This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
से भिक्खू वा भिक्खुणी वा बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खममाणे वा पविसमाणे वा; णो अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खमेज्ज वा पविसेज्ज वा । શબ્દાર્થ :– बहिया = બહાર वियारभूमिं = સ્થંડિલ ભૂમિમાં विहारभूमिं = સ્વાધ્યાય ભૂમિમાં.
ભાવાર્થ :– સ્થંડિલભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાંથી નીકળતા કે પ્રવેશ કરતા સાધુ કે સાધ્વી અન્યતીર્થિક તાપસો અથવા ગૃહસ્થોની સાથે પ્રવેશ કરે નહીં કે નીકળે નહીં તથા સાધર્મિકોમાં પણ ઉત્તમ સાધુ, પાર્શ્વસ્થાદિ સાધુની સાથે સ્થંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં પ્રવેશ કરે નહિ કે નીકળે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे णो अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं गामाणुगामं दूइज्जेज्जा। ભાવાર્થ :– સાધુ કે સાધ્વી એક ગામથી બીજા ગામ જતાં હોય ત્યારે અન્યતીર્થિકો કે ગૃહસ્થોની સાથે વિહાર કરે નહીં તથા સાધર્મિકોમાં પણ ઉત્તમ સાધુ, પાર્શ્વસ્થ આદિ સાધુઓ સાથે વિહાર કરે નહીં.
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे णो अण्णउत्थियस्स वा गारत्थियस्स वा परिहारिओ वा अपरिहारियस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा देज्ज वा अणुपदेज्ज वा । ભાવાર્થ :– ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થોને અશનાદિ ચારે પ્રકારનો આહાર આપે કે અપાવે નહીં. તેમજ ઉત્તમ સાધુ, પાર્શ્વસ્થાદિ શિથિલાચારી સાધુને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આ ચાર પ્રકારનો આહાર પોતે આપે નહિ અને બીજા પાસે અપાવે નહિ.(અથવા નિમંત્રણ કરે નહીં)
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં પરિહારિક–ઉત્તમ સાધુ કે સાધ્વીને અન્યતીર્થિક સાધુ આદિની સાથે ભિક્ષા માટે 4
5
6
7
9
ગૃહસ્થના ઘેર જવું, સ્થંડિલભૂમિ, સ્વાધ્યાયભૂમિ કે વિહારમાં સાથે ચાલવું તથા આહાર આપવો–અપાવવો કે નિમંત્રણ કરવું વગેરે વ્યવહારોનો નિષેધ છે.
अण्णउत्थियस्स :– અન્યતીર્થિકો. અન્ય ધર્મ કે સંપ્રદાયના સાધુ, ચરક, પરિવ્રાજક, શાક્ય, આજીવક–
ગોશાલક મતાનુયાયી.
गारत्थियस्स :– ગૃહસ્થ. ગારત્થ શબ્દથી, જે ઘરમાં સ્થિત છે, સંસારનો ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કર્યો નથી, તેવા ગૃહસ્થોનું ગ્રહણ થાય છે અથવા गृहस्थाः पिंडोपजीविनो । બીજાના પિંડ પર જીવન જીવતાં બ્રાહ્મણ આદિ યાચક, તેવા ગૃહસ્થોનું અહીં કથન છે.
परिहारिओ :– પરિહારિક. મૂળગુણ અને ઉત્તરગુણોમાં દોષોનો પરિહાર–ત્યાગ કર્યો હોય તેવા ઉત્તમ ગુણોના ધારક સાધુ પરિહારિક સાધુ કહેવાય છે અને તેનાથી વિપરીત અર્થાત્ સાધ્વાચારમાં દોષોનું સેવન કરનાર પાર્શ્વસ્થ, કુશીલ આદિ સાધુ અપરિહારિક સાધુ કહેવાય છે.
ઉત્તમ સાધુને અન્યતીર્થિકો સાથે, ગૃહસ્થો સાથે કે અપરિહારિક સાધુઓ સાથે (1) ગોચરીમાં (ર) સ્થંડિલભૂમિમાં (3) સ્વાધ્યાય ભૂમિમાં (4) વિહારમાં સાથે જવાનો અને ( પ) તેને આહાર આપવાનો, અપાવવાનો કે નિમંત્રણ કરવાનો નિષેધ છે કારણ કે તેમાં અનેક દોષોની સંભાવના છે.
(1) ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં અન્યતીર્થિકાદિ સાથે પ્રવેશ કરવાથી ઈર્યા સમિતિનું યથાર્થ પાલન થતું નથી, અન્યતીર્થિકો સાથે હોવાથી દાતાને ક્યારેક અણગમો થાય, દ્વેષ થાય, ઇચ્છા ન હોવા છતાં ક્યારેક તેને અનિચ્છાએ શરમાઈને આહાર આપવો પડે, દુષ્કાળાદિ સમયે બધા સાથે હોય, તો પર્યાપ્ત માત્રામાં આહારની ઉપલબ્ધિ ન થાય, દાતા ઉપર ભાર વધી જાય, ક્યારેક અનેષણીય આહાર લેવો પડે, શાસનની લઘુતા થાય વગેરે અનેક દોષોની સંભાવના છે.
