This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ત્રીજી પિંડૈષણા છે.

अहावरा चउत्था पिंडेसणासे भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जापिहुयं वा जाव चाउलपलंबं वा, अस्सिं खलु पडिग्गहियंसि अप्पे पच्छाकम्मे अप्पे पज्जवजाए तहप्पगारं पिहुयं वा जाव चाउलपलंबं वा; सयं वा णं जाएज्जा जाव पडिगाहेज्जा चउत्था पिंडेसणा શબ્દાર્થ :– पिहुयं = શેકેલા ઘઉં આદિ चाउलपलंबं = શેકેલા ચોખા કે મમરા વગેરે अस्सिं पडिग्गहियंसि = અમારા પાત્રમાં अप्पे पच्छाकम्मे = જેમાં પરિકર્મધોવાનું ઓછું હોય अप्पे पज्जवजाए = ફોતરા રહિત છે અર્થાત્ ફોતરા ઉડાડવા પડે તેવા નથી.

ભાવાર્થ :– ચોથી પિંડૈષણાસાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થને ત્યાં શેકેલા ઘઉં આદિ યાવત મમરા, પૌંઆ આદિ અલેપ્ય પદાર્થો છે, જેને ગ્રહણ કરવાથી અને ખાધા પછી હાથ–પાત્ર આદિને પાણીથી ધોવાની જરૂર પડે તેમ નથી, તેમજ તેમાંથી ફોતરા વગેરે કંઈ પણ સાફ કરવા પડે તેમ નથી; પ્રકારના શેકેલા ઘઉં આદિ યાવત મમરા, પૌંઆ આદિ અલેપ્ય પદાર્થોની સાધુ સ્વયં યાચના કરે અથવા યાચના કર્યા વિના ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક તેમજ એષણીય સમજીને ગ્રહણ કરે. ચોથી પિંડૈષણા છે.

6

89

अहावरा पंचमा पिंडेसणासे भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे उग्गहियमेव भोयणजायं जाणेज्जा, तं जहासरावंसि वा डिंडिमंसि वा कोसगंसि वा । अह पुण एवं जाणेज्जा बहुपरियावण्णे पाणिसु दगलेवे तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा सयं वा णं जाएज्जा जाव पडिगाहेज्जा। पंचमा पिंडेसणा શબ્દાર્થ :– उग्गहियमेव भोयणजायं जाणेज्जा = જમવાના સ્થાન પર લાવીને રાખેલા ભોજન, ડાયનિંગ ટેબલ પર મૂકેલા ભોજનને જાણે सरावंसि = માટીના શકોરામાં, વાટકા આદિમાં डिंडिमंसि = તપેલી, તપેલા આદિમાં कोसगंसि = બંધ ડબ્બા આદિમાં बहुपरियावण्णे = વધારે માત્રામાં पाणिसु दगलेवे = પાણીથી હાથ પાત્ર આદિનો લેપ સાફ થાય.

ભાવાર્થ :– પાંચમી પિંડૈષણાસાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થે મોટા વાટકા, તપેલી કે ડબ્બા વગેરે પીરસવાના કોઈ વાસણમાં આહાર રાખ્યો છે અને પણ જાણે કે તે ખાદ્ય પદાર્થ ગ્રહણ કરવાથી હાથ કે પાત્રને સાફ કરવામાં વધુ પાણીનો ઉપયોગ થાય તેમ છે. તેવા લેપ્ય પદાર્થની સાધુ સ્વયં યાચના કરે અથવા યાચના કર્યા વિના ગૃહસ્થ આપે તો તેને ગ્રહણ કરે. પાંચમી પિંડૈષણા છે.

अहावरा छठ्ठा पिंडेसणासे भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे पग्गहियमेव भोयणजायं जाणेज्जा जं सयठ्ठाए पग्गहियं, जं परठ्ठाए पग्गहियं तं पायपरियावण्णं तं पाणिपरियावण्णं फासुयं जाव पडिगाहेज्जा छठ्ठा पिंडेसणा। શબ્દાર્થ :– पग्गहियमेव = જમવા માટે થાળી વગેરેમાં ગ્રહિત सयठ्ठाए = પોતાના માટે परठ्ठाए = બીજાના માટે પીરસેલો पायपरियावण्णं = ભોજન ગૃહસ્થના પાત્રમાં હોય पाणिपरियावण्णं = ગૃહસ્થના હાથમાં હોય.

