This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
સંબંધી સાધુ–સાધ્વીને ભોજનના સમય પૂર્વે આવેલા જોઈને સાધુ માટે પૃથ્વીકાય, વનસ્પતિકાયાદિનો આરંભ કરશે, અગ્નિ આદિનો આરંભ કરીને રસોઈ બનાવશે, તેથી સાધુઓ માટે પૂર્વોપદિષ્ટ તીર્થંકરાદિનો પહેલાથી ઉપદેશ છે કે સાધુ આવા પ્રકારના પરિચિત કુળોમાં ભિક્ષાના સમય પહેલાં આહાર–પાણી માટે ગમનાગમન કરે નહિ. ભિક્ષાર્થે નીકળેલા સાધુ જાણે કે હજુ ભિક્ષાનો સમય થયો નથી, તો લોકોનું આવાગમન ન હોય તેવા એકાંત સ્થાનમાં જઈને ઊભા રહે અને ભિક્ષાનો સમય થાય ત્યારે તે સ્વજનાદિના ઘરોમાં તથા અન્ય ઘરોમાં સામુદાનિક, એષિત, વેષિત નિર્દોષ આહાર પ્રાપ્ત કરીને તેનો ઉપભોગ કરે.
सिया से परो कालेण अणुपविठ्ठस्स आहाकम्मियं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवकरेज्ज वा उवक्खडेज्ज वा । तं चेगइओ तुसिणीओ उवेहेज्जा, आहडमेवं पच्चाइक्खिस्सामि । माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा। से पुव्वामेव आलोएज्जा– आउसो ! ति वा भइणी ! ति वा; णो खलु मे कप्पइ आहाकम्मियं असणं वा पाणं वा खाइमं वा साइमं वा भोत्तए वा पायए वा, मा उवकरेहि, मा उवक्खडेहि । से सेवं वयंतस्स परो आहाकम्मियं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडेत्ता आहट्ट दलएज्जा । तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– तं च एगइओ = તેને જોઈને કોઈ સાધુ तुसिणीओ = મૌન રહે उवेहेज्जा = આ 3
અધ્યયન–1 : ઉદ્દેશક–9
72 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવનાથી आहडमेयं = જ્યારે આ મને લાવીને દેશે पच्चाइक्खिस्सामि = ત્યારે હું ના પાડી દઈશ.
ભાવાર્થ :– ભિક્ષાના સમયે પ્રવેશેલા સાધુને જોઈને શ્રદ્ધાળુ પરિચિત ગૃહસ્થ તેના માટે આધાકર્મી આહાર બનાવે કે અગ્નિ પર પકાવે, તો તે જોઈને, આ પ્રકારના અભિપ્રાયને જાણીને સાધુ મૌનપૂર્વક તે જોતા રહે અને જ્યારે તે આહાર લઈને આવશે ત્યારે તેને લેવાની ના પાડી દઈશ; તેમ વિચારે તો તે માયાસ્થાનનું સેવન કરે છે. સાધુ આ પ્રમાણે કરે નહિ. ગૃહસ્થની આહાર બનાવવાની ક્રિયાને જોઈને, જાણીને તે સમયે તરત જ કહી દે કે– હે આયુષ્યમન્ ભાઈ કે બહેન ! આ પ્રકારનો આધાકર્મી આહાર ખાવો કે
પીવો મારા માટે કલ્પનીય નથી, તેથી તમે આ રીતે ભોજન તૈયાર કરો નહિ કે અગ્નિ ઉપર પકાવો નહિ.
સાધુ આ પ્રમાણે કહે તોપણ તે ગૃહસ્થ આધાકર્મી આહાર બનાવીને કે અગ્નિ પર પકાવીને લાવે અને સાધુને આપે, તો સાધુ તે આહારને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે બનાવવામાં આવતા આધાકર્મી આહારના સંબંધમાં વિવેક દર્શાવ્યો છે.
आहाकम्मियं– આધાકર્મ. સાધુ માટે આહાર બનાવવો, સચિત્તને અચિત્ત કરવો કે પકાવવો તે આધાકર્મ દોષયુક્ત આહાર કહેવાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં આધાકર્મ દોષ લાગવાની સંભવિત વિવિધ પરિસ્થિતિઓ આ પ્રમાણે છે–
(1) શ્રદ્ધાવાન ગૃહસ્થ પોતાના માટે બનાવેલું ભોજન સાધુને આપે અને પોતાના માટે નવું ભોજન બનાવવાનો વિચાર કરે, તો તે નવું ભોજન બનાવવામાં સાધુ નિમિત્ત બને છે.
