This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
તિર્યગ્માલોપહૃત– ઊંડા વાસણમાંથી કે કોઠી આદિમાંથી નમીને, વાંકાવળીને કાઢેલો. આ ત્રણના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ–ત્રણ ભેદ છે. એડી ઊંચી કરીને, હાથ લંબાવીને, છતમાં ટીંગાડેલા શીકા આદિમાંથી કાઢીને લેવામાં આવે, તે જઘન્ય ઊર્ધ્વમાલોપહૃત છે. નિસરણી આદિ રાખીને મેડા ઉપરથી ઉતારીને લાવેલી વસ્તુ ઉત્કૃષ્ટ ઊર્ધ્વમાલોપહૃત છે અને મંચ, થાંભલા કે અભરાઈ ઉપર રાખેલ વસ્તુને ઉતારીને લાવવું, તે મધ્યમ ઊર્ધ્વમાલોપહૃત છે.
ગૃહસ્થ સાધુના નિમિત્તે ઉપર ચઢે કે નીચે ઉતરે તેમાં ક્યારેક પગ લપસી જવાથી તે પડી જાય, તો તેનાથી જીવવિરાધના અને આત્મ વિરાધના થાય છે.
ગૃહસ્થ અત્યંત ઝૂકીને કે વાંકાવળીને આહાર બહાર કાઢે, તો તેમાં પણ અયતના થાય છે. ક્યારેક 2
55
ગૃહસ્થને વાગી જાય, હાથ–પગ મરડાઈ જાય, લચક આવી જાય, તો સાધુની કે શાસનની અવહેલના થવાની સંભાવના છે, તેથી સાધુ માલોપહૃત દોષ ટાળીને આહાર–પાણીની ગવેષણા કરે. જો સ્થિર પગથિયા ચડીને ગૃહસ્થ કોઈ વસ્તુ લાવીને આપે, તો ભિક્ષુ તેની નિર્દોષતાનું પરીક્ષણ કરીને ગ્રહણ કરી શકે છે; તેમાં સૂત્રોક્ત દોષોની સંભાવના નથી.
ઉદ્ભિન્ન દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–
असणं वा पाणं वा खाइमं वा साइमं वा मट्टिओलित्तं; तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा जाव लाभे संते णो पडिगाहेज्जा । केवली बूया– आयाणमेयं । असंजए भिक्खुपडियाए मट्टिओलित्तं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उब्भिंदमाणे पुढवीकायं समारंभेज्जा, तह तेउ–वाउ–वणस्सइ–तसकायं समारंभेज्जा, पुणरवि ओलिंपमाणे पच्छाकम्मं करेज्जा। अह भिक्खूणं पुव्वोवदिठ्ठा जाव जं तहप्पगारं मट्टिओलित्तं असणं वा जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– मट्टिओलित्तं = માટીથી લીંપેલા અને મોઢા બંધ કરેલા વાસણમાંથી उब्भिंदमाणे = ભેદીને–ઉખેડીને કાઢતા ओलिंपमाणे = વધેલી વસ્તુની રક્ષા માટે તે વાસણને પુનઃ લેપન કરતાંपच्छाकम्मं करेज्जा = પશ્ચાત્ કર્મ કરે છે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે જાણે કે અશનાદિ આહાર માટીથી લિપ્ત અર્થાત્ બંધ કરેલા મુખવાળા વાસણમાં રાખેલો છે, તો તેવા પ્રકારના અશનાદિ પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
કેવળી ભગવાન કહે છે કે– આ કર્મઆશ્રવનો માર્ગ છે, સાધુને અશનાદિ આહાર આપવા માટે ગૃહસ્થ માટીથી લીંપેલા વાસણનું મુખ ખોલતા પૃથ્વીકાયનો સમારંભ કરે છે, તે જ રીતે અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો સમારંભ કરે છે, શેષ રહેલા આહારની રક્ષા માટે ફરી વાસણને લીંપવા માટે પશ્ચાત્ કર્મ દોષ થાય છે, તેથી તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે સાધુ સાધ્વીની આ પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ છે કે તે માટીથી લીંપેલા બંધ વાસણને ખોલીને આપવામાં આવતા અશનાદિ આહારને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુને ઉદ્ભિન્ન દોષયુક્ત આહાર ગ્રહણનો નિષેધ છે.
