This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

જો પ્રમાણે જાણે કે આહાર પુરુષાંતરકૃત થઈ ગયો છે, ઘરમાંથી બહાર કાઢ્યો છે, કોઈની 1

17

માલિકીમાં આવી ગયો છે, તેનો થોડો અથવા વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તથાપ્રકારના આહારને પ્રાસુક અને એષણીય સમજીને ભિક્ષુ ગ્રહણ કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં પર્વ તિથિમાં બનાવેલા આહારની ગ્રાહ્યતા–અગ્રાહ્યતા વિષયક નિરૂપણ છે.

अष्टम्यां पौषध–उपवासादिकोऽष्टमीपौषधः स विद्यते येषां तेऽष्टमी पौषधिका–उत्सवाः। આઠમ વગેરે પર્વતિથિના પૌષધોપવાસના પારણાનો ઉત્સવ હોય, તે રીતે પાક્ષિક, માસિક આદિ ઉપવાસના પારણાનો ઉત્સવ હોય, બે ૠતુનો સંધિકાલ અથવા ૠતુ પરિવર્તનનો મહોત્સવ હોય, જેમ કે–

ઉનાળો પૂર્ણ થાય અને ચોમાસાનો પ્રારંભ થાય ત્યારે ખેડૂતો વગેરે સાથે મળીને મહોત્સવ ઉજવતા હોય છે, આવા કોઈ પણ પ્રસંગે શ્રમણો, બ્રાહ્મણો, યાચકો આદિને માટે આહાર તૈયાર કરવામાં આવ્યો હોય, તેવો આહાર સાધુ કે સાધ્વી ગ્રહણ કરે, કારણ કે તેમાં આધાકર્મ આદિ દોષોની સંભાવના છે અને તેમજ અન્ય યાચકોને અંતરાય થાય છે.

જો તે આહાર અન્યને અપાઈ ગયો હોય, દાતાએ બીજા ઘેર મોકલી દીધો હોય, બીજાએ તે આહારને સ્વીકારી લીધો હોય, તો તે આહાર સાધુ ગ્રહણ કરી શકે છે. મહોત્સવના સ્થાનમાં પણ જેને આપવાનો હોય તેને અપાઈ જાય, લોકો જમી જાય પછી તે આહારમાંથી તેના સ્વજનો કે કર્મચારીઓ ભોજન કરવાના હોય કે કરતા હોય તો ત્યાંથી પણ સાધુ કે સાધ્વી તેને ગ્રહણ કરી શકે છે.

સંક્ષેપમાં કોઈ પણ ઉત્સવના પ્રસંગે અન્ય ભિક્ષુઓ ભોજન કરવા માટે કે આહાર લેવા માટે આવતા–જતા હોય, ઘણા લોકોનું આવાગમન થતું હોય તે સમયે સાધુ–સાધ્વીએ ત્યાં જવું ઉચિત નથી.

આવા પ્રસંગે ત્યાં જવાથી સાધુની રસલોલુપતા પ્રગટ થાય છે, અન્ય યાચકોને જૈન શ્રમણો પ્રતિ અભાવ થાય છે અને આવા પ્રસંગે ત્યાં જવાથી સાધુની સંતોષ ભાવના અને ત્યાગવૃત્તિ પુષ્ટ થાય છે.

ભિક્ષા યોગ્ય કુળ :

से भिक्खू वा भिक्खुणी वा जाव अणुपविठ्ठे समाणे से जाइं पुण क‘लाइं जाणेज्जा, तं जहाउग्गक‘लाणि वा भोगक‘लाणि वा राइण्णक‘लाणि वा खत्तियक‘लाणि वा इक्खागक‘लाणि वा हरिवंसक‘लाणि वा एसियक‘लाणि वा वेसियक‘लाणि वा गंडागक‘लाणि वा कोट्टागक‘लाणि वा गामरक्खक‘लाणि वा बोक्कसालियक‘लाणि वा अण्णयरेसु वा तहप्पगारेसु क‘लेसु अदुगुंछिएसु अगरहिए सु असणं वा पाणं वा खाइमं वा साइमं वा फासुयं जाव पडिगाहेज्जा। શબ્દાર્થ :– एसियक‘लाणि = ગોપાલાદિ કુળ वेसियक‘लाणि = વૈશ્ય કુળ गंडागक‘लाणि = નાપિત–

વાણંદ કુળ कोट्टागक‘लाणि = સુથાર કુળ गामरक्खक‘लाणि = ગ્રામરક્ષક કુળबोक्कसालियक‘लाणि = વણકર કુળअदुगुंछिएसु= અજુગુપ્સિત કુળોમાં, જાતિની અપેક્ષા શ્રેષ્ઠ કુળ अगरहिएसु = અગર્હિત–

અનિંદિત કુળોમાં, આચરણની અપેક્ષાએ શ્રેષ્ઠ કુળ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે કુળોના વિષયમાં જાણે કે આ ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, ક્ષત્રિયકુળ, ઇક્ષ્વાકુકુળ, હરિવંશકુળ, ગોપાલાદિકુળ, વૈશ્યકુળ, નાપિતકુળ 2

અધ્યયન–1 : ઉદ્દેશક–ર 18 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સુથારકુળ, ગ્રામરક્ષકકુળ કે વણકરકુળ છે. તે તથા આવા પ્રકારના બીજા પણ જે અજુગુપ્સિત અને અગર્હિત કુળ હોય, તે કુળમાંથી પ્રાસુક અને એષણીય અશનાદિ ચારે પ્રકારના આહાર પ્રાપ્ત થાય, તો તેને ગ્રહણ કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ–સાધ્વીને ભિક્ષા ગ્રહણ યોગ્ય કુળોનું કથન છે.

