This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં હોય, ત્યારે જાણે કે

રસ્તામાં રસલોલુપી ઘણા પ્રાણીઓ ભેગા થઈને આહાર માટે ઊભા છે, જેમ કેકૂકડાદિની જાતિના પ્રાણીઓ, ડુક્કરની જાતિના પ્રાણીઓ અથવા અગ્રપિંડ માટે કાગડાઓનો સમૂહ રસ્તામાં બેઠો છે. તે પ્રાણીઓને જોઈને સંયત સાધુ કે સાધ્વી બીજો રસ્તો જો હોય તો યતનાપૂર્વક તે રસ્તેથી જાય, પરંતુ પ્રાણીઓથી યુક્ત સીધા(ટૂંકા) રસ્તેથી જાય નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ–સાધ્વીઓ માટે પશુ–પક્ષીઓને આહારમાં અંતરાય પડે, તે રીતે ગમન કરવાનો નિષેધ છે.

સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખનારા મુનિઓની પ્રત્યેક પ્રવૃત્તિમાં માનવ માત્ર નહીં પરંતુ પશુપક્ષીઓ આદિ જગજ્જીવોની સુરક્ષા સમાવિષ્ટ છે. સાધુ કે સાધ્વીના ગમન માર્ગમાં પશુઓ ચરતા હોય કે પક્ષીઓ ચણતા હોય, તો મુનિ ત્યાંથી પસાર થાય. પશુ–પક્ષીઓની વચ્ચેથી કે તેમની એકદમ બાજુમાંથી પસાર થવાથી– (1) પશુ–પક્ષીઓ ભયભીત થઈને ભાગી જાય કે ઊડી જાય. (ર) પક્ષીના ઊડવાથી વાયુકાયના જીવો તથા પશુઓના દોડવાથી અન્ય ત્રસ જીવોની વિરાધના થાય. (3) પશુ–પક્ષીને આહારપાણીમાં અંતરાય પડે. રીતે જીવોની પરિતાપનામાં નિમિત્ત બનવા માટે સાધુ અન્ય માર્ગ હોય તો તે અન્ય માર્ગ ઉપર ચાલે. અન્ય માર્ગ હોય, તો મુનિ તે જીવોને અંશ માત્ર પણ પરિતાપ ન પહોંચે, તેમ અત્યંત સાવધાની પૂર્વક ત્યાંથી પસાર થાય.

क‘क्क‘डजाइयं ……… :પ્રસ્તુત સૂત્રમાં કૂકડાની જાતિના જીવોથી સર્વ બે પગા પક્ષીઓનું અને ડુક્કરની જાતિના કથનથી સર્વ ચાર પગા પશુઓનું ગ્રહણ કર્યું છે અને પ્રાયઃ અગ્રપિંડ કાગડા, સમડી વગેરેને અપાય છે, તેથી તેનું वायसा શબ્દથી અલગ કથન છે. સંક્ષેપમાં કોઈ પણ જીવોના આહારાદિમાં અંતરાય ન પડે તે રીતે સાધુ ગમનાગમન કરે છે.

1

અધ્યયન–1 : ઉદ્દેશક–6

46 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ अग्गपिंडंसि :ગૃહસ્થને ત્યાં તૈયાર થયેલા ભોજનમાંથી પ્રારંભિક થોડોક અંશ કાઢીને કાગડાઓ માટે ઉપર ઉડાડીને ખવડાવવામાં આવે તે પ્રકારનાં અગ્રપિંડનું અહીં કથન છે. પહેલા અને પાંચમા ઉદ્દેશકોમાં શબ્દ પ્રયોગ શ્રમણ બ્રાહ્મણ આદિ માટેના વિશિષ્ટ દાન પિંડ રૂપ ભોજન માટે પ્રયુક્ત થયો છે. શ્રાદ્ધના દિવસોમાં કે સંક્રાતના દિવસે લોકો પ્રકારે વિશેષ દાન–પુણ્ય કરે છે.

ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુનો વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे णो गाहावइक‘लस्स दुवारसाहं अवलंबिय–अवलंबिय चिठ्ठेज्जा, णो गाहावइक‘लस्स दगच्छड्डणमत्तए चिठ्ठेज्जा, णो गाहावइक‘लस्स चंदणिउयए चिठ्ठेज्जा, णो गाहावइक‘लस्स सिणाणस्स वा वच्चस्स वा संलोए संपडिदुवारे चिठ्ठेज्जा, णो गाहावइक‘लस्स आलोयं वा थिग्गलं वा संधिं वा दगभवणं वा बाहाओ पगिज्झिय पगिज्झिय–

अंगुलियाए वा उद्दिसिय–उद्दिसिय ओणमिय–ओणमिय उण्णमिय–उण्णमिय णिज्झाएज्जा । णो गाहावइं अंगुलियाए उद्दिसिय–उद्दिसिय जाएज्जा, णो गाहावइं अंगुलियाए चालिय चालिय जाएज्जा, णो गाहावइं अंगुलियाए तज्जिय–तज्जिय जाएज्जा, णो गाहावइं अंगुलियाए उक्खुलंपिय उक्खुलंपिय जाएज्जा, णो गाहावइं वंदिय–

