This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
શંકાસ્પદ આહાર ગ્રહણનો નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवायपडियाए अणुपविठ्ठे समाणे से जं पुण जाणेज्जा– असणं वा पाणं वा खाइमं वा साइमं वा एसणिज्जे सिया, अणेसणिज्जे सिया ? वितिगिंछासमावण्णेण अप्पाणेणं असमाहडाए लेस्साए तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा लाभे संते णो पडिगाहेज्जा। શબ્દાર્થ :– एसणिज्जे सिया = એષણીય છે કે अणेसणिज्जेसिया = અનેષણીય છે ?
वितिगिंछासमावण्णेण = આ પ્રકારની વિચિકિત્સા–આશંકાયુક્ત अप्पाणेणं = આત્માથીअसमाहडाए लेस्साए = સમાધાન રહિત લેશ્યાથી, સંદેહાત્મક ચિત્તવૃત્તિથી.
ભાવાર્થ :– ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વીને આ આહાર એષણીય છે કે
અનેષણીય ? અર્થાત્ આહાર શુદ્ધ છે કે અશુદ્ધ છે ? તેવી મનમાં શંકા થાય અને આ પ્રકારની સંદેહાત્મક ચિત્તવૃત્તિથી તે શંકાસ્પદ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચારે પ્રકારના આહારને પ્રાપ્ત થવા છતાં પણ ભિક્ષુ ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુને શંકાસ્પદ આહાર–પાણી ગ્રહણનો નિષેધ કર્યો છે.
આહારની નિર્દોષતા કે સદોષતાના વિષયમાં શંકા થયા પછી તેનો નિર્ણય ન થાય, ત્યાં સુધી સંકલ્પ–વિકલ્પની દશામાં સાધુ આહાર ગ્રહણ કરે નહીં, કારણ કે શંકિત આહાર ગ્રહણ કરવાથી ક્યારેક સદોષ આહાર ગ્રહણ થઈ જાય માટે તે શંકાનું નિવારણ ન થાય ત્યાં સુધી તે આહાર સાધુને માટે ત્યાજ્ય છે.
ભંડોપકરણ સહિત ગમન :–
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवाय पडियाए पविसिउकामे सव्वं भंडगमायाए गाहावइक‘लं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा । से भिक्खू वा भिक्खुणी वा बहिया विहारभूमिं वा वियारभूमिं वा णिक्खममाणे वा पविस्समाणे वा सव्वं भंडगमायाए बहिया विहारभूमिं वा वियारभूमिं वा णिक्खमेज्ज वा पविसेज्ज वा । से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे सव्वं भंडगमायाए गामाणुगामं दूइज्जेजा । 5
6
અધ્યયન–1 : ઉદ્દેશક–3
28 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ માટે જાય, ત્યારે તે(તદ્યોગ્ય) આવશ્યક સર્વ ઉપકરણ ( વસ્ત્ર, પાત્ર, જોળી, રજોહરણ વગેરે) લઈને ઘરમાં પ્રવેશ કરે કે નીકળે.
સાધુ કે સાધ્વી બહાર મલોત્સર્ગ ભૂમિમાં કે સ્વાધ્યાય ભૂમિમાં જાય, ત્યારે પણ(તદ્યોગ્ય) આવશ્યક સર્વ ઉપકરણ સાથે લઈને ત્યાંથી નીકળે કે પ્રવેશ કરે.
સાધુ કે સાધ્વી એક ગામથી બીજા ગામ વિહાર કરતા હોય, ત્યારે પોતાના સર્વ ઉપકરણ સાથે લઈને વિહાર કરે.
