This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના અનુવાદિકા અનુવાદ અર્પિત પુષ્પાબાઈ મહાસતીજી છે. તે અમારા પટ્ટોધરા, પ્રવચન પ્રભાવિકા, વિનયશીલા છે. જેના પગલે ૭૯ સાધ્વીજીઓ દીક્ષિત થયેલા છે. તે સાધ્વીજીને મારી શુભેચ્છા છે કે આપની રહેણી કરણી જ્ઞાનમય, શ્રદ્ધામય, ચારિત્રમય, નિરામય રહે અને આત્માનું ઉત્થાન કરી પંચમ આરામાં પંચમ ગતિ પ્રાપ્ત થાય તેવી યોગ્યતા દિનપ્રતિદિન પ્રાપ્ત કરતા રહો તેવી ગુરુણીશ્રીની અંતરભીની શુભેચ્છા......

સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્તા ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.

આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબહેન પારેખને ધન્યવાદ આપું છું.

પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્‌ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દંઢ સંકલ્પી, તપર્વિની માતા વિજયાબહેન તથા ભક્તિસભરહદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રુતસેવાસંનિષ્ઠ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી સર્વ સભ્યગણ; ધીરુભાઈ, વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી સર્વ કાર્યકરો, આગમના શ્રુતાધાર બનનારને અને અન્ય દાનદાતા મહાનુભાવોને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.

આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધે મિચ્છામિ દુક્કડ.

પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. नमामि सव्व जीणाणं खमामि सव्वजीवाणं

વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય, તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના,

મંગલમેત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના

પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના

સુશિષ્યા- આર્યા લીલમ.

સંપાદન અનુભવ

ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા

દ્વાદશાંગી ગણિપિટકમાં અગ્રસ્થાન ધરાવતું, સાધકોને પંચાચારની શુદ્ધિનો બોધ કરાવતું, પ્રભુ મહાવીર સ્વામીની સાધનાના માધ્યમથી સાધકોને સાધનાનો માર્ગ સાથ્યત પ્રગટ કરતું શ્રી આચારાંગ સૂત્ર જિનપ્રવચનના સાર રૂપ છે. તેના પ્રત્યેક સૂત્ર સાધુ જીવનના વ્યવહારને સ્પર્શે છે, તેથી આચાર શુદ્ધિ માટે તેની સ્પષ્ટતા થવી અત્યંત જરૂરી છે. આવા આચાર પ્રધાન શાસ્ત્રોનું સંપાદન એ સંપાદકોની હળવી કસોટી જ છે. પ્રથમ પિંડેષણા અધ્યયનમાં અનેક સ્થાને સાધુને અગ્રા્, અખાદ્ય પદાર્થોના નામો છે. ઉદ્દેશક-૪ સૂત્ર-૧, ઉદ્દેશક-૮ સૂત્ર-૯, ઉ્દેશક-૯ સૂત્ર-ઝ, ઉદ્દેશક-૧૦ સૂત્ર-પ, માં मच्छं मंसं मज्जं જેવા અભક્ષ્ય પરક પદાર્થોનો નામોલ્લેખ છે. જગતના સર્વ જીવોની નવકોટિએ રક્ષા કરનાર, પરમોત્કૃષ્ટ અહિંસાના આરાધક સાધુઓ કોઈ પણ સંયોગોમાં અભક્ષ્ય પદાર્થોનું સેવન કરે, તે કદાપિ શક્ય નથી. જૈનધર્મમાં અહિંસા પરમો ધર્મ છે. સાધુ તો શું ? શ્રાવકો પણ માંસાહાર કરતાં તથી. શ્રાવકો તો વનસ્પતિમાં અનંતકાય (કંદમૂળ) ના પણ ત્યાગી હોય છે.

શ્રી ઠાણાંગ સૂત્રમાં માસાહારને નરકગતિના બંધનું કારણ કહ્યું છે. चउहिं ठाणेहिं जीव णेरइयाउयत्ताए कम्मं पकरेंति, तं जहा- महारंभयाए, महापरिग्ग्हयाए, पंचिदियवहेणं, कुणिमाहारेणं । (સ્થાન-૪, ઉદ્દેશક-૪, સૂત્ર-૧૧૩). ચાર કારણે જીવ નરકાયુનો બંધ કરે છે- (૧) મહાઆરંભ- અમર્યાદિત હિંસાથી, (૨) મહાપરિગ્રહથી- અમર્યાદિત સંગ્રહથી, (૩) પચેન્દ્રિય જીવોનો વધ કરવાથી અને (૪) કુણિમ આહાર- માંસ ભક્ષણ કરવાથી. મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા પુરૂષાર્થશીલ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ નરકાયુનો બંધ કરાવનારું માંસ ભક્ષણ કરે જ નહીં. તેઓને માટે મદ્યપાનનો પણ નિષેધ છે.

सुरं वा मेरगं वा वि, अण्णं वा मज्जगं रसं । ससकक्‍खं ण पिबे भिक्खू, जसं सारक्खमप्पणो ॥ દશવેકાલિક સૂત્ર-૫/૨/૩૬/.

પોતાના સંયમરૂપી નિર્મળ યશતું રક્ષણ કરતો સંયમી ભિક્ષુ સુરા, મહુડાની મદિરા કે બીજા કોઈ પણ માદક પદાર્થોનું આત્મસાક્ષીએ અને કેવળી ભગવાનની સાક્ષીએ સેવ ન કરે. આ રીતે આગમ ગ્રંથોમાં અનેક સ્થાને સાધુઓને માંસ-મદિરાનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે.

શ્રી આચારાંગ સૂત્રમાં અભક્ષ્ય પરક શબ્દો લિપિકાળમાં પ્રક્ષિપ્ત કરવામાં આવ્યા હોય, તેમ લાગે છે. પ્રથમ અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં નવવધુના પ્રવેશ નિમિત્તે, શ્રાદ્ધ નિમિત્તે, દીકરીના લગ્ન પછી પિયર આવવાના પ્રસંગે થતાં ભીડભાડવાળા જમણવારમાં સાધુને ગોચરીએ ન જવાનું કથતત છે. અહીં વિવિધ પ્રકારના જમણવાર નામોલ્લેખનો પ્રસંગ છે, પરંતુ તે નામોલ્લેખ પૂર્વે અભક્ષ્યપરક શબ્દ મૂકાયા છે, તે અપ્રાસંગિક છે. તે જ રીતે દસમા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમા અને દશવેકાલિક સૂત્રના અધ્યયન--૫/૨/૭૩- ૭૪ ગાથામાં એકદમ સામ્યતા છે. તેમાં દશવૈકાલિકા સૂત્રમાં बहुअट्ठियं पोग्गलं मंसं શબ્દ છે. તેના સ્થાને અહીં વદુગ્ાિય વસ શબ્દ છે. આ ઉપરથી સમજી શકાય છે કે લિપિકાળમાં કોઈ જૈનેતર લહિયાથી વૉસ્ળત્ત શબ્દના સ્થાને વ્વ શબ્દ પ્રક્ષિપ્ત થયો હોય. આચાર્યો આવા મધ-માંસ પરક શબ્દોના વનસ્પતિ પરક અર્થ કરે છે. આયુર્વેદિક ગ્રંથોમાં પણ પશુ-પક્ષીના નામવાળી વનસ્પતિઓનો ઉલ્લેખ છે, પરંતુ આવા શબ્દ પ્રયોગોના આધારે ઘણા જૈનેતર વિદ્યાનો અનિવાર્ય સંયોગોમાં ભગવાન મહાવીર સ્વામી પણ માંસાહાર કરતાં હતા અને તેમણે તેમના સાધુને પણ છૂટ આપી હતી, તેવા આક્ષેપો કરી રહ્યા છે. આવા પ્રક્ષિપ્ત આગમ પાઠોથી શાસનની હીલના, લઘુતા થાય છે, તેથી પ્રસ્‍તુત સંસ્કરણમાં આજથી ૭૦ વર્ષ પૂર્વે પ્રકાશિત પુપ્ફ ભિક્ખુ સંપાદિત સુત્તાગમેનો આધાર લઈને તે-તે શબ્દોને મુદ્રિત કર્યા નથી અને.....રિક્ત સ્થાન રાખીને તેનો સંકેત કર્યો છે.

બીજા શય્યૈપણા અધ્યયનમાં શય્યા સંબંધી નવક્રિયાના કથનમાં ઉપસ્થાન से आगांतरेसु......उडुबद्धियं वा वासावसियं वा कप्पं उवाइणवित्ता तं दुगुणा तिगुणेण अपरिहरिता तत्थेव....... (અધ્યયન-૨/ર/૮). એક સ્થાનમાં માસકલ્પ કે ચાતુર્માસ કલ્પ વ્યતીત કર્યા પછી સાધુ બમણો અને ત્રણગુણો કાળ અન્યત્ર વ્યતીત કર્યા વિના તે સ્થાનમાં આવીને રહે, તો તેને ઉપસ્થાન ક્રિયા લાગે છે. માસકલ્પથી બમણોકાળ અર્થાત્‌ બે માસકલ્પ અને ચાતુર્માસ કલ્પથી ત્રણ ગુણો કાળ અર્થાત્‌ ત્રણ ચાતુર્માસ થાય અને તે અર્થ પરંપરા સાથે સંગત નથી. પરંપરાનુસાર એક સ્થાનમાં ચાતુર્માસ કલ્પ વ્યતીત કર્યા પછી, બે ચાતુર્માસ અન્યત્ર કર્યા પછી ત્રીજું ચાતુર્માસ તે જ સ્થાનમાં કરી શકાય છે.