ઉદ્ભિન્નદોષ :– ઉદ્ગમના સોળ દોષમાંથી બારમો ઉદ્ભિન્ન દોષ છે. માટીના કે લાખ આદિ લેપ્ય પદાર્થથી વાસણનું મુખ બંધ કરેલું હોય, તેને ખોલીને આપવું તે ઉદ્ભિન્ન દોષ છે.
પિંડ નિર્યુક્તિમાં ઉદ્ભિન્નના બે પ્રકાર બતાવ્યા છે– (1) પિહિત ઉદ્ભિન્ન ( ર) કપાટ ઉદ્ભિન્ન.
માટી, લાખાદિથી બંધ વાસણનું મુખ ખોલવું તે પિહિત ઉદ્ભિન્ન છે અને બંધ દરવાજાને ખોલવા તે કપાટોદ્ભિન્ન છે. લેપ સચેત કે અચેત બંને પ્રકારના હોય છે, તેને સાધુના નિમિત્તે ખોલવામાં આવે તો તેમાં 3
અધ્યયન–1 : ઉદ્દેશક–7
56 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પશ્ચાત્કર્મ કે આરંભજન્ય હિંસાની સંભાવના રહે છે, તેથી અહીં પિહિત ઉદ્ભિન્ન આહાર ગ્રહણનો નિષેધ કર્યો છે. લાખાદિથી બંધ વાસણને ખોલવામાં અગ્નિકાયનો સમારંભ થાય છે. અગ્નિને પ્રજ્વલિત કરવા હવા નાંખવી પડે તેથી વાયુકાયની હિંસા થાય છે. ઘી આદિનું વાસણ ખોલતાં ઢાંકણું નીચે પડી જાય તો તેનાથી પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસ જીવોની વિરાધના થાય છે. ગૃહસ્થો વાસણોના બંધ કરેલા મુખને ખોલ્યાં પછી અવશેષ દ્રવ્યની સુરક્ષા માટે ફરીથી તે વાસણના મુખ ઉપર ભીની માટી લગાડી, મુખને બંધ કરે અને તેમાં પૃથ્વી તથા પાણી બંનેની વિરાધના થાય છે. આ રીતે વિવિધ પ્રકારે જીવ વિરાધનાની સંભાવના હોવાથી સાધુને ઉદ્ભિન્ન દોષ યુક્ત આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે.
છકાય જીવ પ્રતિષ્ઠિત આહારગ્રહણ વિવેક :–
से भिक्खु वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–
असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुढविक्काय–पइठ्ठियं । तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે અશનાદિ આહાર સચેત પૃથ્વી ઉપર રાખેલો છે, તો સાધુ–સાધ્વી તેવા પ્રકારના આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा– असणं वा पाणं वा खाइमं वा साइमं वा आउकायपइठ्ठियं; तह चेव । एवं अगणिकायपइठ्ठियं जाव लाभे संते णो पडिगाहेज्जा । केवली बूया– आयाणमेयं । असंजए भिक्खुपडियाए अगणिं ओसक्किय णिस्सक्किय ओहरिय आहट्टु दलएज्जा । अह भिक्खूणं पुव्वोवदिठ्ठा जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– अगणिं ओसक्किय = અગ્નિમાં લાકડા નાખે णिस्सक्किय = પ્રજ્વલિત અગ્નિમાંથી લાકડા કાઢે ओहरिय = અગ્નિ પરના વાસણને નીચે ઉતારે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે અશનાદિ આહાર સચેત પાણી આદિ ઉપર રાખેલો છે, તો તેવા પ્રકારના આહારને અપ્રાસુક અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ. તે જ રીતે અગ્નિ ઉપર રાખેલા અશનાદિ આહારને પણ અપ્રાસુક અનેષણીય જાણીને સાધુ, સાધ્વી ગ્રહણ કરે નહિ.