वंदिय जाएज्जा, णो णं फरुसं वएज्जा શબ્દાર્થ :– दुवारसाहं = બારસાખનોअवलंबिय= આધાર લઈને, दगच्छड्डणमत्तए = વાસણોનું ધોયેલું પાણી જ્યાં ભેગું કરાય છે તેવી ચોકડી–કુંડી પાસે चंदणिउयए = કોગળા કરવાની જગ્યાએ અથવા પીવાનું પાણી હોય તેવા પાણીઆરા પાસે सिणाणस्स वा वच्चस्स = સ્નાનઘર કે સંડાસ પાસે संलोए = દષ્ટિ પડતી હોય તેમ संपडिदुवारे = દરવાજાની સામે आलोयं = બારી કે ઝરૂખા थिग्गलं = મકાનના કોઈ સમારકામ કરેલા ભાગને संधिं = મકાનના સંધિ સ્થાનને, ચોર દ્વારા પાડેલ બાકોરાને दगभवणं = જલઘર, પાણિયારા बाहाओ पगिज्झिय = હાથને લાંબા કરી કરીને अंगुलियाए = આંગળીથી उद्दिसिय = ચીંધીને ओणमिय = નીચા વળીનેउण्णमिय = ઊંચા થઈનેणो णिज्झाएज्जा= જુએ નહિ અને બીજાને બતાવે પણ નહિ उद्दिसिय = બતાવીનેणो जाएज्जा = યાચના કરે નહિ अंगुलियाए चालिय = ગૃહસ્થને આંગળીની પ્રેરણા કરીને तज्जिय = ભય બતાવીને उक्खुलंपिय = સ્પર્શ કરીને गाहावइं वंदिय = ગૃહસ્થની પ્રશંસા કરીને फरुसं = કઠોર વચન णो वएज्जा = કહે નહિ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહારાદિ માટે પ્રવેશ કરે, ત્યારે તેના દરવાજાની બારસાખનો ટેકો લઈને ઊભા રહે, વાસણ ધોવાની ચોકડી પાસે, હાથ–પગ કે મોઢું ધોવાની જગ્યાએ, બાથરૂમ કે સંડાસની સામે દષ્ટિ પડે તેમ ઉભા રહે અથવા તેમાં જવાના રસ્તામાં કે તેના દરવાજા પાસે, ઘરના ઝરૂખામાં, સમારકામ કરેલા મકાનના કોઈ ભાગમાં, બે દિવાલોની સંધિમાં અથવા પાણિયારા આદિ સ્થાનમાં ઊભા રહે. તે સ્થાનમાં ઊભા રહીને પોતાના હાથ લાંબા કરીને, આંગળી ચીંધીને, ઊંચા થઈને અથવા નીચા વળીને ગૃહસ્થોની કોઈ પણ ક્રિયાઓનું નિરીક્ષણ કરે નહીં કે બીજાને બતાવે નહીં. ગૃહસ્થ પાસે આંગળી ચીંધીને ખાદ્ય પદાર્થની યાચના કરે નહીં, ગૃહસ્થને આંગળીથી નિર્દેશ 2

47

કરીને, આંગળીથી ભયભીત કરીને, આંગળીનો સ્પર્શ કરીને કે ગૃહસ્થની પ્રશંસા કરીને આહારની યાચના કરે નહીં અને ક્યારેક ગૃહસ્થ આહાર આપે તો કઠોર વચન કહે નહીં.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ મુનિને ઇન્દ્રિય સંયમની હિતશિક્ષા આપી છે.

મુનિનો જીવન વ્યવહાર પોતાના ગૌરવને હાનિ થાય તેવો ગૌરવવંતો હોવો જોઈએ. સંયમ વિરાધના થાય તેની સાથે શાસનનો મહિમા વૃઈદ્ધગત થતો રહે, તે લક્ષ્ય સતત તેની નજર સમક્ષ હોય છે.

ગૃહસ્થના દરવાજાની બારશાખને પકડીને ઊભા રહેતા તે જીર્ણ હોય, તો પડી જાય કે હલી જાય તો તેનાથી મુનિને વાગી જાય, જીવવિરાધના તથા સંયમવિરાધના થાય. ગૃહસ્થના સંડાસ–બાથરૂમ આદિ સ્થાન પાસે ઊભા રહેવાથી ગૃહસ્થને ક્ષોભ થાય છે. વાસણ ધોવાની ચોકડી કે પાણિયારા આદિ સ્થાન પાસે ઊભા રહેવાથી ગૃહસ્થની પ્રવૃત્તિ સ્થગિત થઈ જાય, સૂત્રોક્ત સ્થાનો ઊંચા–નીચા થઈને જોવાથી ગૃહસ્થને અનેક પ્રકારની શંકા થાય છે, સાધુ પ્રતિ દ્વેષ કે અપમાનની ભાવના જાગૃત થાય છે.

