This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– बहवे समण–माहण–अतिहि–किवण–वणीमए समुद्दिस्स पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारब्भ जाव चेएइ । तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । अह पुण एवं जाणेज्जा– पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રય ઘણા જૈનેતર શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર અને ભિખારીઓના(સામાન્યરૂપે સર્વના) ઉદ્દેશ્યથી અર્થાત્ કોઈના નામ વિના સર્વ આગંતુકો માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરીને બનાવેલો છે યાવત્ તે ઉપાશ્રય અપુરુષાંતરકૃત યાવત્ અનાસેવિત છે તો તેવા ઉપાશ્રયમાં ભિક્ષુ રહે નહીં કે શયનાસન કરે નહિ.
જો તે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે તે પુરુષાંતરકૃત કે આસેવિત થઈ ગયો છે– કોઈ પણ વ્યક્તિએ તેનો ઉપયોગ કરી લીધો છે. તો તેવા ઉપાશ્રયનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી તેમાં યતનાપૂર્વક શયનાસન કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં જૈન શ્રમણો માટે તથા અનેક શ્રમણ–બ્રાહ્મણ આદિ માટે નિર્મિત ઉપાશ્રય સંબંધી વિચારણા છે.
જે રીતે સાધુ–સાધ્વીને માટે આહાર સંબંધી ઔદેશિક, ક્રીત, પ્રામિત્ય આદિ દોષોના વર્જનનું કથન છે, તે જ રીતે નિવાસ સ્થાન પણ એક કે અનેક સાધુ–સાધ્વીઓના ઉદ્દેશ્યથી બનાવેલું હોય, અનેક જૈન–જૈનેતર સર્વ શ્રમણો–બ્રાહ્મણો, યાચકોના ઉદ્દેશ્યથી તેમના નામ ગણી–ગણીને છકાય જીવોના આરંભ–સમારંભ કરીને તૈયાર થયું હોય, તે જ રીતે વેચાતું લીધું હોય, ઉધાર લીધું હોય, બળજબરીથી ઝૂંટવીને લીધેલું હોય, સાધુને રહેવા માટે તંબુ વગેરે સામે લાવીને બાંધ્યા હોય અથવા લાકડાના મકાનો ઊભા કર્યા હોય કે માલિકની સંમતિ ન હોય, તો તે સ્થાનમાં રહેવું સાધુ–સાધ્વી માટે કલ્પનીય નથી.
જે સ્થાન કોઈ ચોક્કસ વ્યક્તિ કે સંપ્રદાયના સાધુના ઉદ્દેશ્ય વિના સામાન્ય રીતે કોઈ પણ સાધુ સંન્યાસી માટે બનાવ્યું હોય અને તે સ્થાનમાં અન્ય શ્રમણાદિ આવીને રહી ગયા હોય, તો તે સ્થાનને સાધુ ગ્રહણ કરી શકે છે. કારણ કે તે સ્થાન જૈન શ્રમણોના નિમિત્તે બનેલું નથી તેમજ અન્ય શ્રમણોએ તેનો ઉપયોગ કરી લીધો હોવાથી તેમાં ઔદેશિકાદિ દોષોની પરંપરા અટકી જાય છે, તેથી તેને સૂત્રમાં સાધુને માટે કલ્પનીય કહ્યું છે.
4
અધ્યયન–ર : ઉદ્દેશક–1
98 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સંક્ષેપમાં એકાંત જૈન શ્રમણોને માટે બનાવેલું સ્થાન તથા જેમાં અન્ય આગંતુકો સાથે જૈન શ્રમણની પણ ગણના કરી હોય તેવું સ્થાન પુરુષાંતરકૃત થઈ જાય કે કોઈના ઉપયોગમાં આવી જાય, તોપણ સાધુ–સાધ્વી માટે તે અકલ્પનીય છે અને સામાન્ય રીતે જૈન શ્રમણોની ગણના વિના કોઈ પણ સાધુ સંન્યાસી માટે બનાવેલું સ્થાન પુરુષાંતરકૃત થઈ જાય કે કોઈના ઉપયોગમાં આવી જાય ત્યાર પછી તે સ્થાન સાધુ–સાધ્વીને કલ્પનીય છે.