કેવળી ભગવાન કહે છે કે– આ કર્મબંધનું કારણ છે, કારણ કે ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિ પ્રગટાવી, હવા નાંખીને વિશેષ પ્રજ્વલિત કરીને કે પ્રજ્વલિત આગમાંથી લાકડા કાઢીને, અગ્નિ ઉપર રાખેલા વાસણને ઉતારીને આહાર લાવીને આપે છે. તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે સાધુ–સાધ્વી માટે આ પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ છે કે તેઓ અગ્નિ ઉપર રહેલા આહારને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–
4
5
6
57
असणं वा पाणं वा खाइमं वा साइमं वा अच्चुसिणं । असंजए भिक्खुपडियाए सुप्पेण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा फ‘मेज्ज वा वीएज्ज वा । से पुव्वामेव आलोएज्जा– आउसो ! त्ति वा भगिणि ! त्ति वा मा एयं तुमं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अच्चुसिणं सुप्पेण वा जाव फ‘माहि वा वीयाहि वा, अभिकंखसि मे दाउं एमेव दलयाहि । से सेवं वदंतस्स परो सुप्पेण वा जाव फ‘मित्ता वीइत्ता आहट्टु दलएज्जा, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– सुप्पेण = સૂપડાથી विहुयणेण = પંખાથી, વીંજણાથી तालियंटेण = તાડપત્રના પંખાથી पत्तेण = પાંદડાથીसाहाए= શાખાથી साहाभंगेण = શાખાના ટુકડાથી पिहुणेण = મોર પીંછથી पिहुणहत्थेण = મોર પીંછના પંખાથી चेलकण्णेण = વસ્ત્રના ટુકડાથી फ‘मेज्ज = ફૂંક મારી ઠંડું કરે કે वीएज्जा = પંખાદિથી ઠંડું કરે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થ સાધુને આપવા માટે અત્યંત ગરમ અશનાદિ આહારને સૂપડાથી, પંખાથી, તાડપત્રથી, ખજૂરી આદિના પાંદડાથી, શાખાથી, શાખાના ટુકડાથી, મોરપીંછથી, મોર પીંછના પંખાથી, વસ્ત્ર કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી ફૂંક મારીને, પંખા વગેરે દ્વારા હવા નાખીને, ઠંડું કરીને આપવાની તૈયારી કરે છે, તો સાધુ પહેલાં જ ગૃહસ્થને કહે– હે આયુષ્યમાન ગૃહસ્થ કે આયુષ્યમતી બહેન ! તમે આ ગરમ અશનાદિ આહારને આ રીતે સૂપડાથી, પંખા આદિથી કે મુખથી હવા નાખીને ઠંડું કરો નહિ. જો તમારી ઇચ્છા આહાર આપવાની હોય, તો એમ જ આપો. આ પ્રમાણે કહેવા છતાં પણ ગૃહસ્થ અતિ ગરમ આહારને સૂપડા કે પંખા આદિથી હવા નાખીને ઠંડા કરીને આપે, તો ભિક્ષુ તે આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा असणं वा पाणं वा खाइमं वा साइमं वा वणस्सइकायपइठ्ठियं । तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वणस्सइकायपइठ्ठियं अफासुयं अणेसणिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा । एवं तसकाए वि । ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે આ અશનાદિ આહાર વનસ્પતિકાય–લીલોતરી આદિ ઉપર રાખેલો છે, તો તેવા પ્રકારના વનસ્પતિકાય ઉપર રાખેલા અશનાદિ ચારે પ્રકારના આહારને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. આ જ રીતે ત્રસકાય જીવો ઉપર રહેલા આહારને પણ અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ પાંચ એકેન્દ્રિય 7
અધ્યયન–1 : ઉદ્દેશક–7
58 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ જીવો અને બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના ત્રસકાય જીવો ઉપર રાખેલા આહાર ગ્રહણનો તથા ઉપલક્ષણથી તેનાથી સ્પૃષ્ટ આહાર ગ્રહણનો નિષેધ કર્યો છે.
