This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
શ્રી ઉપાસકદશાંગ સૂત્ર |
ઉર્વશીબાઈ મ. |
શ્રી અંતગડદશાંગ સૂત્ર |
ભારતીબાઈ મ. |
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર |
સન્મતિબાઈ મ. |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત |
સુનિતાબાઈ મ. |
શ્રી વિપાક સૂત્ર |
ઉષાબાઈ મ. |
શ્રી ઉવવાઈ સૂત્ર |
કલ્પનાબાઈ મ. |
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર |
બિંદુ-રૂપલ દ્રય મ. |
શ્રી જીવાભિગમ સૂત્ર |
પુનિતાબાઈ મ. |
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ-૧ થી ૩) |
સુધાબાઈ મ. |
શ્રી જંબૂદ્વિપપ્રજ્ઞપ્તિ સૂત્ર |
મુક્તાબાઈ મ. |
શ્રી જયોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદરપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) |
રાજેમતીબાઈ મ. |
શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) |
કિરણબાઈ મ. |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (ભાગ-૧, ૨) |
ડો. અમિતાબાઈ મ. પૂ. સુમતિબાઈ મ. |
શ્રી દશવૈકાલિક સૂત્ર |
ગુલાબબાઈ મ. |
શ્રી નંદી સૂત્ર |
પ્રાણકુવરબાઈ મ. |
શ્રી અનુયોગદ્દાર સૂત્ર |
પૂ. સુબોધિકાબાઈ મ. |
શ્રી નિશીથ સૂત્ર |
પૂ. લીલમબાઈ મ. |
શ્રી ત્રણ છેદ સૂત્ર |
પૂ. ડો. ડોલરબાઈ મ. |
શ્રી આવશ્યક સૂત્ર |
પૂ. રૂપાબાઈ મ. |
શ્રુતાધાર ( મુખ્યદાતા)
પિતાશ્રી ડો. નાનાલાલ ગુલાબચંદ શાહ (હેમાણી) માતુશ્રી સવિતાબેન નાનાલાલ શાહ
પિતા ગુલાબચંદભાઈ તથા માતુશ્રી જવેરબેનના ધર્મ સંસ્કારે રંગાયેલા ડો. નાનુભાઈ શાહે વેરાવળ બંદરને પોતાની કર્મભૂમિ બનાવી. અનેક દર્દીઓના મસિહા બની, સ્વાસ્થ્ય દાતા બન્યા.
વેરાવળ, ઉના શ્રી સંઘમાં પ્રમુખ પદે રહી શાસન સેવાના કાર્ય કર્યા. સવિતાબેન પણ શ્રાવિકા મહિલા મંડળના, કસ્તુરબા મહિલા મંડળના પ્રમુખા બની સામાજિક, ઘાર્મિક ક્ષેત્રે મહિલા ઉન્નતિના કાર્ય કરતા રહ્યા.
ધર્મપરાયણ, ચોથા આરાના જુગલિયા જેવા આ દંપત્તિ બંને સાથે મળીને ધર્મ આરાધના કરતાં હોય તે દશ્ય અનુપમ બની જતું.
નિવૃત્તિના સમયમાં આત્માના ડોક્ટર બની જૈનાગમ, કર્મ સિદ્ધાંત આદિના વાંચન દ્વારા તેઓએ પોતાના જ્ઞાન ખજાનાને એવો સમૃદ્ધ બનાવ્યો કે સંત-સતીજીઓને વેરાવળ ચાતુર્માસ પધારવા માટે તેઓ આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.
ભત્રીજી ભદ્રા (પૂ. સુબોધિકાબાઈ મ.) ને દીક્ષાની પ્રેરણા, અનુજ્ઞા આપી શાસનસેવા, કર્મક્ષયના ભાગીદાર બન્યા છે. આપના સંસ્કારોની સુવાસ સાથે લઈ અમેરીકા વસતા સુપુત્ર શ્રી સતીષભાઈ અને પુત્રવધુ સો. રશ્મીબેન સામાજિક, ધાર્મિકક્ષેત્રે યોગદાન આપી રહ્યાં છે. સુપુત્રી ડો. ભારતી શાહ, જમાઈરાજ ડો. શ્રી રશ્મિકાંતભાઈ વિશાળ કુટુંબમાં સ્વ કર્તવ્યોને નિભાવતા, વડિલોની સેવા દ્વારા નિજ હૃદયને પુલકિત તથા જીવનને સભર બનાવી રહ્યા છે.
શાસનના સ્તંભસમા આગમ પ્રકાશનમાં સહયોગ આપી, આપે ભદ્રકર્મ- પુણ્યકર્મને સંચિત કર્યું છે. આપની આ શ્રુતસેવાના ઘણા-ઘણા ધન્યવાદ છે.
ગુરુપ્રાણ પ્રકાશન

શાસ્ત્ર સ્વાધ્યાય પ. સદ્વિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ.
તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થંકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા.
પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવ વંદન કરવા . ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું.
વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી.
૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે.
પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ય અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં.
૩૨ અસ્વાધ્યાયમાં શાસ સ્વાધ્યાય થાય નહીં.
ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે.
માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી.
આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાલમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહમાન જાળવવું.
આચાર્ય જીવન પરિચય
ગોંડલ ગચ્છાધિપતિ એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા.
નામ ડુંગરસિંહભાઇ.
જન્મ વિ.સં. ૧૭૯૨:
જન્મભૂમિ માંગરોળ.
પિતાશ્રી ધર્મનિષ્ઠ શ્રીકમળસિંહભાઇ બદાણી.
માતુશ્રી સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ.
જન્મસંકેત માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને પોતાની સમીપે આવતો જોયો.
ભાતૃભગિની ચારબેન - બેભાઇ.
વૈરાગ્ય નિમિત્ત પૂ. શ્રીરત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ.
સંચમ સ્વીકાર વિ.સં. ૧૮૧૫કારતક વદ - ૧૦ દિવબંદર.
સદ્ગુરુદેવ પૂ. શ્રીરત્નચંદ્રજી મ.સા.
સહદીક્ષિત પરિવાર સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ.
સંચમ સાધના અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્રો, દર્શનશાસ્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ.
તપ આરાધના રસેન્ટ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આભ્યંતર તપ.
ગોંડલ ગચ્છ સ્થાપના & વિ.સં. ૧૮૪૫ મહાસુદ - પ ગોંડલ. તથા આચાર્ય પદ પ્રદાન
જ્વલંત ગુણો & વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે...
પ્રમુખ શીષ્ય પૂ. આચાર્ય શ્રી ભીમજી સ્વામી
પ્રમુખ શીષ્યા પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઈ મ. પૂ. શ્રી માનકુંવરબાઇ મ.
સાધુસંમેલન વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ- સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુધધિ માટે ૧૩ નિયમો બનાવ્યાં.
વિહાર ક્ષેત્ર કાઠિયાવાડ, ઝાલાવાડ: કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ.
પ્રતિબોધિત શ્રાવકવર્ય શ્રી શોભેચંદ્ર કરસનજી શાહ - વેરાવળ.
સ્થિરવાસ વિ.સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં.
અનશન આરાધના વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન પ્રારંભ, વેશાખ સુદ - ૧૫ સમાધિમરણ.
આયુષ્ય ૮૪ વર્ષ સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨ વર્ષ.
ઉત્તરાધિકારી આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ઉપનામ ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી.
પાટપરંપરા ગોંડલ ગચ્છાધિપતિ આચાર્ય પ્રવર ગુરૂદેવ
પૂ. શ્રીડુંગરસિંહજી મ.સા.
દ્રિતીય પટ્ધર - આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ધર - આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી.
ચતુર્થ પટ્ધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ધર - આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી
યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા.
સૌરાષ્ટ કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.
વિદ્યમાન વિચરતો પરિવાર ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
સૌરાષ્ટ્રકેસરી મુનીપુંગવ પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
શુભ નામ પ્રાણલાલભાઈ
જન્મભૂમિ વેરાવળ.
પિતા શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા.
માતા સંસ્કાર સંપજ્ઞા કુંવરબાઈ.
જ્ઞાતિ વીસા ઓસવાળ.
જન્મદિન વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર.
ભાતૃ-ભગિની ચાર ભાઈ, ત્રણ બહેનો.
વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે.
વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં.
સંયમ સ્વીકાર ૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૮ ફાગણ વદ છઠ્ઠ, ગુરવાર. તા. ૧૩-૩-૧૯૨૦
દીક્ષા ભૂમિ બગસરા-દરબાર વાજસુરવાળાના ઉઘ્યાનમાં વટવુક્ષ નીચે.
ગચ્છ પરંપરા ગોંડલ ગચ્છ.
સંયમદાતા મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા.
શિક્ષા દાતા પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા.
ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ.
સંઘ નેતૃત્વ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી.મ. સા. તા સંથારાના સમયથી.
સેવા શુશ્રૂષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી.
સમાજોત્કર્ષ ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત
૧) લોકના પરોપકાર માટે દાનધર્મનિપ્રધાનતા
૨) અખંડનવાદ
૩) નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જેન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના.
જ્ઞાન પ્રસાર રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિધાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર.
દેહ વૈભવ લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા, વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના.
આભ્યંતર વૈભવ વિનય સંપજ્ઞતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન-પટુતા, ગુરુચરણ સેવા, દીર્ઘ દષ્ટિ, ત્યાગમસ્તી.
વિહાર ક્ષેત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત.
ગોંડલ ગચ્છ સંમેલન વિ. સં. ૨૦૦૭માં ગચ્છ એક્યતા માટે મહત્ત્વનું યોગદાન.
ઉપનામ પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દારા પ્રદત્ત સૌરાષ્ટ્ર કેસરી
સ્વહસ્તે દીક્ષિત પરિવાર ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી.
અંતિમ ચાતુર્માસ બગસરા.
દેહ વિલય વિ. સં. ૨૦૧૩ માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭-૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬.
અંતિમ વિધિ સાતલડી નદીના કિનારે (બગસરા)
શિષ્ય પરિવાર વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ પ્રાણ પરિવાર ના તમે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.
શુભ નામ રતિલાલભાઈ
જન્મસ્થાન પરબવાવડી (સૌરાષ્ટ્ર)
જન્મદિન આસોવદ અમાસ વિ.સં. ૧૯૮૯
પિતા શ્રીમાન માધવજીભાઈ રૈયાણી
માતા સદાચાર સંપજ્ઞા જમકુબાઈ
વૈરાગ્ય ભાવ ૧૭ માવર્ષે
દીક્ષા ફાગણ વદ પાંચમ, ગુરવાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ
ગુરુદેવ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા.
ગચ્છ પરંપરા ગોંડલ ગચ્છ.
અભ્યાસ યોગ વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય
સાધના યોગ રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા.
સેવાયોગ વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી.
તપયોગ ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ (સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈ સિવાય શેષ અનાજ ત્યાગ.
મૌનયોગ દિક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌનસાધના ઈ.સ. ૧૯૯૨ નવેમ્બરથી આજીવન મોન આરાધના.
પુન્યપ્રભાવ ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, ચત અને ભાવની વૃદ્ધિ થઈ છે.
વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ
જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦ વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી.
દીક્ષા પ્રદાનસખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા.
આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કે નિંદા ન કરવી.
જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા, સમાધાન વૃત્તિ, જ્ઞાનરચિ.
અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને ૫૯ દિવસની અનશન આરાધના કરાવી.
અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય. (૧૯૯૭)
મહાપ્રયાણ રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧॥ રવિવાર મધ્યાહ કાળે ૧.૩૫ કલાકે.
અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ.
અંતિમક્રિયા સ્થાન તપસમ્રાટ તીર્થધામ, રાજકોટ-અમદાવાદ હાઈ-વે, સાત હનુમાન સામે રાજકોટ.
પ્રકાશકના બે બોલ
પુન: પ્રકાશનના બે બોલ (બીજી આવૃત્તિ)
તીર્થંકર ભગવાનના અમૃતસમા વચનોને આગમ રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થંકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટકરી મહા ઉપકાર કર્યો...
ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હદયસ્થ કરી મહા ઉપકાર કર્યો...
શિષ્ય પરંપરાએ આગમ જ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો...
દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશેલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રુત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવચોગિની શ્રી લીલમબાઈ મ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈ મ., શ્રી સુબોધિકાબાઈમ. ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુ- સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂડ ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
પૂ. ગુરુદેવની દીર્ઘદૃષ્ટિ અને કૃપાદષ્ઠિને અનુભવતા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
પૂ. ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-ઇ. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહયોગ આપીને અમારું કાર્ય વેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહના આત્માને અનંતજ્ઞાન પ્રાગટયમાં સહયોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
પ્રકાશકના બે બોલ(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થંકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદ વિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એક ચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરુપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટની સ્થાપના થઈ. ત્યાર પછી તપસ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જ૫, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩૨ આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવુંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ સ ભાષામાં અનુવાદિત થયા.
આ પ્રકાશના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમન રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો તણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક પૂ. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ત્રદણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાં નિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ - તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્પ્યુટરાઈઝડ્ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાં ય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુસ્પષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જયજિનેન્દ્ર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ
શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી) શ્રી કીરીટભાઈ શાહ ટ્રસ્ટી)
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કંધોનો સુમેળ''
પરમ પવિત્ર શ્રી પ્રથમ અંગ આચારાંગ સૂત્ર ઉપર જે કાંઈ વિચારાત્મક સામગ્રી છે, તે અહીં પ્રસ્તુત કરતાં તત્ત્વચિંતન માટે ઘણી ઉપયોગી થશે તેવી ધારણા છે. હાલ તુરંત દ્વિતીય શ્રુતસ્કંધ ઉપર લખવાનું છે, પરંતુ તે પહેલા એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉદ્દભવે છે તેની વિવેચના જરૂરી છે.
પ્રથમ શ્રુતસ્કંધ અને દ્વિતીય શ્રુતસ્કંધ, બંને ખંડોમાં ખરેખર કોઈ મેળ ખાતો પરિસંવાદ નથી. બંનેના વિષય ભિન્ન છે, આંતર-બાહ્ય પરિસ્થિતિને સ્પર્શતી બંનેની નિરૂપણા લગભગ વિભિન્ન છે, ભાષામાં પણ ઘણો જ ભેદ દેખાય છે, પ્રાચીનતા અને અર્વાચીનતા જેવી ઝલક દેખાય છે, તેથી સહજ પ્રશ્ન થાય છે કે આ બંને વિભિન્ન વિષયોને પ્રથમ અંગમાં જ કેમ સ્થાન આપવામાં આવ્યું ? અને બંને આચારાંગ તરીકે કેમ ખ્યાતિ પામ્યા ?
પ્રશ્નનો પ્રત્યુત્તર ઘણો જ ઊંડો છે, જેથી થોડો તલસ્પર્શી વિચાર કરીશું આખી જૈન સાધના, જૈન દર્શન કે નિર્ગ્રંથ પ્રવચન બે ધારામાં પ્રવાહિત થયેલું છે, આભ્યંતર સાધના એટલે કષાયાદિક વિભાવોની વિમુક્તિ અને બાહ્ય સાધના એટલે સંપૂર્ણ રહન- સહન, હલન-ચલન, બોલ-ચાલ, આહાર-પાણી, ભોજન આદિની વ્યવસ્થા, નિહાર અને વિહાર બંનેના નિયમો અને ઉપનિયમો. આગમ ગ્રંથોમાં તેના ઉપર સૂક્ષ્મ દષ્ટિપાત કરી, ઝીણામાં ઝીણી ક્રિયાઓ માટે વ્યવસ્થિત આદેશ-પ્રત્યાદેશનો ઉપદેશ કરવામાં આવ્યો છે. ખરું પૂછો તો બાહ્ય ક્રિયાઓ એ દેહાદિક યોગ સંબંધી ક્રિયાઓ છે જયારે આભ્યંતર પરિણતિ શુદ્ધ કે અશુદ્ધ આત્મદ્રવ્ય સાથે જોડાયેલી સ્વાભાવિક કે વૈભાવિક પર્યાયો છે. બંને ક્રિયાઓ સાથે કોઈ મેળ જણાતો તથી. કડકમાં કડક સાધ્વાચાર પાળવા છતાં, તીવ્ર કાષાયિક ભાવોને કારણે આવા મહાત્માઓ દુર્ગતિ પામે છે જ્યારે કેટલાક સાધક આત્માઓ સહજ ભાવે શુદ્ધ પરિણતિનું અવલંબન કરી ઊર્ધ્વગતિ પામે છે, આવું હોવા છતાં જૈન દર્શનમાં કે જૈન શાસ્ત્રોમાં આચારકાંડ ઉપર ભારોભાર વજન આપવામાં આવ્યું છે અને શાસ્ત્રોના સેંકડો ચેપ્ટર આચારકાંડના સૂક્ષ્મ નિયમ- ઉપનિયમથી ભરેલા છે. આ દ્વિતીય શ્રુતસ્કંધ પણ તેમાંનો એક મહાકાય ગ્રંથ છે.