પરિકર્મ દોષયુક્ત ઉપાશ્રય વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– असंजए भिक्खुपडियाए कडिए वा उक्कंबिए वा छण्णे वा लित्ते वा घठ्ठे वा मठ्ठे वा संमठ्ठे वा संपधूमिए वा । तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । अह पुण एवं जाणेज्जा– पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :– कडिए = ચટાઈ આદિ દ્વારા ચારે તરફથી આચ્છાદિત उक्कंबिए = વાંસની ખપાટો બાંધવી छण्णे = ઉપરનો ભાગ ઘાસાદિથી આચ્છાદિત કર્યો હોય लित्ते = છાણાદિથી લીંપેલ घठ्ठे = ચૂનાદિથી ઘોળેલ मठ्ठे = દિવાલોને ઘસી હોય संमठ्ठे = ઘસી–ઘસીને લીસો કર્યો હોય संपधूमिए = ધૂપાદિથી સુગંધિત કર્યો હોય.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રયમાં ગૃહસ્થે સાધુઓના નિમિત્તથી દિવાલ બનાવી છે અથવા ચટાઈ આદિ દ્વારા તેને ચારેબાજુથી આચ્છાદિત કર્યો છે, છતમાં વાંસની ખપાટો બાંધી છે અને તેની ઉપર ઘાસ આદિથી ઢાંક્યો છે, દિવાલો કે આંગણાને છાણાદિથી લીપ્યા છે, ચૂનાદિથી રંગીને મકાનને સુંદર કર્યું છે, ભીંતોને ઘસીને સ્વચ્છ બનાવી છે, ઘસી–ઘસીને લીસી બનાવી છે, ધૂપ આદિ સુગંધિત પદાર્થોથી સુવાસિત કર્યો છે, તેવો સમારકામ કરેલો ઉપાશ્રય જો અપુરુષાંતરકૃત હોય યાવત્ કોઈએ ઉપયોગમાં લીધો ન હોય, તો સાધુ ત્યાં રહે નહીં, શયનાસન કરે નહીં.
પરંતુ તે જાણે કે આ ઉપાશ્રય પુરુષાન્તર કૃત થઈ ગયો છે યાવત્ બીજાના ઉપયોગમાં આવી ગયો છે, તો તેનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને સાધુ તેમાં યતનાપૂર્વક સ્થાન ગ્રહણ કે શયનાસન કરી શકે છે.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– असंजए भिक्खुपडियाए खुड्डियाओ दुवारियाओ महल्लियाओ क‘ज्जा जहा पिंडेसणाए जाव संथारगं संथारेज्जा, बहिया वा णिण्णक्खु; तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । अह पुण एवं जाणेज्जा– पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રયમાં ગૃહસ્થે સાધુઓ માટે નાના 5
6
99
દરવાજાને મોટો બનાવ્યો છે વગેરે સર્વ કથન પિંડૈષણા અધ્યયન પ્રમાણે જાણવું યાવત્ સાધુને માટે ઉપાશ્રયની અંદરથી ઉપકરણો(સામાન) બહાર કાઢ્યા છે અને તે બીજાએ ઉપયોગમાં લીધો નથી, ઉપાશ્રય અપુરુષાંતરકૃત યાવત્ અનાસેવિત છે, તો સાધુ ત્યાં રહે નહીં કે શયનાસન કરે નહિ.
જો તે એમ જાણે કે તે ઉપાશ્રય પુરુષાંતરકૃત યાવત્ બીજાના ઉપયોગમાં આવી ગયો છે, તો સાધુ તેનું પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને યતનાપૂર્વક ત્યાં સ્થાન ગ્રહણ કે શયનાસન કરી શકે છે.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– असंजए भिक्खुपडियाए उदगप्पसूयाणि कंदाणि वा मूलाणि वा पत्ताणि वा पुप्फाणि वा फलाणि वा बीयाणि वा हरियाणि वा ठाणाओ ठाणं साहरइ, बहिया वा णिण्णक्खू, तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । अह पुण एवं जाणेज्जा– पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :– बहिया वा णिण्णक्खु = અંદરથી બહાર કાઢે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રયમાંથી ગૃહસ્થ સાધુઓના નિમિત્તે પાણીમાં ઉત્પન્ન થયેલ કંદ, મૂળ, પત્ર, ફૂલ, ફળ, બીજ, લીલોતરી આદિ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા છે, અંદરથી બહાર કાઢ્યા છે અને તે ઉપાશ્રય અપુરુષાંતરકૃત યાવત્ અનાસેવિત છે, તો ત્યાં સાધુ રહે નહીં, શયનાસન આદિ કરે નહિ.
જો એમ જાણે કે તે ઉપાશ્રય પુરુષાંતરકૃત યાવત્ આસેવિત થઈ ગયો છે, તો તેનું પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને યતનાપૂર્વક ત્યાં સ્થાન ગ્રહણ કે શયનાસન આદિ કરી શકે છે.
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– अस्संजए भिक्खुपडियाए पीढं वा फलगं वा णिस्सेणिं वा उदूहलं वा ठाणाओ ठाणं साहरइ, बहिया वा णिण्णक्खु; तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए; णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । अह पुण एवं जाणेज्जा– पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે ગૃહસ્થો સાધુઓના નિમિત્તે ત્યાં રાખેલા બાજોઠ, પાટલા, નિસરણી, ખાંડણિયો આદિ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા છે અથવા તે વસ્તુઓ બહાર કાઢી છે અને તે ઉપાશ્રય અપુરુષાંતરકૃત યાવત્ અનાસેવિત છે, તો સાધુ ત્યાં રહે નહીં, શયનાસન આદિ કરે નહીં.
