This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં કમલકંદ, પલાશ કંદ, સરસવની નાલ તથા પ્રકારના અન્ય કંદ શસ્ત્રથી અપરિણત(સચેત) છે, તો તેને અપ્રાસુક જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહીં.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

पिप्पलिं वा पिप्पलिचुण्णं वा मिरियं वा मिरियचुण्णं वा सिंगबेरं वा सिंगबेरचुण्णं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा। શબ્દાર્થ :– पिप्पलिं = પીપર पिप्पलिंचुण्णं = પીપરનું ચૂર્ણ मिरियं = મરી मिरियचुण्णं = મરીનું ચૂર્ણ सिंगबेरं = આદું सिंगबेरचुण्णं = આદુંના ટુકડા.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં કાચા પીપરીમૂળ કે લીલા પીપરીમૂળનું ચૂર્ણ(અધકચરો વાટેલો ભૂકો) મરી કે મરીનું ચૂર્ણ, આદુ કે આદુનું ચૂર્ણ છે. તે તથા તેવા પ્રકારના અન્ય કોઈ કાચા સચેત પદાર્થ કે તેના ચૂર્ણ છે અને તે શસ્ત્રથી પરિણત નથી, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण पलंबजायं जाणेज्जा, तं जहाअंबपलंबं वा, अंबाडगपलंबं वा, तालपलंबं वा, झिज्झिरिपलंबं वा सुरभिपलंबं वा सल्लइपलंबं वा, अण्णयरं वा तहप्पगारं पलंबजायं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– पलंबजायं = લટકતા ફળોની જાતિને अंबाडगपलंबं = અંબાડા–બહુ બીજવાળા વૃક્ષની એક જાત, તેનું ફળ तालपलंबं= તાડનું ફળ(તાડગોળા) झिज्झिरिपलंबं = ઝિઝરી–વિશેષ પ્રકારની ખાખરાની વેલનું ફળ सुरभिपलंबं = સુગંધી ફળ–જાયફળ सल्लइपलंबं = શલ્લકી ફળ–વનસ્પતિ વિશેષ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં વિવિધ પ્રકારના ફળ છે, જેમ કેકેરી, બહેડાં ફળ, તાડફળ, વેલના ફળ, જાયફળ, શલ્લકી ફળ અથવા આ પ્રકારના અન્ય પણ કોઈ ફળ છે કે જે કાચા છે, શસ્ત્રથી પરિણત નથી, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं जाव पविठ्ठे समाणे से जं पुण पवालजायं जाणेज्जा, तं जहाआसोत्थपवालं वा णिग्गोहपवालं वा पिलंखुपवालं वा णिपूरपवालं वा सल्लइपवालं वा, अण्णयरं वा तहप्पगारं पवालजायं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा। શબ્દાર્થ :– पवालजायं जाणेज्जा= કૂંપળોના વિષયમાં જાણે आसोत्थपवालं = પીપળાની કૂંપળ णिग्गोहपवालं = વડલાની કૂંપળ पिलंखुपवालं = પ્લક્ષ–પીપરની કૂંપળ णिपूरपवालं = નંદીવૃક્ષની કૂંપળ सल्लइपवालं = શલ્લકી વૃક્ષની કૂંપળ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે કૂંપળોના વિષયમાં જાણે કે

