो वा वयइ = જતો નથી तेण हडं = તેણે ચોરી કરી છે अण्णेण हडं = બીજાએ ચોરી કરી છે तस्स हडं = તેણે તેનો માલ ચોર્યો છે अण्णस्स हडं = બીજાનો માલ ચોર્યો છે.

ભાવાર્થ :– ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેતા સાધુ–સાધ્વીને રાત્રિમાં કે વિકાલમાં મળ–મૂત્રની બાધા થતાં તે ગૃહસ્થનો દરવાજો ખોલે અને તે સમયે તેવી તકની પ્રતિક્ષા કરનાર કોઈ ચોર ઘરમાં ઘૂસી જાય, તો તે સમયે સાધુને પ્રમાણે કહેવું કલ્પતું નથી, ચોર આવી રહ્યો છે કે ચોર આવતો નથી; ચોર છુપાઈ રહ્યો છે કે છુપાતો નથી; તે નીચે કૂદે છે કે નીચે કૂદતો નથી; તે જાય છે કે જતો નથી; તેણે ચોરી કરી છે કે બીજાએ ચોરી કરી છે, તેનું ધન ચોર્યું છે કે બીજાનું ધન ચોર્યું છે, ચોર છે, તેનો સાથીદાર છે, આ ઘાતક છે, ચોરે અહીં ચોરીનું કામ કર્યું છે. પ્રકારે કાંઈ પણ બોલ્યા વિના સાધુ મૌન રહે. તેવા સમયે તે ગૃહસ્થને તપસ્વી સાધુ જે વાસ્તવમાં ચોર નથી, તેના પર ચોર હોવાની શંકા થાય છે.

તેથી તીર્થંકરોએ પહેલેથી સાધુ માટે પ્રકારની પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહે નહિ કે શયનાસન આદિ કરે નહિ.

વિવેચન :–

પહેલા ઉદ્દેશકમાં પણ શાસ્ત્રકારે ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવા સંબંધી અનેક દોષો કહ્યા છે અને ઉદ્દેશકના પ્રસ્તુત સૂત્રોમાં પણ શાસ્ત્રકારે તે વિષયનું નિરૂપણ કર્યું છે. સૂત્રોમાં ચાર દષ્ટિકોણથી દોષો બતાવ્યા છે–

(1) સાધુ અને ગૃહસ્થના જીવન વ્યવહારમાં, રહેણીકરણીમાં બહુ મોટો તફાવત છે. ગૃહસ્થો પ્રતિદિન સ્નાનાદિ કરીને શરીરને સ્વચ્છ અને સુઘડ રાખે છે. સાધુ યાવજ્જીવન અસ્નાનવ્રતનું પાલન કરે છે, મેલનો પરીષહ સહન કરે છે, તેથી કેટલાક સાધુના શરીરમાં કે વસ્ત્ર આદિમાં પરસેવા આદિની દુર્ગંધ આવતી હોય, સાધુના પ્રકારના આચારને જોઈને ગૃહસ્થોને સાધુ પ્રતિ જુગુપ્સા કે ઘૃણાનો ભાવ થાય છે.

તે ઉપરાંત સાધુના કારણે ગૃહસ્થ અનેક કાર્યો કરવામાં ક્ષોભ અનુભવે છે તેથી તેને પોતાના કાર્યો આગળ–પાછળ કરવા પડે છે અને સાધુને પણ ગૃહસ્થના સતત સંપર્કથી પોતાના સ્વાધ્યાય–ધ્યાન, પ્રતિલેખનાદિ આવશ્યક ક્રિયાઓમાં સ્ખલના થાય છે.

રીતે ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં ગૃહસ્થ અને સાધુ બંનેને પોત–પોતાની કાર્યવાહીમાં સ્ખલના થતી હોવાથી ગૃહસ્થને સાધુ પ્રતિ અને સાધુને ગૃહસ્થ પ્રતિ અભાવ થવાની સંભાવના રહે છે.