આંગળી ચીંધી ચીંધીને વસ્તુની યાચના કરવાથી મુનિની રસલોલુપતા પ્રગટ થાય છે. ક્યારેક ગૃહસ્થને ઇચ્છા હોય તોપણ લજ્જાવશ આપવું પડે, ગૃહસ્થની પ્રશંસા કરવાથી ગૃહસ્થના અભિમાનનું પોષણ થાય, ક્યારેક પોતાની લાચારી પ્રદર્શિત થાય છે અને પૂર્વ–પશ્ચાત્ સંસ્તવ ઉત્પાદન નામનો દોષ લાગે છે.

આહાર પ્રાપ્તિ થાય, ત્યારે ગૃહસ્થને કઠોર વચન કહેવાથી સાધુ અને સાધુ માર્ગ પ્રતિ ગૃહસ્થને અભાવ થાય, તે શ્રદ્ધાથી ચલિત થઈ જાય અને સાધુની ભાષા સમિતિનો ભંગ થાય છે. કઠોર વચન કહેવા, તે ગૃહસ્થની આશાતના છે. ગૃહસ્થની આશાતના કરનારને નિશીથ સૂત્ર કથિત પ્રાયશ્ચિત્ત આવે છે.

રીતે મુનિની ચંચળતાથી સાધુ ધર્મનો નાશ થાય છે, તેથી મુનિએ ગૃહસ્થના ઘરમાં કારણ વિના ઊભા રહેવું જોઈએ. વિશિષ્ટ કારણવશ ઊભા રહેવું પડે, તો શિષ્ટાચાર અને સભ્યતાપૂર્વક ઊભા રહેવું જોઈએ.

સૂત્રોક્ત કથનથી સાધુ જીવનની ધીરતા, ગંભીરતા, નિરભિમાનતા, અનાસક્ત ભાવ તેમજ સહિષ્ણુતાનો પરિચય થાય છે. ગુણોના વિકાસથી સાધુતા પરિપકવ બને છે.

પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ વિવેક :

अह तत्थ कंचि भुंजमाणं पेहाए तं जहागाहावइं वा जाव कम्मकरिं वा । से पुव्वामेव आलोएज्जाआउसो ! त्ति वा भइणि ! त्ति वा दाहिसि मे एत्तो अण्णयरं भोयणजायं ?

से सेवं वयंतस्स परो हत्थं वा मत्तं वा दव्विं वा भायणं वा; सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा; उच्छोलेज्ज वा पधोएज्ज वा से पुव्वामेव आलोएज्जा–

आउसो ! त्ति वा भइणि ! त्ति वा मा एयं तुमं हत्थं वा मत्तं वा दव्विं वा भायणं वा सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेहि वा पधोएहि वा; अभिकंखसि मे दाउं, एमेव दलयाहि 3

અધ્યયન–1 : ઉદ્દેશક–6

48 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ से सेवं वयंतस्स परो हत्थं वा मत्तं वा दव्विं वा भायणं वा सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेत्ता पधोइत्ता आहट्टु दलएज्जा तहप्पगारेणं पुरोकम्मकएणं हत्थेण वा मत्तेण वा दव्वीए वा भायणेण वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा; अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે, ત્યારે ઘરના માલિક યાવત્ નોકરાણી આદિ કોઈને પણ જમતા જોઈને પ્રમાણે કહે કે હે આયુષ્યમાન ભાઈ ! અથવા હે બહેન ! આમાંથી મને થોડું ભોજન આપશો ? સાધુ પ્રમાણે કહે ત્યારે તે ગૃહસ્થ હાથને, પાત્રને, કડછીને કે

કાંસાદિના વાસણને કાચા પાણીથી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોવા જાય અર્થાત્ ગૃહસ્થને ધોવા માટેની તૈયારી કરતા જોઈને ભિક્ષુ પહેલાથી પ્રમાણે કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ ! કે

બહેન ! તમે રીતે હાથ, પાત્ર, કડછી કે વાસણને ઠંડા પાણીથી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધૂઓ નહિ. જો તમે મને આહાર આપવાની ઇચ્છા રાખતા હો તો એમજ આપો. રીતે સાધુ કહે તોપણ તે ગૃહસ્થ ઠંડા કે ગરમ પાણીથી હાથ, પાત્ર, કડછી કે વાસણને એકવાર કે વારંવાર ધોઈને અશનાદિ લાવીને આપે તો તે પ્રકારના પૂર્વકર્મ દોષયુક્ત હાથ, પાત્ર, કડછી કે વાસણથી લાવેલા અશનાદિ આહારને મુનિ અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

સચિત્ત સંસૃષ્ટ આહાર વિવેક :