(ર) સ્થંડિલ ભૂમિમાં અન્યતીર્થિકાદિ સાથે જવાથી સાધુ પાસે અચિત્ત જલ હોય અને અન્યતીર્થિકો પાસે સચેત જલ હોય છે, તેથી તેની સાથે વાતચીત કરવાથી તે જીવોની વિરાધના થાય છે, તેની સાથે ચાલતા ક્યારેક સચેત જલનો સ્પર્શ થઈ જાય છે. તેની આગળ ચાલે, તો તેને પોતાનું અપમાન લાગે છે, તેની પાછળ ચાલે તો શાસનની લઘુતા થાય છે, ક્યારેક બધા સાથે હોવાથી નિર્દોષ સ્થંડિલભૂમિની પ્રાપ્તિ દુર્લભ થાય; ઇત્યાદિ અનેક દોષોની સંભાવના છે.
(3) સ્વાધ્યાય ભૂમિમાં અન્યતીર્થિકાદિ સાથે જવાથી શાસનની લઘુતા વગેરે પૂર્વોક્ત દોષોની સાથે પરસ્પર વાતચીત કરતાં ક્યારેક દાર્શનિક સિદ્ધાંતોમાં વાદ વિવાદ ઊભો થાય અને તેના પરિણામે દ્વેષ, ક્લેશ–કદાગ્રહ જેવા અશુભ ભાવો જાગૃત થાય, તેમજ સ્વાધ્યાયમાં સ્ખલના વગેરે અનેક દોષોની સંભાવના છે.
(4) વિહારમાં અન્યતીર્થિકાદિ સાથે જવાથી ઈર્યાસમિતિનું યથાર્થ પાલન થાય નહિ, વાતચીતમાં સમય વ્યતીત થવાથી સાધુ યથાસમયે, યથાસ્થાને પહોંચી શકે નહિ, અન્ય આવશ્યક ક્રિયાઓમાં સ્ખલના થાય, ક્યારેક અન્યતીર્થિકો કે ગૃહસ્થો સાથે હોવાથી વડીનીત–લઘુનીતની બાધાને સંકોચના કારણે રોકવી પડે અને તેનાથી શારીરિક નુકશાન અને માનસિક વ્યગ્રતા થાય, વગેરે અનેક દોષોની સંભાવના છે.
(પ) અન્યતીર્થિક શ્રમણાદિને આહાર આપવા, અપાવવાથી કે નિમંત્રણ કરવાથી તેના અસંયમ ભાવની અનુમોદના થાય, શાસનની હીલના થાય છે. શ્રાવકો દ્વારા સાધુને માટે વહોરાવેલો આહાર અન્યતીર્થિકોને આપવાથી સાધુનું ત્રીજું મહાવ્રત ખંડિત થાય છે તેમજ ગૃહસ્થનો વિશ્વાસઘાત થાય છે.
અધ્યયન–1 : ઉદ્દેશક–1
10 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ આ રીતે કોઈ પણ નિમિત્તથી અન્યતીર્થિકો આદિ સાથેનો સમાગમ સાધુ–સાધ્વી માટે અનેક અનર્થોનું સર્જન કરે છે. ક્યારેક અતિ ગાઢ સંપર્કથી સાધુની શ્રદ્ધા અને સંયમમાં શિથિલતા તથા વિપરીતતા આવી જાય, ક્યારેક શ્રાવકોના મનમાં પણ સંદેહ ઉત્પન્ન થાય તેથી સાધુ–સાધ્વીએ અન્યતીર્થિકો આદિ સાથેના કોઈ પણ પ્રકારના વ્યવહારનો સંપૂર્ણ ત્યાગ કરીને પોતાના સંયમની આરાધનામાં તલ્લીન રહેવું જોઈએ.
તે જ રીતે સાધર્મિક પરિહારિક સાધુઓ પણ ગોચરી આદિમાં અપરિહારિક–પાર્શ્વસ્થ સાધુઓ સાથે જાય, તો ઉપરોક્ત દોષોની સંભાવના હોવાથી સાધર્મિક પરિહારિક સાધુ પાર્શ્વસ્થ સાધુઓ સાથે પણ જાય નહીં.
