This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
અધ્યયન–1 : ઉદ્દેશક–10
3
80 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ आयरिए, उवज्झाए :– શાસ્ત્રમાં આચાર્યાદિ સાત પદવીઓનું વર્ણન જોવા મળે છે. તેના અર્થ આ પ્રમાણે છે.
(1) आचार्यः अनुयोगधरः । –સૂત્રાર્થ, પરમાર્થના ધારક, પંચાચાર પાલક, શાસન પરંપરાના સંચાલક અને સંઘ દ્વારા આચાર્ય પદે પ્રતિષ્ઠિત ગુણસંપન્ન મુનિવર આચાર્ય કહેવાય છે.
(2) उपाध्यायः अध्यापकः । –આગમના રહયસ્યોનું ઉદ્ઘાટન કરીને આચાર્ય દ્વારા નિર્દિષ્ટ શિષ્યોને અધ્યાપન કરાવે, સંઘ દ્વારા ઉપાધ્યાય પદે પ્રતિષ્ઠિત ગુણસંપન્ન મુનિવર ઉપાધ્યાય કહેવાય છે.
(3) प्रवर्तकः प्रवृत्तिर्यथायोगं वैयावृत्त्यादौ साधूनां प्रवर्तनशीलः । –સહવર્તી સાધુઓને પોત– પોતાની યોગ્યતા અનુસાર વૈયાવૃત્ય આદિ આરાધનામાં નિયુક્ત કરે, તે સાધુને પ્રવર્તક કહે છે.
(4) स्थविरः संयमादौ सीदतां साधूनां स्थिरीकरणात्स्थविरः । –સંયમ, તપ આદિ સાધનામાં વિષાદને પ્રાપ્ત થયેલા સાધુઓને સંયમ ભાવમાં સ્થિર કરનાર પ્રૌઢ, અનુભવી શ્રમણ સ્થવિર કહેવાય છે.
(5) गणीः गच्छाधिपो गणी । –ગચ્છના અધિપતિ. આચાર્ય પદની યોગ્યતા ધરાવનાર, સર્વરત્નાધિકોમાં અર્થાત્ ગચ્છના સર્વ સાધુઓમાં વધુ દીક્ષા પર્યાયવાળા અને સંઘ દ્વારા પ્રસ્થાપિત શ્રમણ ગણિ કે ગચ્છાધિપતિ કહેવાય છે.
(6) गणधरः यस्त्वाचार्य–गुर्वादेशात् साधुगणं गृहीत्वा पृथग्विहरति स गणधरः । ગુરુ–આચાર્યાદિની આજ્ઞાનુસાર સાધુના સંઘાડાને(સાધુ સમુદાયને) સાથે લઈને પૃથક્ વિચરણ કરનાર સંઘાડા(સમુદાય)ના નાયક સાધુને ગણધર(ગણનાયક) કહે છે.
(7) गणावच्छेदकः गच्छकार्यचिन्तकः । –ગચ્છના સાધુઓની વિહાર, સેવા, અધ્યયન, પ્રાયશ્ચિત્તાદિ કાર્યવાહીના હિતચિંતક અર્થાત્ સંપૂર્ણ વ્યવસ્થામાં કુશલ સાધુને ગણાવચ્છેદક કહે છે.
આ રીતે ઉપરોક્ત સાતે પદવીઓ ગણની, સંઘની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે નિર્ધારિત કરેલ છે.
બહુઉજ્ઝિતધર્મા આહાર ગ્રહણનો નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी से जं पुण जाणेज्जा अंतरुच्छुयं वा उच्छुगंडियं वा उच्छुचोयगं वा उच्छुमेरगं वा उच्छुसालगं वा उच्छुडालगं वा सिंबलिं वा सिंबलिथालगं वा, अस्सिं खलु पडिग्गहियंसि अप्पे भोयणजाए बहुउज्झियधम्मिए, तहप्पगारं अंतरुच्छुयं वा जाव सिंबलिथालगं वा अफासुयं जाव णो पडिगाहेज्जा। શબ્દાર્થ :– अंतरुच्छुयं = શેરડીના પર્વનો વિભાગ उच्छुगंडियं = શેરડીનો ટુકડો ( કાતળી)
उच्छुचोयगं = શેરડીનો ઊભો છેદ કરી બનાવેલા લાંબા ટુકડા उच्छुमेरगं = શેરડીનો ઉપરનો ભાગ उच्छुसालगं = છોલેલી શેરડીનો સાંઠો उच्छुडालगं = શેરડીના નાના ટુકડા(ગંડેરી) संबलिं = શેકેલી શીંગ संबलिथालगं = બાફેલી કે શેકલી શીંગના ઓળા अप्पे भोयणजाए = જેમાં ખાવા યોગ્ય અંશ થોડો છે बहुउज्झियधम्मिए = ફેંકવા યોગ્ય ભાગ વધારે છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં શેરડીનો પર્વ ભાગ અર્થાત્ બે ગાંઠની મધ્યનો ભાગ, શેરડીની કાતળી, શેરડીને ઉભી ફોલીને બનાવેલ લાંબા 4
81