હવે અહીં આપણે વિચારીએ કે- આભ્યંતર ક્રિયાઓ સાથે બાહ્ય ક્રિયાઓ એટલો તાલ-મેળ ન હોવા છતાં આચારકાંડના આટલા વિશદ વર્ણનની મહત્તા શું છે ?
વસ્તુતઃ દર્શનની દષ્ટિએ બે જાતના કારણો જોવા મળે છે. એક સાધક કારણ અને એક બાધક કારણ. સાધક કારણ જેમ સાધનામાં સહયોગી છે, તેથી પણ વધારે સહયોગી બાધક કારણનો અભાવ છે. બાધક કારણો જ્યાં સુધી પ્રબળ અસ્તિત્વ સાથે ઉપસ્થિત હોય ત્યાં સુધી સાધક કારણને અવકાશ મળતો નથી. ગાડી ગમે તેવી સારી હોય છતાં માર્ગમાં પડેલા મોટા પથ્થરાઓ તેને આગળ વધવા દેતા નથી. બાધક કારણોનો પરિહાર નિતાંત જરૂરી છે. જેમ કોઈ કુંભાર ચાકડા ઉપર માટી મૂકીને, ઘડો તૈયાર કરવા ઇચ્છે છે, પરંતુ ત્યાં ઊભેલો બંધુકધારી ધમકી આપે છે કે ચાકડો ચલાવીશ તો ગોળી મારી દઈશ, અહીં બધા સાધક કારણો હોવા છતાં કાર્ય અટકી જાય છે, ઉપયોગી વ્યક્તિની ઉપસ્થિતિ કરતા પણ પ્રતિયોગીનો અભાવ વધારે મહત્ત્વપૂર્ણ છે.
આત્મ દ્રવ્ય સ્વયં પોતાની શુદ્ધ પર્યાયો ઉપર પરિણતિ કરવા તત્પર છે. આત્માની અનંત શક્તિ હોવાથી તેનો સ્વભાવ પ્રગટ કરવામાં વિશેષ અનુબળની જરૂર થી પરંતુ બાધક કારણોને હટાવવા માટે, યોગ અને અધ્યવસાયોને નિયમિત કરવા માટે અને માર્ગમાંથી હટી જવા માટે સંયમ, તપ અને તીવ્ર ક્રિયાશીલતાની પૂરેપૂરી જરૂર છે. ગંદા વાસણમાં સારી રસોઈ ન થઈ શકે, મેલું પાણી પીવાથી તુષા મટે કે ન મટે પરંતુ રોગની ઉત્પત્તિ થાય, આવા તો આપણે સેંકડો ન્યાય આપી શકીએ તેમ છીએ. આ ન્યાયના આધારે સમજી શકાય છે કે- બાધક કારણોને હટાવવા માટે કઠોર ક્રિયાની આવશ્યકતા છે. ક્રિયા કે તપસ્યા સીધી રીતે મોક્ષની સાધક નથી, પરંતુ પરોક્ષ રીતે બાધક કારણોને હટાવનારી હોવાથી મોક્ષ માર્ગને મોકળો કરે છે. અધ્યાત્મવાદીઓના મત્નમાં છે કે- દેહાદિક ક્રિયાઓથી આત્મકલ્યાણ કેમ સંભવે ? સીધી રીતે આ બાપડાનો પ્રશ્ન ઠીક જ છે, પરંતુ સમગ્ર દર્શન દષ્ટિએ તે ટૂંકી બુદ્ધિનો પ્રશ્ન છે. વસ્તુતઃ આત્મા તો સ્વયં સિદ્ધ તત્ત્વ છે. એની શુદ્ધ પર્યાયો સ્વયંભૂ પ્રગટ થાય છે પરંતુ જયાં સુધી અવરોધો ઊભા હોય, ત્યાં સુધી પર્યાયોનું પરિણમ વેભાવિક થઈ જાય છે. જે દોર ઉપર નટને નાચવું છે, તે દોર ઉપર વાંદરો બેઠો હોય તો નટને નાચવાનો અવકાશ રહેતો નથી. વાંદારાનું હટવું જરૂરી છે. નાચનાર તો નટ જ છે અને સ્વયં તે જ નાચશે પરંતુ તેનો દોર ખાલી હોવો જરૂરી છે.
આટલી પંક્તિઓ પછી આ વિષયનો મર્મ સમજાય તેમ છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ આચારાંગ સૂત્રનો પ્રથમ શ્રુતસ્કંધ તો આધ્યાત્મિક ભાવોથી ભરપૂર એવો ઉચ્ચકોટીનો નિશ્ચયવાણી યુક્ત દ્રવ્યાનુયોગી સ્કંધ છે-જેમાં નિશ્ચિત રૂપે આત્મ દ્રવ્યની અખંડતાનું પદ પદ પર ધ્યાન દોર્યું છે. ભારતનાં ઉચ્ચકોટીના અધ્યાત્મિક ગ્રંથોમાં ઉપનિષદોના ભાવોના લેવલથી પણ ઊંચા લેવલના નિશ્ચયાત્મક ભાવો જોઈ શકાય છે. પાછળના દિગમ્બર કે શ્વેતામ્બર પરંપરાના આચાર્યોએ સમયસાર આદિ કે વિશેષઆવશ્યક ભાષ્ય આદિ ગ્રંથોની રચના કરી છે. તેના બીજ આ પ્રથમ સ્કંધમાં જોઈ શકાય છે. આ રીતે પ્રથમ સ્કંધ આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ ઉપર રચાયેલી ભિતિકા જેવો છે. જયારે આથી વિપરીત બીજો શ્રુતસ્કંધ સમગ્ર ક્રિયાકાંડથી ભરેલો છે. જેમાં બાહ્ય ક્રિયાઓ ઉપર અતિસૂક્ષ્મ ધ્યાન આપવામાં આવ્યું છે. સાધકને કલ્પના પણ ન હોય તેવા સૂક્ષ્મ દોષોથી વિમુક્ત રાખવા માટે ઘણી જ સૂચનાઓ આપવામાં આવી છે. બધા પદો, વિધિ-નિષેધથી ભરેલા છે. શું કરવું અને શું ન કરવું ? શું બોલવું અને શું ન બોલવું ? ઇત્યાદિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, આ આઠે પ્રવચન માતાઓની પાંખડી-પાંખડી કરીને અથવા તાર-તાર કરીને અને પડ-પડ ખોલીને બધા ક્રિયાકાંડના ભાવોનું ઉદ્દઘાટન કર્યું છે. વાંચતાં-વાંચતાં હૃદય ગદગદ થાય છે કે આગમકારોએ પોતાના સાધકોને બચાવીને દરેક રીતે તૈયાર કરવા કેટલી બધી કાળજી ભરી બુદ્ધિપૂર્વકની ભાવનાઓ વ્યક્ત કરી છે.
ચાહે જૈન ભિક્ષુ હો કે ભિક્ષુણી હો તેને બધી રીતે સજ્જ કરી સેનાની રૂપે તેયાર કર્યા છે, મસ્ત ભાવે વિચરણ કરી, કોઈ પણ પ્રકારના બંધનમાં પડયા વિના કે કોઈની લાગ-લપેટ કે સેહમાં આવ્યા વિના, એક સ્વતંત્ર ફક્કડ મસ્ત સાધુરૂપે તાલબદ્ધ જીવન તૈયાર કરી, ગુરુ આજ્ઞામાં રહી, નિર્ગ્રંથ પ્રવચનનો ડંકો વગાડે છે. આ આખું શાસ્ત્ર બાધક કારણોનો પરિહાર કરવા માટે તેજ તલવાર જેવું છે અને જો સાધક આ ક્રિયાકાંડનું અનુશીલન કરી, નિષ્પૃહ રહી, પવિત્ર ભાવોથી સાધના કરે, તો સાધકની આસપાસ આભા મંડળની રચના કરી વિશુદ્ધ પરમાણુઓ સ્વતઃ પોતાની વર્ગણા પ્રમાણે, સ્વ મેળે ખેંચાઈ આવે તેમ છે. બાકીના આધ્યાત્મિક ભાવો સ્વતઃ અંકુરિત થઈ આત્માના અસંખ્ય પ્રદેશોમાં છવાઈ જાય, આઠ રૂચક પ્રદેશના ભાવો અસંખ્ય પ્રદેશોમાં પ્રગટ થઈ જાય છે. તેમનો તપ ત્યાગ, બાધક કારણોનો નાશ કરી આત્મ જ્યોતિ રૂપે પરિણત થાય છે. આચારાંગનો આ બીજો શ્રુતસ્કંધ, ધ્યાન પૂર્વક વાંચી, વિચારી સાધક તેનું અનુશીલન કરે. કદાચ તેને લાગે કે આજના આ પંચમ કાળમાં આટલી બધી તીવ્રક્રિયાશીલતા સંભવિત નથી તો પણ મનમાં તે કાળના મુનિ વિશે જે સુંદર ક્રિયા ભાગો ઉપદેશાયા છે, તેનો સંકલ્પ કરી, તેની મહત્તાનું ધ્યાન રાખી, પોતાના સાકાર ઉપયોગ રૂપ જ્ઞાનમાં તેની કોતરણી કરી, અંતરંગમાં તે ભાવોની ભક્તિ કરે અને યથાસંભવ સાધુ ક્રિયાઓનું પાલન કરે, આડંબરોથી દૂર રહે, પરિગ્રહ ભાવોની ઉપેક્ષા કરે અને આ બીજો સ્કંધ મૂર્તિમાન રૂપે સાધકના મનમાં પૂજય ભાવ પ્રગટ કરે, તો ન કોટી- કર્મની નિર્જરા સાથે આગામી જન્મોમાં આવું નિર્મળ અણીશુદ્ધ સ્તાતક ચારિત્ર પાળવાનો અવસર ઊભો થાય અને પંચમ કાળમાં જે કાર્ય અધુરું રહે, તે યોગ્ય કાળે પરિપૂર્ણ કરી શકે.
આ આખો શ્રુતસ્કંધ એક પ્રકારની જીવનની ખેડ કરવાની હોય અને તેમાં સારામાં સારી ઉપજ થાય તે રીતે શાસ્ત્રકારે પાથીએ પાથીએ તેલ નાખ્યું છે. અહીં આખા શ્રુતસ્કંધનો અનુવાદ, ભાવાર્થ કે પરમાર્થ આ વિદુષી સાધ્વીજી મંડળ પ્રકાશિત કરવાના છે અને તેમાં મહર્ષિ ત્રિલોકમુનિ જેવા સિદ્ધ શાસ્ત્ર વ્યક્તિનું માર્ગદર્શન મળવાનું છે. જેથી અહીં મેં કોઈ પણ ચેપ્ટરનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ સમગ્ર શાસ્ત્ર વિષે બે શબ્દો કહ્યા છે.
જૈનદર્શનનો આચારકાંડ પણ એટલો બધો સન્નદ્ધ છે કે- પ્રત્યેક જગ્યાએ જ્યાં ખીલી મારવી પડે ત્યાં ખીલી મારે છે, ટાંકો લેવો પડે ત્યાં ટાંકા માર્યા છે. તે ઉપરાંત નિયમ-ઉપનિયમ રૂપ તાણાવાણાથી સુંદર વસ્ત્ર રૂપી આ શાસ્ત્રને વણવામાં આવ્યું છે, તૈયાર કરવામાં આવ્યું છે. જેમ કપડામાં ડીઝાઈન મૂકવામાં આવે તેમ કોઈ કોઈ જગ્યાએ તો આઠ પાંખડીવાળા ફૂલ ગોટાઓ મૂકી વસ્ત્રને શણગારવામાં આવ્યું છે. દુઃખની વાત એ છે કે- આપણા સમાજમાં ઘણા ગાવાવાળા સંત-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ છે, પરંતુ તેમણે આ બધા શાસ્ત્રોના સૂક્ષ્મ ભાવોને વણી લેતી કવિતાઓ કે પદોની રચના કરી, સરલ ભાવે ગાઈ શકાય, તેવા પદો તેયાર કર્યા નથી, જેને પરિણામે આખો સમાજ શાસ્ત્રથી ઘણા ગાઉની દૂરી ઉપર રહી ગયો છે. અમુક સાધુ સંતોને છોડી આ બધા શાસ્ત્રના ભાવો બંધ પડેલી પેટીમાં સંગ્રહિત મોતી જેવા છે. ધન્ય છે આપણા ગોંડલ સંપ્રદાયના વિદુષી સાધ્વીજી સંઘને અને એથી વધારે વંદનીય છે, પ્રાતઃ સ્મરણીય સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યપાદ ગુસ્દેવ શ્રી પ્રાણલાલજી મ.સા. તથા તપસમ્રાટ પૂજય શ્રી રતિલાલજી સ્વામી, જેમના નામે આ શાસ્ત્રમાળા પ્રગટ થઈ રહી છે. તેમણે જે કાંઈ તપસ્યા કે પુરુષાર્થ કર્યો હતો, તેનું સ્પષ્ટ પ્રતિબિંબ શાસ્ત્રમાળા રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે અને શાસ્ત્રભાવો ગુજરાતી સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવા માટે એક કેનનલનું કામ થઈ રહ્યું છે. નર્મદાનો બંધ થયા પછી તર્મદાના પાણી કચ્છ કાઠીયાવાડ સુધી પહોંચી રહ્યાં છે, તેનું માધ્યમ એક નહેર છે. તે જ રીતે આ શાસ્ત્રભાવો રાજકોટ રોયલ પાર્કના પુરષાર્થથી નહેરમાં પ્રવાહિત થઈ તિર્મળ જળ રૂપે ઘર ઘર પહોંચશે, અભિલાષા એ જ છે કે- હવે પછી આ બધા ભાવો કવિતામાં ઉતરી, સરળ ભાષામાં કંડારાઈને જનતા ગાઈ શકે, લોક જીવતતમાં તે શાસ્ત્રો જીવંત બની પ્રકાશ આપતા થાય, ભગવાન મહાવીરની વાણી ઘટ ઘટ ગુંજતી થાય.
આપ સહુનો ઉપકાર માનું છું કે- આ મહાન જ્ઞાનયજ્ઞમાં અભિગમ રૂપે મારી વિચારધારાને પ્રગટ કરવા માટે આપ સૌ અવસર આપી રહ્યા છો અને આટલે દૂર હોવા છતા, લખવાની ક્ષમતા ન હોવા છતાં વારંવાર પ્રેરણા આપી ઉત્પ્રેરિત કરો છો અને ખાસ કરીને તમારો તકાદો આવ્યા પછી દર્શનાબાઈ મહાસતીજી કાળજી રાખીને અમને લખાવવા માટે પૂરી પ્રેરણા આપે છે અને લેખ તૈયાર થઈ જાય છે. આ અવસરે તેઓ પણ મહત્ત અભિનંદનીય છે. આગળ ઉપર આ શાસ્ત્રનું મહાત કાર્ય પરિપૂર્ણ થવા જાય છે અને તેમાં બાકીના ભગવત્ વાણી ભરેલા આગમ ઉપર લખવા માટે જે સૂચના મળી છે તદનુસાર પ્રયાસ કરીશું......
આ અવસરે ત્યાનાં સમગ્ર સાધક મંડળને અંતરના આશીર્વાદ આપતા હર્ષ થાય છે અને આ આખું આગમ પ્રકાશનનું કાર્ય સોળઆના પ્રગટ થાય, બધા બાધક કારણો હટી જાય અને બધી જાતનો સંપૂર્ણ સહયોગ મળે તેવી ભાવના સાથે અહીં વિરમું છું.
જયંત મુનિ
પેટરબાર
સંપાદકિય
ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
ચૌદસો બાવન ગણધર રંચિત જિન પ્રણીત, દ્વાદશાંગી શ્રુતદેવતાની નિશદિન કરુ' હુ અર્ચનાવલી. ।।૧।।
શ્રી પૂડરિક સિંહસેન ચારુ વજતાભ ચરમ, પ્રઘોતન વિદર્ભ દિશદયાળને નિરંતર ધરુ' અધ્યાવલી. ।।૨॥।
વરાહ આનંદ ગોસ્તુભ સુધર્મ મદર યશારિષ્ટ, ચક્રાયુધ સા'બકુ'ભ ઇન્દ્રને ત્રિકાળ કરુ' વ'દનાવલી ।।૩॥।
મલ્લિ શુભ વરદત્ત દિના ઇન્દ્રભૂતિ પ્રમુખ, થા ચોવીસ જિન ગણધરના ગુણ ગાતા સદા મારી હો પ્રણામાંજલી...!!૪॥!
પ્રિય પાઠક મુમુક્ષુ સાધક ગણ !
આજે અમારો મનમયૂર થનગની રહ્યો છે. આપશ્રીએ અમોને આવકાર્યા છે. જિનપ્રણીત વાણીના ગુજરાતી અનુવાદની અનુમોદના કરી મહાપુણ્યના સહભાગી ર
અમે-તમે સહુ બન્યા છીએ. આપ સહુ અમારા ઉત્સાહમાં દિવેલ પૂરી જ્ઞાનદીપ જુલાવવાની પ્રેરણા આપી રહ્યા છો, તેવી શુભભાવનાથી અમો ગુરુપ્રાણ આગમ બત્રીસીનું ૩૧મું આગમરત્ન બહાર પાડી આનંદ અનુભવી રહ્યા છીએ.