अह पुण एवं जाणेज्जाणो पुरेकम्मकएणं, उदउल्लेणं तहप्पगारेण उदउल्लेण हत्थेण वा मत्तेण वा दव्वीए वा भायणेण वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा; अफासुयं जाव णो पडिगाहेज्जा । अह पुणेवं जाणेज्जाणो उदउल्लेणं, ससिणिद्धेणं सेसं तं चेव । एवं ससरक्खे, मट्टिया, ऊसे, हरियाले हिंगुलुए, मणोसिला, अंजणे, लोणे, गेरुय, वण्णिय, सेडिय, सोरठ्ठिय–पिठ्ठ, क‘क्क‘स, उक्क‘ठ्ठ–संसठ्ठेण वि आलावगा भाणियव्वा । अह पुण एवं जाणेज्जाणो उक्कठ्ठ संसठ्ठेणं, असंसठ्ठेणं तहप्पगारेण असंसठ्ठेण हत्थेण वा जाव पडिगाहेज्जा । अह पुणेवं जाणेज्जा–णो असंसठ्ठे, तज्जाय संसठ्ठे तहप्पगारेण संसठ्ठेण हत्थेण वा मत्तेण वा, दव्वीए वा, भायणेण वा; असणं वा पाणं वा खाइमं वा साइमं वा फासुयं जाव पडिगाहेज्जा શબ્દાર્થ :– णो उदउल्लेण = હાથાદિ ભીના નથી ससिणिद्धेणं = સ્નિગ્ધ હાથાદિથી ससरक्खे मट्टिया = સચિત્ત માટીથી યુક્ત ऊसे = ક્ષારવાળી માટીથી(ખારાથી) हरियाले = હડતાલ हिंगुलुए = હિંગળો मणोसिला = મણસિલ अंजणे = અંજન लोणे = મીઠું गेरुय = ગેરુ वण्णिय = પીળી માટી सेडिय = ખડીની માટી–સફેદ માટીથી सोरठ्ठिय = ફટકડીથી पिठ्ठ = સર્વ પૃથ્વીકાયનું સચેત ચૂર્ણ 4

49

क‘क्क‘स = વનસ્પતિ, શાકભાજીના ટુકડા, છીલકા उक्क‘ठ्ठ = કોથમીર વગેરેની પીસેલી તાજી ચટણી संसठ्ठेण = પૃથ્વી અને વનસ્પતિથી ખરડાયેલા तज्जाय संसठ्ठे = દેય અચિત્ત ખાદ્ય પદાર્થથી ખરડાયેલા असंसठ्ठे = ઉપરોક્ત સચિત્ત જળ, પૃથ્વી કે વનસ્પતિથી ખરડાયેલા.

ભાવાર્થ :– જો સાધુ જાણે કે દાતાએ હાથ, પાત્ર આદિ ભિક્ષા દેવા માટે ધોયા નથી પરંતુ પહેલેથી જ ભીના છે, તો તેવાપ્રકારના કાચા પાણીવાળા હાથ, પાત્ર, કડછી આદિથી લાવીને અપાતો આહાર અપ્રાસુક, અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. જો સાધુ જાણે કે હાથ, પાત્ર આદિ ભીના નથી, પરંતુ પાણીનો લેપ માત્ર છે કે રેખાઓ ભીની છે તો તેવા પ્રકારના કાચા પાણીવાળા હાથ, પાત્ર, કડછી આદિથી લાવીને અપાતો આહાર અપ્રાસુક, અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.

જો જાણે કે હાથ, પાત્ર આદિ સચેત રજ, સચેત માટી, ક્ષારવાળી માટી, હડતાલ, હિંગળોક, મનસિલ, અંજન, મીઠું, ગેરુ–લાલ માટી, પીળી માટી, સફેદ માટી(ખડી), ફટકડી વગેરે સચિત્ત પૃથ્વીના ચૂર્ણથી, સુધારેલ શાકભાજીના બારીક ટુકડા, છીલકા, કોથમીરની તાજી ચટણી આદિ દ્વારા હાથ વગેરે ખરડાયેલા છે, તો તે પ્રકારના હાથ, પાત્રાદિથી લાવીને આપવામાં આવતો આહાર પણ સાધુ ગ્રહણ કરે નહિ, પરંતુ સાધુ જાણે કે દાતાના હાથ વગેરે સચેત પાણીથી ભીના કે સ્નિગ્ધ નથી, સચેત માટી આદિથી ખરડાયેલા નથી, તો તથાપ્રકારના હાથ કે વાસણાદિથી આપવામાં આવતા અશનાદિને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય તો ગ્રહણ કરે છે.

જો તે સાધુ જાણે કે દાતાના હાથ, પાત્ર આદિ અસંસૃષ્ટ–સચેત પાણી, પૃથ્વી આદિથી ખરડાયેલા નથી, પરંતુ જે પદાર્થ આપવો છે તેનાથી ખરડાયેલા છે, તો તથાપ્રકારના હાથ કે વાસણાદિથી આપવામાં આવતા અશનાદિને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો ગ્રહણ કરી શકે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ માટે સચેત સંસૃષ્ટ આહાર ગ્રહણનો નિષેધ અને સચેત અસંસૃષ્ટ તથા તજ્જાત સંસૃષ્ટ આહાર ગ્રહણનું વિધાન છે.