ક્યારેક આહાર અચેત અને પ્રાસુક હોય પરંતુ તે આહાર ઉપર, આહારના વાસણની નીચે કે ઉપર કાચું પાણી, સચેત મીઠું, લીલોતરી, બીજ આદિ હોય, અગ્નિનો સ્પર્શ થતો હોય, ફૂંક મારીને કે પંખા આદિથી હવા નાખવામાં આવતી હોય અથવા તે આહાર–પાણીના વાસણ નીચે કીડી આદિ ત્રસ જીવો હોય કે સર્પ, વીંછી વગેરે ઝેરી જીવો બેઠા હોય, તે ઉપરાંત હાથી, ઘોડા કે બળદ આદિની પીઠ પર ખાદ્ય પદાર્થ રાખેલા હોય તો તે પણ ત્રસકાય પ્રતિષ્ઠિત કહેવાય છે. સાધુ માટે આ પ્રકારનો આહાર અગ્રાહ્ય છે, કારણ કે અહિંસા મહાવ્રતી સાધક પોતાના આહાર માટે કોઈ પણ જીવને જરા પણ કષ્ટ આપતા નથી.
ધોવણ પાણીની ગવેષણા :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा, तं जहा– उस्सेइमं वा संसेइमं वा चाउलोदगं वा अण्णयरं वा तहप्पगारं पाणगजायं अहुणाधोयं अणंबिलं अव्वोक्कंत अपरिणयं अविद्धत्थं अफासुयं अणेसणिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा । अह पुण एवं जाणेज्जा–
चिराधोयं अंबिलं वुक्कंतं परिणयं विद्धत्थं फासुयं जाव पडिगाहेज्जा । શબ્દાર્થ :– उस्सेइमं = લોટવાળા હાથ, ચમચા વગેરેનું ધોયેલું પાણી संसेइमं = બાફેલા કઠોળ કે શાકભાજી વગેરેનું ધોયેલું પાણીचाउलोदगं = ભાત(ચોખા)નું ધોવણ अहुणाधोयं = તરતના જ ધોયેલા अणंबिलं = જેનો સ્વાદ હજુ પરિવર્તિત થયો નથી अव्वोक्कंतं = જીવોનું ચ્યવન થયું નથી अपरिणयं = શસ્ત્ર પરિણત થયું નથી अविद्धत्थं = સર્વથા જીવ રહિત થયું નથી.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પાણી માટે પ્રવેશ કરે, ત્યારે પાણીના વિષયમાં આ પ્રમાણે જાણે– (1) લોટવાળા હાથ, વાસણ વગેરેનું ધોયેલું પાણી, (ર) બાફેલા કઠોળાદિનું ધોયેલું પાણી, (3)
ચોખાનું ધોવણ અથવા તેવા પ્રકારના બીજા કોઈ પણ ધોવણ જે તુરંતના તાજા છે, જેના સ્વાદ, વર્ણાદિનું પરિવર્તન થયું નથી, જીવોનું ચ્યવન થયું નથી, શસ્ત્ર પરિણત થયું નથી, પૂર્ણ રીતે જીવ રહિત થયું નથી, તેવા પાણીને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
જો સાધુ એમ જાણે કે આ ધોવણને ઘણો સમય થઈ ગયો છે, તેના સ્વાદ અને વર્ણાદિનું પરિવર્તન થઈ ગયું છે અને તેમાંથી જીવોનું ચ્યવન થઈ ગયું છે, શસ્ત્ર પરિણત થયું છે અને સર્વથા જીવ રહિત અચિત્ત થઈ ગયું છે; તો તે પાણીને પ્રાસુક અને એષણીય જાણીને તેને સાધુ–સાધ્વી ગ્રહણ કરે.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं जाव पविठ्ठे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा, तं जहा– तिलोदगं वा तुसोदगं वा जवोदगं वा आयामं वा सोवीरं वा सुद्धवियडं वा, अण्णयरं वा तहप्पगारं पाणगजायं पुव्वामेव आलोएज्जा– आउसो ! त्ति वा भगिणि ! त्ति वा दाहिसि मे एत्तो अण्णयरं पाणगजायं?