से भिक्खू वा भिक्खुणी वा अह पुण एवं जाणेज्जा, तिव्वदेसियं वा वासं वासमाणं पेहाए, तिव्वदेसियं वा महियं संणिचयमाणिं पेहाए, महावाएण वा रयं समुद्धुयं पेहाए, तिरिच्छ संपाइमा वा तसा पाणा संथडा संणिचयमाणा पेहाए, से एवं णच्चा णो सव्वं भंडगमायाए गाहावइक‘लं पिंडवायपडिवाए पविसेज्ज वा णिक्खमेज्ज वा, बहिया विहारभूमिं वा वियारभूमिं वा णिक्खमेज्ज वा पविसेज्ज वा गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ :– तिव्वदेसियं वासं = અલ્પ કે તીવ્ર વર્ષા वासमाणं = વરસતી पेहाए = જોઈને महावाएण = મહાવાયુથી रयं = રજને समुद्धुयं = ઊડતી पेहाए = જોઈને तिरिच्छ संपाइमा = તિરછા ઊડતા तसा पाणा = ત્રસ પ્રાણીઓના संथडा = સમુદાયને संणिवयमाणा = ઊડતા તેમજ પડતા.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી કદાચ એમ જાણે કે અલ્પ કે વધુ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, અલ્પ કે
વધુ પ્રમાણમાં ઝાકળ, ધુમ્મસ વરસી રહી છે, મહાવાયુ–આંધીથી ધૂળ ઊડી રહી છે, તિરછા ઊડતા ઘણા ત્રસ જીવો એક સાથે ઊડી રહ્યા છે; ત્યારે સાધુ કે સાધ્વી સર્વ આવશ્યક ઉપકરણ સાથે લઈને પણ આહાર નિમિત્તે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે નહિ, નીકળે નહિ તથા બહાર મલોત્સર્ગ ભૂમિમાં કે સ્વાધ્યાય ભૂમિમાં પણ પ્રવેશ કે નિર્ગમન કરે નહિ અને એક ગામથી બીજા ગામમાં વિહાર પણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં ગોચરી આદિ કોઈ પણ આવશ્યક કાર્ય માટે બહાર જતાં સમયે યોગ્ય સર્વ ઉપકરણ સાથે લઈને જવાનું કથન છે.
सव्वं भंडगमायाए :– સર્વ ભંડોપકરણને સાથે લઈને. પ્રસ્તુત પ્રસંગમાં સર્વ શબ્દનો અર્થ તે કાર્યને યોગ્ય સર્વ ઉપકરણો સાથે લઈને જાય, તે પ્રમાણે થાય છે. જેમ કે સાધુ ગોચરી જાય, ત્યારે આહારને યોગ્ય પાત્ર, જોળી વગેરે; પાણી લેવા માટે જાય ત્યારે પાણી લઈ શકાય તેવું મોટું પાત્ર તથા તેને યોગ્ય જોળી લઈને જવું જરૂરી છે. જો આહાર કે પાણી માટે ગયેલા સાધુ પાસે યોગ્ય પાત્ર કે જોળી વગેરે ન હોય, તો તેને મુશ્કેલી થાય છે, તેને ફરી સ્વસ્થાને આવીને પુનઃ તે આહાર–પાણી લેવા જવું પડે છે.
સ્થંડિલભૂમિ જાય ત્યારે એક પાત્ર, જોળી, આવશ્યકતા અનુસાર પાણી હોવું જરૂરી છે.
સ્વાધ્યાયભૂમિમાં જાય, ત્યારે પોતાનું આસન, પુસ્તક, પોથી, પાના વગેરેની જરૂર હોય છે. આ રીતે સાધુ પોતાની પ્રવૃત્તિ અનુસાર તદ્યોગ્ય આવશ્યક સર્વ ઉપકરણો ઉપયોગપૂર્વક સાથે રાખે છે. પ્રમાદવશ તેમાં ભૂલ કરે નહીં અને જ્યારે ગ્રામાનુગ્રામ વિહાર કરે ત્યારે પોતાના ભંડોપકરણમાંથી કોઈ પણ વસ્તુ ભૂલાઈ 7
29
ન જાય, તેનું વ્યવસ્થિત ધ્યાન રાખે અને વિહારમાં પોતાના સર્વ ઉપકરણો સાથે લઈને જાય છે.
સ્થવિરકલ્પી સાધુઓ ગોચરી માટે કે કે સ્વાધ્યાયાદિ માટે સર્વ ઉપકરણો સાથે લઈને જાય, તે યથાસંગત નથી. જેમ કે– સાધુ પોતાના પોથી–પાના વગેરે લઈને ગોચરીની ગવેષણા માટે જાય, તો તેમાં સાધુને મુશ્કેલી થાય છે. શૌચક્રિયા માટે સર્વ ઉપકરણો સાથે લઈ જવા તે વ્યવહારોચિત પણ નથી. આ રીતે સાધુ જ્યાં જાય ત્યાં વ્યવસ્થિત રીતે પોતાની આવશ્યકતાનુસાર પોતાના ઉપકરણો સાથે રાખે છે. તે ઉપરાંત સ્થવિરકલ્પી અનેક સાધુઓ સાથે વિચરતા હોય છે, તેથી પરસ્પર પોતાની ઉપધિ અન્ય સંતને સોંપીને જઈ શકે છે, તેથી તેમાં ચોરી વગેરેનો ભય રહેતો નથી.