ઔદ્દેશિકાદિ દોષ રહિત આહારની એષણા :–
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–
असणं वा पाणं वा खाइमं वा साइमं वा अस्सिंपडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारम्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्जं अणिसठ्ठं अभिहडं आहट्टु चेएइ, तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुरिसंतरकडं वा अपुरिसंतरकडं वा बहिया णीहडं वा अणीहडं वा अत्तठ्ठियं वा अणत्तठ्ठियं वा परिभुत्तं वा अपरिभुत्तं वा आसेवियं वा अणासेवियं वा अफासुयं जाव णो पडिगाहेज्जा । एवं बहवे साहम्मिया, एगं साहम्मिणिं, बहवे साहम्मिणीओ समुद्दिस्स चत्तारि आलावगा भाणियव्वा । શબ્દાર્થ :– अस्सिंपडियाए= અકિંચન નિર્ગ્રંથો માટે, સાધુની પ્રતિજ્ઞાથી एगं साहम्मियं = એક સાધર્મિકનો समुद्दिस्स = ઉદ્દેશ્ય કરીને पुरिसंतरकडं = પુરુષાંતર કૃત–દાતાએ અન્યની માલિકીનું કર્યું હોય અર્થાત્ દાતાએ અન્ય પુરુષને આપ્યું હોય अपुरिसंतरकडं = દાતાનું હોય बहिया = બહાર णीहडं = કાઢ્યું હોય अणीहडं = કાઢ્યું ન હોય अत्तठ्ठियं = દાતાએ કે અન્ય કોઈ વ્યક્તિએ સ્વીકાર કર્યો હોય अणत्तठ्ठियं = દાતાએ કે અન્ય કોઈએ સ્વીકાર કર્યો ન હોય परिभुत्तं वा अपरिभुत्तं = દાતાએ કે અન્ય કોઈ વ્યક્તિએ તેમાંથી કંઈક વાપર્યું હોય કે વાપર્યું ન હોય आसेवियं वा अणासेवियं = દાતાએ કે અન્ય કોઈ વ્યક્તિએ તે આહારમાંથી વિશેષરૂપે(પરિપૂર્ણ રીતે) વાપર્યું હોય કે ન વાપર્યું હોય.
ભાવાર્થ :– ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી જાણે કે કોઈ ભદ્ર પ્રકૃતિના ગૃહસ્થે અકિંચન નિર્ગ્રંથો માટે એક સાધર્મિક સાધુના ઉદ્દેશ્યથી– (1) પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરીને આહાર બનાવ્યો છે, (ર) ખરીદીને લીધો છે, (3) ઉધાર લીધો છે, (4) કોઈની પાસેથી બળજબરીથી ઝૂંટવીને લીધો છે, (પ) આહારના માલિકની આજ્ઞા વિનાનો છે તથા (6) સાધુને માટે અન્ય સ્થાનેથી લાવેલો છે, તો તેવા પ્રકારનો દોષિત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર અન્ય વ્યક્તિને આપી દીધો હોય, કે અન્ય પુરુષને આપ્યો ન હોય, ઘરમાંથી બહાર કાઢ્યો હોય કે બહાર કાઢ્યો ન હોય, બીજાએ તેનો સ્વીકાર કર્યો હોય કે સ્વીકાર કર્યો ન હોય, તે આહારમાંથી દાતાએ કે અન્ય કોઈપણ વ્યક્તિએ થોડું વાપર્યું હોય કે વાપર્યું ન હોય અથવા પર્યાપ્ત માત્રામાં વાપર્યું હોય કે વાપર્યું ન હોય, તો પણ ઉપરોક્ત દોષવાળા આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ સાધુ ગ્રહણ કરે નહિ.
8
11
9
10
અધ્યયન–1 : ઉદ્દેશક–1
આ જ રીતે ( ર) ઘણા સાધર્મિક સાધુઓના ઉદ્દેશ્યથી, (3) એક સાધર્મિક સાધ્વીના ઉદ્દેશ્યથી તથા (4) ઘણી સાધર્મિક સાધ્વીઓના ઉદ્દેશ્યથી બનાવાયેલા આહારને ગ્રહણ ન કરવા સંબંધી ક્રમશઃ ચાર સૂત્રાલાપક કહેવા જોઈએ.
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–
असणं वा पाणं वा खाइमं वा साइमं वा बहवे समण–माहण–अतिहि–किवण–वणीमए पगणिय–पगणिय समुद्दिस्स पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्जं अणिसठ्ठं अभिहडं आहट्टु चेएइ। तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुरिसंतरकडं वा अपुरिसंतर–कडं वा बहिया णीहडं वा अणीहडं वा अत्तठ्ठियं वा अणत्तठ्ठियं वा, परिभुत्तं वा अपरिभुत्तं वा, आसेवियं वा अणासेवियं वा अफासुयं अणेसणिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा । શબ્દાર્થ :– समण–माहण–अतिहि–किवण–वणीमए = શાક્યાદિ ભિક્ષુ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ–દરિદ્ર, ભિખારી આ સર્વેને पगणिय–पगणिय = ગણી ગણીને अपरिभुत्तं = ખાવાનો પ્રારંભ ન થયો હોય आसेवियं = બધાએ ન ખાઈ લીધું હોય.