ગૃહસ્થ સાધુના નિમિત્તે હાથ, વાસણાદિ ધોઈને વહોરાવે, તો સાધુને પૂર્વકૃત દોષ લાગે છે અને વહોરાવ્યા પછી હાથ વગેરે ધોવે, તો પશ્ચાત્કૃત દોષ લાગે છે.

संसृष्ट :ક્યારેક સાધુને વહોરાવવાના નિમિત્તે નહીં પરંતુ ગૃહસ્થે પોતાના કોઈ કામ માટે હાથ આદિ ધોયા હોય અને તેના હાથ સચેત પાણીથી ભીના હોય અથવા તેના હાથ, પાત્ર આદિ સચેત માટી કે સચેત વનસ્પતિ આદિથી સંસૃષ્ટ હોય, તો તેના દ્વારા સાધુ આહાર ગ્રહણ કરે નહીં કારણ કે તેમાં જીવવિરાધના થાય છે.

असंसृष्ट :જો ગૃહસ્થના હાથ, પાત્રાદિ સચેત પૃથ્વી, પાણી કે વનસ્પતિથી સંસૃષ્ટ હોય, તો તેના દ્વારા સાધુ નિર્દોષ અને પ્રાસુક આહારને ગ્રહણ કરી શકે છે.

तजात संसृष्ट :જો ગૃહસ્થના હાથ, પાત્રાદિ સચેત પૃથ્વી આદિથી સંસૃષ્ટ હોય, પરંતુ વહોરાવવા યોગ્ય ખાદ્ય પદાર્થથી સંસૃષ્ટ હોય, જેમ કે ચમચો શાકવાળો હોય, તો તે ચમચા દ્વારા પ્રાસુક અને એષણીય પદાર્થ ગ્રહણ કરી શકે છે.

અધ્યયન–1 : ઉદ્દેશક–6

50 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ખાંડી–ઝાટકી અપાતા આહાર ગ્રહણનો નિષેધ :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवाय पडियाए पविठ्ठे समाणे से जं पुण जाणेज्जापिहुयं वा बहुरयं वा जाव चाउलपलंबं वा अस्संजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए जाव मक्कडासंताणाए कोट्टिंसु वा कोट्टेंति वा कोट्टिस्संति वा उप्फणिंसु वा उप्फणिंति वा उप्फणिस्संति वा तहप्पगारं पिहुयं वा जाव चाउलपलंबं वा अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– पिहुयं = ઘઉં આદિના પોંક बहुरयं = બાજરા, મકાઈ આદિના ડોડા चाउलपलंबं = અધકચરા પકાવેલ કાચા ચોખાના કણાદિ चित्तमंताए सिलाए = સચિત્ત પૃથ્વી પર मक्कडासंताणाए = કરોળિયા આદિના જાળાથી યુક્ત સ્થાન પર कोट्टिंसु = કૂટીને તૈયાર કર્યા છે कोट्टेंति = કૂટીને તૈયાર કરી રહ્યા છે कोट्टिस्संति = કૂટસે उप्फणिंसु वा उप्फणंति वा उप्फणिस्संति = સાધુના માટે ડાંગર આદિના છીલકા જુદા કર્યા હોય, કરતા હોય અને કરશે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કેઘઉં આદિનો પોંક, બહુરજ–જેમાં ફેંકવાનું વધુ હોય તેવા મકાઈ આદિના ડોડા યાવત્ કમોદ; સાધુને આપવા માટે ગૃહસ્થે સચિત્ત શિલા ઉપર યાવત્ કરોળિયાના જાળા સહિતની શિલા ઉપર ખાંડીને તૈયાર કર્યા છે, તૈયાર કરી રહ્યા છે કે તૈયાર કરશે, તે રીતે તે પદાર્થોના ફોતરા સૂપડા વગેરેથી ઝાટકીને જુદા કર્યા છે, કરી રહ્યા છે કે કરશે, તો તેવા પ્રકારના ઘઉં આદિને અપ્રાસુક અને અનેષણીય જાણીને સાધુ ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

बिलं वा लोणं, उब्भियं वा लोणं; अस्संजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए जाव संताणाए भिंदिंसु वा भिंदंति वा भिंदिस्संति वा; रुचिंसु वा रुचंति वा रुचिस्संति वा, तहप्पगारं बिलं वा लोणं, उब्भियं वा लोणं अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– बिलं वा लोणं = બાળેલું મીઠું, બલવણ, અગ્નિ પર શેકેલું કોઈ પણ પ્રકારનુ મીઠું उब्भियं वा लोणं = ઉદ્ભિન્ન, કોઈ પણ શસ્ત્રથી ભેદાયેલું અર્થાત્ શસ્ત્ર પરિણત થઈને અચિત્ત થયેલું મીઠું भिंदिंसु वा भिंदंति वा भिंदिस्संति = ભેદ્યું છે, ભેદે છે અને ભેદશે કે रुचिंसु रुचंति रुचिस्संति = શિલા આદિ ઉપર પીસ્યું છે, પીસે છે કે પીસશે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે ગૃહસ્થે અગ્નિ પરિણત મીઠું–બલવણ કે લીંબુ આદિ શસ્ત્ર પરિણત મીઠાને સાધુ માટે સચેત શિલા આદિ ઉપર ખાંડ્યું છે, ખાંડે છે કે ખાંડશે; બારીક પીસ્યું છે, પીસે છે કે પીસશે, તો તેવા પ્રકારના મીઠાને અપ્રાસુક અને અનેષણીય સમજીને ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