ટુકડા, શેરડીનો અગ્રભાગ, છોલેલી શેરડીનો સાંઠો, શેરડીના નાના ટુકડા(ગંડેરી); તેમજ શેકેલી કે બાફેલી શીંગ કે તેના ઓળા આદિ પદાર્થો છે, જેમાં ખાવા યોગ્ય ભાગ થોડો અને નાંખી દેવા યોગ્ય ભાગ વધારે છે, તો તથાપ્રકારના ઉપરોક્ત પદાર્થોને ભિક્ષુ અપ્રાસુક–અકલ્પનીય અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी से जं पुण जाणेज्जा– बहुअठ्ठियं वा पुग्गलं अणिमिसं……… वा बहुकंटगं, अस्सिं खलु पडिग्गहियंसि अप्पे भोयणजाए बहुउज्झियधम्मिए, तहप्पगारं बहुअठ्ठियं वा पोग्गलं अणिमिसं……… वा बहुकंटगं लाभे संते णो पडिगाहेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે આ ઘણાં ઠળિ યાવાળા તથા બહુ કાંટાવાળા ફળો છે, જેમાં ખાવા યોગ્ય ભાગ થોડો છે અને નાંખી દેવા યોગ્ય ભાગ વધારે છે, તો આ પ્રકારના બહુબીજવાળા તથા ઘણા કાંટાવાળા ફળો પ્રાપ્ત થવા છતાં પણ તેને અકલ્પનીય અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी जाव पविठ्ठे समाणे सिया णं परो बहुअठ्ठिएण पोग्गलेण ……… उवणिमंतेज्जा– आउसंतो समणा ! अभिकंखसि बहुअठ्ठियं पोग्गलं ……… पडिगाहेत्तए ? एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा– आउसो ! ति वा भइणी ! ति वा णो खलु मे कप्पइ बहुअठ्ठियं पोग्गलं……… पडिगाहेत्तए । अभिकंखसि मे दाउं, जावइयं तावइयं पोग्गलं दलयाहि, मा अठ्ठियाइं । से सेवं वदंतस्स परो अभिहट्टु अंतो पडिग्गहगंसि बहुअठ्ठियं पोग्गलं ……… परिभाएत्ता णिहट्टु दलएज्जा । तहप्पगारं पडिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासुयं अणेसणिज्जं त्ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा। से य आहच्च पडिगाहिए सिया, तं णो हि त्ति वएज्जा, णो अणिहि त्ति वएज्जा, से तमादाय एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अप्पंडे जाव संताणए पोग्गलं अणिमिसं ……… भोच्चा अठ्ठियाइं कंटए गहाए से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अहे झामथंडिल्लंसि वा जाव तओ संजयामेव परिठ्ठवेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં આહાર માટે પ્રવેશ કરે ત્યારે ત્યાં ગૃહસ્થ અચિત્ત થયેલા બહુ ઠળીયાવાળા ફળ અને બહુ કાંટાવાળા ફળના ગરભાગ માટે આમંત્રણ કરે કે– હે આયુષ્યમન્ શ્રમણ !
શું તમોને આ અચિત્ત થયેલા બહુ ઠળીયાવાળા આ ફળોના ગરભાગને લેવાની ઇચ્છા છે ? આ વચન સાંભળીને અને વિચાર કરીને સાધુ તેને કહે કે– હે આયુષ્યમન્ ગૃહસ્થ ભાઈ કે બહેન ! આવા બહુ ઠળીયાવાળા કે કાંટાવાળા ફળ અચિત્ત હોવા છતાં પણ મને લેવા કલ્પતા નથી. જો તમે મને દેવા ઇચ્છતા 5
6
અધ્યયન–1 : ઉદ્દેશક–10
82 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ હો, તો આ ફળનો જેટલો સારભાગ–ગર છે તે મને આપો, ઠળિયા અને કાંટા આપશો નહીં.
સાધુ આ પ્રમાણે કહે, તો પણ તે ગૃહસ્થ પોતાના વાસણમાંથી ફળનો ઠળિયા સહિતનો ગરભાગ લઈને આપવા લાગે, તો સાધુ તે પદાર્થ તે ગૃહસ્થના હાથમાં કે પાત્રમાં હોય, ત્યાં જ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરવાનો નિષેધ કરી દે.