(ર) ગોચરીના સમય પૂર્વે પરિચિત સ્વજનોના ઘેર ગમનાગમન કરવાથી તે સ્વજનો અનુરાગ વશ સાધુના નિમિત્તે વિશિષ્ટ આહાર તૈયાર કરે છે.
(3) ગોચરીના સમયે જ પરિચિત સ્વજનોને ત્યાં જવાથી તે સ્વજન સાધુને માટે આહાર તૈયાર કરે, સાધુને તેની જાણ થવા છતાં તેનો નિષેધ કર્યા વિના મૌન રહે અને વિચારે કે મને વહોરાવશે ત્યારે નિષેધ કરીશ, તો તેમાં તે સાધુ માયાસ્થાનનું સેવન કરે છે અર્થાત્ તે તેનો અવિવેક છે. વિવેકવાન સાધુને અનુમાન આદિ કોઈ પણ રીતે જાણ થઈ જાય કે ગૃહસ્થ મારા માટે આહાર બનાવી રહ્યા છે, તો તુરંત જ ગૃહસ્થને સ્પષ્ટ ભાષામાં કહી દેવું જોઈએ કે તમે આ રીતે આહાર તૈયાર કરો નહિ, કારણ કે અમારે માટે બનાવેલો આહાર અમને લેવો કલ્પતો નથી.
આ રીતે ઉપરોક્ત પરિસ્થિઓમાં સાધુ અપ્રમત્ત ભાવે નિર્દોષ આહાર ગ્રહણમાં સાવધાન રહે છે.
तत्थियरेयरेहिं…………… तत्थ એટલે ત્યાં. જે સ્વજનાદિના ઘેર ગોચરીના સમય પહેલાં પહોંચીને એકાંત સ્થાનમાં ઊભો હતો, તે સ્વજનોના ઘરોથી અને इयर–इयर એટલે અન્ય–અન્ય અનેક ઘરોમાંથી સામુદાનિક ગોચરી ગ્રહણ કરે.
સંક્ષેપમાં સાધુ સ્વયં વિવેકપૂર્વક ભિક્ષા સમયે જ અન્ય ઘરોમાં કે સ્વજનોના આદિ કોઈ પણ ઘરમાં જઈને ત્યાં પ્રાસુક અને એષણીય આહારની ગવેષણા કરે છે.
सड्ढे :– શ્રદ્ધાવાન. અહીં સૂત્રકારે શ્રાવક શબ્દનો પ્રયોગ ન કરતા શ્રદ્ધાવાન શબ્દનો પ્રયોગ કર્યો છે, કારણ 73
કે સાધુ સમાચારીના જ્ઞાતા શ્રાવકો પશ્ચાત્ કર્મ દોષને જાણે છે, તેથી સાધુને વહોરાવ્યા પછી નવું ભોજન બનાવતા નથી પરંતુ જેઓને સાધુ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિનો ભાવ છે, તેઓ સાધુ માટે ભોજન ન બનાવાય તેટલું જ જાણે છે, પરંતુ પોતાનું ભોજન આપ્યા પછી નવું ભોજન ન બનાવાય તેમ જાણતા નથી. તેઓ માત્ર શ્રદ્ધાપૂર્વક સાધુને વહોરાવવાનો વિચાર કરે છે, તે સૂચિત કરવા અહીં सड्ढे શબ્દનો પ્રયોગ થયો છે.
પરિભોગૈષણા વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा, ……… तेल्लपूयं आएसाए उवक्खडिज्जमाणं पेहाए णो खद्धं–खद्धं उवसंकमित्तु ओभासेज्जा, णण्णत्थ गिलाणाए । શબ્દાર્થ :– तेल्लपूयं = તેલમાં બનેલા પૂડલા आएसाए = અતિથિ.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થ પોતાને ત્યાં આવેલા કોઈ અતિથિ માટે તેલમાં તળાતી પૂરી કે પૂડલા બનાવી રહ્યા છે, તો જલદી–જલદી ત્યાં જઈને આહારની યાચના કરે નહિ, પરંતુ બીમાર સાધુ માટે અત્યંત આવશ્યક હોય, તો વિવેક પૂર્વક ત્યાં જઈને યાચના કરી શકે છે.