આ આગમ પ્રથમ અંગસૂત્ર શ્રી આચારાગ સૂત્રનો બીજો શ્રુતસ્કંધ છે. તેનું પ્રકાશન અમે પહેલા પણ શ્રમણી વિધ્યાપીઠ(ઘાટકોપર)માંથી ભાવાર્થ સહિત કરાવ્યું છે. આજે ફરીથી શબ્દાર્થ, પદાર્થ અને વિવેચન સહિત તેનું પ્રકાશન કરી રહ્યા છીએ. જેમાં પંચાચારમય સાધુ જીવનને ઘડવાની સંજીવની જડીબુટી છે. પ્રથમ શ્રુતસ્કંધના ગંભીર, ગહન તથા જ્ઞાતવ્ય ભાવોને જ્ઞ પરિજ્ઞાથી જાણીને બીજા શ્રુતસ્કંધમાં પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી નિયમ લેવાય છે.
પ્રસ્તુત સૂત્રમાં તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વિધિ-નિષેધ સહિત સાધુચર્યાના રૂપમાં દર્શાવી છે. તે સહજ અને સરળ હોવા છતાં આચરણમાં લાવવી કઠિન છે પરંતુ અશક્ય તથી. જીવ ધારે તે કરી શકે છે.
જીવ અનાદિકાળથી અજીવનો સંગાથી હોવાના કારણે તે પુદ્ગલપિંડ રૂપ શરીર ધારે કરે છે. તે શરીર ટકાવવા આહારની જરૂર પડે છે. ગૃહસ્થો છકાય જીવોનો ફૂટો કરીને આરંભ-સમારંભ દ્વારા આહાર બનાવે છે અને તેનાથી જીવન વ્યવહાર નિભાવે છે
એક વીતરાગનો માર્ગ જ એવો છે કે તેમાં સર્વ વિરત સંત, પાપરહિત આહાર પ્રાપ્ત કરીને જીવન વ્યવહાર ચલાવે છે. તેની રીતનું વર્ણન આ આગમમાં છે. તો ચાલો, આપણે જોઈએ તેની રીતભાત... પરમાર્થી સંતનો આચાર આમ્રવૃક્ષ જેવો છે. માટે આપણે આ સંપાદકીય લેખનું નામ રાખશું આચાર આમ્રવૃક્ષ...
આમ્રવૃક્ષની વૃદ્ધિ ધરતીમાં આગ્રફળની ગોઠલી વાવવાથી થાય છે. પવ, પ્રકાશ, પાણી અને ખાતર મળે, ત્યારે બીયારણ પોતાની પાત્રતા પ્રમાણે ખાતરમાંથી યોગ્ય આહાર ગ્રહણ કરી ફળ ઉત્પજ્ઞ કરે છે. આંબાની ગોઠલી પોતાની પાત્રતા પ્રમાણે તૂરાશ, ખટાશ અને મીઠાશ પ્રાપ્ત થાય તેવો સુંદર આહાર ગ્રહણ કરે છે.
આમ્ર વૃક્ષ સમ આપણા આચાર છે. જીવને ઊર્ધ્વગામી બનાવવા માટે સાધક નિર્દોષ આહાર ગ્રહણ કરે ત્યારે તૂરાશ, ખટાશનો અનુભવ તેને કરવો પડે છે ત્યારપછી આ અનુભવને પોતાના સંયમ-તપ હારા મીઠાશમાં સંક્રમિત કરી, આત્મસ્વરૂપમાં પરિણત કરી, આચાર આપ્રફળના રસનો આસ્વાદ મેળવવા કાયાનો કસ કાઢી કર્મરૂપ છોતરા અને ભવભ્રમણ રૂપ ગોઠલાને જુદા કરે છે. ત્યારપછી સાધકનો આત્મા સિદ્ધગતિમાં સદાને માટે પહોંચી જાય છે.
પ્રિય બંધુઓ ! મીઠી મીઠી મંદ-મંદ પવન લહેરખી આવી રહી હતી. સૂર્ય હસુ હસુ થઈને પ્રકાશ પાથરી રહ્યો હતો. ચારે ય બાજુ વસંત ખીલી ઊઠી હતી. આપ્રવૃક્ષો ખૂબ-ખૂબ ખીલી ઊઠયા હતા. એક પણ વૃક્ષ એવું ન હતું કે જે મૂળથી ફળ સુધીના પ્રત્યેક અંગમાંથી મધુમાસની મીઠી મહેંક પ્રસરાવતું ન હોય ! નગરજનો આ મોસમને માણવા ઉમટી પડયા હતા. એવી જ રીતે મારો શ્રુતજ્ઞાન રૂપી પુંસ્કોકિલ અક્ષર શ્રુતાદિના અલંકારથી સજજ બનીને, સમાચારીની પાંખે, નમ્રતાના નભમાં ઊડીને વિવેકરૂપી વસંતત્રતુનો આનંદ માણવા આચાર આમ્રવાટિકામાં પહોંચી ગયો.
ત્યાં તેણે અદ્ભુત દશ્ય જોયું. શ્વેતવસ્ત્રધારી સંતો ઉન્મિલિત નમણા નેત્રવાળા, પોતાના આચાર રૂપ આમ્રવુક્ષોને ફલિત કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા હતા. ધર્મધ્યાનની ધરતીમાં, કલ્યાણ રૂપ ક્યારીમાં બોધિબીજનું વાવેતર કરીને તેને પલ્લવિત કરવા સંયમ રૂપ જલનું સીંચન કરી રહ્યા હતા. કોઈના આચાર આપ્રવુક્ષો ફળોથી લચકતા, પરિપક્વ બની કેવળી પરમાત્મા રૂપે બિરાજમાન હતા, તો કોઈ આચાર આમ્રફળનો રસ ગ્રહણ કરી મોક્ષે પધારી રહ્યા હતા, કોઈના આમ્રવૃક્ષમાં જ્ઞાનમંજરીઓ પ્રગટ થઈ ગઈ હતી અને તેઓ આચાર્ય રૂપે બિરાજમાન હતા, તો કોઈના આમ્રવૃક્ષમાં કૂંપળો કે પાંદડાઓ પ્રગટ થયા હતા. તેવા વૃક્ષવાળા ઉપાધ્યાય અને સ્થવિર ભગવંતો બિરાજમાન હતા અન્તે કેટલાક સાધુ ભગવંતો બોધિબીજને લઈને ઊભા હતા. ધર્મધ્યાનની ધરતીમાં બીજનું વાવેતર કેમ કરવું, તે શીખી રહ્યા હતા.
મારા પુસ્કોકિલને ખૂબ-ખૂબ મઝા આવી ગઈ. તે આમ્રમંજરીને જોતાં કુંજન કરી ઊઠયો, ડોલી ઊર્ઠયો, બોલી ઊઠયો, અદ્દભુત...અદ્ભુત. મારા માટે જ્ઞાનાચારની મંજરીઓ કેવી તૈયાર થઈ ગઈ છે, મને મારો ખોરાક મળી ગયો, પરંતુ આ મંજરીઓ ઉત્પન્ઞ કરવા માટે શું કરવું પડે, તેની ક્રિયા મૂળમાંથી જોઈ લઉં તો ખરો.. ચાલો, પેલા સંત પાસે, વસંત ઋતુની મોજ માણવા પહોંચી જાઉં, તેઓ કેવી રીતે બોધિબીજનું વાવેતર કરે છે ? આચાર્ય ભગવંત વાવેતર કરવા માટે કેવો ઉપદેશ આપે છે ? તેમ વિચાર કરીને મતિજ્ઞાન રૂપી મિત્ર સાથે આવી પહોંચ્યો સદ્દગુરુના ચરણમાં... આવીને નમન કર્યું, તમન કરીને ગુરુ શિષ્યના વાર્તાલાપને સાંભળવા બેસી ગયો. ગુરુદેવ બોલ્યા, વત્સો ! એકચિત્તે સાંભળો...
અધ્યયન-૧ : પિંડેષણા :- પિંડ એટલે પુદ્ગલોને ભેગા કરીને રચેલા શરીરનું માળખું, તેને ટકાવવા માટે આહાર રૂપી (ખાતર)ની જરૂર પડે છે. આહારના ચાર પ્રકાર છે- असणं- ભૂખ શાંત કરનારા ખાદ્ય પદાર્થો. पाणं તરસ શાંત કરનારું પાણી. खाइमं- ભૂખ અને તરસ બને શાંત કરનાર ફળ-મેવા. साइमं ભૂખ-તરસને બંને શાંત ન કરતાં માત્ર મુખને સુવાસિત બનાવે તેવા મુખવાસ.
આ ચારે પ્રકારનો આહાર લેવા તમારી સાથે સમિતિ અને ગુપ્તિ આ બંને દેવીઓની પરિચારિકા આવશે. તેમાં એષણા નામની પરિચારિકા તમારા તેત્રમણિ બનશે, તેની સહાયતાથી તમે સ્પષ્ટ જોઈ શકશો.
ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરો ત્યારે તમારું સ્વાગત થાય કે પધારો ગુરુદેવ ! તો તે સાંભળીને ફૂલાશો નહીં અને અપમાન થાય, તો મુરઝાશો નહીં, પ્રસજ્ઞ ચહેરે સહન કરજો. ગૃહસ્થો તમારી સામે ઘણી ચીજો લાવે, તો તે જોઈને લલચાશો નહીં, પરંતુ એપણાના તેત્રમણિથી જોઈ લેજો કે તે પદાર્થો કાચા, સચેત, પૃથ્વી, પાણી, અગ્તિથી સ્પર્શિત, વાયુથી વીંઝાતા, વનસ્પતિના બીજવાળા, તેના સંઘટાથી સ્પર્શિત થયેલા, કોહવાઈ ગયેલા, રસજ જીવજંતુવાળા, લીલણ ફૂલણથી યુક્ત તો નથી ને ? તે આહાર મારા નિમિત્તે, મારા ઉદ્દેશથી બનાવેલો, ખરીદીને, ઝૂંટવીને કે ઉધાર લાવેલો, કાચો-પાકો, અધકચરો, આખા દાણાવાળો, તો નથી ને ? તેની પૂર્ણપણે ખાતરી કર્યા પછી પોતાના માટે અથવા સાધર્મિક સાધુઓ માટે પથ્ય હોય, તેટલો જ આહાર લેવો,
એકજ ઘરેમાંથી બધુ ન લેવાય, ગૃહસ્થને બીજીવાર ન બનાવવું પડે તેની કાળજી રાખીને લેવો. ચારે પ્રકારના આહારમાંથી જેટલી જરૂર હોય તેટલો જ લેવો. લાવ્યા પછી ફેંકી દેવો ન પડે તેમ જાત્રા-માત્રાની જાણકારી દિમાગમાં ગોઠવીને જવું.
બીજું એ ધ્યાનમાં રાખવાનું છે કે જૈનેતર ભિક્ષુઓની સાથે ગૃહસ્થના ઘરમાં ન જવું, આહાર કે નિહાર માટે અથવા સ્વાધ્યાય કે વિહાર માટે પણ તેઓની સાથે ન જવું તથા તેઓ માટે બનાવેલો આહાર હોય, તો તે ન લેવો.
અજુગુપ્સિત, અનિંદિત ઉત્તમ આચારવાળા, અભક્ષ્ય ન ખાનારા, બાર કુળની અને તેના જેવા બીજા કુળોની ગોચરી લેવા યોગ્ય જાણીને તેના ઘરમાં જ પ્રવેશ કરીને આહારાદિની યાચના કરવી.
ઇન્દ્રમહોત્સવ, સ્કંદ મહોત્સવ તેમજ યક્ષ, રાક્ષસ, સ્તૂપ વગેરેના મહોત્સવ સંબંધી તથા તપસંબંધી ભોજનના મોટા આરંભ-સમારંભપૂર્વકના મહોત્સવો હોય, તે ભોજનમાં જ્યાં અનેક ભિક્ષુઓ આદિને આમંત્રિત કર્યા હોય, તેને દેવા માટે, પીરસવા માટે લોકોની દોડધામ ચાલતી હોય, ત્યારે ત્યાં ગોચરી માટે જવું. તેમ જ મોટા જમણવારમાં પંક્તિબદ્ધ બેઠેલા લોકોની ભીડભાડ હોય, તેવા પ્રીતિભોજન, મૃત્યુ ભોજન, લગ્ન ભોજન, કોઈ પણ પર્વની પૂર્વે કે પછી તથા ચારે ય દિશામાં ક્યાંય પણ સંખડીરૂપ ભોજન સમારંભમાં આહારની લાલસાથી ન જવું. જે દિશામાં જમણવાર હોય, તેની વિરુદ્ધ દિશામાં જઈને પ્રાસુક આહાર ગ્રહણ કરવો.
શિષ્ય : ભદંત ! ત્યાં કેમ ન જવાય ?
ગુરુદેવ : ત્યાં જવાથી ઘણીવાર અણગારની તુચ્છતા દેખાય, ક્યારેક ભીડભાડમાં પડી જવાય, ગોચરીની શુદ્ધિ ન રહે. ગરિષ્ઠ ભોજનથી વિકૃતિ આવે, પૂર્વના સંસ્કારથી રાગભાવ, વિષય વાસના ઉત્પન્ઞ થાય, યોગીમાંથી ભોગી બની જવાય. આવા ઘણા જ કારણોથી આચાર આમ્રવૃક્ષને શુદ્ધ આહાર ત મળે. તો તે વૃક્ષ રસવંતુ ન થાય માટે હે વત્સ ! ત્યાં ન જવાય. હા, એક ઉપાય છે. તે કાર્ય બધુ પતી જાય, ભોજન કરાવનાર ગૃહસ્થ ઉદાર અને દાનેશ્વરી હોય, તે સાધુને વિનંતી કરે, તો સુયોગ્ય, પ્રાસુક અને ગ્રહણ કરવા યોગ્ય આહાર લેવા જવું હોય તો જવું, આ વાત ધ્યાનમાં લઈને સમયજ્ઞ બની જવું.
શિષ્ય : જી ગુરુદેવ ! સેવં ભતે ! સેવ ભંતે !
ગુરુદેવ : વત્સ ! ગોચરીનો સમય જોઈને જવું; ગાય, ભેંસ, બકરી દોહાઈ રહી હોય, ત્યારે ન જવું. ગૃહસ્થે બીજા માટે આહારાદિ કાઢી રાખ્યા હોય, તે ન લેવા, બીજાને અંતરાય પડે તેમ ન જવું, ઉપાશ્રયમાં અન્ય સાધર્મી સંતો પધારે, તો તેનો વિવેક જાળવવો. તેની સાથે માયાકપટ ન કરવું, ગોચરી લેવા જતાં ખાડા-ટેકરા, ઊંચા-નીચા રસ્તા કે વિષમ માર્ગ આવે, તો તે રસ્તે ન ચાલવું, સમ માર્ગે જવું. બીજો રસ્તો ન જ હોય, તો તે રસ્તે કાળજીપૂર્વક પડી ન જવાય તેમ ચાલવું. ગૃહસ્થનું ઘર બંધ હોય, તો ખોલીને ત જવું કદાચ જવું પડે, તો તેની આજ્ઞા લઈને ખોલવું.
કૂકડા, કબૂતરાદિ પક્ષીઓ ચણી રહ્યા હોય, તો ત્યાંથી પસાર ન થવું, કદાચ જવું પડે, તો તે ઊડી ન જાય, ગભરાઈ ન જાય કે ભયભીત ન થાય, તેમ ધીમે પગલે, દયાળું બનીને યતનાપૂર્વક જવું. ગૃહસ્થના ઘેર સર્વ અંગોપાંગ સ્થિર રાખીને ઊભા રહેવું.
આહાર લેવા માટે ગૃહસ્થને નીસરણી મૂકવી પડે તેમ હોય, અંધારું હોય, તીચે તલઘરમાં હોય, વગેરે દેખાતી જગ્યાએથી લાવેલો આહાર ન લેવો, આહાર રેણ બંધ ડબ્બાદિમાં હોય, તો તેને ખોલાવીને ન લેવો.
આ સર્વ દોષોને ટાળીને લાવેલો નિર્દોષ આહાર રસાસ્વાદ વિના ભોગવવો. સારો આહાર મળે, તો ગુરુદેવને ન દેખાડવાની માયા ન કરવી. સાથે રહેતા બધા સાધુઓનો સાંવિભાગ કરવો. સાત પિંડેષણા અને સાત પાતેષણામાંથી કોઈપણ અભિગ્રહ ધારણ કરીને શુદ્ધ આહાર લાવવો.
હે વત્સ ધર્મવીર અણગાર ! આવા શુદ્ધ અને નિર્દોષ આહાર-પાણી રૂપ ખાતર મળે, તેને ઉદરમાં પધરાવી શાંત ચિત્તે સ્વાધ્યાયનું સીંચન કરવામાં આવે, તો આહારની શુદ્ધિથી આચારની શુદ્ધિ થાય છે અને શુદ્ધ આચાર દ્વારા જ ધર્મધ્યાનની ધરતી પર વાવેલા બોધિબીજમાંથી આશ્રવૃક્ષને ઉગાડી શકાય છે. તમે પણ આ બીજનું વાવેતર તથા સીંચન આ રીતે કરજો.