સંક્ષેપમાં સાધુએ પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ સમયાનુસાર વિવેકપૂર્વક કરવી જોઈએ.
ટીકાકારો આ સૂત્રનો સંબંધ જિનકલ્પી, પ્રતિમાધારી એકલવિહારી સંતો સાથે કરે છે, પરંતુ શાસ્ત્રોમાં જિનકલ્પી આદિ સંતો માટે અનેક સ્વતંત્ર વિધાનો જોવા મળે છે, તેથી આ સૂત્રનો સંબંધ જિનકલ્પી આદિ સાધુ માટે છે તેવું એકાંતે નથી.
વરસાદ, ધુમ્મસ, વંટોળિયાના સમયે તથા ઘણા ત્રસ જીવો ઉડતા હોય ત્યારે ભિક્ષુએ ભિક્ષા માટે કે
સ્વાધ્યાય માટે બહાર નીકળવું ન જોઈએ, કારણ કે તેમાં જીવોની વિરાધના થાય છે.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર, વ્યવહાર સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, નિશીથ સૂત્ર આદિ આગમોમાં સાધુ કે
સાધ્વીને મળ–મૂત્રની બાધા રોકવાનો નિષેધ છે, તેથી તેઓ વરસાદ આદિ કોઈ પણ સૂત્રોક્ત પરિસ્થિતિમાં પણ મળ–મૂત્રના નિવારણ માટે નજીકમાં વિવેક પૂર્વક બહાર જઈ શકે છે, તેને પરિસ્થિતિક અપવાદ–છૂટ રૂપે સમજવું જોઈએ.
રાજકુળમાં ભિક્ષા ગમનનો નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा से जाइं पुणा क‘लाइं जाणेज्जा, तं जहा–
खत्तियाण वा राईण वा क‘राईण वा रायपेसियाण वा रायवंसठ्ठियाण वा; अंतो वा बाहिं वा गच्छंताण वा संणिविठ्ठाण वा णिमंतेमाणाण वा अणिमंतेमाणाण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा लाभे संते णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– खत्तियाण = ક્ષત્રિય કુળમાં राईण = રાજન્ય કુળમાં क‘राईण = નાના રાજાઓના કુળમાં रायपेसियाण = રાજના નોકરાદિ કુળમાં रायवंसठ्ठियाणं = રાજવંશમાં સ્થિત કુળ અર્થાત્ રાજાના સંબંધીઓના કુળમાં.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગોચરીના ઘરોના વિષયમાં જાણે કે આ ચક્રવર્તી આદિ ક્ષત્રિયોના કુળ, અન્ય રાજાઓના કુળ, નાના રાજાઓના કુળ(ઠાકોર), રાજાના નોકરાદિ દંડપાશિક આદિના કુળ, રાજવંશીય–
રાજાના સંબંધીઓના કુળ છે, તો તે આ કુળોના ઘરની બહાર કે અંદર જતી, ઊભેલી કે બેઠેલી, વ્યક્તિઓ દ્વારા નિમંત્રણ કરવામાં આવે કે નિમંત્રણ કરવામાં ન આવે, સાધુ તે કુળોમાંથી પ્રાપ્ત થતાં અશનાદિ ગ્રહણ કરે નહિ.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં મુનિને માટે વિવિધ રાજકુળમાં આહાર ગ્રહણ કરવા જવાનો નિષેધ કર્યો છે.
8
અધ્યયન–1 : ઉદ્દેશક–3
30 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ ક્ષત્રિય કુળ, અન્ય રાજકુળ કે રાજવંશસ્થ કુળમાં સાધુ કે સાધ્વી આહાર માટે પ્રવેશ કરે નહીં.