જો તે એમ જાણે કે તે ઉપાશ્રય પુરુષાંતરકૃત યાવત્ આસેવિત છે, તો તેનું પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને સાધુ યતનાપૂર્વક ત્યાં સ્થાન ગ્રહણ કે શયન આસન આદિ કરી શકે છે.
7
8
અધ્યયન–ર : ઉદ્દેશક–1
100 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ વિવેચન :–
સૂત્ર 1 થી 4 માં ઔદ્દેશિક શય્યાની વિચારણા છે અને પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે સમારકામ કરેલા ઉપાશ્રયમાં રહેવા સંબંધી વિચારણા છે. સાધુના નિમિત્તે તૈયાર કરેલા ઔદ્દેશિક આદિ દોષયુક્ત ઉપાશ્રય પુરુષાંતરકૃત હોય કે અપુરુષાંતરકૃત હોય, તે ઉપાશ્રયનો અન્ય વ્યક્તિએ ઉપયોગ કર્યો હોય કે
ન કર્યો હોય, તે સાધુને માટે અકલ્પનીય છે.
સાધુને નિમિત્તે સમારકામ કરાવેલો ઉપાશ્રય પણ સાધુ માટે અકલ્પનીય છે, પણ તે પુરુષાંતરકૃત થઈ જાય પછી કલ્પનીય બને છે. પ્રસ્તુત પ્રસંગમાં ઉપાશ્રયમાં સાધુને માટે ચાર પ્રકારે ફેરફાર કરવાનું કથન છે.
(1) ઉપાશ્રયમાં દિવાલ, છત આદિ સમારકામ કરાવીને ઉપાશ્રયને સંસ્કારિત–સુસજ્જિત કર્યો હોય, તેમાં રંગ કરાવ્યો હોય, લાદી બદલાવી હોય, ઠંડી–ગરમીથી રક્ષણ મેળવવા ઘાસ આદિથી આચ્છાદિત કર્યો હોય.
(ર) તેનો જીર્ણોધાર કર્યો હોય, દરવાજાને નાનો–મોટો કર્યો હોય કે બીજા કોઈ ફેરફાર કર્યા હોય.
(3) તે સ્થાનમાં રાખેલા ઘાસ, પાન, ફૂલ, ફળ આદિ સચિત્ત પદાર્થોનું સ્થાનાંતર કર્યું હોય.
(4) બાજોઠ, પાટલા આદિ સામગ્રીઓ તથા ભારે વસ્તુઓ સ્થાનાંતરિત કરી હોય કે બહાર કાઢી હોય.
આ રીતે મકાનમાં નાનું કે મોટું કોઈ પણ સમારકામ કરાવવું, તેમાં પડેલી સચેત, અચેત વસ્તુઓનું સ્થળાંતર કરવું, બહાર કાઢવું, આ સર્વ ક્રિયાઓમાં સાધુ માટે અલ્પાધિક આરંભ–સમારંભ કે જીવ વિરાધના થાય છે, તેથી તે સાધુને કલ્પનીય નથી પરંતુ સાધુને નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તે ઉપરાંત ગૃહસ્થે બનાવેલા મકાનનો ઉપયોગ આહારની જેમ માત્ર એકવાર થતો નથી. અનેક વ્યક્તિઓ વારંવાર તેનો ઉપયોગ કરે છે, તેથી સાધુના નિમિત્તે સમારકામ કરાવેલો ઉપાશ્રય પુરુષાંતર કૃત થઈ જાય, અન્ય કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી લે, ત્યાર પછી તેના સમારકામજન્ય દોષોની પરંપરા અટકી જાય છે.
તેથી તે સ્થાન સાધુને માટે કલ્પનીય બની જાય છે. તેમ આગમકારનો આશય સ્પષ્ટ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સાધુએ બીજા માટે કરેલા મકાનમાં રહેવું જોઈએ.
સંક્ષેપમાં સાધુના નિમિત્તે સમારકામ કરેલો ઉપાશ્રય અપુરુષાંતરકૃત હોય, અન્ય વ્યક્તિએ તેનો ઉપયોગ કર્યો ન હોય, ત્યાં સુધી તે સાધુ માટે અકલ્પનીય છે અને તે ઉપાશ્રય પુરુષાંતરકૃત થઈ જાય યાવત્ ગૃહસ્થો તેનો ઉપયોગ કરી લે, ત્યાર પછી તે સ્થાન સાધુ માટે કલ્પનીય છે.