ભાવાર્થ :– છઠ્ઠી પિંડૈષણાસાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થે સ્વયં પોતાના જમવા માટે અથવા બીજાના જમવા માટે ભોજન થાળીમાં પીરસેલું છે. તે પીરસેલું ભોજન ગૃહસ્થના પાત્રમાં હોય કે હાથમાં હોય, તો સાધુ તેને પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય, ત્યારે ગ્રહણ કરે, છઠ્ઠી પિંડૈષણા છે.

अहावरा सत्तमा पिंडेसणासे भिक्खू वा भिक्खूणी वा जाव पविठ्ठे समाणे उज्झियधम्मियं भोयणजायं जाणेज्जाजं अण्णे बहवे दुपय–चउप्पय–

समण–माहण–अतिहि–किवण–वणीमगा–णावकंखंति तहप्पगारं उज्झियधम्मियं भोयणजायं सयं वा णं जाएज्जा, परो वा से देज्जा जाव पडिगाहेज्जा सत्तमा पिंडेसणा इच्चेयाओ सत्त पिंडेसणाओ શબ્દાર્થ :– उज्झियधम्मियं भोयणजायं जाणेज्जा = ફેંકી દેવા યોગ્ય આહારને જાણે, અમનોજ્ઞ આહારને જાણે.

7

8

9

અધ્યયન–1 : ઉદ્દેશક–11

90 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– સાતમી પિંડૈષણાસાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે,ત્યારે એમ જાણે કે આહાર(ઉખડીયા વગેરે) ફેંકી દેવા યોગ્ય છે, જેને બીજા ઘણા માનવો, પશુ–પક્ષી, શ્રમણ(બૌદ્ધ આદિ ભિક્ષુક), બ્રાહ્મણ, અતિથિ, દરિદ્રી અને ભિખારી લોકો ઇચ્છતા પણ નથી, તેવા પ્રકારના ઉજ્ઝિત ધર્મવાળા આહારની પોતે યાચના કરે અથવા યાચના કર્યા વિના ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને ગ્રહણ કરી લે. તે સાતમી પિંડૈષણા છે. પ્રમાણે સાત પિંડૈષણા છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુ–સાધ્વીના ગોચરી માટેના સાત વિશિષ્ટ અભિગ્રહ રૂપે સાત પિંડૈષણાઓનું કથન છે.

પિંડૈષણાપિંડ = આહાર, એષણા = અન્વેષણ. સાધુના આહાર અન્વેષણ સંબંધી કે આહાર ગ્રહણ સંબંધી વિવિધ અભિગ્રહોને અહીં પિંડૈષણા કહી છે, તે સાત પ્રકારની છે–

(1) અસંસૃષ્ટાહાથ અથવા પાત્ર ખાદ્ય પદાર્થોથી લિપ્ત–લેપાયેલા હોય, તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અસંસૃષ્ટા પિંડૈષણા છે. જેમ કેશાક વહોરાવવાનો ચમચો શાકવાળો હોય, તો તે ચમચાથી શાક લેવાનો સંકલ્પ કરવો.

(ર) સંસૃષ્ટાહાથ અથવા પાત્ર ખાદ્ય પદાર્થોથી લિપ્ત–લેપાયેલા હોય, તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે સંસૃષ્ટા પિંડૈષણા છે. જેમ કેશાક વહોરાવવાનો ચમચો શાકવાળો હોય, તો તેવા ચમચાથી શાક લેવાનો સંકલ્પ કરવો.

(3) ઉદ્ધૃતાગૃહસ્થે જેમાં રસોઈ બનાવી હોય, તે વાસણમાંથી અન્ય વાસણમાં ભોજન કાઢીને રાખ્યું હોય અને ગૃહસ્થના હાથ અથવા પાત્ર, તે બંનેમાંથી એક તે ભોજનથી લિપ્ત હોય અને એક લિપ્ત ન હોય, તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે ઉદ્ધૃતા પિંડૈષણા છે.

(4) અલ્પલેપાજે પદાર્થનો લેપ પાત્રને કે હાથને લાગ્યો હોય, જે પદાર્થો વહોરાવવાથી દાતાને હાથ કે પાત્રને ધોવાની જરૂર પડે, તે આહાર લેતાં વાપરતાં સાધુના હાથ–પાત્ર લિપ્ત થાય અને તેને ધોવાની જરૂર પડે તેવા મમરા, પૌંવા, ધાણી, ખાખરા વગેરે પદાર્થો ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અલ્પલેપા પિંડૈષણા છે.

