This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

તે સાધુએ ભિક્ષાના સમયે અન્ય ભિક્ષુઓની સાથે ગામમાં ઉચ્ચ, નિમ્ન, મધ્યમ કુળોમાંથી સામુદાનિક ભિક્ષાથી પ્રાપ્ત થયેલો એષણીય, વેષથી પ્રાપ્ત અને નિર્દોષ આહાર અન્ય સાધુઓની સાથે જ સમભાવપૂર્વક કરવો જોઈએ.

વિવેચન :–

જૈન શ્રમણો એકાંત આત્મ સાધના માટે પુરુષાર્થ કરે છે અને જગતના સર્વ જીવો સાથે મૈત્રી અને વાત્સલ્ય ભાવપૂર્વકનો વ્યવહાર કરે છે. તેમાં પણ આત્મસાધનાના પથિક અન્ય સાધુઓ સાથે તેનો વિશેષ વાત્સલ્ય સભર વ્યવહાર હોય, તે સહજ છે.

તેમ છતાં કોઈ સાધુ પોતાની સંકુચિત દષ્ટિથી અન્ય સાધુઓ સાથે માયા–કપટ કરીને તુચ્છ વ્યવહાર કરે, તેવી સંભાવનાને નજર સમક્ષ રાખીને શાસ્ત્રકારે તેમ કરવા માટે પ્રેરણાત્મક સંદેશ સૂત્રમાં આપ્યો છે.

સૂત્રકારનો આશય મૂળપાઠ અને ભાવાર્થમાં સ્પષ્ટ છે કે આત્માર્થી મુનિ રસલોલુપતાથી માયાચારનું સેવન કરે, પરંતુ અન્ય મુનિઓ સાથે સરળતાપૂર્વક સેવાભાવ યુક્ત વ્યવહાર કરે. તે તેના માટે નિર્જરાનું કારણ બને છે.

एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए त्ति बेमि ભાવાર્થ :– પિંડૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–1/4 સંપૂર્ણ ।। 4

અધ્યયન–1 : ઉદ્દેશક–4

36 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પહેલું અધ્યયન : પાંચમો ઉદ્દેશક અગ્રપિંડ ગ્રહણ વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवायपडियाए पविठ्ठे समाणे से जं पुण जाणेज्जाअग्गपिंडं उक्खिप्पमाणं पेहाए, अग्गपिंडं णिक्खिप्पमाणं पेहाए, अग्गपिंडं हीरमाणं पेहाए, अग्गपिंडं परिभाइज्जमाणं पेहाए, अग्गपिंडं परिभुज्जमाणंपेहाए, अग्गपिंडं परिठ्ठविज्जमाणं पेहाए, पुरा असिणाइ वा अवहाराइ वा, पुरा जत्थण्णे समण–माहण–अतिहि–किवण–वणीमगा खद्धं–खद्धं उवसंकमंति, से हंता अहमवि खद्धं–खद्धं उवसंकमामि माइठ्ठाणं संफासे णो एवं करेज्जा। શબ્દાર્થ :– अग्गपिंडं = અગ્રપિંડને उक्खिप्पमाणं = કાઢતાणिक्खिप्पमाणं पेहाए= બીજી જગ્યાએ રાખતા જોઈને हीरमाणं पेहाए = કોઈ જગ્યાએ લઈ જવાતા જોઈને परिभाइज्जमाणं पेहाए = વેંચતા, ભાગ કરતા જોઈને परिभुज्जमाणं पेहाए = જમતા જોઈને परिठ्ठविज्जमाणं पेहाए = પરઠતા, ચારે બાજુ ઉડાડતા જોઈને पुरा असिणाइ = પહેલા શ્રમણાદિ જમીને ચાલ્યા ગયા હોય છે अवहाराइ = લઈને ચાલ્યા ગયા છે खद्धं–खद्धं = જલ્દી–જલ્દી उवसंकमंति = જાય છે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે કોઈ ઘરમાં અગ્રપિંડને કાઢી રહ્યા છે, અગ્રપિંડને કોઈ અન્ય જગ્યાએ રાખી રહ્યા છે, અગ્રપિંડને ક્યાંક લઈ જઈ રહ્યા છે, અગ્રપિંડને વિભાજિત કરી રહ્યા છે, અગ્રપિંડને ખાઈ રહ્યા છે, અગ્રપિંડને ચારે બાજુ ઉડાડી રહ્યા છે, પહેલાં શ્રમણાદિ અગ્રપિંડનું ભોજન કરીને ચાલ્યા ગયા છે અને કેટલાક અગ્રપિંડને લઈને ચાલ્યા ગયા છે, અમે પણ પહેલાં પહોંચીએ ભાવથી કેટલાક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર, યાચક આદિ જલદી–જલદી આવી રહ્યા છે, તો તેઓને જોઈને કોઈ સાધુ એવો વિચાર કરે કે હું પણ જલદી–જલદી અગ્રપિંડ લેવા જાઉં, તો તેમ કરનાર સાધુ માયા–સ્થાનનું સેવન કરે છે, માટે સાધુએ તેમ કરવું જોઈએ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને અગ્રપિંડ ગ્રહણનો નિષેધ કર્યો છે.

અગ્રપિંડ :– તેના બે અર્થ થાય છે– (1) દાન માટેનું શ્રેષ્ઠ ભોજન. (ર) રસોઈ તૈયાર થઈ ગયા પછી કોઈ પણ વ્યક્તિ જમે તે પહેલા તેમાંથી દાન માટે કઢાતું થોડું ભોજન.