‘કુળ˜ શબ્દનો સામાન્ય અર્થ વંશ, ગોત્ર અથવા પૂર્વજોની વંશ પરંપરા થાય છે. વિશેષ અપેક્ષાએ પિતૃપક્ષને કુળ અને માતૃપક્ષને વંશ કહે છે, પરંતુ પ્રસ્તુતમાં કુળનો સામાન્ય અર્થ વિવક્ષિત છે. સૂત્રોક્ત કુળોમાં માતૃ–પિતૃ બંને પક્ષોનો સમાવેશ થાય છે.

પ્રસ્તુત સૂત્રમાં ઉગ્રકુળ વગેરે પ્રાચીન સમયના પ્રસિદ્ધ કુળોનો ઉલ્લેખ છે. જેમ કેઉગ્રકુળ–

ભગવાન ૠષભદેવે જે કુળને રક્ષકરૂપે સ્થાપિત કર્યા હતા તે. ભોગકુળરાજાના પૂજ્ય પુરોહિત અથવા બ્રાહ્મણ કુળ, રાજન્યકુળરાજાની સાથે મિત્રની સમાન વ્યવહાર કરનાર ક્ષત્રિય આદિ કુળ, ઇક્ષ્વાકુકુળૠષભદેવ પ્રભુના વંશજો, હરિવંશકુળશ્રીકૃષ્ણ અથવા યદુકુળના વંશજો.

કેટલાક સદા પ્રચલિત કુળોના નામ પ્રમાણે છેએષિતકુળગોવાળ જ્ઞાતિ, વેષિતકુળ–

વૈશ્ય–વણિક જ્ઞાતિ, ગંડકકુળવાણંદ જ્ઞાતિ, કોટ્ટાકકુળસુથાર જ્ઞાતિ, વોક્કશાલિકવણકર જ્ઞાતિ, ગ્રામરક્ષક કુળ વગેરે કુળમાં તથા આવા પ્રકારના અન્ય અજુગુપ્સિત કે અગર્હિત(અનિંદિત) કુળમાં સાધુ ભિક્ષા માટે પ્રવેશ કરે.

જુગુપ્સિત કુળ :– જાતિની અપેક્ષાએ સમાજમાં જે કુળની ગણના તુચ્છ કુળ તરીકે થતી હોય, તેવા હરિજન, અનાર્ય, મ્લેચ્છાદિ કુળ જુગુપ્સિત કુળ છે અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક કુળના લોકોનો જે કુળના લોકો સાથે આહાર–પાણીનો વ્યવહાર હોય, તેના ઘરમાં પ્રવેશ સ્વીકાર્ય હોય, તે જુગુપ્સિતકુળ છે.

જાતિની અપેક્ષાએ સમાજમાં જેની ગણના ઉચ્ચકુળમાં થતી હોય, તેવા આર્ય સંસ્કૃતિનું આચરણ કરનારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિ કુળ અજુગુપ્સિત છે અથવા જે કુળના લોકો સાથે આહાર પાણીનો વ્યવહાર હોય, જેના ઘરમાં પ્રવેશ સ્વીકાર્ય હોય, તે અજુગુપ્સિતકુળ છે.

ગર્હિત કુળ :– જે કુળની વ્યક્તિઓના આચાર–વિચાર સજ્જન પુરુષોને યોગ્ય હોય, તેવા નિંદિત આચરણ કરનારા કુળને ગર્હિતકુળ કહે છે અને જે કુળની વ્યક્તિઓના આચાર–વિચાર સજ્જન પુરુષોને યોગ્ય હોય, તે અગર્હિત કુળ છે. જેમ કેજે ઘરમાં માંસ, માછલી વગેરે અભક્ષ્ય પદાર્થો રંધાતા હોય, માંસના ટુકડા, હાડકાં, ચામડાં આદિ પડ્યા હોય, પશુઓ કે માછલીઓ આદિને મારવામાં આવતા હોય, જેના વાસણોમાં માંસ રાંધવામાં આવતું હોય, જ્યાં જાહેરમાં વ્યભિચાર થતો હોય, વેશ્યાઓના નાચગાન થતા હોય, દારૂ વગેરે માદક દ્રવ્યો પીવાતા હોય કે વેંચાતા હોય, રીતે જેનું આચરણ ખરાબ હોય તે ગર્હિત એટલે નિંદાપાત્ર–નિંદિત ઘર છે. તેવા ઘરોમાં ભિક્ષા માટે જવાથી ભિક્ષુને પોતાને ઘૃણા ઉત્પન્ન થાય છે, સંસર્ગથી બુદ્ધિ મલિન થાય છે અને ત્યાં જવાથી લોકનિંદા થાય, આહારની શુદ્ધિ રહે તેમજ ધર્મસંઘની બદનામી થાય છે.

તાત્પર્ય છે કે સાધુ–સાધ્વી પોતાની સંયમ સુરક્ષા માટે તેમજ વ્યવહાર શુદ્ધિને લક્ષ્યમાં રાખીને શાસનની લઘુતા થાય, તે રીતે આગમ નિર્દિ"ષ્ટ કુળોમાં વિવેકપૂર્વક, પ્રાસુક અને એષણીય આહારની ગવેષણા કરે છે.