ભાવાર્થ :– ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી જાણે કે– અશન, પાન, ખાદિમ કે
સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર ઘણા(જૈન–જૈનતેર) શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, કૃપણો, યાચકોને ગણી ગણીને તેમના ઉદ્દેશ્યથી (1) પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો આરંભ કરી બનાવ્યો છે, (ર) ખરીદી લીધો છે, (3) ઉધાર લીધો છે, (4) કોઈની પાસેથી બળજબરીથી ઝૂંટવી લીધો છે, (પ) આહારના માલિકની આજ્ઞા લીધા વિનાનો છે તથા (6) સાધુ માટે અન્ય સ્થાનેથી લાવેલો છે; તો તેવા પ્રકારનો દોષિત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર અન્ય વ્યક્તિને આપી દીધો હોય કે અન્ય પુરુષને આપ્યો ન હોય, ઘરમાંથી બહાર કાઢ્યો હોય કે બહાર કાઢ્યો ન હોય, બીજાએ તેનો સ્વીકાર કર્યો હોય કે
સ્વીકાર કર્યો ન હોય, તે આહારમાંથી દાતાએ કે અન્ય કોઈપણ વ્યક્તિએ થોડું વાપર્યું હોય કે વાપર્યું ન હોય અથવા પર્યાપ્ત માત્રામાં વાપર્યું હોય કે વાપર્યું ન હોય, તો પણ ઉપરોક્ત દોષવાળા આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ સાધુ ગ્રહણ કરે નહિ.
से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जं पुण जाणेज्जा–
असणं वा पाणं वा खाइमं वा साइमं वा बहवे समण–माहण–अतिहि–किवण–वणीमए समुद्दिस्स पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारब्भ समुद्दिस्स कीयं पामिच्च अच्छेज्जं अणिसठ्ठं अभिहडं आहट्टु चेएइ, तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अपुरिसंतरकडं अबहिया णीहडं अणत्तठ्ठियं अपरिभुत्तं अणासेवियं अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा । अह पुण एवं जाणेज्जा– पुरिसंतरकडं, बहिया णीहडं, अत्तठ्ठियं, परिभुत्तं, आसेवियं फासुयं एसणिज्जं जाव पडिगाहेज्जा । 12 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી જાણે કે– અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારનો આહાર ઘણા શ્રમણો, માહણો, અતિથિઓ, ગરીબો અને યાચકોના ઉદ્દેશ્યથી (સમુચ્ચય રીતે કોઈ પણ જાતિ કે વ્યક્તિની ગણના કર્યા વિના) પ્રાણી આદિ જીવોનો સમારંભ કરીને શ્રમણાદિના નિમિત્તથી બનાવવામાં આવ્યો છે, ખરીદીને લીધો છે, ઉધાર લીધો છે, બળજબરીથી ઝૂંટવી લીધો છે, આહારના માલિકની આજ્ઞા વિનાનો છે, અન્ય સ્થાનેથી લાવેલો છે, તે પ્રકારનો દોષિત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર અન્ય વ્યક્તિને આપ્યો ન હોય, ઘરથી બહાર કાઢ્યો ન હોય, અન્ય પુરુષે સ્વીકાર્યો ન હોય, કોઈએ તેમાંથી થોડું વાપર્યું ન હોય, પરિપૂર્ણ વાપર્યું ન હોય, તો તે આહારને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.
જો તે આ પ્રમાણે જાણે કે તે તથાપ્રકારનો આહાર અન્ય પુરુષને આપી દીધો છે, ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, તેને સ્વીકારી લીધો છે, તેમાંથી કોઈકે થોડું વાપર્યું છે અથવા કોઈકે તેમાંથી પરિપૂર્ણ વાપર્યું છે, તો તેવા પ્રકારના આહારને પ્રાસુક અને એષણીય સમજીને ગ્રહણ કરે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ–સાધ્વીને ઔદેશિક આદિ દોષોથી દૂષિત સર્વથા અગ્રાહ્ય અને કદાચિત્ ગ્રાહ્ય–અગ્રાહ્ય આહારનું કથન છે.
અહિંસા મહાવ્રતના પાલન માટે અને એષણા સમિતિની શુદ્ધિને માટે સાધુ કે સાધ્વી નિર્દોષ આહારને જ ગ્રહણ કરે છે.
(1) કોઈ એક કે અનેક સાધુ કે સાધ્વીના નિમિત્તે તેમના સ્પષ્ટ સંકલ્પપૂર્વક તૈયાર કરેલો ઔદેશિક ક્રીત આદિ છએ દોષોથી દૂષિત આહાર સાધુ માટે સર્વથા અગ્રાહ્ય છે.
(ર) અનેક શ્રમણ, બ્રાહ્મણ આદિ માટે તૈયાર કરેલો ઔદેશિક, ક્રીતાદિ દોષયુક્ત આહાર પણ સાધુને અગ્રાહ્ય છે, કારણ કે સૂત્રોક્ત શ્રમણ શબ્દથી જૈન શ્રમણોનું પણ ગ્રહણ થાય છે. અન્ય શ્રમણો સાથે જૈન શ્રમણો પણ તે આહારમાં નિમિત્તભૂત હોવાથી તે આહાર પણ સાધુ–સાધ્વીને સર્વથા અગ્રાહ્ય છે.