પ્રસ્તુત પ્રસગંમાં સૂત્રકારે અગ્રપિંડની વિવિધ ક્રિયાઓનું વર્ણન કર્યું છે, તેના આધારે સ્પષ્ટ થાય છે કે અહીં પણ અગ્રપિંડ શબ્દ પ્રયોગ પ્રથમ ઉદ્દેશકના દશમા સૂત્રની જેમ દાન માટેના શ્રેષ્ઠ ભોજનનો જ બોધક છે. અગ્રપિંડની વિવિધ ક્રિયાઓ પ્રમાણે છે– (1) અગ્રપિંડને કાઢવો ( ર) બીજા સ્થાને રાખવો (3) અન્યત્ર લઈ જવો (4) તેનું વિભાજન કરવું ( પ) સ્વયં ખાવો (6) ચારે દિશામાં ઉડાડવો (7) વિવિધ ભિક્ષાચરોને આપવો. તે ભિક્ષાચરોમાંથી કેટલાક ત્યાં જમી લે છે, કેટલાક સાથે લઈને ચાલ્યા જાય છે, કેટલાક લેવા માટે જલદી–જલદી આવી રહ્યા હોય છે.

1

37

અગ્રપિંડની ઉપરોક્ત કોઈ પણ ક્રિયા જોઈને સાધુ તે આહાર ગ્રહણ કરવા જાય નહીં, કારણ કે તે દાનપિંડ છે. તેને ગ્રહણ કરવાથી અન્ય વ્યક્તિને અંતરાય પડે છે, તેથી પ્રથમ ઉદ્દેશકમાં તેનો નિષેધ કર્યો છે.

અહીં આહારની લોલુપતાથી સાધુને તે આહાર માટે જલદી–જલદી જવાનો નિષેધ છે.

સાધુની શીઘ્રગતિમાં– (1) તેની આતુરતા અને રસલોલુપતાનો ભાવ પ્રગટ થાય છે, (ર) ઈર્યા સમિતિનું પાલન થતું નથી, (3) બીજા પહોંચે તે પહેલા મારે પહોંચવું છે. તેવી ભાવનાથી ક્યારેક માયા–

કપટ કરવું પડે છે, (4) મને આહાર મળશે કે નહીં તેવા અનેક વિકલ્પોથી ચિત્ત વ્યગ્ર રહે છે, (પ) ચિત્તની વ્યગ્રતાથી આહારની સદોષતા–નિર્દોષતાનું યથાર્થ પરીક્ષણ થતું નથી, (6) સાધુની દીનતા પ્રગટ થાય અને જિનશાસનની અવહેલના થાય છે.

રીતે દાન માટેના શ્રેષ્ઠ ભોજન રૂપ અગ્રપિંડના ગ્રહણમાં અનેક દોષોની સંભાવના હોવાથી સાધુ તેને ગ્રહણ કરે નહીં.

વિષમ માર્ગમાં ગમન વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं जाव पविठ्ठे समाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा, सइ परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा । केवली बूयाआयाणमेयं से तत्थ परक्कममाणे पयलेज्ज वा पक्खलेज्ज वा पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा पक्खलमाणे वा पवडमाणे वा; तत्थ से काए उच्चारेण वा पासवणेण वा खेलेण वा सिंघाणेण वा वंतेण वा पित्तेण वा पूएण वा सुक्केण वा सोणिएण वा उवलित्ते सिया तहप्पगारं कायं णो अणंतरहियाए पुढवीए, णो ससिणिद्धाए पुढवीए, णो ससरक्खाए पुढवीए, णो चित्तमंताए सिलाए, णो चित्तमंताए लेलूए, कोलावासंसि वा दारुए जीवपइठ्ठिए; सअंडे, सपाणे जाव संताणए; णो आमज्जेज्ज वा णो पमज्जेज्ज वा णो संलिहेज्ज वा णो णिल्लिहेज्ज वा णो उव्वलेज्ज वा णो उव्वट्टेज्ज वा णो आयावेज्ज वा णो पयावेज्ज वा । से पुव्वामेव अप्पससरक्खं तणं वा पत्तं वा कठ्ठं वा सक्करं वा जाइज्जा, जाइत्ता से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अहे झामथंडिल्लंसि वा जाव अण्णयरंसि वा तहप्पगारंसि पडिलेहिय–पडलेहिय पमज्जिय–पमज्जिय तओ संजयामेव आमज्जेज्ज वा पमज्जेज्ज वा संलिहेज्ज वा णिल्लिहेज्ज वा उव्वलेज्ज वा उव्वट्टेज्ज वा आयावेज्ज वा पयावेज्ज वा શબ્દાર્થ :– अंतरा = માર્ગમાં वप्पाणि = ઊંચી, નીચી જમીન હોય અથવા બીજ વાવવા માટે ખેતરમાં ક્યારા બનાવ્યા હોય फलिहाणि = ખાઈ ખોદી રાખી હોય पागाराणि = ખંડિત કિલ્લો तोरणाणि = તોરણ દ્વાર अग्गलाणि = અર્ગલા, દરવાજા બંધ કરવાનો આગળીયો अग्गलपासगाणि = જેમાં અર્ગલા બંધ કરવામાં આવે છે, તે વિભાગ सइ परक्कमे = બીજો રસ્તો હોય તો संजयामेव = યતનાપૂર્વક અધ્યયન–1 : ઉદ્દેશક–પ 2

38 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ परक्कमेज्जा = તે રસ્તેથી જાય उज्जुयं = તે સીધા, ટૂંકા રસ્તેથી णो गच्छेज्जा = જાય નહિ.