19

મહોત્સવોમાં આહારાદિની એષણા :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवायं पडियाए जाव अणुपविठ्ठे समाणे से जं पुण जाणेज्जाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा समवाएसु वा पिंडणियरेसु वा इंदमहेसु वा खंदमहेसु वा रुद्दमहेसु वा मुगुंदमहेसु वा भूयमहेसु वा जक्खमहेसु वा णागमहेसु वा थूभमहेसु वा चेइयमहेसु वा रुक्खमहेसु वा गिरिमहेसु वा दरिमहेसु वा अगडमहेसु वा तडागमहेसु वा दहमहेसु वा णईमहेसु वा, सरमहेसु वा, सागरमहेसु वा आगरमहेसु वा अण्णयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु वट्टमाणेसु बहवे समण–माहण–अतिहि–किवण–वणीमए एगाओ उक्खाओ परिएसिज्जमाणे पेहाए दोहिं उक्खाहिं जाव संणिहिसंणिचयाओ वा परिएसिज्जमाणे पेहाए तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अपुरिसंतरकडं जाव णो पडिगाहेज्जा । अह पुण एवं जाणेज्जादिण्णं जं तेसिं दायव्वं; अह तत्थ भुंजमाणे पेहाएगाहावइभारियं वा गाहावइभगिणिं वा गाहावइपुत्तं वा गाहावइधूयं वा सुण्हं वा धाइं वा दासं वा दासिं वा कम्मकरं वा कम्मकरिं वा, से पुव्वामेव आलोएज्जाआउसो ! त्ति वा भगिणि ! त्ति वा दाहिसि मे एत्तो अण्णयरं भोयणजायं ? से सेवं वदंतस्स परो असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलएज्जा, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा सयं वा णं जाएज्जा, परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा શબ્દાર્થ :– समवाएसु = મેળો, જ્યાં માનવ સમુદાય ભેગો થયો હોય, તેવા સ્થાનમાં पिंडणियरेसु = મૃતક ભોજન અર્થાત્ શ્રાદ્ધમાં थूभ = સ્તૂપ–મૃતક વ્યક્તિની સ્મૃતિમાં જે સ્મારક તૈયાર થાય તે સ્તૂપ चेइए = ચૈત્ય–યક્ષાદિનું મંદિર दिण्णं = દેવાઈ ગયું હોય दायव्वं = દેવા યોગ્યને.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે જાણે કે અહીં ઘણા માણસો ભેગા થયા છે, પિતાનું શ્રાદ્ધ છે અથવા ઇન્દ્રમહોત્સવ, સ્કંધ મહોત્સવ, રુદ્રમહોત્સવ, મુકુંદ મહોત્સવ, ભૂત મહોત્સવ, યક્ષ મહોત્સવ, નાગ મહોત્સવ તથા સ્તૂપ, ચૈત્ય, વૃક્ષ, પર્વત, ગુફા, કૂવા, તળાવ, જળાશય, નદી, સરોવર, સાગર કે ખાણ સંબંધી મહોત્સવ તેમજ અન્ય કોઈ પણ તથાપ્રકારના મહોત્સવ થઈ રહ્યા છે, તેના ઉપલક્ષ્યમાં અશનાદિ ચારે પ્રકારના આહાર ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, યાચક વગેરેને એક ખાનાવાળા કમંડળથી, બે, ત્રણ કે ચાર ખાનાવાળા કમંડળથી, સાંકડા મુખવાળા ઘડાઓથી કે વાંસની છાબડીથી પીરસાઈ રહ્યા છે તથા સંગ્રહ કરેલા ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ આદિ પીરસાઈ રહ્યા છે, તે જુએ અને જાણે કે આહાર પુરુષાંતરકૃત થયો નથી, ઘરથી બહાર કાઢેલો નથી; કોઈ દ્વારા અધિકૃત, પરિભુક્ત કે આસેવિત નથી, તો તે આહારને ભિક્ષુ અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.

જો સાધુ પ્રમાણે જાણે કે જેને જે આહાર દેવાનો હતો તે અપાઈ ગયો છે, ગૃહસ્થોએ ભોજન કરી લીધું છે, તો ત્યાં જઈને તે ગૃહસ્થના પત્ની, બહેન, પુત્ર, પુત્રી કે પુત્રવધૂ, ધાવમાતા, દાસ કે દાસી, નોકર 3

અધ્યયન–1 : ઉદ્દેશક–ર 20 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ કે નોકરાણીને પૂછે, હે આયુષ્યમતી બહેન ! ભોજનમાંથી શું મને કાંઈ આપશો ? પ્રમાણે સાધુ કહે ત્યારે દાતા અશનાદિ ચારે પ્રકારનો આહાર લાવીને સાધુને આપે તો રીતે અશનાદિ ચારે પ્રકારના આહારની સાધુ સ્વયં યાચના કરે અથવા તે ગૃહસ્થ પોતે આપે તો તે પ્રાસુક અને એષણીય આહારને સાધુ ગ્રહણ કરે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ પ્રકારના ઉત્સવો નિમિત્તે તૈયાર થયેલા આહારની ગ્રાહ્યતા–અગ્રાહ્યતા વિષયક સ્પષ્ટીકરણ છે.

સૂત્રોક્ત કોઈ પણ ઉત્સવોમાં ઘણા શ્રમણો, બ્રાહ્મણો, યાચકો આદિને માટે ભોજન તૈયાર થાય છે.

તે ભોજન પુરુષાંતરકૃત આદિ થાય ત્યાં સુધી સાધુ કે સાધ્વીને માટે અગ્રાહ્ય હોય છે. જો તે ભોજનમાંથી દાતાના સ્વજનો આદિ પણ ભોજન લેવાના હોય, તો યાચકોને ભોજન કરાવ્યા પછી, તે સ્વજનો પણ ભોજન કરી લે ત્યારપછી અથવા ભોજન કરતા હોય ત્યારે સાધુ–સાધ્વી પોતાની સંયમ વિધિ અનુસાર આહાર ગ્રહણ કરી શકે છે.

સંખડી ગમન નિષેધ :