4

5

6

અધ્યયન–1 : ઉદ્દેશક–8

64 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ત્યાં પીપળાની કૂંપળ, વડલાની કૂંપળ, પીપરની કૂંપળ, નંદીવૃક્ષની કૂંપળ, શલ્લકી વેલની કૂંપળ કે આ પ્રકારની અન્ય કોઈ પણ કૂંપળો છે, તે કાચી અને શસ્ત્રથી અપરિણત છે, તો સાધુ તે કૂંપળોને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण सरडुयजायं जाणेज्जा, तं जहाअंबसरडुयं वा कविठ्ठसरडुयं वा दाडिमसरडुयं वा बिल्लसरडुयं वा अण्णयरं वा तहप्पगारं सरडुयजायं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– सरडुयजायं जाणेज्जा = જેમાં હજુ ગોઠલી પડી નથી તેવા સુકોમળ ફળના વિષયમાં જાણે अंबसरडुयं = આંબાના કોમળ ફળ कविठ्ठसरडुयं = કોઠાના કોમળ ફળ दाडिमसरडुयं = દાડમના કોમળ ફળ बिल्लसरडुयं = બીલીના કોમળ ફળ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે ત્યારે કોમળ ફળના વિષયમાં એમ જાણે કે આંબાના(ગોઠલી પડી હોય તેવા) કોમળ ફળ, કોઠાના કોમળ ફળ, દાડમના કોમળ ફળ, બીલીના કોમળ ફળ અથવા પ્રકારના અન્ય કોઈ પણ કોમળ ફળ છે, જે કાચા અને શસ્ત્રથી પરિણત નથી, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण मंथुजायं जाणेज्जा, तं जहाउंबरमंथुं वा णिग्गोहमंथुं वा पिलक्खुमंथुं वा आसोत्थमंथुं वा अण्णयरं वा तहप्पगारं मंथुजायं आमं दुरुक्कं साणुबीयं अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– मंथुजायं जाणेज्जा = ચૂર્ણના પ્રકાર જાણે उंबरमंथुं = ઉંબરાનું ચૂર્ણ णिग्गोहमंथुं = વડના ફળનું ચૂર્ણ पिलक्खुमंथुं = પીપરના ફળનું ચૂર્ણ आसोत्थमंथुं = પીપળાના ફળનું ચૂર્ણ आमं = કાચું दुरुक्कं = થોડું પીસેલું હોય साणुबीयं = બીજ યુક્ત.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે ચૂર્ણના વિષયમાં એમ જાણે કે ઉંબરાના ફળનું ચૂર્ણ, વડના ફળનું ચૂર્ણ, પીપરના ફળનું ચૂર્ણ, પીપળાના ફળનું ચૂર્ણ અથવા બીજા પણ આવા પ્રકારના ચૂર્ણ છે કે જે કાચા કે કાચા–પાકા વાટેલા છે, તેના બીજ પૂરા વટાયા નથી અર્થાત્ અખંડ બીજ તેમાં દેખાય છે, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

आमडागं वा पूइपिण्णागं वा ……… सप्पिं वा खोलं पुराणगं, एत्थ पाणा अणुप्पसूया, एत्थ पाणा जाया, एत्थ पाणा संवुड्ढा, एत्थ पाणा अवुक्कंता, एत्थ पाणा अपरिणया, एत्थ पाणा अविद्धत्था, अफासुयं जाव णो पडिगाहेज्जा। શબ્દાર્થ :– आमडागं = અથાણા, કાચી કેરીના અથાણા આદિ पूइपिण्णागं = જૂનો–સડેલો ખોળसप्पिं = જૂનું ઘી खोलं = ઘીની નીચેનું કીટુ पुराणगं = જૂના પદાર્થો एत्थ = આમાં पाणा = પ્રાણી, રસજ પ્રાણી 7

8

9

65

अणुप्पसूया = ઉત્પન્ન થયા एत्थ पाणा जाया = તેમાં જીવો ઉત્પન્ન થઈ રહ્યા છે एत्थ पाणा संवुड्ढा = તેમાં જીવો વૃદ્ધિ પામતા હોય છે एत्थ पाणा अवुक्कंता = તેમાંથી જીવો ચ્યવી ગયા હોય एत्थ पाणा अपरिणया = જીવો શસ્ત્ર પરિણત થયા નથી एत्थ पाणा अविद्धत्था = તેમાંથી જીવો પૂર્ણપણે નાશ પામ્યા નથી.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે ત્યાં જૂના અથાણા, તલ વગેરેનો ખોળ, જૂનું ઘી અને તેના નીચેનું કીટ ઇત્યાદિ જૂના પદાર્થો છે, જેમાં(રસજ) જીવોની ઉત્પત્તિ થઈ ગઈ છે, જીવો ઉત્પન્ન થઈ રહ્યા છે, જીવોની વૃદ્ધિ થઈ રહી છે, જીવોનો નાશ થયો નથી, જીવો શસ્ત્રથી પરિણત થયા નથી તેમજ જીવો પૂર્ણપણે નાશ પામ્યા નથી, તો સાધુ તેને અપ્રાસુક, અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