से भिक्खू वा भिक्खुणी वा गाहावईक‘लं पिंडवाय पडियाए पविठ्ठे समाणे अण्णयरं भोयणजायं पडिगाहेत्ता सुब्भिं–सुब्भिं भोच्चा दुब्भिं–दुब्भिं परिठ्ठवेइ। माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा । सुब्भिं वा दुब्भिं वा सव्वं भुंजे ण छड्डए । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં આહાર માટે જઈને, ત્યાંથી વિવિધ પ્રકારનો આહાર લઈ આવે, તેમાંથી સારો–સારો આહાર સ્વયં ભોગવે અને ખરાબ આહાર પરઠી દે, તો તે માયા–કપટનું સેવન કરે છે. સાધુએ આવા પ્રકારનું આચરણ કરવું જોઈએ નહીં. સાધુ પોતાની આવશ્યકતાનુસાર ગ્રહણ કરેલા આહારમાં સારો કે નરસો જે હોય તે સર્વ આહાર વાપરી લે, જરા માત્ર પણ ફેંકે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं जाव पविठ्ठे समाणे अण्णयरं वा पाणगजायं पडिगाहेत्ता पुप्फं पुप्फं आविइत्ता कसायं कसायं परिठ्ठवेइ । माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा । पुप्फं पुप्फे ति वा कसायं कसाए ति वा सव्वमेयं भुंजेज्जा, ण किंचि वि परिठ्ठवेज्जा । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પાણી માટે પ્રવેશ કરીને, જે પાણી ગ્રહણ કરે તે પાણીમાંથી જે મનોજ્ઞ વર્ણ, ગંધ, રસયુક્ત, મધુર હોય તેને પીવે અને અમનોજ્ઞ વર્ણ, ગંધ, રસવાળા, ખાટા, ખારા, તૂરા કે કડવા પાણીને પરઠી દે, તો તે માયા સ્થાનનું સેવન કરે છે. સાધુએ એ પ્રમાણે કરવું જોઈએ નહિ, પરંતુ પાણી મધુર હોય કે તૂરું, તે સર્વ પાણીને સમભાવથી પીવે; તેમાંથી થોડું પણ બહાર પરઠે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवाय पडियाए पविठ्ठे समाणे बहुपरियावण्णं भोयणजायं पडिगाहेत्ता साहम्मिया तत्थ वसंति संभोइया 4
5
6
7
અધ્યયન–1 : ઉદ્દેશક–9
74 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ समणुण्णा अपरिहारिया अदूरगया । तेसिं अणालोइय अणामंतिय परिठ्ठवेइ । माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा । से तमादाए तत्थ गच्छेज्जा, गच्छेत्ता से पुव्वामेव आलोएज्जा– आउसंतो समणा ! इमे मे असणे वा पाणे वा खाइमे वा साइमे वा बहुपरियावण्णे, तं भुंजह । से सेवं वयंतं परो वएज्जा– आउसंतो समणा ! आहारमेयं असणं वा पाणं वा खाइमं वा साइमं वा जावइयं–जावइयं परिसडइ तावइयं–तावइयं भोक्खामो वा पाहामो वा; सव्वमेयं परिसडइ सव्वमेयं भोक्खामो वा पाहामो वा । શબ્દાર્થ :– बहुपरियावण्णं = વધુ માત્રામાં પ્રાપ્ત થયેલ भोयणजायं = આહારને पडिगाहेत्ता = ગ્રહણ કરીને साहम्मिया = સ્વધર્મી संभोइया = સંભોગી સાધુ समणुण्णा = પોતાના સમાન આચારવાળા अपरिहारिया = છોડવા યોગ્ય નથી અર્થાત્ શુદ્ધ આચારવાળા છે अदूरगया = પોતાની જગ્યાથી દૂર નથી अणालोइय = બતાવ્યા વિના, પૂછ્યા વિના अणामंतिय = નિમંત્રણ કર્યા વિના बहु परियावण्णे = ઘણો વધારે છે तं = તેનેभुंजह= વાપરશો आहारमेयं = આપો परिसडइ = અમારાથી ખવાશે पाहामो = પીશું सव्वमेयं = જો આ સર્વ परिसडइ = ખવાઈ જશે તો.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે અને તેઓને ત્યારે ત્યાંથી વિવિધ પ્રકારના આવશ્યકતાથી અધિક અશનાદિ આવી ગયા હોય અને તે ખાઈ શકાય તેમ ન હોય, તો જો નિકટમાં સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તથા અપરિહારિક–નિર્દોષ સંયમવાળા સાધુ–સાધ્વી હોય, તેઓને પૂછ્યા કે બતાવ્યા વિના કે નિમંત્રણ કર્યા વિના(તે આહારને) પરઠી દે, તો તે માયાસ્થાનનું સેવન કરે છે.