(3) શ્રમણો, બ્રાહ્મણો આદિમાંથી કોઈની સ્પષ્ટ ગણના વિના સમુચ્ચય દાન દેવા નિમિત્તે તૈયાર કરેલો ઔદેશિક આહાર કે ખરીદેલો વગેરે આહાર જો પુરુષાંતરકૃત થઈ જાય અર્થાત્ જેના નિમિતે તે આહાર થયો છે, તેને આપી દીધો હોય, અન્ય વ્યક્તિના ઘેર મોકલી દીધો હોય, તે વ્યક્તિએ તેનો સ્વીકાર કરી લીધો હોય, તે આહારમાંથી થોડું કે ઘણું કોઈ પણ વ્યક્તિએ વાપરી લીધું હોય, ત્યારપછી સાધુ તેને ગ્રહણ કરી શકે છે. જ્યાં સુધી તે આહાર અપુરુષાંતરકૃત હોય અર્થાત્ દાતાએ તે આહાર જેને દેવાનો છે તેને આપ્યો ન હોય, અન્ય વ્યક્તિના ઘેર મોકલ્યો ન હોય, તે વ્યક્તિએ તેનો સ્વીકાર કર્યો ન હોય, તે આહારમાંથી થોડું કે ઘણું વાપર્યું ન હોય, ત્યાં સુધી સાધુ તેને ગ્રહણ કરી શકતા નથી.
पुरिसंतरकडं, अपुरिसंतरकडं :– પુરુષાંતરકૃત, અપુરુષાંતરકૃત. દાતાએ પોતાના ખાદ્ય પદાર્થોને કોઈપણ કારણથી અન્ય ને આપી દીધા હોય, તે પદાર્થો પુરુષાંતરકૃત કહેવાય છે અને જ્યાં સુધી તે ખાદ્ય પદાર્થો કોઈને આપ્યા ન હોય, પોતાની માલિકીમાં જ હોય, તે પદાર્થો અપુરુષાંતરકૃત કહેવાય છે.
સાધુને ગ્રાહ્ય–અગ્રાહ્ય આહારના સ્પષ્ટીકરણ માટે સૂત્રકારે पुरिसंतरकडं આદિ પાંચ અને તેના 13
વિરોધી પાંચ વિશેષણો સહિતના દશ શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમાંથી પુરુષાંતર થવા સંબંધી પાંચ વિકલ્પો આ પ્રમાણે છે–
-1 पुरिसंतरकडं :– આહાર અન્ય વ્યક્તિને આપી દીધો હોય.
( ર) बहिया णीहडं :– આહાર પોતાના ઘરેથી બીજાના ઘરે મોકલી દીધો હોય.
-3 अत्तठ्ठियं :– બીજી વ્યક્તિએ તે આહારનો સ્વીકાર કરી લીધો હોય.
-4 परिभुत्तं :– તે આહારમાંથી કોઈપણ વ્યક્તિએ થોડું પણ વાપર્યું હોય.
( પ) आसेवियं :– કોઈ વ્યક્તિએ તે આહારમાંથી પર્યાપ્તપણે વાપર્યું હોય.
આ પાંચે વિકલ્પમાંથી કોઈ પણ વિકલ્પયુક્ત આહાર પુરુષાંતરકૃત કહેવાય છે અને તે આહાર અન્યની માલિકીમાં આવી જવાથી કે અન્ય વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ થઈ જવાથી તે આહાર શ્રમણ બ્રાહ્મણો માટેનો રહેતો નથી, તેથી તે આહાર સાધુને ગ્રાહ્ય બની શકે છે, તે આહાર તેનાથી વિપરીત પાંચ વિકલ્પો યુક્ત હોય, જેમ કે– (1) અન્ય વ્યક્તિને આપ્યો ન હોય, (ર) બીજાના ઘેર મોકલ્યો ન હોય (3)
દાતાએ તેને સ્વીકાર્યો ન હોય (4– પ) તે આહારમાંથી થોડું કે ઘણું કોઈએ વાપર્યું ન હોય, તો તે શ્રમણ બ્રાહ્મણો માટેનો દાનનો આહાર હોવાથી તે સાધુને સર્વથા અગ્રાહ્ય છે.
દાતાએ જે આહાર નિષ્પાદનમાં જૈન શ્રમણનો સ્પષ્ટ નિર્દેશ–સંકલ્પ કર્યો હોય તે આહાર આ દસે પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો હોય તોપણ સાધુ–સાધ્વીને અગ્રાહ્ય છે.