से सेवं वयंतं परो वएज्जा– आउसंतो समणा ! तुमं चेव एयं पाणगजायं पडिग्गहेण वा मत्तएण वा उस्सिंचियाणं ओयत्तियाणं गिण्हाहि । तहप्पगारं 8
9
59
पाणगजायं सयं वा णं गेण्हेज्जा, परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा। શબ્દાર્થ :– आयामं = ઓસામણ(ભાત આદિના ઓસામણ, છાશની પરાશ) सोवीरं = સળગતા લાકડાને જે પાણીમાં બોળીને ઠારી નાંખવામાં આવે, તે પાણી सुद्धवियडं = ઉકાળેલું પાણી पडिग्गहेण = પાત્રાથી मत्तएण = માટીના વાસણથી उस्सिंचियाणं = તે પાત્ર ભરી ભરીને ओयत्तियाणं = પાણીના વાસણથી જ ઉલેચીને गिण्हाहि = ગ્રહણ કરે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે પાણીના વિષયમાં જાણે કે આ (1) તલનું ધોવણ, (ર) ફોતરાનું ધોવણ, (3) જવનું ધોવણ, (4) ચોખાદિનું ઓસામણ, (પ) સળગતા લાકડાને પાણીમાં બોળી બુજાવવામાં આવે તે પાણી અથવા કાંજીના ધોયેલા વાસણનું પાણી, (6) પ્રાસુક (ઉકાળેલું) ગરમ પાણી છે, તો તે અથવા આવા પ્રકારના બીજા પાણીને જોઈને સાધુ ગૃહસ્થને પહેલા જ કહે– હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે હે બહેન ! આ પાણીમાંથી કોઈ પણ પાણી શું મને આપશો ? ત્યારે તે ગૃહસ્થ આ પ્રમાણે કહે કે– હે આયુષ્યમાન્ શ્રમણ ! આ પાણીના વાસણમાંથી તમે પોતે પાત્રથી કે
માટીના વાસણથી(લોટા આદિથી) ભરી ભરીને લઈ લ્યો અથવા પાણીના વાસણને ઊંધું વાળી(ઠાલવી)
લ્યો. તો સાધુ સ્વયં તે પાણીને ગ્રહણ કરે અથવા ગૃહસ્થ પોતે આપે, તો તેને પ્રાસુક અને એષણીય સમજીને પ્રાપ્ત થવા પર ગ્રહણ કરે.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं जाव पविठ्ठे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा– अणंतरहियाए पुढवीए जाव संताणए उद्धट्टु [ ओहट्टु]
णिक्खित्ते सिया । असंजए भिक्खुपडियाए उदउल्लेण वा ससिणिद्धेण वा सकसाएण वा मत्तेण, सीओदएण वा संभोएत्ता आहट्टु दलएज्जा । तहप्पगारं पाणगजायं अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– अणंतरहियाए पुढवीए = સચિત્ત પૃથ્વીની પાસે સંઘટ્ટાથીउद्धट्टु= કોઈ વાસણમાં ભરીને णिक्खित्ते सिया = તે સચિત્ત પૃથ્વી પર રાખેલ હોય उदउल्लेण = પાણી ટપકતું હોય તેવા ससिणिद्धेण = પાણીથી ભીના सकसाएण वा मत्तेण = સચેત પાણીના છાંટાવાળા વાસણથી सीओदएण = સચિત્ત પાણીથી संभोएत्ता = મિશ્રિત કરતાં आहट्टु = લાવીને दलएज्जा = આપે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં પાણી માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે પ્રાસુક જલને સચેત પૃથ્વી યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત પદાર્થો પર રાખેલું છે અને ગૃહસ્થ સાધુને તે પાણી સચેત પાણીથી નીતરતા, ભીના કે સચેત પાણીના છાંટા ઉડ્યા હોય તેવા વાસણથી આપે છે અથવા પ્રાસુક પાણીની સાથે સચિત્ત પાણીનું મિશ્રણ કરીને આપે છે, તો તેવા પ્રકારના જળને અપ્રાસુક અને અનેષણીય જાણીને સાધુ પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ગ્રાહ્ય–અગ્રાહ્ય પાણીનું કથન છે.