(પ) અવગ્રહિતાગ્રહણ કરેલો. ગૃહસ્થે પીરસવા માટે આહારને વાસણોમાં કાઢીને રાખ્યો હોય અને તે આહારથી હાથ કે પાત્રમાં લેપ લાગે તેવો હોય, જેમ કેદાળ, શાક વગેરે પદાર્થોને ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અવગ્રહિત પિંડૈષણા છે.

(6) પ્રગૃહિતાવિશેષ પ્રકારે ગ્રહણ કરેલો. ગૃહસ્થે પોતાના ભોજન માટે કે અન્યના ભોજન માટે થાળીમાં આહાર પીરસ્યો હોય, પરંતુ હજુ જમ્યા હોય, તે આહાર દાતાના હાથમાં હોય કે થાળી આદિ વાસણમાં હોય તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે પ્રગૃહીત પિંડૈષણા છે.

(7) ઉજ્ઝિતધર્માઘરના લોકો જમી લે ત્યાર પછી અનુપયોગી તેમજ જે પદાર્થને અન્ય પશુ–પક્ષીઓ કે યાચકો, સંન્યાસીઓ આદિ ગ્રહણ કરવાની ઇચ્છા કરતા હોય, તેવા પ્રકારના અર્થાત્ બીજાઓ દ્વારા અનિચ્છનીય આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે ઉજ્ઝિતધર્મા પિંડૈષણા છે.

91

જિનકલ્પી મુનિ અને સ્થવિરકલ્પી સાધુ–સાધ્વી પોત–પોતાની ઇચ્છા અને સામર્થ્ય અનુસાર આ પિંડૈષણા રૂપ અભિગ્રહોને ધારણ કરી શકે છે.

તૃતીય પિંડૈષણામાં पडिग्गहधारी सिया, पाणि पडिग्गहिए वा પાત્રધારી સાધુ અથવા કરપાત્રી સાધુ, પ્રકારનો શબ્દ પ્રયોગ છે. સ્થવિરકલ્પી સાધુઓ પ્રાયઃ પાત્રધારી હોય છે. કરપાત્રી સાધુઓના કથનથી જિનકલ્પી સાધુઓનું ગ્રહણ થાય છે.

વ્યાખ્યામાં કહ્યું છે કે गच्छनिर्गतानां पुनराद्ययोर्द्वयोरग्रहः पञ्चस्वभिग्रह इति, ગચ્છની બહાર રહીને સાધના કરનાર જિનકલ્પી સાધુઓ પ્રથમ બે અભિગ્રહ ધારણ કરતા નથી. તેઓ શેષ પાંચ પ્રકારમાંથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરી શકે છે. ત્યાં બે પિંડૈષણાના નિષેધ માટે કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી. અર્થ દષ્ટિથી જોતાં તે બંને પિંડૈષણામાં એવું કોઈ કારણ જણાતું નથી.

સાધુઓ વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરીને વૃત્તિસંક્ષેપ તપની આરાધના કરે છે. તેમજ રસેન્દ્રિય વિજય માટે પુરુષાર્થશીલ બને છે. અભિગ્રહ પૂર્ણ થાય ત્યાં સુધી સમભાવની સાધનાનો અભ્યાસ કરે છે.

उज्झियधम्मा :ઉજ્ઝિતધર્માફેંકવા યોગ્ય. જે આહાર ખાવા યોગ્ય હોવા છતાં ગૃહસ્થને તેમજ અન્ય યાચકોને પણ ઈષ્ટ કે પ્રિય હોય અર્થાત્ જોતાં તે આહાર અત્યંત અરુચિકર, અમનોજ્ઞ, અનિચ્છનીય લાગે; તેવા આહારને અહીં ઉજ્ઝિતધર્મા કહ્યો છે. રીતે સાતમી પિંડૈષણામાં આહાર, શરીર અને રસેન્દ્રિયની અનાસક્તિની ઉત્કટતા–પ્રબલતા પ્રદર્શિત કરેલી છે.

सयं वा णं जाइज्जा, परो वा से देज्जा :મુનિ સ્વયં પોતાના અભિગ્રહ અનુસાર વિવેકપૂર્વક આહાર–પાણીની યાચના કરે છે. તે રીતે ગૃહસ્થ પણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાધુ કે સાધ્વીને આહાર ગ્રહણ કરવા માટે વિનંતિ કરી શકે છે. સાધુ પોતાના અભિગ્રહ કે સમાચારી અનુસાર નિર્દોષ આહારનું પરીક્ષણ કરીને ગૃહસ્થની વિનંતિનો સ્વીકાર કરીને આહાર ગ્રહણ કરે છે.