उच्छुमेरगं वा अंककरेलुयं वा कसेरुगं वा सिंघाडगं वा पूइआलुगं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– उच्छुमेरगं = શેરડીના ટુકડા, ગંડેરી अंककरेलुयं = અંકકારેલા જાતની વનસ્પતિ कसेरुगं = કસેરુંપાણીમાં થતી વનસ્પતિ सिंघाडगं = શીંગોડા पूइआलुगं = પૂતિ આલુક–વનસ્પતિ વિશેષ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં શેરડીના ટુકડા, અંકકારેલા, કસેરુ, શિંગોડા તેમજ પૂતિઆલુક નામની વનસ્પતિ વિશેષ અથવા પ્રકારની અન્ય પણ લીલી વનસ્પતિ છે, જે શસ્ત્રથી પરિણત નથી, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

उप्पलं वा उप्पलणालं वा भिसं वा भिसमुणालं वा पोक्खलं वा पोक्खलथिभगं वा; अण्णयरं वा तहप्पगारं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– उप्पलं = ઉત્પલ–કમળ, સૂર્ય વિકાસી કમળ उप्पलणालं = કમળની દાંડી भिसं = કમળનો કંદ भिसमुणालं = કમળકંદની ઉપરના તંતુ पोक्खलं = કમળનું કેશર पोक्खलथिभगं = કમળનો કંદ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં સૂર્ય વિકાસી કમળ, કમળની દાંડી, કમળ કંદનું મૂળ, ઉપરના તંતુ, પદ્મકેશર, પદ્મકંદ તથા આવા પ્રકારના બીજા કંદ કાચા છે, શસ્ત્ર પરિણત થયા નથી, તો સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

अग्गबीयाणि वा मूलबीयाणि वा खंधबीयाणि वा पोरबीयाणि वा अग्गजायाणि वा मूलजायाणि वा खंधजायाणि वा पोरजायाणि वा णण्णत्थ तक्कलिमत्थएण वा तक्कलिसीसेण वा णालिएरिमत्थएण वा खज्जूरिमत्थएण वा तालमत्थएण वा; अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा 10

11

12

અધ્યયન–1 : ઉદ્દેશક–8

66 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ શબ્દાર્થ :– अग्गबीयाणि = અગ્રબીજ–જેના અગ્રભાગમાં બીજ હોય, જેમ કેકોરંટક પુષ્પ, જપાકુસુમાદિमूलबीयाणि = મૂળ બીજ–જેના મૂળભાગમાં બીજ હોય જેમ કેઉત્પલકંદાદિ खंधबीयाणि = સ્કંધ બીજ–જેના સ્કંધ ભાગમાં(થડ ઉપર) બીજ હોય, જેમ કે થોર, વડ આદિ पोरबीयाणि = પર્વબીજ–ગાંઠમાં બીજ હોય, જેમ કે શેરડી આદિ अग्गजायाणि = અગ્રજાત–અગ્રભાગથી ઉત્પન્ન થનાર मूलजायाणि = મૂળથી ઉત્પન્ન થનાર खंधजायाणि = સ્કંધથી ઉત્પન્ન થનાર पोरजायाणि = પર્વથી ઉત્પન્ન થનાર णण्णत्थ = સિવાય तक्कलिमत्थएण = વનસ્પતિ વિશેષ, કંદલીનો ગર્ભ तक्कलिसीसेण = કંદલીનો ગુચ્છો णालिएरिमत्थएण = નાળિયેરનો ગર્ભ खज्जूरिमत्थएण = ખજૂરનો ગર્ભ तालमत्थएण = તાડનો ગર્ભ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે ત્યાં કોરંટક આદિ અગ્રબીજ; ઉત્પલકંદાદિ મૂળબીજ; વડ, થોર આદિ સ્કંધબીજ; શેરડી આદિ પર્વબીજ યુક્ત વનસ્પતિ છે અથવા અગ્રજાત, મૂળજાત, સ્કંધજાત તથા પર્વજાત વનસ્પતિ છે, તેમાં કંદલીનો ઉપરનો ભાગ, કંદલીનો ગુચ્છો, નાળિયેરનો ઉપરનો ભાગ, ખજૂરનો, તાડનો ઉપરનો ભાગ, પદાર્થોને છોડીને, બીજી આવા પ્રકારની જે વનસ્પતિ કાચી છે, શસ્ત્રથી પરિણત થઈ નથી, સાધુ તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