से भिक्खू वा भिक्खुणी वा परं अद्धजोयणमेराए संखडिं णच्चा संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । से भिक्खू वा भिक्खुणी वा पाईणं संखडिं णच्चा पडीणं गच्छे, अणाढायमाणे, पडीणं संखडिं णच्चा पाईणं गच्छे अणाढायमाणे, दाहिणं संखडिं णच्चा उदीणं गच्छे अणाढायमाणे, उदीणं संखडिं णच्चा दाहिणं गच्छे अणाढायमाणे जत्थेव सा संखडी सिया, तं जहागामंसि वा णगरंसि वा खेडंसि वा कब्बडंसि वा मडंबंसि वा पट्टणंसि वा दोणमुहंसि वा आगरंसि वा णिगमंसि वा आसमंसि वा संणिवेसंसि वा रायहाणिंसि वा संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए केवली बूयाआयाणमेयं શબ્દાર્થ :– परं अद्धजोयणमेराए = પ્રકર્ષથી, ઉત્કૃષ્ટ અર્ધા યોજનથી વધુ દૂરના ક્ષેત્રમાં संखडिं = જમણવારને णच्चा = જાણીને संखडिपडियाए = સ્વાદિષ્ટ આહારની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી गमणाए = જવા માટે णो अभिसंधारेज्जा = મનમાં સંકલ્પ કરે નહિ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અર્ધાયોજન અર્થાત્ બે ગાઉ પ્રમાણ ક્ષેત્રથી પણ વધુ દૂર મોટો જમણવાર છે, એ પ્રમાણે જાણીને ત્યાં આહાર પ્રાપ્તિ માટે જવાનો સંકલ્પ કરે નહિ. સાધુ કે સાધ્વી જાણે કે પૂર્વદિશામાં જમણવાર છે તો તેના પ્રતિ ઉપેક્ષાભાવ ધારણ કરીને પશ્ચિમ દિશામાં ભિક્ષાર્થે ગમન કરે; પશ્ચિમ દિશામાં જમણવાર છે, તેમ જાણીને તેના પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખી પૂર્વ દિશામાં ભિક્ષાર્થે ગમન કરે. રીતે દક્ષિણ દિશામાં જમણવાર હોય તો ઉત્તર દિશામાં જાય અને ઉત્તર દિશામાં જમણવાર હોય તો દક્ષિણ દિશામાં જાય. ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, પટ્ટણ, આકર, દ્રોણમુખ–બંદર, આશ્રમ, સન્નિવેશ યાવત્ 4

21

રાજધાની આદિ કોઈ પણ સ્થાનમાં મોટો જમણવાર હોય, તો તે જાણીને સ્વાદિષ્ટ આહાર માટે ત્યાં જવાનો સંકલ્પ કરે નહીં. કેવળી ભગવંતોએ તેને કર્મબંધનું કારણ કહ્યું છે.

संखडिं संखडिपडियाए अभिसंधारेमाणे आहाकम्मियं वा उद्देसियं वा मीसज्जायं वा कीयगडं वा पामिच्चं वा अच्छेज्जं वा अणिसठ्ठं वा अभिहडं वा आहट्टु दिज्जमाणं भुंजेज्जा, असंजए भिक्खुपडियाए खुड्डियदुवारियाओ महल्लियाओ क‘ज्जा, महल्लियदुवारियाओ खुड्डियाओ क‘ज्जा, समाओ सेज्जाओ विसमाओ क‘ज्जा, विसमाओ सेज्जाओ समाओ क‘ज्जा; पवायाओ सेज्जाओ णिवायाओ क‘ज्जा, णिवायाओ सेज्जाओ पवायाओ क‘ज्जा, अंतो वा बहिं वा उवसयस्स हरियाणि छिंदिय–छिंदिय दालिय–दालिय संथारगं संथारेज्जा, एस विलुंगयामो सेज्जाए अक्खाए । तम्हा से संजए णियंठे तहप्पगारं पुरेसंखडिं वा पच्छासंखडिं वा; संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए શબ્દાર્થ :– असंजए = અસંયતિ, ગૃહસ્થ भिक्खुपडियाए = સાધુ માટે खुड्डियदुवारियाओ = નાના દરવાજાને महल्लियाओ = મોટો क‘ज्जा = કરે महल्लियदुवारियाओ खुड्डियाओ क‘ज्जा = મોટા દરવાજાને નાનો કરે विलुंगयामो = દોષો अक्खाए = કહ્યા છે संजए णियंठे = સંયત નિર્ગ્રંથ पुरेसंखडिं = લગ્નાદિની પહેલાની જમણવારી पच्छासंखडिं = મૃત્યુ નિમિત્તની પાછળની જમણવારી उवसयस्स = ઉપાશ્રય, સ્થાન.

ભાવાર્થ :– જે સાધુ જમણવારીમાં જવાના વિચારથી જમણવારીમાં જાય, તેને ગૃહસ્થ દ્વારા આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, વેચાતા લીધેલા, ઉધાર લીધેલા, જબરજસ્તીથી ઝૂંટવીને લીધેલા, બીજાની માલિકીના પદાર્થને તેની આજ્ઞા વિના લીધેલા કે સામે લાવીને આપેલા આહારને સેવન કરવા રૂપ દોષોનું સેવન થાય છે. કોઈ ભાવિક ગૃહસ્થ, સાધુ જમણવારમાં પધારશે તેવી સંભાવનાથી નાના દરવાજાને મોટો બનાવે તથા મોટા દરવાજાને નાનો બનાવે, વિષમ સ્થાનને સમાન બનાવે તથા સમ સ્થાનને વિષમ બનાવે, વધારે હવા–

વાળા સ્થાનને હવા વગરનો બનાવે કે હવા વિનાના સ્થાનને વધારે હવાવાળો બનાવે; સાધુના નિવાસ માટે સ્થાનની અંદર અને બહાર ઊગેલી લીલોતરીને કપાવે, તેને મૂળથી ઉખેડીને ત્યાં સંસ્તારક–આસન બિછાવે ઇત્યાદિ શય્યા–ઉપાશ્રય સંબંધી દોષોની સંભાવના રહે છે, માટે સંયમી નિર્ગ્રંથ પ્રમાણે થતી પૂર્વ સંખડી–પ્રીતિભોજન અથવા મૃત વ્યક્તિની પાછળ કરવામાં આવતા શ્રાદ્ધ વગેરે પશ્ચાત્ સંખડી–જમણવારમાં ભિક્ષાર્થે જવાનો સંકલ્પ કરે નહિ.

વિવેચન :–

संखडी : એક દેશ્ય–દેશી શબ્દ છે. संखंड्यते विराध्यते प्राणिनो यत्र सा संखडी । જેમાં આરંભ–સમારંભના કારણે પ્રાણીઓની વિરાધના થાય છે, તેને સંખડી કહે છે. મોટા ભોજન સમારંભમાં અન્નને વિવિધ પ્રકારે સંસ્કારિત કરવામાં આવે છે, કારણે પણ તેને સંસ્કૃતિ–સંખડી કહેવામાં આવે છે.