(ર) ગૃહસ્થ પોતાના માટે ભોજન બનાવ્યા પછી સાધુઓના માટે વિશિષ્ટ ભોજન બનાવે, તેથી સાધુ સ્વાદલોલુપી તેમજ આચાર ભ્રષ્ટ થઈ જાય છે.

(3) સાધુ માટે ગૃહસ્થ લાકડા ખરીદે કે ગમે ત્યાંથી લાવે, ઠંડીના નિવારણ માટે અગ્નિ પ્રજ્વલિત કરે અને સાધુને પણ તાપવાની ઇચ્છા થઈ જાય છે.

અધ્યયન–ર : ઉદ્દેશક–ર 110 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ (4) રાત્રે સાધુ પરઠવા જવાના નિમિત્તે દરવાજો ખોલીને બહાર જાય અને પાછળથી મકાનમાં ચોર ઘૂસી જાય કે તેવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, તો સાધુ મુશ્કેલીમાં મૂકાય જાય છે. ગૃહસ્થને કહેવું કે કહેવું ?

સાધુને બોલવામાં અને મૌન રહેવામાં, બંનેમાં દોષ છે. જો સાધુ ગૃહસ્થને કહી દે કે ચોર છે, તેણે ચોરી કરી છે, તો ભવિષ્યમાં તે ચોર સાધુ સાથે વૈરભાવ કે દ્વેષભાવ રાખે છે. ગૃહસ્થ ચોરને સજા કરે, તેમાં સાધુ નિમિત્ત બને છે અને સાધુ મૌન રહે, તો ગૃહસ્થને સાધુ પ્રતિ આશંકાનો, અવિશ્વાસનો ભાવ જાગૃત થાય છે.

રીતે ગૃહસ્થ યુક્ત મકાનમાં રહેવામાં અનેક દોષોની સંભાવના હોવાથી સાધુ તથાપ્રકારના સ્થાનમાં રહે.

સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે જ્યાં ગૃહસ્થની બહુમૂલ્યવાન વસ્તુઓ હોય, તેવું સ્થાન નિર્દોષ હોવા છતાં સાધુ તે સ્થાનમાં રહે નહીં. કારણ કે સાધુના સ્થાનમાં ધર્મ શ્રવણ આદિ કારણોથી અનેક ગૃહસ્થોનું આવાગમન થયા કરે છે. બહુમૂલ્યવાન વસ્તુઓની ચોરી થાય કે થાય, પરંતુ સાધુને સતત ચિંતા, ભય, વ્યગ્રતા રહે અને તેથી તેની માનસિક એકાગ્રતા ખંડિત થાય છે.

જે સ્થાનમાં પરઠવાની સુવિધા હોય, પરઠવા માટે દરવાજો ખોલીને બહાર જવામાં કોઈ જોખમ ન હોય, જ્યાં રહેવામાં અન્ય કોઈ આપત્તિની સંભાવના હોય તેવા સુરક્ષિત સ્થાનમાં સાધુ નિવાસ કરે છે.

मोय समायारेમોકપ્રસ્રવણનો સમાચરણ–ઉપયોગ કરનાર. વૃત્તિકારે અહીં તેનો અર્થ સ્વમૂત્ર કર્યો છે. સાધુ વિશિષ્ટ પ્રસંગે પાણીના અભાવમાં તેનો ઉપયોગ કરે છે. તેમ રાજેન્દ્ર કોશના છઠ્ઠા ભાગમાં સ્પષ્ટીકરણ છે. તે સિવાય રાજેન્દ્ર કોશના ચોથા ભાગમાં निशाकप्प શબ્દમાં પણ સાધુને માટે રાત્રિના વિશિષ્ટ આચરણરૂપે પ્રસ્રવણના ઉપયોગનું કથન છે. અનેક રોગોમાં કે દુખાવામાં પણ કેટલાક સાધુ પ્રસ્રવણ દ્વારા ઔષધ–ઉપચાર કરતા હોય છે.