રાજભવનમાં લોકોનું આવાગમન થતું હોય છે. તેમાં સાધુ ઈર્યાસમિતિનું યથાર્થ રીતે પાલન કરી શકતા નથી. एतेषां क‘लेषु संपातभयान्न् प्रवेष्टव्यम् । રાજકુળોમાં રાજકીય ઉથલપાથલ તેમજ અનેક પ્રકારના ષડયંત્ર રચાતા હોય છે. ગુપ્તચરો સાધુના વેષમાં રાજ દરબારમાં કે અંતઃપુરમાં ઘુસી જતાં હોય છે, તેથી ક્યારેક કોઈક સાધુને ગુપ્તચર સમજીને પકડી લે અથવા આહારને વિષમિશ્રિત કરીને આપે, આવા અનેક ભયસ્થાનોની સંભાવના હોવાથી સાધુ કે સાધ્વી રાજકુળમાં આહાર માટે પ્રવેશ કરતાં નથી.
તેમજ ચક્રવર્તી આદિ રાજાઓનો આહાર અત્યંત ગરિષ્ટ અને મદવર્ધક હોવાથી સાધુને માટે ત્યાજ્ય છે.
પ્રસ્તુતમાં ક્ષત્રિય, રાજન્યાદિ કુળનું કથન છે, તે મૂર્ધાભિષિક્ત રાજાના સંબંધિત કુળો જાણવા.
મૂર્ધાભિષિક્ત–મુકટ બંધી રાજા એટલે અનેક રાજાઓથી અભિષિક્ત(અભિષેક કરાયેલા)રાજા. નિશીથ સૂત્ર ઉદ્દેશક–8/9 પ્રમાણે સાધુને મુકુટબંધી રાજા, તેના પરિવારજનો તથા તેના સંબંધિત કર્મચારી વગેરે અનેક કુળોમાંથી આહાર ગ્રહણનો નિષેધ છે.
મુનિને રાજકુળમાં આહાર માટે ન જવાનું સૂત્રોક્ત કથન સાપેક્ષ છે, કારણ કે આ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં સાધુને ભિક્ષા માટે જવા યોગ્ય ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્ય કુળ, ઇક્ષ્વાકુવંશ, હરિવંશ આદિ કુળોનું કથન છે, તેથી સ્પષ્ટ થાય છે કે જે રાજકુળ આદિમાં મુકુટબંધી રાજા ન હોય કે તેઓના સંબંધી ન હોય અને ત્યાં જવામાં આપત્તિ કે દોષની સંભાવના ન હોય તો ત્યાં વિવેકપૂર્વક સાધુ નિર્દોષ આહારની ગવેષણા કરી શકે છે.
ઉપસંહાર :–
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सवठ्ठेहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :– આ પિંડૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
।। અધ્યયન–1/3 સંપૂર્ણ ।। 9
31
પહેલું અધ્યયન : ચોથો ઉદ્દેશક સંખડીમાં ભિક્ષાર્થ ગમન નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा– ……… आहेणं वा पहेणं वा हिंगोलं वा संमेलं वा हीरमाणं पेहाए, अंतरा से मग्गा बहुपाणा बहुबीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्तिंग–पणग–दगमट्टिय–मक्कडासंताणगा, बहवे तत्थ समण–माहण–अतिहि–किवण–वणीमगा उवागया उवागमिस्संति, तत्थाइण्णा वित्ती । णो पण्णस्स णिक्खमण–पवेसाए णो पण्णस्स वायण–पुच्छण–
परियट्टणाणुप्पेह–धम्माणुओगचिंताए । से एवं णच्चा तहप्पगारं पुरेसंखडिं वा पच्छासंखडिं वा संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्ज गमणाए । से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा– ……… आहेणं वा जाव संमेलं वा हीरमाणं पेहाए, अंतरा से मग्गा अप्पपाणा जाव संताणगा, णो जत्थ बहवे समण–माहण जाव उवागमिस्संति अप्पाइण्णावित्ती, पण्णस्स णिक्खमण–पवेसाए, पण्णस्स वायण–पुच्छण–परियट्टणाणुप्पेह–