તેના બે પ્રકાર છે– (1) પૂર્વ સંખડીલગ્ન આદિ કોઈ પણ પ્રસંગની પૂર્વે જે પ્રીતિભોજન થાય, તે પૂર્વ 5

અધ્યયન–1 : ઉદ્દેશક–ર 22 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સંખડી કહેવાય છે. (ર) પશ્ચાત્ સંખડીમૃત વ્યક્તિની પાછળ શ્રાદ્ધ આદિ નિમિત્તે જે ભોજન સમારંભ થાય, તે પશ્ચાત્ સંખડી કહેવાય છે.

સંખડીમાં જવાથી અનેક દોષો લાગે છે– (1) સ્વાદની લોલુપતા ( ર) સ્વાદ લોલુપતાવશ અત્યંત વધારે આહાર લાવવાનો લોભ (3) વધારે પ્રમાણમાં સ્વાદિષ્ટ ભોજન કરવાથી સ્વાસ્થ્યની હાનિ, પ્રમાદમાં વૃદ્ધિ, સ્વાધ્યાયમાં અંતરાય (4) લોકોની ભીડમાં સ્ત્રીનો સ્પર્શ, તેમજ મુનિવેશની અવહેલના ( પ) લોકોમાં સાધુ પ્રત્યે અશ્રદ્ધાભાવ વધવાની સંભાવના (6) શુદ્ધ એષણીય આહારની દુર્લભતા. તે ઉપરાંત શ્રદ્ધાળુ ગૃહસ્થને ખબર પડી જાય કે અમુક સાધુ પ્રીતિભોજન પર પધારી રહ્યા છે, તો મારે તેમને આહાર આપવો છે, એમ વિચારીને તે સાધુના ઉદ્દેશ્યથી ખાદ્યસામગ્રી તૈયાર કરાવે, ખરીદીને લાવે, ઉધાર લાવે, ઝૂંટવીને લાવે, બીજાની વસ્તુને પોતાના કબજામાં લઈને આપે, અન્ય સ્થાનેથી લાવીને આપે તેવા આહાર ગ્રહણ કરવાથી એષણા સમિતિનો ભંગ થાય અને સંયમની વિરાધના થાય છે.

કોઈ કોઈ ઉત્સવોની જમણવારી એક દિવસ કે બે, ત્રણ દિવસ સુધી ચાલે છે. ગૃહસ્થ પોતાના પૂજનીય સાધુને ત્યાં પધારવાનો આગ્રહ કરે છે અથવા ગૃહસ્થને ખબર પડી જાય કે સાધુ પધારવાના છે, તો તે તેઓના નિવાસ માટે અલગ વ્યવસ્થા કરે છે. તે સ્થાન માટે સૂત્રમાં ઉપાશ્રય શબ્દનો પ્રયોગ થયેલ છે. તે સ્થાન સ્ત્રી, પશુ, પંડગના સંપર્કથી રહિત, સાધુના નિવાસ યોગ્ય બનાવવા માટે ગૃહસ્થ મકાનની અનેક રીતે મરામત કરાવે, ત્યાં ઊગેલી લીલોતરીને કપાવે, રીતે પણ અનેક દોષો લાગે છે, જે મૂળપાઠથી સ્પષ્ટ છે. આવા દોષોની સંભાવનાના કારણે સાધુ સંખડીની એટલે વિવિધ પ્રકારના મોટા જમણવારની ઉપેક્ષા કરે અને ત્યાં જાય નહીં.

ઉપસંહાર :–

एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए त्ति बेमि ભાવાર્થ :– પિંડૈષણા વિવેક તે સાધુ કે સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સમાચારી છે, તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ–સાધ્વીએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ.આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.

।। અધ્યયન–1/ર સંપૂર્ણ ।। 6

23

પહેલું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક સંખડી ગમન નિષેધ :

से एगइओ अण्णयरं संखडिं आसित्ता पिबित्ता छड्डेज्ज वा वमेज्ज वा भुत्ते वा से णो सम्मं परिणमेज्जा, अण्णयरे वा दुक्खे रोगायंके समुप्पज्जेज्जा। केवली बूया आयाणमेयं શબ્દાર્થ :– एगइओ = એકદા अण्णयरं = કોઈ એક आसित्ता = સરસ આહાર વાપરીને पिबित्ता = દૂધ આદિ પીને छड्डेज्ज = ઝાડા થાય वमेज्ज = ઊલટી થાય भुत्ते = ખાધેલું से दुक्खे = તે દુઃખી થાય છે रोगायंके = રોગ આતંકાદિ समुप्पज्जेजा = ઉત્પન્ન થાય છે.

ભાવાર્થ :– મોટા જમણવારમાં ગયેલા સાધુને ક્યારેક ગરિષ્ટ આહારાદિ ખાવા–પીવાથી ઝાડા કે ઉલટી થાય, તે આહાર સારી રીતે પચે નહિ તો, તેના ફળ રૂપે તાવ કે ઉદર શૂળ વગેરે કોઈ ભયંકર દુઃખ કે રોગાંતક ઉત્પન્ન થાય છે, માટે કેવળી ભગવંતોએ સંખડીને કર્મબંધનું કારણ કહ્યું છે.