સાધુએ તે પ્રકારનું આચરણ કરવું જોઈએ નહિ.
સાધુ તે આહાર લઈને ત્યાં સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ કે અપરિહારિક સાધુઓની પાસે જાય અને સૌથી પહેલા તે આહારને બતાવે અને આ પ્રમાણે કહે– હે આયુષ્યમાન શ્રમણો ! આ અશનાદિ આહાર અમારી આવશ્યકતાથી વધારે છે, તમો તેનો ઉપભોગ કરો. આ પ્રમાણે કહે ત્યારે તે સાધુ એમ કહે કે હે આયુષ્યમાન્ શ્રમણ ! આ આહારમાંથી અમો જેટલો આહાર ખાઈ–પી શકશું તેટલો ખાશું–પીશું; જો અમે સર્વ ઉપભોગ કરી શકીશું તો સર્વ ખાશું–પીશું.(તો તે સાધુએ સર્વ આહારાદિ તેઓને આપી દેવો જોઈએ.)
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ કે શ્રાવક કોઈની પણ ભૂલથી વધુ માત્રામાં ગ્રહણ થયેલા આહાર માટેની વિવેક વિધિ દર્શાવી છે.
સાધુ સંયમ પાલનના સાધનરૂપ દેહ નિર્વાહાર્થે જ આહાર કરે છે. કોઈ પણ પ્રકારે રસાસ્વાદનું પોષણ ન થાય તેના માટે સતત જાગૃત રહે છે.
સ્વાદલોલુપતાને વશ થયેલા સાધુ સ્વાદવૃત્તિના પોષણ માટે સાધુ જીવનની મર્યાદાને ભૂલી જાય છે અને માયા–કપટ તેમજ પરિભોગૈષણાના અન્ય દોષોનું સેવન કરે છે. તેનાથી તેના સંયમી જીવનને હાનિ થાય છે અને શાસનની લઘુતા થાય છે. સૂત્રકારે તેવી વિવિધ પરિસ્થિતિઓનું નિરૂપણ કર્યું છે.
75
ગૃહસ્થને ત્યાં અતિથિઓ માટે મનોજ્ઞ ભોજન બની રહ્યું હોય, તો તે જોઈને સાધુ ઝડપથી ત્યાં જઈને યાચના ન કરે, કારણ કે સાધુના તથાપ્રકારના વ્યવહારથી સાધુની રસલોલુપતા પ્રગટ થાય છે, તે ઉપરાંત અતિથિ માટે તૈયાર કરેલું ભોજન જો સાધુ લઈ લે, તો ગૃહસ્થને નવું ભોજન બનાવવું પડે, તેમાં સાધુને આરંભનો દોષ લાગે છે, પરંતુ કોઈ ગ્લાન સાધુ માટે તેવા પદાર્થની આવશ્યકતા હોય, તો સાધુ વિવેકપૂર્વક ત્યાં જઈને તેની યાચના કરી શકે છે.
સામુદાનિક ગોચરી કરતાં સાધુને સરસ અને નીરસ બંને પ્રકારના આહાર અને પાણી પ્રાપ્ત થાય છે. તે આહાર અને પાણીમાંથી આસક્ત ભાવે સરસ આહારને વાપરે અને નીરસ પરઠી દે, તેવા પ્રકારની પ્રવૃત્તિ સંયમી જીવનમાં શોભનીય નથી. સરસ આહાર પ્રતિ રાગભાવ કે નીરસ આહાર પ્રતિ દ્વેષભાવ રાખવાથી સાધુને પરિભોગૈષણા–માંડલાના દોષ લાગે છે, તેથી સાધુને સરસ કે નીરસ, જેવા પ્રકારના આહાર કે પાણી ગવેષણા અને વિવેક પૂર્વક પ્રાપ્ત થયા હોય, તેને સમભાવથી વાપરે.