તેમ છતાં પણ તે ગૃહસ્થ આગ્રહપૂર્વક તે પદાર્થ સાધુના પાત્રમાં નાંખી દે, તો સાધુ હા–હા ન કરે અર્થાત્ ગૃહસ્થને ધિક્કારે નહીં, તેને સારા કે ખરાબ વચન કહે નહિ, પરંતુ તે આહારને લઈને જીવ–જંતુથી રહિત યાવત્ કરોળિયાના જાળાથી રહિત ઉદ્યાન કે ઉપાશ્રયના એકાંત નિરવદ્ય સ્થાનમાં જાય અને ત્યાં બેસીને તે ફળના ખાવા યોગ્ય સાર ભાગનો ઉપભોગ કરે અને ફેંકી દેવા યોગ્ય ઠળિયા, કાંટાને લઈને એકાંત સ્થાનમાં અચિત્ત, પરઠવા યોગ્ય નિર્દોષ જગ્યામાં જઈને તેનું પ્રતિલેખન–પ્રમાર્જન કરીને તેને પરઠી દે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે બહુઉજ્ઝિતધર્મા પદાર્થોને ગ્રહણ કરવાનો નિષેધ છે.
તે પદાર્થો ચાર પ્રકારે વર્ણવ્યા છે– (1) શેરડીના ટુકડા વગેરે ( ર) મગફળી આદિની સેકેલી કે
બાફેલી શિંગો (3) ઠળિયા–બીજ વધારે હોય તેવા બહુબીજવાળા સીતાફળ, દાડમ વગેરે ફળો (4) કાંટા વધારે હોય તેવા અનાનસ આદિ ફળ.
(1) શેરડીમાં માત્ર ગાંઠના ભાગમાં બીજ હોય છે. પાકેલી શેરડીના ગાંઠ ભાગ સિવાયના નાના કે મોટા ટુકડા અચિત હોય છે, પરંતુ શેરડીનો રસ ચૂસીને તેના છોતરા ફેંકવા પડે છે.
(ર) મગફળી આદિની બાફેલી કે શેકેલી શિંગમાં કેવળ દાણા જ ખાવા યોગ્ય છે. તે સિવાયના ફોતરા આદિ ફેંકવાનું અધિક હોય છે.
(3) કેરી, ગુંદા વગેરો અથાણામાં તેના ઠળિયા ખાવા યોગ્ય નથી.
(4) કાંટાવાળા અનાનસ વગેરે ફળોમાં પણ કાંટાવાળો અધિક ભાગ ફેંકવા યોગ્ય છે. આ ચારે પ્રકારના બહુ ઉજ્ઝિતધર્મી પદાર્થો અચેત છે. તેમ છતાં તેમાં ખાવા કરતાં ફેંકવા યોગ્ય ભાગ અધિક હોવાથી તેમાં કીડી, મંકોડા આદિ જીવોની વિરાધનાની સંભાવના છે.
તેથી આ પ્રકારનો આહાર પ્રાસુક–અચિત્ત અને આધાકર્મ આદિ દોષોથી રહિત હોવા છતાં પણ અનેષણીય અને અગ્રાહ્ય છે. ગૃહસ્થ તેવો આહાર સાધુને આપવાની ઇચ્છા પ્રગટ કરે, તો સાધુએ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે આવો આહાર મને અકલ્પનીય છે. કદાચ ગૃહસ્થ આવો આહાર ભાવાવેશથી પરાણે સાધુના પાત્રમાં નાંખી દે તો સાધુ ગૃહસ્થને જરા પણ ઉપાલંભ કે દોષ આપ્યા વિના, મૌનપૂર્વક એકાંતમાં જઈને તેમાંથી સાર ભાગને વાપરે અને નાંખી દેવા યોગ્ય ભાગને અલગ કાઢીને એકાંતમાં નિરવદ્ય–જીવ–જંતુ રહિત જગ્યાને જોઈને, પોંજીને, ત્યાં પરઠી દે.
बहुअठ्ठियं पोग्गलं अणिमिसं वा बहुकंटगं :– बहुअठ्ठियं = ઘણા ઠળિયાવાળા, पोग्गलं = ગર ભાગ, बहुकंटयं = ઘણાં કાંટાવાળા, अणिमिसं = અનાનસાદિ ફળ.
બહુઉજ્જિત ધર્મવાળા ફળો સંબંધી આ સૂત્રો(સૂત્ર–4, પ, 6) દશવૈકાલિક સૂત્ર, અધ્યયન–પ, ઉદ્દેશક–1, ગાથા–73, 74 સાથે સંપૂર્ણ રીતે સમાનતા ધરાવે છે. જેમ કે–
83
बहुअठ्ठियं पोग्गलं, अणिमिसं वा बहुकंटगं । अत्थियं तिदुयं बिल्लं, उच्छुखंडं व सिंबलिं ॥73॥ अप्पे सिया भोयणज्जाए, बहु उज्झिय धम्मिए । दिंतियं पडियाइक्खे ण मे कप्पइ तारिसं ॥74॥ શ્રી આચારાંગ સૂત્રની કેટલીક પ્રતોમાં बहुअठ्ठियं અને बहुकंटगं શબ્દ વચ્ચે पोग्गलं અને अणिमिसं શબ્દના સ્થાને અભક્ષ્ય પરક શબ્દોનો પ્રયોગ લિપિદોષથી કે પ્રક્ષિપ્ત થયેલો જોવા મળે છે, અહીં દશવૈકાલિક સૂત્રાનુસાર पोग्गलं અને अणिमिसं શબ્દ ગ્રહણ કર્યા છે. સિતેર વર્ષ પૂર્વે પ્રકાશિત શ્રમણ શ્રી પુપ્ફ ભિક્ખુ સંપાદિત સુત્તાગમેમાં પણ દશવૈકાલિક સૂત્રાનુસાર पोग्गलं અને अणिमिसं શબ્દ જ રાખેલ છે.