શિષ્ય : હા, ભદત ! તેમ જ થાઓ ! મારે તો પરમાર્થી સંત બનીને આચાર આમ્રવૃક્ષને ખીલવવું છે માટે જ કહું છે કે આ પરમાર્થી સંતને આચાર પાળવો લાગે છે ઇષ્ટ, જેવો આમ્રરસ લાગે છે મિષ્ટ. શિષ્યે આ પ્રમાણે શુદ્ધ આહાર રૂ૫ ખાતર લાવી, ગુસ્દેવને દેખાડી, બોધિબીજનું વાવેતર કર્યું. આમ્રવૃક્ષ પાંગરે તેમ સ્વાધ્યાયાદિ સમાચારીનું સીંચન કરતા અણગાર લીન બની ગયા. તે જોઈને, મારો પુસ્કોકિલ આ સંવાદ સાંભળી ખુશ થયો અને તુર્તજ અમલીકરણ જોઈને તૃપ્ત થયો.
અધ્યયન બીજું # શય્યેષણા :- ધર્મધ્યાન રૂપ ધરતીમાં વાવેલા બોધિબીજનું રખોપું કરવા મુનિરાજને રહેવાતું, બેસવાનું, સૂવાનું જે સ્થાન હોય, તેને શય્યા કહે છે. તે શય્યા- સ્થાન કેવું હોવું જોઈએ, તેનું જ્ઞાન લેવા ધર્મવીર અણગાર ગુરુ ચરણોમાં ઉપસ્થિત થયા. તિક્ખુત્તોના પાઠથી વંદના કરી ઉત્કટ આસને બિરાજમાન થઈને પૂછવા લાગ્યા, હે પ્રભો ! કાયા રૂપ આમ્રવુક્ષને પોષણ આપવા માટે ખાતર રૂપ આહાર શુદ્ધિ તો જાણી પરંતુ સાધકને રહેવા માટે કેવું સ્થાન જરૂરી છે ? તેનો બોધ આપો. તે સાંભળવા હું ઉત્સુક બન્યો છું. શિષ્યે આ જિજ્ઞાસા પ્રગટ કરી ત્યાં સુધીમાં મારો પુંસ્કોકિલ ત્યાં પહોંચી ગયો અને તે યોગીરાજની માફક બેસી ગયો.
ગુરુદેવ : વત્સ, મુનિરાજ ! સ્થાન શુદ્ધિ માટે તેની ગવેષણા કરવા ફરવું પડે છે. સ્થાન પણ એષણા પરિચારિકા રૂપ નેત્રમણિથી જોવું પડે છે.
જે સ્થાન માલિકનું પોતાનું જ હોય, સાધુને ઉદ્દેશીને બનાવેલું ન હોય, સાધુને માટે ખરીદેલું કે ભાડે લીધેલું વગેરે દોષ યુક્ત સ્થાન ન હોય, તે સ્થાનમાં જ સાધુને રહેવું જોઈએ. સ્થાન શુદ્ધિ માટે પાંચ પ્રકારનો વિવેક રાખવો જોઈએ.
(૧) જે સ્થાન લીલોત્તરી, ધાન્યાદિ સ્થાવર જીવો કે કીડી મંકોડા આદિ ત્રસ જીવયુક્ત ન હોય, બાવા જાળાથી રહિત હોય, સ્ત્રી, પશુ (પંડગ) નપુંસક રહિત હોય, સાધ્વી માટે પુરુષ રહિત હોય (૨) ગૃહસ્થે નવું મકાન બનાવ્યું હોય અને પોતે કે બીજાએ તે વાપરી લીધું હોય (૩) તે સ્થાનમાંથી સચેત ચીજ વસ્તુઓની હેરવણી-ફેરવણી કરવી પડે તેમ ન હોય (૪) ઉપરનો માળ પડી જવા જેવો ન હોય (૫) ગૃહસ્થોના સંસર્ગવાળું, કાચા પાણી કે અગ્તિવાળું ન હોય; તેવા નિર્દોષ સ્થાન, ધર્મશાળા, ઉપાશ્રય કે ગૃહસ્થના મકાતતમાં સાધુ રહી શકે છે. ગૃહસ્થના મકાનમાં જ્યાં ગૃહસ્થની અવર- જવરનો રસ્તો જુદો હોય અને ગૃહસ્થના સ્નાનાદિ કાર્યો, વાર્તાલાપ, ઠઠ્ટા-મશ્કરી, ઝગડા વગેરે મોહજનક કાર્યો દેખાતા ન હોય તથા કૂતરા, બિલાડા, ગાય, ભેંસ આદિ પશુઓ વસતા ન હોય, તેવા સ્થાનમાં આચાર આમ્રવૃક્ષને ઉછેરવા માટે માલિકની અથવા ગુરખાની આજ્ઞા લઈને રહેવું જોઈએ. ક્યારેક ધર્મશાળામાં ઉતારો મળી જાય અને સંન્યાસી વગેરે ત્યાં રહ્યા હોય, તો ત્યાં ઉતર્યા પછી રૉત્રિમાં ચાલતા કોઈને ઠેસ ન લાગે, તે ભિક્ષુકોના સામાનને ઠોકર ન વાગે. તેની કાળજી રાખવી, હાથ પસારીને જયણાપૂર્વક અવર જવર કરવાનું ધ્યાનમાં રાખવું જોઈએ.
હે ધર્મવીર અણગાર ! આ વાત તમારા ખ્યાલમાં બરાબર રાખજો. હવે બીજી વાત એ છે કે જે જગ્યામાં ઉતારો કરો તે જગ્યામાં પાટ-પાટલા, સંસ્તારક વગેરે જે જોઈએ તે ત્યાંથી કે ગૃહસ્થના ઘરમાંથી યાચના કરીને જોઈને, પ્રમાર્જન કરીને ગ્રહણ કરવા, કોઈ જીવજંતુવાળા ન લેવાઈ જાય તેનો ખ્યાલ રાખવો. તે સંસ્તારક પાટ, પાટિયું સડેલું ન હોય, સ્થિર હોય, હલતું ન હોય, તે જોઈને ગૃહસ્થની આજ્ઞા લઈને લેવું. જે પ્રમાણેની આજ્ઞા લીધી હોય, તે પ્રમાણે રાખીને પાછું આપવું.
હે શિષ્ય ! આસન પાથરીને બેસો, સૂઓ કે ઊભા રહો, ત્યારે પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને તે ક્રિયાઓ કરવી; સૂઓ ત્યારે માથાથી પગ સુધી શરીરનું પ્રમાર્જન કરવું. સૂતી વખતે કોઈ વડીલો કે નાના સંતોને હાથ-પગ વાગી ન જાય, તેની કાળજી રાખવી. સૂવાની વ્યવસ્થા એક વેંત અથવા એક હાથ જેટલી દૂરી રાખીને કરવી.
શય્યા ઉપર બેસતા, ઊઠતા મોટા અવાજે શ્વાસોશ્વાસ ન લેવા. ખાંસી, ઉધરસ, છીંક, બગાસુ, ઓડકાર કે અપાનવાયુ છોડતાં યતના રાખવી. સુયોગ્ય શય્યા મળે, તો તેનો ગર્વ ન કરવો. અયોગ્ય મળે, તો ગ્લાનિ ન કરવી. સમભાવ ધારણ કરી આચારરૂપી આમ્રવૃક્ષને વિકસાવવું.
જિજ્ઞાસુ ધર્મવીર અણગાર મસ્તક નમાવીને બોલ્યા, હા ભંતે ! તેવી જ રીતે કરીશ અને નિર્દોષ ઉતારો શોધીને વિચરીશ હા, ગુરુવર ! મને અહિંસક આચાર લાગે ઇષ્ટ, જેવા આમ્રરસ લાગે મિષ્ટ. હે પ્રભો ! હવે મને નવી દિશા દેખાડવાની કૃપા કરજો. મારે મોક્ષ ફળ પ્રાપ્ત કરવું છે. આ વાર્તાલાપ સાંભળીને મારો પુસ્કોકિલ હર્ષાન્વિત બની ગયો.
અધ્યયન ત્રીજું : ઈર્યા :- ધર્મ ચકરવર્તીના પુત્ર बुद्धपुत्त नियागट्ठी મોક્ષાર્થી મહાત્મા ધર્મવીર અણગારે ગુસ્દેવની શિક્ષા વાગોળી વાગોળીને આત્મસ્થ કરી. પોતાના કાયયોગ રૂપી આંગણામાં રોપેલા આચાર આમ્રવૃક્ષને અંકુરિત થયેલું જાણી આહ્લાદભાવે વધુમાં વધુ સ્વાધ્યાય રૂપી જલનું સીંચન કરવા લાગ્યા. ધર્મધ્યાનની ધરતીમાંથી વિનયરૂપી મૂળ અંકુરિત થઈને બહાર આવ્યું. હવે થડ સ્કંધ ગોચર થયું. ચરણથી પીધેલા સ્વાધ્યાયના શુદ્ધ નીરથી પાંગરેલા તે આપ્રવુક્ષને જોવા માટે તે થનગની ઊઠયા. મારો શ્રુતજ્ઞાનરૂપી પુસ્કોકિલ તે પરમાર્થી અણગારને જોતો જ રહી ગયો. અણગારનો ઉછેર કરતા સમિતિ માતા અણગારની તાલાવેલી તથા તત્વત્રયીની મૂર્તિ જોઈ વધારે વેગીલા બન્યા. એષણા પરિચારિકા ખૂબ-ખૂબ સેવા કરવા લાગી. સમિતિ માતાએ ઈર્યા પરિચારિકાને બોલાવીને કહ્યું, આજે તમારે તેના ચરણની કાળજી લેવાની છે. ચરણોની ચર્યા કેવી હોવી જોઈએ, તેનું જ્ઞાન આજે સદ્ગુર્દેવ આપશે. તમે નૂતન અણગારના ચરણોની સેવા કરો. ઈર્યા પરિચારિકા ખુશ થઈ, બે હાથ જોડી, સમિતિ માતાની આજ્ઞા સ્વીકારી મુનિરાજ સાથે ચાલવા લાગી. મુનિરાજ ખૂબ પ્રસન્ન હતા. તેમણે બુદ્ધિનો સહારો લીધો ન હતો. જ્ઞાનનો સહારો લઈને આશ્રવાટિકામાં સદ્ગુરુના ચરણોમાં પહોંચી ગયા. ગુસ્દેવને નમસ્કાર કરી બેઠા અને જ્ઞાન પ્રાપ્ત કરવા તત્પર થયા. તેટલી વારમાં જ મારો પુસ્કોકિલ પહોંચી ગયો.
ગુરુદેવ બોલ્યા- વત્સ ! તને સમજાઈ ગયુંને, ચાલો, આચાર આમ્રની કલમ કાઢી હવે કરણ-ક્યારીમાં તેને રોપવી જોશે. તે કલમી આંબો બહુ મીઠાશ વાળો કરવો હોય, તો તમારે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવું પડશે. માટે ચાલવાની ક્રિયા નિર્દોષ કરશો ત્યારે આમ્રવૃક્ષ વિકસિત થશે.
શિષ્ય : હા, પ્રભો ! પ્રકાશો.
ગુરુદેવ : સાંભળો, વત્સ. પેલો એષણાનો તેત્રમણિ તો તમોને ફાવી ગયો છે. આજે ઈર્યા તમારા ચરણના પાદ ત્રાણ બનશે. તે તમોને ગમનાગમન કરાવશે. ગમનાગમન ત્રણ કારણે થાય છે. આહાર લેવા માટે, વિહાર માટે અને નિહાર માટે. આ ત્રણ ક્રિયા માટે કાયાને ચલાવવી પડે છે. અહીં મનને વિચારોથી, સંકલ્પ-વિકલ્પથી મુક્ત રાખવાનું છે, વચનને પણ મૌન અને શાંત રાખવાનું છે. ફક્ત કાયાને ગમનાગમનની ક્રિયામાં યોગથી જોડવાની છે અને જ્ઞાનના ઉપયોગથી રસ્તામાં ચાલતાં કોઈ જીવજંતુ કચડાઈ તત જાય, તે માટે સાડા ત્રણ હાથની ભૂમિ સુધી દષ્ટિ ફેલાવીને જોવાની છે. દિવસે આ રીતે જોઈને ચાલવું અને રાત્રે પ્રમાર્જન કરીને ચાલવું, વિહાર કરતાં બધા જીવો સાથે મિત્રતા રાખવી. ગામમાં, નગરમાં કે અટવીમાંથી પસાર થતાં વચ્ચે કોઈ લૂંટારા, ચોર વગેરે સામે મળી જાય, ત્યારે તે ઊભા રાખે, તો નિર્ભયપણે સમભાવપૂર્વક ઊભા રહી જવું; તે પ્રશ્ન પૂછે, તો પરિમિત શબ્દોમાં અહિંસાનો ઉપદેશ આપવો. ચોર આદિ ન સમજે અને બધી ઉપધિ મૂકી દેવાનું કહે, તો મૂકી દેવી પણ સમભાવથી ડગવું નહીં.
રસ્તામાં ચાલતા નદી આવે, બીજો રસ્તો ન હોય, તો નદીના પાણીની ઊંડાઈનું માપ કાઢી એક પગ ઊંચો કરીને એક પગ નદીના પાણીમાં મૂકતા ચાલવું, જેમ બને તેમ પાણીના જીવોની વિરાધના ઓછી થાય, તેની કાળજી રાખવી, પેલે પાર જઈને કાયોત્સર્ગ કરી તે જીવોને ખમાવી લેવા. ક્યારેક માર્ગમાં મોટી નદી આવે બીજો માર્ગ ન હોય અને પેલે પાર જવું જરૂરી હોય અને તાવમાં બેસીને જવાનું હોય, ત્યારે પણ વિધિસહિત નાવમાં ચઢવું. શરીરને મસ્તકથી લઈને પગ સુધી પોંજી લેવું. સાગારી સંથારો કરીને, પોતાનો બધો સામાન એક બંધનમાં બાંધીને સાથે લઈને ધીરે-ધીરે તાવમાં ચઢવું. બીજા મુસાફરોને મુસીબત થાય તેમ સમભાવપૂર્વક મૌનતભાવે પેલા આપ્રવુક્ષનું જતન કરતા બેસવું. કદાચ નદીમાં તોફાન થાય, નાવનો તિયામક કોપાયમાન થાય, સાધુને કોઈ પણ પાપક્રિયા કરવાનું કહે, તો મૌન રાખી સહન કરવું પણ પાપક્રિયા કરવી નહીં, ક્યારેક નિયામક કે બીજા કોઈ સાધુને નદીના પાણીમાં ફેંકી દે તો પણ શરીર પરે બધા વસ્ત્રો બાંધીને સમભાવે તણાતા રહેવું. પાણીના જીવોની ઓછામાં વ ઓછી હિંસા થાય, તેવા મૈત્રીભાવથી પાણીનો પ્રવાહ જયાં લઈ જાય, ત્યાં જવું. મૃત્યુ થઈ જાય, તો પણ કોઈની ખરાબ ચિંતવના ન કરવી. અરિહંતનો જાપ કરતાં યાત્રા પૂરી કરવી. જો બચી જવાય તો કિનારે આવીને પોતાના શરીરના પાણીને લૂછવાની ક્રિયા ન કરવી, માત્ર ઊભા રહેવું. શરીર ઉપરથી બધું જ પાણી સૂકાઈ જાય, ત્યાર પછી જ નજીકના ગામ તરફ જવું.
ગુરુદેવની સાથે વિહાર કરતાં આશાતના દોષને ટાળીને વિનયપૂર્વક વ્યવહાર કરવો. કોઈ પારધી પશુ-પક્ષી માટે પૂછે, તો સમિતિપૂર્વક જવાબ દેતા આવડે તો દેવો, હીં તો મૌન રાખવું, પણ જીવહિંસા ન થાય, તેની કાળજી રાખવી. હે વત્સ ! ઈર્યા પરિચારિકા સાથે પ્રસન્નતાપૂર્વક ઉપસર્ગ પરીષહ સહન કરતાં, હિંસા ન થાય તેવા ભાવથી આચાર આગ્રવુક્ષની કલમને રોપી દેવી, ત્યારપછી તેનું થડ બંધાઈ જશે અને તેમાંથી શાખા-પ્રશાખા કેમ નીકળે છે, તે અવસરે કહીશ.
આ વાત સાંભળીને શિષ્યે અંતર મતથી નિર્ણય કરીને કહ્યું, હા ભંતે ! હું આવી જ ચાલવાની ક્રિયા કરીશ. મારા આચાર આપ્રવુક્ષને પાંગરતું કરવા કટિબદ્ધ બનીશ. મારો પુસ્કોકિલ મુનિરાજને વંદી રહ્યો અને મંજરી કેમ અને ક્યારે આવે છે તેની રાહ જોવા લાગ્યો. મુનિરાજ બોલ્યા- આવા આચાર પાળવા લાગે મને ઇષ્ટ, જેવો આમ્રરસ લાગે મિષ્ટ.
અધ્યયન ચોથું : ભાષાજાત - ધર્મ અણગાર મુનિરાજે આચાર આમ્રવૃક્ષને મૂળ માંથી ફળ સુધી વિકસિત કરવા માટે ગુસ્દેવની એક એક શિક્ષા વિધિ જાણી. આહાર શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, ગમનાગમનની વિધિ વગેરેની અદ્દભુત કળા જાણી લીધી. તેનો આત્મા આનંદવિભોર બની ગયો. હવે નવી વિધિ જાણવા ઉત્સુક બન્યો, ગુરુદેવે જે જે ક્રિયાનો નિષેધ કર્યો, તેણે તે ક્રિયા છોડી દીધી, કરવા યોગ્ય ક્રિયામાં સ્થિર બની ગયા. ગુરુદેવ પાસે પ્રસન્ન ચહેરે આવી અહોભાવથી વંદન કરી વિનંતી કરી, હે પ્રભો! ફરમાવો મારા ફાયદાની વાતો. હું જરૂર વીતરાગના કાયદાને પાળીશ.