पयलेज्ज = ડગમગે કે સ્ખલના પામે पक्खलेज्ज = લપસી જાય पवडेज्ज = પડી જાય उवलित्ते सिया = ખરડાઈ જાય तहप्पगारं कायं = તથા પ્રકારથી ખરડાયેલા શરીરને अणंतरहियाए पुढवीए = પૃથ્વી અર્થાત્ સચેત પૃથ્વીથી ससिणिद्धाए पुढवीए = સ્નિગ્ધ પૃથ્વીથી ससरक्खाए पुढवीए = રજસહિતની પૃથ્વીથી चित्तमंताए सिलाए = સચેત શિલાથી चित्तमंताए लेलूए = સચેત ઢેફાથી कोलावासंसि = ઘુણથી યુક્ત दारुए = લાકડાથી जीवपइठ्ठिए = જીવ પ્રતિષ્ઠિત અર્થાત્ લાકડામાં ઉધઈ, માંકડ આદિ જીવો હોય णो आमज्जेज्ज = એકવાર આમર્જન કરે નહિ णो पमज्जेज्ज = ફરી–ફરી પ્રમાર્જન કરે નહિ णो संलिहेज्ज = લૂછે નહિ णो णिल्लिहेज्ज = વિશેષ લૂછે નહિ णो उव्वलेज्ज = ઘર્ષણ કરે નહીં णो उव्वट्टेज्ज = વિશેષ ઘર્ષણ કરે નહિ णो आयावेज्ज = તડકામાં સૂકવે નહિ णो पयावेज्ज = તડકામાં વિશેષ સૂકવે નહિ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં ગોચરી માટે જતાં હોય, ત્યારે રસ્તાની વચ્ચે ટેકરાઓ અથવા ખેતરના ક્યારાઓ, ખાઈઓ, ખંડેર થઈ ગયેલો કોટ, તેના તોરણદ્વારો, આગળિયો કે આગળિયાનો અગ્રભાગ વગેરે અવશેષો પડ્યા હોય અને તેના કારણે રસ્તો વિષમ બની ગયો હોય, તો સંયમી સાધુ તે રસ્તેથી જાય નહીં. જો બીજો રસ્તો ફરીને જતો હોય તોપણ સાધુ તે રસ્તાથી જાય, પરંતુ તે સીધા અને ઉબડ–ખાબડ માર્ગથી જાય, કારણ કે કેવળી ભગવંતોએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે.

ક્યારેક તેવા વિષમ માર્ગથી જતા સાધુનો પગ લપસી જાય, શરીર ધ્રુજી જાય કે પડી જાય છે અને ક્યારેક લપસી જવાથી, ધ્રૂજી જવાથી કે પડી જવાથી સાધુનું શરીર મળ, મૂત્ર, કફ, લીંટ, વમન, પિત્ત, પરુ, વીર્ય અથવા લોહીથી ખરડાઈ જાય ત્યારે સાધુ તે મળ, મૂત્રાદિથી ખરડાયેલા શરીરને સચેત માટીથી, સ્નિગ્ધ માટીથી, સચેત ચિકણી માટીથી, સચેત પથ્થરથી, સચેત પથ્થરના ઢેફાથી કે ઘુણ લાગેલા લાકડાથી, જીવયુક્ત લાકડાથી તેમજ વિકલેન્દ્રિય જીવોના ઈંડા આદિથી યુક્ત લાકડાથી (1– ર) એકવાર કે અનેકવાર (અલ્પ કે વિશેષ) સાફ કરે નહિ, (3–4) એકવાર કે વારંવાર(અલ્પ કે વિશેષ) લૂછે નહિ, (પ–6) એકવાર કે અનેકવાર ઉબટનાદિ લગાવે નહિ અને (7–8) એકવાર કે અનેકવાર તડકામાં સૂકવે નહિ.

તે સાધુ પહેલાંથી સચેત રજ આદિથી રહિત અચેત ઘાસ, પાંદડા, લાકડા, કાંકરા આદિની યાચના કરે અને એકાંત સ્થાનમાં જાય; ત્યાં જઈને અચેત જગ્યાનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરીને યત્નાપૂર્વક ખરડાયેલા તે શરીરને સાફ કરે, લૂછે, માટી આદિ લગાવે કે તડકામાં એકવાર કે વારંવાર(અલ્પ કે વિશેષ)

સુકાવે અને શુદ્ધ કરે.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–

गोणं वियालं पडिपहे पेहाए, महिसं वियालं पडिपहे पेहाए, एवं मणुस्सं आसं हत्थिं सीहं वग्घं विगं दीवियं अच्छं तरच्छं परिसरं सियालं विरालं सुणयं कोलसुणयं कोकंतियं चित्ताचिल्लडयं वियालं पडिपहे पेहाए सइ परक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा શબ્દાર્થ :– गोणं = બળદ वियालं = મદોન્મત્ત, વિકરાળ पडिपहे = રસ્તાને રોકીને ઊભા છે पेहाए = જોઈને महिसं वियालं = મદોન્મત્ત પાડો वग्घं = વાઘ विगं = વરુ दीवियं = ચિત્તા अच्छं = રીંછतरच्छं 3