અહિંસાના આરાધક સાધુને અચેત પાણી ગ્રાહ્ય છે. કૂવા, નદી, તળાવ આદિના પાણી સચેત છે. તે શસ્ત્ર પરિણત થાય ત્યાર પછી અચેત થાય છે, જેમ કે– સચેત પાણીને ઉકાળવાથી તે અચેત થાય છે. તે જ 10
અધ્યયન–1 : ઉદ્દેશક–7
60 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ રીતે સચેત પાણીમાં અન્ય દ્રવ્યનું મિશ્રણ થાય, પાણીના વર્ણ, ગંધ, રસમાં પરિવર્તન થાય ત્યારે પણ તે અચેત થાય છે. સૂત્રકારે અનેક પ્રકારના ધોવણ પાણીનું કથન કર્યું છે. જેમ કે– લોટવાળા વાસણો ધોયેલું પાણી, ચોખા, તલ, જવ આદિનું ધોયેલું પાણી વગેરે અનેક પ્રકારના ધોવણ પાણી અચેત છે અને તે સાધુ માટે ગ્રાહ્ય છે.
જો કોઈ પણ પ્રકારના ધોવણ પાણી તાજા હોય, તેના વર્ણાદિ પરિવર્તન પામ્યા ન હોય, તો તેમાં સચેત–અચેતની મિશ્રતાની સંભાવના હોવાથી સાધુ માટે તે અગ્રાહ્ય છે.
અચેત અને નિર્દોષ પાણી, અન્ય સચેત પૃથ્વી, પાણી, અગ્નિ કે વનસ્પતિ પર રાખેલું હોય, કોઈ પણ સચેત પદાર્થથી સંસૃષ્ટ હોય અથવા વહોરાવનાર દાતાના હાથ વગેરે ભીના હોય, પાણીથી નીતરતા હોય, અન્ય સચેત પદાર્થોથી સંસૃષ્ટ હોય, તો સાધુ તે અચેત પાણીને ગ્રહણ કરી શકતા નથી.
જો તે પાણી અચેત હોય અને અન્ય કોઈ પણ સચેત પદાર્થથી સંસૃષ્ટ ન હોય અને દાતાના હાથ કે
વાસણ પણ સચેત જળથી સંસૃષ્ટ ન હોય, તો સાધુ તે પાણીને ગ્રહણ કરી શકે છે.
उस्सेइमं :– લોટ બાંધતી વખતે કે મસળતી વખતે જે પાણીમાં હાથ બોળવામાં કે ધોવામાં આવે છે તે પાણી ઉસ્વેદિમ કહેવાય છે.