ઊંચા ઉપાશ્રયમાં વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा, तं जहा–
खंधंसि वा थंभंसि वा मंचंसि वा मालंसि वा पासायंसि वा हम्मियतलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि णण्णत्थ आगाढागाढेहिं कारणेहिं णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । से य आहच्च चेइए सिया, णो तत्थ सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा हत्थाणि वा पायाणि वा अच्छीणि वा दंताणि वा मुहं वा उच्छोलेज्ज वा 9
101
पधोवेज्ज वा; णो तत्थ ऊसढं पगरेज्जा, तं जहा– उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा वंतं वा पित्तं वा पूइं वा सोणियं वा अण्णयरं वा सरीरावयवं । केवली बूया– आयाणमेयं । से तत्थ ऊसढं पगरेमाणे पयलेज्ज वा पवडेज्ज वा, से तत्थ पयलमाणे पवडमाणे वा हत्थं वा जाव सीसं वा अण्णयरं वा कायंसि इंदियजायं लूसेज्जा, पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा जाव ववरोवेज्ज वा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा जाव जं तहप्पगारे उवस्सए अंतलिक्खजाए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :– अंतलिक्खजायंसि = આકાશ જાત, ચોતરફ ખુલ્લા આકાશવાળા, પાળીકે દિવાલવિનાના, છત રૂપ સ્થાનમાં णणत्थ आगाढागाढेहिं कारणेहिं = કોઈ વિશેષ પરિસ્થિતિ વિના, સામાન્ય રીતે.
चेइए सिया = કોઈ કારણથી તે ગ્રહણ કરી લીધું હોય તો सीओदगवियडेण वा उसिणोदगवियडेण = પ્રાસુક ઠંડા પાણીથી કે ગરમ પાણીથી णो उच्छोलेज्ज वा पधोएज्ज = ધુએ નહિ કે વારંવાર સાફ કરે નહિ ऊसढं णो पकरेज्जा = શરીરનું ઉત્સર્જન કૃત્ય અર્થાત્ મળ–મૂત્ર આદિ વિસર્જન કરે નહિ उच्चारं = વડીનીત पासवणं = લઘુનીત खेलं = કફ सिंघाणं = લીંટ वंतं = વમન पित्तं = પિત્ત पूइं = પરુ पयलेज्ज = લપસી જાય કે पवडेज्ज = પડી જાય.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે આ ઉપાશ્રય, થાંભલા ઉપર છે, વાંસના માંચડા ઉપર છે, બીજા–ત્રીજા આદિ માળ ઉપર છે અથવા પ્રાસાદની ઉપર કે મહેલની ઉપર છે અથવા આવા પ્રકારની કોઈ પણ ઊંચાઈ ઉપર ચારે તરફથી ખુલ્લું સ્થાન છે, તો ત્યાં કોઈ વિશેષ કારણ વિના સાધુ–સાધ્વી સ્થાન ગ્રહણ કે શયનાસયન આદિ કરે નહિ.
કદાચ કોઈ અનિવાર્ય કારણવશ તેવા સ્થાનમાં રહેવું પડે તો ત્યાં સાધુ–સાધ્વી પ્રાસુક ઠંડા પાણીથી કે ગરમ પાણીથી હાથ, પગ, આંખ, દાંત કે મુખ એકવાર કે વારંવાર ધુએ નહિ; મળ–મૂત્રાદિનો ત્યાગ કરે નહિ; તેમજ ત્યાં કફ, નાકનો મેલ, વમન, પિત્ત, પરુ, લોહી વગેરે શરીરના કોઈ પણ અવયવના મેલનો ત્યાગ કરે નહિ.
કેવળી ભગવાને કહ્યું છે કે– આ સર્વ કર્મબંધનું કારણ છે. સાધુ ઉપરથી મળ ત્યાગાદિ કરવા જતા લપસી જાય કે પડી જાય, ઉપરથી લપસવાના કે પડવાના કારણે તેના હાથ, પગ, મસ્તક કે શરીરના કોઈ પણ અવયવ કે ઇન્દ્રિય પર ચોટ લાગે, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસા થાય યાવત્ તે જીવો પ્રાણ રહિત થઈ જાય, તેથી તીર્થંકરોએ સાધુ, સાધ્વીને માટે પહેલાંથી જ આ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે આ પ્રકારના ઊંચા અને ચોતરફથી ખુલ્લા સ્થાનમાં સાધુ–સાધ્વીઓએ રહેવું નહિ, શયન–આસન વગેરે કરવા નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુને વિશેષ કારણ વિના ઊંચાઈ પર આવેલા, ચોમેર ખુલ્લા સ્થાનમાં રહેવાનો નિષેધ કર્યો છે.