39

= વાઘની જાતિ વિશેષ परिसरं = અષ્ટાપદ सियालं = શિયાળ विरालं = બિલાડા सुणयं = કૂતરા कोलसुणयं = જંગલી ભૂંડ, સૂવર कोकंतियं = શિયાળ જેવા નિશાચર પ્રાણીचित्ताचिल्लडयं= જંગલના પ્રાણી વિશેષ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે જઈ રહ્યા હોય, ત્યારે તે રસ્તામાં સામે, મદોન્મત્ત (વિકરાળ) સાંઢ, પાડા, દુષ્ટ મનુષ્ય, ઘોડા, હાથી, સિંહ, વાઘ, વરુ, ચિત્તા, રીંછ, વાઘ વિશેષ, અષ્ટાપદ, શિયાળ, બિલાડા, કૂતરા, જંગલી સૂવર, શિયાળ વિશેષ, ચિત્તા ચિલ્લડક–જંગલી વરુવિશેષ, રસ્તા રોકીને ઊભા હોય કે બેઠા હોય, તેવી પરિસ્થિતિમાં બીજો રસ્તો હોય તો તે ભયવાળા માર્ગથી સાધુ જાય નહિ.

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे अंतरा से ओवाए वा खाणुं वा कंटए वा घसी वा भिलुगा वा विसमे वा विज्जले वा परियावज्जेज्जा, सइ परक्कमे संजयामेव परक्कमेज्जा; णो उज्जुयं गच्छेज्जा। શબ્દાર્થ :– ओवाए = ખાડો હોય खाणुं = ઠૂંઠું હોય कंटए = કાંટા હોય घसी = પર્વતની ઢાળવાળી જમીન હોય भिलुगा = ફાટેલી જમીન હોય विसमे = ઊંચી નીચી ધરતી હોય विज्जले = કીચડ હોય परियावज्जेज्जा = તેવો માર્ગ આવી જાય.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરોમાં ભિક્ષા માટે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં વચ્ચે ખાડો, ઠૂંઠું, કાંટા, ઢાળવાળી જગ્યા, ફાટેલી જમીન, ઊંચો–નીચો રસ્તો કે કીચડ અથવા કાદવ આવે ત્યારે સાધુ નજીકમાં કોઈ બીજો રસ્તો હોય તો ત્યાંથી ચાલે, પરંતુ ખાડા આદિવાળા તે સીધા(ટૂંકા) રસ્તે ચાલે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વિષમ માર્ગે કે ભયવાળા માર્ગે ચાલવાનો નિષેધ કરીને તેમાં થતાં અનિષ્ટોનું કથન કર્યું છે. રસ્તો ઊંચો–નીચો હોય, ખાઈ, ખંડિત કિલ્લો અને તેના આગળિયો આદિ અવશેષ રૂપ મોટી વસ્તુ વચ્ચે પડી હોય, મદોન્મત્ત આખલા, પાડા, જંગલી જાનવરો વચ્ચે ઊભા હોય, રસ્તાની વચ્ચે ખાડા આદિ હોય કે કાદવ કીચડ હોય, તો તેવા વિષમ માર્ગે સાધુ જાય નહીં, તેવા વિષમ માર્ગે જવાથી ક્યારેક સાધુને લપસી કે પડી જવાનો ભય રહે છે અને જંગલી જાનવરોથી બચવા માટે જલ્દી ચાલતા ક્યારેક પડી જાય છે. પડી જવાથી ત્યાં રહેલા જીવોની વિરાધના થાય, તેનાથી સંયમની વિરાધના થાય છે. સતત ભયભીત રહેવાથી, ચિત્તની વ્યગ્રતાથી આત્મવિરાધના થાય છે, તેથી सइ परक्कम्मे संजयामेव परक्कमेज्जा ……… વિધાન અનુસાર જો અન્ય માર્ગ હોય, તો મુનિએ તેવા વિષમ માર્ગે જવું જોઈએ, પરંતુ અન્ય માર્ગ હોય, તો તેવા વિષમ માર્ગે અત્યંત સાવધાનીથી યતનાપૂર્વક ગમન કરવું જોઈએ.

વિષમ માર્ગે યતનાપૂર્વક ગમન કરવા છતાં પણ જો ક્યારેક સાધુ લપસી જાય, તેનું શરીર કાદવ–કીચડ આદિ અશુદ્ધિમય પદાર્થોથી ખરડાય જાય, તો તેને સાફ કરવા સચિત્ત પત્થર વગેરેનો ઉપયોગ કરે નહીં, પરંતુ શાંતિથી એકાંત સ્થાનમાં જઈને નિર્દોષ રીતે અચેત પથ્થરાદિથી સાફ કરે, જો સાધુ પાસે પ્રાસુક જળ હોય કે નજીકમાં મળવાની શક્યતા હોય તો તેનાથી પણ શુદ્ધિ કરી શકાય છે.