આ બેગણા-ત્રણગણા કાળ સંબંધી વિચારણા કરી કે ૨૯ દિવસના માસકલ્પથી બમણો કાળ અર્થાત્‌ ૨૯ * ૨ = ૫૮ દિવસ અને ૧૨૦ દિવસના ચાતુર્માસ કલ્પથી ત્રણગણો કાળ અર્થાત્‌ ૧૨૦ * ૩ = ૩૬૦ દિવસ(બાર માસ) પછી સાધુ તે સ્થાનમાં જઈ શકે છે. આ રીતે બે ગણા-ત્રણ ગણા કાળનું વિધાન પરંપરા સંગત થાય છે.

સાધુ કે સાધ્વી ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર, મૂત્રોત્સર્ગ-મળોત્સર્ગ (પરઠવા) માટે સ્થંડિલભૂમિમાં કે સ્વાધ્યાય અર્થે સ્વાધ્યાય ભૂમિમાં જાય ત્યારે સાધુ પોતાના सव्वभंडगमायाए (૧/૩/૫), सव्वं चीवरमायाए (૫/ર/૨), सपडिग्गहमायाए (/૨/૪) સર્વ ભંડોપકરણ, સર્વ વસ્ત્ર, પાત્રાદિ સર્વ ઉપકરણો સાથે લઈને જાય છે, તેવું વિધાન તે-તે અધ્યયનોમાં છે. સ્થંડિલ ભૂમિમાં સ્વાધ્યાય યોગ્ય પોથી-પુસ્તકાદિ, સ્વાધ્યાય ભૂમિમાં ભોજન યોગ્ય જોળી-પાત્રાદિ અને ગોચરીમાં સ્થંડિલ ભૂમિ યોગ્ય માત્રક પાત્ર વગેરે લઈ જવામાં ઔચિત્ય નથી, તેથી તદ્વિષયક વિચારણાના અંતે નિશ્ચિત્ત કર્યું કે સર્વ ઉપકરણો એટલે તદ્યોગ્ય આવશ્યક સર્વ ઉપકરણો લઈને સાધુ જાય અર્થાત્‌ ગોચરી માટે નીકળે ત્યારે તદ્યોગ્ય જોળી-પાત્રા વગેરે સર્વ ઉપકરણો ગ લઈને જાય, સ્થંડિલ ભૂમિમાં જાય ત્યારે તદ્યોગ્ય માત્રક પાત્ર, પાદપ્રોચ્છનાદિ લઈને જાય અને ગ્રામાનુગ્રામ વિહાર કરે ત્યારે પોતાના સર્વ ભંડોપકરણ સાથે લઈને નીકળે છે.

से भिक्खू वा भिक्खुणि वा आयरिय उवज्ञाएहिं. सद्धिं… અધ્યયન-૩, જ ઉદ્દેશક-૩, સૂત્ર ૩-૪માં આચાર્ય-ઉપાધ્યાય સાથે વિહાર કરતાં સાધુ-સાધ્વી હાથ વગેરેના સ્પર્શથી તથા આચાર્યાદિ કોઈને ઉત્તર આપતા હોય તેમની વચ્ચે બોલીને આશાતના ન કરવાનું વિધાન છે. વિહારમાં આચાર્ય-ઉપાધ્યાય સાથે સાધુઓ જ હોય છે સાધ્વીજીઓ હોતા નથી તથા સાધ્વીજીઓમાં આચાર્યાદિ પદવી નથી, તેથી સૂત્રપાઠમાં भिक्खुणि શબ્દને કોંસ કરેલ છે.

સાધ્વીજીઓમાં પ્રવર્તિની પદવી હોય છે. સાધ્વી સમુદાય(ગચ્છ)ની સારણા- વારણા પ્રવર્તિની કરે છે. વિહારમાં પ્રવર્તિની સાધ્વીની આશાતના ન થાય, તે રીતે સાધ્વીજીઓ વિહાર કરે, તેવો આ સૂત્રનો ભાવ છે, તેમ સમજવું.

આ રીતે વૃત્તિ-વ્યાખ્યાગ્રંથોના આધારે, અન્ય આગમોના સંદર્ભ સહિત, પૂર્વા પર અર્થનું સંતુલન કરીને સૂત્ર અને તેના ભાવાર્થને સ્પષ્ટ કરીને વાચકોની સ્પષ્ટતા અને સરળતા માટે ગુરુકૃપાના અલૌકિક બળે અમે આગમ મનીષી પૂ. ત્રિલોક મુતત મ.સા.ના માર્ગદર્શનથી યત્કિંચિત્‌ પુરષાર્થ કરી રહ્યા છીએ.

અમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના અદશ્ય આશિષરૂપી શક્તિપાતથી અમારું કાર્ય પૂર્ણતા તરફ જઈ રહ્યું છે. આગમ કાર્યની પૂર્ણતા માટે કૃતતિશ્ચયા પ્રધાન સંપાદિકા અમ ઉપકારી ગુરુગી મૈયા પૂ. લીલમબાઈ મ. તથા સર્વાશે મૂક સહયોગી ગુરુણી મૈયા પૂ. વીરમતી બાઈ મ.નો સફળ સથવારો અતે અમ ગુરકુલ વાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ ગુરુભગિનીઓની સદ્ભાવના જ આમારા કાર્યને વેગવંતુ બનાવે છે. એક-એક આગમ સંપાદનની પૂર્ણતાના પાવન પ્રસંગે સહુતા સહિયારા પુરષાર્થનો અમે અંતરથી સ્વીકાર કરીએ છીએ.

સંપાદન કાર્યમાં છદ્વાસ્થયોગે જિનવાણીથી ઓછી-અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય, તો પંચપરમેષ્ઠી ભગવંતો તથા આત્મ સાક્ષીએ ત્રિવિધ-્રિવિધે ક્ષમા યાચન્તા...

અંતે ઉપકારી, સંસ્કારદાતા પૂ. માતા-પિતાના તથા ગુરુ ગુરુણીના ઉપકારોને સ્મૃતિપટ પર લાવીને વિરામ પામીએ છીએ.

સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ ! સદા તણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ !

કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યુ તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રણયું પૂ. મુક્ત-લીલમ ગુરુણીશ્રી ! શરણ ગ્રહું પૂ. મુક્ત-લીલમ-વીર ગુરુણીશ્રી !

ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન. શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.

સાધ્વી શ્રી પાલા

શ્રી આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધ છે. તેમાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સાતમા આગમરત્ત રૂપે આચારાંગ સૂત્ર ભાગ-૧માં પ્રથમ શ્રુતસ્કંધનું પ્રકાશન થઈ ગયું છે. આજે આચારાંગ સૂત્ર ભાગ-રમાં દ્વિતીય શ્રુતસ્કંધનું પ્રકાશન થઈ રહ્યું છે. તેને आचाराग्र અથવા आचारचूला કહે છે.

आचाराग्र :- आचार + अग्र આચારનો અગ્રભાગ અર્થાત્‌ વિસ્તાર, તે આચારાગ્ર કહેવાય છે. જેમ વૃક્ષના મૂળનો વિસ્તાર તેની શાખા, પ્રશાખાઓ છે. તેમ પ્રથમ શ્રુતસ્કંધના આચારધર્મ રૂપ વિષયનો વિસ્તાર બીજા શ્રુતસ્કંધમાં થયેલો હોવાથી, તેને આચારાગ્ર કહે છે.

आचारचूला :- ચૂલા - શિખર અથવા ચોટી. જેમ પર્વતની ઉપરના ભાગને ચોટી કે પ્રાસાદની ઉપરના ભાગને શિખર કહે છે. તેમ બીજા શ્રતુસ્કંધનો વિષય પ્રથમ શ્રુતસ્કંધના શિખર સમ અથવા ચોટી સમ હોવાથી તેને આચાર ચૂલા કહે છે.

પ્રાચીન માન્યતા અનુસાર બીજો શ્રુતસ્કંધ પાંચ ચૂલાઓમાં વિભક્ત છે. हवइ य स पंच चूलो । આ પાંચ ચૂલામાંથી ચાર ચૂલા બીજા શ્રુતસ્કંધમાં વિદ્યમાન છે અને પાંચમી ચૂલા આચારાંગ સૂત્રથી ભિન્ન 'નિશીથસૂત્ર' ના તામે એક સ્વતંત્ર આગમ રૂપે પ્રસિદ્ધિ પામેલ છે. શ્રી આચારાંગ સૂત્રમાં સાધ્વાચાર તથા તેની વિવિધ પ્રકારની મર્યાદાઓનું વિશદ વિશ્લેષણ છે અને તે આચાર મર્યાદામાં દોષ લાગે, ત્યારે તેની શુદ્ધ માટે પ્રાયશ્ચિતનું વિધાન શ્રી નિશીથ સૂત્રમાં છે. આ રીતે નિશીથ સૂત્ર આચારાંગ સત્રથી પૂર્ણતઃ સંબંધિત છે. વર્તમાને ઉપલબ્ધ દ્વિતીય શ્રુતસ્કંધની ચાર ચૂલામાં સોળ અધ્યયન અને તેના ૩૪ ઉદ્દેશક છે. તેનું વિભાજન આ પ્રમાણે છે.

પ્રથમ ચૂલામાં સાત અધ્યયન અને પચ્ચીશ ઉદ્દેશક છે.