अतेणं तेणं तिગૃહસ્થના ઘરમાં ચોરી થાય, તો ગૃહસ્થ સાધુને ચોરના વિષયમાં પૂછ–પરછ કરે, ચોરની શોધખોળ કરવા છતાં ચોર મળે, સાધુના મૌન રહેવાથી ગૃહસ્થને સાધુ પર અવિશ્વાસ થાય છે. કદાચ સાધુ કોઈ ગુપ્તચર હોય શકે, તેણે ચોરને ઘરનો ભેદ જણાવ્યો હોય, ચોરી થવામાં જરૂર સાધુનો હાથ હોવો જોઈએ. રીતે સાધુ સ્વયં ચોર હોવા છતાં ગૃહસ્થ તેના પર ચોરીનો આક્ષેપ મૂકી શકે છે.

ત્રસ–સ્થાવર જીવોથી સંસક્ત ઉપાશ્રય વિવેક :

से भिक्खु वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा, तं जहा–

तणपुंजेसु वा पलालपुंजेसु वा सअंडे जाव ससंताणए तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । से भिक्खु वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जातणपुंजेसु वा पलालपुंजेसु वा अप्पंडे जाव चेएज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે ઉપાશ્રય ઘાસના જથ્થાથી કે પરાલના જથ્થાથી બનેલો છે. તેમાં ત્રસજીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળા છે, તો તેવા ઉપાશ્રયમાં સાધુ રહે નહીં કે શયનાસન કરે નહીં અર્થાત્ સૂવા–બેસવા આદિની ક્રિયા કરે નહિ.

5

111

જો સાધુ–સાધ્વી એમ જાણે કે ઉપાશ્રય ઘાસના જથ્થાથી કે પરાળના જથ્થાથી બનેલો છે અને તે ત્રસ જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, તો તેવા ઉપાશ્રયમાં ભિક્ષુ રહે કે શયનાસન આદિ કાર્ય કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને ઘાસ–પરાળ નિર્મિત ઝૂંપડીમાં રહેવાનો વિવેક દર્શાવ્યો છે. સાધુ પોતાના નિમિત્તે કોઈ પણ જીવને હાનિ પહોંચાડવા ઇચ્છતા નથી. તેની અહિંસાની પરાકાષ્ઠા છે. સર્વ જીવોને પોતાના આત્મા સમાન જાણે. તે પોતાના નિવાસ માટે જે સ્થાન પસંદ કરે, તે સ્થાનમાં કીડી આદિ ત્રસ જીવોના ઈંડા, બીજ કે અનાજ હોય, લીલોતરી ઊગી હોય, ઝાકળ કે સચેત પાણી હોય, ભીની માટી, સેવાળ, લીલ–ફૂગ કે કીડીયારા હોય, તો તેવા સ્થાનમાં રહેવાથી સાધુની અસાવધાનીથી તે જીવોને દુઃખ થાય છે, તેથી સાધુ આવા ઉપાશ્રયમાં રહીને બેસવા આદિની એક પણ ક્રિયા કરે નહિ, પરંતુ જીવોથી રહિત શુદ્ધ નિર્દોષ સ્થાનની ગવેષણા કરીને તે સ્થાનમાં સાધુ નિવાસ કરે છે.

અન્યતીર્થિકોના સ્થાનમાં નિવાસ વિવેક :

से आगंतारेसु वा आरामागारेसु वा गाहावइक‘लेसु वा परियावसहेसु वा अभिक्खणं–अभिक्खणं साहम्मिएहिं ओवयमाणेहिं णो ओवएज्जा શબ્દાર્થ :– साहम्मिएहिं = ગૃહત્યાગી સંન્યાસી આદિ अभिक्खणं = વારંવાર ओवयमाणेहिं = આવતા હોય, રહેતા હોય णो ओवएज्जा = ત્યાં સાધુ રહે નહિ.