સાત પાનૈષણા :

अहावराओ सत्त पाणेसणाओ तत्थ खलु इमा पढमा पाणेसणाअसंसठ्ठे हत्थे असंसठ्ठे मत्ते तं चेव भाणियव्वं, णवरं चउत्थाए णाणत्तं, से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवाय पडियाए पविठ्ठे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा, तं जहातिलोदगं वा तुसोदगं वा जवोदगं वा आयामं वा सोवीरं वा सुद्धवियडं वा, अस्सिं खलु पडिग्गहियंसि अप्पे पच्छाकम्मे, तहेव जाव पडिगाहेज्जा ભાવાર્થ :– ત્યાર પછી સાત પાનૈષણાઓ છે. તે સાત પાનૈષણાઓમાંથી પ્રથમ પાનૈષણા પ્રમાણે છેઅસંસૃષ્ટ હાથ અને અસંસૃષ્ટ પાત્ર. પ્રમાણે શેષ સર્વ વર્ણન પિંડૈષણાની જેમ પાનૈષણામાં સમજી લેવું જોઈએ. તેમાં ચોથી પાનૈષણામાં વિશેષતા છેસાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં પ્રવેશ કરે ત્યારે પીવાના અનેક પ્રકારના પાણીના વિષયમાં જાણે કે તલનું ધોવણ, તુષનું ધોવણ, જવનું ધોવણ, છાશની પરાશ, બળતી લાકડીનું બુઝાવેલું પાણી અથવા શુદ્ધ અચિત્ત કરેલું ધોવણ પાણી તેમજ ગરમ પાણી વગેરે 10

અધ્યયન–1 : ઉદ્દેશક–11

92 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ છે, જેને ગ્રહણ કરવાથી પાત્રમાં લેપ લાગવાનો નથી અને પાત્રને ધોવા પડે તેમ નથી; તો તે પ્રકારનું પ્રાસુક અને એષણીય પાણી ગ્રહણ કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં પિંડૈષણાના અતિદેશ પૂર્વક સાત પાનૈષણાનું કથન છે.

पाणेसणाપીવા યોગ્ય પાણીને ગ્રહણ કરવા સંબંધી અભિગ્રહોને પાણેષણા કહે છે. તેના સાત પ્રકાર પિંડૈષણાની સમાન છે. તેમાં ચોથી પાનૈષણામાં તફાવત છે.

અલ્પલેપાઅહીં અલ્પ શબ્દ અભાવ અર્થમાં છે. જે પાણીથી પાત્ર ખરડાય નહીં, બીજા પાણીથી પાત્રને ધોવું પડે, તેવું પાણી લેવું, જેમ કેતિલોદક, શુદ્ધોદક આદિ. અહીં શુદ્ધોદકથી લવિંગનું, રાખનું, ચૂનાનું ધોવણ પાણી અથવા શુદ્ધ ગરમ પાણી સમજવું કારણ કે તે પાણી લેપ લાગે નહીં તેવા હોય છે.

શેષ અભિગ્રહો પિંડૈષણાની સમાન છે.

પડિમા સ્વીકારનો અહં ત્યાગ :

इच्चेयासिं सत्तण्हं पिंडेसणाणं सत्तण्हं पाणेसणाणं अण्णयरं पडिमं पडिवज्जमाणे णो एवं वएज्जामिच्छा पडिवण्णा खलु एए भयंतारो, अहमेगे सम्मं पडिवण्णे । जे एए भयंतारो एयाओ पडिमाओ पडिवज्जित्ताणं विहरंति, जो अहमंसि एयं पडिमं पडिवज्जित्ताणं विहरामि; सव्वे ते जिणाणाए उवठ्ठिया अण्णोण्णसमाहीए; एवं णं विहरंति શબ્દાર્થ :– अण्णयरं पडिमं = કોઈ એક પ્રતિમાને पडिवज्जमाणे = ગ્રહણ કરતા एए भयंतारो= સર્વ અભિગ્રહ ધારણ કરનાર સાધુ ભગવંત मिच्छापडिवण्णा = મિથ્યા પ્રતિપન્ન છે. તેઓનો અભિગ્રહ શ્રેષ્ઠ નથી अहमेगे = મેં એકલાએ सम्मं पडिवण्णे = શ્રેષ્ઠ અભિગ્રહ ધારણ કર્યો છેअण्णोण्णसमाहीए = પોત–પોતાની સમાધિ ભાવ પ્રમાણે અભિગ્રહ કરીને एवं च णं विहरंति = પ્રમાણે વિચરે છે.