ક્યારેક ગૃહસ્થને ત્યાં અચેત પાણી તૈયાર હોય, પરંતુ કોઈ પણ કારણથી પોતે વહોરાવી શકે તેમ ન હોય અને સાધુને કહે કે તમે આ ધોવણ અથવા ગરમ પાણીને લોટા આદિ દ્વારા લઈ લ્યો અથવા પાણીના આ વાસણને ઊંધુ વાળીને પાણી લઈ લ્યો, તો સાધુ પોતાના હાથે ધોવણ પાણી કે ગરમ પાણી ગૃહસ્થની આજ્ઞાથી લઈ શકે છે, તેવું વિધાન નવમા સૂત્રથી સ્પષ્ટ થાય છે.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :– આ પિંડૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–1/7 સંપૂર્ણ ।। 11
61
પહેલું અધ્યયન : આઠમો ઉદ્દેશક બીજ, ગોઠલી આદિ યુક્ત ધોવણ પાણી નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवाय पडियाए पविठ्ठे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा, तं जहा– अंबपाणगं वा अंबाडगपाणगं वा कविठ्ठपाणगं वा माउलिंगपाणगं वा मुद्दियापाणगं वा दाडिमपाणगं वा खज्जूरपाणगं वा णालिएरपाणगं वा करीरपाणगं वा कोलपाणगं वा आमलगपाणगं वा चिंचापाणगं वा अण्णयरं वा तहप्पगारं पाणगजायं सअठ्ठियं सकणुयं सबीयगं असंजए भिक्खुपडियाए छब्बेण वा दूसेण वा वालगेण वा आवीलियाण परिपीलियाण परिस्सावियाण आहट्टु दलएज्जा । तहप्पगारं पाणगजायं अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– सअठ्ठियं = ગોઠલીવાળા सकणुयं = ફળના ડીંટ કે ડાંખળા વગેરે सबीयगं = બીજ સહિત હોય छब्बेण = વાંસની છાબડીથી दूसेण = વસ્ત્રથી वालगेण = ચાળણીથી आवीलियाण = ગોઠલી આદિ દૂર કરવા માટે એકવાર ગળીને परिपीलियाण = વારંવાર ગળીને परिस्साइयाण = ગોઠલી આદિ કાઢીને, નિતારીને आहट्टु = લાવીને दलएज्जा = આપે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પાણી માટે પ્રવેશ કરે, ત્યારે પાણીના વિષયમાં આ પ્રમાણે જાણે કે આ (1) કેરીનું ધોવણ, (ર) અંબાડક–બહેડાનું ધોવણ, (3) કોઠાનું ધોવણ, (4) બિજોરાનું ધોવણ, (પ) દ્રાક્ષનું ધોવણ, (6) દાડમનું ધોવણ, (7) ખજૂરનું ધોવણ, (8) નાળિયેરનું ધોવણ, (9) કેરડાનું ધોવણ, (10) બોરનું ધોવણ, (11) આંબળાનું ધોવણ, (12) આંબલીનું ધોવણ છે. આ તથા આવા પ્રકારના અન્ય અનેક પ્રકારના ધોવણ પાણીમાં ગોઠલી(ઠળીયા) છે, ફળના ડીંટ કે ડાંખળા છે, બીજ છે અને ગૃહસ્થ સાધુ માટે વાંસની છાબડીથી, વસ્ત્રથી, ધાતુની ચાળણીથી એકવાર કે વારંવાર ગાળીને, છાલ, બીજ, ગોઠલી આદિ અલગ કરીને અથવા હાથથી ગોઠલી આદિને કાઢીને તે ધોવણ પાણી આપે છે, તો સાધુ–સાધ્વી આવા પ્રકારના પાણીને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં ધોવણ પાણીની અગ્રાહ્યતાનું નિરૂપણ છે.
ગૃહસ્થો કેરી આદિ ફળોને પાણીમાં પલાળીને કે પાણીથી ધોઈને ઉપયોગમાં લેતા હોય છે. જે પાણીમાં ફળો પલાળીને રાખ્યા હોય કે ધોયા હોય, તે પાણીના વર્ણ, ગંધ, રસમાં પરિવર્તન થઈ જાય ત્યારે તે પાણી પ્રાસુક–અચેત થઈ જાય છે અને તે પાણી સાધુ માટે ગ્રાહ્ય છે.
અચેત થઈ ગયેલા ધોવણમાં ફળોની ગોઠલી, ડીંટ, ડાંખળા આદિ પડ્યા હોય અને ગૃહસ્થ તેવા પાણીને વાંસની છાબડી, વસ્ત્ર કે ચાળણીથી ગળીને સાધુને આપે અથવા હાથથી તે ગોઠલી વગેરેને પાણીમાંથી કાઢીને આપે, તો તે સાધુને માટે અગ્રાહ્ય છે, કારણ કે ગોઠલી, બીજ વગેરે સચેત છે અને 1
અધ્યયન–1 : ઉદ્દેશક–8
62 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ગળવાથી તે જીવોને સાધુના નિમિત્તે પરિતાપના થાય છે, માટે તે સાધુને કલ્પનીય નથી. તેવું પાણી ગ્રહણ કરવાથી સાધુની એષણા સમિતિનો ભંગ થાય છે.