સાધુ પોતાની આવશ્યકતા અનુસાર વિવેકપૂર્વક જ આહાર ગ્રહણ કરે છે, તેમ છતાં ક્યારેક કોઈક શ્રદ્ધાવાન ભક્ત અનાયાસ અધિક માત્રામાં આહાર વહોરાવી દે, ક્યારેક સાધુના પ્રમાદથી અધિક માત્રામાં આહાર ગ્રહણ થઈ જાય, તો સાધુ સ્વયં વાપરી શકાય, તેટલો આહાર વાપરે અને વધેલો આહાર લઈને બે ગાઉની ક્ષેત્ર મર્યાદામાં પોતાના સાધર્મિક, સાંભોગિક સાધુઓ બિરાજમાન હોય, તો તેની પાસે જાય અને તે આહાર–પાણી તેને બતાવીને સરળ ભાવે વિનંતિ કરે, કે ‘ આ આહાર અમારે વધારે છે. આપને અનુકૂળ હોય, તેટલા આહાર–પાણી તમે વાપરો.˜ તે સાધુઓ પોતાની અનુકૂળતા પ્રમાણે સહજ ભાવે તે આહારનો સ્વીકાર કરે છે.
આ પ્રકારના વ્યવહારથી સાધર્મિક સાધુઓનો પરસ્પર એક–બીજા માટેનો સહજ સદ્ભાવ પ્રગટ થાય છે અને તેમ કરવામાં પરસ્પરની આત્મીયતા વધે છે. તેમજ ગૃહસ્થોએ સંતોના સંયમી જીવનના નિર્વાહાર્થે, શ્રદ્ધા અને ભક્તિથી વહોરાવેલો અને સાધુએ તે જ લક્ષે ગ્રહણ કરેલો આહાર, તે જ રીતે વપરાવાથી ગૃહસ્થના ભક્તિના ભાવો જળવાઈ રહે છે. જો સાધુ નીરસ આહાર અથવા વધારાનો આહાર પરઠી દે, વિવેકપૂર્વક વર્તન ન કરે તો તેમાં ગૃહસ્થનો વિશ્વાસઘાત થાય અને ગૃહસ્થના શ્રદ્ધા–ભક્તિના ભાવોમાં હીનતા આવે છે. આ રીતે સાધુએ પોતાના સંયમી જીવનને અનુરૂપ વિવેકપૂર્વકના વ્યવહારથી શાસનનું ગૌરવ વધે, તે પ્રમાણે રહેવું જોઈએ.
(1) साहम्मिया :– સાધર્મિક. સમાન ધર્મનું પાલન કરનારા, જૈન શ્રમણ પરંપરાના નિયમોનું, આચાર–
વિચારનું પાલન કરનારા સર્વ શ્રમણો સાધર્મિક કહેવાય છે. પ્રસ્તુતમાં સાધર્મિક સાથે સાંભોગિક વગેરે ત્રણ વિશેષણો પ્રાસંગિક રૂપે જોડાયેલા છે.
(2) संभोइया :– સાંભોગિક. સંભોગ એટલે સાધુઓનો પરસ્પરનો વ્યવહાર. આગમોમાં સાધુને માટે બાર પ્રકારના સંભોગનું નિરૂપણ છે. તેમાંથી મુખ્ય રૂપે પોતાના ગચ્છની પરંપરા અનુસાર અન્ય જે–જે ગચ્છના સાધુઓ સાથે પરસ્પર આહાર–પાણીનું આદાન–પ્રદાન થતું હોય, તે સાધુઓ પરસ્પર સાંભોગિક કહેવાય છે. જૈન શ્રમણ પરંપરાના સર્વ સાધુઓ સાધર્મિક છે, પરંતુ બધા સાંભોગિક હોતા નથી. સાધુને અધિક આહાર આવી ગયો હોય, ત્યારે સાંભોગિક સાધુને આહાર–પાણીનું આમંત્રણ આપે છે, અન્ય સાધુને નહીં.
(3) समणुण्णा :– સમનોજ્ઞ. શાસ્ત્રાનુકૂલ સમાચારીવાળા સાધુ.
અધ્યયન–1 : ઉદ્દેશક–9
76 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ (4) अपरिहारिया :– અપરિહારિક. ત્યાગ કરવા યોગ્ય નથી તેવા ઉત્તમ આચારવાળા સાધુ, દોષ રહિત સંયમ પાલન કરનારા.
આ રીતે ક્રમશઃ પ્રયુક્ત સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ અને અપરિહારિક, આ ચારે ય વિશેષણોનો એક બીજા સાથે ઉત્તરોત્તર સૂક્ષ્મ સંબંધ છે.
સાધુએ ગવેષણાપૂર્વક પ્રાપ્ત કરેલો નિર્દોષ આહાર ગમે તે વ્યક્તિને દેવો, તે હિતાવહ નથી, તે સમજાવવા માટે સૂત્રકારે આ ચાર વિશેષણોનો પ્રયોગ કર્યો છે.