ભાવાર્થ :– સાત પિંડૈષણાઓ તથા સાત પાનૈષણાઓમાંથી કોઈ પણ પ્રતિજ્ઞાનો સ્વીકાર કરનાર સાધુ કે સાધ્વી પ્રમાણે કહે નહિ કે સર્વ સાધુ ભગવંતો સમ્યક રૂપે પ્રતિમાઓને ગ્રહણ કરનારા નથી, હું એક સમ્યક રૂપે પ્રતિમાઓને વહન કરનાર છું, પરંતુ સાધુ પ્રમાણે કહે કેસર્વ સાધુ ભગવંતો અને હું એમ જે–જે પ્રતિમાઓનો સ્વીકાર કરીને વિચરણ કરી રહ્યા છીએ તે સર્વ સાધુ ભગવંતો પોત–પોતાની સમાધિ પ્રમાણે જિનાજ્ઞામાં ઉદ્યત છીએ. રીતે સર્વ સાધુઓ પોત–પોતાનો સમાધિ ભાવ જળવાઈ રહે, તે પ્રમાણે વિચરણ કરે.

વિવેચન :–

સાત–સાત પ્રકારની પિંડૈષણા અને પાનૈષણાના કથન પછી ઉપસંહાર રૂપ પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે અહંકાર ત્યાગનું કથન છે. સંયમી જીવનની સમગ્ર સાધના આત્મવિશુદ્ધિ માટે છે. સાધુ વ્રત, તપ, 11

93

જપ, અભિગ્રહોના સ્વીકારથી ક્રમશઃ પોતાના કષાયોને ઉપશાંત કરે છે. આભ્યંતર દોષોનો નાશ થાય, ત્યારે આત્મવિશુદ્ધિનું લક્ષ્ય સિદ્ધ થાય છે.

સાધક સાધનામાં જેમ–જેમ વિકાસ કરે, તેમ–તેમ તેના અંતરમાં ક્રોધ, માન આદિ કષાયોની ઉપશાંતતાની અનુભૂતિ થતી જાય તે સાધનાની ફળશ્રુતિ છે, તેથી સાધક પોતાની સાધનાનું અભિમાન કે અન્યની હીનતા પ્રગટ કરીને નિંદા કરે નહીં. એક સાધુની હિલના કે નિંદા કરવાથી સમસ્ત જિનશાસનની હિલના કે નિંદા થાય છે, તેથી સાધુ પોતાની ઉત્કૃષ્ટ સાધનાનો ગર્વ કરે નહીં. પોતાની મહત્તાનો ભાવ અન્ય પ્રતિ તુચ્છતાના ભાવને જન્મ આપે છે. સાધનાનું મૂલ્ય બાહ્ય ત્યાગથી થતું નથી, પરંતુ તેની સાથે આભ્યંતર દોષ વિશુદ્ધિથી થાય છે માટે અહીં બાહ્ય ત્યાગ કે અભિગ્રહો સાથે અન્ય સાધકો પ્રત્યે ઉદારભાવ અને આદર ભાવ રાખવાનો સંદેશ આપ્યો છે.

સહવર્તી સર્વ સાધકોની સાધનામાં તરતમતા હોવા છતાં સર્વ સાધુઓ જિનેશ્વરની આજ્ઞાના આરાધક છે, તેમ સ્વીકારીને સાધુ સમતાપૂર્વક વિચરે. સમભાવની સાધનામાં સાધકની પ્રગતિ છે.

ઉદ્દેશકનો ઉપસંહાર :

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए त्ति बेमि ભાવાર્થ :– પિંડૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે.

તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–1/11 સંપૂર્ણ ।। ।। પહેલું અધ્યયન સંપૂર્ણ ।। 12

અધ્યયન–1 : ઉદ્દેશક–11

94 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ બીજું અધ્યયન પરિચય અધ્યયનનું નામ શય્યૈષણા છે.

પ્રસ્તુત અધ્યયનમાં શય્યા શબ્દ પ્રયોગ માત્ર લોકમાં પ્રસિદ્ધ પથારી, ગાદલા કે સેજ માટે થયો નથી, પરંતુ સાધુ–સાધ્વીને સૂવા–બેસવાની, ભોજનની ક્રિયાઓ તથા આવશ્યક, સ્વાધ્યાય, જપ, તપ આદિ ધાર્મિક ક્રિયાઓ કરવા માટેના આવાસ સ્થાન રૂપે પ્રયુક્ત છે. તેમજ આસન, સંસ્તારક, પાટ, બાજોઠ આદિ ઉપકરણોનો પણ સમાવેશ શય્યામાં થઈ જાય છે.