असणं वा पाणं वा खाइमं वा साइमं वा अगणि–णिक्खित्तं, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा 5

6

7

51

केवली बूयाआयाणमेयं असंजए भिक्खुपडियाए उस्सिंचमाणे वा णिस्सिंचमाणे वा आमज्जमाणे वा पमज्जमाणे वा ओयारेमाणे वा उव्वत्तेमाणे वा अगणिजीवे हिंसेज्जा अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा, एस हेऊ, एस कारणं, एसुवएसेजं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अगणिणिक्खित्तं अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– उस्सिंचमाणे = અગ્નિ ઉપર રાખેલા વાસણમાં નાખતાં णिस्सिंचमाणे = અગ્નિ ઉપર રાખેલ વાસણમાંથી કાઢતા અથવા ઊભરાતા દૂધને શાંત કરતા आमज्जमाणे = હાથાદિથી હલાવતા કે

पमज्जमाणे = વારંવાર હલાવતા કે ओयारेमाणे = અગ્નિ પરથી ઉતારતા કે उव्वत्तेमाणे = વાસણને ત્રાંસું કરતા पुव्वोवदिठ्ठा = પૂર્વોપદિષ્ટ અર્થાત્ તીર્થંકર ભાષિત છે अगणिणिक्खित्तं = અગ્નિ ઉપર રાખેલા.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે અશનાદિ આહાર અગ્નિ ઉપર રાખેલો છે. તો તેવા અશનાદિ ચારે પ્રકારના આહારને પ્રાપ્ત થવા છતાં પણ અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ.

કેવળી ભગવાન કહે છે કે કર્મના આશ્રવનો માર્ગ છે, કારણ કે ગૃહસ્થ સાધુના લક્ષ્યે અગ્નિ ઉપર રાખેલા વાસણમાંથી આહાર કાઢતા, ઊભરાતા દૂધ આદિને પાણી આદિનો છંટકાવ કરી શાંત કરતા, તેને હાથ આદિથી એકવાર કે વારંવાર હલાવતાં, અગ્નિ ઉપરથી નીચે ઊતારતાં કે વાસણને ત્રાંસુ કરતાં, તે અગ્નિકાયના જીવોની હિંસા કરે છે. જેથી તીર્થંકર ભગવંતોએ પહેલાંથી ભિક્ષુઓને માટે આ પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ કહ્યો છે કે સાધુ–સાધ્વી અગ્નિ ઉપર રાખેલા અશનાદિ ચારે પ્રકારના આહારને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં મુખ્યત્વે વાયુકાય અને અગ્નિકાય જીવોની વિરાધના યુક્ત આહાર ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.

ગૃહસ્થો ભૂંજેલા કે શેકેલા પદાર્થોને સાધુ માટે ખાંડીને, તેનું ભૂસું કાઢીને, ફોતરા ઊડાડીને આપે તો તેમાં વાયુકાયની વિરાધના થાય છે અને ખાંડવા માટેની શિલા વગેરે સચિત્ત કે અન્ય જીવ યુક્ત હોય તો તે જીવોની વિરાધના થાય છે.

बिलं वा लोणं, उब्भियं वा लोणं :બિલ લવણ, ઉદ્ભિન્નલવણ. બંને અચિત્ત થયેલા મીઠાના નામ છે. સામાન્ય રીતે મીઠું પૃથ્વીકાય હોવાથી સચેત છે. તેને અન્ય વિજાતીય શસ્ત્રનો સંયોગ થાય, ત્યારે તેનાથી પરિણત થઈને તે અચેત થાય છે, જેમ કે મીઠાને શેકી નાંખે ત્યારે તે અગ્નિ પરિણત થવાથી અચેત થઈ જાય છે. તેવું બાળેલું મીઠું કે શેકેલું મીઠું બિલ લવણ–બલવણ અચેત છે અથવા લીંબુ, મરચા કેરીમાં આદિમાં મીઠું ભરીને રાખે. લીંબું આદિના રસરૂપી શસ્ત્ર પરિણત થઈને તે સચેત મીઠું અચેત થાય છે. રીતે અન્ય કોઈ પણ શસ્ત્રથી અચેત થયેલું મીઠું ઉદ્ભિન્ન લવણ–મીઠું કહેવાય છે.