અગ્રાહ્ય પદાર્થનો પરિભોગ–પરિષ્ઠાપન વિધિ :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे सिया से परो अभिहट्टु अंतो पडिग्गहए बिलं वा लोणं उब्भियं वा लोणं, परिभाएत्ता णीहट्टु दलएज्जा । तहप्पगारं पडिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा । से आहच्च पडिग्गाहिए सिया, तं च णाइदूरगए जाणेज्जा, से तमायाए तत्थ गच्छेज्जा, गच्छेत्ता पुव्वामेव आलोएज्जा– आउसो ति वा भइणी त्ति वा इमं किं ते जाणया दिण्णं उदाहु अजाणया ? सो य भणेज्जा– णो खलु मे जाणया दिण्णं, अजाणया; कामं खलु आउसो ! इदाणिं णिसिरामि, तं भुंजह च णं परियाभाएह च णं । तं परेहिं समणुण्णायं समणुसिठ्ठं तओ संजयामेव भुंजेज्ज वा पीएज्ज वा । जं च णो संचाएइ भोत्तए वा पायए वा, साहम्मिया तत्थ वसंति संभोइया समणुण्णा अपरिहारिया अदूरगया तेसिं अणुप्पदायव्वं सिया । सिया णो जत्थ साहम्मिया सिया, जहेव बहुपरियावण्णे कीरइ तहेव कायव्वं सिया । શબ્દાર્થ :– बिलं लोणं = બિડ લવણ–બલવણ, શેકેલું મીઠું उब्भियं लोणं = લીંબુ આદિથી શસ્ત્ર પરિણત મીઠું परिभाएत्ता = વાસણમાં કંઈક કાઢીને, કટકા કરીને णीहट्टु = લાવીને, લઈને दलएज्जा = આપે તો इदाणिं = હવે णिसिरामि = દઉં છું परियाभाएह = વહેંચી લો तं = તે परेहिं = ગૃહસ્થની समणुण्णायं = આજ્ઞા પ્રાપ્ત થવા પર समणुसिठ्ठं = સમ્યક પ્રકારે આપી દેવા પર णो संचाएइ = સમર્થ નથી, શક્ય ન હોય.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે શેકેલું મીઠું(બલવણ)
અથવા ઉદ્ભિજ–શસ્ત્ર પરિણત મીઠું વાસણમાં કાઢી આપે તો તેવું મીઠું ગૃહસ્થના પાત્રમાં કે હાથમાં હોય ત્યાં જ તેને(અચિત્ત હોવા છતાં અનાવશ્યક હોવાથી તેમજ ગૃહસ્થ ભૂલથી ખાંડની જગ્યાએ મીઠું આપી રહ્યા હોવાથી) અપ્રાસુક અને અનેષણીય જાણીને લેવાની ના પાડે.
7
અધ્યયન–1 : ઉદ્દેશક–10
84 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભૂલથી સાકરના બદલે મીઠું લેવાઈ ગયું હોય અને થોડે દૂર જતાં સાધુને ખબર પડે(કે આ તો મીઠું છે સાકર નથી), અને ઘર નજીકમાં જ હોય, તો તે ઘરમાં પાછા જઈને પહેલાં તે મીઠું બતાવે અને કહે– હે આયુષ્યમાન્ ભાઈ કે બહેન ! તમે મને આ મીઠું જાણતા આપ્યું છે કે અજાણતા આપ્યું છે ? જો તે કહે કે– મેં જાણી જોઈને આપ્યું નથી, અજાણતા જ અપાઈ ગયું છે, પરંતુ હે આયુષ્યમાન ! હવે જો આપને તે કામ આવી શકે તેમ હોય તો હું તમોને આપું છું, તમો તમારી ઇચ્છા અનુસાર તેનો ઉપભોગ કરો અથવા અરસપરસ વહેંચી લ્યો. આ પ્રમાણે દાતાની આજ્ઞા પ્રાપ્ત થાય અથવા દાતા આપે તો સાધુ તે અચિત્ત મીઠાને યતનાપૂર્વક ખાય કે પાણીમાં અથવા છાશ વગેરેમાં નાંખીને પીવે.