શય્યાના ચાર પ્રકાર છે– (1) દ્રવ્ય શય્યા ( ર) ક્ષેત્ર શય્યા (3) કાલ શય્યા (4) ભાવ શય્યા. (1)

દ્રવ્ય શય્યાતેના ત્રણ પ્રકાર છે– (1) સજીવ પૃથ્વી આદિ સચિત્ત દ્રવ્ય શય્યા છે. (ર) નિર્જીવ પૃથ્વી આદિ અચિત્ત દ્રવ્ય શય્યા છે. (3) સંપૂર્ણપણે અચિત્ત થઈ હોય, તેવી પૃથ્વી આદિ મિશ્રદ્રવ્ય શય્યા છે.

(ર) ક્ષેત્ર શય્યાગામ, નગર આદિ સ્થાન વિશેષમાં કરવામાં આવતી શય્યા. (3) કાલ શય્યાૠતુબદ્ધ કાલશેષકાલમાં અથવા ચાતુર્માસ કલ્પમાં ઉપયોગમાં આવતી શય્યા. (4) ભાવ શય્યાતેના બે ભેદ છે– (1) કાય વિષયક ભાવ શય્યાગર્ભસ્થ જીવોનું માતાના ઉદરમાં જે શયન થાય તે. (ર) ભાવ વિષયક ભાવ શય્યાજીવ જે સમયે ઔદયિક આદિ ભાવમાં પરિણમન કરે છે તેને ભાવ વિષયક ભાવ શય્યા કહેવાય છે. અધ્યયનમાં ક્ષેત્ર શય્યા અને કાલ શય્યાનું કથન છે.

એષણાઅન્વેષણ, શોધ કરવી. રીતે શય્યૈષણા એટલે નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ કરવી. આત્મસાધનાના સાધનભૂત શરીરના પાલન–પોષણ માટે જે રીતે આહાર ગ્રહણની જરૂર છે, તે રીતે તેની વિશ્રાંતિ માટે તેમજ સાધના કરવા માટે સુયોગ્ય સ્થાનની પણ અનિવાર્યતા છે. નિર્દોષ આહારની જેમ નિર્દોષ સ્થાનમાં નિવાસ કરવો, તે સંયમી જીવનનું મહત્ત્વનું અંગ છે.

આત્મ સાધનામાં બાહ્ય ક્ષેત્ર કે અન્ય નિમિત્ત સહાયભૂત કે બાધક રૂપ બની શકે છે, તેથી સાધુને માટે કલ્પનીય–અકલ્પનીય શય્યાના ગુણ–દોષોનું શાસ્ત્રકારે વિસ્તૃત વર્ણન કર્યું છે.

શય્યૈષણા અધ્યયનના ત્રણ ઉદ્દેશકો છેપ્રથમ ઉદ્દેશકમાંસ્થાન સંબંધી ઉદ્ગમાદિ દોષો તથા ગૃહસ્થાદિથી સંસક્ત શય્યાના દોષોનું ચિંતન છે. દ્વિતીય ઉદ્દેશકમાંવસતિ વિષયક અન્ય દોષોની સંભાવના તથા સાધુને કલ્પનીય–અકલ્પનીય નવ પ્રકારની શય્યાનું વિસ્તૃત વર્ણન છે. ત્રીજા ઉદ્દેશકમાં–

સ્થાનની યાચના વિધિ, સ્થાનમાં નિવાસ કર્યા પછી સાધુનો વિવેક, સંયમી સાધુ માટે વિવિધ પ્રકારના નિષિદ્ધ સ્થાન, સંસ્તારકની નિર્દોષતા–સદોષતા, પ્રાતિહારિક વસ્તુઓ ગૃહસ્થને પાછી સોંપવાની વિધિ, સંસ્તારક વિષયક ચાર પ્રકારના અભિગ્રહો તથા અંતે અનુકૂળ અને પ્રતિકૂળ સ્થાન કે સંસ્તારકમાં સાધુને સમભાવ રાખવાનું વિધાન છે.

રીતે શય્યા અને સંસ્તારક સંબંધી સંપૂર્ણ વર્ણન સાથે અધ્યયન પૂર્ણ થાય છે.