સુંગધ માણવાનો નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से आगंतारेसु वा आरामागारेसु वा गाहावइक‘लेसु वा परियावसहेसु वा अण्णगंधाणि वा पाणगंधाणि वा सुरभिगंधाणि वा अग्घाय अग्घाय से तत्थ आसायवडियाए मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे ‰‰ अहो गंधो, अहो गंधोŠŠ णो गंधमाघाएज्जा । શબ્દાર્થ :– आगंतारेसु = ધર્મશાળાઓમાં आरामागारेसु = ઉદ્યાન શાળાઓમાં परियावसहेसु = પરિવ્રાજકોના મઠોમાં सुरभिगंधाणि = કેશર–કસ્તૂરી આદિની સુગંધને आघाय = સૂંઘીનેआसायपडियाए = પુનઃ પુનઃ સૂંઘવા માટેमुच्छिए = મૂર્છિત गिद्धे= ગૃદ્ધगढिए= ગ્રસ્ત अज्झोववण्णे = આસક્ત થતાંणो गंधमाघाएज्जा = ગંધ સૂંઘે નહિ.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાનગૃહો, ગૃહસ્થોના ઘરોમાં અથવા પરિવ્રાજકોના મઠોમાં રહેતા અથવા ગોચરીએ જતા આહારની સુગંધ(દાળ–શાક વગેરેની સુગંધ), પેય પદાર્થોની સુગંધ તથા તેલ, અતર આદિ સુગંધિત પદાર્થોની સુગંધને વારંવાર સુંઘવા માટે તે સુગંધના આસ્વાદનની ઇચ્છાથી તેમાં મૂર્ચ્છિત, ગૃદ્ધ, ગ્રસ્ત તેમજ આસક્ત થઈને– વાહ ! કેવી સરસ સુગંધ છે, એમ કહેતા તે પદાર્થોની સુવાસ લે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે ગંધમાં અનાસક્ત ભાવ રાખવાનું સૂચન છે.
ગોચરીએ નીકળેલા, ધર્મશાળા, ઉદ્યાનાદિમાં રહેલા સાધુને આજુબાજુમાંથી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, તેલ–અત્તર વગેરે સુગંધિત પદાર્થોની સુગંધ આવે તો સાધુ તેમાં આસક્ત થાય નહીં. તેની સુગંધને માણીને, તેની પ્રશંસા કરે નહીં. આવા પ્રસંગોમાં સાધુ સંયમ ભાવોમાં સાવધાન રહે અને પોતાની ચિત્તવૃત્તિને સુગંધથી દૂર કરીને ઈર્યા સમિતિ અને એષણા સમિતિના પાલનમાં તલ્લીન રહે.
પ્રસ્તુતમાં ઘ્રાણેન્દ્રિયના વિષયનું કથન છે, પરંતુ ઉપલક્ષણથી પાંચે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે. પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિયના વિષયની અલ્પ આસક્તિ પણ સંયમને નષ્ટ કરી શકે છે, માટે સાધુએ હંમેશાં પોતાની ઇન્દ્રિયો અને મન પર કાબૂ રાખીને જિનાજ્ઞા પાલનમાં દત્તચિત્ત રહેવું જોઈએ.
શસ્ત્ર અપરિણત વનસ્પતિ આહાર ગ્રહણ નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–
सालुयं वा विरालियं वा सासवणालियं वा, अण्णयरं वा तहप्पगारं आमं असत्थपरिणयं अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– सालुयं = પાણીમાં ઉત્પન્ન થતા કંદ–કમલ કંદ विरालियं = સ્થળમાં ઉત્પન્ન થનાર કંદ–પલાશ કંદ सासवणालियं = સરસવની નાલ–દાંડલી.
2
3
63