उच्छुं वा काणं अंगारियं संमिस्सं विगदूमियं; वेत्तग्गं वा कंदलिऊसुयं वा अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– उच्छुं = શેરડી काणं = છેદવાળી પોલી શેરડી अंगारियं = ૠતુ વિશેષથી બદલાયેલા રંગવાળી શેરડી सम्मिस्सं = ફાટેલા સાંઠાવાળી શેરડી विगदूमियं = શિયાળ આદિ દ્વારા થોડી ખાધેલી શેરડી वेत्तग्गं = નેતરનો અગ્રભાગ कंदलिऊसुगं = કદલીનો ગર્ભ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં (1)

પોલી શેરડીની ગંડેરી, (ર) ૠતુ પરિવર્તનથી કે રોગના કારણે વિકૃત થઈ ગયેલા વર્ણવાળી શેરડી, (3)

ફાટેલા સાંઠાવાળી શેરડી, (4) શિયાળ આદિ દ્વારા થોડી ખવાયેલી શેરડી, (પ) નેતરનો અગ્રભાગ, (6)

કદલીનો મધ્યભાગ અથવા તેવા પ્રકારની અન્ય વનસ્પતિ કાચી છે, શસ્ત્રથી પરિણત થઈ નથી, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जालसुणं वा लसुणपत्तं वा लसुणणालं वा लसुणकंदं वा लसुणचोयगं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં લસણ, લસણના પાન, તેની દાંડી, લસણનો કંદ કે લસણની છાલ કે બીજી તેવા પ્રકારની કાચી વનસ્પતિ છે, શસ્ત્રથી પરિણત નથી, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

13

14

15

67

अत्थियं वा क‘ंभिपक्कं तिंदुयं वा वेलुगं वा कासवणालियं वा, अण्णयरं वा અધ્યયન–1 : ઉદ્દેશક–8

तहप्पगारं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– क‘ंभिपक्कं = ખાડામાં કે વખારમાં રાખીને ધુમાડા આદિથી પકાવેલા ફળ कासवणालियं = શ્રીપર્ણી(અરણી)નું ફળ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ત્યાં અસ્થિક વૃક્ષના ફળ(રંગવાના કામમાં આવતું એક પ્રકારનું ફળ), ટિંબરું, બિલું, ફણસ અથવા શ્રીપર્ણીનું ફળ કે જે क‘ंभिपक्कं– કુંભીપક્વ છે અર્થાત્ ખાડામાં કે કુંભીમાં દબાવીને ધુમાડા આદિથી પકાવવામાં આવ્યા છે તે તથા તેવા પ્રકારના અન્ય ફળો સચેત અને શસ્ત્રથી અપરિણત છે, તેવા ફળોને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

कणं वा कणक‘ंडगं वा कणपूयलिं वा चाउलं वा चाउलपिठ्ठं वा तिलं वा तिलपिठ्ठं वा तिलपप्पडगं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– कणं = ઘઉં વગેરે ધાન્યના લીલા દાણા कणक‘ंडगं = કાચા દાણા ભળેલા કુસકાकणपूयलिं = કાચા દાણાવાળી રોટલી चाउलं = લીલા ચોખા चाउलपिठ्ठं = વાટેલા, પીસેલા લીલા(કાચા) ચોખાનું ખીરું तिलं = લીલા તલ तिलपिठ्ठं = પીસેલા લીલા તલ तिलपप्पडगं = તલસાંકળી.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે ત્યાં લીલા ઘંઉ, આદિ ધાન્યના દાણા કે તેની કણકી અર્થાત્ લીલા(કાચા) દાણા ભળેલા કુસકા, કણ મિશ્રિત કાચી રોટલી, ફોતરાવાળા ચોખા, વાટેલા ચોખાનું તાજું ખીરું, લીલા તલ, વાટેલા લીલા તલ, તલસાંકળી તથા તેવા પ્રકારની બીજી વસ્તુ છે, જે સચિત છે, શસ્ત્રથી પરિણત થઈ નથી, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ પ્રકારની વનસ્પતિથી ઉત્પન્ન ખાદ્ય પદાર્થ અપક્વ, અર્ધપક્વ, શસ્ત્રથી અપરિણત, જૂનો–વાસી, સડેલો કે જીવોની ઉત્પત્તિવાળો આહાર હોય, તો તેને લેવાનો નિષેધ કર્યો છે, કારણ કે તે અપ્રાસુક અને અનેષણીય છે. અધિકાંશ આહાર વનસ્પતિજન્ય હોય છે અને કેટલોક આહાર ગોરસ–દૂધ, દહીં, માખણ, ઘી આદિ રૂપ હોય છે. શાસ્ત્રમાં વનસ્પતિના દશ પ્રકાર બતાવ્યા છે–

(1) મૂળ ( ર) કંદ (3) સ્કંધ (4) છાલ ( પ) શાખા (6) પ્રવાલ (8) પાંદડા (8) ફૂલ (9) ફળ (10) બીજ.