અધ્યયનના દસમા ઉદ્દેશકમાં બંને પ્રકારના મીઠાનો સાધુ ઉપયોગ કરી શકે છે, તેવું વિધાન છે અને શ્રી નિશીથ સૂત્રના બારમા ઉદ્દેશકમાં પણ બંને પ્રકારના મીઠાના નામ છે, ત્યાં સાધુને સંગ્રહ કરી અધ્યયન–1 : ઉદ્દેશક–6

52 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ રાત્રે રાખીને તેનો ઉપયોગ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં સચેત મીઠાના અનેક નામ આપ્યા છે, તેમાં બે નામ નથી. રીતે આગમ પાઠોને જોતાં સ્પષ્ટ થાય છે કે

અચિત્ત મીઠાના વર્ણન પ્રસંગે બે પ્રકારના મીઠાનું કથન હોય છે.

બંને પ્રકારના અચિત્ત મીઠાને ગૃહસ્થો સાધુ માટે ખાંડે કે પીસે તો તે સાધુ માટે અગ્રાહ્ય છે, કારણ કે અચેત ખાદ્ય પદાર્થોમાં કોઈ પણ પ્રકારે પરિવર્તન કરવામાં અન્ય જીવોની વિરાધનાની સંભાવના છે. ખાંડવા, પીસવા વગેરેમાં વાયુકાયની હિંસા થાય છે, તેથી સાધુના નિમિત્તે કોઈ પરિકર્મ થાય, તો તે સાધુને કલ્પનીય નથી.

ક્યારેક ગૃહસ્થો સાધુને જોઈને શાક, દાળ આદિ ચૂલા પરથી નીચે ઉતારે, ક્યારેક તેને ગરમ કરે, ચૂલા પર રહેલા મોટા તપેલામાંથી સાધુને વહોરાવવા માટે શાક આદિ નાના વાસણમાં કાઢે, દૂધ ઊભરાતું હોય, તો તેમાં પાણી છાંટે, ઇત્યાદિ સર્વ ક્રિયાઓમાં અગ્નિકાયિક જીવોની વિરાધના થાય છે, માટે તે આહાર સાધુને અગ્રાહ્ય છે. અગ્નિ ઉપર રહેલા પદાર્થ લેવામાં પણ અનેક રીતે અગ્નિકાયની વિરાધના થાય છે તે સૂત્ર પાઠથી સ્પષ્ટ છે.

સંક્ષેપમાં સાધુને વહોરાવવાના નિમિત્તે કોઈ પણ જીવોને અંશ માત્ર પણ કિલામના કે પરિતાપના થાય, તેવો આહાર સાધુને માટે કલ્પનીય નથી.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए त्ति बेमि ભાવાર્થ :– પિંડૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે.

તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–1/6 સંપૂર્ણ ।। 8

53

પહેલું અધ્યયન : સાતમો ઉદ્દેશક માલોપહૃત દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ :

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुणं जाणेज्जा–

असणं वा पाणं वा खाइमं वा साइमं वा; खंधंसि वा थंभंसि वा मंचंसि वा मालंसि वा पासादंसि वा हम्मियतलंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि उवणिक्खित्ते सिया तहप्पगारं मालोहडं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा । केवली बूयाआयाणमेयं असंजए भिक्खुपडियाए पीढं वा फलगं वा णिस्सेणिं वा उदूहलं वा अवहट्टु उस्सविय दुरुहेज्जा से तत्थ दुरुहमाणे पयलेज्ज वा पवडेज्ज वा से तत्थ पयलमाणे वा पवडमाणे वा हत्थं वा पायं वा बाहुं वा ऊरुं वा उदरं वा सीसं वा अण्णयरं वा कायंसि इंदियजायं लूसेज्ज वा; पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा वत्तेज्ज वा लेसेज्ज वा संघसेज्ज वा संघट्टेज्ज वा परियावेज्ज वा किलामेज्ज वा ठाणाओ ठाणं संकामेज्ज वा तं तहप्पगारं मालोहडं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिगाहेज्जा શબ્દાર્થ :– खंधंसि = ભીંત ઉપર રાખ્યું હોય थंभंसि = થાંભલા ઉપર રાખેલ मंचंसि = માંચડા ઉપર मालंसि = માળ ઉપર पासादंसि = મહેલ ઉપર हम्मियतलंसि = હવેલીના માળ ઉપર अण्णयरंसि = અન્ય કોઈ तहप्पगारंसि = પ્રકારના अंतलिक्खजायंसि = સીડી મૂકીને જે પદાર્થ ઉતારી શકાય તેવા સ્થાનો પર उवणिक्खित्ते सिया = રાખ્યું હોય पीढं = બાજોઠને फलगं = પાટિયાને णिस्सेणिं = સીડીને उदूहलं = ખાંડણિયાને अवहट्टु = લાવીને उस्सविय = ઊંચું કરીને दुरुहेज्जा = ચઢે पयलेज्ज = પગ લપસી જાય पवडेज्ज = પડી જાય इंदियजायं = અંગોપાંગ लूसेज्ज = ઈજા પહોંચે अभिहणेज्ज = હિંસા થાય वत्तेज्ज = તેને ત્રાસ થાય लेसेज्ज = મસળાય જાય संघसेज्ज = સંઘર્ષિત થાય संघट्टेज्ज = અથડાય જાય परियावेज्ज = પરિતાપના થાય.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે ભિક્ષા પ્રાપ્તિને માટે પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે અશનાદિ ચારે પ્રકારનો આહાર ગૃહસ્થને ત્યાં ભીંત ઉપર, થાંભલા ઉપર, માંચડા ઉપર, ઘરના ઉપરના ભાગમાં, મહેલ ઉપર અને હવેલીના બીજા ત્રીજા માળ ઉપર તથા બીજા પણ તેવા પ્રકારના નીસરણી ઉપર ચડીને ઉતારી શકાય તેવા ઊંચા સ્થાન પર રાખેલો છે, તો તે પ્રકારની ઊંચી જગ્યાએથી ઉતારીને આપવામાં આવતો અશનાદિ ચારે પ્રકારનો આહાર અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને સાધુ ગ્રહણ કરે નહિ.