धम्माणुयोगचिंताए । सेवं रुच्चा तहप्पगारं पुरेसंखडिं वा पच्छासंखडिं वा संखडिं संखडिपडियाए अभिसंधारेज्ज गमणाए । શબ્દાર્થ :– आहेणं = જે ભોજન પુત્રવધૂના પ્રવેશ પછી બનાવવામાં આવે છે पहेणं = પુત્રવધૂ પિયર જાય ત્યારે તેના પિતાના ઘરમાં જે ભોજન તૈયાર થાય છે हिंगोलं = મૃતકના નિમિત્તે જે ભોજન બને છે અથવા યક્ષાદિની યાત્રા માટે બનાવેલ संमेलं = પરિજનોના સન્માનાર્થે તથા મિત્રો માટે બનાવેલहीरमाणं = આ સ્થાનોમાંથી ભોજનને લઈ જતા पेहाए = જોઈને तत्थाइण्णा वित्ती = જનાકીર્ણતા છે पण्णस्स = પ્રજ્ઞાવાન સાધુને णो वायण–पुच्छण–परियट्टणाणुप्पेह–धम्माणुओग–चिंताए = વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્માનુયોગચિંતાને યોગ્ય નથી તેમ જાણે.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે– લગ્ન પછી નવવધૂના પ્રવેશના લક્ષ્યે આ જમણવાર છે, પિતૃગૃહમાં કન્યાના પુનઃ પ્રવેશ પ્રસંગે બનાવેલું ભોજન, શ્રાદ્ધનું ભોજન, પરિજનોના સન્માન નિમિત્તનું ભોજન છે અને લોકો એક સ્થાનેથી બીજા સ્થાને ખાદ્ય સમાગ્રી લઈ જઈ રહ્યા છે અને રસ્તામાં ઘણા પ્રાણી, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડીઆરા, પંચવર્ણી લીલફૂગ, સચેત પાણીથી ભીની થયેલી માટી, કરોળિયાના જાળા આદિ છે. ત્યાં ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર, યાચક આદિ આવ્યા હોય, આવી રહ્યા હોય અથવા આવવાના હોય, તેથી તે સ્થાન અનેક લોકોની ભીડથી વ્યાપ્ત થઈ રહ્યું હોય, તેવા સમયે પ્રજ્ઞાવાન સાધુએ ત્યાં પ્રવેશ કરવો કે નીકળવું યોગ્ય નથી. તેમજ તે સ્થાન ભિક્ષુની વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા કે ધર્મકથા રૂપ સ્વાધ્યાયની પ્રવૃત્તિ માટે પણ યોગ્ય નથી, તેમ જાણીને સાધુ સંયમને ખંડિત કરનારી પૂર્વ સંખડી કે પશ્ચાત્ સંખડીમાં જવાનો મનથી પણ સંકલ્પ કરે નહિ.
1
અધ્યયન–1 : ઉદ્દેશક–4
32 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં જાય, ત્યારે એમ જાણે કે નવ પરિણત પુત્રવધૂના પ્રવેશ આદિના લક્ષ્યે ભોજન થઈ રહ્યું છે યાવત્ મેળા આદિ માટેના ભોજનમાંથી લોકો ભોજન સામગ્રી એક સ્થાનેથી બીજા સ્થાને લઈને જઈ રહ્યા છે; રસ્તામાં પ્રાણી યાવત્ કરોળિયાના જાળા નથી તથા ત્યાં ઘણા ભિક્ષુ–બ્રાહ્મણાદિ આવ્યા નથી, આવતા નથી અને આવવાના પણ નથી; લોકોની ભીડ પણ ઓછી છે તેમજ પ્રાજ્ઞ સાધુની વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્માનુયોગ ચિંતનમાં કોઈ બાધા ઉપસ્થિત થાય તેમ નથી; આ પ્રમાણે જાણીને ભિક્ષુ તે પ્રકારની પૂર્વસંખડી કે પશ્ચાત્ સંખડીમાં ગોચરી માટે વિવેક પૂર્વક જઈ શકે છે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સંખડી–જમણવારના સ્થાને ગોચરી જવાનો નિષેધ અને અપવાદ માર્ગે ત્યાં જવાનું વિધાન કર્યું છે.
સાધક સાધનાના લક્ષ્યે, દેહ પોષણ માટે અનાસક્ત ભાવે સાત્ત્વિક આહાર ગ્રહણ કરે છે અને શાંતચિત્તે સ્વાધ્યાય, ધ્યાનમાં રત રહે છે.