જો તે આહારનું નિષ્પાદન દાતાએ દાન માટે કર્યુ છે પણ તેમાં જૈન શ્રમણનો સંકલ્પ કર્યો ન હોય, તો તેવો આહાર સૂત્રોક્ત દસ વિશેષણોમાંથી અપુરુષાંતરકૃત આદિ પાંચ વિશેષણો યુક્ત હોય તો સાધુને અગ્રાહ્ય છે, પરંતુ પુરુષાંતરકૃત આદિ બીજા પ્રતિપક્ષી પાંચ વિશેષણોમાંથી કોઈ પણ એક વિશેષણયુક્ત આહાર હોય; તો તે આહાર સાધુને માટે ગ્રાહ્ય છે.
अस्सिं पडियाए :– કેટલીક પ્રતોમાં अस्सिंपडियाए પાઠના સ્થાને अस्संपडियाए પાઠ જોવા મળ े છે. બંને શબ્દોનો તાત્પર્યાર્થ એક જ છે. (1) अस्संपडियाए– જેની પાસે સ્વધન કે કિંચિત્માત્ર દ્રવ્ય નથી તે અકિંચન અથવા સ્વ સ્વામિત્વ રહિત અપરિગ્રહી–નિર્ગ્રંથ ‘‘ અસ્વ˜˜ છે. તેની પ્રતિજ્ઞાથી એટલે તેને લક્ષ્યમાં રાખીને કે ‘‘ હું તેઓને આહાર આપીશ˜˜ આ પ્રકારના અભિપ્રાયથી આહાર તૈયાર કરવો. (ર) अस्सिं पडियाए– अस्मिन् प्रतिज्ञाय–अस्मिन् साधुं प्रतिज्ञाय प्रतीत्य वा– આ જૈન નિર્ગ્રંથ સાધુઓના લક્ષ્યથી, અભિપ્રાયથી આહાર તૈયાર કરવો. પ્રસ્તુત પ્રસંગમાં अस्सिं– શબ્દ નિર્ગ્રંથ સાધુનો વાચક છે કારણ કે ૠષિ શબ્દના પ્રાકૃતમાં इसिं અને अस्सिं રૂપ થાય છે. પ્રાકૃત વ્યાકરણ પ્રમાણે ‘ ૠ˜નું પરિવર્તન ત્રણ પ્રકારે થાય છે, જેમ કે– (1) ॠषि = इसि ( ર) ॠतु = उउ -3 ॠण = अण । આ રીતે અહીં अस्सिं એ આર્ષ પ્રયોગ છે અને તેનો અર્થ ૠષિ = નિર્ગ્રંથ થાય છે.
અગ્ર પિંડાદિ ગ્રહણ નિષેધ :–
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवायपडियाए पविसिउकामे से जाइं पुण क‘लाइं जाणेज्जा– इमेसु खलु क‘लेसु णितिए पिंडे दिज्जइ, णितिए अग्गपिंडे दिज्जइ, णितिए भाए दिज्जइ, णितिए अवड्ढभाए दिज्जइ, तहप्पगाराइं 11
અધ્યયન–1 : ઉદ્દેશક–1
14 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ क‘लाइं णितियाइं णितिओवमाणाइं णो भत्ताए वा पाणाए वा पविसेज्ज वा णिक्खमेज्ज वा । શબ્દાર્થ :– णितिए पिंडे दिज्जइ = નિત્ય આહાર આપવામાં આવે છે अग्गपिंडे = અગ્રપિંડ, શ્રેષ્ઠ ભોજન, વિશિષ્ટ ભોજન, મિષ્ટાન્ન भाए = અર્ધો ભાગ अवड्ढभाए = ચોથો ભાગ तहप्पगाराइं क‘लाइं = તથાપ્રકારના કુળોમાં णितियाइं = નિત્ય દાન દેનારા णितिओवमाणाइं = નિત્ય દાન માટે પ્રસિદ્ધ.
ભાવાર્થ :– આહાર ગ્રહણની અભિલાષાથી ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી જાણે કે આ કુળમાં હંમેશાં તૈયાર કરેલા પૂર્ણ આહારનું દાન થાય છે, વિશિષ્ટ ભોજનનું દાન થાય છે, હંમેશાં તૈયાર કરેલા આહારના અર્ધાભાગનું દાન થાય છે, હંમેશાં ચોથા ભાગનું આહારદાન થાય છે, તથાપ્રકારના કુળમાં કે જે નિત્યદાન આપે છે અને દાન માટે પ્રસિદ્ધ થયેલા છે; તે કુળોમાં સાધુ–સાધ્વી આહાર પાણી માટે પ્રવેશ કરે નહીં કે ત્યાંથી નીકળે નહીં.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં સાધુ–સાધ્વીને દાન માટે પ્રખ્યાત કુળોમાં ગોચરીએ જવાનો નિષેધ કર્યો છે.