અંતેવાસી શિષ્યના અંતરના ઉદ્ગાર સાંભળી ગુરુદેવ પ્રસન્ન થયા અને કુપા વરસાવી કહેવા લાગ્યા. તે જ સમયે મારો પુસ્કોકિલ ત્યાં પહોંચી ગયો. તેને જોઈને ગુરુદેવ બોલ્યા, જો વત્સ ! આંબાની ડાળે બેઠેલો આ પુસ્કોકિલ બોલે છે, તેનો અવાજ તને કેવો લાગ્યો ? શિષ્યે કહ્યું, મધુર, મધુરમ્ મધુરમ્.
ગુરુદેવ : આજે આ જ વાત મારે કરવાની છે. આજનો અભ્યાસ છે. 'ભાષાજીત' તેના ઉપર આપણા સમિતિ દેવીના પ્રિય પરિચારિકા ભાષા દેવી છે. તે તારી જીભની પરિચર્યા કરશે. તે તને ક્રોધથી, લોભથી, હાસ્ય કે ઠઠ મશ્કરીથી કે વિચાર્યા વિના બોલવાની મનાઈ કરશે. તને નિષ્ઠાભાષી બનાવી દેશે પરંતુ તેને તું સાથે રાખ, તો જ આ શક્ય બને. સાધકને સત્ય અને વ્યવહાર, આ બે ભાષા જ બોલવા યોગ્ય છે, તેના સિવાયની ભાષા સાવધયકારી-પાપકારી છે. સંત બન્યા પછી નિર્વધ ભાષા જ બોલાય અને નિર્વય ભાષામાં પણ વિવેક જાળવવાનો હોય છે, વ્યાકરણ શુદ્ધિમાં એકવચન, દ્વિવચન, બહુવચન આદિ સોળ પ્રકારના વચનોમાંથી જ્યાં જે યોગ્ય હોય તે ઉપયોગપૂર્વક બોલવું. એકવચન બોલવા યોગ્ય હોય, તો એકવચનનો પ્રયોગ કરવો, સ્ત્રીલિંગમાં પુલિંગનો પ્રયોગ ન કરાય. શબ્દ શુદ્ધિ, પદ શુદ્ધિ અને વાક્ય શુદ્ધિ, ગધ-પઘમાં બોલવાની રીત વ્યવસ્થિત રાખવી. પહાડ, વાદળા, વનસ્પતિ, ઝરણા વગેરે પ્રાકૃતિક દશ્યો જોવા, પણ તે દશ્યોને જોઈ લીધા પછી ભાષા પરિચારિકાને સાથે રાખીને અતિશયોક્તિ રહિત, નિર્વધ ભાષા બોલવી. તેણી તને અસત્ય ભાષણ કરવા દેશે નહીં. તેમજ કર્કશકારી, છેદકારી, ભેદકારી, માર્મિકકારી, મૃષાકારી, સાવઘયકારી, આશ્રવકારી, નિશ્ચયકારી, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વનો નાશ કરનારી, પીડાકારી ભાષા પ્રયોગને છોડાવીને સત્ય, મધુર, હિતકારી, પથ્યકારી ભાષા બોલવાની પ્રેરણા આપી વર્ચસ્વી બનાવશે. બોલતા સમયે ભાષા પરિચારિકા સાથે હશે, તો તારું વચન, લબ્ધિવંત' બની જશે.
ઉપરાંત તમે ગામ-નગરમાં, પરિષદમાં કે ધર્મ સભામાં કે ગોચરીમાં ગમે ત્યાં જાઓ ત્યાં સત્ય અને વ્યવહાર ભાષાનો પ્રયોગ કરજો. રખેને ભાષા પારિચારિકાને છોડી દેશો, તો સાધક જીવનમાં હોનારત સર્જાશે, માટે ભાષા ઉપર ખૂબ કંટ્રોલ રાખવો. વધુ પ્રમાણમાં 'મોતભાષી બનવું, જરૂર પડે ત્યારે વિચારીને બોલવું. આ ઉપાયો જ તમારા આચાર આમ્રવૃક્ષનું સિંચન કરી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચારની પાંચ શાખાઓ પ્રગટ કરશે. પુસ્કોકિલના પંચમ સ્વર જેવો તમારો સ્વર સુસંસ્કૃત બનાવીને પંચમ ગતિ સુધી લઈ જશે. પુંસ્કોકિલ મૌનપણે સાંભળતો હતો. આ વાર્તાલાપમાં તે બોલી ઉઠયો, મધુરમ્ વિરૌતિ - તે મધુર કૂંજન કરતો ડોલીને કહેવા લાગ્યો, હે ગુરુદેવ ! જિનવાણીનો જય થાઓ, જય થાઓ, આ પ્રમાણે સદ્ગુરને બિરદાવીને સ્થિર થઈ ગયો.
આચાર આગ્રવુક્ષોને વિકસાવી પાંચ શાખા પ્રગટાવવા શિષ્યે ચોથી શિક્ષાનો મસ્તક નમાવીને સ્વીકાર કર્યો. હું દરેક પ્રસંગમાં ભાષા શુદ્ધિપૂર્વક નિર્વધ ભાષા બોલવાનો ઉપયોગ જરૂર રાખીશ. મારા આચાર આશ્રવૃક્ષને સાત્ત્વિક બનાવવા પૂરો પ્રયત્ત કરીશ. તેથી જ કહું છું કે હે ગુરુદેવ ! મને આચાર પાળવા લાગે છે ઇષ્ટ,
જેવો આમ્રરસ લાગે મિષ્ટ. ઝા
અધ્યયન પાંચમું # વસ્ત્રેષણા :- મારો પુંસ્કોકિલ ધર્મવીર અણગારનો સાથી બતી ગયો. તે ત્યાં જ રહેવા લાગ્યો. અણગારની ચર્યા જોતો જાય અને ધન્યવાદની અનુમોદના દેતો જાય. ગુરુદેવ પાસે બંને મિત્રો ચાલ્યા. એકે આકાશમાં ઉડયન કર્યું અને એક ધરતી પર ચાલવા લાગ્યો. બને આમ્રવાટિકામાં ગુરુદેવની સમીપે પહોંચી ગયા. બંનેએ મત્થએણં વંદામિ કહીને પ્રવેશ કર્યો. ગુસ્દેવ રાહ જોઈને બેઠા હતા. બંનેએ વંદન કરીને જિજ્ઞાસા પ્રગટ કરી, ગુરુદેવ બોલ્યા, વત્સો ! આચાર આમ્રવૃક્ષને કોઈ રજના પરમાણુ ત લાગી જાય તેને ઢાંકવા માટે વસ્ત્ર લાવવું જરૂરી છે. તીર્થકરો દીક્ષા લે ત્યારે દેવો એક વસ્ત્ર તેમના ખંભા પર નાંખે છે, તેને દેવદૂષ્ય કહે છે.
વસ્ત્રો સાધુને યાચના કરીને લાવવા પડે છે. તે વસ્ત્રો બહુ મૂલ્યવાન, હિંસાથી બનેલા, સાધુના નામે ખરીદેલા, ઉધાર લાવેલા, ઝૂંટવીને લાવેલા વગેરે દોષયુક્ત વસ્ત્રો હોય, તો તે સાધુને કલ્પતા થી. સાધુને ફક્ત સુતરાઉ કે ઉતતના વસ્ત્રો ખપે છે. તે પણ વસ્ત્રો દોષ રહિત હોય તો જ સાધુને ખપે છે. સાધુને કલ્પનીય વસ્ત્ર પણ ગૃહસ્થ આપે, તો તેને હાથમાં લઈને જોઈ લેવું, તે વસ્ત્ર ટકાઉ, ડાઘ વિનાનું, પોતાની જરૂરિયાત પ્રમાણે હોય, તો જ લેવું. પેલા એષણા પરિચારિકાના નેત્રમણીથી ચારે છેડા જોઈ લેવા. વસ્ત્રના છેડે ગાંઠ મારી હોય, તો તેને ખોલીને જોઈ લેવું તેમાંથી ધન, રત્તાદિ જે નીકળે, તે ગૃહસ્થને પાછું આપવું, તે વસ્ત્રમાં જીવજંતુ બેસી જાય તેવું, પોલું જાળી વાળું ન હોય, તે ધ્યાતતમાં રાખવું.
પ્રભુએ કહ્યું છે કે જો સાધકનું શરીર આરોગ્યવાન હોય, તો એક વસ્ત્ર રાખે. ગ્લાન, નિર્બળ, વૃદ્ધ, નવદીક્ષિત બે થી ત્રણ જોડી વસ્ત્ર રાખે. સાધ્વીજીઓ ચાર વસ્ત્ર રાખે. આ રીતે પોતાના શરીર પ્રમાણે પરિમિત વસ્ત્રો લેવા. ઉપધિથી ઉપાધિ વધે છે. માટે જેટલી જોઈએ તેટલી ઉપધિ રાખવી. વસ્ત્રની ગવેષણા માટે બે ગાઉના એરિયામાં જજવું.
વસ્ત્ર વિભૂષા માટે નથી, લજ્જા નિવારણ માટે છે માટે લોલુપતા વધે તેવા વસ્ત્રો ન લેવા. વસ્ત્રોને વધારે ઉજજવળ બનાવવા, સારા દેખાવા માટે ચમકીલા વસ્ત્રો લાવવા નહીં, તેને પરિધાન ન કરવા.
વસ્ત્રને સૂકવવા હોય, ત્યારે અતિ ઊંચા સ્થાને, થાંભલા કે દિવાલ પર, બાવા જાળા-જીવજંતુ આદિ હોય તેવા સ્થાને વસ્ત્રો સૂકવવા. અચિત્ત ભૂમિ પર વસ્ત્ર કોપિત થાય, વાયરાના જીવો મરે, તેવા સ્થાનમાં પણ ન સૂકવવા.
વસ્ત્રોમાં કોઈ રંગ લગાવવો નહીં, નિશાની કરવી નહીં, સિલાઈમાં ડીઝાઈન પાડવી નહીં. સિલાઈ પણ એવી કરવી કે નાનામાં નાના જીવજંતુ તેમાં બેસીને ફસાઈને
મરીન જાયે તેનુ ધ્યાન રાખવું, વસ્ત્રમાં ચોલપટ્ટક, પછેડી, નેસઠીયું, આસન, પાત્રાની જોળી વગેરે રાખવા. સાધર્મિક સંતોને વસ્ત્રો આપી શકાય તેવી રીતે વસ્ત્રની આજ્ઞા લેવી. સાધર્મિકો સાથે લેતી-દેતી કરવામાં વિવેક રાખવો, જેથી રાગ-હેષ ન થાય. તેમાં પણ માયાચાર ન કરવા. આ સર્વ વાતોનો ખ્યાલ રાખી નિર્વધ જીવન જીવશો, તો આરાધક થાશો. તમારા આચાર આગ્રવુક્ષની શાખાઓમાંથી પ્રશાખા પ્રસફુટિત થશે.
શિષ્ય બોલ્યો, ધન્યાસ્મિ. ગુસ્દેવ ! હું ધન્ય બની ગયો. પુસ્કોકિલની પણ વાચા ખુલી ગઈ, તે તો નાચીને કહેવા લાગ્યો કે હવે મારું મિષ્ટ ભોજન તેયાર થઈ રહ્યું છે, હું બીજું ભોજન જમીશ નહીં. બીજું કલ્યાણકારી ભોજન ન મળે ત્યાં સુધી કૂજન કરીશ નહીં. આ રીતે બંને મિત્રો એક બીજાની સામે જોતા ગુરુદેવને નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયા. પોતાને જોઈએ તેટલા નિર્દોષ વસ્ત્રની એષણા કરીને લાવ્યા કે તુરંત જ આચાર આપ્રવુક્ષની પંચાચાર રૂપ શાખા ઉપર દશ યતિધર્મ રૂપ પ્રશાખા વિકસી ગઈ. તે જોઈને બંને મિત્રો ખુશ થયા.
અધ્યયન છછું : પાત્રેષણા :- બંને મિત્રોએ ગુસ્દેવને સવાલ પૂછયો કે આચાર આમ્રવૃક્ષની શાખા-પ્રશાખા તો પાંગરી ગઈ પણ તેના પર કેરી ક્યારે આવશે ?
ગુરુદેવ : હે ધર્મવીર અણગાર ! ઉતાવળા કે ઉત્સુક થાઓ મા, ધીરજ રાખો, આચાર આમ્રવૃક્ષમાં શાખા પછી પ્રશાખા થાય, ત્યારપછી કૂંપળો અને પાંદડા બને, જો હું તમોને તેની વાત કરું છું.
તીર્થકરો તો કરપાત્રી હોય તેથી આહાર હાથમાં જ ગ્રહણ કરી એકાંતમાં જઈ વાપરે પણ આપણા હાથ પોલાણવાળા હોવાથી તેમાં ભોજન પૂર્ણ સુરક્ષિત રહી શકતું તતથી, માટે સામાનય સાધુઓને કરપાત્ર હોવા છતાં બીજા કાષ્ઠ પાત્ર, માટીનાં પાત્ર કે તુંબીના પાત્ર લેવા પડે છે. તેની પણ યાચના ગૃહસ્થને ઘરે જઈને કરવી પડે છે. તે પાત્ર પણ સાધુના નિમિત્તે બનાવેલા ન હોય, સામે લાવ્યા ત હોય, તે સર્વે એષણાના તૈત્રમણિથી તપાસીને જાણી લેવું જોઈએ. જેવી રીતે વસ્ત્રની વાત કરી તેવી જ રીતે પાત્રની વાત જાણવી. પાત્રો વિધિ સહિત લાવીને રંગ રોગાન કરવા જોઈએ. તે પાત્ર કાણાવાળા, તૂટેલા કે આહાર ચીપકી ગયા પછી નીકળે નહીં તેવા ન લાવવા. ડીઝાઈનથી શોભિત તથા વિભૂષિત કરાય તતહીં પરંતુ ટકાઉ, ધ્રુવ, રહી શકે તેવા પાત્ર લેવા, શુદ્ધ અને નિર્દોષ પાત્રની ગવેષણા કરીને લાવવા, તે આમ્રવૃક્ષના પાંદડા છે. તે પાત્રનું કામ કરે છે. વિશેષ ભાવ અવસરે કહીશ, એમ કહી ગુરુદેવ મૌન થઈ ગયા. પ્રણામ કરીને બે મિત્રો પાછા પગે ચાલવા લાગ્યા, પોતાના સ્થાને આવીને પોતાના આચાર
આમ્રવૃક્ષનું નિરીક્ષણ કર્યું, તો તે આંબો ચરણ સિત્તેરીના પાંદડાથી સુશોભિત બની ગયો મ
હતો. બંને સિત્રો ગુસ્દેવના વચનો પ્રત્યે શ્રદ્ધાન્વિત બની નમી પડ્યા. ધન્ય હો ગુરુદેવ! આપ અમોને સાચા રાહે લાવનાર પરમ ઉપકારી છો. બને સાથે મળીને બોલ્યા- આચાર પાળવા લાગે ઇષ્ટ, જેમ આમ્રરસ લાગે બહુ બહુ મિષ્ટ. અધ્યયન સાતમું : અવગ્રહપ્રતિમા :- શિષ્યો હવે ગુરદેવમય બની ગયા હતા. તેમનું હૃદય તૂં હી તૂં હી પોકારી રહ્યું હતું. ત્યાં આવીને પ્રણામ કરીને કહ્યું- ગુરુદેવ ! પે અમારું આચાર આપ્રવુક્ષ શાખા-પ્રશાખા અને પર્ણોથી પાંગરી ઊઠ્યું છે. ગુરુદેવ ઃ શિષ્યો ! બહુ આનંદમાં ન આવી જવું. તેમજ બહાવરા પણ ન બની જવું. તમે મૂળમાંથી પિંડેષણા, શય્યેષણા, ઈર્યા, ભાષાજાત, વસ્ત્રેષણા અને પાત્રેષણાની વાતો જાણી. આ જાણ્યા પછી તમારે વસ્તુની ગોઠવણી માટે સમિતિ મૈયાની પારિચારિકા નિક્ષેપાદેવીને મળવું જોઈએ. તે તમોને ઉપધિ ક્યાં રાખવી ? કેમ રાખવી ? તે શીખવાડશે. ર તેની પહેલા એક વાત જાણવી બહુ જરૂરી છે. તે બે કાનના એક કાન કરીને સાંભળો. થા શિષ્યે કહ્યું ભલે, ગુરુદેવ ! ફરમાવો.