સાધુ પોતાની સાધનામાં સ્ખલના થાય, માનસિક શાંતિનો ભંગ થાય તેવા મોટા જમણવારમાં પ્રાયઃ જાય નહીં. તેમ છતાં ક્યારેક જમણવાર સિવાયના ઘરોમાં આહાર પ્રાપ્ત થવો મુશ્કેલ હોય; બાલ, વૃદ્ધ, ગ્લાન કે તપસ્વી સાધુ માટે આહાર પ્રાપ્ત કરવો જરૂરી હોય, તો સાધુ મોટા જમણવારમાં પણ વિવેકપૂર્વક જઈ શકે છે, જ્યારે લોકોની ભીડ ન હોય, એષણા સમિતિની શુદ્ધિ પૂર્ણપણે જળવાઈ રહે તેમ હોય, ત્યારે દાતાની ભાવના અનુસાર સંયમભાવપૂર્વક ત્યાંથી આહાર ગ્રહણ કરી શકે છે.
ક્યારેક જમણવાર કરનાર દાતાને સાધુ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિભાવ હોય અને તે સાધુને ભાવપૂર્વક વિનંતિ કરે તોપણ સાધુ ઉપરોક્ત વિવેક સહિત ત્યાં જાય અને નિર્દોષ આહારને આવશ્યકતા પ્રમાણે ગ્રહણ કરી શકે છે.
આ રીતે સંખડીગમન કે નિષેધનું સૂત્રોક્ત કથન અનેકાંતિક છે.
આગમોમાં આમિષભોજી કુળોની ગણના ગર્હિત કુળોમાં કરવામાં આવી છે અને સાધુને તેવા કુળોમાં ગોચરીએ જવાનો નિષેધ છે. આ આગમની પ્રતોમાં પ્રસ્તુત ચોથા ઉદ્દેશકના પહેલા સૂત્રમાં તથા આઠમા ઉદ્દેશકના નવામા સૂત્રમાં; નવમા ઉદ્દેશકના ચોથા સૂત્રમાં; દસમા ઉદ્દેશકના પાંચમા–છઠ્ઠા સૂત્રમાં અખાદ્ય પદાર્થ સૂચક શબ્દોનો પ્રયોગ લિપિદોષ કે પ્રક્ષિપ્ત થયેલ હોય તેમ જણાય છે. આજથી સિત્તરે વર્ષ પૂર્વે શ્રમણ શ્રી પુપ્ફ ભિક્ખુ સંપાદિત સુત્તાગમેમાં તે શબ્દો નથી. તદનુસાર અહીં તે શબ્દોના સ્થાને ...
નિશાની દર્શાવેલ છે.
ગાય દોહવાના સમયે ભિક્ષા માટે પ્રવેશ નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ क‘लं पिंडवायपडियाए जाव पविसिउकामे से जं पुण जाणेज्जा– खीरिणीओ गावीओ खीरिज्जमाणीओ पेहाए, असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडिज्जमाणं पेहाए, पुरा अप्पजूहिए । सेवं णच्चा णो गाहावइक‘लं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा । से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अणावायमसंलोए चिठ्ठेज्जा। 2
33
अह पुण एवं जाणेज्जा– खीरिणीओ गावीओ खीरियाओ पेहाए, असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडियं पेहाए, पुरा पजूहिए । सेवं णच्चा तओ संजयामेव गाहावइक‘लं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा । શબ્દાર્થ :– खीरिणीओ गावीओ = દૂધ દેનારી ગાયો खीरिज्जमाणीओ पेहाए = ગાયો દોવાતી હોય તેને જોઈને उवक्खडिज्जमाणं = બનાવાઈ રહ્યો હોય पुरा अप्पजूहिए = હજુ સુધી તેમાંથી કોઈને આપ્યું નથી आयाए = જાણીને अणावायमसंलोए = જ્યાં ગૃહસ્થાદિ આવતા જતા ન હોય અને જોતા ન હોય તેવા સ્થાનમાં.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરતાં જાણે કે અત્યારે દૂધાળી ગાયોને દોહી રહ્યા છે, ઘરમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે ય પ્રકારનો આહાર તૈયાર થઈ રહ્યો છે અને તેમાંથી બીજા કોઈને આપ્યું નથી. આ પ્રકારની પરિસ્થિતિને જાણીને સંયમશીલ ભિક્ષુ આહાર ગ્રહણ કરવા માટે ઘરમાં પ્રવેશ કરે નહિ, પરંતુ લોકોની અવજવર ન હોય, લોકોને દષ્ટિગોચર ન થવાય તેવા સ્થાનમાં ઊભા રહે.