બંધ દ્વાર ખોલવામાં વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लस्स दुवारबाहं कंटगबोंदियाए 4

5

અધ્યયન–1 : ઉદ્દેશક–પ 40 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ परिपिहियं पेहाए, तेसिं पुव्वामेव उग्गहं अणणुण्णविय अपडिलेहिय अप्पमज्जिय णो अवंगुणेज्ज वा पविसेज्ज वा णिक्खमेज्ज वा तेसिं पुव्वामेव उग्गहं अणुण्णविय पडिलेहिय पमज्जिय तओ संजयामेव अवंगुणेज्ज वा पविसेज्ज वा णिक्खमेज्ज वा શબ્દાર્થ :– दुवारबाहं = દ્વાર ભાગને कंटगबोंदियाए = કાંટાના જાળાથી परिपिहियं = બંધ કરવામાં આવ્યો હોય उग्गहं = આજ્ઞા માગે अणणुण्णविय = રજા લીધા વિના अप्पमज्जिय = પ્રમાર્જન કર્યા વિના णो अवंगुणेज्ज = તે દરવાજો ખોલે નહિ पविसेज्ज = ખોલીને પ્રવેશ કરે નહિ णिक्खमेज्ज = નીકળે નહિ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે જઈ રહ્યા હોય, ત્યારે ઘરનું આંગણું કે ફળીયું કાંટાની વાડથી બંધ કરેલું હોય, તો તે જોઈને તે ઘરના માલિકની આજ્ઞા લીધા વિના, તેનું પ્રતિલેખન કર્યા વિના અને(જીવજંતુ આદિ હોય, તો) રજોહરણાદિથી પ્રમાર્જન કર્યા વિના તેને ખોલે નહિ, પ્રવેશ કરે નહિ અને તેમાંથી બહાર નીકળે નહિ, પરંતુ પહેલાં માલિકની રજા લઈને પ્રતિલેખન કરે અને જીવજંતુ હોય, તો રજોહરણાદિથી પોંજીને તેને ખોલે, પછી તેમાં પ્રવેશ કરે અને ત્યાંથી નીકળે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુને ગૃહસ્થના બંધ દરવાજા ખોલીને ગોચરી જવાનો વિવેક દર્શાવ્યો છે.

જે ઘરનો દરવાજો કાંટાની વાડ આદિથી બંધ હોય, તો આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના, ઉપરથી દીવાલ ઓળંગીને કે કાંટા દૂર કરીને પ્રવેશ કરવો સાધુ માટે યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી સાધુને અદત્તનો દોષ લાગે, ગૃહસ્થને સાધુ પ્રત્યે ઘૃણા કે દ્વેષ થાય, તે સાધુ ઉપર ચોરીનો આરોપ પણ મૂકે, ક્યારેક દરવાજા ખુલ્લા રહી જવાથી કોઈ વસ્તુ ચોરાઈ જાય કે કોઈ પશુ દ્વારા વસ્તુ ભાંગે–તૂટે તો સાધુ પ્રત્યે શંકા થાય છે.

જો તે ઘરમાં જવું આવશ્યક હોય તો તે ઘરના સભ્યની રજા લઈને દરવાજાનું પ્રતિલેખન, પ્રમાર્જન કરીને યતનાપૂર્વક ખોલીને જાય.

સંક્ષેપમાં સાધુના વ્યવહારથી શાસનની હીલના થાય, લોકોને સાધુ પ્રત્યે અભાવ થાય, તેમજ સાધુને સૂક્ષ્મ પણ અદત્તનું સેવન થાય તે રીતે વિવેકપૂર્વક ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.

પૂર્વ પ્રવિષ્ટ શ્રમણ આદિની ઉપસ્થિતિમાં ભિક્ષા ગ્રહણની વિધિ :

से भिक्खू वा भिक्खुणी वा जाव समाणे से जं पुण जाणेज्जासमणं वा माहणं वा गामपिंडोलगं वा अतिहिं वा पुव्वपविठ्ठं पेहाए णो तेसिं संलोए संपडिदुवारे चिठ्ठेज्जा । केवली बूयाआयाणमेयं पुरा पेहाए तस्सठ्ठाए परो असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलएज्जा अह भिक्खूणं पुव्वोवदिठ्ठा एस पइण्णा, एस हेउ, एस कारणं, एस उवएसोजं णो तेसिं संलोए संपडिदुवारे चिठ्ठेज्जा 6

41

से तमायाए एगंतमवक्कमेज्जा एगंतमवक्कमेत्ता अणावायमसंलोए चिठ्ठेज्जा। શબ્દાર્થ :– गामपिंडोलगं = ગામના યાચક અર્થાત્ દરિદ્ર अतिहिं = અતિથિ पुव्वपविठ्ठं पेहाए = પહેલા પ્રવેશ કરેલા જોઈને तेसिं संलोए = તેઓને દેખાય તેમ सपडिदुवारे = દરવાજાની સામે णो चिठ्ठेज्जा = ઊભા રહે નહિ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં સમયે જાણે કે તેના ગયા પહેલાં જ અહીં ઘણા શાક્યાદિ શ્રમણ, બ્રાહ્મણ, ગામપિંડોલક એટલે કે રોટલા બંધાવેલા બાવાજી, અતિથિ અને યાચક આદિએ પ્રવેશ કરેલો છે, તો તેને જોઈને તેઓની નજર પડે તેમ ઉભા રહે. કેવળી ભગવંતોએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે.

મુનિને દરવાજા ઉપર ઊભેલા જોઈને ગૃહસ્થ પહેલા તેના માટે આરંભ, સમારંભ કરીને અશનાદિ ચારે પ્રકારનો આહાર બનાવીને તેને આપશે, તેથી ભિક્ષુઓ માટે તીર્થંકર ભગવંતોએ પહેલાથી આ પ્રમાણે પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ કહ્યો છે કે ભિક્ષુ તે ગૃહસ્થ અને શાક્યાદિ ભિક્ષાચરોની સામે કે

તેના નીકળવાના રસ્તામાં ઊભા રહે નહિ.

શાક્યાદિ ભિક્ષુકો ભિક્ષા માટે ઊભા છે તેમ જાણીને સાધુ એકાંત સ્થાનમાં ચાલ્યા જાય અને કોઈ આવતું જતું હોય કે જોતું હોય તેવા સ્થાનમાં ઊભા રહે.