જે કુળોમાં સામાન્ય રીતે હંમેશાં ભોજનનું દાન અપાતું હોય અથવા જે કુળોમાં નિત્ય વિશિષ્ટ ભોજન(મિષ્ટાન્નાદિ)નું દાન અપાતું હોય; જે કુળોમાં નિરંતર આહાર માટે ભિક્ષુઓનું આવાગમન થતું હોય, જે કુળોમાં આહારનો અર્ધોભાગ કે ચોથો ભાગ કાયમ દાનમાં અપાતો હોય તેવા કુળમાં સાધુ કે
સાધ્વી આહાર માટે પ્રવેશ કરે નહીં, કારણ કે તે કુળમાં દાન માટે જ આહાર તૈયાર કરવામાં આવે છે. જો સાધુ કે સાધ્વી તે આહાર ગ્રહણ કરી લે તો પ્રતિદિન આવનારા અન્ય યાચકોને આહાર–પાણીમાં અંતરાય પડે અને તે કુળમાં સાધુ કે સાધ્વી દરરોજ જાય, તો ગૃહસ્થ સાધુ–સાધ્વી માટે આરંભ–સમારંભ કરીને અધિક આહાર તૈયાર કરે અને સાધુ દોષના ભાગી બને છે.
તેમજ અનેક યાચકો આદિનું આવાગમન નિરંતર થતું હોય ત્યાં જૈન શ્રમણો પણ જાય, તો શાસનની લઘુતા થાય છે, તેથી સાધુએ દાન માટે પ્રસિદ્ધ કુળને છોડીને અન્ય ઘરોમાં ગોચરી માટે જવું જોઈએ.
સૂત્રોક્ત આ પ્રકારના દાનકુળોમાં ગોચરીએ જવાનું પ્રાયશ્ચિત્ત, નિશીથ સૂત્રના બીજા ઉદ્દેશકમાં બતાવ્યું છે. પ્રસ્તુતમાં તેવા દાનકુળ સાધુ–સાધ્વી માટે પૂર્ણતયા વર્જિત કહ્યા છે.
अग्गपिंडं :– અગ્ર શબ્દના બે અર્થ થાય છે (1) अग्र એટલે શ્રેષ્ઠ, પિંડ = આહાર. અગ્રપિંડ એટલે શ્રેષ્ઠ ભોજન, વિશિષ્ટ ભોજન–મિષ્ટાન્ન, સુખડી વગેરે; (ર) અગ્ર એટલે પ્રારંભનું. ઘરમાં રસોઈ બની ગયા પછી, કોઈપણ વ્યક્તિ જમે તે પહેલાં તે ભોજનમાંથી થોડું ભોજન દાન માટે કઢાય છે, તેને પણ અગ્રપિંડ કહે છે અથવા ભોજનના પ્રારંભમાં દેવ–દેવીઓના નૈવેદ્ય રૂપે કઢાતું ભોજન પણ અગ્રપિંડ છે.
આ રીતે અગ્રપિંડ શબ્દ બંને અર્થમાં પ્રચલિત હોવા છતાં પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ દાન માટેનું શ્રેષ્ઠ ભોજન યથોચિત છે.
णिइएभाए :– નિત્ય ભાગ. अर्धपोषो दीयते । અર્ધપોષ એટલે વ્યક્તિના પોષણ માટે જેટલો પર્યાપ્ત આહાર જોઈએ, તેનો અર્ધોભાગ.
अवड्ढभाए :– અપાર્દ્ધભાગ એટલે કે પર્યાપ્ત આહારનો ચોથો ભાગ.
15
णितियाइं–णितिओवमाणाइं :– નિત્યદાન સંજ્ઞક. નિત્ય દાન આપવાના કારણે જે કુળો દાન માટે પ્રસિદ્ધ હોય તે કુળો.
ઉપસંહાર :–
एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वठ्ठेहिं समिए सहिए सया जए । त्ति बेमि । ભાવાર્થ :– આ પિંડૈષણા વિવેક તે સાધુ–સાધ્વીની આચાર–સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે.
તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ–સાધ્વીઓએ સમિતિઓથી યુક્ત અને જ્ઞાનાદિના ઉપયોગ સહિત થઈને સદા–નિરંતર સંયમ પાલનમાં પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્ર આ ઉદ્દેશકના ઉપસંહાર રૂપ છે. તે સંયમી જીવનમાં નિર્દોષ આહારની પ્રાપ્તિની મહત્તા દર્શાવે છે અને સાધક જીવનમાં તેના મૂલ્યનો નિર્દેશ કરે છે. સાધક જીવનમાં ગવેષણા, ગ્રહણૈષણા પરિભોગૈષણાના દોષોનું સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવું, તે જ્ઞાનાચાર છે; નિર્દોષ આહારની મહત્તા સ્વીકારવી તે દર્શનાચાર છે; નિર્દોષ આહારની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું અને પ્રાપ્ત થયેલા નિર્દોષ આહારને અનાસક્ત ભાવે ભોગવવો, તે ચારિત્રાચાર છે; નિર્દોષ આહારની પ્રાપ્તિ ન થાય ત્યારે સમભાવપૂર્વક ઇચ્છાનો નિરોધ કરવો, તે તપાચાર છે અને જ્ઞાનાદિ આચાર પાલનમાં તથા નિર્દોષ આહારની ગવેષણામાં પોતાની વીર્યશક્તિનો પ્રયોગ કરવો, તે વીર્યાચાર છે.