इह खलु भिक्खू गाहावईहिं वा गाहावईणीहिं वा परिवायएहिं वा परिवाइयाहिं वा एगज्झं सद्धिं सोंडं पाउं भो वतिमिस्सं हुरत्था उवस्सयं पडिलेहमाणे णो लभेज्जा, तमेव उवस्सयं सम्मिस्सीभावमावज्जेज्जा, अण्णमण्णे वा से मत्ते विप्परियासियभूए इत्थिविग्गहे वा किलीबे वा, तं भिक्खुं उवसंकमित्तु बूयाआउसंतो समणा ! अहे आरामंसि वा अहे उवस्सयंसि वा राओ वा वियाले वा गामधम्मणियंतियं कट्टु रहस्सियं मेहुणधम्मपरियारणाए आउट्टामो। तं चेगइओ साइज्जेज्जा । अकरणिज्जं चेयं संखाए, एए आयाणा संति संचिज्जमाणा पच्चावाया भवंति तम्हा से संजए णियंठे तहप्पगारं पुरेसंखडिं वा पच्छासंखडिं वा संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए શબ્દાર્થ :– गाहावईहिं = ગૃહસ્થોથી गाहावईणीहिं = ગૃહપતિની સ્ત્રીઓથી परिवायएहिं = પરિવ્રાજકોથી परिवाइयाहिं = પરિવ્રાજિકાઓથી एगज्झं सद्धिं = એક સાથે મળવા પર सोंडं पाउं = મદિરા પાન કરીને वतिमिस्सं = ચિત્તભ્રમ થઈ જશેहुरत्था= કદાચિત્ उवस्सयं = ઉપાશ્રયનીपडिलेहमाणे = પ્રતિલેખના કરતાં, શોધતાં णो लभेज्जा = ઉપાશ્રય નહીં મળવાના કારણે तमेव उवस्सयं = તે ઉપાશ્રયમાં सम्मिस्सीभावमावज्जेज्जा = ગૃહસ્થો કે પરિવ્રાજકોની સાથે રહેવાનું થશે अण्णमण्णे = પરસ્પર मत्ते = મદોન્મત થઈને विप्परियासियभूए = વિપરીત ભાવને પ્રાપ્ત થશે અને તેના સંપર્કથી સાધુ પણ પોતાને ભૂલી જશે इत्थिविग्गहे = સ્ત્રીના શરીરમાં તથા किलीबे = નપુંસકમાં–વિપરીત ભાવને પ્રાપ્ત થઈ જાય છેउवसंकमित्तु= પાસે આવીને अहे आरामंसि = ઉદ્યાનમાં अहे उवस्सयंसि = 1

2

અધ્યયન–1 : ઉદ્દેશક–3

24 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ઉપાશ્રયમાં राओ = રાત્રિમાં वियाले = અકાળમાં गामधम्मणियंतियं कट्टु = ઇન્દ્રિય સુખોપભોગ માટે रहस्सियं = એકાંત સ્થાનમાં मेहुणधम्मपरियारणाए = મૈથુન ધર્મનું સેવન કરવામાં आउट्टामो = પ્રવૃત્તિ કરીએ तं = તે પ્રાર્થનાને चेगइओ = કોઈ અનભિજ્ઞ સાધુ साइज्जेज्जा = સ્વીકાર કરે.

अकरणिज्जं = અકરણીય કાર્ય છે च एयं = ફરી संखाए = જાણીને आयाणा = કર્મને આવવાનો માર્ગ संचिज्जमाणा = ક્ષણ–ક્ષણમાં કર્મ એકઠા કરતા पच्चावाया = રીતે બીજો પણ કર્મ આવવાનો માર્ગ.

ભાવાર્થ :– સંખડીમાં ગયેલા સાધુ જો ત્યાં ગૃહસ્થો કે તેની પત્નીઓ, પરિવ્રાજક કે પરિવ્રાજિકાઓ મદિરાપાન કરતા હોય તેઓની સાથે મળીને મદિરા પાન કરે, તેઓની સાથે હળીમળી જાય, ક્યારેક ઉપાશ્રયની શોધ કરતા મળે તો તે ગૃહસ્થ કે પારિવ્રાજકોની સાથે રહી જાય, તેઓ પરસ્પર મદોન્મત થઈ વિપરીત ભાવને પ્રાપ્ત થાય, મદિરાના પ્રભાવથી પોતાના સ્વરૂપને ભૂલી સ્ત્રી શરીરમાં કે નપુંસકોના શરીરમાં આસક્ત થાય, તેના સંપર્કથી સાધુ પણ ભાન ભૂલી જાય, ત્યારે તેને આસક્ત જોઈને સ્ત્રી કે

નપુંસકો તેની પાસે આવીને કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! બગીચામાં કે ઉપાશ્રયમાં રાત્રે કે સંધ્યા સમયે આપણે મળશું અને ત્યાં ઇન્દ્રિય સુખોપભોગ માટે એકાંત સ્થાનમાં રતિક્રીડા કરશું, તેવા સમયે કોઈ અજ્ઞાની સાધુ તેઓની તથાપ્રકારની પ્રાર્થનાનો સ્વીકાર પણ કરે.

તેથી તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે ભિક્ષુ માટે સંખડી ગમન અકરણીય છે, તે કર્મના આશ્રવનો માર્ગ છે, દોષોનું સ્થાન છે, કર્મોનો સંચય વધે છે, પૂર્વોક્ત અનેક દોષો ઉત્પન્ન થાય છે, માટે નિર્ગ્ર્રંથ મુનિઓએ પૂર્વ કે પશ્ચાત્ કોઈ પણ સંખડીમાં જવાનો સંકલ્પ પણ કરવો જોઈએ.