सिक से परो अणावायमसंलोए चिठ्ठमाणस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलएज्जा, से एवं वएज्जाआउसंतो समणा ! इमे भे असणे वा पाणे वा खाइमे वा साइमे वा सव्वजणाए णिसिठ्ठे, तं भुंजह वा णं, परिभाए ह वा णं । तं चेगइओ पडिगाहेत्ता तुसिणीओ उवेहेज्जाअवियाइं एवं ममेव सिया माइठ्ठाणं संफासे णो एवं करेज्जा । से तमायाए तत्थ गच्छेज्जा, तत्थ गच्छेत्ता से पुव्वामेव आलोएज्जा–

आउसंतो समणा ! इमे भे असणे वा पाणे वा खाइमे वा साइमे वा सव्वजणाए णिसठ्ठे तं भुंजह वा णं, परिभाएह वा णं । से एवं वदंतं परो वएज्जाआउसंतो समणा ! तुमं चेव णं परिभाएहि । से तत्थ परिभाएमाणे णो अप्पणो खद्धं–खद्धं, डायं–डायं, ऊसढं–ऊसढं, रसियं–रसियं मणुण्णं–मणुण्णं, लुक्खं–लुक्खं से तत्थ अमुच्छिए अगिद्धे अगढि ए अणज्झोववण्णे बहुसममेव परिभाएज्जा । से णं परिभाएमाणं परो वएज्जाआउसंतो समणा ! मा णं तुमं परिभाएहि, सव्वे वेगइया भोक्खामो वा पाहामो वा से तत्थ भुंजमाणे णो अप्पणो खद्धं–खद्धं जाव लुक्खं से तत्थ अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे बहुसममेव भुंज्जेज वा पीएज्ज वा 7

અધ્યયન–1 : ઉદ્દેશક–પ 42 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ શબ્દાર્થ :– सव्वजणाए = સર્વ ભિક્ષુઓના માટે णिसठ्ठे = આપ્યો છે भुंजह = તે આહારને વાપરો परिभाएह = પરસ્પર ભાગ પાડી લ્યો तं = તે चेगइओ = પરંતુ એકાંતમાં ઊભેલો કોઈ સાધુ पडिगाहेत्ता = લઈને तुसणीओ = મૌન રહીને उवेहेज्जा = ઉપેક્ષા કરે ममेव सिया = મને આપ્યું છે તેથી મારા માટે છે જો એમ વિચારે તો से एवं वदंतं = રીતે બોલતા તે સાધુને જો परो वएज्जा = બીજા સાધુ કહે खद्धं–खद्धं = વધારે સુંદર શાક ऊसढं = વર્ણાદિ ગુણોથી યુક્ત પદાર્થ रसियं = રસયુક્ત ભોજન मणुण्णं = મનોજ્ઞ णिद्धं = સ્નિગ્ધ लुक्खं = રુક્ષ આહારને से = તે સાધુ तत्थ = તે આહારમાં अमुच्छिए = મૂર્છારહિત अगिद्धे = ગૃદ્ધિ રહિત अगढिए = આદરભાવ રહિત अणज्झोववण्णे = આસક્તિથી રહિત થઈને बहुसममेव = સર્વને સમાન રૂપથી परिभाएज्जा = વિભાગ કરી દે भुंज्जेज्ज वा पीएज्ज वा = વાપરે અથવા પીએ.

ભાવાર્થ :– આવાગમન રહિત એકાંત સ્થાનમાં ઊભેલા ભિક્ષુને જોઈને ગૃહસ્વામી અશનાદિ ચારે પ્રકારનો આહાર લાવીને તેને આપે અને એમ પણ કહે કેહે આયુષ્યમન્ શ્રમણ ! અશનાદિ ચારે પ્રકારનો આહાર હું આપ સર્વને માટે આપી રહ્યો છું. આપ આહારનો ઉપભોગ કરજો અને પરસ્પર વિભાજન કરી લેજો.

ગૃહસ્થનું કથન સાંભળીને સાધુ તે આહારને ચુપચાપ ગ્રહણ કરી, એવો વિચાર કરે કે આ આહાર મને આપ્યો છે, માટે મારો છે. જો તે સાધુ પ્રમાણે વિચાર કરીને તે સર્વ આહાર પોતાનો કરી લે, તો તે માયા સ્થાનનું સેવન કરે છે, માટે સાધુ તે પ્રમાણે કરે નહિ.

સાધુ તે આહાર લઈને પહેલાં ઊભેલા અન્ય શ્રમણો પાસે જાય અને તેઓ કાંઈ પણ બોલે, તે પહેલાં પોતે કહે કેહે આયુષ્યમાન શ્રમણો ! અશનાદિ ચારે પ્રકારનો આહાર ગૃહસ્થે આપણા સર્વ માટે આપ્યો છે, તેથી આપ સર્વ તેનો ઉપભોગ કરો અને પરસ્પર વિભાજન કરી લ્યો.

પ્રમાણે કહે ત્યારે કોઈ ભિક્ષુ તે સાધુને કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! આપ આહારનું વિભાજન કરી દ્યો, તો તે આહારનો ભાગ કરતા તે સાધુ પોતાના માટે જલદી–જલદી, સારો–સારો, વિશેષ પ્રમાણમાં, વર્ણાદિ ગુણોથી યુક્ત, સ્વાદિષ્ટ, મનોજ્ઞ સ્નિગ્ધ આહાર અને ખાખરા, પાપડ વગેરે મનોજ્ઞ રૂક્ષ–સૂકા પદાર્થો પોતે લઈ લે, પરંતુ તે આહારમાં મૂર્ચ્છા રહિત, ગૃદ્ધિ રહિત–લોભ રહિત, આદર રહિત તેમજ અનાસક્ત ભાવે સર્વ માટે એક સરખો વિભાગ કરે.