ત્યાર પછી જ્યારે એમ જાણે કે દૂધાળી ગાયો દોહાઈ ગઈ છે, અશનાદિ ચારે ય પ્રકારનો આહાર તૈયાર થઈ ગયો છે અને પહેલાં જેને આપવાનું છે તેને અપાઈ ગયું છે, ત્યારે તે સંયમી સાધુ આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે કે નીકળે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં મુનિને ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ માટે ન જવાના ત્રણ કારણોનું નિરૂપણ છે.
(1) ગૃહસ્થના ઘરે ગાયો દોહાતી હોય, (ર) આહાર તૈયાર થયો ન હોય, (3) બીજા કોઈને આહાર આપવાનો હોય તેને અપાયો ન હોય, આ ત્રણેય બાધક કારણ ન હોય તો સાધુ આહાર માટે ઘરમાં પ્રવેશી શકે છે, નીકળી શકે છે.
ગાયોને દોહવાના સમયે જો સાધુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, તો ક્યારેક સાધુને જોઈને ગાયો ભડકી જાય, કોઈ સરળ શ્રદ્ધાળુ ગૃહસ્થ સાધુને જોઈને વાછરડાને દૂધ પીતા છોડાવીને સાધુને દૂધ દેવાની દષ્ટિએ જલદી–જલદી ગાયોને દોહવા લાગે, તેનાથી ગાયોને ત્રાસ થાય અને વાછરડાને દૂધ પીવામાં અંતરાય થાય છે.
ગૃહસ્થને ત્યાં આહાર તૈયાર થયો ન હોય તો સાધુને જોઈને ગૃહસ્થ વિશેષ અગ્નિ પ્રજ્વલિત કરીને જલદી–જલદી ભોજન તૈયાર કરે, સાધુ માટે અલગ ભોજન તૈયાર કરાવે, તેમાં જીવવિરાધના થાય, સાધુને આહાર લીધા વિના પાછા ફરતાં જોઈને કેટલાક ગૃહસ્થોને ક્ષોભ થાય છે.
ગૃહસ્થને ત્યાં તૈયાર થયેલો આહાર જેના માટે બનાવ્યો હોય, તેણે વાપર્યો ન હોય, તે પહેલા જ સાધુ લઈ લે, તો ગૃહસ્થને નવો આહાર તૈયાર કરવો પડે, તો સાધુને પશ્ચાત્ કર્મ દોષ લાગે છે.
ક્યારેક સાધુ યથાસમયે ગૃહસ્થના ઘેર જાય અને ત્યાં તેને ઉપરોક્ત બાધક કારણોની ખબર પડે અને એમ લાગે કે થોડીવારમાં ત્રણે કારણો સમાપ્ત થઈ જાય તેમ છે, તો તે સાધુ વિવેક પૂર્વક એકાંતમાં લોકોના આવાગમનથી રહિત સ્થાનમાં જઈને ઊભા રહે. ત્યાર પછી તે–તે કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તે અધ્યયન–1 : ઉદ્દેશક–4
34 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ઘરમાં પ્રવેશ કરે, પરંતુ જો આહાર તૈયાર થવામાં વધુ સમય લાગે તેમ હોય, તો સાધુ ત્યાં ઊભા ન રહે અન્ય ઘરોમાં ગોચરી જાય અથવા ઉપાશ્રયમાં પાછા આવી જાય.
અતિથિ શ્રમણ સાથે વ્યવહાર વિવેક :–
भिक्खागा णामेगे एवमाहंसु समाणा वा वसमाणा वा गामाणुगामं वा दूइज्जमाणे– खुड्डाए खलु अयं गामे, संणिरुद्धाए, णो महालए, से हंता भयंतारो !