નામ

ઉદ્દેશક

વિષય

૧. પિંડેષણા

૧૧

આહારની ગવેષણાની વિધિ અને તેની શુદ્ધિના ઉપાયો.

૨. શય્યૈષણા

સાધનાને અનુફૂળ સ્થાન શુદ્ધિ

૩. ઇરયેષણા

ઈર્યા સમિતિની વિધિ અને શુદ્ધિના ઉપાયો

૪.ભાષાજાતેષણા

ભાષા સમિતિની વિધિ અને શુદ્ધિના ઉપાયો.

પ. વસ્ત્રેષણા

સાધુને કલ્પનીય વસ્ત્રની મર્યાદા.

૬ . પાત્રેષણા

સાધુને કલ્પનીય પાત્રની મર્યાદા.

૭. અવગ્રહેષણા

શય્યા-સંસ્તારક વગેરેની આજ્ઞાગ્રહણ વિધિ અર્થાત્‌ આયાણ-ભંડ-મત્ત નિક્ખેવણિયા સમિતિની વિધિ અને શુદ્ધિના ઉપાયો.

 

 

બીજી ચૂલામાં સાત અધ્યયન છે. તેમાં ઉદ્દેશક નથી.

૮. સ્થાન સપ્તિકા

સાધુને રહેવા યોગ્ય સ્થાન વિવેક.

૯. નિષિધિકા સપ્તિકા

સ્વાધ્યાય-ધ્યાન યોગ્ય સ્થાન વિવેક.

૧૦. ઉચ્ચાર પ્રસવણ સપ્તિકા

ઉચ્ચાર પ્રસવણ પરિઠાવણિયા સમિતિની વિધિ અને શુદ્ધિ

૧૧. શબ્દ સપ્તિકા

શબ્દાદિ વિષયોમાં અનાસક્તિનો ઉપદેશ.

૧૨. રૂપ સપ્તિકા

રૂપાદિ વિષયોમાં અનાસક્તિનો ઉપદેશ.

૧૩. પરક્રિયા સપ્તિકા

સાધુને માટે ગૃહસ્થ દ્વારા થતી ક્રિયાનો નિષેધ.

૧૪. અન્યોન્ય ક્રિયા સપ્તિકા

સાધુને પરસ્પર ન કરવા યોગ્ય ક્રિયાનો નિષેધ.

ત્રીજી ચૂલામાં 'ભાવના' નામનું એક જ અધ્યયન છે. તેમાં ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું સમગ્ર જીવત ચરિત્ર તથા સાધુના પંચ મહાવ્રત તથા પચ્ચીશ ભાવનાનું નિરૂપણ છે.

ચોથી ચૂલામાં 'વિમુક્તિ' નામનું એક અધ્યયન છે. તેમાં સાધકોને કર્મબંધનથી મુક્ત થવા માટેના વિવિધ પ્રયોગોનું નિદર્શન છે.

સંક્ષેપમાં ચારે ચૂલામાં સાધુને માટે પાંચે સમિતિની વિસ્તૃત વિધિ દ્વારા આચાર શુદ્ધિના ઉપાયોનું પ્રતિપાદન છે. આચાર્ય શ્રી ભદ્રબાહું સ્વામીના મતાનુસાર બીજા શ્રુતસ્કંધના વિષયનો સંકેત પ્રથમ શ્રુતસ્કંધમાં વિદ્યમાન છે. બીજા શ્રુતસ્કંધમાં તેનો વિસ્તાર છે, તેથી બીજા શ્રુતસ્કંધને પ્રથમ શ્રુતસ્કંધનું પરિશિષ્ટ પણ કહી શકાય છે.

પ્રથમ શ્રુતસ્કંધમાં સાધકની આભ્યંતર ભાવવિશુદ્ધિની મુખ્યતા છે અને બીજા શ્રુતસ્કંધમાં પાંચે સમિતિની શુદ્ધિ દ્વારા બાહ્યાચાર શુદ્ધિની પ્રધાનતા છે. આ રીતે શ્રી આચારાંગ સૂત્રમાં સાધકને બાહ્ય અને આભ્યંતર સાધના માટેનું માર્ગદર્શન સર્વાશે પ્રાપ્ત થઈ જાય છે, તેથી જ દ્દાદશાંગીમાં તેની અગ્રતા સહજ સિદ્ધ થાય છે.

દ્વિતીય શ્રુતસ્કંધના કર્તા :- આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના રચયિતા ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ પટ્ધર પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી છે. તે કથન નિર્વિવાદ છે પરંતુ બીજા શ્રુતસ્કંધના કર્તા વિષયક ભિન્ન-ભિન્ન માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક આચાર્યો તેને સ્થવિરકુત માને છે, પરંતુ સ્થવિરનું કોઈ ચોક્કસ નામ ઉપલબ્ધ નથી. તે સ્થવિરકૃત હોય, તેવું કોઈ અન્ય ચોક્કસ પ્રમાણ પ્રાપ્ત થતું નથી. તે ઉપરાંત બંને શ્રુતસ્કંધના વિષયો પરસ્પર પૂરક છે. ભાષાની ભિન્ઞતા હોવા છતાં વિષય અનુસાર ભાષાનો પ્રયોગ થયો છે.

આચારાંગ ચૂર્ણિ તથા નિશીથ ચૂર્ણિમાં थेरा गणधरा । ગણધરને સ્થવિર કહા છે. વૃત્તિકાર શ્રી શીલાંકાચાર્યના મતાનુસાર श्रुत वृद्धैश्चतुर्दशपूर्वविद्भि:। ચોદ પૂર્વધર શ્રુતવૃદ્ધ મુનિને સ્થવિર કહે છે. આ રીતે ગણધરો તથા ચૌદ પૂર્વધરો માટે સ્થવિર શબ્દનો પ્રયોગ પ્રાચીન કાલથી પ્રચલિત છે, તેથી બીજા શ્રુતસ્કંધના કર્તા સ્થવિર ગણધર ભગવંત હોય, તે યથોચિત જણાય છે.

શ્રી દશવેકાલિક સૂત્રની રચના વીર નિર્વાણ પછી પટ વર્ષે શ્રી શય્યંભવાચાર્યે કરી, ત્યારે તેમની સમક્ષ આચારાંગ સૂત્રનો બીજો શ્રુતસ્કંધ વિદ્યમાન હશે, તેવું સ્પષ્ટ જણાય છે. બીજા શ્રુતસ્કંધનું પિંડેષણા અધ્યયનના પદ્યાનુવાદ રૂપે જ દશવેકાલિક સૂત્રનું પાંચમું પિંડેષણા અધ્યયન છે. દશવેકાલિક સૂત્રના ચોથા છજજીવનિકાયની રચના પંદરમા ભાવના અધ્યયનના આધારે, સુવાક્યશુદ્ધિ' નામના સાતમા અધ્યયનની રચના આચારાંગ સૂત્રના ચોથા ભાષાજાતેષણાના અધ્યયનના આધારે થઈ હોય તેમ સ્પષ્ટ પ્રતીત થાય છે, તેથી સિદ્ધ થાય છે કે શય્યભવાચાર્યની સમક્ષ આચારાંગ સૂત્રનો બીજો શ્રુતસ્કંધ વિદ્યમાન હતો. તે ઉપરાંત પંદરમાં 'ભાવનાસ અધ્યયનનો ઉલ્લેખ શ્રી સમવાયાંગસૂત્ર તથા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં છે.

શ્રી સ્થાનાંગ સૂત્રના ચોથા સ્થાનમાં ચાર શય્યા પ્રતિમા, ચાર વસ્ત્રપ્રતિમા, ચાર પાત્ર પ્રતિમા, ચાર સ્થાન પ્રતિમાનું વર્ણન, સાતમા સ્થાનમાં સાત પિંડેષણાનું વર્ણન બીજા શ્રુતસ્કંધની સમાત્ત છે. આ રીતે બીજા શ્રુતસ્કંધના અનેક વિષયોની અન્ય આગમોના વિષયો સાથે અત્યંત સામ્યતા જોતા સિદ્ધ થાય છે કે આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કંધની રચના અન્ય આગમોથી પ્રાચીન છે અને તેથી જ તે ગણધરકૃત માનવામાં કોઈ વિરોધ જણાતો નથી.

શ્રી આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધ પર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ, કૃત વિસ્તૃત વ્યાખ્યા અને વ્યાખ્યા અનુસાર વિશદ્‌ ચૂર્ણિ ઉપલબ્ધ છે. તે ઉપરાંત અન્ય અનેક વિદ્વાનોએ પણ તદ્વિષયક પોતાના ભાવો પ્રગટ કર્યા છે, પરંતુ બીજા શ્રુતસ્કંધની વ્યાખ્યા તથા ચૂર્ણિ અત્યંત સંક્ષિપ્ત છે તેમજ ઉત્તરવર્તી અન્ય આચાર્યોએ પણ તેનું વિશેષ વિવેચન કર્યું નથી. પ્રસ્તુત સંસ્કરણમાં પૂર્વાચાર્યો કૃત વ્યાખ્યાગ્રંથને આધારભૂત બનાવીને, ઉપલબ્ધ અન્ય પ્રકાશનોનું અવલોકન કરીને વિષયને સમજાવવાનો યથાશક્ય પ્રયત્ન કર્યો છે.