સમવિભાગ કરતાં સમયે સાધુને જો કોઈ એમ કહે કેહે આયુષ્યમાન શ્રમણ ! આપ વિભાગ કરો નહિ; આપણે સર્વ સાથે મળીને આહાર પાણી વાપરશું, તો સાથે આહાર કરતાં સાધુ પોતે ઘણા પ્રમાણમાં, સુંદર, સરસ આહાર અથવા મનોજ્ઞ(દાળિયા ખાખરા, પાપડ વગેરે) સૂકા ખાદ્ય પદાર્થ જલદી–

જલદી ખાય, પરંતુ તે સમયે પણ તે આહારમાં મૂર્ચ્છા રહિત, ગૃદ્ધિ રહિત–લોલુપતા રહિત, આદર રહિત અને અનાસક્ત ભાવે બરાબર સમાન પ્રમાણમાં ખાય અને પીએ.

से भिक्खु वा भिक्खुणी वा जाव समाणे से जं पुण जाणेज्जासमणं वा माहणं वा गामपिंडोलगं वा अतिहिं वा पुव्वपविठ्ठं पेहाए णो ते उवाइक्कम्म पविसेज्ज वा ओभासेज्ज वा से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अणावायमसंलोए चिठ्ठेज्जा 8

43

अह पुण एवं जाणेज्जापडिसेहिए वा दिण्णे वा; तओ तम्मि णियत्तिए । तओ संजयामेव पविसेज्ज वा ओभासेज्ज वा ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં પહેલા જાણે કે શાક્યાદિ શ્રમણ, બ્રાહ્મણ, બાવાજી કે અતિથિ આદિ પહેલાથી ઘરમાં પ્રવિષ્ટ છે કે દ્વાર પર ઊભા છે, તો તે જોઈને સાધુ તેનું ઉલ્લંઘન કરીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહિ અથવા મોટેથી બૂમ પાડીને દાતા પાસેથી આહારાદિની યાચના કરે નહિ, પરંતુ તેઓને જોઈને, આવાગમન રહિત એકાંત સ્થાનમાં જઈને કોઈની નજર પડે તે રીતે ઊભા રહે.

જ્યારે તે જાણે કે ગૃહસ્થે શ્રમણાદિને આહાર આપવાની ના પાડી છે અથવા તેઓને આપી દીધું છે અને તે શ્રમણાદિ ગૃહસ્થના ઘરેથી પાછા ફરી ગયા છે, ત્યારે તે સાધુ યતનાપૂર્વક ગૃહસ્થના ઘરમાં જાય અને આહારાદિની યાચના કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં પૂર્વ પ્રવિષ્ટ શ્રમણાદિ સાથે જૈન શ્રમણના વ્યવહારનું નિરૂપણ છે.

જૈન શ્રમણોનો પ્રત્યેક વ્યવહાર અન્ય જીવોને ભાર રૂપ થાય તેવો કે અભાવ પ્રગટ કરે તેવો હોતો નથી. ગૃહસ્થના ઘરમાં અન્ય શ્રમણ, ભિક્ષુકો કે યાચકો ઊભા હોય, તો મુનિ ભિક્ષા માટે ત્યાં જાય નહીં, તેમજ તેઓનું ઉલ્લંઘન કરીને કદાપિ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહીં. તે પ્રમાણે કરવાથી અન્ય ભિક્ષુકોને ભોજનની અંતરાય થાય, ગૃહસ્થને કે તે ભિક્ષુકોને જૈન શ્રમણો પ્રતિ અભાવ થાય, બધાને ભોજન દેવાથી ગૃહસ્થ ઉપર ભાર વધી જાય, તેથી મુનિ અન્ય ભિક્ષુકોને જોઈને ગૃહસ્થ કે ભિક્ષુકની દષ્ટિ પહોંચે તેવા એકાંત સ્થાનમાં સમભાવથી ઊભા રહે. જ્યારે અન્ય ભિક્ષુકો ભોજન લઈને ચાલ્યા જાય, ત્યાર પછી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને નિર્દો"ષ આહારની યાચના કરે.

ક્યારેક એકાંત સ્થાનમાં ઊભેલા મુનિને જોઈને ગૃહસ્થ અશનાદિ ચારે પ્રકારનો આહાર લાવીને આપે અને કહે કે હું ઘર કામમાં વ્યસ્ત હોવાથી બધા સાધુઓને અલગ–અલગ ભિક્ષા આપી શકું તેમ નથી.

તમે બધા સાથે મળીને ભોજન કરી લેજો અથવા આહારનું વિભાજન કરી લેજો. પરિસ્થિતિમાં મુનિ તે આહાર ગ્રહણ કરીને તેના પર પોતાનો માલિકી ભાવ જમાવે નહીં, તે આહાર બધા સાધુને આપ્યો હોવા છતાં પણ આહાર મને આપ્યો છે, તેથી મારો છે, પ્રમાણે વિચારે નહી. જો પ્રમાણે વિચારે તો મુનિ માયા–કપટનું સેવન કરે છે.