દશે પ્રકારની વનસ્પતિ જો કાચી, અપક્વ કે અર્ધપક્વ હોય અર્થાત્ પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન હોય, તો તે સાધુને માટે અગ્રાહ્ય છે. સૂત્રમાં ક્રમશઃ નિમ્નોક્ત વનસ્પતિઓનો ઉલ્લેખ છે–

(1) કમળ આદિના કંદ ( ર) પીપર, મરી, આદુ આદિ (3) આંબા આદિના લટકતા ફળ (4)

વિવિધ વૃક્ષોના અંકુર ( પ) કોઠા અદિના કોમળ(કાચા) ફળ (6) ઉંબર, વડ, પીપળો આદિ (7) જલજ વનસ્પતિ (8) કમળ આદિના મૂળ વગેરે (9) અગ્ર બીજ, મૂળ બીજ, સ્કંધ બીજ, પર્વ બીજ આદિ 16

68 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ વનસ્પતિઓ (10) વિકૃત થયેલી શેરડી, વાંસ આદિ (11) લસણ અને તેના સર્વ વિભાગો (12) અસ્થિક આદિ વૃક્ષોના ફળ (13) બીજરૂપ વનસ્પતિ અને તેમાંથી બનાવેલો આહાર (14) કેરી વગેરેના અથાણા, સડેલો ખોળ તથા બગડી ગયેલા ઘી, અથાણા, ખોળ આદિ આહાર.

સર્વ પદાર્થો સ્વકાય કે પરકાય શસ્ત્રથી પરિણત થઈને અચેત થઈ ગયા હોય અને તે પદાર્થો ઉદ્ગમાદિ ગોચરીના દોષોથી રહિત હોય, તો સાધુ તેને ગ્રહણ કરે છે.

आमं :અપક્વ. શબ્દના દ્રવ્ય અને ભાવ બે પ્રકારે અર્થ થાય છે– (1) દ્રવ્યથી અપક્વ એટલે કાચી વનસ્પતિઓ અને અપક્વ ફળો ( ર) ભાવથી અપક્વ એટલે સચિત્ત સજીવ વનસ્પતિઓ, બીજયુક્ત પાકા ફળો.

असत्थपरिणयं :અશસ્ત્ર પરિણત. વનસ્પતિના દસે વિભાગ અને અન્ય સજીવ–સચેત પદાર્થોને કોઈ વિરોધી શસ્ત્રોને કે અગ્નિનો સંયોગ થયો હોય, તે અચેત થયા હોય, તેને અશસ્ત્ર પરિણત કહે છે.

पुराणगं वा :જૂના, વાસી, સડી ગયેલા, જીવોત્પત્તિ યુક્ત પદાર્થો.

જે ફળ પાકીને વૃક્ષ ઉપરથી સ્વયં નીચે પડી ગયા હોય અથવા પાકા ફળને કોઈએ તોડી લીધા હોય, તે પાકા ફળ પણ જ્યાં સુધી બીજ ગોઠલી કે ઠળીયા સહિત હોય, ત્યાં સુધી સચેત છે. જ્યારે તે પાકા ફળ સુધારીને તેમાંથી બીજ કાઢી નાંખવામાં આવે અથવા બીજ સંયુક્ત તે ફળોને અગ્નિ પર સંસ્કારિત કરાય કે અન્ય વિરોધી દ્રવ્યથી શસ્ત્ર પરિણત કરાય ત્યારે તે અચેત થાય છે. જો તે ફળ અર્ધ સંસ્કારિત કે

અસંસ્કારિત હોય અથવા અન્ય કોઈ પ્રકારે શસ્ત્ર પરિણત હોય, તો તે સચેત હોવાથી સાધુને અગ્રાહ્ય છે.