જો તે પોતે તેટલું મીઠું ખાવા કે પીવા સમર્થ ન હોય તો સમીપસ્થ અન્ય સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તેમજ અપારિહારિક સાધુ પાસે જઈ તેને આપે. કદાચ સમીપમાં સાધર્મિક સાંભોગિક સાધુ ન હોય તો વધારાના તે મીઠાંને એકાંત નિરવદ્ય સ્થાનમાં જઈને વિધિ અનુસાર પરઠી દે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં એકના બદલે બીજી વસ્તુ મળવા પર સાધુએ તેનો ઉપયોગ કઈ રીતે કરવો ? તેની વિધિ બતાવી છે. આ સૂત્રનો આશય એ છે કે– સાધુને પ્રયોજનવશ ખાંડ ગ્રહણ કરવી હોય, ત્યારે દળેલી સાકરના ભ્રમથી સફેદ રંગના કારણે દાતા મીઠું લાવીને સાધુને આપવા લાગે અને તે સમયે સાધુને ખ્યાલ આવી જાય કે આ મીઠું છે, તો વિચક્ષણ મુનિ તે સમયે જ ના પાડી દે.
કદાચિત્ ભૂલથી મીઠું લેવાઈ ગયું હોય અને પાછળથી ખબર પડે કે આ ખાંડ નથી પણ મીઠું છે, તો તે દાતાની પાસે જઈને પૂછે કે તમોએ આ વસ્તુ જાણી જોઈને આપી છે કે અજાણતા ? દાતા કહે કે મેં અજાણતા આપી છે પણ હવે તેની આજ્ઞા આપું છું; તમો તેનો પરિભોગ કરો અથવા વિભાજિત કરી લ્યો.
આ રીતે દાતા આજ્ઞા આપી દે, તો તેનો યથાયોગ્ય ઉપભોગ કરે. જો તે પદાર્થ આવશ્યકતાથી વધારે હોય તો નજીકમાં સાધર્મિક આદિ સાધુ હોય તો તેને આપે. સમીપમાં સાધર્મિક આદિ સાધુ ન હોય, તો પરઠવાની વિધિ અનુસાર પરઠી દે. સંક્ષેપમાં સાધુની ગોચરીમાં અજાણતા એકના બદલે બીજી વસ્તુ ગ્રહણ થઈ ગઈ હોય, તો વાસ્તવિકતાનો ખ્યાલ આવે ત્યારે ગૃહસ્થ પાસે તે લઈને જાય અને જે બન્યું છે તેની સ્પષ્ટતા કરે.
આ તેની પ્રામાણિકતા છે, અન્યથા ગૃહસ્થને સાધુ પ્રતિ અવિશ્વાસ થાય છે.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :– આ પિંડૈષણા વિવેક તે સાધુ કે સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–1/10 સંપૂર્ણ ।। 8
85
પહેલું અધ્યયન : અગિયારમો ઉદ્દેશક નિષ્કપટ ભાવે ગ્લાન સેવા :–
भिक्खागा णामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं वा दूइज्जमाणे मणुण्णं भोयणजायं लभित्ता– से य भिक्खु गिलाइ, से हंदह णं तस्साहरह, से य भिक्खू णो भुंजेज्जा तुमं चेव णं भुंजेज्जासि । से एगइओ भोक्खामि त्ति कट्टु पलिउंचिय पलिउंचिय आलोएज्जा, तं जहा– इमे पिंडे, इमे लोए, इमे तित्तए, इमे कडुयए, इमे कसाए, इमे अंबिले, इमे महुरे, णो खलु एत्तो किंचि गिलाणस्स सयइ त्ति । माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा । तहाठियं आलोएज्जा जहाठियं गिलाणस्स सयइ, तं जहा– तित्तयं तित्तए त्ति वा, कडुयं कडुए त्ति, कसायं कसाए त्ति अंबिलं अंबिले त्ति महुरं महुरे त्ति वा । શબ્દાર્થ :– भिक्खागा णाम = નામધારી સાધુ एगे = કોઈ એક एवमाहंसु = આ પ્રમાણે હોય છે समाणे = ચાતુર્માસ રહેલા वसमाणे = સ્થિરવાસ રહેલા गामाणुगामं दुइज्जमाणे = ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં શેષ કાળમાં રહેલા શ્રમણ हंदह = આ મધુર આત્મીય સંબોધન છેसे एगइओ भोक्खामि त्ति कट्टु = તે કોઈ એક સાધુ આહાર લઈને વિચારે કે હું જ આ વાપરીશ આ પ્રમાણે કરે पलिउंचिय = કપટપૂર્વક, મનોજ્ઞ આહારને છુપાવીને–છુપાવીને आलोएज्जा = કહે છે इमे पिंडे = સાધુઓએ જે આપના માટે આ આહાર આપ્યો છે તે અસંસ્કારિત છે इमे लोए = આ રૂક્ષ આહાર છે गिलाणस्स = રોગીને णो सयइ त्ति = લાભ નહિ થાય, ઉપયોગી નથી, ખપે એવો નથી तहाठियं = તેને તેમજ કહે जहाठियं = જેમ છે, જેવો પદાર્થ છે.