આ રીતે નિર્દોષ આહારની પ્રાપ્તિ અને તેના ઉપભોગમાં પંચાચારની પુષ્ટિ થાય છે. તે ઉપરાંત તેમાં રસેન્દ્રિયવિજય થાય છે; તે જ સંયમ જીવનની મુખ્ય સમગ્રતા–સંયમ સમાચારી છે, તેથી સાધુ–
સાધ્વીઓએ તેના પાલનમાં અપ્રમત્તપણે પુરુષાર્થશીલ રહેવું જોઈએ. આમ એષણા સમિતિની પૂર્ણતઃ શુદ્ધિ દ્વારા સાધક પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકે છે.
।। અધ્યયન–1/1 સંપૂર્ણ ।। 12
અધ્યયન–1 : ઉદ્દેશક–1
16 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પહેલું અધ્યયન : બીજો ઉદ્દેશક મહોત્સવમાં આહારગ્રહણ વિવેક :–
से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवायपडियाए अणुपविठ्ठे समाणे से जं पुण जाणेज्जा– असणं वा पाणं वा खाइमं वा साइमं वा; अठ्ठमिपोसहिएसु वा अद्धमासिएसु वा मासिएसु वा दोमासिएसु वा तेमासिएसु वा चाउमासिएसु वा पंचमासिएसु वा छम्मासिएसु वा उऊसु वा उउसंधीसु वा उउपरियट्टेसु वा बहवे समण–माहण–अतिहि–किवण–वणीमगे एगाओ उक्खाओ परिएसिज्जमाणे पेहाए, दोहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, तिहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, चउहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, क‘ंभीमुहाओ वा कलोवाईओ वा संणिहिसंणिचयाओ वा परिएसिज्जमाणे पेहाए, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अपुरिसंतरकडं जाव अणासेवियं; अफासुयं अणेसणिज्जं जाव णो पडिगाहेज्जा । अह पुण एवं जाणेज्जा पुरिसंतरकडं जाव आसेवियं; फासुयं जाव पडिगाहेज्जा । શબ્દાર્થ :– अठ्ठमिपोसहिएसु = આઠમના કે આઠ દિવસના તપ વિશેષના મહોત્સવમાં अद्धमासिएसु = પંદર દિવસના વ્રત વિશેષના મહોત્સવમાં उऊसु = ૠતુની મોસમમાં उउसंधीसु = ૠતુઓની સંધિમાં उउपरियट्टेसु = ૠતુ પરિવર્તનમાં एगाओ उक्खाओ = એક વિભાગના વાસણોથી परिएसिज्जमाणे = પીરસતા पेहाए = જોઈને दोहिं उक्खाहिं = બે વિભાગના વાસણોમાંથી–બે ખાનાવાળા કમંડળથી तिहिं उक्खाहिं = ત્રણ ખાનાવાળા કમંડળથી क‘ंभीमुहाओ = નાના મુખવાળા વાસણથી कलोवाईओ = વાંસની છાબડીથી संणिहिसंणिचयाओ = સંગ્રહસ્થાનમાંથી, કોઠારમાંથી, મોટા વાસણમાંથી.
ભાવાર્થ :– સાધુ કે સાધ્વી આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે જાણે કે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર આઠમના પૌષધવ્રતના ઉપલક્ષ્યમાં અથવા પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, ચાતુર્માસિક, પંચમાસિક કે છમાસિક મહોત્સવના ઉપલક્ષ્યે બનાવવામાં આવ્યો છે; ૠતુઓ, ૠતુસંધિકાલીન તેમજ ૠતુ પરિવર્તનકાલીન ઉત્સવના ઉપલક્ષ્યમાં બનાવવામાં આવ્યો છે અને ઘણા શ્રમણ, માહણ, અતિથિ, દરિદ્ર તેમજ ભિખારીઓને એક ખાનાવાળા–કમંડળમાંથી, બે, ત્રણ કે ચાર ખાનાવાળા કમંડળથી, સાંકડા મુખવાળા ઘડાઓથી અને વાંસની છાબડીઓથી તે આહારને પીરસાતો જુએ; સંગ્રહિત કરેલા ગોરસ–દૂધ, દહીં, ઘી આદિને પીરસાતા જુએ અને જો તે આહાર પુરુષાંતરકૃત ન હોય, બહાર કાઢેલ ન હોય, અધિકૃત ન હોય, પરિભુક્ત કે આસેવિત ન હોય, તો તે ચારે ય પ્રકારના આહારને અપ્રાસુક અને અનેષણીય જાણી તે પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.