ભાવાર્થ :– ધર્મશાળામાં, ઉદ્યાનમાં બનાવેલા આરામઘરોમાં, ગૃહસ્થના ઘરોમાં કે તાપસોના મઠાદિમાં જ્યાં કોઈ પણ ગૃહત્યાગી સાધુ–સંન્યાસી વારંવાર આવતા જતા હોય ત્યાં નિર્ગ્રંથ સાધુઓ રહે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ માટે અન્યતીર્થિકોના આવાગમનવાળા સ્થાનમાં રહેવાનો નિષેધ કર્યો છે.

સાધુનું નિવાસસ્થાન તેની સાધનાને યોગ્ય શાંત હોવું જરૂરી છે. લોકોનું અધિક આવાગમન કે

કોલાહલ હોય તેવા સ્થાનમાં સાધુ નિવાસ કરે.

જ્યાં અન્યતીર્થિકો તાપસો, સંન્યાસીઓ, ભિક્ષુકો આદિનું આવાગમન હોય, ત્યાં તેના અનુયાયીઓ વગેરે અનેક લોકોના આવાગમનથી વાતાવરણ કોલાહલમય બની જાય છે અને તેથી સાધુને સ્વાધ્યાયધ્યાનમાં સ્ખલના થાય છે.

જૈન શ્રમણોની કઠિન સમાચારી જોઈને લોકો તેમનું અધિક માન–સન્માન કરે તો તે જોઈને અન્યતીર્થિકોને ક્યારેક ઇર્ષ્યા, વેરઝેરના ભાવ જાગૃત થાય છે. ક્યારેક અન્યતીર્થિકોના અધિક પરિચયથી સાધુના આચાર–વિચારમાં તથા શ્રાવકોમાં પણ વિપરીતતા આવવાની સંભાવના રહે છે, તેથી તથાપ્રકારના સ્થાનમાં સાધુ રહે નહિ, પરંતુ બીજા સ્થાનની ગવેષણા કરીને ત્યાં રહેવાનું પસંદ કરે.

ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્યારેક અન્યત્ર સ્થાન પ્રાપ્તિ થઈ શકે તેમ હોય, તો સૂત્રોક્ત ધર્મશાળા આદિ સ્થાનમાં સાધુ વિવેકપૂર્વક રહી શકે છે.

6

અધ્યયન–ર : ઉદ્દેશક–ર 112 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પ્રસ્તુત પાઠથી સૂચિત થાય છે કે તે કાલમાં યાત્રિકો માટે બનાવેલી ધર્મશાળાઓ, વિશ્રામગૃહો, આશ્રમો અને મઠો વગેરે જાહેર સ્થાનોમાં સંપ્રદાયના ભેદ–ભાવ વિના સાધુઓ રહેતા હતા.

साहम्मिएहिंપ્રસ્તુત સૂત્રમાં પ્રયુક્ત સાધર્મિક શબ્દ પ્રયોગ કેવળ જૈન શ્રમણો માટે નથી, પરંતુ સામાન્ય સાધુ માત્ર માટે થયો છે.

શય્યા સંબંધી નવ પ્રકારની ક્રિયા : (1) કાલાતિક્રાંત ક્રિયા :

से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उडुबद्धियं वा वासावासियं वा कप्पं उवाइणावित्ता तत्थेव भुज्जो–भुज्जो संवसंति, अयमाउसो कालाइक्कंतकिरिया यावि भवइ શબ્દાર્થ :– उडुबद्धियं = ૠતુબદ્ધ કાલ, માસકલ્પ, वासावासियं = વર્ષાવાસ કલ્પ, ચાતુર્માસ કલ્પ.

ભાવાર્થ :– જે ધર્મશાળા યાવત્ તાપસોના મઠ આદિમાં સાધુ ભગવંતોએ માસકલ્પ કે ચાતુર્માસ કલ્પ વ્યતીત કર્યો હોય તે સ્થાનમાં કારણ વિના નિરંતર રહે, વિહાર કરે નહીં, તો તે શ્રમણોને કાલાતિક્રાંતક્રિયા લાગે છે.

વિવેચન :–

પ્રસ્તુતમાં મકાન સંબંધી સાધુની નવ પ્રકારની ક્રિયામાંથી પ્રથમ કાલાતિક્રાંત ક્રિયાનું કથન છે.