ભાવાર્થ :– કહેવાતા સાધુ કોઈક આવા પણ હોય છે કે– માસકલ્પ, ચાતુર્માસકલ્પ અથવા સ્થિરવાસ રહેલા શ્રમણો મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને કોઈક ભિક્ષુ(સાધુ)ને કહે કે– જે સાધુ બીમાર છે તેના માટે તમે આ મનોજ્ઞ આહાર લઈને જાઓ અને તેને આપી દેજો. જો તે રોગી સાધુ વાપરે નહિ તો તમે વાપરી લેજો.
નામધારી સાધુ તે આહારને લઈને એમ વિચારે કે આ મનોજ્ઞ આહારને હું વાપરીશ, તેમ વિચારી, તે આહાર બીમાર સાધુને બતાવતાં કપટ યુક્ત શબ્દોમાં કહે કે– આ આહાર અસંસ્કારિત છે, આ રૂક્ષ છે અર્થાત્ આ આહાર આપના માટે પથ્યકારી કે સુપાચ્ય નથી, આ તીખો છે, આ કડવો છે, કષાયેલો છે, આ ખાટો છે, વધારે ગળ્યો છે, તે રોગને વધારે તેવો છે. આ આહારથી આપને કોઈ લાભ થશે નહિ. આ રીતે કપટનું આચરણ કરનાર સાધુ માયા–કપટનું સેવન કરે છે. આત્મસાધક સાધુ આ પ્રમાણે કરે નહીં, પરંતુ જેવો આહાર હોય તેવો જ બીમાર સાધુને બતાવે અર્થાત્ તીખાને તીખો, કડવાને કડવો, કષાયેલાને કષાયેલો, ખાટાને ખાટો અને મધુરને મધુર કહે તથા રોગીને જે રીતે શાતા રહે તે રીતે પથ્ય આહાર દ્વારા તેની સેવા–સુશ્રૂષા કરે.
भिक्खागा णामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं वा 1
2
અધ્યયન–1 : ઉદ્દેશક–11
86 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ दूइज्जमाणे, मणुण्णं भोयणजायं लभित्ता– से य भिक्खु गिलाइ, से हंदह णं तस्साहरह, से य भिक्खू णो भुंजेज्जा आहारेज्जासि, से णं णो खलु मे अंतराए आहरिस्सामि । इच्चेयाइं आयतणाइं उवाइकम्म । શબ્દાર્થ :– णो भुंजेज्जा = ખાય નહિ તો आहारेज्जासि = પાછો અમને આપી દેજો કારણ કે
અમારે ત્યાં પણ રોગી સાધુ છે मे = મને णो अंतराए = કોઈ વિધ્ન ન આવે તો आहरिस्सामि = હું પાછો લાવીને આપીશ इच्चेयाइं = આ પ્રમાણે આ કાર્ય आयतणाइं = કર્મબંધનું કારણ છે उवाइकम्म = તેને સમ્યક પ્રકારે દૂર કરીને, છોડીને.
ભાવાર્થ :– કહેવાતા સાધુ કોઈક આવા પણ હોય છે કે– માસકલ્પ, ચાતુર્માસકલ્પ અથવા સ્થિરવાસ રહેતા શ્રમણો મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને કોઈક ભિક્ષુ(સાધુ)ને કહે કે– જે સાધુ બીમાર છે તેના માટે તમે આ મનોજ્ઞ આહાર લઈ જાઓ અને તેને આપી દેજો. જો તે રોગી સાધુ વાપરે નહિ, તો તે આહાર પાછો અમારી પાસે લઈને આવજો;(કારણ કે અમારે ત્યાં પણ બીમાર સાધુ છે.) તેઓ આ પ્રમાણે કહે ત્યારે આહાર લેનાર તે સાધુ તેઓને કહે કે આવવામાં મને જો કોઈ વિધ્ન નહિ આવે, તો આહાર પાછો આપવા આવીશ. આ રીતે કહીને નામધારી સાધુ તે આહાર બીમાર સાધુને આપ્યા વિના કે તેના વાપરી લીધા પછી શેષ બચેલા આહારને પાછો આપવાના બદલે, પોતે જ વાપરી લે, તો તે માયા–કપટનું આચરણ કરે છે. સાધુએ આવા પ્રકારના કર્મબંધના સ્થાનનો સમ્યક પ્રકારે ત્યાગ કરીને ભાવપૂર્વક રોગી સાધુની સેવા કરવી જોઈએ.
વિવેચન :–
સંયમી સાધક રસેન્દ્રિયના વિષયમાં આસક્ત બને ત્યારે તે વિવિધ પ્રકારે માયા–કપટનું સેવન કરે છે. પ્રસ્તુત સૂત્રમાં સ્વાદવૃત્તિના પોષણ માટે થતાં માયા–કપટના સેવનનું દિગ્દર્શન છે અને ગ્લાન સાધુની સેવા કરનારા સાધુઓને માટે કપટ ત્યાગનો ઉપદેશ છે.