મહૂદ પુણ્યોદયે પ્રાપ્ત થયેલા આ સંયમી જીવનમાં શ્રી આચારાંગ સૂત્રની વાંચણીનો યોગ પૂ. ગુરુભગવંતો સમીપે થયેલો. વર્ષો પછી પુણ્યોદયે આચારાંગના બીજા શ્રુતસ્કંધના આ ભાવોને અનુવાદના માધ્યમે આલેખવાનો યોગ મારા માટે બન્યો તે મારા માટે એક આશ્ચર્યકારી બીના છે. જે આ કાર્ય થયું છે તેમાં મારી કોઈ શક્તિ કે સામર્થ્ય નથી પરંતુ પૂ. તપસ્વી ગુસ્દેવ તથા મંગલમૂર્તિ પૂ. ગુરુણીદેવા મોટા સ્વામી તેમજ જેમનો સંયમ મહોત્સવ મારા વૈરાગ્યનું કારણ બન્યો છે, તેવા ગુરુણીમૈયા ભાવયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મહાસતીજીની અસીમ કૃપાથી જ આ કાર્ય થવા પામ્યું છે. તેઓશ્રીની કૃપા જ મારા જીવનમાં પ્રેરક બની રહે એવી મંગલ ભાવના સાથે મારા ઉપકારીને યાદ કરતા હૃદય પ્લાવિત બની રહ્યું છે. જેનું જવન આગમમય છે અને તેમાં તદાકાર છે તેવા આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મહારાજે સૂત્ર પાઠોના શબ્દ શબ્દનું સંશોધન કરીને તેના ભાવોને વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો છે તેમને ભાવ સહ વંદન કરું છું. તેમના ઉપકારને હું કઈ રીતે વાળી શકું ? પૂ. મહારાજ સાહેબ ! આપના જેવી જ્ઞાનદષ્ટિ મારામાં ખીલે તેવી ભાવના ભાવું છું.

આગમન ભાવોને જીવનમાં વણી તન્મય બનવાની જેમની ઉત્કૃષ્ટ ઉત્કંઠા છે,

જેમનો મહા વૈરાગ્ય મને સંસારમાંથી તારનારો બન્યો. એવા પ્રધાન સંપાદિકાના સ્થાનને શિરમોર બનાવી આ આગમને અવગાહી અનેક શબ્દો અને અર્થને યથાર્થ ભાવમાં લાવીને આગમને ઓપિત કરી રહ્યા છે તેવા મમ ગુરુણીમૈયા ભાવયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ સ્વામીના ચરણોમાં ત્રિયોગે વંદન કરી કહું છું કે તમારી કૃપાના આભારથી આભારિત બની રહું તેવી ભાવના.

જેમણે આચારાંગ સૂત્રનું અવગાહન, લેખન કાર્ય કરી મને અર્પિત કર્યું છે, તેવી મમ સદા સંગાથિની, વિનયી, વિદુષી, ગુરભગિની આર્યા હસુમતિજી તથા તેમાં અનુમોદનાનો સૂર પુરનાર સેવાભાવી આર્યા અનુમતિજીનો એવં મમ ગુરુકુળવાસી સહયોગી સર્વ સતિજીઓનો આદર કરું છું.

સહસંપાદિકાના સ્થાનમાં અપ્રમત્ત ભાવે શબ્દોની વૃત્તિ, ટીકા, નિર્યુક્તિ આદિના ઊંડાણમાં જઈ શબ્દો, તેના ભાવ અને અર્થનું અવલોકન, ચિંતન, મનન કરી માર્મિક ભાવોને પકડી પૂર્વાપરના સંબંધને વ્યવસ્થિત કરનાર મમ ગુરુ ભગિની સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકાનો આભાર માનું તેટલો ઓછો છે.

પ્રસ્‍તુત સંસ્કરણમાં પૂ. આત્મરામજી મ.સા. તથા યુવાચાર્ય શ્રી મધુકર મુનિ મ.સા. તેમજ મુન્તિ શ્રી નથમલજી સંપાદિત આગમનો તથા વૃત્તિ આદિનો આધાર લીધો છે, તે સર્વ સંપાદકો અને પ્રકાશકોનો તથા આ આગનું પ્રુફ રીડીંગાદિ કાર્યમાં જેણે જેણે સાથ સહકાર આપ્યો છે, તે સર્વનો આભાર માનું છું.

સ્વદ્રવયને જ્ઞાન માર્ગમાં વાપરી, મળેલી સંપત્તિનો સદુપયોગ કરનાર શ્રુતાધાર સ્વ. કમળાબેન પુરુષોત્તમભાઈ દામાણીના સુપુત્રો કાંતિભાઈ તથા નરેશભાઈ પરિવારને ધન્યવાદ આપું છું. ગુરુપ્રાણ આગમ બત્રીસીના પ્રમુખશ્રી તથા સર્વ કાર્યકરોને પણ ધન્યવાદ છે.

સંયમી જીવન નિર્દોષ બનાવવામાં સહાયક શ્રી અરિહંતભાષિત, ગણધર ગ્રંથિત આ સૂત્રના અનુવાદમાં મારી છદ્મસ્થતા અને અજ્ઞાનતાને કારણે ભૂલ થવી સહજ છે, તે ભૂલનું ત્રિવિધે 'ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્‌. પૂ. મુક્તલીલમ ગુરુણીના સુશિષ્યા

સાધ્વી પુષ્પા

 

9

      ઉદ્દેશક–પ અગ્રપિંડ ગ્રહણ વિવેક વિષમ માર્ગમાં ગમન વિવેક બંધદ્વાર ખોલવાનો વિવેક પૂર્વ પ્રવિષ્ટ શ્રમણાદિની ઉપસ્થિતિમાં ભિક્ષાવિધિ ઉદ્દેશક–6

આહારાર્થી પશુ–પક્ષીઓના માર્ગમાં ગમન વિવેક ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુનો વિવેક પૂર્વકર્મ દોષયુક્ત આહાર ગ્રહણ વિવેક સચિત્ત સંસૃષ્ટ આહાર ગ્રહણ વિવેક ખાંડી–ઝાટકી અપાતા આહાર ગ્રહણ નિષેધ ઉદ્દેશક–7

માલોપહૃત, ઉદ્ભિન્ન દોષયુક્ત અહાર છકાય જીવ પ્રતિષ્ઠિત આહાર ગ્રહણ વિવેક ધોવણ પાણીની એષણા ઉદ્દેશક–8

બીજ, ગોઠલી આદિ યુક્ત ધોવણ પાણી સુગંધ માણવાનો નિષેધ શસ્ત્ર અપરિણત વનસ્પતિ આહાર ગ્રહણ નિષેધ ઉદ્દેશક–9

આધાકર્માદિ આહાર ગ્રહણ નિષેધ પરિભોગૈષણા વિવેક ગ્રહણૈષણા વિવેક ઉદ્દેશક–10

સામુહિક આહારની આદાન–પ્રદાન વિધિ બહુઉજ્ઝિતધર્મા આહાર ગ્રહણ નિષેધ અગ્રાહ્ય પદાર્થોનો પરિભોગ–પરિષ્ઠાપન વિધિ ઉદ્દેશક–11

નિષ્કપટ ભાવે ગ્લાન સાધુ સેવા સાત પિંડૈષણા, સાત પાનૈષણા પડિમા સ્વીકારમાં અહંનો ત્યાગ.

36

37

39

40

45

46

47

48

50

53

56

58

61

62

62

70

73

76

78

80

83

85

87

91

92

પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પૂર્વ પ્રકાશનના બે બોલ પુનઃ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે 32 અસ્વાધ્યાય શાસ્ત્ર પ્રારંભ અધ્યયન–1 : પિંડૈષણા પરિચય ઉદ્દેશક–1

સચિત્ત સંસક્ત, આહાર ગ્રહણ વિવેક બીજ સહિત આહારગ્રહણ વિવેક અન્યતીર્થિકો સાથે ગમન નિષેધ ઔદ્દેશિકાદિ દોષરહિત આહાર એષણા અગ્રપિંડાદિ ગ્રહણ નિષેધ ઉદ્દેશક–ર મહોત્સવમાં આહાર ગ્રહણ વિવેક ભિક્ષા યોગ્ય કુળ મહોત્સવોમાં આહારાદિ એષણા સંખડી ગમન નિષેધ ઉદ્દેશક–3

સંખડી ગમન નિષેધ શંકાસ્પદ આહાર ગ્રહણ નિષેધ ભંડોપકરણ સહિત ગમન રાજકુળમાં ભિક્ષા ગમન નિષેધ ઉદ્દેશક–4

સંખડીમાં ભિક્ષાર્થ ગમન નિષેધ ગાય દોહવાના સમયે ભિક્ષાર્થે પ્રવેશ નિષેધ અતિથિ શ્રમણ સાથે વ્યવહાર વિવેક

12

14

16

18

20

22

27

53

57

62

1

3

પ 8

10

13

16

17

19

20

23

27

27

29

31

32

34

      વિષયાનુક્રમણિકા

       વિષય

પૃષ્ટ

વિષય

પૃષ્ટ

10

       વિહાર ચર્યામાં ભાષા સંયમ વિહારમાં નિર્ભયતાની સાધના અધ્યયન–4 : ભાષાજાત પરિચય ઉદ્દેશક–1

ભાષાગત અનાચાર વિવેક સોળ પ્રકારના વચન ભાષાના ચાર પ્રકાર સંબોધન ભાષા વિવેક પ્રાકૃતિક તત્ત્વ સંબંધી ભાષા વિવેક ઉદ્દેશક–ર કઠોરકારી, પીડાકારી, સાવદ્યકારી ભાષા વિવેક પંચેન્દ્રિય, વનસ્પતિ સંબંધી ભાષા વિવેક શબ્દાદિ વિષયક ભાષા વિવેક અધ્યયન–પ : વસ્ત્રૈષણા પરિચય ઉદ્દેશક–1