મુનિ તે સર્વ આહાર લઈને સર્વ સાધુઓને બતાવે અને સમભાવપૂર્વક તેનું વિભાજન કરે અથવા સમભાવપૂર્વક તેને વાપરે, વિભાજન કરવામાં કે તેને ભોગવવામાં પણ માયા કપટ કરે. સરસ કે નીરસ સર્વ આહારનું સમાન વિભાજન કરે.

પ્રકારના વ્યવહારથી ભગવાનની આજ્ઞાનું પાલન, સમભાવની પુષ્ટિ અને સંયમની રક્ષા થાય છે.

જૈન શ્રમણોની સમાચારી અનુસાર જૈન શ્રમણો પોતાના સાંભોગિક સાધુઓ સાથે ભોજન–

પાણીના આદાન–પ્રદાનનો વ્યવહાર કરે છે. તેઓને અન્ય મતાવલંબી ભિક્ષુકો સાથે કે અસાંભોગિક જૈન શ્રમણો સાથે આહારનું વિભાજન કરવું કે સાથે ભોજન કરવું કલ્પનીય નથી, તેથી સૂત્રોક્ત કથન અનુસાર દાતા અન્ય મતના શ્રમણો અને જૈન શ્રમણો સર્વ માટે સાથે આહાર આપતા હોય તો સાધુ પહેલાં કહી દે અધ્યયન–1 : ઉદ્દેશક–પ 44 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ કે રીતે આહાર ગ્રહણ કરવો અમોને કલ્પતો નથી, તેમ કહીને સાધુ તે આહાર ગ્રહણ કરે.

સર્વ જૈન શ્રમણો માટે અર્થાત્ સાધર્મિક સર્વ સાધુઓ માટે સાથે આહાર આપે તો તે ગ્રહણ કરી લે પરંતુ સાંભોગિક સાધુ સિવાય અન્ય સાધર્મિક સાધુ તથા પાર્શ્વસ્થ સાંભોગિક સાથે એક માંડલામાં બેસી આહાર કલ્પતો હોવાથી આવી આપવાદિક પરિસ્થિતિમાં ગીતાર્થ સાધુ યથાયોગ્ય નિર્ણય કરી તે સાધર્મિક સાધુ તથા પાર્શ્વસ્થ સાંભોગિક સાધુને આહાર વહેંચી શકે છે અને તેનું પ્રાયશ્ચિત કરી શકે છે, પરંતુ તેઓ સાથે એક માંડલામાં બેસી ભોજન કરે.

સમનોજ્ઞ સાધુ સાથે તેમની ઇચ્છા પ્રમાણે આહાર વિભાજન કરે છે અથવા એક માંડલામાં બેસી સાથે આહાર કરે છે.

સૂત્રનું સ્પષ્ટીકરણ કરતાં ટબ્બાકારનું(સૂત્રોના સંક્ષિપ્ત શબ્દાર્થ ભાવાર્થના લેખકનું) કથન છે કે જૈન સાધુઓ શાક્યાદિ ભિક્ષુકો કે પાર્શ્વસ્થાદિ જૈન સાધુઓ સાથે કોઈ પણ પરિસ્થિતિમાં ભોજન–પાણીનો વ્યવહાર કરતા નથી. ગૃહસ્થ પાસેથી સર્વ માટે એક સાથે આહાર ગ્રહણ કરવો કે ગૃહસ્થે આપેલો આહાર અન્ય ભિક્ષુકોને આપવો, તે જૈન સાધુનો વ્યવહાર નથી. જૈન સાધુ, પોતાના અન્ય સાંભોગિક સાધુઓનો આહાર એક સાથે ગ્રહણ કરે અને તે આહાર લઈને પોતાના સ્થાનમાં જઈને અન્ય સર્વ સાંભોગિક સાધુઓને આમંત્રણ આપીને, બધાની સાથે ભોજન કરે છે અથવા આહારનું વિભાજન કરે. સૂત્રમાં પ્રયુક્ત आउसंतो समणा શબ્દ જૈન શ્રમણો માટે છે, અન્ય મતના શ્રમણો માટે નથી.

ઉપસંહાર :–

एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए त्ति बेमि ભાવાર્થ :– પિંડૈષણા વિવેક તે સાધુ કે સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થ શીલ રહેવું જોઈએ. પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–1/પ સંપૂર્ણ ।। 9

45

પહેલું અધ્યયન : છઠ્ઠો ઉદ્દેશક આહારાર્થી પશુ–પક્ષીઓવાળા માર્ગમાં ગમન વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘ल जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जारसेसिणो बहवे पाणा घासेसणाए संथडे संणिवइए पेहाए तं जहा–

क‘क्क‘डजाइयं वा सूयरजाइयं वा, अग्गपिंडंसि वा वायसा संथडा संणिवइया पेहाए, सइ परक्कमे संजया मेव परक्कमेज्जा, णो उज्जुयं गच्छेज्जा શબ્દાર્થ :– रसेसिणो = રસની ગવેષણા કરનારા, આહારાર્થી घासेसणाए = આહાર માટે संथडे = ભેગા થઈ રહ્યા છે संणिवइए = માર્ગમાં બેઠેલા क‘क्क‘डजाइयं = કુકડાની જાતિના જીવો सूयरजाइयं = ડુક્કરની જાતિના જીવો अग्गपिंडंसि = ભોજનનો પ્રારંભિક થોડોક ભાગ, તે અગ્રપિંડ આહાર ખાવા માટે वायसा = કાગડા સમડી આદિ संथडा = ભેગા થઈને.