से भिक्खू वा भिक्खुणी वा अण्णयरं संखडिं सोच्चा णिसम्म संपरिहावइ उस्सुयभूयेणं अप्पाणेणं धुवा संखडी णो संचाएइ तत्थियराइयरेहिं क‘लेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेत्तए माइठ्ठाणं संफासे णो एवं करेज्जा । से तत्थ कालेण अणुपविसित्ता तत्थियराइयरेहिं क‘लेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा શબ્દાર્થ :– संपरिहावइ= જાય છે उस्सुयभूयेणं = ઉત્સુકતાપૂર્વક अप्पाणेणं = આત્માથીधुवा संखडी = નિશ્ચિત રૂપે સંખડીમાં આહાર મળશે, આશયથી णो संचाएइ = સમર્થ થાય નહીં, કરે નહીં तत्थ = ત્યાં इयराइयरेहिं = બીજા–બીજા અર્થાત્ સંખડી વિનાના क‘लेहिं = ઘરોમાંથી सामुदाणियं = સામુદાનિક, ઘણા ઘરોમાંથી एसियं = એષણીય, वेसियं = સાધુના વેષથી પ્રાપ્ત पिंडवायं = આહારને पडिगाहेत्ता= ગ્રહણ કરીને आहारं आहारेत्तए = આહારને વાપરવા માટે माइठ्ठाणं = માયા સ્થાનનો संफासे = સ્પર્શ થાય છે, સેવન કરે છે. णो एवं करेज्जा = રીતે કરવું જોઈએ.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી અન્ય કોઈ પણ પ્રકારના જમણવારને સાંભળીને, જાણીને, ત્યાં જવાનો મનમાં નિર્ણય કરીને, ત્યાં નિશ્ચિત રૂપથી મનગમતા ખાદ્ય પદાર્થો મળશે, તેમ જાણીને ઉત્સુક મનથી તે દિશામાં જલદી–જલદી જાય છે. તે સાધુ ( જમણવારમાં બધી ખાદ્ય સામગ્રી મળી જશે પ્રમાણે વિચારીને)

3

25

બીજા–બીજા ઘરોમાંથી એષણીય, સાધુ વેશથી પ્રાપ્ત, નિર્દોષ આહાર મળવા છતાં ગ્રહણ કરતા નથી. આ પ્રકારે કરવાથી તે શ્રમણ માયા–કપટનું સેવન કરે છે માટે સાધુ પ્રમાણે કરે નહિ.

સાધુ સંખડીવાળા ગામમાં જઈને પણ સંખડીવાળાના ઘરમાં આહાર માટે જાય નહિ. બીજા–બીજા ઘરોમાં સામુદાનિક ભિક્ષાથી એષણીય તથા સાધુ વેષથી પ્રાપ્ત નિર્દોષ આહારને ગ્રહણ કરીને તેનું સેવન કરે.

से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणेज्जागामं वा जाव रायहाणिं वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिंसि वा संखडी सिया, तं पि गामं वा जाव रायहाणिं वा संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए । केवली बूयाआयाणमेयं । आइण्णावमाणं संखडिं अपुणविस्समाणस्स पाएण वा पाए अक्कंतपुव्वे भवइ, हत्थेण वा हत्थे संचालियपुव्वे भवइ, पाएण वा पाए आवडियपुव्वे भवइ, सीसेण वा सीसे संघट्टियपुव्वे भवइ, काएण वा काए संखोभियपुव्वे भवइ, दंडेण वा अठ्ठीण वा मुठ्ठीण वा लेलुणा वा कवालेण वा अभिहयपुव्वे भवइ, सीओदए ण वा ओसित्तपुव्वे भवइ, रयसा वा परिघासियपुव्वे भवइ, अणेसणिज्जेण वा से परिभुत्तपुव्वे भवइ, अण्णेसिं वा देज्जमाणं पडिग्गाहियपुव्वे भवइ तम्हा से संजए णिग्गंथे तहप्पगारं आइण्णावमाणं संखडिं संखडिपडियाए णो अभिसंधारेज्जा गमणाए શબ્દાર્થ :– आयाणमेयं = કર્મબંધનું સ્થાન છે आइण्णावमाणं = આકીર્ણ–સાંકડી. લોકો વધુ અને જગ્યા ઓછી હોય અથવા લોકો વધુ અને ખાદ્ય સામગ્રી ઓછી હોય તેને આકીર્ણ–અવમ સંખડી કહે છે अक्कंतपुव्वे = પરસ્પર આક્રાંત થવું, અથડાવું संचालियपुव्वे = એક બીજાના ધક્કા લાગવા आवडियपुव्वे = પાત્ર સાથે પાત્રનું ટકરાવવું संघट्टियपुव्वे = મસ્તક સાથે મસ્તકનું ટકરાવવું संखोभियपुव्वे = શરીર સાથે શરીરનો સંઘર્ષ થવો दंडेण = દંડાથી अठ्ठीण = હાડકાંથી मुठ्ठीण = મુઠીથી लेलुणा = ઢેફાથી कवालेण = ઠીકરાથી अभिहयपुव्वे भवइ = સાધનોથી અભિહત થાય છે सीओदएण = ઠંડા પાણીથી ओसित्तपुव्वे भवइ = સિંચિત થાય છે रयसा वा परिघासियपुव्वे भवइ = ધૂળથી ભરાય જાય છે अणेसणिज्जे = અનેષણીય આહાર परिभुत्तपुव्वे भवइ = ભોગવનાર થાય છે अण्णेसिं वा दिज्जमाणे पडिगाहियपुव्वे भवइ = બીજાને અપાતા આહારને વચ્ચે ગ્રહણ કરનાર થાય છે.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી જાણે કે અમુક ગામ યાવત્ રાજધાનીમાં સંખડી છે, ‘‘તો તે ગામ યાવત્ રાજધાનીમાં થનારી સંખડીમાં જઈશ˜˜ તેવા સંકલ્પથી ત્યાં જવાનો વિચાર પણ કરે નહિ. કેવળી ભગવંતોએ તેને કર્મબંધનું સ્થાન કહ્યું છે.