ગ્રાહ્ય વસ્ત્રોના પ્રકાર, પરિમાણ વસ્ત્ર ગ્રહણ કરવાની ક્ષેત્ર મર્યાદા ઔદ્દેશિકાદિ દોષયુક્ત વસ્ત્રૈષણા નિષેધ બહુમૂલ્યવાન વસ્ત્રનો નિષેધ વસ્ત્રૈષણાની ચાર પ્રતિમાઓ અનૈષણીય વસ્ત્ર ગ્રહણ નિષેધ વસ્ત્ર ગ્રહણ પૂર્વે પ્રતિલેખન ગ્રાહ્ય–અગ્રાહ્ય વસ્ત્ર વિવેક વસ્ત્ર પ્રક્ષાલન અને વસ્ત્ર સૂકવાની વિધિ ઉદ્દેશક–ર વસ્ત્ર ધારણ વિધિ વસ્ત્ર સાથે વિહારાદિ પ્રાતિહારિક વસ્ત્રને પાછા આપવાની વિધિ વસ્ત્રોમાં અનાસક્ત ભાવ અધ્યયન–6 : પાત્રૈષણા પરિચય ઉદ્દેશક–1

પાત્રના પ્રકાર અને મર્યાદા દોષયુક્ત, મૂલ્યવાન પાત્રગ્રહણ નિષેધ

163

165

169

170

171

173

176

177

180

182

187

190

191

193

193

194

197

199

202

203

204

208

209

210

211

214

215

216

અધ્યયન–ર : શય્યૈષણા પરિચય ઉદ્દેશક–1

જીવ જંતુરહિત ઉપાશ્રય ગવેષણા ઔદ્દશિક ઉપાશ્રય વિવેક પરિકર્મ દોષયુક્ત ઉપાશ્રય વિવેક ઊંચા ઉપાશ્રયમાં વિવેક ગૃહસ્થાદિથી સંસક્ત ઉપાશ્રયનો વિવેક ઉદ્દેશક–ર ગૃહસ્થ સંસક્ત ઉપાશ્રયના દોષો ત્રસ–સ્થાવર જીવોથી સંસક્ત ઉપાશ્રય વિવેક અન્ય તીર્થિકોના સ્થાનમાં નિવાસ વિવેક શય્યા સંબંધી નવપ્રકારની ક્રિયા ઉદ્દેશક–3

ઉપાશ્રય એષણા વિવેક, ઉપાશ્રયમાં યતના ઉપાશ્રયની યાચના વિધિ નિષિદ્ધ ઉપાશ્રય સંસ્તારક ગ્રહણ વિવેક સંસ્તારક એષણાની ચાર પ્રતિમા સંસ્તારકને પાછા આપવાનો વિવેક સ્થંડિલભૂમિ પ્રતિલેખના શયન વિધિ વિવેક શય્યા સમભાવ અધ્યયન–3 : ઈર્યા પરિચય ઉદ્દેશક–1

વર્ષાવાસ વિહાર ચર્યા વિહાર ચર્યાનો વિવેક નૌકારોહણ વિધિ ઉદ્દેશક–ર નૌકારોહણમાં ઉપસર્ગ ઈર્યા સમિતિ વિવેક જંઘા પ્રમાણ પાણીને પાર કરવાની વિધિ વિષમ માર્ગાદિમાં ગમન નિષેધ ઉદ્દેશક–3

વિહારમાં પ્રેક્ષા સંયમ આચાર્યાદિની સાથે વિહારમાં વિનય વિધિ

94

95

96

98

100

102

107

110

111

112

121

125

126

129

130

133

133

134

138

139

142

145

151

154

154

156

160

162

       વિષય

પૃષ્ટ

વિષય

પૃષ્ટ

11

       પાત્રૈષણાની ચાર પ્રતિમાઓ અનેષણીય પાત્ર ગ્રહણ નિષેધ પાત્ર ગ્રહણ પૂર્વે પ્રતિલેખન ઉદ્દેશક–ર ગોચરી પૂર્વે પાત્ર પ્રતિલેખન સચિત્ત પાણી પરઠવાની વિધિ પાત્ર સહિત ગમન અધ્યયન–7 : અવગ્રહ પડિમા પરિચય ઉદ્દેશક–1

અવગ્રહ ગ્રહણની અનિવાર્યતા અવગ્રહ યાચના વિધિ સાંભોગિક, સમનોજ્ઞાદિ સાધુઓ સાથે વ્યવહાર સાધુ માટે વર્જિત સ્થાન ઉદ્દેશક–ર ધર્મશાળાદિ જાહેર સ્થાનમાં અવગ્રહ વિધિ આંબાવાડી આદિમાં સાધુનો વિવેક અવગ્રહ ગ્રહણની સાત પ્રતિમા અવગ્રહના પાંચ પ્રકાર અધ્યયન–8 : સ્થાન સપ્તિકા પરિચય જીવ જંતુયુક્ત સ્થાન ગ્રહણ નિષેધ ચાર સ્થાન પ્રતિમા અધ્યયન–9 : નિષીધિકા સપ્તિકા પરિચય નિષદ્યા ભૂમિની શુદ્ધિ સ્વાધ્યાય ભૂમિની સાવધાની અધ્યયન–10 : ઉચ્ચાર પ્રશ્રવણ સપ્તક પરિચય ઉચ્ચાર–પ્રશ્રવણ વિવેક જીવ હિંસક, જનાકીર્ણ સ્થંડિલભૂમિનો વિવેક ઉચ્ચાર પ્રશ્રવણ પરિષ્ઠાપન વિધિ અધ્યયન–11 : શબ્દ સપ્તક પરિચય વાઈજત્ર શબ્દ શ્રવણમાં સંયમ વિવિધ સ્થાનોમાં શ્રોતેન્દ્રિય સંયમ

218

220

221

224

રરપ 226

228

229

231

233

235

238

239

242

245

247

248

249

રપર 253

254

રપપ 256

256

264

266

267

269

મનોરંજન સ્થળાદિમાં શબ્દ સંયમ અધ્યયન–12 : રૂપ સપ્તક પરિચય રૂપદર્શનમાં સંયમ અધ્યયન–13 : પરક્રિયા સપ્તક પરિચય પરક્રિયા પાદ, કાય, વ્રણ, પરિકર્મ આદિ પરક્રિયા નિષેધ અધ્યયન–14 : અન્યોન્ય ક્રિયા સપ્તક પરિચય અન્યોન્ય ક્રિયા નિષેધ અધ્યયન–15 : ભાવના પરિચય ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક નક્ષત્ર ભગવાનનું ગર્ભાવતરણ, ગર્ભ સંહરણ ભગવાનનો જન્મ, નામકરણ, બાલ્યકાલ ભગવાનના ત્રણનામ, સ્વજનોના નામ ભગવાનના માતા–પિતાની ધર્મ સાધના દીક્ષા સંકલ્પ, સાંવત્સરિક દાન, લોકાંતિક દેવ વિજ્ઞપ્તિ ભગવાનનો અભિનિષ્ક્રમણ મહોત્સવ સાધનાકાળ, કેવળજ્ઞાન પ્રાપ્તિ, ધર્મદેશના પાંચ મહાવ્રત અને તેની ભાવનાઓ અધ્યયન–16 : વિમુક્તિ પરિચય અનિત્ય ભાવના સાધકની સહિષ્ણુતા, સમભાવથી શુદ્ધિ બંધનથી મુક્ત પરિશિષ્ટ–1 : ત્રિપદી ચિંતન પરિશિષ્ટ–ર : ગોચરી સંબંધી દોષો પરિશિષ્ટ–3 : વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા 🙣🙣🙣🙣🙣

271

275

276

278

279

279

289

290

292

294

295

299

303

304

305

309

318

324

343

344

345

349

353

356

363

       વિષય

પૃષ્ટ

વિષય

પૃષ્ટ

1

પહેલું અધ્યયન પરિચય શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ચાર ચૂલા છે. પ્રથમ ચૂલામાં–7 અધ્યયન, બીજી ચૂલામાં–7 અધ્યયન ત્રીજી ચૂલામાં–1 અધ્યયન અને ચોથી ચૂલામાં એક અધ્યયન છે. રીતે આ શ્રુતસ્કંધના 16 અધ્યયનો 4 ચૂલામાં વિભક્ત છે. તેમાં પ્રથમ ચૂલાના સાત અધ્યયનોમાંથી પ્રથમ અધ્યયનનું નામ પિંડૈષણા છે.

પિંડૈષણાપિંડ = સમૂહ. સંયમ આદિ ગુણોનો સમૂહ ભાવપિંડ છે અને તેમાં ઉપકારક આહારાદિનો સમૂહ દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડના ત્રણ પ્રકાર છે– (1) આહાર ( ર) શય્યા અને (3) ઉપધિ. પ્રસ્તુત અધ્યયનમાં આહારપિંડની વિવિધ પ્રકારની એષણાનું વિસ્તૃત વર્ણન હોવાથી અધ્યયનનું નામ પિંડૈષણા છે.

શ્રી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનનું નામ પણ પિંડૈષણા છે. તેમાં પણ આહારપિંડની એષણા સંબંધી વિવિધ પ્રકારના દોષોનું વર્ણન છે. રીતે બંને આગમોના પિંડૈષણા અધ્યયનોના વિષયમાં અત્યંત સામ્યતા છે. શ્રી દશવૈકાલિક સૂત્રનું પિંડૈષણા અધ્યયન પદ્યરૂપે છે અને સૂત્રનું પિંડૈષણા અધ્યયન ગદ્યરૂપે છે.