आएसाए उवक्खडिज्जमाणे :– મહેમાનો માટે વિવિધ પ્રકારના ભોજન બનાવવામાં આવે છે.
પ્રસ્તુત સૂત્રમાં तेल्लपूयं તેલમાં તળેલી પૂરી, પૂડલા આદિ પદાર્થોનું કથન છે, તે સાધુ માટે ગ્રાહ્ય છે.
ગ્રહણૈષણા વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–
असणं वा पाणं वा खाइमं वा साइमं वा परं समुद्दिस्स बहिया णीहडं तं परेहिं असमणुण्णायं अणिसिठ्ठं अफासुयं जाव णो पडिगाहेज्जा । तं परेहिं समणुण्णायं समणुसिठ्ठं फासुयं जाव पडिगाहेज्जा । શબ્દાર્થ :– परं = બીજાનાसमुद्दिस्स= ઉદ્દેશથી बहिया णीहडं = આપવા માટે બહાર કાઢ્યો હોય तं = તેની परेहिं = ઉદ્દિષ્ટ વ્યક્તિ દ્વારા असमणुण्णायं = આજ્ઞા પ્રાપ્ત થયા વિના अणिसिठ्ठं = તેના દ્વારા આપ્યા વિના.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે આ આહાર અન્ય વ્યક્તિને આપવા માટે જુદો કાઢી રાખેલો છે, તો તે આહાર જેને આપવાનો હોય, તે વ્યક્તિની આજ્ઞા વિના કે તેના દ્વારા અપાયા વિના સાધુ ગ્રહણ કરે નહીં. જો તે વ્યક્તિ અનુમતિ આપે કે સ્વયં વહોરાવે, તો તે આહાર પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં કોઈને માટે અલગ કાઢી રાખેલા આહારની ગ્રાહ્યતા–અગ્રાહ્યતાનું નિરૂપણ છે.
સાધુએ જેમ ગ્રાહ્ય પદાર્થની સજીવતા–અજીવતાનું પરીક્ષણ કરવું અનિવાર્ય છે તેમજ ગ્રાહ્ય પદાર્થ કોની માલિકીનો છે ? તે જાણવું પણ જરૂરી છે. અન્ય વ્યક્તિની માલિકીનો આહાર બીજા વહોરાવી દે અને સાધુ તેને ગ્રહણ કરે, તો સાધુને ઉદ્ગમનો અનિસૃષ્ટ(અનાજ્ઞાપિત) નામનો દોષ લાગે છે.
बहिया णीहडं…………… :– બહાર કાઢેલો, કોઈ ચોક્કસ વ્યક્તિને આપવા માટે જુદો કરેલો, અલગ રાખેલો આહાર. બીજી કોઈ વ્યક્તિને આપવા માટે જે આહાર જુદો રાખવામાં આવ્યો હોય અને તે વ્યક્તિને કહી દીધું હોય કે આ આહાર તમારા માટે છે, તે આહાર તે વ્યક્તિએ લઈ લીધો ન હોય તો પણ તે આહાર તેની માલિકીનો કહેવાય છે. તેવો આહાર મૂળમાલિક આપે તોપણ સાધુ ગ્રહણ કરે નહીં. જેના માટે વિભક્ત કરવામાં આવ્યો છે તે માલિક પોતે આપે અથવા આપવાની રજા આપે તો જ સાધુ તે આહાર ગ્રહણ કરે છે.
જે વ્યક્તિ માટે આહાર વિભક્ત કર્યો છે તે ગ્રહણ ન કરે ત્યાં સુધી તે આહારને સુરક્ષિત સાચવી 8
77
રાખવો, મૂળ માલિકનું કર્તવ્ય છે. સાધુ તે આહાર ગ્રહણ કરી લે, તો મૂળ માલિકે(દાતાએ) તેના માટે નવો આહાર બનાવવો પડે અથવા બીજો આહાર આપવો પડે. તે માલિકની આહાર વહોરાવવાની ઇચ્છા ન હોય તો સાધુ પ્રત્યે તેને દુર્ભાવ થાય માટે તે વ્યક્તિની અનુમતિ વિના સાધુ તે આહાર ગ્રહણ કરે નહીં.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :– આ પિંડૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે.
તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–1/9 સંપૂર્ણ ।। 9
અધ્યયન–1 : ઉદ્દેશક–9
78 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પહેલું અધ્યયન : દસમો ઉદ્દેશક સામુહિક આહાર આદાન–પ્રદાન વિવેક :–
से एगइओ साहारणं वा पिंडवायं पडिगाहेत्ता ते साहम्मिए अणापुच्छित्ता जस्स–जस्स इच्छइ तस्स तस्स खद्धं–खद्धं दलयइ । माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा । से तमायाए तत्थ गच्छेज्जा, गच्छित्ता पुव्वामेव एवं वएज्जा– आउसंतो समणा ! संति मम पुरेसंथुया वा पच्छासंथुया वा, तं जहा– आयरिए वा उवज्झाए वा पवत्ती वा थेरे वा गणी वा गणहरे वा गणावच्छेइए वा, अवियाइं एएसिं खद्धं–खद्धं दाहामि । से एवं वयंतं परो वइज्जा– कामं खलु आउसो !
अहापज्जत्तं णिसिराहि । जावइयं जावइयं परो वयइ, तावइयं तावइयं णिसिरेज्जा। सव्वमेयं परो वयइ, सव्वमेयं णिसिरेज्जा । શબ્દાર્થ :– से = તે एगइओ = કોઈ એક साहारणं = સર્વ સાધુ માટે.
ભાવાર્થ :– કોઈ સાધુ ઘણા સાધુઓ માટે સામૂહિક આહાર લાવ્યા હોય અને તે સાધર્મિક સાધુઓને પૂછયા વિના જ જેને–જેને આહાર આપવાની પોતાની ઇચ્છા હોય તેને વધારે કે સારો આહાર આપી દે, તો તે માયા સ્થાનનું સેવન કરે છે. સાધુએ આ રીતે કરવું જોઈએ નહિ.
સાધુ પોતાને પ્રાપ્ત થયેલા આહારને ગ્રહણ કરીને ગુરુજનો પાસે જાય અને આ પ્રમાણે કહે છે, હે આયુષ્યમાન શ્રમણો ! અહીં જેની પાસે મેં દીક્ષા લીધી હતી તેવા મારા પૂર્વ પરિચિત શ્રમણો તથા જેની પાસે દીક્ષા પછી મેં શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, તેવા મારા પશ્ચાત્ પરિચિત શ્રમણો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર(ગણનાયક), ગણાવચ્છેદક શ્રમણો છે; જો તમારી આજ્ઞા હોય તો હું તેઓને પૂરતો આહાર આપું. આ પ્રમાણે તે પૂછે ત્યારે ગુરુજનાદિ કહે કે હે આયુષ્યમાન્ શ્રમણ !
તમે તમારી ઇચ્છાનુસાર પૂરતો આહાર આપી શકો છો, તો તે સાધુ જેટલો કહે તેટલો આહાર તેઓને આપે છે. તેઓ કહે કે સર્વ શ્રેષ્ઠ આહાર આપો, તો હોય તેટલો સર્વ શ્રેષ્ઠ આહાર આપી દે.
से एगइओ मणुण्णं भोयणजायं पडिगाहेत्ता पंतेण भोयणेण पलिच्छाएइ मामेयं दाइयं संतं; दट्टूणं सयमाइए; तं जहा– आयरिए वा जाव गणावच्छेइए वा । णो खलु मे कस्सइ किंचि वि दायव्वं सिया । माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा। से तमायाए तत्थ गच्छेज्जा, गच्छेत्ता पुव्वामेव उत्ताणए हत्थे पडिग्गहं कट्टु इमं खलु इमं खलु त्ति आलोएज्जा । णो किंचि वि णिगूहेज्जा । શબ્દાર્થ :– पंतेण भोयणेण = નિરસ આહાર વડે पलिच्छाएइ = ઢાંકી દે मामेयं = આ આહારને 1
2
79
दाइयं संतं = દેખાડવા પર दट्ठूणं = જોઈને सयमाइए = સ્વયં જ લઈ લેશે किंचि वि = જરામાત્ર પણ णो णिगूहेज्जा = છુપાવે નહિ.
ભાવાર્થ :– મને પ્રાપ્ત થયેલો સ્વાદિષ્ટ આહાર આચાર્ય યાવત્ ગણાવચ્છેદક જોશે, તો તેઓ સ્વયં તે આહાર લઈ લેશે, મારે આ આહારમાંથી કોઈને કાંઈ આપવું નથી, તેમ વિચારીને જો કોઈ સાધુ ભિક્ષામાં પ્રાપ્ત થયેલા, સ્વાદિષ્ટ આહારને નીરસ(તુચ્છ) આહારથી ઢાંકી દે, તો આ પ્રકારનું આચરણ કરનાર સાધુ માયાસ્થાનનું સેવન કરે છે. સાધુએ આ પ્રકારનું છળ–કપટ કરવું જોઈએ નહિ.