 95

      બીજું અધ્યયન : શય્યૈષણા પ્રથમ ઉદ્દેશક

જીવ–જંતુ રહિત ઉપાશ્રયની ગવેષણા :

से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा उवस्सयं एसित्तए, से अणुपविसित्ता गामं वा णगरं वा जाव रायहाणिं वा; से जं पुण उवस्सयं जाणेज्जासअंडं सपाणं जाव संताणयं, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा से भिक्खू वा भिक्खुणी वा से जं उवस्सयं जाणेज्जाअप्पंडं जाव संताणयं, तहप्पगारे उवस्सए पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज्जं वा, णिसीहियं वा चेएज्जा શબ્દાર્થ :– ठाणं = સ્થાન, રહેવા માટે સ્થાન ગ્રહણ કરવું, ઊભા રહેવું, કાયોત્સર્ગ માટે સ્થિર થવું सेज्जं = શય્યા–સંસ્તારક, સંથારાનું સ્થાન, શયન કરવું णिसीहियं = નિષદ્યા, આસન, સ્વાધ્યાય આદિ કરવા.

ભાવાર્થ :– ઉપાશ્રય(રહેવા માટેના સ્થાન)ની ગવેષણા કરવાના ઇચ્છુક સાધુ–સાધ્વી ગામ, નગર યાવત્ રાજધાનીમાં જઈને યોગ્ય ઉપાશ્રયની ગવેષણા કરતાં એમ જાણે કે ઉપાશ્રય કીડી આદિ ત્રસ જીવોના ઈંડા યાવત્ કરોળિયાના જાળા આદિથી યુક્ત છે, તો તેવા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વી સ્થાન ગ્રહણ અને શયન–આસન કરે નહિ.

સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને કીડી આદિ ત્રસ જીવોના ઈંડાથી રહિત યાવત્ કરોળિયાના જાળાથી રહિત જાણે તો તેવા ઉપાશ્રયનું પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને તેમાં યતનાપૂર્વક સ્થાન ગ્રહણ કરે અને શયન–આસન કરે અર્થાત્ તેમાં કાર્યોત્સર્ગ, સ્વાધ્યાય, ધ્યાન આદિ કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે ઉપાશ્રયની ગવેષણા સંબંધી નિરૂપણ છે.

उवस्सयंઉપાશ્રય. જે સ્થાનમાં રહીને આત્મભાવમાં સ્થિર થવા માટેની સાધના થાય, તે સ્થાનને ઉપાશ્રય સંજ્ઞા આપવામાં આવે છે. તે સ્થાન ગૃહસ્થે પોતાના માટે બનાવેલું હોય છે અને સાધુ તેમાં ગૃહસ્થની આજ્ઞા લઈને પોતાની અનુકૂળતા પ્રમાણે નિવાસ કરે છે. રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ–સાધ્વી પોતાની આત્મસાધના માટે જે–જે અનુકૂળ સ્થાનમાં નિવાસ કરે તે–તે સ્થાન ઉપાશ્રય કહેવાય છે. શાસ્ત્રમાં તેના માટે વસતિ શબ્દનો પ્રયોગ પણ થાય છે, પરંતુ વર્તમાનમાં ધર્મસ્થાનક માટે જ ઉપાશ્રય શબ્દ પ્રચલિત બની ગયો છે.

1

અધ્યયન–ર : ઉદ્દેશક–1

96 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएज्जा :ठाणंસ્થાન ગ્રહણ કરવું, ઊભા રહેવું, કાર્યોત્સર્ગ કરવો આદિ सेज्जं – શય્યા, સંસ્તારક ગ્રહણ કરવા, શયન કરવું णिसीहियंનિષદ્યા, બેસવું, સ્વાધ્યાય કરવો.

સાધુ કે સાધ્વી જે રીતે નિર્દોષ આહાર પ્રાપ્તિ માટે આહારની ગવેષણા કરે છે. તે રીતે નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ માટે સ્થાનની પણ ગવેષણા કરે છે.સાધુ જે સ્થાનમાં નિવાસ કરે, તે સ્થાન સૂક્ષ્મ કે સ્થૂલ જીવજંતુઓથી રહિત હોવું જરૂરી છે કારણ કે ઉપાશ્રયમાં કીડી, મકોડા આદિ ક્ષુદ્ર જીવજંતુઓની અધિકતા હોય તો ગમનાગમન કરતાં જીવોની વિરાધના થવાની સંભાવના રહે છે, તે જીવજંતુના ઉપદ્રવથી સાધુના ચિત્તની એકાગ્રતા રહેતી નથી, જેથી સ્વાધ્યાય–ધ્યાન આદિ સાધનામાં સ્ખલના થાય છે, માટે સાધુ–સાધ્વીઓ જીવ–જંતુઓથી રહિત સ્થાનની ગવેષણા કરવાનું લક્ષ્ય રાખે.