અધ્યયનમાં અગિયાર ઉદ્દેશકો છે. તેમાં ક્રમશઃ સાધુને માટે ભિક્ષાચરીથી આહાર પ્રાપ્તિના નિયમોનું વિધિ–નિષેધથી નિરૂપણ છે. સામાન્ય રીતે ભિક્ષાના ત્રણ પ્રકાર છે– (1) અનાથ, અપંગ વ્યક્તિ લાચારીથી ભીખ માંગીને ભોજન પ્રાપ્ત કરે, તે દીનવૃત્તિભિક્ષા છે. (ર) પોતાના પૌરુષત્વનો નાશ કરીને શ્રમ કરવામાં સમર્થ હોવા છતાં પ્રમાદને વશ થઈ ભીખ માંગીને ભોજન પ્રાપ્ત કરે, તે પૌરુષધ્ની ભિક્ષા છે. (3) સર્વસ્વ ત્યાગી સંયમી પુરુષ કેવળ સંયમ નિર્વાહ માટે, દેહના પોષણ માટે પ્રાસુક અને એષણીય ભોજનની ખુમારી પૂર્વક યાચના કરે, તે સર્વસંપત્કરી ભિક્ષા છે.

ભિક્ષાની પૂર્ણ વિશુદ્ધિ માટે શાસ્ત્રકારોએ ત્રણ પ્રકારની એષણાનું કથન કર્યું છે–

(1) ગવેષણાપ્રાસુક–જીવરહિત અને નિર્દોષ આહારનું અન્વેષણ કરવું, તે ગવેષણા છે. તેમાં સોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદનના દોષોનો સમાવેશ થાય છે.

(ર) ગ્રહણૈષણાગૃહસ્થને અપ્રીતિ કે ભારરૂપ થવાય, તેમજ સાધુની સ્વયંની સ્વાદવૃત્તિનું પોષણ ન થાય, તે રીતે ગૃહસ્થ પાસેથી નિર્દોષ આહાર ગ્રહણ કરવો, તે ગ્રહણૈષણા છે. તેમાં એષણાના દશ દોષોનો સમાવેશ થાય છે.

(3) પરિભોગૈષણાનિર્દોષ રીતે પ્રાપ્ત થયેલા ભોજનને અનાસક્ત ભાવે ભોગવવું, તે પરિભોગૈષણા છે. તેમાં માંડલાના પાંચ દોષોનો સમાવેશ થાય છે.

અધ્યયન–1 : પરિચય 2 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સર્વ ઉદ્દેશકોમાં સાધુને આહારની ગવેષણા કરતાં ઉપસ્થિત થતી વિવિધ પરિસ્થિતિઓના વિસ્તૃત વર્ણન દ્વારા ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા વગેરે ગોચરી સંબંધી દોષોનું કથન કર્યું છે અને તે–તે પરિસ્થિતિઓમાં દોષોથી દૂર રહેવા સાધુએ કેવી–કેવી રીતે વિવેક રાખવો, તેની સમજણ આપી છે.

અગિયારમા ઉદ્દેશકમાં આહાર–પાણીની ગવેષણા કરતાં સાધુના વિવિધ અભિગ્રહો, સાત પિંડૈષણા અને સાત પાનૈષણાના માધ્યમથી સમજાવ્યા છે.

સૂત્રકારે એષણા સમિતિની શુદ્ધિ માટે અનેક વિધેયાત્મક–નિષેધાત્મક પ્રવૃત્તિના કથન પછી અંતે સાધકોને પોત–પોતાની ગવેષણા સંબંધી અહંકારનો ત્યાગ કરવાનું સૂચન કરીને કષાયવિજયના લક્ષ્ય પ્રતિ જાગૃત કર્યા છે.

રીતે આહારાદિ પ્રાપ્તિની સમગ્ર પ્રક્રિયા આત્મસાધનામાં કઈ રીતે સહાયક બને છે, તેના વિશદ વિશ્લેષણ સાથે અધ્યયન પૂર્ણ થાય છે.

3

      પહેલું અધ્યયન : પિંડૈષણા પહેલો ઉદ્દેશક

      

સચિત્ત સંસક્ત આહાર ગ્રહણ વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा गाहावइक‘लं पिंडवायपडियाए अणुपविठ्ठे समाणे से जं पुण जाणेज्जाअसणं वा पाणं वा खाइमं वा साइमं वा; पाणेहिं वा पणएहिं वा बीएहिं वा हरिएहिं वा; संसत्तं, उम्मिस्सं, सीओदएण वा ओसित्तं, रयसा वा परिघासियं; तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा; परहत्थंसि वा परपायंसि वा अफासुयं अणेसणिज्जं ति मण्णमाणे लाभे वि संते णो पडिगाहेज्जा । से आहच्च पडिगाहिए सिया, से तमादाय एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अप्पंडे अप्पपाणे अप्पबीए अप्पहरिए अप्पोसे अप्पुदए अप्पुत्तिंग–पणग–दगमट्टिय–मक्कडासंताणए विगिंचिय विगिंचिय, उम्मिस्सं विसोहिय विसोहिय तओ संजयामेव भुंजेज्ज वा पीएज्ज वा । जं णो संचाएज्जा भोत्तए वा पायए वा; से तमादाय एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता अहे झामथंडिलंसि वा अठ्ठिरासिंसि वा किट्टरासिंसि वा तुसरासिंसि वा गोमयरासिंसि वा अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय–पडिलेहिय पमज्जिय–पमज्जिय तओ संजयामेव परिठ्ठवेज्जा શબ્દાર્થ :– पिंडवायपडियाए = આહાર પ્રાપ્તિની પ્રતિજ્ઞાથી पाणेहिं = બેઇન્દ્રિયાદિ પ્રાણીઓથી पणएहिं = લીલ ફૂગથી संसत्तं = સંયુક્ત उम्मिस्सं = મિશ્રિત सीओदएण वा ओसित्तं = અથવા કાચા પાણીના છાંટા ઊડ્યા હોય रयसा वा परिघासियं = ઊડીને આવેલી સચિત્ત રજથી વ્યાપ્ત હોય तहप्पगारं = તે પ્રકારના, તેવા अफासुयं = અપ્રાસુક, સચિત્ત अणेसणिज्जं = દોષયુક્ત છે ति = પ્રમાણે मण्णमाणे = સમજીને.

आहच्च = કદાચિત્ पडिगाहिए सिया = ભૂલથી તેનું ગ્રહણ થઈ ગયું હોય તો आदाय = તેને ગ્રહણ કરીને एगंतमवक्कमेज्जा = એકાંત સ્થાનમાં જાયआरामंसि = ઉદ્યાનમાં उवस्सयंसि= ઉપાશ્રયમાં विगिंचिय विगिंचिय = તે જીવોને અલગ કરી–કરીને उम्मिस्सं = તેમાં ભળી ગયા હોય તે विसोहिय विसोहिय = શોધી–શોધીને तओ = ત્યાર પછી संजयामेव = યત્નાપૂર્વક.

जं च = જો તે આહારને णो संचाएज्जा = શક્ય હોય अहे झामथंडिलंसि = બળેલી જગ્યા 1

અધ્યયન–1 : ઉદ્દેશક–1

4 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પર अठ्ठिरासिंसि = હાડકાના ઢગલા પર किट्टरासिंसि = લોખંડ, કાષ્ઠ, પથ્થરના નાના ટુકડાના ઢગલા પર तुसरासिंसि = ભૂસાના ઢગલા પર गोमयरासिंसि = છાણના ઢગલા પરअण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि = રીતના બીજા કોઈ પ્રાસુક પદાર્થોના ઢગલા પર.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે આહારના વિષયમાં પ્રમાણે જાણે કે ગૃહસ્થના હાથમાં કે પાત્રમાં રહેલા આહાર, પાણી, મેવા–મીઠાઈ આદિ ખાદિમ, મુખવાસ આદિ સ્વાદિમ, ચારે પ્રકારનો આહાર બેઇન્દ્રિય આદિ જીવોથી, લીલ ફૂગ આદિ અનંત કાયથી, ઘઉં આદિ બીજોથી, શાકભાજી આદિ લીલોતરીથી સ્પર્શિત કે મિશ્રિત છે, સચિત્ત જલથી સ્નિગ્ધ છે, સચિત્ત રજથી ખરડાયેલો છે; તો તે આહારને અપ્રાસુક–સચિત્ત અને અનેષણીય–દોષયુક્ત જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે.

જો ભૂલથી ઉપરોક્ત સંસક્ત–મિશ્રિત આહાર ગ્રહણ થઈ ગયો હોય, તો તે આહારને લઈને ઉદ્યાન કે ઉપાશ્રયના એકાંત સ્થાનમાં જઈને, વિકલેન્દ્રિય જીવોના ઈંડાથી રહિત, જીવ રહિત, બીજ રહિત, લીલોતરી રહિત, ઝાકળ રહિત, સચેત જલ રહિત, કીડીઓના દર રહિત, લીલ–ફૂગ રહિત, ભીની માટી રહિત કરોળિયાના જાળા કે કરોળિયાના પડ રહિત સ્થાનમાં તે મિશ્રિત આહારનું શોધન કરીને અર્થાત્ તેમાંથી પ્રાણી, બીજાદિને દૂર કરીને, ત્યાર પછી સંયમી સાધુ તેને વાપરે અથવા પાન કરે.