बाहिरगाणि गामाणि भिक्खायरियाए वयह । संति तत्थेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथुया वा परिवसंति, तं जहा– गाहावई वा गाहावइणीओ वा गाहावइपुत्ता वा गाहावइधूयाओ वा गाहावइ सुण्हाओ वा धाईओ वा दासा वा दासीओ वा कम्मकरा वा कम्मकरीओ वा तहप्पगाराइं क‘लाइं पुरेसंथुयाणि वा पच्छासंथुयाणि वा पुव्वामेव भिक्खायरियाए अणुपविसिस्सामि, अवि य इत्थ लभिस्सामि पिंडं वा, लोयं वा, खीरं वा दहिं वा जाव सिहरिणिं वा, तं पुव्वामेव भोच्चा पेच्चा पडिग्गहं च संलिहिय संमज्जिय तओ पच्छा भिक्खूहिं सद्धिं गाहावइक‘लं पिंडवायपडियाए पविसिस्सामि वा णिक्खमिस्सामि वा । माइठ्ठाणं संफासे । णो एवं करेज्जा । से तत्थ भिक्खूहिं सद्धिं कालेण अणुपविसित्ता तत्थियराइयरेहिं क‘लेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा । શબ્દાર્થ :– समाणा = શક્તિ ક્ષીણ થવાના કારણે એક જગ્યાએ સ્થિરવાસ રહેલા वसमाणा = માસકલ્પાદિ વિહાર કરતાં खुड्डाए = નાનું ક્ષેત્ર હોય संणिरुद्धाए= કેટલાક ઘર બંધ છે णो महालए = આ ગામ મોટું નથી हंता = ખેદ સૂચક સંબોધન भयंतारो = હે પૂજ્ય મુનિવર ! बाहिरगाणि = બહારના गामाणि = ગામોમાં भिक्खायरियाए = ભિક્ષા નિમિત્તે वयह = જાઓ संति तत्थेगइयस्स भिक्खुस्स = તે ગામમા રહેનાર કોઈ એક ભિક્ષુને पुरेसंथुया = પૂર્વના પરિચિત ભાઈ–ભત્રીજા આદિ पच्छासंथुया = પાછળથી પરિચિત શ્વસુર પક્ષના લોકો अविय = અથવા इत्थ = આ કુળમાં लभिस्सामि = ઇચ્છા અનુસાર(ભિક્ષા) પ્રાપ્ત કરીશ पिंडं = વિશિષ્ટ ચોખાદિ लोयं = નમક યુક્ત સ્વાદિષ્ટ આહાર सिहरिणिं = શિખરિણી નામની મીઠાઈ तत्थियराइयरेहिं क‘लेहिं = અન્યાન્ય અનેક કુળ.
ભાવાર્થ :– કોઈ એક નામધારી ભિક્ષુ સ્થિરવાસ રહ્યા હોય કે ચાર્તુમાસ અર્થે રહ્યા હોય અથવા ગ્રામાનુગ્રામ વિહાર કરતા માસ કલ્પ રહ્યા હોય.(ત્યાં કોઈ અતિથિ શ્રમણ પધારે, ત્યારે) તે નામધારી ભિક્ષુ અન્ય ભિક્ષુઓને કહે કે હે પૂજ્યવરો ! આ ગામ ઘણું નાનું છે, તેમાં પણ કેટલાક ઘરો કારણ વિશેષથી ગોચરી માટે બંધ છે, ગામ મોટું નથી, માટે હે પૂજ્યવરો ! આપ ભિક્ષાચરી માટે નજીકના બીજા ગામમાં પધારો.
તે ગામમાં તે નામધારી સાધુના પૂર્વ પરિચિત માતા–પિતા આદિ કુટુંબીજનો કે પશ્ચાત્ પરિચિત–
શ્વસુર પક્ષના લોકો રહેતા હોય, જેમ કે– ગૃહપતિ, ગૃહપત્નીઓ, ગૃહપતિના પુત્ર, પુત્રીઓ, પુત્રવધૂઓ, ધાવમાતાઓ, દાસ–દાસી, નોકર–નોકરાણીઓ; તેવા પ્રકારના પૂર્વપરિચિત કે પશ્ચાત્ પરિચિત ઘરમાં હું તે સાધુઓના આવ્યા પહેલાં જ ભિક્ષા માટે જઈશ અને ત્યાંથી ઇષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરી લઈશ, જેમ કે–
3
35
બાસમતી ચોખાદિ, લવણ યુક્ત સ્વાદિષ્ટ આહાર, દૂધ, દહીં યાવત્ ( માખણ, ઘી, ગોળ, તેલ, મધ, જલેબી, ગોળ ની રાબ, માલપુવા) શિખરિણી–મીઠાઈ વિશેષ વગેરે પદાર્થોને લાવીને હું પહેલા જ ખાઈ–પીને, પાત્રોને ધોઈ સાફ કરીને પછી અન્ય ભિક્ષુઓની સાથે આહાર લેવા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીશ અને નીકળીશ. આ પ્રકારનો વ્યવહાર કરનાર તે સાધુ માયા–કપટનું સેવન કરે છે. સાધુઓએ તેવું કરવું જોઈએ નહિ.