सपाणं अप्पपाणं :પ્રસ્તુત સૂત્રમાં જીવોની અધિકતા માટે सपाणं આદિ શબ્દોનો પ્રયોગ છે અને જીવોની અલ્પતા માટે કે જીવ રહિતતા માટે अप्पपाणं આદિ શબ્દોનો પ્રયોગ છે. સામાન્ય રીતે કોઈ પણ સ્થાનમાં વિકલેન્દ્રિય જીવોનો સર્વથા અભાવ હોય તેવું શક્ય નથી. સામાન્ય રીતે કીડી, માખી, મચ્છર, કરોળિયા, કંસારી આદિ ક્ષુદ્ર જીવ જંતુઓ ગમે ત્યારે ગમે ત્યાંથી આવે છે અને જાય છે. સૂત્રકારનો આશય એ છે કે સાધનામાં સ્ખલના થાય કે તે જીવોની વિરાધના થાય તેવા પ્રકારના જીવ જંતુઓની બહુલતા ન હોય તેવા સ્થાનની ગવેષણા કરવી જોઈએ.

ઔદેશિક ઉપાશ્રય વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जाअस्सिंपडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्जं अणिसठ्ठं अभिहडं आहट्टु चेएइ तहप्पगारे उवस्सए पुरिसंतरकडे वा अपुरिसंतरकडे वा जाव आसेविए वा अणासेविए वा; णो ठाणं वा सेज्जं वा णिसीहियं चेएज्जा एवं बहवे साहम्मिया, एगं साहम्मिणिं, बहवे साहम्मिणीओ શબ્દાર્થ :– अस्सिंपडियाए = નિર્ગ્રંથ સાધુની પ્રતિજ્ઞાથી, સાધુને માટે.

ભાવાર્થ :– જો સાધુ કે સાધ્વી એમ જાણે કે ભાવિક ગૃહસ્થે સાધુની પ્રતિજ્ઞાથી તેમાં પણ કોઈ એક સાધર્મિક સાધુના ઉદ્દેશ્યથી પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વનો આરંભ કરીને ઉપાશ્રય બનાવ્યો છે, તેમજ સાધુના નિમિત્તે ખરીદેલો છે, ઉધાર લીધેલો છે, કોઈની પાસેથી બળજબરીથી ઝૂંટવી લીધેલો છે, તેના માલિકની આજ્ઞા વિના લીધેલો છે કે સામેથી આવીને બનાવેલો છે, તો તેવો ઉપાશ્રય પુરુષાંતરકૃત હોય કે

અપુરુષાંતરકૃત હોય યાવત્ કોઈના દ્વારા ઉપયોગમાં લેવાયેલો હોય કે ઉપયોગમાં લેવાયેલો હોય, તોપણ સાધુ કે સાધ્વી તેમાં રહે નહીં કે શયનાસન કરે નહીં અથવા સ્વાધ્યાયાદિ આદિ ક્રિયા કરે નહીં.

તે રીતે ઘણા સાધર્મિક સાધુઓ માટે તથા એક કે અનેક સાધર્મિક સાધ્વીઓના ઉદ્દેશ્યથી બનાવેલા, ઉપરોક્ત વિશેષણોથી યુક્ત ઉપાશ્રયમાં પણ સાધુ કે સાધ્વી સ્થાન ગ્રહણ, શયન–આસન આદિ કરે નહીં.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जाबहवे समण–

2

3

97

माहण–अतिहि–किवण–वणीमए पगणिय–पगणिय समुद्दिस्स तं चेव भाणियव्वं ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે ઉપાશ્રય ઘણા(જૈન–જૈનેતર) શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રીઓ તેમજ ભિખારીઓ એક–એકની ગણનાપૂર્વક તેના ઉદ્દેશ્યથી પ્રાણી આદિનો સમારંભ કરીને બનાવેલો છે ઇત્યાદિ ઉપર પ્રમાણે કહેવું અર્થાત્ પુરુષાંતરકૃત, અપુરુષાંતરકૃત યાવત્ આસેવિત કે અનાસેવિત હોય તોપણ તે સ્થાન ગ્રહણ કરે.