સૂત્ર–7 થી 15 માં સર્વ મળી શય્યા સંબંધી નવ પ્રકારની ક્રિયાઓનું વર્ણન છે. તે નવ ક્રિયાઓ પ્રમાણે છે– (1) કાલાતિક્રાંત ક્રિયા ( ર) ઉપસ્થાન ક્રિયા (3) અભિક્રાંત ક્રિયા (4) અનભિક્રાંત ક્રિયા ( પ) વર્જ્ય ક્રિયા (6) મહાવર્જ્ય ક્રિયા (7) સાવદ્ય ક્રિયા (8) મહા સાવદ્ય ક્રિયા અને (9) અલ્પસાવદ્ય ક્રિયા.

કાલાતિક્રાંત ક્રિયાબૃહત્કલ્પ સૂત્રાનુસાર કોઈ પણ એક સ્થાનમાં સાધુ 29 દિવસ અને સાધ્વી 58

દિવસ રહી શકે છે, તેને માસકલ્પ કહે છે. સાધુ–સાધ્વી ચાતુર્માસમાં એક સ્થાનમાં ચાર માસ સુધી રહે છે, તેને ચાતુર્માસ કલ્પ કહે છે. સાધુ પોતાની મર્યાદાથી અધિક કાલ પર્યંત કોઈ પણ સ્થાનમાં રહે, તો તેને આ સૂત્રાનુસાર કાલાતિક્રાંત ક્રિયા નામનો દોષ લાગે છે.

એક સ્થાનમાં લાંબો સમય રહેવાથી તે સ્થાનની આસપાસ રહેતાં ગૃહસ્થોનો ગાઢ પરિચય થાય, ગૃહસ્થો સાથે રાગ ભાવથી સાધુ બંધાઈ જાય અને તેથી સાધુને ગોચરીમાં આધાકર્મ આદિ દોષોની સંભાવના રહે છે. ક્યારેક अति परिचयादवज्ञा । અધિક પરિચય અવજ્ઞાનું નિમિત્ત બને છે, કોઈ પણ નિમિત્તથી ગૃહસ્થને સાધુ પ્રતિ અભાવ અને ધર્મશ્રદ્ધાનો નાશ થાય છે. તે ઉપરાંત ગૃહસ્થોનો અતિ પરિચય સંયમી જીવનમાં અનેક પ્રકારે હાનિકારક થાય છે.

એક સ્થાનમાં લાંબો સમય રહેવાથી શાસન પ્રભાવનાનું ઉત્તમ કાર્ય સ્થગિત થઈ જાય છે, ગ્રામાનુગ્રામ વિચરણ કરવા રૂપ જિનાજ્ઞાનો લોપ થાય છે, તેથી સાધુએ વિશેષ કારણ વિના કોઈ પણ સ્થાનમાં આગમ નિર્દિષ્ટ કાલમર્યાદા પ્રમાણે નિવાસ કરવો જોઈએ.

(ર) ઉપસ્થાન ક્રિયા :

से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उडुबद्धियं वा वासावासियं वा कप्पं उवाइणावित्ता तं दुगुणा तिगुणेण अपरिहरित्ता तत्थेव 7

8

113

भुज्जो संवसंति अयमाउसो उवठ्ठाणकिरिया यावि भवइ શબ્દાર્થ :– जे भयंतारो = જો મુનિ उडुबद्धियं वासावासियं = શેષકાળમાં કે ચાતુર્માસમાં कप्पं उवाइणावित्ता = કલ્પ વિતાવીને तं = તે બીજી જગ્યાએ दुगुणा तिगुणेण = શેષકાળનો બમણો અને ચોમાસાનો ત્રણ ગુણો સમય.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વીએ ધર્મશાળાઓ યાવત્ તાપસોના મઠ આદિ જે સ્થાનમાં ૠતુબદ્ધ કલ્પ–

શેષકાળ કે વર્ષાવાસ કલ્પ પસાર કર્યો હોય, તેમાં માસ કલ્પથી બમણો અને ચાતુર્માસ કલ્પથી ત્રણ ગણો સમય બીજી જગ્યાએ પસાર કર્યા વિના ફરી તે સ્થાનમાં આવીને રહે, તો તે શ્રમણોને ઉપસ્થાન ક્રિયા દોષ લાગે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી બીજા પ્રકારની ઉપસ્થાન ક્રિયાનું કથન છે.