અધ્યયન–ર : ઉદ્દેશક–1
102 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાધુનું જીવન સ્વાવલંબી હોય છે. તેને આહાર–પાણીની ગવેષણા માટે તેમજ મળ–મૂત્ર આદિ પરઠવા માટે ગમનાગમન કરવું પડે છે, તેથી સાધુ પોતાના સંયમી જીવનમાં કોઈ પણ પ્રકારની સ્ખલના ન થાય તેવા સ્થાનમાં જ નિવાસ કરે છે. જો સાધુ ઊંચાઈ પર આવેલા ખુલ્લા સ્થાનમાં નિવાસ કરે, તો વારંવાર ચડ–ઉતર કરતાં કે રાત્રે અંધારામાં ચડ–ઉતર કરતાં ક્યારેક નિસઃરણી પરથી પગ લપસી જાય, પડી જવાય, તેનાથી જીવવિરાધના, સંયમવિરાધના અને આત્મવિરાધના થાય છે, તેથી સામાન્ય રીતે સાધુ સહજતાથી સરળતાપૂર્વક ગમનાગમન થઈ શકે તેવા સ્થાનમાં જ નિવાસ કરે છે.
णण्णत्थ आगाढागाढेहिं……………… કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં અર્થાત્ અન્યત્ર નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ ન થતી હોય, તો સાધુ અલ્પ સમય માટે અર્થાત્ એકાદ રાત્રિ કે એક બે કલાક વિવેક પૂર્વક તે સ્થાનમાં રહે છે.
સાધુને ઊંચાઈ પર આવેલા ખુલ્લા સ્થાનમાં નિવાસ કરવો પડે, તો ત્યાં હાથ–પગ આદિ ધોવાની વગેરે સૂત્રોક્ત કોઈ પણ પ્રવૃત્તિઓ કરવી ન જોઈએ. તે પ્રવૃત્તિઓ કરવાથી થતી હાનિઓ સૂત્રાર્થથી જ સ્પષ્ટ છે.
જો ઉપરના માળના નિવાસ સ્થાનમાં ચઢવા માટેના પગથિયા સ્થિર હોય, તેના ઉપરથી ચડ–ઉતર સહેલાઈથી થઈ શકે તેમ હોય, છત ઉપર દિવાલ કે પાળી વ્યવસ્થિત રીતે બાંધેલી હોય, જેમાં સૂત્ર કથિત દોષોની શક્યતા ન હોય તો તે સ્થાનમાં સાધુ–સાધ્વી વિવેકપૂર્વક રહી શકે છે.
ગૃહસ્થાદિથી સંસક્ત ઉપાશ્રયનો વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा– सइत्थियं सखुड्डं सपसुभत्तपाणं; तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :– सइत्थियं = સ્ત્રી સહિત છે सखुड्डं = બાળક, બિલાડી આદિ ક્ષુદ્ર જીવો યુક્તसपसुभत्तपाणं = પશુઓ તથા આહાર–પાણીથી યુક્ત હોય तहप्पगारे सागरिए उवस्सए = તેવા પ્રકારના ગૃહસ્થોના સંપર્ક યુક્ત ઉપાશ્રયમાં.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રય સ્ત્રીઓ, બાળકો, ક્ષુદ્ર પ્રાણીઓ, પશુઓથી કે ખાવા, પીવાની વસ્તુઓથી યુક્ત છે, તો આવા ગૃહસ્થાદિના સંસર્ગવાળા સ્થાનમાં સાધુ–
સાધ્વી રહે નહીં, શયનાસન આદિ કરે નહીં.
आयाणमेयं भिक्खुस्स गाहावइक‘लेण सद्धिं संवसमाणस्स– अलसगे वा विसूइया वा छड्डी वा णं उब्बाहेज्जा, अण्णयरे वा से दुक्खे रोगायंके समुप्पज्जेज्जा अस्संजए कलुणपडियाए तं भिक्खुस्स गायं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा अब्भंगेज्ज वा मक्खेज्ज वा; सिणाणेण वा कक्केण वा लोद्धेण वा वण्णेण वा चुण्णेण वा पउमेण वा आघंसेज्ज वा पघंसेज्ज वा उव्वलेज्ज वा उव्वट्टेज्ज वा; सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा सिणावेज्ज वा सिंचेज्ज वा; दारुणा वा दारुपरिणामं कट्टु 10
11
103
अगणिकायं उज्जालेज्ज वा पज्जालेज्ज वा उज्जालेत्ता पज्जालेत्ता कायं आयावेज्ज वा पयावेज्ज वा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा, एस हेऊ, एस कारणं, एस उवएसो, जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :– अलसगे = હાથ, પગ વગેરે અવયવો સોજી જાય કે થાંભલા જેવા થઈ જાય विसूइया = ઝાડા થાય छड्डी = ઊલટી उब्बाहेज्जा = થવા લાગે કે अण्णयरे वा से दुक्खे = અન્ય કોઈ પણ દુઃખ रोगायंके = તાવાદિ રોગ, શૂલાદિ પ્રાણનાશક આંતક समुप्पज्जेज्जा = ઉત્પન્ન થાય(તે જોઈને)अब्भंगेज्ज = તેના શરીરનું એકવાર માલિશ કરે मक्खेज्ज = અનેકવાર માલિશ કરે सिणाणेण = સ્નાન કરાવે कक्केण = કાષાયિક દ્રવ્યથી તૈયાર કરેલ પાણીથી लोद्धेण = લોધ્રથી वण्णेण = વર્ણથી–લેપ્ય પાવડર વિશેષથી चुण्णेण = જવાદિના ચૂર્ણથી पउमेण = પદ્મથી आघंसेज्ज = શરીરને થોડું ઘસીને માલિશ કરે पघंसेज्ज = વારંવાર માલિશ કરે उव्वलेज्ज = પીઠી આદિથી શરીરની સ્નિગ્ધતા દૂર કરવા ચોળે उव्वट्टेज्ज = વારંવાર ચોળે.