साणुबीयं :સાનુબીજ. સચેત ફળોનું મંથુ–ચૂર્ણ કે ચટણી કરવામાં આવે કે જેમાં નાના બીજ રહી જાય, બરોબર પીસાય નહીં તે મંથુ–ચૂર્ણને साणुबीयं કહીને ગ્રહણ કરવાનો આઠમા સૂત્રમાં નિષેધ કર્યો છે.

अग्गबीयं–अग्गजायं :જે વનસ્પતિના અગ્રભાગમાં બીજ હોય, તે અગ્રબીજ વનસ્પતિ છે અને જેનો અગ્ર ભાગ બીજનું કાર્ય કરે અર્થાત્ વાવવાથી તે અંકુરિત થાય, તે અગ્રજાત વનસ્પતિ છે. રીતે મૂલબીજ–મૂલજાત, પર્વબીજ–પર્વજાત, સ્કંધબીજ–સ્કંધજાત આદિના અર્થ સમજવા.

विगदूमियं :શિયાળ આદિ પશુ કે પક્ષીઓ દ્વારા થોડા ખાધેલા ફળો. તે ફળ ભલે ખંડિત થયા હોય, પરંતુ તેમાં બીજ હોવાથી તે સચિત્ત હોય છે, તેથી સાધુ તેને ગ્રહણ કરે નહીં.

રીતે સાધુ ગ્રાહ્ય પદાર્થોની સજીવતા–અજીવતા તથા એષણીય–અનેષણીયતાનું સૂક્ષ્મપણે અવલોકન કરીને, ત્યાર પછી તેને ગ્રહણ કરે. નિર્દોષ આહારનું સેવન, તે સંયમી જીવનનું પોષક મહત્તમ અંગ છે, તેથી સૂત્રકારે વિવિધ વિકલ્પોથી તેનું વર્ણન કર્યું છે.

णण्णत्थ :શાસ્ત્રકારો શબ્દનો પ્રયોગ પૂર્વ કથિત વિષયની વિશેષતા, છૂટ–અપવાદ કે ભિન્નતા સૂચવવા કરે છે અને णण्णत्थ શબ્દ પછી ભિન્નતાનું વિધાન જોવા મળે છે. અહીં 12 મા સૂત્રમાં અગ્રબીજ–અગ્રજાત, પર્વબીજ–પર્વજાતનો કથન પછી णण्णत्थ નો પ્રયોગ છે અને ત્યાર પછી तक्कलिमत्थएण વગેરે શબ્દો છે, તેથી તક્કલી, નાળિયેર, ખજૂર, તાલ વગેરેના मत्थएणશિખરસ્થ ભાગ વિશેષનું ગ્રહણ થાય છે અર્થાત્ અગ્રબીજ–અગ્રજાત વગેરે વનસ્પતિ અગ્રાહ્ય છે, પરંતુ તક્કલી, નાળિયેરી, ખજૂરી વગેરેનો શિખરસ્થ ભાગ વિશેષ કે જે વૃક્ષથી અલગ થયા પછી બીજ રહિત અને પરિપકવ હોવાથી સાધુ માટે ગ્રાહ્ય બને છે, તેથી તેનું સૂચન णण्णत्थ શબ્દપ્રયોગ દ્વારા સૂત્રકારે કર્યું છે.

69

પ્રાયઃ પ્રતોમાં मत्थएण શબ્દનો અર્થ ગરભાગ કર્યો છે, તે વિચારણીય છે, કારણ કે ગર ભાગમાં બીજ હોય છે. તે બીજ કાઢ્યા વિના તે ફળ ગ્રાહ્ય બનતું નથી.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए त्ति बेमि ભાવાર્થ :– પિંડૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે.

જેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–1/8 સંપૂર્ણ ।। 17

અધ્યયન–1 : ઉદ્દેશક–8

70 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પહેલું અધ્યયન : નવમો ઉદ્દેશક આધાકર્મી આદિ આહાર ગ્રહણ નિષેધ :

इह खलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा संतेगइया सड्ढा भवंति गाहावई वा जाव कम्मकरीओ वा तेसिं णं एवं वुत्तपुव्वं भवइजे इमे भवंति समणा भगवंतो सीलमंता वयमंता गुणमंता संजया संवुडा बंभयारी उवरया मेहुणाओ धम्माओ, णो खलु एएसिं कप्पइ आहाकम्मिए असणे वा पाणे वा खाइमे वा साइमे वा भोत्तए वा पायए वा । से जं पुण इमं अम्हं अप्पणो अठ्ठाए णिठ्ठियं, तं जहाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा; सव्वमेयं समणाणं णिसिरामो, अवियाइं वयं पच्छा वि अप्पणो सयठ्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा चेइस्सामो । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– णिसिरामो = આપી દઈને अप्पणो सयठ्ठाए = આપણા માટે चेइस्सामो = બનાવી લેશું एयप्पगारं = પ્રકારના णिग्घोसं = શબ્દને, વાર્તાને.