જે ક્ષેત્રમાં સાધુ–સાધ્વીઓએ માસ કલ્પ વ્યતીત કરીને ત્યાંથી વિહાર કર્યો હોય, તે સ્થાનમાં બે મહિના પહેલાં આવીને રહે અને જે ક્ષેત્રમાં ચાતુર્માસ કલ્પ વ્યતીત કર્યો હોય, તે ક્ષેત્રમાં ત્રણ ગુણો કાલ એટલે બાર મહિના પહેલાં આવીને રહે તો તે સાધુ–સાધ્વીને ઉપસ્થાન ક્રિયા નામનો દોષ લાગે છે.

दुगुणा तिगुणेण अपरिहरित्ता……… :અહી दुगुणा શબ્દ માસ કલ્પ માટે છે અને तिगुणेण શબ્દ ચાતુર્માસ કલ્પ માટે છે. (1) સાધુ માટે માસકલ્પની મર્યાદા 29 દિવસની છે તેથી સાધુ જે સ્થાનમાં માસકલ્પ રહ્યા હોય, તે સ્થાનમાં ઓછામાં ઓછા માસકલ્પથી બમણા અર્થાત્ 58 દિવસ પહેલા આવીને રહી શકતા નથી અને સાધ્વી માટે માસકલ્પની મર્યાદા 58 દિવસની છે તેથી સાધ્વી જે સ્થાનમાં માસકલ્પ રહ્યા હોય, ત્યાં તેનાથી બમણા અર્થાત્ 116 દિવસ પહેલા આવીને રહી શકતા નથી. (ર) સાધુ અને સાધ્વી બંનેના ચાતુર્માસ કલ્પની મર્યાદા ચાર માસની છે તેથી સાધુ કે સાધ્વી જે સ્થાનમાં ચાતુર્માસકલ્પ રહ્યા હોય, તે સ્થાનમાં ચાતુર્માસકલ્પથી ત્રણગુણા અર્થાત્ બાર મહિના પહેલાં ત્યાં આવીને રહી શકતા નથી. જો સાધુ કે સાધ્વી પોતાની કલ્પમર્યાદાનું ઉલ્લંઘન કરે અર્થાત્ તેની કાલમર્યાદા પૂર્ણ થયા પહેલાં ત્યાં આવીને રહે તો તેમને ઉપસ્થાન ક્રિયા લાગે છે. પ્રસ્તુત પ્રસંગમાં સાધુ–સાધ્વીને તે ક્ષેત્રમાં પુનઃ આવવા માટેની ન્યૂનતમ–ઓછામાં ઓછી કાલમર્યાદાનું કથન છે. તેનાથી વધુ સમય વ્યતીત થયા પછી, સાધુ પોતાની અનુકૂળતા અને ક્ષેત્ર સ્પર્શના પ્રમાણે તે સ્થાનમાં આવી શકે છે અને રહી શકે છે.

એક સ્થાનમાં ફરી ફરી વારંવાર આવવામાં પણ ત્યાં રહેતા ગૃહસ્થો સાથે રાગભાવ વગેરે થવાની સંભાવના રહે છે.