ક્યારેક સાધુને ભિક્ષામાં પથ્યકારી, મનોજ્ઞ ભોજન પ્રાપ્ત થાય, તે સાધુ અન્યત્ર રહેલા ગ્લાન સાધુની અનુકૂળતા માટે સેવાની એક માત્ર ભાવનાથી તે મનોજ્ઞ ભોજન ગ્લાન સાધુ માટે તેની સાથે સેવામાં રહેલા સાધુને આપે છે, પરંતુ સેવા કરનાર સાધુના અંતરમાં રસાસ્વાદની લાલસા જાગૃત થાય, ત્યારે તે મનોજ્ઞ ભોજન ગ્લાન સાધુ વાપરે નહીં તેવી સ્વાર્થ દષ્ટિથી મનોજ્ઞ અને પથ્યકારી આહારને અપથ્યકારી બતાવે છે.
ક્યારેક આહાર દેનાર સાધુએ કહ્યું હોય કે આ ભોજન ગ્લાન સાધુને માટે જ છે. જો ગ્લાન સાધુ આ ભોજન વાપરે નહીં, તો અમોને પાછું આપજો. આહાર ગ્રહણ કરનાર સાધુએ કહ્યું હોય કે ‘‘ અન્ય કોઈ અંતરાય નહીં હોય, તો હું આહાર પાછો આપવા આવીશ.˜˜ આ રીતે કહીને મનોજ્ઞ ભોજનની આસક્તિથી તે કોઈ પણ બહાનું બતાવીને આહાર પાછો દેવા ન જાય.
આ પ્રકારનો વ્યવહાર કરનાર સાધુ (1) માયા–કપટનું સેવન કરે છે. (ર) સત્ય મહાવ્રતને ખંડિત કરે છે. (3) અન્ય સાધુઓનો વિશ્વાસઘાત કરે છે. (4) ગ્લાન સાધુને પથ્ય આહાર ન આપવાથી અંતરાયકર્મ બાંધે છે. (પ) તેની સેવાની ભાવનાનો નાશ થાય છે. (6) સ્વાદને વશ થઈને આત્માનું અધઃપતન કરે છે. (7) તે આત્મ સાધનાથી ભ્રષ્ટ થાય છે.
87
મોક્ષાર્થી સાધુએ માયા–કપટનો ત્યાગ કરીને શુદ્ધ ભાવે ગ્લાન સાધુની સેવા કરવી જોઈએ. જે આહાર જેવો હોય, તે યથાર્થ રૂપે બતાવવો અને આહારની ગુણવત્તાનું યથાતથ્ય કથન કરવું, તે સાધુધર્મ છે. સરળતા અને સત્યતા જેવા ગુણોની પુષ્ટિથી જ સાધનાનો વિકાસ થાય છે.
णो खलु मे अंतराए……………જો કોઈ પણ પ્રકારની અંતરાય નહીં હોય તો. જેમ કે– સૂર્યાસ્તનો સમય થઈ જાય, રસ્તામાં સાંઢ, પાડા, મદોન્મત હાથી જેવા જંગલી પશુઓ ઊભા હોય, અચાનક ગ્લાન સાધુની બીમારી વધી જાય, પોતાના શરીરમાં અણધારી આપત્તિ આવી જાય, આવા કોઈ પણ કારણ ઉપસ્થિત થઈ જાય અને સાધુ આહાર પાછો આપવા ન જઈ શકે, તો દોષ નથી, પરંતુ કોઈ પણ અનિવાર્ય કારણ ન હોય તેમ છતાં સાધુ સ્વયં કપટપૂર્વક કોઈ બહાનું બતાવીને આહાર પાછો આપવા ન જાય, તો તે માયા સ્થાનનું સેવન કરે છે. સંયમી જીવનમાં તેવો વ્યવહાર શોભનીય નથી.
સાત પિંડૈષણા :–
अह भिक्खू जाणेज्जा– सत्त पिंडेसणाओ, सत्त पाणेसणाओ । तत्थ खलु इमा पढमा पिंडेसणा– असंसठ्ठे हत्थे असंसठ्ठे मत्ते । तहप्पगारेण असंसठ्ठेण हत्थेण वा मत्तएण वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा; सयं वा णं जाएज्जा, परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा– पढमा पिंडेसणा। શબ્દાર્થ :– असंसठ्ठे हत्थे = ખાદ્ય પદાર્થોથી અલિપ્ત હાથથી, ન ખરડાયેલા હાથથી असंसठ्ठे मत्ते = ખાદ્ય પદાર્થોથી અલિપ્ત પાત્રથી सयं वा णं जाएज्जा = સ્વયં યાચના કરે परो वा से देज्जा = ગૃહસ્થ તેને આપે.
ભાવાર્થ :– હવે સંયમશીલ સાધુની સાત પિંડૈષણાઓ અને સાત પાનૈષણાઓ જાણવી જોઈએ.