જો તે આહારમાં ઘણા જીવજંતુ હોય અને તે આહાર વાપરી શકાય તેમ હોય, ખાવા કે પીવા યોગ્ય હોય, તો તે આહારને લઈને સાધુ એકાંત સ્થાનમાં જાય અને ત્યાં બળેલી જગ્યામાં કે હાડકાં, લોખંડ, ભૂસા, સૂકાયેલા છાણ વગેરેના ઢગલા પર અથવા અન્ય આવા પ્રકારની કોઈ પણ નિર્દોષ સ્થંડિલ(પરઠવા યોગ્ય) ભૂમિનું શોધન કરીને, તે ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને સાધુ તે આહારને યતનાપૂર્વક પરઠી દે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં સાધુ–સાધ્વીને માટે સચિત્ત સંસક્ત આહારના વિવેકનું નિરૂપણ છે.

જૈન શ્રમણો ત્રણ કરણ–ત્રણ યોગથી અહિંસા મહાવ્રતનું પાલન કરે છે. દેહનિર્વાહ માટે તે નિર્દોષ આહાર ગ્રહણ કરે છે. આહારની શુદ્ધિ માટે બે પ્રકારની સાવધાની જરૂરી છે– (1) પ્રાસુક આહારતે આહાર જીવ રહિત અર્થાત્ અચિત્ત હોય અને ( ર) એષણીયસાધુચર્યાના નિયમાનુસાર આધાકર્મી આદિ સર્વ પ્રકારના દોષોથી રહિત, નિર્દોષ હોય. જો આહાર બંને પ્રકારે શુદ્ધ હોય, તો સાધુ તેને ગ્રહણ કરે છે.

જો તે આહાર સચિત્ત બીજ વગેરેથી સ્પર્શિત કે મિશ્રિત હોય, જેમ કેસાકરમાં કે મીઠાઈમાં કીડીઓ ચડી ગઈ હોય, સૂકા ખાદ્ય પદાર્થ પર સચેત મીઠું કે જીરું ભભરાવેલું હોય, રોટલી વગેરે ભોજન પર પાણીના છાંટા પડ્યા હોય, અથાણા વગેરે ફુગાઈ ગયા હોય, દાળ કે ખમણ આદિમાં ઉપરથી કોથમીર નાંખેલી હોય, રીતે કોઈ પણ અચિત્ત ખાદ્ય પદાર્થ ત્રસ કે સ્થાવર જીવોથી મિશ્રિત હોય; તો સાધુ તેને ગ્રહણ કરે નહીં.

आहच्च: શબ્દના વિવિધ અર્થ થાય છે– (1) સહસાએકાએક ગ્રહણ થયો હોય ( ર) અનાભોગ–

ઉપયોગ વિના ગ્રહણ થયો હોય (3) દાતાએ ભૂલથી વહોરાવી દીધો હોય (4) સાધુ દ્વારા ભૂલથી ગ્રહણ 5

થઈ ગયો હોય. ઉપરોક્ત કોઈ પણ કારણથી સચિત્ત સંસક્ત અપ્રાસુક આહાર ગ્રહણ થઈ ગયો હોય, તો સાધુ ઉપાશ્રયમાં જઈને તે આહારનું શોધન કરીને, અચેત આહારને ભોગવી શકે છે.

णो संचाएज्जा :જો તે આહારમાંથી જીવોને પૃથક કરવાની શક્યતા હોય, તો સાધુ તે આહારને નિર્દોષ સ્થાનમાં પરઠી શકે છે, જેમ કેફૂગાયેલી મીઠાઈ, અથાણા આદિ, મીઠું ભભરાવેલા સૂકા(ખાખરાદિ) પદાર્થો, ખસખસ નાંખેલા તાજા મોદક, કીડીઓ સહિતની જલેબી કે ઘેવર, તથા રસ ચલિત–બગડી ગયેલા પદાર્થો વગેરેમાંથી જીવોનું સંશોધન કરવું મુશ્કેલ હોય અથવા તેમાંથી જીવોને પૃથક્ કરવામાં વિરાધનાની સંભાવના હોય તો તેવા મિશ્રિત આહારને સાધુ પરઠી શકે છે.

पिंडवाय पडियाए :પિંડપાત = ભિક્ષાલાભ. ભિક્ષા પ્રાપ્તિના ઉદ્દેશથી ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. તે સિવાય સાધુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતા નથી.

अफासुयं :અપ્રાસુક. જેમાંથી જીવ નીકળી ગયા હોય અર્થાત્ જે પદાર્થ જીવ રહિત હોય, તે પ્રાસુક છે અને જે પ્રાસુક નથી અર્થાત્ જે પદાર્થ જીવ સહિત હોય તે અપ્રાસુક છે.

अणेसणिज्जं :અનેષણીય. સાધુ ઉદ્ગમાદિ દોષોથી રહિત આહારની એષણા–ગવેષણા કરે છે, તે દોષોથી રહિત, ગવેષિત આહાર એષણીય કહેવાય છે, તેનાથી વિપરીત અર્થાત્ ઉક્ત દોષોથીયુક્ત આહાર સાધુને માટે અનેષણીય અને અકલ્પનીય હોય છે.

સાધુ માટે આહાર સંબંધી ત્રણ પ્રકારની એષણાનું કથન છે– (1) ગવેષણાસોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદનના દોષ રહિત નિર્દોષ આહારની શોધ કરવી, તે ગવેષણા છે. (ર) ગ્રહણૈષણાદશ એષણાના દોષોને ટાળીને આહાર ગ્રહણ કરવો, તે ગ્રહણૈષણા છે. (3) ગ્રાસૈષણાપ્રાપ્ત થયેલા નિર્દોષ આહારને માંડલાના પાંચ દોષો ટાળીને ભોગવવો, તે ગ્રાસૈષણા છે. ત્રણે પ્રકારની એષણાથી શુદ્ધ એષણીય આહાર સાધુ માટે કલ્પનીય છે.

ઉદ્ગમ આદિ ગોચરીના દોષો સંબંધી વિસ્તૃત વિવેચન માટે જુઓપરિશિષ્ટ–ર ક્યારેક કોઈ પદાર્થ જીવરહિત, પ્રાસુક હોય પરંતુ તે ઉદ્ગમ આદિ દોષોથી દૂષિત હોય, તો તે પદાર્થ એષણીય ન હોવાથી સાધુને માટે અગ્રાહ્ય છે, તેથી સાધુ માટે પ્રાસુક અને એષણીય આહાર કલ્પનીય છે.

थंडिलंसि :સ્થંડિલભૂમિ. જે સ્થાનમાં શરીરની અશુચિ આદિનો ત્યાગ કરાય તે ભૂમિ સ્થંડિલભૂમિ કહેવાય છે. તે ભૂમિ अप्पंडे = વિકલેન્દ્રિયાદિ જીવોના ઈંડા રહિત અર્થાત્ જીવરહિત હોવી જોઈએ. અહીં अप्प–અલ્પ શબ્દ પ્રયોગ સર્વ નિષેધ અર્થમાં પ્રયુક્ત છે. ત્રસ કે સ્થાવર બંને પ્રકારના જીવોથી રહિત અચેત ભૂમિ, જેમ કેબળેલી ભૂમિ, લોખંડ, હાડકાં વગેરેના ટુકડાનો ઢગલો, સૂકાયેલા છાણનો ઢગલો વગેરે નિર્દોષ ભૂમિનું વિધિવત્ પ્રતિલેખન–નિરીક્ષણ અને પ્રમાર્જન કરીને પરઠવા યોગ્ય પદાર્થોને ત્યાં યતનાપૂર્વક પરઠે. [પરઠવાની વિધિ સંબંધી વિસ્તૃત વિવેચન માટે જુઓશ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યયન–24.]

બીજ સહિત આહાર ગ્રહણ વિવેક :

से भिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे से जाओ पुण ओसहीओ जाणेज्जाकसिणाओ सासियाओ अविदलकडाओ अतिरिच्छच्छिण्णाओ अव्वोच्छिण्णाओ तरुणियं वा छिवाडिं अणभिक्कंतभज्जियं पेहाए अफासुयं 2

અધ્યયન–1 : ઉદ્દેશક–1

6 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ अणेसणिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिगाहेज्जा से भिक्खू वा भिक्खुणी जाव पविठ्ठे समाणे से जाओ पुण ओसहीओ जाणेज्जाअकसिणाओ असासियाओ विदलकडाओ तिरिच्छच्छिण्णाओ वोच्छिण्णाओ तरुणियं वा छिवाडिं अभिक्कंतभज्जियं पेहाए फासुयं एसणिज्जं ति मण्णमाणे लाभे संते पडिगाहेज्जा શબ્દાર્થ :– ओसहीओ जाणेज्जा = ધાન્યોના વિષયમાં જાણે कसिणाओ = અખંડ सासियाओ = અવિનષ્ટ યોનિ अविदलकडाओ = જેના બે ભાગ થયા નથી अतिरिच्छच्छिण्णाओ = જેનું તીરછું છેદન થયું નથી अव्वोच्छिण्णाओ = જે જીવરહિત થયું નથી तरुणियं वा छिवाडिं = કાચી શિંગો હોય अणभिक्कंतभज्जियं = જે થોડીક શેકેલી હોય अभिक्कंतभज्जियं = સારી રીતે અગ્નિમાં શેકેલી पेहाए = જોઈને फासुयं = પ્રાસુક, અચિત્ત एसणिज्जं ति = એષણીય નિર્દોષ છે मण्णमाणे = સમજીને.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે ધાન્યના વિષયમાં જાણે કે ધાન્ય અખંડ છે, અવિનષ્ટ યોનિ અર્થાત્ ઉગવાની યોગ્યતા નાશ પામી નથી, તેના બે કે બેથી વધારે ટુકડા થયા નથી, તીરછું છેદન થયું નથી, જીવરહિત નથી, કાચી શિંગ અગ્નિમાં બરોબર શેકેલી નથી, તો તેને અપ્રાસુક અને અનેષણીય સમજીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ.

સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે ધાન્ય આદિના વિષયમાં પ્રમાણે જાણે કે આ ધાન્ય અખંડ નથી, તેની યોનિ–ઉગવાની યોગ્યતા નાશ પામી છે, તેના બે કે તેથી વધારે ટુકડા થયા છે, તીરછું છેદન થયું છે, તે જીવ રહિત છે, કાચી શિંગ અગ્નિમાં બરાબર શેકેલી છે, તો તે ધાન્ય આદિને પ્રાસુક તેમજ એષણીય જાણીને ગ્રહણ કરે.

से भिक्खू वा भिक्खुणी जाव समाणे से जं पुण जाणेज्जापिहुयं वा बहुरयं वा भुज्जियं वा मंथुं वा चाउलं वा चाउलपलंबं वा सइं भज्जियं अफासुयं जाव णो पडिगाहेज्जा से भिक्खू वा भिक्खुणी जाव समाणे से जं पुण जाणेज्जापिहुयं वा जाव चाउलपलंबं वा असइं भज्जियं दुक्खुत्तो वा भज्जियं, तिक्खुत्तो वा भज्जियं, फासुयं संते जाव पडिगाहेज्जा શબ્દાર્થ :– पिहुयं = ઘઉં આદિનો પોંક बहुरयं = બહુ ભુસાવાળા પદાર્થ–જુવાર, બાજરા, મકાઈના ડૂંડા भुज्जियं = અગ્નિથી શેકેલા હોય मंथुं = ખાંડેલા હોય चाउलं = ચોખા पलंबं = શાલિનો પોંક सइं भज्जियं = અગ્નિથી એકવાર શેકેલા, થોડીકવાર શેકેલા असइं = અનેકવાર, પરિપૂર્ણ રીતે दुक्खुत्तो = બે વાર तिक्खुत्तो = ત્રણવાર.

ભાવાર્થ :– સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે જાણે કેઘઉં આદિ ધાન્યના પોંક, જુવાર, બાજરો, મકાઈ આદિના ડૂંડા, અગ્નિ દ્વારા થોડા શેકેલા છે; ચોખા કે શાલિના પોંક વગેરે પદાર્થો", એક વાર શેકેલા અર્થાત્ થોડા શેકેલા(અર્ધપક્વ) છે, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને ગ્રહણ કરે.

3

7

સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે જાણે કેઘઉં આદિ ધાન્યના પોંક યાવત્ ચોખાના પોંક વગેરે બે–ત્રણવાર શેકેલા અર્થાત્ પરિપૂર્ણ શેકલા છે, તો તેને પ્રાસુક અને એષણીય સમજીને ગ્રહણ કરે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે ધાન્ય અને તેના પોંક વગેરે સચિત્ત પદાર્થોના ગ્રહણ સંબંધી વિધિ–નિષેધ દર્શાવ્યા છે.

ओसही :ઔષધિ, બીજવાળી વનસ્પતિ. ઘઉં, જવ, મકાઈ, બાજરો અને શાલિ જેવા ધાન્ય આદિ માટે અહીં ઔષધિ શબ્દનો પ્રયોગ છે. ઘઉં આદિ ધાન્ય કાચા હોય ત્યારે તેમાં અસંખ્યાત જીવ હોય છે અને તે પાકી જાય પછી તેના અખંડ દાણામાં એક જીવ હોય છે અને તેમાં ઉગવાની યોગ્યતા હોય, ત્યાં સુધી તે સચેત હોવાથી સાધુને માટે અગ્રાહ્ય છે.

મગ–મઠ આદિ કઠોળના બે ભાગ કરવાથી અર્થાત્ તેની દાળ બનવાથી તે અચેત થઈ જાય છે; આ રીતે બીજ સહિતની વનસ્પતિઓમાં વિવિધતા હોય છે. સંક્ષેપમાં સાધુ આહાર ગ્રહણ કરતા પહેલાં તેની સચેતતા–અચેતતાનું પૂર્ણપણે પરીક્ષણ કરીને ત્યાર પછી તેને ગ્રહણ કરે.

कसिणाओ :સંપૂર્ણ–અખંડિત તથા અનુપહત. જે ધાન્યના દાણા અખંડ હોય તે.

सासियाओ :जीवस्य स्वाम्–आत्मीयामुत्पत्तिं प्रत्याश्रयो यासु ताः स्वाश्रयाः, अविनष्ट योनयः इत्यर्थः જીવની પોતાની ઉત્પત્તિનો આશ્રય જેમાં છે, તે સ્વાશ્રય છે અર્થાત્ જેની યોનિ નષ્ટ થઈ નથી, જેમાં ઉગવાની યોગ્યતા હોય તે સ્વાશ્રિતા છે. દરેક ધાન્યનો સચિત્ત રહેવાનો યોનિકાલ ભિન્ન–ભિન્ન છે.

કેટલાક ધાન્યો ત્રણ, પાંચ કે સાત વર્ષ સુધી સચિત્ત યોનિવાળા રહે છે.

अतिरिच्छछिण्णाओ :તીરછું છેદન થયું હોય. બીજ–ધાન્યના તીરછું છેદન અર્થાત્ આડા(કે

ઊભા) ટુકડા થયા હોય, તો સાધુ–સાધ્વી તેને લઈ શકતા નથી.

तरुणियं वा छिवाडिं :તરુણી અર્થાત્ પાકેલી હોય તેવી કાચી મગ આદિની શિંગ.

भुज्जियं :તેના ત્રણ અર્થ થાય છે– (1) ખાંડેલું હોય ( ર) દળેલું હોય (3) અગ્નિમાં શેકેલું હોય.

पिहुयं :નવા–તાજા ઘઉં, મકાઈ આદિ ધાન્યને અગ્નિમાં શેકીને પોંક બનાવે છે. તેને બરોબર ન શેકવાથી તેમાં કોઈક દાણા અપક્વ રહેવાની સંભાવના છે.

अफासुयं–अणेसणिज्जं ……… णो पडिगाहेज्जा :જીવ સહિત હોય, તે આહાર અપ્રાસુક છે અને ઉદ્ગમ આદિ ગોચરીના દોષો સહિત હોય, તે આહાર અનેષણીય છે. જે પદાર્થ જીવ રહિત હોવા છતાં આધાકર્મી આદિ દોષોથી યુક્ત હોય, તો તે સાધુને માટે અગ્રાહ્ય છે. કેટલાક પદાર્થો ઉદ્ગમાદિ દોષરહિત હોવા છતાં જીવયુક્ત હોય, તો પણ સાધુને માટે તે અગ્રાહ્ય છે. સાર છે કે પ્રાસુક અને એષણીય પદાર્થો સાધુને ગ્રાહ્ય છે. સૂત્રકાર સાધુને કલ્પનીય પદાર્થો માટે પ્રાસુક અને એષણીય, આ બંને શબ્દોનો પ્રયોગ એક સાથે કરે છે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે પોંક વગેરેમાં સચેતની સંભાવનાથી સાધુને ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. પોંક વગેરે પદાર્થો આધાકર્મી આદિ દોષયુક્ત(અનેષણીય) છે કે

નહીં તેની વિવક્ષા નથી. તેમ છતાં સૂત્રમાં अफासुयं સાથે अणेसणिज्जं અપ્રાસુક અને અનેષણીય બંને શબ્દનો સાથે પ્રયોગ કર્યો છે. રીતે સચેત–અપ્રાસુક પદાર્થના ગ્રહણ નિષેધ સમયે अफासुयं अणेसणिज्जं, બંને શબ્દ પ્રયોગ કરવાની પદ્ધતિ સૂત્રકારે સર્વત્ર અપનાવેલી છે.

અધ્યયન–1 : ઉદ્દેશક–1

8 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ અન્યતીર્થિકો સાથે ગમનનો નિષેધ :

से भिक्खू वा भिक्खुणी वा जाव पविसिउकामे णो अण्णउत्थिएण वा गारत्थिएण वा परिहारिओ अपरिहारिएण सद्धिं गाहावइक‘लं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज वा શબ્દાર્થ :– परिहारिओ = દોષોનું વર્જન કરનાર ઉત્તમ સાધુ, પરિહારિક સાધુ अपरिहारिएण = અપરિહારિક(દોષોને નહીં છોડનાર) પાર્શ્વસ્થાદિ સાધુની સાથે.

ભાવાર્થ :– ભિક્ષાના નિમિત્તે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવા ઇચ્છુક સાધુ કે સાધ્વી અન્યતીર્થિકો–તાપસો કે શાક્યાદિ શ્રમણોની સાથે કે ગૃહસ્થોની સાથે પ્રવેશ કરે નહિ તથા સાધર્મિક સાધુઓમાં પણ પરિહારિક ઉત્તમ સાધુ, અપરિહારિક–પાર્શ્વસ્થાદિ સાધુની સાથે પ્રવેશ કરે નહિ કે ત્યાંથી નીકળે નહિ.