(3) અભિક્રાંત ક્રિયા :

इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवंति, तं जहागाहावई वा जाव कम्मकरीओ वा, तेसिं णं आयारगोयरे णो सुणिसंते भवइ, तं सद्दहमाणेहिं तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समण–माहण–अतिहि–किवण–वणीमए समुद्दिस्स तत्थ–तत्थ अगारीहिं अगाराइं चेइयाइं भवंति, तं जहाआएसणाणि वा आयतणाणि वा देवक‘लाणि वा सभाणि वा पवाणि वा पणियगिहाणि वा पणियसालाओ वा जाणगिहाणि वा 9

અધ્યયન–ર : ઉદ્દેશક–ર 114 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ जाणसालाओ वा सुहाकम्मंताणि वा दब्भकम्मंताणि वा बद्धकम्मंताणि वा वक्कयकम्मंताणि वा वणकम्मंताणि वा इंगालकम्मंताणि वा कठ्ठकम्मंताणि वा सुसाणकम्मंताणि वा सुण्णागारकम्मंताणि वा गिरिकम्मंताणि वा कंदरकम्मंताणि वा संतिकम्मंताणि वा सेलोवठ्ठाणकम्मंताणि वा भवणगिहाणि वा जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहिं ओवयमाणेहिं ओवयइ, अयमाउसो ! अभिक्कंतकिरिया यावि भवइ શબ્દાર્થ :– अगारीहिं = ગૃહસ્થોએ आगाराइं = ઘર चेइयाइं भवंति = ઉપાશ્રય બનાવે છે आएसणाणि = લુહારશાળા आयतणाणि = ધર્મશાળા देवक‘लाणि = દેવમંદિર सभाणि = સભા ભવન पवाणि = પરબો पणियगिहाणि = દુકાનો पणियसालाओ = ગોદામો–વખારો जाणगिहाणि = યાનગૃહ, એક કે બે વાહન રાખવાની જગ્યા વાહનઘર जाणसालाओ = યાન શાળા, અનેક વાહનો રાખવાની વિશાળ જગ્યા सुहाकम्मंताणि = ચૂનાના કારખાના दब्भकम्मंताणि = દર્ભશાળા–ઘાસમાંથી વસ્તુ બનાવવામાં આવતી હોય તે જગ્યાએ बद्धकम्मंताणि = ચર્માલયો–ચામડાની વસ્તુ બનાવવામાં આવતી હોય, તે જગ્યા वक्कयकम्मंताणि = જ્યાં વૃક્ષોની છાલથી વસ્ત્રાદિ તૈયાર કરાય इंगाल कम्मंताणि = કોલસાના કારખાના कठ्ठकम्मंताणि = લાકડાના કારખાના–લાતીઓ सुसाणकम्मंताणि = સ્મશાન કે

ત્યાં કરવામાં આવેલા ઘરો सुण्णागार कम्मंताणि = શૂન્ય ગૃહો गिरिकम्मंताणि = પર્વત ઉપર બનાવવામાં આવેલા ઘરો कंदर कम्मंताणि = પર્વતની ગુફામાં બનાવેલા ઘરો संतिकम्मंताणि = શાંતિકર્મ માટે બનેલા ઘરોમાં सेलोवठ्ठाणकम्मंताणि = પાષાણ મંડપ भवणगिहाणि = પ્રકારના ભવન કે ગૃહ, તલઘર–ભૂમિગૃહ तेहिं ओवयमाणेहिं = અન્ય શ્રમણાદિ કે ગૃહસ્થે ઉપયોગ કરી લીધો હોય તે સ્થાનોમાં ओवयंति = સાધુ રહે તો अभिक्कंतकिरिया = અભિક્રાંત ક્રિયા.