પ્રથમ પિંડૈષણા– અસંસૃષ્ટ હાથ અને અસંસૃષ્ટ પાત્ર. દાતાના હાથ અને વાસણ કોઈ પણ પદાર્થથી ખરડાયેલા ન હોય તેવા અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્ર હોય, તેની પાસેથી અશનાદિ આહારની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને ગ્રહણ કરે. આ પ્રથમ પિંડૈષણા છે.
अहावरा दोच्चा पिंडेसणा– संसठ्ठे हत्थे संसठ्ठे मत्ते, तहेव दोच्चा पिंडेसणा। ભાવાર્થ :– બીજી પિંડૈષણા– સંસૃષ્ટ હાથ અને સંસૃષ્ટ પાત્ર. દાતાના હાથ અને વાસણ કલ્પનીય અચેત ખાદ્ય પદાર્થથી ખરડાયેલા હોય, તો તેની પાસેથી અશનાદિ આહારને પ્રાસુક જાણીને યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો ગ્રહણ કરે. આ બીજી પિંડૈષણા છે.
अहावरा तच्चा पिंडेसणा– इह खलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगइया सड्ढा भवंति– गाहावई वा जाव कम्मकरीओ वा । तेसिं च णं अण्णयरेसु विरूवरूवेसु भायणजाएसु उवणिक्खित्त पुव्वे सिया, तं जहा–
थालंसि वा पिढरंसि वा सरगंसि वा परगंसि वा वरगंसि वा । अह पुण एवं जाणेज्जा असंसठ्ठे हत्थे संसठ्ठे मत्ते, संसठ्ठे वा हत्थे असंसठ्ठे मत्ते । से य पडिग्गहधारी सिया पाणिपडिग्गहए वा; से पुव्वामेव आलोएज्जा–
3
4
5
અધ્યયન–1 : ઉદ્દેશક–11
88 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ आउसो ! त्ति वा भगिणी ! त्ति वा एएण तुमं असंसठ्ठेण हत्थेण, संसठ्ठेण मत्तेण; संसठ्ठेण वा हत्थेण, असंसठ्ठेण मत्तेण; अस्सिं पडिग्गहगंसि वा पाणिंसि वा णिहट्टु उवित्तु दलयाहि । तहप्पगारं भोयणजायं सयं वा जाएज्जा, परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा । तच्चा पिंडेसणा । શબ્દાર્થ :– भायणजाएसु = વાસણોમાં उवणिक्खित्तपुव्वे सिया = પહેલાથી જ અશનાદિ રાખ્યા હોય थालंसि = થાળમાં पिढरंसि = તપેલી, હાંડીમાં सरगंसि = સૂપડામાં परगंसि = વાંસની છાબડીમાં वरगंसि = કોઈ વિશિષ્ટ કિંમતી પાત્રમાં णिहट्टु = ગ્રહણ કરીને उवित्तु दलयाहि = લાવીને અમને આપો तहप्पगारं = તેવા પ્રકારના भोयणजायं = આહારને सयं वा = સાધુ સ્વયં जाएज्जा = યાચના કરે.
ભાવાર્થ :– ત્રીજી પિંડૈષણા– અસંસૃષ્ટ હાથ અને સંસૃષ્ટ પાત્ર અથવા સંસૃષ્ટ હાથ અને અસંસૃષ્ટ પાત્ર.
આ લોકમાં પૂર્વ આદિ ચારે દિશાઓમાં ઘણા મનુષ્યો રહે છે. તેમાં કેટલાક શ્રદ્ધાવાન ગૃહપતિ યાવત્ તેના નોકર–નોકરાણીઓ હોય છે. તેઓએ પોતાને ત્યાં થાળી, તપેલી, સૂપડા, વાંસની છાબડી, ઉત્તમ મૂલ્યવાન મણિજડિત વાસણો વગેરે અનેક પ્રકારના વાસણોમાં પહેલેથી જ ભોજન રાખેલું હોય છે.
સાધુ એમ જાણે કે ગૃહસ્થના હાથ ભોજ્ય પદાર્થોથી લેપાયેલા નથી, પરંતુ વાસણ ભોજ્ય પદાર્થોથી લેપાયેલું છે અથવા હાથ ભોજ્ય પદાર્થોથી લેપાયેલા છે, પરંતુ વાસણ ભોજ્ય પદાર્થોથી લેપાયેલું નથી.
ત્યારે પાત્રધારી કે કરપાત્રી સાધુ પહેલેથી જ તેને જોઈને કહે કે હે આયુષ્યમન્ ગૃહસ્થ ભાઈ કે બહેન !
તમે મને આ અસંસૃષ્ટ હાથથી અને સંસૃષ્ટ વાસણથી આ પદાર્થ આપો અથવા સંસૃષ્ટ હાથ અને અસંસૃષ્ટ વાસણથી અમારા પાત્રમાં કે હાથમાં લાવીને આપો. આ પ્રકારના આહારની સ્વયં યાચના કરે અથવા યાચના વિના જ ગૃહસ્થ લાવીને આપે તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય તો ગ્રહણ કરે.