સાધુ પોતાને પ્રાપ્ત થયેલો આહાર લઈને આચાર્યાદિની પાસે જાય અને પાત્રને હાથમાં ગ્રહણ કરીને, આ પાત્રમાં આ છે, આ પાત્રમાં આ છે, આ પ્રમાણે સરળ ભાવે સ્પષ્ટ કહીને એક–એક વસ્તુ આચાર્યાદિને બતાવે, કોઈ પણ વસ્તુ જરા માત્ર છુપાવે નહિ.
से एगइओ अण्णयरं भोयणजायं पडिगाहेत्ता भद्दयं–भद्दयं भोच्चा विवण्णं विरसमाहरइ । माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा । ભાવાર્થ :– જો કોઈ સાધુ ગૃહસ્થના ઘરેથી આહાર લઈને આવતા રસ્તામાં જ સારો–સારો આહાર વાપરી લે અને બાકી રહેલા તુચ્છ અને નીરસ આહારને લઈને ઉપાશ્રયમાં આચાર્યાદિ પાસે આવે, તો આ પ્રકારનું આચરણ કરનાર સાધુ માયાસ્થાનનું સેવન કરે છે. સાધુએ આ પ્રકારનું આચરણ કરવું જોઈએ નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ માટે પ્રાપ્ત થયેલા નિર્દોષ આહારનો સંવિભાગ કરવામાં વિવેક રાખવાનું સૂચન છે.
સાધુ ગૃહસ્થના ઘરોમાંથી નિર્દોષ આહાર પ્રાપ્ત કરે છે. તેમાં સરસ અને નીરસ આદિ જે આહાર પ્રાપ્ત થાય, તે આહાર ગુરુજનોને બતાવીને, તેમની આજ્ઞાનુસાર સર્વ સાધુઓમાં સમાન ભાવે સંવિભાગ કરીને અનાસક્ત ભાવે વાપરે છે.
જો કોઈ સાધુના અંતરમાં સ્વાદ લોલુપતાનો ભાવ જાગૃત થાય, તો તે સ્વાદની પુષ્ટિ માટે વિવિધ રીતે માયા–કપટ કરે છે. સૂત્રકારે આ સૂત્રોમાં માયા–કપટ કરવાની ત્રણ પદ્ધતિનું કથન કર્યું છે– (1)
આહારનો સંવિભાગ કરવાના સમયે પક્ષપાત કરવો. (ર) અન્ય મુનિઓ સરસ આહાર લઈ ન લે તેવી તુચ્છ દષ્ટિથી સરસ આહારને નીરસ આહારથી ઢાંકી દેવો. (3) ગોચરીમાં પ્રાપ્ત થયેલા સરસ આહારને ઉપાશ્રયમાં લાવ્યા વિના જ રસ્તામાં ક્યાંક વાપરી લેવો.
આવી માયાયુક્ત પ્રવૃત્તિથી સાધુ અન્ય અનેક દોષ પરંપરાનું સર્જન કરે છે. સ્વાદ લોલુપતાથી કલ્પનીય–અકલ્પનીયનો વિચાર કર્યા વિના દોષયુક્ત આહાર લેવાથી અહિંસા મહાવ્રતનો ભંગ થાય છે.
સાધુ આહાર પ્રાપ્તિની વાસ્તવિકતાને છુપાવે છે, તેથી સત્ય મહાવ્રત દૂષિત થાય છે. રત્નાધિકોને બતાવ્યા વિના છુપાવીને સરસ આહાર સ્વયં કરી લેવાથી તેનું અચૌર્યવ્રત ખંડિત થાય છે. આહારના સંવિભાગમાં પક્ષપાત કરવાથી સમભાવનો નાશ થાય છે. આ રીતે એક દોષથી અનેક દોષોનું સેવન થાય છે.
સંક્ષેપમાં સાધુએ પ્રાપ્ત થયેલી સામુદાનિક ગોચરીનો ગુરુજનોની આજ્ઞાનુસાર પ્રામાણિકતાપૂર્વક સંવિભાગ કરીને સમભાવે આહાર કરવો જોઈએ.