ભાવાર્થ :– સંસારમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાળુ કે ભક્તિવંત ગૃહમાલિક યાવત્ નોકર–નોકરાણીઓ રહેતા હોય છે. તેઓ સાધુઓના આચાર કે વ્યવહારને સારી રીતે જાણતા નથી, પરંતુ તેઓ દાન આપવાની પોતાની શ્રદ્ધા, પ્રતીતિ તેમજ અભિરુચિથી સમુચ્ચય રીતે અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિઓ, ગરીબો અને ભિખારીઓ આદિના લક્ષ્યથી વિશાળ મકાન બનાવે છે, જેમ કેલુહારશાળા, ધર્મશાળા કે દેવાલય, સભાઓ, પરબો, નાની દુકાનો, વિશાળ દુકાનો અથવા ગોદામો, એક, બે રથાદિને રાખવાની જગ્યાઓ, અનેક રથાદિને રાખવાની વિશાળ જગ્યાઓ, ચૂનાના કારખાના; દર્ભ, ચર્મ, વલ્કલ(વૃક્ષની છાલ)ના કારખાના, કોલસાના કારખાના, લાકડાના કારખાના અથવા લાતીઓ, સ્મશાનમાં બનેલા ઘરો, શૂન્યઘરો, પહાડ પર બનેલા ઘરો, પર્વતની ગુફામાં બનેલા આવાસો, શાંતિગૃહ, પાષાણમંડપ, તથા ભૂમિગૃહ વગેરે તૈયાર કરાયેલા સ્થાનો. પ્રકારના કોઈ પણ સ્થાનોમાં અન્ય શ્રમણ બ્રાહ્મણ આદિ આવીને રહી ગયા હોય અર્થાત્ તે મકાનો કોઈના ઉપયોગમાં આવી ગયા હોય, ત્યાર પછી તે સ્થાનમાં નિર્ગં્રથ સાધુ રહે તો તેઓને અભિક્રાંત ક્રિયા લાગે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સ્થાન સંબંધી ત્રીજા પ્રકારની અભિક્રાંત ક્રિયાનું કથન છે.

ગૃહસ્થો દ્વારા જે ધર્મશાળા આદિ સાર્વજનિક સ્થાનો નિર્માણ કરવામાં આવે, જે સ્થાન સંન્યાસીઓ 115

આદિ દરેકને માટે ખુલ્લા હોય અને તે સ્થાનમાં ગૃહસ્થો કે સંન્યાસીઓ આવીને રહી ગયા હોય, ત્યાર પછી જૈન શ્રમણો તેમાં રહે, તો અભિક્રાંત ક્રિયા યુક્ત શય્યા કહેવાય છે.

સૂત્રોક્ત સ્થાનો જૈન શ્રમણના નિમિત્તિથી બનેલા નથી તેમજ અન્ય ગૃહસ્થોએ તેનો ઉપયોગ કરી લીધો છે, તેથી તેમાં જૈન શ્રમણોને આરંભ–સમારંભ આદિ કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી, તેથી સાધુ માટે તે સ્થાન નિર્દોષ તથા કલ્પનીય છે. જેમ પચીસ ક્રિયાઓમાં ઐર્યાપથિકી ક્રિયા નિર્વદ્ય છે તેમ અભિક્રાંત ક્રિયા પણ નિર્દોષ છે.

(4) અનભિક્રાંત ક્રિયા :

इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवंति, तं जहागाहावई वा जाव कम्मकरीओ वा तेसिं णं आयारगोयरे णो सुणिसंते भवइ तं सद्दहमाणेहिं तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समण–माहण–अतिहि–किवण वणीमए समुद्दिस्स तत्थ तत्थ अगारीहिं अगाराइं चेइयाइं भवंति, तं जहाआएसणाणि वा जाव भवणगिहाणि वा, जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहिं अणोवयमाणेहिं ओवयंति अयमाउसो ! अणभिक्कंतकिरिया यावि भवइ ભાવાર્થ :– સંસારમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તિવંત ગૃહમાલિક યાવત્ તેના નોકર–નોકરાણી આદિ રહેતા હોય છે. તેઓ નિર્ગ્રંથ સાધુઓના આચાર, વિચારથી અજ્ઞાત હોવા છતાં દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરુચિથી પ્રેરિત થઈને ઘણા શ્રમણ યાવત્ ભિખારીઓના નિમિત્તે લુહાર શાળા યાવત્ ભૂમિગૃહ આદિ બનાવે છે. જો તે લુહારશાળા યાવત્ ભૂમિગૃહમાં તે શ્રમણ આદિ આવીને રહ્યા હોય, તે પહેલાં જો ત્યાં જૈન શ્રમણ નિર્ગ્રંથ આવીને રહે, તો તે નિર્ગ્રંથોને અનભિક્રાંત ક્રિયા દોષ લાગે છે.