ભાવાર્થ :– ગૃહસ્થ સાથે એક જ મકાનમાં રહેવું તે, સાધુને માટે કર્મબંધનું કારણ છે– ગૃહસ્થ પરિવારની સાથે રહેતાં ક્યારેક સાધુના હાથ, પગ આદિ જકડાઈ જાય, સોજી જાય, ઝાડા ઉલટી થાય અથવા અન્ય કોઈ બીમારી, તાવ, શૂળ, પીડા, દુઃખ કે રોગાંતક ઉત્પન્ન થાય, તો આ પરિસ્થિતિમાં તે ગૃહસ્થ કરુણાભાવથી સાધુના શરીર ઉપર તેલ, ઘી, માખણ કે અન્ય કોઈ સ્નિગ્ધ પદાર્થથી માલીશ કરે; પછી તેને પ્રાસુક ઠંડા પાણીથી કે ગરમ પાણીથી સ્નાન કરાવે; કલ્ક, લોધ્ર, વર્ણ, ચૂર્ણ કે પદ્મ વગેરે સુગંધી દ્રવ્યોનો એકવાર કે વારંવાર લેપ કરે; શરીરનો મેલ દૂર કરવા માટે સુગંધી પદાર્થો લગાવે કે પ્રાસુક ઠંડા પાણીથી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર પ્રક્ષાલન કરે, તેને ધુએ, શરીરાવયવો પર પાણીનો છંટકાવ કરે તથા અરણીના લાકડાને પરસ્પર ઘસીને અગ્નિ પ્રગટાવે, પ્રજ્વલિત કરે અને તેનાથી સાધુના શરીરને શેક કરે કે વિશેષ શેક કરે છે.
આ રીતે ગૃહસ્થના કુટુંબ સાથે તેના ઘરમાં રહેવાથી અનેક દોષોની સંભાવના જોઈને તીર્થંકર પ્રભુએ ભિક્ષુને માટે પહેલાથી જ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ આવા મકાનમાં રહે નહિ, શયનાસન આદિ કરે નહિ.
आयाणमेयं भिक्खुस्स सागारिए उवस्सए संवसमाणस्स– इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णं अक्कोसंति वा वहंति वा रुंभंति वा उद्दवेंति वा । अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा– एए खलु अण्णमण्णं अक्कोसंतु वा मा वा अक्कोसंतु, वहंतु वा मा वा वहंतु, रुभंतु वा मा वा रुभंतु, उद्दवेंतु वा मा वा उद्दवेंतु । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा जाव जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । 12
અધ્યયન–ર : ઉદ્દેશક–1
104 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ શબ્દાર્થ :– अण्णमण्णं = પરસ્પર अक्कोसंति = આક્રોશયુક્ત વચનોથી કરતા હોય અર્થાત્ ઝગડતા હોય वहंति = મારતા હોય रुंभंति = રોકતા હોય उद्दवेंति = ઉપદ્રવ કરતા હોય उच्चावयं मणं णियच्छेज्जा = મન ઊંચું–નીચું થાય.
ભાવાર્થ :– ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, સાધુ માટે કર્મબંધનું કારણ છે– ત્યાં ગૃહસ્થ યાવત્ તેના નોકર–નોકરાણીઓ રહેતા હોય છે, કદાચ તેઓ પરસ્પર એક બીજાને આક્રોશ–કડવા વચનો કહે, મારે, રોકટોક કરે, ઉપદ્રવ કરે, તે જોઈને સાધુના મનમાં સંકલ્પ–વિકલ્પ થાય કે તેઓ પરસ્પર આક્રોશ કરે અથવા ન કરે, મારે કે ન મારે, રોકે કે ન રોકે, ઉપદ્રવ કરે કે ન કરે, તેવા અનેક પ્રકારના વિચારો આવે છે.
તેથી તીર્થંકરોએ પહેલાથી જ સાધુને માટે આ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ, શયનાસન આદિ કરે નહીં.
आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धिं संवसमाणस्स– इह खलु गाहावई अप्पणो सयठ्ठाए अगणिकायं उज्जालेज्ज वा पज्जालेज्ज वा विज्जावेज्ज वा । अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा– एए खलु अगणिकायं उज्जालेंतु वा मा वा उज्जालेंतु, पज्जालेंतु वा मा वा पज्जालेंतु, विज्जावेंतु वा मा वा विज्जावेंतु । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :– ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, તે સાધુ માટે કર્મબંધનું કારણ છે– ત્યાં ગૃહસ્થ પોતાના પ્રયોજન માટે અગ્નિ પ્રજ્વલિત કરે છે, વિશેષ પ્રજ્વલિત કરે છે, પ્રજ્વલિત અગ્નિને ઠારે છે, તે જોઈને સાધુના મનમાં કદાચ આ પ્રમાણે સંકલ્પ–વિકલ્પ થાય કે આ ગૃહસ્થ અગ્નિને પ્રગટાવે અથવા ન પ્રગટાવે, વિશેષ પ્રજ્વલિત કરે અથવા ન કરે, અગ્નિને ઠારી નાંખે અથવા ઠારે નહિ; માટે તીર્થંકરોએ પહેલાંથી જ સાધુને માટે આ પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ કે ત્યાં શયનાસન આદિ કરે નહિ.
आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धिं संवसमाणस्स– इह खलु गाहावइस्स क‘ंडले वा गुणे वा मणी वा मोत्तिए वा हिरण्णे वा सुवण्णे वा कडगाणि वा तुडियाणि वा तिसरगाणि वा पालंबाणि वा हारे वा अद्धहारे वा एगावली वा मुत्तावली वा कणगावली वा रयणावली वा तरुणियं वा क‘मारिं अलंकियविभूसियं पेहाए; अह भिक्खू उच्चावयं मणं णियच्छेज्जा– एरिसिया वा सा, णो वा एरिसिया, इति वा णं बूया, इति वा णं मणं साएज्जा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :– गुणे = દોરામાં પરોવેલ આભૂષણ વિશેષ અથવા કંદોરો कडगाणि = કડા तुडियाणि= બાજુબંધ तिसरगाणि = ત્રણસરો હાર पालंबाणि = લાંબી માળા हारे = અઢારસરો હાર अद्धहारे = નવસરો હાર.
13
14
105
ભાવાર્થ :– ગૃહસ્થની સાથે એક મકાનમાં રહેવું, તે સાધુ માટે કર્મબંધનું કારણ છે– મકાનમાં રહેતા ગૃહસ્થના કુંડળ, કંદોરો, મણિ, મોતી, ચાંદી, સોનું, કડા, બાજુબંધ, ત્રણસરો હાર, લાંબી માળા, અઢારસરો હાર, નવસરો હાર, એકાવલી હાર, કનકાવલી હાર, મુક્તાવલી હાર, રત્નાવલી હાર અથવા વસ્ત્રાભૂષણથી અલંકૃત અને વિભૂષિત યુવતી કે કુંવારી કન્યાને જોઈને સાધુના મનમાં આ પ્રમાણે સંકલ્પ–વિકલ્પ ઉત્પન્ન થાય કે આવા આભૂષણો આદિ મારા ઘરમાં પણ હતા કે ન હતા, તેમજ મારી સ્ત્રી કે કન્યા પણ આવી હતી અથવા આવી ન હતી. તેઓને જોઈને આ પ્રમાણે બોલે અથવા મનોમન તેવા ભાવ થાય છે.
તેથી તીર્થંકરોએ પહેલેથી જ સાધુને માટે આ પ્રકારની પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ, ત્યાં શયનાસન આદિ કરે નહિ.
आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धिं संवसमाणस्स– इह खलु गाहावइणीओ वा गाहावइधूयाओ वा गाहावइसुण्हाओ वा गाहावइधाईओ वा गाहावइदासीओ वा गाहावइकम्मकरीओ वा, तासिं च णं एवं वुत्तपुव्वं भवइ–
जे इमे भवंति समणा भगवंतो जाव उवरया मेहुणाओ धम्माओ, णो खलु एएसिं कप्पइ मेहुणधम्मपरियारणाए आउट्टित्तए, जा य खलु एएसिं सद्धिं मेहुणधम्मं परियारणाए आउट्टेज्जा, पुत्तं खलु सा लभेज्जा ओयस्सिं तेयस्सिं वच्चस्सिं जसस्सिं संपराइयं आलोयणदरिसणिज्जं । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म तासिं च णं अण्णयरी सड्ढी तं तवस्सिं भिक्खुं मेहुणधम्मपरियारणाए आउट्टावेज्जा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा जाव जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा । શબ્દાર્થ :– परियारणाए = સેવન કરવા માટે आउट्टेज्जा = અભિલાષા કરે, પ્રવૃત્ત થાય एएसिं = તેઓને मेहुणधम्मपरियारणाए = મૈથુનધર્મ સેવન કરવા માટે ओयस्सिं = ઓજસ્વી–બળવાન तेयस्सिं = તેજસ્વી वच्चस्सिं = વર્ચસ્વી–રૂપવાન जस्सस्सिं = યશસ્વી संपराइयं = સંગ્રામમાં શૂરવીર आलोयणदरिसणिज्जं = આલોકનીય અને દર્શનીય आउट्टाविज्जा = આકર્ષિત કરે, પ્રવૃત્ત કરાવે.