ભાવાર્થ :– લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાવાન ગૃહસ્થો યાવત્ નોકરાણીઓ હોય છે. તેઓ પરસ્પર પ્રમાણે વાર્તાલાપ કરતા હોય કે શ્રમણ ભગવંત છે, શીલવાન, વ્રતનિષ્ઠ, ગુણવાન, સંયમી, સંવરવાન, બ્રહ્મચારી અને મૈથુન પ્રવૃત્તિના ત્યાગી છે, આધાકર્મી અશનાદિ આહાર તેઓને ખાવો કે પીવો કલ્પતો નથી.

આપણે આપણા માટે જે ભોજન બનાવ્યું છે, તે સર્વ ભોજન આપણે શ્રમણોને આપી દેશું અને આપણા માટે બીજો આહાર બનાવી લેશું. તેઓનો પ્રકારનો વાર્તાલાપ સાંભળીને કે જાણીને સાધુ–સાધ્વી પ્રકારના અશનાદિ ચારે પ્રકારના આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा समाणे वा वसमाणे वा गामाणुगामं वा दूइज्जमाणे, से जं पुण जाणेज्जागामं वा जाव रायहाणिं वा इमंसि खलु गामंसि वा जाव रायहाणिंसि वा संतेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथुया वा परिवसंति, तं जहागाहावई वा जाव कम्मकरीओ वा तहप्पगाराइं क‘लाइं णो पुव्वामेव भत्ताए वा पाणाए वा णिक्खमेज्ज वा पविसेज्ज वा । केवली बूयाआयाणमेयं ! पुरा पेहाए तस्स अठ्ठाए परो असणं वा पाणं 1

2

71

वा खाइमं वा साइमं वा उवकरेज्ज वा उवक्खडेज्ज वा अह भिक्खुणं पुव्वोवदिठ्ठा एस पइण्णा एस हेऊ एस कारणं एस उवएसो जं णो तहप्पगाराइं कुलाइं पुव्वामेव भत्ताए वा पाणाए वा पविसेज्ज वा णिक्खमेज्ज वा । से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अणावायमसंलोए चिठ्ठेज्जा, से तत्थ कालेणं अणुपविसेज्जा, अणुपविसित्ता तत्थियरेयरेहिं क‘लेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं एसित्ता आहारं आहारेज्जा શબ્દાર્થ :– पुरा पेहाए = પહેલાં આવેલા જોઈને उवक्करेज्ज = પૃથ્વીકાય આદિ આરંભ કરશે उवक्खडेज्ज = અગ્નિથી પકાવશે सामुदाणियं = સામુદાનિક एसियं = એષણીય वेसियं = વેશની મર્યાદાપૂર્વક, વેશને અનુરૂપ વિધિથી पिंडवायं = ભિક્ષાને एसित्ता = ગવેષણા કરીને.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી સ્થિરવાસ રહેતા હોય ચાતુર્માસ બિરાજતા હોય અથવા ગ્રામાનુગ્રામ વિચરણ કરતા જ્યાં રહ્યા હોય, તે ગામ યાવત્ રાજધાનીના વિષયમાં એમ જાણે કે ગામ યાવત્ રાજધાનીમાં કોઈ ભિક્ષુના માતા–પિતાદિ પૂર્વ પરિચિત અને સાસુ–સસરાદિ પશ્ચાત્પરિચિત સંબંધીજનો રહે છે, જેમ કેગૃહસ્થ યાવત્ નોકરાણી; તો સાધુ તે કુળોમાં ગોચરીના સમય પહેલાં આહાર–પાણી માટે ગમનાગમન કરે નહિ.

કેવલી ભગવંતોએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે, કારણ કે ભક્તિવાન ગૃહસ્થ પોતાના પરિચિત કે