કેવલી ભગવાન કહે છે કર્મબંધનું કારણ છે, કારણ કે ગૃહસ્થ સાધુને આહાર આપવાના ઉદ્દેશ્યથી ઉપરના ભાગમાંથી ઉતારવા માટે બાજોઠ, પાટલો, નિસરણી કે ખાંડણિયાદિને લાવીને તેના ઉપર 1

અધ્યયન–1 : ઉદ્દેશક–7

54 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ચઢે, ઉપર ચઢતા તે ગૃહસ્થ લપસી જાય કે પડી જાય અને તેના હાથ, પગ, ભુજા, છાતી, પેટ, મસ્તક કે

શરીરના કોઈ પણ અવયવ ભાંગી જાય અથવા તેના પડવાથી પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા થાય, તે જીવો ધૂળ આદિમાં દબાઈ જાય, કચડાઈ જાય, અથડાઈ જાય, પીડા થાય, સંતાપ થાય, ત્રસ્ત થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંક્રમણ થાય, મૃત્યુ પણ પામી જાય તેથી તથાપ્રકારનો માલોપહૃત–ઊંચા સ્થાને રાખેલો અશનાદિ ચારે પ્રકારનો આહાર પ્રાપ્ત થવા છતાં સાધુ તેને ગ્રહણ કરે નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

असणं वा पाणं वा खाइमं वा साइमं वा कोठ्ठियाओ वा कोलेज्जाओ वा असंजए भिक्खुपडियाए उक्क‘ज्जिय अवउज्जिय ओहरिय आहट्टु दलएज्जा। तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा मालोहडं ति णच्चा लाभे संते णो पडिगाहेज्जा શબ્દાર્થ :– कोठ्ठियाओ = ઉપરથી નીચે સુધી સમાન પહોળાઈવાળી માટીની કોઠીમાંથી कोलेज्जाओ = ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી કોઠી उक्क‘ज्जिय = અત્યંત નમીને अवउज्जिय = તિરછા, વાંકાવળી ओहरिय आहट्टु = કાઢી લાવીને दलएज्जा = આપે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે એમ જાણે કે ગૃહસ્થ સાધુ માટે અશનાદિ ચારે પ્રકારનો આહાર ઉપરથી નીચે સુધી એક સમાન પહોળાઈવાળી કોઠીમાંથી કે ઉપરથી સાંકડી અને નીચેથી પહોળી કોઠીમાંથી અત્યંત નીચા નમીને, અત્યંત વાંકાવળીને અશનાદિ બહાર કાઢીને આપવાની ઇચ્છા કરે, તો સાધુ તેવા પ્રકારના અશનાદિને માલોપહૃત દોષયુક્ત જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહીં.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં માલોપહૃત દોષયુક્ત આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે.

मालोहडं :માલોપહૃત. તે ઉદ્ગમના સોળ દોષમાં તેરમો દોષ છે. ઉપર, નીચે કે તિરછી દિશામાં જ્યાં સહેલાઈથી હાથ પહોંચી શકતા હોય, ત્યાં પગના પંજા ઉપર ઊંચા થઈને, નિસરણી, ટિપાઈ કે બાજોઠ આદિ ઉપર ચઢીને, આહાર ઉતારીને, કોઠી આદિમાંથી આહાર બહાર કાઢીને સાધુને આપવામાં આવે, તો તે આહાર માલોપહૃત દોષયુક્ત કહેવાય છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે– (1) ઊર્ધ્વ માલોપહૃતઉપરથી ઉતારેલો ( ર) અધો માલોપહૃતભૂમિઘર અથવા તલઘર કે ભોંયરામાંથી કાઢીને લાવેલો (3)