ગુરુદેવ : સાધકને શરીર સાચવવા સ્થાન જોઈએ, પહેરવા વસ્ત્ર જોઈએ, આહાર લાવવા પાત્ર જોઈએ, તેને રાખવાની જગ્યા જોઈએ, આ બધુ ભલે તમે યાચના કરીને લઈ આવો પણ તે શરીર, વસ્ત્ર, પાત્ર વગેરેને જ્યાં નિક્ષેપાદેવી કહે ત્યા, તે જગ્યામાં મૂકતા પહેલા અવગ્રહ - આજ્ઞા લેવી જોઈએ. મ
જેના રાજયમાં જાઓ, તે રાજાની, તે નગરના કોટવાળની, ત્યાંથી આગળ વધીને જે ઘરમાં કે ઉપાશ્રયાદિમાં ઉતારો કરો, તેના માલિકની અથવા તેના અધિષ્ઠાયક કોઈની પણ આજ્ઞા લેવી, તેને અવગ્રહ કહે છે. જેની અનુજ્ઞા લ્યો, તેને આ પ્રમાણે કહેવું કે ભાઈ ! અમે શેષકાળ કે ચાર્તુમાસકાળ રહેવા માટે તમારી આજ્ઞા લઈએ છીએ. અમે અત્યારે અમુક ઠાણા છીએ. કદાચ અમારી સમાન બીજા સાધુઓ આવી જાય, તો તેના માટે પણ તમારી અનુજ્ઞા લઈએ છીએ. ઉતારાનો અવગ્રહ લીધા પછી સાધર્મિક સાધુઓ માટે પાટ, પાટલા, ઔષધ, સોય, કાતર, કર્ણશોધનિકા, સંસ્તારક વગેરે લાવો, તેની પણ આજ્ઞા લેવી જરૂરી છે. સાધર્મિક સાધુઓએ એકબીજાની ઉપધિ વાપરવી હોય, તો તેની પણ આજ્ઞા લેવાની હોય છે. અન્ય સાધુની નેશ્રામાં રહેલી વસ્તુને લેવી હોય કે પોતાની નેશ્રાની વસ્તુ બીજાને દેવી હોય, તો આજ્ઞા લઈને લેવાય-દેવાય છે. આ બધી રીત નિક્ષેપાદેવી તમોને યાદી અપાવીને શીખવાડશે. વસ્તુને કેમ પકડાય, કેમ મૂકાય, હાથ-પગને કેમ વ્યવસ્થિત રખાય, તે શીખી લેવું. જે જગ્યા શક્રેન્દ્ર મહારાજની
માલિકી છે. તેના માટે શકેનદ્ર મહારાજની આજ્ઞા લેવી. સંપૂર્ણ ભરતક્ષેત્ર તેમની માલિકીમાં છે. ભલે તે દેવલોકમાં હોય પણ તમારે કોઈપણ જગ્યાએ બેસવું, ઉઠવું હોય, ત્યાં કોઈ વ્યક્તિ આજ્ઞા દેનારી ન હોય, ત્યારે શકરેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને બેસવું. આવા પાંચ પ્રકારના અવગ્રહ છે. (૧) દેવેન્દ્ર અવગ્રહ (૨) રાજ અવગ્રહ (૩) ગૃહપતિ અવગ્રહ (૪) સાગારિક અવગ્રહ (૫) સાધર્મિક અવગ્રહ. આ અવગ્રહ સંબંધી આચાર સામગ્રી છે. તેમાં રહીને સાધુ- સાધ્વી ઘણા અભિગ્રહ ધારણ કરી શકે છે, જે સ્થાનમાં રહેવાનું થાય ત્યાં આમ્રવન, ઈક્ષુવન, લસણની વાડી આદિ હોય, તે સ્થાન જીવજંતુવાળું ન હોય, તેવા નિર્દોષ સ્થાનમાં રહે. તે જગ્યામાં રહેવા માટે જેની આજ્ઞા લીધી હોય, તેના સિવાયની અન્ય વ્યક્તિ આશ્રફળ, ગંડેરી કે લસણ આપવાની ઈચ્છા કરે, તો પોતાની જરૂર પ્રમાણે પિંડેષણા અધ્યયનમાં કહ્યું, તે પ્રમાણે નિર્દોષ હોય, તો તેને શારીરિક સ્વસ્થતા માટે ગ્રહણ કરે. આ ઉપધિ- ઉપકરણને રાખવાના સ્થાનની રીત, તમોને નિક્ષેપા દેવી શીખવાડશે, માટે તેને સાથે રાખીને આ કળા શીખી લ્યો, શિષ્યો બોલ્યા, ગુસ્દેવ ! ભલે, તેમ થાઓ. તેમણે નિક્ષેપા દેવીનો સાથ કરી આ કળા શીખી લીધી. નિક્ષેપાદેવી તેમના હાથ, પગ વગેરે ઉપાંગોની રક્ષા-જયણા કરવા લાગ્યા. આચાર આમ્રવૃક્ષના ચરણસિત્તરિના પાંદડા ઉપર કરણસિત્તરિના ફૂલો ખીલી ઊઠયા. મંજરીઓના રૂપમાં આમ્રવૃક્ષ શોભવા લાગ્યું. તે જોઈને બંને મિત્રોનો આનંદ સમાતો તથી. તેઓ હવે ગુસ્દેવના પ્યારા શિષ્ય બની ગયા હતા. અપ્રમત્ત અવસ્થામાં રહીને જલદી-જલદી રસવાળા સ્વાદુ આશ્રફળને પ્રાપ્ત કરવા તત્પર બન્યા અને બોલ્યા-
આચાર પાળવા લાગે અમોને ઇષ્ટ, જેવો આમ્રરસ લાગે મિષ્ટ.
અધ્યયન આઠમું : સ્થાન સપ્તિકા :- ગુરુદેવની વાણી ઝીલવા બંને મિત્રો બેસી ગયા હતા. ગુસ્દેવ પધાર્યા, ત્યારે ઊભા થઈને નમસ્કાર કરીને ગુરુદેવને બિરાજમાન કર્યા. ત્યારપછી હાથ જોડી ઊભા રહ્યા. ગુસ્દેવની આજ્ઞા થતાં ઉત્કટ આસને બેઠા. ગુરુદેવ બોલ્યા- અવગ્રહની વાત તમે જાણી લીધી. હવે જે સ્થાનમાં તમે ઉતરો તે સ્થાનમાં તમારે કાયોત્સર્ગ કરવાની આદત પાડવી જોઈએ. આ કાયાનો સંયમ કેળવવાની ખૂબ ખૂબ જરૂર છે. આચાર આમ્રવૃક્ષની માવજત કરવી પડે છે. વસંતત્રથતુ જેવું વાતાવરણ નિત્ય રહે તે માટે તેવી ક્રિયાઓ તેની પાસે કરવી પડે છે, તે ક્યારેય કરમાય નહીં માટે ત્યાં રોજ ધ્યાન ધરવું પડે છે. ધ્યાન ધરવા કાયાને સ્થિર રાખવી પડે છે તેના માટે જુદા જુદા અભિગ્રહ ધારણ કરવા પડે છે. જે સ્થાનમાં ઊભા રહેવું હોય, ધ્યાન કરવું હોય, તે સ્થાન બરોબર જોવું. પોતે ઊભો રહે ત્યારે બીજા જીવોને. કોઈ બાધા
કે પીડાજનક નથી ને ? તે તપાસીને રહેવાનો અભિગ્રહ ધારણ કરવો. તેની ચાર પ્રતિજ્ઞા આ પ્રમાણે છે-
(૧) હું અચેત સ્થાનમાં રહીશ, દિવાલ આદિનો આશ્રય લઈશ, હાથ પગનું આકુંચન- પ્રસારણ કરીશ તેમજ મર્યાદિત ભૂમિમાં પરિભ્રમણ પણ કરીશ.
(ર) હું અચેત સ્થાનમાં રહીશ, દિવાલ આદિનો આશ્રય લઈશ, હાથપગનું આકુચન- પ્રસારણ કરીશ પરંતુ ભ્રમણ કરીશ તહીં.
(૩) હું અચેત સ્થાનમાં રહીશ, દિવાલાદિનો આશ્રય લઈશ પરંતુ હાથ પગનું આકુચન-પ્રસારણ કે પરિભ્રમણ કરીશ નહીં.
(૪) હું અચેત સ્થાનમાં રહીશ, પરંતુ દિવાલ આદિનો સહારો લઈશ નહિ તથા આકુંચન-પ્રસારણ કે ભ્રમણ પણ કરીશ નહીં.
હે વત્સ ! આ રીતે અભિગ્રહ કરવો જોઈએ. પરિમિત કાળ માટે કાયોત્સર્ગ કરવાથી જીવની એકાગ્રતા વધે છે. આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય અને આચાર આપ્રમંજરીમાં ખટરસાદિની પ્રાપ્તિ થાય છે માટે કાયાની માયામાં મુંજાયેલો આત્મા આસક્ત ન બને તેની કાળજી કરવી. સદાય ઊભા રહેવાનો અને તેમાં મર્યાદિત સમયે ચાર વિશેષ અભિગ્રહ કરવા રૂપ તપ અણગારે જરૂર કરવો, પરંતુ જે ન કરી શકે તેનો તિરસ્કાર અને સ્વયંમાં અહંકાર આવી ન જાય તેની સાવધાની રાખવી. આ છે આચાર આપ્ર મંજરીમાંથી ફળ પ્રાપ્ત કરવાની રીત. તમે તેમજ વર્તો તેવી મારી શુભેચ્છા.
શિષ્યે સ્વીકારી લીધું અને બોલ્યા- આચાર પાળવા લાગે અમોને ઇષ્ટ, જેવો આમ્રરસ લાગે મિષ્ટ.
અધ્યયન નવમું : નિષધ્યાસપ્તિકા :- ગુસ્દેવની પાસે બંને મિત્રો આવ્યા અને વીર્યોલ્લાસપૂર્વક બોલ્યા, હે પ્રભો ! મારા આચાર આમ્રવૃક્ષમાં મંજરીઓ બેસી ગઈ છે. તેની મીઠી સોડમ આવવા લાગી છે. કાર્યોત્સર્ગનો પ્રભાવ ઘણો જ છે. પ્રભુ, હવે અમારે શું કરવું ? ગુરુદેવે ઉપદેશ આપ્યો, વાહ વત્સ વાહ ! તમે સાધુ જીવનમાં ઘણા આગળ વધી રહ્યા છો. તોપણ જયારે ઊભા રહેવાની શક્તિ ઓછી થાય, ત્યારે બીજો અભ્યાસ પણ જરૂરી બને છે, માટે હવે બેસવાની રીત પણ શીખી જાઓ.
રોજ સ્વાધ્યાય કરવી, તે વૈરાગી સાધુનું લક્ષણ છે. ત્યાગ ટકે ન વૈરાગ્ય વિના. વૈરાગી સાધુને અનાદિની આદત પ્રમાણે પુદ્ગલ રાગ સતાવે છે તેથી ભગવાને કહ્યુ છે કે હે શિષ્યો ! સ્વાધ્યાય કરવા બે, ત્રણ, ચાર સાધુઓ સાથે મળીને સ્વાધ્યાય કરવા બેસો ત્યારે એકબીજાને જોતા દેહરાગ ઉત્પન્ન થાય છે, તે ઉત્પ થવાથી
ચારિત્રમો્ ઉત્પન્ન થાય. તેના કારણે એકબીજાને આલિંગનાદિ દેવાની ભાવના જાગે તેવા ઇચ્છા રાગને ટાળવો પણ અત્યંત જરૂરી છે કારણ કે તેમ કરવાથી આચાર આગ્રવુક્ષની મંજરીઓ મુરઝાઈ જાય છે, માટે એવી રીતે બેસવું કે દેહરાગ જાગે નહીં, અરસપરસ કર્મો બંધાય નહીં, ચારિત્રમોહ તગડો બને નહીં. ઉદયના અડપલાને ટાળીને સ્વાધ્યાયના આસનથી બેસી સ્થિરાસન કેળવવું. ગુસ્દેવની આ શિક્ષા સાંભળીને ધર્મરાજ અણગારે અને મારા પુસ્કોકિલે મસ્તક નમાવી દીધું અને કહ્યું, હા, પ્રભો ! આપનો આદેશ અને આજ્ઞા અમારા કલ્યાણ માટે થાઓ, જેથી અમારી મંજરી સ્વાધ્યાય રસથી રસદાર બની જશે. માટે જ તોડ આચાર લાગે છે અમોને ઇષ્ટ,
જેવો આમ્રરસ લાગે છે મિષ્ટ.
અધ્યયન દસમું : ઉચ્ચાર પ્રસવણ સપ્તિકા :- ગુરુદેવે બંને શિષ્યો પર કૃપાદષ્ટિ રાખીને કહ્યું, એવો પુસ્પાર્થ ઉપાડો કે કર્મમલ જલદી નાશ પામે અને પાછું કામપકમાં ઉત્પન્ઞ થવું ન પડે. વીતરાગ પરમાત્માએ આપણા પર મહાન કરુણા કરી છે. આહાર લીધા પછી, તે સપ્ત ધાતુના રૂપમાં પરિણત થયા પછી આ શરીર નિસ્સાર વસ્તુને બહાર કાઢે છે. તે મળ-મૂત્ર, નાકની લીંટ, શરીરનો મેલ વગેરે. અશુચિ નિવારણની બાધા થાય ત્યારે તેનો અવરોધ કરવો નહીં, પરંતુ પાત્રમાં કે જંગલમાં તેનું નિવારણ કરવા જવું. પોતાની પાસે કે વસ્ત્ર કે પાત્ર ન હોય, તો સાધર્મિક ગુરબંધુની પાસે માંગીને લઈ લેવું. તેનો ત્યાગ કરવાની રીત આપણી સમિતિ માતાતી પરિષ્ઠાપનિકા દેવી પાસે શીખી લેવી. તે તમોને આ પ્રમાણે શીખવાડશે કે ફેંકવા જેવો જે નિહાર છે તેને એકાંતમાં લઈ જવો, ત્યાં જગ્યાનું નિરીક્ષણ કરવું; જીવજંતુ, લીલોતરી, બીયારણ આદિથી રહિત નિર્દોષ જગ્યા મળી જાય, તે પણ ઊંચી-નીચી કે પોલાણવાળી ન હોય તે જોવું. ત્યાં ્ાંખવાથી કોઈને જુગુપ્સા થાય, તેમ નીચા નમીને ચાર અંગુલની ઊંચાઈમાં હાથ રાખીને ધીરે ધીરે, જલદી સૂકાઈ જાય તેમ પરઠવું. પરઠવામાં કોઈ જીવોની હિંસા ન થાય, તે ખાસ ધ્યાન રાખવું. વૃક્ષનું થડ હોય, તો જેટલા પ્રમાણનું થડ હોય તેનાથી ડબ્બલ હાથની જગ્યા છોડીને, શકેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને પરઠવું પછી 'વોસિરે' શબ્દનું ઉચ્ચારણ કરવું. આ વાત વાગોળી વાગોળીને યાદ રાખજો. પરિષ્ઠાપના દેવીને સાથે લઈ જવી, જેથી તે તમારા કાર્યની પરિચર્યા વ્યવસ્થિત કરશે. આ તમારી પાંચમી ધાત્રી માતા છે. હે શિષ્યો ! તમારું આમ્રવૃક્ષ રસદાર મંજરીથી યુક્ત બની ગયા પછી ફળથી ફલિત થશે.
અધ્યયન અગિયારમું : શબ્દ સપ્તિકા :- આજે ધર્મવીર અણગાર અને મારો પુસ્કોકિલ બંને પાકા મિત્રોને કંઈક વિશેષ પામ્યા હોય તેવો અનુભવ થયો. બંનેએ પરસ્પર ગુરુ ગુણનો વાર્તાલાપ કર્યો. કેવા નિષ્કામ કરુણાતિધિ છે, આપણને કેવું કેવું શીખવે છે. પુસ્કોકિલ બોલ્યો, મને ખબર જ નથી કે આ આમ્રવૃક્ષમાં મંજરી કેમ આવે. હું તો જયાં મંજરી જોઉં ત્યાં મારો આત્મા થનગની ઊઠે અને અમારા બધા મિત્રોને સાથે લઈને મંજરીતતા રસતે માણીએ. મંજરીનું ઉત્પાદન કેટલું અઘરું છે. હજુ તો ફળ કેમ મળે તેનો પાઠ ભણવાનો બાકી છે, ચાલો, ત્યારે ગુરુદેવ પાસે બંને આવ્યા, પ્રણામ કર્યા અને ઉત્સુક બનીને, હાથ જોડીને ગુરુદેવનું મુખ નિહાળી રહ્યા.