ભાવાર્થ :– ગૃહસ્થોની સાથે એક જ મકાનમાં રહેવું, તે સાધુને માટે કર્મબંધનું કારણ છે– સાધુ જ્યારે ગૃહસ્થની સાથે રહે છે ત્યારે તે ગૃહસ્થની પત્ની, તેની પુત્રીઓ, પુત્રવધૂઓ, ધાવમાતાઓ, દાસીઓ કે નોકરાણીઓ, પરસ્પર મળીને આ પ્રમાણે વાર્તાલાપ કરે છે કે આ શ્રમણ છે, તે શીલવાન, ગુણવાન યાવત્ મૈથુન ધર્મથી સર્વથા નિવૃત્ત હોય છે, તેઓને મૈથુન સેવન કલ્પનીય નથી, તેની અભિલાષા કરવી પણ કલ્પનીય નથી, પરંતુ જો કોઈ સ્ત્રી તેની સાથે મૈથુન ક્રીડા કરે, તો તેને ઓજસ્વી–વિશાળ સુદઢ શરીર– વાળો, તેજસ્વી–શૂરવીર, વર્ચસ્વી–પ્રભાવશાળી, યશસ્વી, રૂપવાન અને સંગ્રામમાં શૂરવીર તેમજ દર્શનીય તેવા પુત્રની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વાત સાંભળીને તેમાંથી પુત્ર પ્રાપ્તિની ઇચ્છુક કોઈ સ્ત્રી તે તપસ્વી સાધુને મૈથુન સેવન માટે આકર્ષિત કરે અને તેમાં પ્રવૃત્ત કરાવે છે.
તેથી તીર્થંકરોએ પહેલાથી જ સાધુને માટે આ પ્રકારની પ્રતિજ્ઞા યાવત્ ઉપદેશ આપ્યો છે કે સાધુ ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં રહે નહિ, શયનાસન આદિ કરે નહિ.
15
અધ્યયન–ર : ઉદ્દેશક–1
106 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં સાધુને રહેવાનો નિષેધ કર્યો છે. શાસ્ત્રકારે ગૃહસ્થના સંસર્ગમાં રહેવાથી થતા દોષ સ્થાનોનું વિસ્તૃત વર્ણન કરીને સાધુને સાવધાન કર્યા છે.
ગૃહસ્થ અને તેના પરિવારથી વ્યાપ્ત મકાનમાં રહેવામાં અનેક દોષસ્થાનોની શક્યતા રહે છે.
જેમ કે– (1) સાધુને એકાએક દુઃસાધ્ય રોગ ઉત્પન્ન થઈ જાય તો ગૃહસ્થ તેનો ઉપચાર કરવા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસકાયની વિરાધના કરે તેવી સંભાવના છે. (ર) ગૃહસ્થોના પરસ્પરના લડાઈ, ઝગડા જોઈ સાધુના મનમાં સંક્લેશ ઉત્પન્ન થાય. (3) ગૃહસ્થના ઘરમાં અનેક પ્રકારના આભૂષણો તથા સુંદર યુવતીઓને જોઈને સાધુને પૂર્વાશ્રમના સ્મરણથી મોહઉત્પત્તિની સંભાવના રહે છે. (4) પુત્રની ઇચ્છાવાળી સ્ત્રીઓ સાધુ સાથે સહવાસની ઇચ્છાથી સાધુને આકર્ષિત કરવા પ્રયત્ન કરે છે. આ સર્વ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તીર્થંકર ભગવંતોએ સાધુ માટે બતાવેલી પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશને વારંવાર દોહરાવીને સાધુને गिहि संथवं ण क‘ज्जा । ગૃહસ્થનો પરિચય ન કરવાનો ઉપદેશ આપ્યો છે.
સંક્ષેપમાં સાધુએ પોતાની આત્મ સાધનામાં સહાયક બને, વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય, રાગ–દ્વેષના સંયોગો ઉપસ્થિત ન થાય, તેવા એકાંત સ્થાનમાં નિવાસ કરવો જોઈએ.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :– આ શય્યૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે.
તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–ર/1 સંપૂર્ણ ।। 16