તે સંખડીમાં થોડા માણસો માટે ભોજન બનાવાયું હોય અથવા થોડા માણસોનો સમાવેશ થાય તેવા તે સ્થાનમાં ઘણા માણસો આવી ગયા હોય, તો ત્યાં ભીડ થઈ જાય છે અને ત્યાં પગ સાથે પગ અથડાય, હાથ સાથે હાથની અથડામણ થાય, પાત્રથી પાત્ર ટકરાય, માથા સાથે માથુ અફળાય અથવા કાયાથી 4

અધ્યયન–1 : ઉદ્દેશક–3

26 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ કાયાનો સ્પર્શ થાય અને તે કારણે દંડ, હાડકાં, મુટ્ઠી, ઢેફાં, ઠીકરાં આદિથી પરસ્પર એક બીજા ઉપર પ્રહાર કરવાની સંભાવના છે, એક બીજા ઉપર સચેત પાણી ફેંકવામાં આવે, જન સમૂહના આવાગમનથી વધુ પ્રમાણમાં ઊડતી ધૂળથી શરીર ભરાય જાય, યાચકોની સંખ્યા વધારે હોવાથી અનેષણીય આહારનો પણ ઉપભોગ કરવો પડે તથા બીજાને આપવામાં આવતા આહારને વચમાંથી ઝાપટ મારીને લેવો પડે, આ રીતે અનેક દોષો ઉત્પન્ન થાય છે, માટે સંયમી નિર્ગ્રંથ મુનિ તેવી આકીર્ણ અને સંકીર્ણ તેમજ થોડા ભોજનવાળી સંખડીમાં આહાર ગ્રહણના સંકલ્પથી જવાનો વિચાર કરે નહિ.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સંખડીમાં જવાથી સાધુને થતાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દોષોનું નિરૂપણ કર્યું છે.

શારીરિક હાનિસાધુનો આહાર પરિમિત અને સાત્વિક હોય છે. સંખડીમાં સ્વાદિષ્ટ અને ગરિષ્ટ ભોજન પાણીની સંભાવના હોય છે અને પ્રમાદવશ સાધુ અધિક આહાર કરી લે અને તેનું પાચન થાય, તો ઝાડા–ઊલટી, ઉદરશૂળ આદિ રોગ ઉત્પન્ન થાય છે. સંખડીમાં લોકોની ભીડ હોવાથી અથડામણ, સ્પર્શ, થાય અને ક્યારેક પરસ્પર પ્રહાર, સંક્લેશ આદિ થાય છે.

માનસિક હાનિસંખડીના આહારથી રોગગ્રસ્ત સાધુનું ચિત્ત આર્ત–રૌદ્ર ધ્યાન યુક્ત બની જાય, અરતિ, અપ્રસન્નતા, પરસ્પરમાં વેર–ઝેર, સંક્લેશ થાય છે. પર્યાપ્ત આહાર પ્રાપ્ત થવાથી ક્યારેક માનહાનિ, ખેદ કે ગ્લાનિ તથા દાતા પ્રત્યે અશુદ્ધ ભાવો થાય છે.

આધ્યાત્મિક હાનિસંખડીમાં સાધુચર્યાના નિયમાનુસાર આહારની ગવેષણા થતી નથી. અનેષણીય આહાર ગ્રહણ તથા તેના આસેવનથી અને સ્વાદિષ્ટ આહારની આસક્તિથી કર્મોનો બંધ થાય છે.

સંખડીવાળા ગામમાં સ્વાદિષ્ટ ભોજનની અપેક્ષાથી તે દિશામાં અન્ય ઘરમાં ગોચરીએ જનાર સાધુ માયાકપટનું સેવન કરે તેવી સંભાવના છે.

રીતે સંખડી સાધુની શારીરિક સ્વસ્થતાનો, માનસિક એકાગ્રતાનો અને આત્મ સાધનાનો નાશ કરે છે. સંક્ષેપમાં સંખડી અનંત કર્મબંધનું સ્થાન હોવાથી સાધુ કે સાધ્વીને ત્યાં જવું હિતાવહ નથી.

संपरिहावइ :દોડવું. કોઈ રસાસક્ત સાધુ સંખડીનું નામ સાંભળતાં , ત્યાં મોટો જમણવાર હોવાથી મને ખાવાના સુંદર પદાર્થો પ્રાપ્ત થશે, તેવા વિચારથી તે સ્થાનની સન્મુખ અત્યંત ઉત્સુક મનથી દોટ મૂકે છે.

माइठाणं संफासे :માયાસ્થાન એટલે કપટ કે કપટ યુક્ત આચરણ. સાધુ સંખડીવાળા ગામમાં જાય ત્યારે સંખડિનો આહાર લેવાની ઇચ્છા હોવા છતાં સીધા સંખડીની જગ્યાએ જતાં તે ગામમાં બીજા–બીજા ઘરોમાં ફરે. મને(તે સાધુને) જોઈને સંખડીવાળા ગૃહસ્થ આહાર માટે અવશ્ય વિનંતી કરશે. પ્રકારની ભાવનાથી અને સ્વાદિષ્ટ આહારની આસક્તિથી સાધુ તથાપ્રકારનું વર્તન કરે છે અર્થાત્ માયાનું સેવન કરે છે.

सामुदाणियं एसियं वेसियं पिंडवायं :સામુદાનિકગરીબ–તવંગરનો ભેદભાવ રાખ્યા વિના જુદા–જુદા ઘરોમાંથી નિર્દોષ આહાર ગ્રહણ કરવો. એષણીયઆધાકર્મ આદિ દોષો ટાળીને આહાર ગ્રહણ કરવો. વેષિતસાધુના વેશથી. વેશની મર્યાદા એટલે સાધુ સમાચારી અનુસાર પ્રાપ્ત થયેલો આહાર.

સંક્ષેપમાં વિહાર કરતા સંખડીનું ગામ વચમાં આવતું હોય અને ત્યાં રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય હોય 27

તો સાધુ સંખડીવાળું ઘર છોડીને બીજા ઘરોમાંથી સામુદાનિક ભિક્ષાથી એષણીય આહાર ગ્રહણ કરીને વાપરે.

आइण्णावमाઆકીર્ણ અને અવમ. બંને શબ્દો સંખડીના વિશેષણ છે– (1) જનાકુલતાવાળી સંખડી આકીર્ણ સંખડી કહેવાય છે અને ( ર) જેમાં ભોજન થોડું બનાવ્યું હોય કે ઓછી જગ્યા હોય અને લોકો વધુ આવ્યા હોય, તે અવમ સંખડી છે.