ગુરુદેવે કહ્યું, હે શિષ્યવરો ! આજે આચાર આગ્રવુક્ષના ફળ પકાવવાની રીત દર્શાવું છું. સાંભળો ! મનુષ્ય ભવ બહુ પુણ્યયોગે મળે છે. મનુષ્યોને દશ પ્રાણ પ્રાપ્ત થાય છે. તેમાં શ્રોતેન્દ્રિય બલ પ્રાણ અને ચક્ષુરિન્દ્રિય બલ પ્રાણ કામી છે. તે ફક્ત ઇચ્છા ઉત્પન્ઞ કરે, આ બને પ્રાણોમાંથી એકને શબ્દો સાંભળવા ગમે, બીજાને રૂપ જોવું ગમે. શ્રોતેન્દ્રિય બલપ્રાણ બહુ બહુ પુણ્યના પુંજથી પ્રાપ્ત થાય છે તેને શબ્દો સાંભળવાની ઇચ્છા થાય છે પરંતુ તમે સમિતિ દેવીની ત્રણ પુત્રીઓ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિને સાથે રાખશો. તે તમારી આભ્યંતર રક્ષા કરશે. તમોને બધા પ્રકારના વાજિત્રોના સ્વર સાંભળવાની ઇચ્છા જાગશે, ધ્વનિવર્ધક સાધનોના શબ્દો, ચતુરંગી સેનાના શબ્દો, ઘોડાનો હણહણાટ, હાથીના ગુલગુલાટ, રથના રણઝણાટ, પાયદળના ધડબડાટ, ઉત્સવોની ઉદ્દઘોષણા, ભેરીના અવાજ વગેરે સાંભળવા શ્રોતેન્દ્રિય દોટ મૂકે, ત્રિકોણ, ચતુષ્કોણ વગેરે રસ્તામાં જોવા માટે આંખ તલસે ત્યારે તમારી મનોગુપ્તિ બહેન તમોને રોકશે, વચનગુપ્તિબહેન તમોને તેની પ્રશંસા કરતા અટકાવશે અને કાયગુપ્તિબહેન તમને ઊભા થવા દેશે નહીં. આવા શબ્દો સાંભળવા સ્વાધ્યાય છોડીને જવાય તહીં. શબ્દની ધ્વિના અનેક સ્થાનો છે. તે વિવિધ સ્થાનોનું વર્ણન અરિહંત પરમાત્માએ કર્યું છે. શ્રોતેન્દ્રિય બહુ સજાગ છે પરંતુ તમારે શબ્દોની રાગબુદ્ધિ કે દ્રેખબુદ્ધિ છોડવી. આ બધી ઇચ્છાઓ ચારિત્રમોહના ઉદયના કારણે થાય છે. તે મોહ તગડો બને તેવી એક પણ ક્રિયા ન કરવી. સંસારનો સઘળો મોહ છોડવાનું એક જ કારણ છે કે તમારે યથાખ્યાત ચારિત્રનો આચાર પ્રગટ કરવાનો છે. માટે વત્સો ! ચારિત્ર મોહ છોડી શ્રોતેન્દ્રિયનો નિગ્રહ કરવો. શબ્દ સપ્તકને છોડીને પોતાના સ્વાધ્યાયનો ઉપદેશાત્મક અવાજ સાંભળવો. આ જ આચાર આપ્રવુક્ષને સફળ કરવાની સામગ્રી છે, બાકી તો કલેશાત્મક કષાયાત્મક, વિષયાનુબંધી રાગાત્મક શબ્દો અનેકવાર આ જીવે સાંભળ્યા છે. તેમાં રક્ત, વિશેષ અનુરક્ત, ગૃદ્ર, વિશેષ ગૃદ્ધ થઈને આ જીવે સંસારનો વધારો કર્યો છે. હવે તેવી ક્રિયા થાય, તેની કાળજી રાખવી.
ગુરદેવનો ઉપદેશ સાંભળી બંને શિષ્યો તૃપ્ત થયા. હાથ જોડી, માત મોડી કહ્યું, ભદન્ત ! આપનું વચન તહેત કરવાનો પુસ્ષાર્થ કરશું. અમને તો આચાર લાગે છે
ઇષ્ટ, જેમ આમ્રરસ લાગે ગિષ્ટ.
અધ્યયન બારમું : રૂપ સપ્તિકા :- કામોત્પાદક શબ્દની વાત સાંભળી બને મિત્રો વિચાર વિમર્શમાં ગરકાવ થઈ ગયા. ગુરુદેવનો અપૂર્વ ઉપદેશ કેવો મજાનો છે. વિધિ- તિષેધની વાતો કરી આપણી મલિતતતા કઢાવી શુદ્ધિ પ્રાપ્ત કરાવે છે. શ્રોતેન્દ્રિયના વિષયોને તો જાણ્યા. ચાલો, હવે ચક્ષુરિન્દ્રિયના વિષયોને જાણીએ. જયણાની ચાલે બંને મિત્રો ગુરુ પાસે આવ્યા. ગુસ્દેવને વંદન નમસ્કાર કર્યા. ગુરુદેવે વિધિ સમજાવવા પ્રસન્ન ચિત્તે વાક્ય ઉચ્ચાર્યા-જુઓ વત્સ ! આ આપણા ચક્ષુ, કેટલા નિર્મળ છે પરંતુ મન જયારે રાગાત્મક થઈને ચક્ષુના માધ્યમે રૂપ જોવા લાલાયિત થાય છે, ત્યારે શાંત આત્મ સરોવરમાં વૃત્તિના વમળો ઉત્પજ્ઞ થાય છે. રૂપની આસક્તિએ અનેક આત્માઓને સ્વભાવ તરફ જતાં રોકી વાસનામાં વસાવી નિગોદના ઘરમાં મોકલી દીધા છે. રૂપ માત્ર ઇચ્છા કરાવે છે તેનાથી ભોગવટો થતો નથી.
પ રૂપવાળી ચીજોના શાસ્ત્રકારે ચાર ભેદ કહ્યા છે. (૧) ગ્રથિમ રૂપ- ફૂલ આદિને ગૂંથીને બનાવેલા સ્વસ્તિકાદિ (૨) વેષ્ટિમ રૂપ- વસ્ત્રાદિને વણાટમાં વણીને બનાવેલી પુતળી આદિના રૂપો (૩) પુરિમ રૂપ- રૂ વગેરે ભરીને બનાવેલી પુરષાદિની આકૃતિ વગેરે (૪) સંઘાતિમ રૂપ- અનેક વસ્તુઓને મેળવીને બનાવેલા રૂપ, કાષ્ઠકર્મ- સુંદર રથ વગેરે, પુસ્તકર્મ- વસ્ત્ર અથવા તાડપત્રના પુસ્તકો પર બનાવેલા ચિત્રો, મણિકર્મ- વિવિધ મણિઓથી બન્તાવેલા સુદર કલાકૃતિના રૂપ, સોના-ચાંદીની માળાઓ, પાંદડામાં બનાવેલા ચિત્રો વગેરે કામનાને ઉત્તેજિત કરે તેવા ચિત્રો જોવાની ઇચ્છા કરવી નહીં. ક્યારેક ઇચ્છા થઈ જાય, તો પણ મનોગુપ્તિનો સહારો લઈને સાધક જીવનને સુરક્ષિત રાખવું. ચિત્રોમાં રાગ-દ્રેષ ન કરવા, તેમાં લુબ્ધ કે ગૃદ્ધ ત થવું. આ છે સાધક જીવતો વિવેક. મ્તમોહક રૂપમાં જરાપણ લુબ્ધ થાય, તો આચાર-આગ્રવૃક્ષોને ઉઘઈ લાગીને તમારા આશ્રફળ ખવાઈ જશે માટે હે વત્સો ! ચિત્રો જોવાના વિચારમાં મનોગુપ્તિ, ચિત્રો જોઈને રાગાત્મક ભાષાપ્રયોગમાં બીજી વચનગુપ્તિ અને સ્વાધ્યાય છોડીને કલાકૃતિ જોવાની તાલાવેલીમાં ત્રીજી કાયગુપ્તિની પરહેજી પાળીને આચાર આશ્રવૃક્ષની રક્ષા મેળવવી. આ પ્રયોગ કરશો તો આશ્રવૃક્ષના ગોઠલી બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને તેના નાના કાચા ફળો બની નભી જશે, મોટા થશે, પાકા થશે. ફળ સુફળ થશે, તેથી ત્રણ ગુપ્તિને હંમેશાં મન, વચન, કાયામાં ગોઠવી દેજો.
આ પ્રમાણે ગુરદેવનો ઉપદેશ સાંભળી બંને અવાક્ થઈ ગયા. મોનભાવે તેનો સ્વીકાર કરી ચક્ષુરિન્દ્રિયને કેળવણી આપવા વીર્યોલ્લાસવાળા બન્યા. ત્યારપછી બંને
બોલી ઉઠયા, અમારો આચાર આંબો ઘણો વિકસિત થઈને પાંગરી ઉઠયો છે. મ
ગુરદેવ ! આચાર પાળવા લાગે છે ઈષ્ટ, જેવો આમ્રરસ લાગે મિષ્ટ.
અધ્યયન તેરમું : પરાક્રિયા સપ્તિકા :- બંને મિત્રોએ આચાર આમ્રવૃક્ષનું નિરીક્ષણ કર્યુ. તેની અનુપરેક્ષા કરીને જોયું તો કાચી કેરી મોટી થઈ ગઈ હતી. તેના રસનું પરિવર્તન થઈ રહયું હતું. ગુરુદેવની શિક્ષાથી શિક્ષિત થયેલા બંને સર્વવિરતિ અણગાર સ્વાધ્યાય સિવાય કાંઈજ કરતા ન હતા તેથી આપ્રવુક્ષ નિર્વિધ્ને વૃદ્ધિ પામ્યું. તેઓ હવે કેરી પાકવાની પ રાહ જોઈ રહ્યા હતા. આજે ગુરુદેવ ક્યા ઉપદેશનું રસપાન કરાવશે તે જિજ્ઞાસા લઈને જયણાપૂર્વક ગુરદેવ પાસે આવીને વિનયપૂર્વક ચરણોમાં બેસી ગયા.
ગુરુદેવ બોલ્યા- આજે તમોને ઉચ્ચકક્ષાનું પરકરિયા વિષયક જ્ઞાન દેવું છે. સંસાર છોડવો સહેલો છે પણ સંસારીના સંબંધો છોડવા મુશ્કેલ છે. તમે સંસારનો ત્યાગ કર્યો ત્યારે નિર્ણય કર્યો હતો કે હું કોઈની સેવા લઈશ નહીં.
છ સાધુ-સાધ્વીનો શિરસ્તો છે કે બીજા દ્વારા પોતાના માટે કરાતી કર્મજનક ક્રિયાની ઇચ્છા ન કરે કે બીજા પાસે કહીને પણ ન કરાવે. કદાચ કોઈ ગૃહસ્થ પગને સાફ કરે, પગ દબાવે, માલિશ કરે, તેલ, ઘી આદિ ચોપડે, મસળે, ચૂર્ણથી ઉબટન, લેપ કરે, ઠંડા કે ગરમ પાણીથી પગ ધૂએ વગેરે કોઈપણ ક્રિયા ગૃહસ્થ કરે તો તે કલ્પતું નથી. સાધુ તે ક્રિયામાં આસ્વાદિત થાય નહીં, વચનથી કહે નહીં, કાયા પર થતાં આવા કામની, ય સ્પર્શેન્દ્રિયના મુલાયમ સ્પર્શની મોજ માણે નહીં, કારણ કે मंदा य फासा बहुलोहणिज्जा વર્ણાદિ સ્પર્શો બહુ લોભામણા હોય છે. તે લોભની જાળમાં ફસાઈ જવાય, તો અનર્થ સરજાય છે. જેમ ખેતરમાં થયેલા પાકને તીડ ખાઈ જાય છે. તેમ આચાર આમ્રવૃક્ષના ફળોને સુકુમારતાના દોષરૂપી તીડ ખાઈ જાય છે. ગૃહસ્થને આધીન બનેલો સાધક મોહોત્પાદક સ્પર્શોથી આસક્ત થઈ જીય. ત્યારે ગૃહસ્થો તેમના શરીર પર હાર, મુકુટ આદિ અલંકારો પહેરાવી શરીરને શણગારે છે, સાધુ જીવનમાં ન કલ્પે તેવી ક્રિયાઓ કરે છે, માટે હે સાધક ! આવી કોઈ ક્રિયાને મનથી ઇચ્છવી નહીં, વચનથી કહેવું નહીં અને કાયાથી તેવું આચરણ કરવું નહીં. બીજું વિશેષમાં પગમાં કાંટો લાગ્યો હોય, પગમાં ઘાવ પડયો હોય, મેલ જામ્યો હોય, માથામાં જૂ, લીખ પડી જાય તો ગૃહસ્થના ખોળામાં સૂઈને, શસ્ત્રક્રિયા કરાવવી નહીં, ગૃહસ્થ ઘણા જ લાડ લડાવીને આ ક્રિયાઓ કરે, તોપણ તેમ કરાવે નહીં. આ છે મુત્તિ જીવનમાં સમાધિ પ્રાપ્ત કરવાની સામગ્રી. તમે તેને અપનાવશો એટલે આપ્રફળ પાકવા લાગશે.
આ પ્રમાણે શિષ્યોને આચારનું ભાન કરાવ્યું. શિષ્યો અવાક્ થઈ ગયા. ક્યારેય મ
ખબર ન હતી કે આમ કરવાથી પાપ લાગે, તે આજે ખબર પડી. ઊભા થઈને ભૂતકાળમાં પાપ કર્યું કે કરાવ્યું હોય, તેની માફી માંગી અને હવે પાપ નહીં કરવાની પ્રતિજ્ઞાના દઢ સંકલ્પી બનીને બોલ્યા- આચાર પાળવા લાગે અમોને ઇષ્ટ,
જેવો આમ્રફળનો રસ લાગે મિષ્ટ.
અધ્યયન ચોદમું : અન્યોન્ય [ક્રિયા સપ્તિકા :- આચાર આપ્રવુક્ષમાં આવેલા આપ્રફળ ખટાશમાંથી મીઠાશ તરફ જઈ રહ્યા હતા. લીલી છાલ પીળી થઈ રહી હતી. તેની સાધના શુદ્ધ આચાર તરફ ઝૂકતી હતી. આમ્રવૃક્ષ ફળના ભારથી નમ્રાતિનશ્ર બની ગયું હતું. અહંકાર તો ક્યારનો ય ઓગળી ગયો હતો. મારો પુસ્કોકિલ ખુશ હતો સાથે ઉદાસ હતો કારણ કે આ અણગાર બહુ જ ક્રિયાશીલ હતા. તેવી ક્રિયા પોતે કરી શકતો તત હતો છતાં ય ભાવના ભાવી રહ્યો હતો કે હું આવો ક્યારે બનું ? તે મિત્રો આવ્યા અને ઉન્મિલિત નેત્રોથી પ્રણામ કરીને ગુરુચરણોમાં બેસી ગયા. આજે ગુરુજી ગંભીર મુદ્રામાં હતા. તેઓ બોલ્યા, વત્સ ! તેરમા અધ્યયનમાં સંસારી ગૃહસ્થ વિષયક વાતો હતી પણ આજે તો આપણે આપણા ત્યાગી વિષયક વાતો કરવાની છે. અનાદિકાળથી દેહરાગના પોષણથી દેડરાગની આદત ધીઠ બની ગઈ છે, તેથી બે સાધુ કે બે સાધ્વી અરસ-પરસ ચરણથી લઈને મસ્તક સુધીના અંગોને દબાવવા, માલિશ કરાવવું વગેરે ક્રિયા કરાવવાની ઇચ્છા થાય, ત્યારે તે રાગોત્પાદક હોવાથી સાધુએ તેમ ન કરાય. જો તાતા સાધુ વડીલ સાધુના પગનું પ્રમાર્જનાદિ કરે, તો તેનો વિવેક કહેવાય પરંતુ જેનાથી દેહરાગ વધતો હોય, રાગની માત્રા ટપકતી હોય, તો તેને ગુપ્તિ દ્વારા રોકી દઈને મનથી પણ તેની ઇચ્છા કરવી, વચનથી ત કહેવું અને કાયાથી ત કરાવવું. તે સુખનો આસ્વાદન મનથી પણ ત કરે. શેષ વર્ણન પરક્રિયાની સમાન જાણવું. સંસારીથી તો બચી જવાય પણ એકબીજાની ક્રિયાથી બચવા માટે ઘણી જ કાળજી રાખવામાં દઢ વેરાગ્યની જરૂર પડે છે. આ જ આચારની પૂર્ણતા છે. આ પ્રમાણે દેહરાગ છોડવા પ્રયત્તશીલ બનવું. આ વેરાગ્યભાવ જ આચાર આમ્રવૃક્ષના ફળને સમય પર પકાવીને સફળ બનાવે છે. અસ્તુ ! આવી ક્રિયા પ્રભુ મહાવીરે અપનાવી છે. સાધુજનોને રાગજનક ક્રિયાના ત્યાગથી જ કેવળજ્ઞાન પ્રગટ થયું છે.
આવું આચરણ કરવું, તેવો અડગ નિર્ધાર કરીને બંને ઊભા થયા. આજે તેનો અભ્યાસ પૂર્ણ થતો હતો. વિધિ-નિષેધથી આચારની પૂર્ણ માહિતી જાણી લીધી હતી. તેઓએ ગુરુદેવને પ્રણામ કર્યા અને પોતાના સ્થાને આવી આત્મા સાથે સવાલ-જવાબનો સંવાદ કર્યો તેમાં જવાબ મળ્યો કે આચાર લાગે છે મને ઇષ્ટ, જેમ આમ્રફળનો રસ લાગે મિષ્ટ.
અધ્યયન પંદરમુ' : ભાવના #- બંન્ને અણગાર દૂર બેઠા નિસ્વાર્થ પ્રેમથી પ્રશ્નચર્ચા અતે જ્ઞાનગોષ્ઠી કરી રહ્યા હતા. વૃક્ષ તો લચકતું બની ગયું હતું. પુસ્કોકિલે આશ્રવાટિકામાં પ્રવેશ કર્યો ત્યારથી જ વસંતત્8તુ મહેંકી રહી હતી. આમ્રવાટિકામાં બીજા પણ ઘણા વૃક્ષો હતા. તે પણ શોભાયમાતત હતા. વૃક્ષો તો અનેકવાર જોયા હતા પરંતુ માનવ પોતે જ આચાર આમ્રવૃક્ષ બની શકે, તેના એંધાણ કે તેની વિધિ પ્રથમ વાર જ સાંભળી. તેનું દિલ-દિમાગ દયાળુ અને ભવભીરુ બની ગયું. હવે ગુસ્દેવના શ્રીમુખે પ્રભુ મહાવીરનું જીવનન સાંભળવાનું હતું. જલદી તૈયાર થઈને આવ્યા, ગુરુ સમક્ષ દક્ષતાપૂર્વક, શાંત ચિત્તે ગુરવાણી સાંભળવા મુમુક્ષુતા પ્રગટ કરી, ગુસુદેવ બોલ્યા, આવું કઠિન આચરણ અનુભવી સિવાય કોઈ દર્શાવી ન શકે. અનંત તીર્થકરો અને સામાન્ય કેવળીઓએ સર્વ અનાચરણો રોકી દઈને ઇન્દ્રિય વિજેતા બનીને મોક્ષ તરફ પ્રયાણ કર્યું છે.
પ્રભુ મહાવીરે અનેક ભવમાં ઊંચુ ઊંચુ આચરણ કર્યું. તેના ફળ સ્વરૂપે તેઓએ નંદનના ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું, ત્યાર પછી દશમા પ્રાણત દેવલોકમાં ગયા ત્યાંથી ચ્યવીને માહણકુંડ નગરમાં દેવાનંદાની કુક્ષીમાં આવ્યા. બલવત્તર કર્મના ઉદયે ત્યાંથી પણ દેવો દ્વારા સંહરણ થયું અને ત્રિશલા રાણીની કુક્ષિમાં આવ્યા.
ચૈત્ર સુદ તેરસે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થિતિમાં હતા ત્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજા પિતા અતે ત્રિશલા માતાતતા લાલ તરીકે પ્રભુએ જન્મ ધારણ કર્યો. તેમનો જન્મ થતાં જ દેવોએ મહાન વર્ષા કરી હતી. ગામમાં ધન-ધાન્યની ઘણી વૃદ્ધિ થઈ, તેથી પુત્રનું નામ વર્ધમાન રાખ્યું. ૫? દિશાકુમારિકાઓએ નાલ છેદન આદિ સૂતિકા કર્મ કર્યું, દેવોએ મેરુ પર્વત પર જન્મ મહોત્સવ ઉજવ્યો, પાંચ ધાત્રીઓથી ઉછેર થવા લાગ્યો. આ રીતે વર્ધમાન કુમાર વૃદ્ધિ પામતાં યોગ્ય વયના થયા. તેમના ત્રણ નામ આ પ્રમાણે છે- માતાપિતાએ નિયત કરેલું વર્ધમાન નામ, આત્મશુદ્ધિ માટે સાધનાનો શ્રમ કરતા હોવાથી પોતે દીક્ષા ગ્રહણથી પ્રાપ્ત શ્રમણ નામ અને ભયંકર ભયજનક ઉપસર્ગો સહેવાના કારણે દેવોએ પ્રસિદ્ધ કરેલું શ્રમણ ભગવાન મહાવીર તામ હતું. તેઓશ્રીના કાકાનું નામ સુપાર્શ્વ હતું. તેમના જ્યેષ્ઠ ભ્રાતા નંદીવર્ધન અને મોટી બહેનનું નામ સુદર્શના હતું. વર્ધમાનકુમાર યોગ્ય ઉંમરે યશોદા નામની રાજકન્યા સાથે લગ્નગ્રંથીથી જોડાયા. અનાસક્તભાવે ભોગાવલી કર્મો ભોગવતાં એક પુત્રીનો જન્મ થયો. તેનું નામ પ્રિયદર્શના હતું.
પ્રભુ મહાવીરના માતા-પિતા પાર્શ્વનાથ શાસનમાં હતા. તેમણે બાર વ્રત અંગીકાર કરીને શુદ્ધ શ્રાવકના વ્રત પાળ્યા હતા. આખરી જીંદગીમાં સંથારો કરીને પંડિત મરણ પ્રાપ્ત કરી બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને મોક્ષે જશે.
જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે ભોગાવલી કર્મ પૂરું થતાં વૈરાગ્ય વાસિત બનીને દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. લોકાંતિક દેવોએ ધર્મ પ્રવર્તન માટે વિનંતી કરી. પ્રભુએ એક વર્ષ સુધી રોજે રોજ એક પ્રહર સુધી એક કરોડ આઠ લાખ સોના મહોરનું દાન આપ્યું. એક વર્ષમાં ત્રણસો અટ્ઠયાસી કરોડ એંસી લાખ સુવર્ણ મુદ્રાનું દાન આપ્યું. ત્યારપછી ઇન્દ્ર ઇન્દ્રાણી, દેવ-દેવીઓ અને માનવો વગેરેએ દીક્ષા મહોત્સવ કર્યો. પ્રભુ અને નિરાગી નિષ્કામી બની યશોદા પત્નીનો ત્યાગ કરી, જ્યેષ્ઠ ભાઈ બહેનનો સ્નેહ સંબંધ છોડી, સર્વથા નિઃસ્નેહી બનવા કેશ લુંચન કર્યા પછી દીક્ષા મંત્ર ભણ્યા. સિદ્ધ ભગવાનને મસ્કાર કરી સિદ્ધ થવાનું લક્ષ બાંધીને વિચર્યા. કઠિન કર્મો ઉદયમાં આવતા અનેક પરીષહને સહન કર્યા. સહનશીલતા એટલી જબરજસ્ત હતી કે અનાર્યો દ્વારા કૂવામાં ડૂબકી ખવડાવવી, ગૃહસ્થો દ્વારા કૂતરા કરડાવવા આવી કોઈ પણ પરિસ્થિતિમાં દેહની પરવાહ કર્યા વિના પરીષહો પ્રતિક્રિયા કર્યા વિના સહન કર્યા.
એકલા શાંતરસના પરમાણુથી બનેલો સુકુમાર રાજવંશી દેહ, પરંતુ સંયમ- તપતી દઢ ભાવના હતી. વજસમા મજબૂત શરીરમાં ઘાવ પડતાં પણ ચરમ શરીરી દેહનો નાશ થતો નહીં. તે દેહમાં કોઈ વૈદકીય ઉપચાર કર્યા વિના સ્વયમાંથી સ્કૂરાયમાન થતાં શાંતરસના ઓષધથી તે કર્મો સમાઈ જતાં હતા. પ્રતિક્રિયા ન કરાર માનવ ખુદ વું કર્મ બાંધતા નથી અને તેના જૂના કર્મો ક્ષય થઈ જતાં સહજ રીતે આરામ થઈ જાય છે. તીર્થકરનો આત્મા જેટલું આયુષ્ય લાવ્યા હોય તેટલું જ ભોગવે છે. તેઓ નિરૂપકરમી આયુષ્યવાળા હોય છે. વત્સ ! આ વાત બહુ લક્ષમાં લેવા જેવી છે. જીવ સ્વયંના આચારથી જ વૃક્ષનો જન્મ ધારણ કરે પરંતુ તે દેહ પોતાના માટે ઉપયોગમાં લેતા નથી પરંતુ છકાય જીવોને શાતાકારી બનાવે છે. તેમના એક એક પરમાણુ જેના શરીરમાં પહોંચે તેનો કોધ શાંત થઈ જાય છે. શરીર નશ્વર છે પણ આયુષ્ય પ્રમાણે તે સજીવન રહે છે.
આરીતે ભગવાન બાર વર્ષ અન્તે પંદર દિવસ પછી શ્યામક ગાથાપતિના ક્ષેત્રમાં શાલ્મલી વૃક્ષની નીચે ત્રદજુવાલિકા નદીના કિનારે ચોથા પ્રહરે ચાર ઘાતીકર્મ ક્ષય કરી સર્વજ્ઞ બન્યા. ત્યારપછી દેવોને ઉપદેશ આપ્યો. બીજા દિવસે બાર પ્રકારની પરિષદ આવી, પ્રભુએ ઉપદેશ આપ્યો, અગિયાર ગણધર બન્યા, તીર્થની સ્થાપના કરી. મહાવ્રતધારીને ઇરિયા ભાવનાથી લઈને સ્પર્શેન્દ્રિયના નિગ્રહ સુધીની પચ્ચીશ ભાવનાનું વર્ણન સમજાવ્યું. પોતે તર્યા અને ભવ્ય જીવોને તરવાની જડીબુટી અર્પણ કરી. આ છે માત્તવ આચાર આમ્રવૃક્ષના ફળ પ્રાપ્ત કરવાની આબેહૂબ રીત. સ્વયં આચરે અને પછી બીજાને શીખવાડે છે. ધન્ય હો પ્રભુ આપને ! આપે શેષ જીવનમાં ઉપદેશ આપીને
મોક્ષ પ્રાપત કરવાની રીત દર્શાવી છે. આપણે સહુ તે સર્વજ્ઞના પુત્રો છીએ તેથી તેવો જ પુરષાર્થ કરવો જોઈએ. પ્રભુના ઉપદેશ પ્રમાણે પ્રયોગ કરીએ તો તેના રાજયમાં પહોંચી શકાય છે. આ છે આચાર સમાધિની સામગ્રી. સમતાથી તેનો પ્રયોગ કરજો. પ્રભુના પાંચ કલ્યાણક ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયા અને સ્વાતિ નક્ષત્રમાં પ્રભુ મોક્ષે પધાર્યા.
બંને શિષ્યો આ વાત સાંભળીને મહાવીર જેવા બનવા અગ્રસર થયા અને બોલી ઊરઠયા- આચાર પાળવો લાગે ઇષ્ટ, જેમ આમ્રરસ લાગે મિષ્ટ.
આગ્રવુક્ષના ફળ પાકી ગયા હતાં અને હવે વૃક્ષ પરથી તૂટું તૂટું થઈ રહ્યાં હતા. તે કેમ તૂટે છે તેની કળા શીખવા બને આતુર બન્યા.
અધ્યયન સોળમું : વિમુક્તિ :- ધર્મવીર અણગાર અને મારો પુસ્કોકિલ બંને ગુરુદેવ પાસે પહોંચી ગયા. તેઓ બને શીધ્રાતિશીધ્ર આપ્રફળ ખાવા આતુર બન્યા હતા. ગુરુદેવે તેમની તમન્ના જોઈને ઉપદેશ આપ્યો. જુઓ, આ પ્રકીર્ણક ઉપદેશ છે. આપણે જે પૌદ્ગલિક દેહ ધારણ કર્યો છે તે અનિત્ય છે, ગમે તેટલો સાચવો તો પણ તેનો નાશ થવાનો છે, માટે તેના થકી કાર્ય સિદ્ધ કરી લેવું. ગૃહત્યાગી, આરંભ-પરિગ્રહના ત્યાગી સંયમવાન, અનુપમ જ્ઞાનવાન, નિર્દોષ આહારના ગવેષક સાધકો કર્મ સંગ્રામ ખેલી આત્મવિજેતા બને છે. અજ્ઞાનીજનો દ્વારા અપાતા કષ્ટોને સમભાવે સહન કરનાર, અવસરના જાણકાર, ક્ષમાદિ ગુણના ધારક, પ્રાણી માત્રના રક્ષક, સ્ત્રીઓ પ્રત્યે નિરાસક્ત, પૂજા પ્રતિષ્ઠાના નિષ્કામી સાધક આલોક-પરલોકની કામના રહિત, મેથુનથી ઉપરત, મૂળગુણ-ઉત્તરગુણમાં દોષ ન લગાડનાર સાધક સંસાર સમુદ્રને તરી જાય છે. તેના આચાર આગ્રવુક્ષનું ફળ પાકી જાય છે.
સાધક આ દેહરૂપ આમ્રવૃક્ષનું પોષણ કરીને આચારનું આમ્રફળ પ્રાપ્ત કરે છે. તેના મન, વચન, કાયયોગનો ઉપયોગ કરી ક્ષપક શ્રેણી દ્વારા ચાર ઘાતીકર્મોનો ક્ષય કરી સર્વજ્ઞ બની જાય છે. ત્યારપછી અઘાતી કર્મ ક્ષય કરીને અંતે સિદ્ધાલયનું રાજય મેળવે છે.
આ ઉપદેશ સાંભળીને ધર્મવીર અણગારે તેવા જ પ્રકારની [ક્રિયા કરી, તેનાથી તેને આચાર આગ્રફળ પ્રાપ્ત થયું. તેના રસપાન કરીને તે પોતાના સ્વદેશમાં જવા ઉત્સુક બન્યા. તેમણે આયુષ્ય બળ હતું ત્યાં સુધી આત્માનંદના રસનું આસ્વાદન કરતા રહ્યા. જેમ કેરીનો રસ ઘોળી ઘોળીને પીવાય અને ગોઠલા-છોતરા ફેંકી દેવાય તેમ ધર્મવીર અણગારે જ્ઞાનરસ પીધો, ઘાતી-અઘાતી કર્મ ક્ષય થતાં ઔદારિક શરીરરૂપ ઉપરના છોતરા અને તેજસ-કાર્મણ શરીર રૂપ ગોઠલાને છોડીને આત્માના આનંદરસનો અનુભવ કરતાં સિદ્ધાલયમાં પધારી ગયા.
તેમનું આચાર આમ્રવૃક્ષ સંપૂર્ણ રીતે ફલિત થઈને સફળ થયું. તેમના આચાર ફળને નજરોનજર જોઈને મારો પુસ્કોકિલ મોક્ષ મેળવવાની રીત જાણીને, આચાર આમ્રવૃક્ષને ઉગાડવાની કળા સંપાદન કરી વસંત ત્રહતુનો આનંદ માણી પંચ પરમેષ્ઠીના વારંવાર દર્શન કરતો આમ્રવાટિકામાંથી પાછો ફર્યો અને મારામાં સમાઈ ગયો.
અને બોલતો રહ્યો- આચાર પાળવા લાગે મને ઈષ્ટ, જેમ આમ્રરસ લાગે મિષ્ટ.
આ છે ઊચ્ચકક્ષાનું જ્ઞાન આપતો બીજો શ્રુતસ્કંધ. આચારશુદ્ધિ વિના યથાખ્યાત ચારિત્ર પ્રગટ થતું નથી માટે આપણે સહુ પુસષાર્થ કરીને આચારણ સુધારીએ. અસ્તુ... ચતુર્વિધ સંઘમાં આચરણનું અભિયાન જાગે તેવી મંગલ ભાવના સાથે વિરમું છું.
પ્રિય મુમુક્ષુ ગણ ! આપણે આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું સંપાદકીય આચાર આમ્રવૃક્ષ રૂપે આલેખ્યું છે ત્યારે આ સંપાદિકાના હૃદયમાં ગુરણીદેવા પૂ. અંબાબાઈ મ. મુખ્ય રહ્યા છે. ઉપકારી ગુરુણીનું નામ જોડી ગુરુ ત્રણના ભારમાંથી યત્કિંચિત મુક્ત થવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર ! આમ્રવુક્ષ પુષ્ટિકારી અને તુષ્ટિકારી છે. પૂ. પ્રાણગુસ્દેવ પણ પોતાના ઉપદેશમાં કાયાને આંબો કહેતા અને કેરીમાં રહેલા રસને આત્માનો જ્ઞાનાનંદ રસ દર્શાવીને અનેકવાર સમજાવતા હતા. આજે આ સંપાદકીય લેખનું લેખન કરતાં પૂ. ગુરદેવના ઉપદેશતું રહસ્ય મને સમજાયું છે અને સંપાદકીય લેખનું એકાએક આ નામ રખાયું છે. તો તમે તેને વધાવીને આત્મા સાથે તુલના કરશો. ધર્મની ધરતી પર બોધીબીજનું વાવેતર કરીને સર્વવિરતિનો માર્ગ સ્વીકારીને આહાર, રહેવાનું સ્થાન, ચાલવા માટે ઈરિયા, બોલવા માટે ભાષા, વસ્ત્ર, પાત્ર, આજ્ઞા, સ્થાનસપ્તિકા, નિષઘયા, પરઠવાની વિધિ, શબ્દ અને રૂપની અનાસક્તિ, પરક્રિયા અને અન્યોન્ય ક્રિયાનો ત્યાગ, ભાવના અને વિમુક્તિ, આ સોળ અધ્યયનની જે પદ્ધતિ ગોઠવાયેલી છે તે આમ્રવૃક્ષને યોગ્ય બની જાય છે. સારું એટલું તમારું (પાઠકનું) અને ન સમજાય તેટલું મારું, એમ સમજીને વાંચશો, તો મારો પુરષાર્થ હું સફળ માનીશ. બાકી મારો સ્વાધ્યાય તો અહર્નિશ ચાલુ જ છે.
આભાર : ધન્યવાદ : સાધુવાદ :-
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત
કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને
પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો મ
અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરુ છું
આ આગમને સુશોભિત બનાવનાર, સુદર હાઇના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠા, ઉગ્રતપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ અર્પુ છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્તા પુષ્પાબાઈ મ,, પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈ મ., હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવુંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.